Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018
વિહીપના હરેશભાઈ લાખાણીનું અવસાનઃ સાંજે પ્રાર્થના સભા

રાજકોટઃ મૂળ કુતિયાણા હાલ, રાજકોટ નિવાસી હરેશભાઈ કરશનદાસ લાખાણી (ઉ.વ.૪૮)તે મનુભાઈ, અશોકભાઈ, અશ્વિનભાઈ તેમજ રંજનબેન પ્રવિણકુમાર સચદેવના ભાઈ તેમજ ગીતાબેનના પતિ, બિન્દા તથા મીલીના પિતાશ્રી તેમજ સ્વ.જયંતિલાલ રામજીભાઈ પાબારી (જામજોધપુરવાળા)ના જમાઈનું તા.૨૦ રવિવારે અવસાન થયેલ છે. હરેશભાઈ લાખાણી વિશ્વ હિન્દુ પરિષદ રઘુવીર યુવા સેના પ્રમુખ, રઘુકુળ યુવા ગ્રુપ, રઘુવંશી સમાજના યુવા કાર્યકર, રોગી કલ્યાણ સમિતિ પંડિત દીન દયાલ હોસ્પિટલના પુર્વ સભ્ય, હિન્દુ જાગરણ મંચના સહમંત્રી, ખોડીયારધામ આશ્રમ (કાગદડી)ના ટ્રસ્ટી, જલારામ પદ યાત્રાના મુખ્ય સંયોજક, પંડીત દિનદયાલ ઉપાધ્યાય દર્દી સેવા સમિતિના ખજાનચી, રાજ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા આપતા તેઓ તેમની પાછળ તેમના પત્નિ તેમજ બે દિકરીઓને વિલાપ કરતા છોડી ગયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૨૧ને સોમવારે સાંજે ૫ થી ૬ કલાકે, સરસ્વતી શિશુ મંદિર સ્કૂલ, ૨ મારૂતીનગર એરપોર્ટ રોડ, એરપોર્ટ ફાટક પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. તેમજ સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે.

કે. વી. ઓફસેટવાળા પ્રજાપતિ અજયભાઇ ગોંડલીયાના માતુશ્રીનું નિધનઃ આજે બેસણું

રાજકોટ : સણોસરાવાળા હાલ રાજકોટ પ્રજાપતિ મુળજીભાઇ ભુરાભાઇ ગોંડલીયાના નાનાભાઇ પોપટભાઇ ભુરાભાઇ ગોંડલીયાના ધર્મપત્ની દિવાળીબેન પોપટભાઇ ગોંડલીયા (ઉ.૭૪) તે સુરેશભાઇ ભુરાભાઇના ભાભી અને કેવી ઓફસેટ વાળા અજયભાઇ, શીરીષભાઇ અને ભરતભાઇના માતુશ્રી તેમજ કિમ્પલ, ઝિમેશ અને વિરલના દાદીમાનું તા. ર૦-પ ને રવિવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું આજે સાંજે પ થી ૬ અજયભાઇના નિવાસ સ્થાને આનંદનનગર કોલોની બી.-ર૭-૧૯૪ ગીતાંજલી સોસાયટી મેઇન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

 

નિર્મળાબેન કાથરાણી

રાજકોટ : સ્વ.વશરામભાઈ કાથરાણીના પુત્ર સ્વ.કાનજીભાઈના પત્નિ નિર્મળાબેન તે વિનોદ બેકરીવાળા સ્વ. નવીનભાઈ, સ્વ. વિનોદભાઈ અને દિનેશભાઈ કાથરાણીના ભાભીનું તા.૨૧ના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૧ના સાંજે ૫:૩૦ વાગ્યે બિલેશ્વર મહાદેવ મંદિર, સોઢાગંઠા હોલ સામે, સદર બજાર, રાજકોટ ખાતે રાખેલ છે.

