Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021
ભાવનગરના રાણીવાડાનાં જાણીતાં લેખક કવિ સ્વ. કરશનદાસ લુહારનું અવસાન : દેહદાન : શબ્દ સાધના થકી ૧૦૦ થી વધુ પુસ્તકોનું સર્જન કર્યુ'તુ

રાજકોટ,તા.૨૧ : ભાવનગર જીલ્લા રાણીવાડના કવિ-લેખક કરશનદાસ લુહારનું અવસાન થતા ઘેરો શોક છવાયો

૧૦૦થી વધુ પુસ્તકોના લેખક, શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે અનેકવિધ એવોડર્ઝ અને પુરસ્કારોથી સન્માનિત રેડીઓ - ટીવી આર્ટિસ્ટ, કોલમિસ્ટ, પત્રકાર, આજીવન કેળવણીકાર કરસનદાસ લુહારનુ ૮૦ વર્ષની વયે ટુંકી બિમારી બાદ મહુવામાં નિધન થયું હતું.છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત નાદુરસ્ત હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. સ્વર્ગસ્થની ઈચ્છા મુજબ તેમના પરિવારજનો દ્વારા તેમનું દેહદાન કરાયું હતું.

સ્વ. કરસનદાસ લુહારનંુ વિશેષ કાવ્ય સર્જન તથા બાલ સાહિત્યમાં યોગદાન રહ્યું છે.આ ઉપરાંત જીવનને પામવાની - સમજવાની મથામણ એમના સર્જનોમાં જોવા મળતી હતી. નમ્રતા, વિનમ્રતા અને સહિષ્ણુતા એમના જીવનના પરમ ગુણધર્મો હતા. તેઓ વિશાળ ચાહક વર્ગ ધરાવતા હતા. તેમનો ૧૨ ઓગસ્ટ ૧૯૪રના ભાવનગર જિલ્લાનાં રાણીવાડા ગામે જન્મ થયો હતો. આ કવિએ પી. ટી. સી. કરીને આજીવન શિક્ષકત્વ ઉજાળ્યું ને સાથોસાથ શબ્દસાધના ય કરતા રહ્યા હતા. તેમની સાહિત્ય સફર ઉપર એક નજર કરીએ તો ૧૯૬૮ માં 'જય જવાન', ૧૯૭૪માં 'લીલો અભાવ' અને ૨૦૦૦માં 'જળકફ્ન' જેવા કાવ્યસંગ્રહો સાહિત્ય જગતને મળ્યા હતા.

અવસાન નોંધ

મનસુખલાલ વજીર

રાજકોટઃ દશા સોરઠીયા વણીક મનસુખલાલ નાગજીભાઈ વજીર (ઉ.વ.૮૨) તે સ્વ.સરોજબેનના પતિ, દિલીપ, વિપુલ, રાજુ, હિતેષના પિતાશ્રી, સ્વ.પ્રભુદાસભાઈ, સ્વ.પ્રવિણચંદ્ર, સ્વ.નવિનચંદ્ર તથા લલીતચંદ્રના ભાઈ, સોમવાર તા.૨૦ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું શુક્રવાર તા.૨૪ના સાંજે ૫ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. દિલીપભાઈ મો.૯૩૭૫૦ ૭૨૦૯૧, વિપુલભાઈ મો.૯૩૭૫૦ ૭૫૯૦૧

