Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019
અવસાન નોંધ

અનિરૂધ્ધભાઇ રાવલ

 રાજકોટઃ વિંછીયા ઔદિચ્ય બ્રાહ્મણ સ્વ. અનિરૂધ્ધભાઇ અંબાલાલ રાવલ (ઉ.વ.૮૨) તે સ્વ. બળવંતરાય રાવલના નાનાભાઇ ગં.સ્વ. રંજનબહેનના પતિ અજયભાઇ, જીજ્ઞેશભાઇના પિતાનું તા.૨૧ને રવિવારના રોજ વિંછિયા મુકામે દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૫ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ દરજી જ્ઞાતિની વાડી, રાજગઢ ચોક, વીંછીયા ખાતે રાખેલ છે.

મંગળાબેન પરમાર

રાજકોટઃ લુહાર મંગળાબેન અમૃતલાલ પરમાર તે ગુણવંતભાઈ, વિનોદભાઈ તથા નિતીનભાઈ તથા મુકેશભાઈના માતુશ્રીનું તા.૨૧ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૨૫ના સાંજે ૪:૩૦ થી ૫:૩૦ ઓમ કાલેશ્વર મહાદેવના મંદિરે રાખેલ છે. જુનુ ઓમનગર- ૨, પટેલ બેટરી વાળી શેરી, ઓમનગર બીઆરટીએસ સર્કલ પાસે, ૧૫૦ ફૂટરીંંગ રોડ ખાતે રાખેલ છે.

મહેન્દ્રભાઈ રામાનુજ

રાજકોટઃ દુધઈ નિવાસી હાલ રાજકોટ રહેતા પાર્થ તથા પંકજના પિતા મહેન્દ્રભાઈ ઈશ્વરદાસ રામાનુંજ તા.૧૮ના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું તેમના નિવાસસ્થાને રાખેલ છે.

કુંદનબેન રાયચુરા

જેતપુરઃ સ્વ. દુલર્ભજીભાઇ ઓધવજી ભાઇ રાયચુરાના પુત્રી કુંદનબેન (ઉ.વ.૪૦) તે દિનેશભાઇના બહેન તેમજ કાંતીભાઇ બટેટાવાળાના ભત્રીજીનું આજરોજ અવસાન થયેલ છે. ઉઠમણંુ આજે તા. રર સોમવારે સાંજે પ થી ૬ ગાયત્રી મંદિર કોટડીયા વાડી જેતપુર ખાતે રાખેલ છે.(

જેઠાભાઇ બારીયા

કેશોદ : ટીટોડીયા ગામનાં આલાભાઇ જેઠાભાઇના પિતા તથા વિનુભાઇ વિરમભાઇના દાદા ગોવિંદભાઇ રામભાઇ અને મસરીભાઇ દેવશીભાઇના કાકા જેઠાભાઇ કારાભાઇ બારીયા (ઉ.૮પ)નું તા. ર૦ શનિવારે અવસાન થયેલ છે. ઉત્તરક્રિયા તા. ર૬ શુક્રવારે ટીટોડી ગામે તેમનાં નિવાસ સ્થાને રાખેલ છે.

કસ્તુરબેન રાજયગુરૂ

ખંભાળીયા : પીંડારા નિવાસી બરડાઇ બ્રાહ્મણ મોટી જ્ઞાતિના કસ્તુરબેન દેવશંકર રાજયગુરૂ (ઉ.૮૩) તે મુકેશભાઇ રાજયગુરૂ (પીંડારાના કાઠાગોર) ના માતુશ્રી તા. ર૧ ના રવિવારે કૈલાસ વાસી થયેલ છે. ઉત્તરક્રિયા તા. ર ગુરૂવારના રોજ પીંડારા તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

નંદલાલભાઇ કોટક

પડધરીઃ સ્વ.મણીલાલ દામજીભાઇ કોટકના પુત્ર નંદલાલ મણીલાલ કોટક (ઉ.વ.૭૪) તે સ્વ.કાન્તીભાઇના નાના ભાઇ તથા હસુભાઇ (પીજીવીસીએલ), અરવિંદભાઇના મોટાભાઇ અને સચિન તથા હિમાંસુના પિતાશ્રીતથા સ્વ.રણછોડભાઇ જીવરાજભાઇ ચંદારાણાના જમાઇ (મોરબી) તા.૧૯ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનુ ઉઠમણું તથા સસુર પક્ષની સાદડી લોહાણા મહાજન વાડી પડધરી, પ-૩૦ વાગ્યે તા.રરના સોમવારે રાખેલ છે.