ચંદનબેન અકબરી

રાજકોટઃ સ્વ. ગોરધનભાઈ નાથાભાઈ ઠુંમરની દિકરી ચંદનબેન હિતેષભાઈ અકબરી (ઉ.વ. ૩૯) તે ડાયાભાઈ, કિશોરભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. નવિનભાઈની ભત્રીજી તથા પારૂલબેન, તૃપ્તીબેન, જયેશભાઈ તથા અભયભાઈની બહેન તા. ૧૯ના શનિવારે શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૨૧ ના સોમવારે સાંજે ૫ થી ૭ સિદ્ધનાથ મહાદેવ મંદિર, ૬-શ્રી રામ પાર્ક, પંચાયતનગર પાછળ, યુનિવર્સિટી રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

નરોતમદાસ લાઠીગ્રા

રાજકોટ : મોવિયા નિવાસી સ્વ. સોની નરભેરામ મુળજીભાઈના જમાઈ લાઠીગ્રા નરોતમદાસ મોહનલાલ (ઉ.વ.૮૦) તે સ્વ. ગોવિંદભાઈ મુંબઈ, સ્વ. કાન્તીભાઈ મુંબઈ તથા કિશોરભાઈ તથા નવનીતભાઈના બનેવીનુ તા. ૧૯ના જૂનાગઢ મુકામે અવસાન થયેલ છે. તેની પ્રાર્થનાસભા રાજકોટ ખાતે પુરીબાઈ હોલ જીલ્લા ગાર્ડન ચોક ખાતે આજે તા. ૨૧ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

પ્રહલાદભાઈ મહેતા

રાજકોટઃ સ્વ. હિંમતલાલ વ્રજલાલ મહેતાના પુત્ર પ્રહલાદભાઈ (ઉ.વ. ૭૫) તે વસંતભાઈ તથા શશીકાંતભાઈના ભત્રીજા તથા પ્રસન્નભાઈ, અવનીબેન પ્રવીણભાઈ ગોરવાડિયાના પિતા તા. ૨૦ના અરિહંતશરણ પામ્યા છે. ઉઠમણુ તા. ૨૧ના સોમવારે મણીયાર દેરાસર, ચૌધરી હાઈસ્કૂલ સામે સાંજે ૫ કલાકે રાખેલ છે.

રામકુંવરબેન રાઠોડ

રાજકોટઃ ધોબી ગં.સ્વ. રામકુંવરબેન (ઉ.વ. ૯૬) તે સ્વ. મોહનભાઈ દામજીભાઈ રાઠોડના પત્ની તેમજ સ્વ. જેઠાભાઈ, સ્વ. કાંતીભાઈ, સ્વ. હેમંતભાઈ તેમજ નરેન્દ્રભાઈ (યુ.કે.), પ્રવિણભાઈ મોહનભાઈ રાઠોડના માતુશ્રી તેમજ મહેશભાઈ, સંજયભાઈ, અલ્પેશભાઈ, મનીષભાઈ, અતુલભાઈ, અશ્વિનભાઈ, મિતેષભાઈ (યુ.કે.), રાજદીપભાઈના દાદીમાનું તા. ૧૯ના શનિવારે અવસાન થયેલ છે. તેમનુ ઉઠમણુ તા. ૨૧ના સોમવારે સાંજે ૫ થી ૬ ધોબી જ્ઞાતિની વાડી, અટીકા ૧૭/૧૮ના ખૂણે રાખેલ છે.

ચંદ્રીકાબેન ઓઝા

રાજકોટઃ મોરબી નિવાસી હાલ રાજકોટવાળા શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ કાન્તીલાલ ચકુભાઈ ઓઝાના પુત્ર પ્રમોદકુમાર કાન્તીલાલ ઓઝાના ધર્મપત્ની તેમજ ડો. પરેશભાઈ ઓઝા તથા વિનયભાઈ ઓઝા (એડવોકેટ)ના માતુશ્રી, ચંદ્રીકાબેન પ્રમોદકુમાર ઓઝા અને ત્રંબકભાઈ ગંગાશંકર ત્રિવેદીના પુત્રીનુ તા. ૨૦ના અવસાન થયેલ છે. તેમનુ ઉઠમણુ તા. ૨૧ના સોમવારે સાંજે ૫ થી ૬ અલય પાર્ક કોમન પ્લોટ, નાનમૌવા રોડ, મહાત્મા ગાંધી સ્કૂલ સામે રાખેલ છે.