ગોદાવરીબેન અઘેરા

રાજકોટઃ સ્વ.ગોદાવરીબેન શાંતિભાઈ અઘેરા ગામ મીતડી હાલ રાજકોટ શાંતિભાઈ ભાણજીભાઈ અઘેરાના પત્ની ભરતભાઈ, હરેશભાઈ, સ્વ.અશ્વિનભાઈ, મમતાબેન હિતેષકુમાર વઘાડીયાના માતુશ્રી, સ્વ.રામજીભાઈ ગોરધનભાઈ સંચાણીયા ગામ છત્રાસાવાળાના બેન તા.૧૯ના શ્રીજીચરણ થયા છે. ટેલીફોનીક બેસણું તા.૨૩ને ગુરૂવારના રોજ ૪ થી ૬ સુધી ''પ્રગતિ'' અંબાજી કડવા પ્લોટ શેરી નં.૩ /૭ ના કોર્નર રાજકોટ, શાંતિભાઈ ભાણજીભાઈ અઘેરા મો.૯૯૭૮૫ ૫૧૨૩૨, ભરતભાઈ શાંતિભાઈ અઘેરા મો.૯૪૨૭૨ ૭૦૨૭૨, મો.૯૨૬૫૬ ૪૨૪૧૭, હરેશભાઈ શાંતિભાઈ અઘેરા મો.૯૪૨૮૧ ૫૬૩૪૫, પાર્થભાઈ અશ્વિનભાઈ અઘેરા મો.૯૩૨૮૫ ૮૨૨૨૦ (૩૦.૬)

સવિતાબેન ગોરવાડીયા

રાજકોટઃ ગુર્જર પ્રજાપતિ ગોરવાડીયા સવિતાબેન ધીરજલાલ તે ધીરજલાલ મગનભાઈ ગોરવાડીયા (જીઈબી નિવૃત્ત કર્મચારી)ના ધર્મપત્નિ તથા અશોકભાઈ, મિતેષભાઈના માતુશ્રીનું તા.૨૦ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૨૪ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિની વાડી નં.૨, સંતકબીર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.૩૦ના રોજ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિની વાડી નં.૨, સંતકબીર રોડ ખાતે રાખેલ છે.(૩૦.૬)

સુધીરભાઇ વ્યાસ

રાજકોટઃ નિવાસી વ્યાસ સુધીરભાઇ વામનભાઇ (ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ) તે શિરીષભાઇ, નિતિનભાઇ, સ્વ. અતુલભાઇના ભાઇ ચી. નિરજ, ક્રિષ્નાના પિતા દિવ્યેશભાઇના સસરાનું તા.૨૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ સદગતનું ટેલીફોનીક બેસણું તા.૨૩ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. શિરીષભાઇ  ૯૭૨૭૦ ૭૭૦૭૨, નિરજ ૭૬૨૪૦ ૭૦૨૫૮, ક્રિષ્ના ૯૯૨૪૪ ૦૫૩૪૮, ચંદ્રીકાબેન ૭૬૨૪૦ ૭૦૪૨૬

કુસુમબેન શાહ

રાજકોટઃ ગોંડલ નિવાસી સ્વ. શશીકાંતભાઇ જયંતિલાલ શાહના ધર્મપત્નિ કુસુમબેન (ઉ.વ.૭૮) તે હેમલભાઇના માતુશ્રી અશોકભાઇ, નિલેશભાઇ (ગોંડલ નવાગઢ જૈન સંઘ)ના ભાભી તા.૧૯ને મંગળવારના રોજ અરિહંતશરણ પામેલ છે. સદગતનું ઉઠમણું તા.૨૩ને ગુરૂવારે સવારે ૧૦ કલાકે પુંજાણી પોષધશાળા (ઉપાશ્રય), સ્ટેશન પ્લોટ ગોંડલ ખાતે રાખેલ છે. 

 સવિતાબેન ગોરવાડીયા

રાજકોટઃ  ગુર્જર પ્રજાપતિ ગોરવાડીયા સવિતાબેન ધીરજલાલ તે ગોરવાડીયા ધીરજલાલ મગનભાઇ જીઇબી (નિવૃત કર્મચારીના ધર્મપત્નિ તથા અશોકભાઇ, મિતેષભાઇના માતુશ્રી તા.૨૦ સોમવારના રોજ અવસાન થયું છેે. તેમનું બેસણું તા.૨૪ને શુક્રવારના રોજ ૪ થી ૬ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિની વાડી નં.૨ સંતકબીર રોડ ખાતે રાખેલ છે. તેની ઉત્તરક્રિયા તા.૨૩ ને ગુરૂવારના રોજ રાજકોટ ખાતે ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ વાડી નં.૨ ખાતે રાખેલ છે.