Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019
પી.એસ.આઇ નાથાભાઇ બાલસરાના પત્નિ મધુબેનનું દુઃખદ અવસાનઃ સોમવારે બેસણુ

રાજકોટઃ રાજકોટ નિવાસી નાથાભાઇ લક્ષ્મણભાઇ બાલસરા(વાયરલેસ-પી.એસ.આઇ)નાં પત્નિ મધુબેનનું તા.૨૧શુક્રવારનાં રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણુ તા.૨૪ સોમવારનાં રોજ સાંજે ૫ થી ૭ વાંકાનેર સોસાયટી, શેરી નં.૫, જામનગર રોડ,રાજકોટ ખાતે રાખેલ છે

અવસાન નોંધ

સોમવારે હાજી બાબુભાઇનું ચહેલુમ

રાજકોટ તા. રરઃ હઝરત ગૈબનશાહ પીર દરગાહ ટ્રસ્ટનાં પ્રમુખ મર્હુમ હાજી ઇસ્માઇલ જાન મુહંમદભાઇ (મબાબુભાઇ) (વફાત તા. ૧૧ રમઝાન)નું ચહેલૂમ શરીફ તા. ર૪ને સોમવારે સાંજે ૬ થી ૮ તેમના નિવાસસ્થાન સાહિલ, મોચીનગર-૧, સંજયનગર, ગુજરાત બેકરીની બાજુમાં જામનગર રોડ ખાતે રાખેલ છે.

આ પ્રસંગે પીર સૈયદ દાદાબાપુ (સાવરકુંડલા), અલ્લામા ગુલામગૌષ અલ્વીપુલ હાશમી (ધોરાજી) અને સૈયદ મહેબૂબબાપુ બુખારી વિગેરે હાજરી આપી તકરીર કરશે. તેમ યુસુફભાઇ દલની યાદી જણાવે છે.

જુનાગઢના શાસ્ત્રી રમેશચંદ્ર રાવલના પત્ની ઉર્મિલાબેનનું અવસાન

જુનાગઢ : શાસ્ત્રીશ્રી રમેશચંદ્ર (નાથુઅદા) કાશીરામ રાવલ ના ધર્મપત્ની તથા હરેશભાઇ, હર્ષદભાઈ તથા કીશોરભાઇના ભાભી તથા પ્રેસફોટોગ્રાફર સ્વ. શ્રી મહેશ રાવલ તથા પ્રેસફોટોગ્રાફર ભાવેશ રાવલ અને કથાકાર શ્રી હિતેશ રાવલ ના માતુશ્રી ઉર્મિલાબેન રમેશચંદ્ર રાવલનુ તા. ૨૧/૦૬/૨૦૧૯ ને શુક્રવારે અવસાન થયેલ છે

સદ્દગત બેસણું તા. ૨૪ ને સોમવારે બપોરે ૪ૅં૦૦ થી ૬ૅં૦૦ કલાકે ભુતનાથ મંદિર,ભુતનાથ સત્સંગ હોલ ભુતનાથ મહાદેવ મંદિર, કોલેજ રોડ, જુનાગઢ ખાતે રાખેલ છે.

સરકારી શિક્ષક સંઘ પ્રમુખ સિધ્ધરાજસિંહ ઝાલાના સાસુનું દુઃખદ અવસાન

રાજકોટઃ મૂળ નવાગામ (માળીયા મિંયાણા) નિવાસી, હાલ રાજકોટ જાડેજા વિજયાબા  અજિતસિંહ (ઉ.વ.૭૬)નું તેઓ ગિરિરાજસિંહ (એસ.ટી.)ના માતુશ્રી અને શિવરાજસિંહ (ટ્રાવેલ્સ)ના દાદીમા તથા સિધ્ધરાજસિંહ ઝાલા (પ્રમુખ સરકારી શિક્ષક સંઘ)ના સાસુનું તા.૨૧ના દુઃખદ અવસાન  થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૪ના સોમવારે સાંજે ૪:૩૦ થી ૬ કલાકે ધારેશ્વર મંદિર, ભકિનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

બીપીનચંદ્ર શાહ

રાજકોટ : વિ.પો. વણીક બીપીનચંદ્ર રણછોડદાસ શાહ તે વસુબેનના મોટાભાઈ તથા રાજેશ, મહેશ અને પરેશના પિતાશ્રી તા.૨૨ના અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું અને પ્રાર્થનાસભા તા.૨૪ના સોમવારે સવારે ૧૦ કલાકે પારસનાથ જૈન દેરાસર, નિર્મલા રોડ, ફાયરબ્રિગેડની પાછળ, રાજકોટ રાખેલ છે.