દામજીભાઇ લાડવા

મોરબી તા ૨૧ : દામજી કાનજીભાઇ લાડવા (ઉ.વ.૮૫)  જ ે પ્રદીપભાઇ, ધર્મેન્દ્રભાઇ અને નિરજંનભાઇ ના પિતા અને ભગવાનજીભાઇ, સ્વ. રમણીકભાઇ મગનભાઇઘ અને હસુભાઇના મોટાભાઇ તા. ૨૦ ના રોજ શ્રીજી ઁચરણ પામેલ છે. સદગતનું બેસણું તા. ૨૧ ને સોમવારે સાંજના ૫ થી ૬, કડિયાજ્ઞાતિ ની વાડી, જેઇલ રોડ, મોરબી ખાતે રાખેલ છે.

વાસુભાઇ ખટણહાર

મોરબી : વાસુભાઇ હોતચંદ ખટણહાર (ઉ.વ.પપ) તે જેઠાનંદ હોતચંદના નાનાભાઇ તેમજ સ્વ. ભગવાનદાસ હોતચંદ, વિનોદભાઇ હોતચંદ અને મોહનલાલ મધુમલના મોટાભાઇ તથા સન્નીના પિતાાનું તા. ૧૯ ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. ૨૧ ને સોમવારે સાંજે ૫ થી ૬ કલાકે સિંધુ ચવન, સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખેલ છે.

આનંદપ્રકાશ જોશી

જામજોધપુર : આનંદપ્રકાશ નવીનચંદ્ર જોશી (ઉ.૪૦) નું અવસાન થયેલ છે. ઉઠમણુ જામજોધપુર ખાતે ગીગણી દરવાજા પાસે સન્યાસ આશ્રમમાં ગુરૂવારે રાખેલ છે.

ઇન્દુબેન સોલંકી

ઉપલેટા :.  સોરઠીયા રાજપૂત યોગેશભાઇ ઘનશ્યામભાઇ સોલંકીના ધર્મપત્ની ઇન્દુબેન સોલંકી (ઉ.૩૭) તે રોહીત તથા ઉદયના માતુશ્રીનું તા. ર૦ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ર૪ ના રોજ કમલેશ્વર મહાદેવ મંદિર સાંજના ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે.

લીલાવંતીબેન ટાંક

ગોંડલ : સ્વ. મનસુખભાઇ લખમણભાઇ ટાંક ના પત્ની લીલાવંતીબેન (ઉ.વ.૭૬) તે જીતેન્દ્રભાઇ, મુકેશભાઇ, જયોતિબેન ના માતા નિકિતા, હેતલ, ડોલી, મિત ના દાદીમાં નું તા.૧૭ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૨૧ને સોમવારે સાંજે ૫ થી ૭ તેમના નિવાસ સ્થાન, કે.વી. રોડ, અરુણ કોલોની, ગોંડલ મુકામે રાખેલ છે.

દેવેન્દ્રભાઇ દોશી

રાજકોટઃ મોઢ વણિક : વિછીંયા નિવાસી સ્વ. વ્રજલાલ દોશીના પુત્ર દેવેન્દ્રભાઇ (હકુભાઇ) (ઉ.વ.૭૧) તે નીલેશભાઇ (મુનાભાઇ), અરૂણાબેન પ્રકાશભાઇ પારેખ (ધ્રાંગધ્રા), ભારતીબેન પ્રકાશભાઇ વોરા (વિરમગામ) તથા ભાવનાબેન પરિમલ મહેતા (અમદાવાદ)ના ભાઇશ્રી તથા લાલાભાઇ, અમિતભાઇ, તેજલ હેમાંગભાઇ વડોદરીયા (અમદાવાદ) તોરલ તુષારભાઇ વડોદરીયા (સુરેન્દ્રનગર)ના પિતાશ્રી તથા મનીષા ધવલભાઇ મહેતા (ભાવનગર), કોમલ ચીરાગભાઇ પારેખ (પડધરી), હિરલ જીજ્ઞેશભાઇ શાહ (લીમડી) તથા શૈલેષભાઇ નીલેશભાઇ દોશીના ભાઇજી તા.૧૯ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું આજે તા.ર૧ના સોમવારે અંબાજી મંદિર, રબારીવાસ, વિછીંયા મુકામે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જીતેન્દ્રભાઇ હર્ષ