હસમુખલાલ સોની

રાજકોટઃ ગીરનારા પરજીયા સોની રમેશચંદ્ર હરજીવનભાઇ પાલાના જમાઇ સોની હસમુખલાલ મોહનભાઇ જોગીયા (ઉ.વ.૪૮) (કચ્છ-માંડવી) ખાતે અવસાન થયેલ છે. તે દીપાબેનના પતિ અને સંદીપભાઇ, સચીનભાઇ તથા મયુરભાઇના બનેવીનું બેસણું તા.રરને સોમવારે પ થી ૬ ભકિતનગર સર્કલ પાસે ધારેશ્વર મંદીર ખાતે રાખેલ છે.

પરસોતમભાઇ ગામી

રાજકોટઃ મૂળ ધોરાજી તાલુકાના મોટી વાવડી ગામના હાલ રાજકોટ સ્થિત પરસોતમભાઇ વેલજીભાઇ ગામી (ઉ.વ.૭૯) તે મુકેશભાઇ, હિતેશભાઇ, મંજુબેન, સુખિતાબેનના પિતાશ્રી તે કિશન, પ્રતિક અને હિમાંશુના દાદાનું તા.૧૯ના અવસાન થયું છે. સ્વર્ગસ્થનું બેસણું તા.રરને સોમવારે સાંજે ૪ થી ૬, જી-૧૦ર, વીરસાવરકર નગર, રૂડા મુખ્યમંત્રી આવાસ યોજના, કાલાવડ રોડ, અવધ રોડ, એલિગન્સ પાર્ટી પ્લોટ સામે રાખવામાં આવ્યું છે.

જેઠાભાઇ બારિયા

કેશોદઃ ટીટોળી નિવાસી સ્વ. જેઠાભાઇ કાળાભાઇ બારિયા (ઉ.વ.૮૫) કે જેઓ આલાભાઇના પિતાશ્રી અને વિનુભાઇના દાદા, તેમજ ગોવિંદભાઇ રામભાઇ અને મસરીભાઇ દેવસીભાઇ બારિયાના કાકાનું તા. ૨૦-૪-૧૯ ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની ઉતરક્રિયાતા. ૨૬-૪-૧૯ ના નિવાસ સ્થાન ખમીદાણા રોડ ટીટોળી ગામ ખાતે રાખેલ છે.

ચંદ્રીકાબેન કડેચા

ગોંડલઃ સ્વ. પ્રેમચંદભાઇ જગજીવન ભાઇ લાઠીગરાના પુત્રી ગં.સ્વ. ચંદ્રિકાબેન હરેશકુમાર કડેચા (ઉ.વ.૬૭) (મુંબઇ) તા. ૧૮ ને ગુરૂવારના રોજ અવસાન પામેલ છે. તે  સ્વ. ભુપતભાઇ સ્વ. નગીનભાઇ સ્વ. કનકભાઇ મહેન્દ્રભાઇ તેમજ ગોૈ.સ્વ. લીલાવંતીબેન ચંદ્રલાલ વજાણીના બહેન તેમની સાદડી તા. રર સોમવારના રોજ સમય ૪ થી ૬ નગીનદાસ પ્રેમચંદ લાઠીગરા, રિવર સાઇડ પેલેસ સામે કોલેજ ચોક ગોંડલ ખાતે રાખેલ છે.

નારણભાઈ કોયાણી

રાજકોટઃ નારણભાઈ શામજીભાઈ કોયાણીનું તા. ૨૧ને રવિવારે અવસાન થયેલ છે. બેસણુ તા. ૨૨ને સોમવારે સાંજે ૫ થી ૭ દાતાર વાડી, ગાડા માર્ગ, નંદનવન સોસાયટી ધોરાજી ખાતે રાખેલ છે.