મગનલાલ ખીમજી

રાજકોટ : સ્વ.બલદેવ ભવાન ખીમજીના પુત્ર મગનલાલ (ઉ.વ.૮૯) તે બટુકભાઈના મોટાભાઈ તથા સુરેશભાઈ, દિનેશભાઈ, દિલીપભાઈ, જગદીશભાઈ તથા પ્રકાશભાઈના પિતાશ્રી તે હર્ષ તથા મીતના દાદા તે સ્વ.હીરજી વેલજી પોપટના જમાઈ અને સ્વ.બાબુભાઈ નટવરલાલના બનેવીનું તા.૨૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા સસુર પક્ષની સાદડી તા.૨૪ના રોજ સાંજે ૫ કલાકે પંચનાથ મંદિર, રાજકોટ ખાતે રાખેલ છે.

સુધાબેન

રાજકોટ : નિવાસી દશાશ્રીમાળી જૈન તારાબેન મગનલાલ દોશીની પુત્રી સુધાબેન તે ગં.સ્વ. મયુરીબેન નરેન્દ્રભાઈ દોશી, ભાવનાબેન પ્રવિણભાઈ દોશીના નણંદ તેમજ રમીલાબેન કિશોરભાઈ પાદશાહ તથા સ્વ.જયોત્સનાબેન, સ્વ.ભારતીબેન, જીતેન્દ્રભાઈ દોશીના નાના બહેન તેમજ જીજ્ઞાબેન મનીષભાઈ દોશી, મીનાક્ષીબેન અમિતભાઈ દોશીના ફઈજી, નિરવભાઈના ફૈબા, હેતલબેન દેવેનકુમાર મહેતાના ફૈબા, નીશીત અને દેવાંશીના દાદી ફૈબા તા.૨૧ના અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૪ના સોમવારે સવારે ૧૦ કલાકે સંઘાણી સંઘના ઉપાશ્રય કોઠારીયા નાકે રાખેલ છે.

ધનજીભાઇ નડીયાપરા

રાજકોટ : મુળ ગામ સરપદડ હાલ રાજકોટ ધનજીભાઇ માધવજીભાઇ નડીયાપરા, તે ગોવિંદભાઇ ના નાનાભાઇ, આરતીબહેન ના પિતાશ્રી તેમજ વિજયભાઇ  તથા યોગેશભાઇ ના કાકા તા. ૨૧ ના શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું બેસણું તા. ૨૪ ને સોમવારે સાંજે ૪ થી ૬ ''શ્રીનાથજી નિવાસ'', પ-પરસાણાનગર, રેફયુેજી કોલોની પાછળ, રેલ્વે પાટા તરફ રાખેલ છે.

ભાનુબેન ગોહેલ

રાજકોટઃ સ્વ.ભાનુબેન બાબુભાઈ ગોહેલ જે બાબુભાઈ ઠાકરશીભાઈ ગોહેલના ધર્મપત્ની તથા યોગેશભાઈ, હરેશભાઈ તથા ભાવનાબેનના માતુશ્રી જે તા.૨૧ને રામચરણ પામેલ છે. જેમનું બેસણું તા.૨૪ને સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