પોરબંદરઃ પુષ્કર્ણા બ્રાહ્મણઃ પોરબંદર નિવાસી પુષ્કર્ણા બ્રાહ્મણ (હાલ ગડુ - વેરાવળ સોમનાથ) સ્વ.જીતેન્દ્ર જદુરાય હર્ષ તે સ્વ.જદુરાય રામજી હર્ષ અને સ્વ.જશુમતી જદુરાય હર્ષના પુત્ર (ઉ.વ.પ૧) તે સ્વ.જયંતિલાલ રામજી હર્ષ તથા ગં. સ્વ. વસંતબેન જયંતિલાલ હર્ષના ભત્રીજા તેમજ મુકુન્દ, મધુકર, રિનાબેન અને પ્રજ્ઞેશ હર્ષ (બીએસએનએલ)ના નાના ભાઇ, મૃગ્નેશ, મનન, ભૂમિકા તથા જાનવીના કાકાનું રાજકોટ ખાતે તા.૧પના રોજ અવસાન થયેલ છે.

ધવલભાઇ રાડીયા

રાજકોટઃ ધવલ સુનિલભાઇ રાડીયા (ઉ.વ.ર૯) તે નિર્મળાબેન સુનિલભાઇના પુત્ર, જગદિશભાઇ ગીરધરભાઇ ખખ્ખરના જમાઇ તેમજ મનિષાબેન ઉદયકુમાર ખખ્ખર તથા પુનમબેનના ભાઇ અને ઉદય જે. ખખ્ખર તથા રાઘવેન્દ્ર ગણાત્રાના સાળા તા.ર૦ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.રર સોમવારે સાંજે પ-૩૦ થી ૬-૩૦ 'મા' દ્વારકાધિશ સોસાયટી શેરી નં.ર, ગોકુલધામ પાસે, રાજકોટ મુકામે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

યોગેશભાઇ ભટ્ટ

રાજકોટઃ ઉમરેઠ નિવાસી હાલ રાજકોટ બાજ ખેડાવાળ બ્રાહ્મણ યોગેશભાઇ મધુસુદનભાઇ ભટ્ટ (આરએમસીના નિવૃત કર્મચારી) તે સ્વ.પ્રફુલાબેન ભટ્ટ  (આરએમસીના નિવૃત કર્મચારી)નાં પીત, સ્વ.ભાનુબેન ગીરજાશંકર ઠાકર (રાષ્ટ્રીય શાળા વાળા)નાં ભાણેજ, વિરલભાઇ તથા ચિંતનભાઇ ભટ્ટનાં પિતાશ્રીનું તા.૧૯ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.ર૧ સોમવારે સાંજે પ થી ૬ પરસાણાંનગર શેરી નં.પ, જામનગર રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.

ભાનુબેન ચૌહાણ

રાજકોટઃ સુરેશકુમાર કુરજીભાઇ ચૌહાણના માતુશ્રી ભાનુબેન કુરજીભાઇ ચૌહાણ તા.૧૮ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું સોમવાર તા.ર૧ના સાંજના ૪ાા થી ૬ાા ગુરૂપ્રસાદ ચોક પાસે, શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર - કડીયાનગર અંકુર વિદ્યાલય વાળી શેરીના છેડે રાખેલ છે.

 પ્રેમલતાબેન રામાવત

રાજકોટઃ ખોખડદડ નિવાસી બાબુદાસ દયારામદાસ રામાવતના પુત્ર પરેશકુમારના ધર્મપત્િ ન પ્રેમલતાબેનનું તા.૨૦ના રવિવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૪ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ નિવાસ સ્થાન ખોખડદળ મુકામે રાખેલ છે.

શાંતિભાઇ ટંકારીયા

રાજકોટઃ મ.ક.સ.સુ. મુળ ખોડાપીપર હાલ રૈયા રાજકોટ શાંતિલાલ માવજી ટંકારીયા (ઉ.વ.૭૬) તે અશ્વિનભાઇ, નિતિનભાઇ, કલ્પનાબેન, પ્રીતીબેનના પિતાશ્રી તેમજ રમણીકભાઇ, મણીભાઇના નાનાભાઇ તેમજ સ્વ. દયાળજીભાઇ, સ્વ. મનુભાઇ, ધીરૂભાઇ, કનુભાઇના મોટાભાઇનું તા.૨૦ના અવસાન થયું છે. તેમનું ઉઠમણું તા.૨૧ના સોમવારે સાંજે ૫ થી ૬ રાજરાજેશ્વર મહાદેવ મંદીર, રૈયાગામ, રાજકોટ ખાતે રાખેલ છે.

