Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018
અમદાવાદના નવનીતલાલ એન્ડ કંપનીના માલિક મનોજભાઈ ગાંધીનું દુઃખદ નિધનઃ છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા : સાંજે ૪ વાગ્યે સ્મશાનયાત્રા

રાજકોટ : અમદાવાદની દાયકાઓ જૂની પેઢી નવનીતલાલ એન્ડ કંપનીના માલિક શ્રી મનોજભાઈ રમણલાલ ગાંધીનું આજે સવારે ૮ વાગ્યે દુઃખદ નિધન થયુ છે.

તેઓ છેલ્લા એક મહિનાથી બિમાર હતા અને અમદાવાદની શાલ હોસ્પિટલમાં દાખલ હતા. ૬૩ વર્ષના સ્વ. મનોજભાઈ ગાંધીએ ફાની દુનિયાને અલવિદા કહેતા પરિવારજનો અને મિત્રવર્તુળોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આજે સાંજે ૪ વાગ્યે તેમના નિવાસસ્થાન ખાતેથી સદ્દગતની સ્મશાનયાત્રા નીકળશે. ઘરનું સરનામુ : સિદ્ધાર્થ સોસાયટી, પંચરત્ન એપાર્ટમેન્ટ સામે, અમુલ પાર્લર નજીક અરૂણ સોસાયટી પાછળ, મહાલક્ષ્મી ૪ રસ્તા નજીક, પાલડી, અમદાવાદ.

અવસાન નોંધ

રામભાઈ સંઘાણી

રાજકોટઃ રામભાઈ ભીખાભાઈ સંઘાણી તે અરવિંદભાઈ તથા કીશોરભાઈના પિતાશ્રી (ગામ- નાની ભલસાણ વાળા હાલ રાજકોટ)નું અવસાન તા.૧૯ના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ને સોમવારે રાખેલ છે.

સિમાબેન ઘાડગે

 રાજકોટઃ શ્રીમતી સિમાબેન વિજયકુમાર ઘાડગે (ઉ.વ.૫૫) તે વિજયભાઇ (ટીટીઇ રેલ્વે) ના ધર્મપત્નિ અને રિધ્ધી તથા પ્રેરણાના માતુશ્રી તેમજ રાજનભાઇ ઘાડગે (રીટા, ગાર્ડ રેલ્વે) ના ભાભીનું તા.૧૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૨ને સોમવારે સાંજે ૫ થી ૬ જગજીવનરામ રેલ્વે ઇસ્ટીટયુટ, કોઠી કંમ્પાઉન્ડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૮૨૪૪૬૦૯૪૭

પ્રતિમાબેન કોટક

રાજકોટઃ ગં.સ્વ.પ્રતિમાબેન વસંતરાય કોટક (ઉ.વ.૭૫) તે સ્વ.વસંતરાય ચંદુલાલ કોટકના ધર્મપત્ની તે પ્રવિણભાઈ કરસનદાસ કાનાબાર (રામેશ્વર મશીનરી)ના સાસુ તેમજ મોહનલાલ ભીમજીયાણીની પુત્રીનુ દુઃખદ અવસાન તા.૧૯ શુક્રવારના રોજ થયેલ છે. તેમનું ઉઠમણુ તથા પિયર પક્ષની સાદડી તા.૨૦ શનિવારના સાંજે ૫ વાગ્યે શ્રી અમૃતેશ્વર મહાદેવ મંદીર અમૃતા સોસાયટી, જીએસપીસી ગેસ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

જમનાદાસ નૈનુજી

રાજકોટઃ સ્વ.જમનાદાસ વલ્લભદાસ નૈનુજી રૂષીકેશ નૈનુજીના પિતાજીનું તા.૨૦ના શનિવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. તેમનુ બેસણું સોમવારે તા.૨૨ના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને નવલ નગર ૮ મવડી પ્લોટ રાજકોટ ખાતે રાખેલ છે.(મો.૭૨૦૩૦ ૧૩૬૩૬)

પ્રભાબેન રાણપરા

રાજકોટઃ સોની ગોરધનદાસ લીલાધર રાણપરા (મોરબીવાળા)નાં ધર્મપત્નિ પ્રભાબેન (ઉ.વ.૭૮) તે રતીભાઈ લીલાધરનાં ભાભી તથા સુરેશભાઈ, મુકેશભાઈ, મહેન્દ્રભાઈ, વિજયભાઈ તથા ચંદ્રીકાબેનનાં ભાભુ તથા નવલચંદ્ર વાલજીભાઈ પાટડીયા બગથળાવાળાનાં દીકરી તથા મનુભાઈ તથા વલ્લભદાસનાં મોટાબેન પ્રભાબેન તા.૨૦ના રોજ શનિવારે શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બંન્ને પક્ષનું બેસણું સોની સમાજની વાડી યુનીટ નં-૧, ખીજડા શેરી ખાતે તા.૨૨ના સોમવાર,ે સવારે ૧૦:૩૦  થી ૧૨ રાખેલ છે.

સુહાસીનીબેન શુકલ

રાજકોટ : સુહાસીનીબેન કાંતિલાલ શુકલ તે નયનભાઈના મોટા બહેનનું તા.૧૯ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ના સાંજે ૪ થી ૬ આલાપ સેન્ચુરી ગાર્ડન પાસે રાખેલ છે.