સાવિત્રીબેન સવનિયા

રાજકોટ  : (મુ.ગામ-રાણાવડવાળા) સો. પ્રજાપતિ સાવત્રીબેન સામજીભાઇ સવનિયા (ઉ.વ.૬૯) તે સ્વ. સામજીભાઇ રામજીભાઇ સવનિયાના ધર્મપત્ની તથા હરીશભાઇ (રાજકોટ) દિપેશભાઇ (લંડન), કુમુદબેન જમનભાઇ વેગડ (મોરબી) પન્નાબેન જીતેન્દ્રભાઇ ભલસોડ (જામજોધપુર) ના માતુશ્રી નુ તા. ૨૦ ના ગુરૂવારે અવસાન થયેલ છે, તેમનું બેસણું તા.૨૪ ને સોમવારે ચન્દ્રમોૈલેશ્વર મહાદેવ મંદિર, ચંદન પાર્કમેઇનરોડ,રૈયા ચોકડી પાસે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કિશોરભાઇ ભટ્ટી

મોરબી : કિશોરભાઇ માનસીંગભાઇ ભટ્ટી (ઉ.વ.૭૪) (નિવૃત કર્મી નાગરિક બેન્ક મોરબી), તે સ્વ. સુરેશભાઇ ભટ્ટી (એલઇ કોલેજ)ના નાના ભાઇ તેમજ રમેશભાઇ (એલઇ કોલેજ) અને અનિલભાઇના કાકા તા. ર૧ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા. રર ને શનિવારે સાંજે ૪થી ૬, રામેશ્વર મહાદેવ મંદિર, ગુ.હા.બોર્ડ, સામાકાંઠે મોરબી-ર ખાતે રાખેલ છે.

ભાનુમતીબેન વાજા

રાજકોટઃ માણાવદર નિવાસી (વાણંદ) સ્વ.રસિકલાલ ગોવિંદજી વાજા (જીઈબી)ના ધર્મપત્ની ભાનુમતીબેન (ઉ.વ.૭૩) તે ભાવનાબેનના માતુશ્રી તથા કેતનભાઈ ગોંડલીયા (આર.એમ.સી.)ના સાસુ, તથા અરૂણભાઈ વાજા, ગીરીશભાઈ, ધીમંતભાઈ, મનીષભાઈ, સતીષભાઈના કાકી તથા પોરબંદર નિવાસી સ્વ.ત્રિભોવનભાઈ ભગવાનજીભાઈ ગાલોરીયાના બહેનનો તા.૨૧ના રોજ ગૌલોકવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૪ના રોજ સાંજે ૪ થી ૬ ડાયમંડ રેસીડેન્સી, ગીંતાજંલી કોલેજની બાજુમાં સાધુવાસવાણી રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

છગનભાઇ વાડોલીયા

ચોટીલા  :  મુળ જુનાગઢ જીલ્લાના ખડિયાના રહેવાસી, હાલ ચોટીલા વરિયા વૈષ્ણવ પ્રજાપતિ છગતનભાઇ મોહનભાઇ વાડોલીયા (નિવૃત આર.એફ.ઓ) (ઉ.વ.૬૩) તે ચોટીલાના જાનીવડલા પ્રાથમીક શાળા નં.૧ ના આચાર્ય નિલેશભાઇ, તથા પરેશભાઇના પિતાશ્રી તથા અરવિંોભાઇ સંચાલણીયા (પ્રજાપતિ ગાથા વાળા) ના મોટા બનેવીનું તા.૨૧ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું આજ ેતા. ૨૨/૬/૧૯ ને શનિવારના સાંજે ૪ થી ૬ ઘેડિયા કોળી સમાજની વાડી, જોષીપરા શાકર્મોટની બાજુમાં જુનાગઢ ખાતે રાખેલ છે

કિશોરભાઇ બારદાનવાળા

ગોંડલ :  ઠા. સ્વ. નરશીદાસ ગણેશભાઇ ખખ્ખરનાપુત્રકિશોરભાઇ (બારદાનવાળા) (ઉ.વ.૬૯) તે ચમનભાઇ તથા વિનુભાઇના ભાઇ, સંદિપભાઇ તેમજ સ્નેહલબેન જતીનકુમાર પંડિત (મોરબી) ના પિતાશ્રી તથા ઠા. જેન્તલીલાલ ચત્રભુજ ખંધેડીયા જુનાગઢના જમાઇતા. ૨૧ ના રોજ અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૨ ને શનિવારે સાંજે ૪ થી પ શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન ૨૨/૯ ભોજપરા, ગોંડલ મુકામે રાખેલ છે.