 હિરાબેન બુવારીયા

 રાજકોટઃ હિરાબેન ઇન્દુલાલ બુવારીયા (ઉ.વ.૮૫) તેઓશ્રી સ્વ. ઇન્દુલાલ કેશવજી બુવારીયાના ધર્મપત્નિ તેમજ પજ્ઞાબેનના માતુશ્રી તથા સ્વ. મોહનલાલ મોતીલાલ ગણાત્રાના પુત્રી તેમજ સ્વ. નટવરલાલ, ભુપતભાઇ, વિનુભાઇ, વંસતભાઇ, હિતેષભાઇના બહેનનું તા.૧૯ના અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થના સભા તા.૨૧ના સોમવારે જાગનાથ મંદીર, યાજ્ઞીક રોડ, રાજકોટ ખાતે સાંજે ૫:૪૫ થી ૬:૩૦ દરમિયાન રાખેલ છે.  પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

કમલશેભાઇ પોપટ

જેતપુર તા ૨૧ : સ્વ. નારણદાસ હંસરાજભાઇ પોપટ(લુશાળાવાળા) ના પુત્ર કમલેશભાઇ (ઉ.વ.૪૮) (જલારામ ઓપ્ટીકલવાળા),કીરીટભાઇ, કોૈશીકભાઇ, રાજુભાઇ ના લઘુ બંધુ લીલાભાઇ, શાંતુભાઇ ભનુભાઇના ભત્રીજા, મહેકબેનના પિતાશ્રી તેમજ ચંદ્રકાંતભાઇ જમનાદાસ ગંગદેવ (વેરાવળ) ના જમાઇ તા. ૨૦ રવિવારના રોજ અવસાન પામેલ છે. બેસણું તેમજ સસરા પક્ષની સાદડી ચા. ૨૧ સોમવાર સાંજના ૫ થી ૬ કલાકે લોઢીયાવાડી, જલારામ સોસાયટી ખાતે રાખેલ છે.

હીમાનીબેન બોરડ

જુનાગઢ નિવાસી હીમાની બોરડ (ઉ.વ.૧૭) તે શહેર કોંગ્રેસ મહામંત્રી કાંતિભાઇ બોરડ તથા ચંદુભાઇની ભત્રીજી, તેમજ રમેશભાઇ (રાજુભાઇ) ની પુત્રી તા. ૧૭ ના રોજ અવસાનથયેલ છે બેસણું તા ૨૧ ને સોમવારે સાંજે ૫ થી૬ વાગ્યે પટેલ સમાજ કયાડાવડી, જોષી પરા જુનાગઢમાં રાખેલ છે.

વિષ્ણુદાસ કોટેચા

રાજકોટઃ રાધેશ્યામ વિષ્ણુદાસ મોરારજી કોટેચા (ઉ.વ.૮૨) તે સ્વ.વૃન્દાવનદાસ મોરારજી કોટેચાના નાનાભાઈ (અરૂણ ગેરેજ વાળા) તે મગનભાઈ કોટેચાના નાનાભાઈ તથા જગદીશભાઈ, વિષ્ણુદાસ કોટેચા, વીપુલભાઈ વિષ્ણુદાસ કોટેચાના પિતાશ્રી (કો કો બેન્ક) તથા ડોલરભાઈ કોટેચા, ગીરીશભાઈ કોટેચા, નલાભાઈ કોટેચાના કાકાનું અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૨૧ના સોમવારે સાંજે ૫ થી ૬:૩૦ ભૂતનાથ સત્સંગ હોલ ખાતે રાખેલ છે.

બાનુબેન ભારમલ

રાજકોટઃ બાનુબેન ઈસ્માઈલજી ભારમલ (પસ્તીવાળા) (ઉ.વ.૮૫) તા.૨૦ના રવિવાર અવસાન થયેલ  છે. તેમના જયારતના સીપારા તા.૨૧ના મગરીબ ઈશાની નમાજ બાદ નજમી મસ્જીદ વ્હોરાવાડમાં રાખેલ છે. તે મોહસીનભાઈ, તાહેરભાઈ, જાકીરભાઈ, અબ્દેલીભાઈ, જૈનુભાઈ, નફીસાબેન, જેનમબેન, રસીદાબેન અને તસ્નીમબેનનાં માતુશ્રી થાય.