દાનુભા જાડેજા

રીબડાઃ દાનુભા કેશુભા જાડેજા (ઉ.વ. ૬૮) તે પથુભા કેશુભા તથા નટુભા કેશુભાના નાનાભાઈ તેમજ પરાક્રમસિંહ, અરવિંદસિંહ તથા દેવેન્દ્રસિંહના પિતાનું તા. ૨૦ને શનિવારે અવસાન થયેલ છે. બેસણુ તા. ૨૨ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે તથા ઉત્તરક્રિયા તા. ૨૬ને શુક્રવારે રીબડા મુકામે રાખેલ છે.

રમાબેન મહેતા

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મૂળ ચક્કરગઢ દેવળીયા હાલ રાજકોટ રમાબેન શાંતિલાલ મહેતા (ઉ.વ. ૮૯) તે બાબુલાલ મહેતા (નિવૃત કર્મચારી કોર્ટ-અમરેલી)ના માતુશ્રી તથા પ્રવિણાબેનના સાસુ તથા નિકુંજ મહેતા અને ક્રિષ્ના અભિષેક જાનીના દાદીમાં તથા ફાલ્ગુની મહેતાના દાદીજી સાસુનુ તા. ૨૦-૪-૨૦૧૯ને શનિવારે અવસાન થયેલ છે. બેસણુ તા. ૨૨-૪-૨૦૧૯ને સોમવારે ધુમકેતુ હોલ, રોયલ પાર્ક કાલાવડ રોડ રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

શારદાબેન ખાખી

મોરબી : ગૌ.વા. કંસારા પિતાંબરદાસ સવજીભાઇ શેઠના પુત્રી શારદાબેન નટવરલાલ ખાખી (ઉ.વ.૮૪) તે હરીશભાઇ શેઠ (રાજકોટ નાગ. સરકારી બેંક), નિવૃત ઓફીસરના બહેન અમદાવાદ મુકામે શ્રીજીચરણ પામેલ છે. બેસણું તા. રર ને સોમવારે સાંજેપ થી  ૬ કલાકે નિવાસ સ્થાન ૬ વસંત પ્લોટ, ગોપાલકુંજ, શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.

હરસુખભાઇ પાબારી

ઉપલેટાઃ મોટી પાનેલી નિવાસી સ્વ. નરશીભાઇ રામજીભાઇ પાબારીનાં પુત્ર તથા કનુભાઇના ભાઇ હરસુખભાઇ (ઉ.પ૪) નું તા. ર૧ ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. રર ના રોજ પ થી ૬ તેમના નિવાસ સ્થાન દાડમાદાદા શેરી ખાતે રાખેલ છે.

મેરામણભાઇ જલુ

ઉપલેટા : મેરામણભાઇ કરશનભાઇ જલુ (ઉ.પ૯) તે કપીલભાઇના પિતાશ્રી તથા હમીરભાઇ, રાયમલભાઇ, ના ભાઇનું તા. ર૦ ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. રર ના રોજ તેમના નિવાસ સ્થાન બસ સ્ટેશન ચોક વ્રજ વિલ્લાસ હોટલ પાસે ૪ થી ૬ રાખેલ છે.

સતીબેન માટ્ટા

રાજકોટ : સતીબેન બસંતરાય માટ્ટા (ઉ.વ. ૮૫), તે જેઠાનંદભાઇ, સુરેશભાઇ અને હરેશભાઇ (રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.)ના માતુશ્રી તેમજ મહેન્દ્રભાઇ અને રાહુલભાઇના દાદીમાનું તા. ૨૧ને રવિવારે દુઃખદ અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૪ ને બુધવારે સાંજે ૬ કલાકે, 'શંકર સ્મૃતી', ૨/૧૧, ગાયકવાડી, આંબલીયા હનુમાનવાળી શેરી, રાજકોટ ખાતે રાખેલ છે.