ઝહેરાબેન ભારમલ

જસદણ : દાઉદી વ્હોરા ઝહેરાબેન રજબઅલી ભારમલ (ઉ.૭પ) (કાલાવડ વાળા), તે કાદરભાઇ અમીજીભાઇના પુત્રી હાતીમભાઇના બહેન મોહસીનભાઇ વરપારેખના ભાભી મનસુરભાઇના ફય તા. ર૦ શનિવારના રોજ જસદણ મુકામે વફાત થયેલ છે. મર્હુમાની જીયારત (કુઆર્નખ્વાની) તા. રર ને સોમવારના રોજ સવારે ૧૧.૩૦ કલાકે અકબરી મહોલ્લા, સાંકડી શેરી વ્હોરાવાડ બુરહાની મસ્જિદ જસદણ ખાતે રાખેલ છે.

ઉદયશંકર ભટ્ટ

રાજકોટ : ગુજરાતી શ્રી ગોૈડ માળવિય બ્રાહ્મણ મુળ ગોૈરીદડ હાલ રાજકોટ ઉદયશંકર ત્રંબકલાલ ભટ્ટ (ઉ.વ.૮૬) તે સ્વ. વસંતભાઇ (ગોૈરીદડ) ના લઘુ બંધુ તે રેેખાબેન ના પિતાશ્રી, તે ધર્મેશભાઇ જનાદનભાઇ જોષીના સસરા, તે ગજેન્દ્રભાઇ વસંતભાઇ ભટ્ટ ના કાકાતે રમણીકલાલ જેઠાલાલ જોષી (શાપર-વેરાવળ) ના બજેવીનું તા. ૨૦/૧૦ ના રોજ અવસાન થયું છે. સદ્ગતનું બંને પક્ષનું ઉઠમણું અને બેસણું તા. ૨૨ મીએ સોમવારે સાંજે ૪ થી ૬ રામેશ્વર મહાદેવ મંદિર, જીવનનગર શેરી નં.૩, અનિલ જ્ઞાન મંદિરવાળીશેરી બ્રહ્મસમાજ ચોક, રૈયા રોડ રાજકોટ ખાતે રાખ્યું છે.

હિંમતલાલ વખારીયા

અમરેલી : દશા સોરઠીયા વણિક સ્વ. હિંમતલાલ રામજીભાઇ વખારીયા (ઉ.વ.૬૮) બરડીયાગીર વાળા સ્વ. તલકચંદ કપુરચંદ ગોરસીયાના જમાઇ, ગ.સ્વ. પ્રવિણાબેનના પતિ તથા ભૂપેન્દ્રભાઇ, ભરતભાઇ, ભારતીબેન કે. ભુપતાણી, રાજકોટ, જયશ્રીબેન જે. શ્રીમાંકર, મુંબઇના બનેવીનું તા. ૧૭ના કુંકાવાવ ખાતે અવસાન થયેલ છે. સાદડી અમરેલી તા. ર૦ ને શનિવારના સાંજના ૪થી ૬ કલાક તેમના નિવાસ સ્થાને, ગાંધીયા શેરી, સામુદ્વિ કૃપા, અમરેલીમાં રાખેલ છે.

હરીગીરી ગૌસ્વામી

વાંકાનેરઃ રાજકોટ નિવાસી હરીગીરી કાળુગીરી ગોસ્વામી (ઉ.વ.૮૮) તે સ્વ.બલદેવગીરી તથા સહદેવગીરીના પિતાશ્રીનું તા.૧૮ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું આજે તા.ર૦ને શનિવારે સાંજે ૪ થી ૬, ચુનારાવાડ ચોક, લાખાજીરાજ ઉદ્યોગનગર, ભાવનગર મેઇન રોડ શેરી નં.૧૧ રાજકોટ ખાતે રાખેલ છે.

કલાબેન મચ્છર

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય કલાબેન જયેન્દ્રકુમાર મચ્છર (ઉ.વ.૬૮) તે જિગ્નાબેન મોીહતકુમાર બગરીયા, જયમીન તથા પિન્કીના માતુશ્રી તથા વાસુદેવભાઇ અને જયસુખભાઇના ભાભી તા.૧પના શ્રીજી  શરણ થયેલ છે. સદ્દગતના પરિવાર તથા પિયર પક્ષ સ્વ.ગોકાલદાસ વીરજીભાઇ જાજલ-ધોરાજી વાળાના પુત્રીનું  સંયુકત બેસણું નિવાસસ્થાન ગજેરા પાર્ક, રામપાર્ક સરકારી દવાખાના પાસે, જૈન દેરાસર માર્ગ, ભાવનગર રોડ રાજકોટ ખાતે શનિવાર તા.ર૦ના સાંજે ૪ થી ૬ રાખવામાં આવેલ છે.

પદ્માબેન શાહ

મોરબીઃ જનતા પ્રેસ અને અજંતા સ્ટેશનરી માર્ટવાળા સ્વ. સુખલાલભાઈ રાયચંદભાઈ શાહના પુત્રવધુ અને વિનોદભાઈના ધર્મપત્ની અ.સૌ. પદ્માબેન (ઉ.વ. ૭૫) તે મૂળ વાંકાનેર હાલ મુંબઈ નિવાસી અમૃતલાલ પોપટલાલ શાહના પુત્રી તેમજ મિતેશભાઈ, મોનાબેન હરીશકુમાર ખારેચા, ભાવેશભાઈ (ટ્રસ્ટી-શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ) અને ભુપેશભાઈના માતુશ્રી તા. ૧૯ના રોજ અરિહંતશરણ પામેલ છે. ઉઠમણુ તા. ૨૦ને શનિવારે સાંજે ૪ કલાકે દરબારગઢ જૈન ઉપાશ્રય મોરબી રાખેલ છે.