Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018
અવસાન નોંધ

રમેશભાઈ

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય રમેશભાઈ જેન્તીભાઈ (નિવૃતિ રેલ્વે કર્મચારી જેતલસ જંકશન) મુળગામ ધોરાજી હાલ જેતપુર તે ખુશાલ, કેતન તથા મયુરના પિતાશ્રી ચંદુભાઈ ટપુભાઈ મણીયાર ધોરાજી અને રમણીકભાઈ જેરામદાસ મણીયાર- રાજકોટના ભત્રીજા, તેમજ મનીષભાઈ, અશ્વિનભાઈ, અતુલભાઈ, રશ્મીનભાઇ, મિતુલભાઈ, પંકજભાઈ, નિલેશભાઈ ભરતભાઇ મણીયાર, તથા ગીતાબેન અરવિંદભાઈ જગડના ભાઈનું તા.૧૬ શુક્રવારે અવસાન થયેલ છે. તેમની સાદડી (બેસણુ) તા.૨૨ને ગુરૂવાર રોજ બ્રહ્મક્ષત્રીય જ્ઞાતિની વાડી વિભાગ નં.૩, પેડકરોડ રાજકોટ- ખાતે સાંજે ૫ થી ૬ રાખેલ છે.

ચંદ્રકાંતભાઈ દવે

રાજકોટઃ મુ.થોરીયાળી હાલ રાજકોટ નિવાસી ચા.મ.મો.બ્રાહ્મણ સ્વ.ભગવાનદાસ નારણદાસ દવેનાં પુત્ર ચંદ્રકાંન્તભાઈ (ગ.પ્રેસ) (ઉ.વ.૬૪) તે સ્વ.ભુપતરાય, સ્વ.ગુણવંતભાઈ, સ્વ.અશોકભાઈ, સ્વ.રાજેન્દ્રભાઈ તથા ભાસ્કરભાઈ, ભાનુબેન, નીમુબેનના ભાઈ, અજય તથા પાર્થ (કાનો), વૈશાલીબેન તથા પાયલબેનનાં પિતા સ્વ.નવલશંકર વજેરામ ત્રિવેદી (મોરબી)નાં જમાઈ તા.૨૦ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા પિયરપક્ષનું બેસણુંતા.૨૩ શુક્રવારનાં રોજ સાંજે ૫ થી ૬ રાધાકૃષ્ણમંદિર ૮૦ફુટરોડ, લાખના બંગલા પાસે ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રફુલચંદ્ર રાવલ

રાજકોટઃ દ્વારકાવાળા સ્વ.નવલશંકર લીલાધર ત્રિવેદીના જમાઈ, જે પ્રમોદ એન. ત્રિવેદી (રાજકોટ), દિનેશ એન.ત્રિવેદી (દ્વારકા)ના બનેવી હાલ કલકતા નિવાસી પ્રફુલ્લચંદ્ર ગીરજાશંકર રાવલ તા.૨૦ના રોજ કોલકતા મુકામે કૈલાસવાસ પામેલ છે. તેનું બેસણું તા.૨૩ના રોજ ઈ/૯૧, રવિરત્ન પાર્ક- ૪, 'રવિ' યુનિ.રોડ રાજકોટ મુકામે સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે.

ગિરધરભાઈ ગરાળા

રાજકોટ : મુળ ત્રાકુડા નિવાસી ગીરધરભાઈ વાલજીભાઈ ગરાળા (ઉ.વ.૮૧) તે અનિલભાઈ, અશોકભાઈ (આલાપ પાન), દિલીપભાઈ, કમલેશભાઈના પિતાશ્રીનું તા.૨૧ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, આલાપ સેન્ચ્યુરી ગાર્ડન, રાજકોટ ખાતે રાખેલ છે. તા.૨૩ શુક્રવાર સવારે ૮થી ૧૦ કડવા પટેલ સમાજ, ત્રાકુડા ખાતે રાખેલ છે.

ઉપેન્દ્રભાઈ પારેખ

રાજકોટઃ દશા મોઢ માંડલીયા વણીક ઉપેન્દ્રભાઈ કેશવલાલ પારેખ (ઉ.વ.૬૭) તે મેહુલ, દેવાંગ તથા ઉર્વશી કેતન શાહ (ઉના) ના પિતાશ્રી તથા સ્વ.કાંતિલાલ (મુંબઈ), જીતેન્દ્રભાઈ (અંકલેશ્વર)ના નાનાભાઈ તથા સુરેશભાઈ પારેખના મોટાભાઈ અને નવીનચંદ્ર સી કલ્યાણીના સાળા તથા નટુભાઈ, શશીભાઈ, સ્વ.હિંમતભાઈ, સુરેશભાઈ તથા પ્રકાશભાઈ ગાંગડીયાના બનેવી તા.૧૮ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૨ને ગુરૂવારે સાંજે ૫ કલાકે, મોઢબોડિંગ, ૫- રાજપુતપરા, રાજકોટ ખાતે રાખેલ છે.

રમેશભાઈ વ્યાસ

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મુળગામ પીયાવા, હાલ રાજકોટ રમેશભાઈ મગનલાલ વ્યાસ (ઉ.વ.૬૨) તે રાજેશભાઈ ચંદ્રેશભાઈ તથા સારીકાબેનના પિતાશ્રી તથા દિનેશભાઈ મુખ્યાજી પીયાવા,ના મોટાભાઈ તેમજ કૃતાર્થ તથા પર્વના દાદા તેમજ દિપક તથા ચાંદનીના મોટા બાપુજીનું તા.૨૦ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬, શ્રી હરીદર્શન એપાર્ટમેન્ટ, સ્વામિનારાયણનગર શેરી નં.૨, ગોકુલધામ સોસાયટી પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

દિપકભાઈ ખંભાયતા

રાજકોટઃ ગુર્જર સુથાર દિપકભાઈ નાનજીભાઈ ખંભાયતા (ઉ.વ.૫૩) તે મે.આર.કે. મશીનરી વર્કસ વાળા સ્વ.નાનજીભાઈ રામજીભાઇના પુત્ર તથા દિનેશભાઈ, અશોકભાઈ તથા તરૂલતાબેન હર્ષદકુમાર જોલાપરાના નાનાભાઈ અને પારસ તથા શ્વેતા કેયુરકુમાર ઉદેશીના પિતાશ્રી તેમજ સ્વ.મોહનભાઈ ત્રિભોવનભાઈ જાદવાણીના જમાઈનું તા.૧૯ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ને ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ દરમ્યાન, સાગરહોલ, હરિદ્વાર પાર્કની સામે, ૮૦ ફુટ રોડ, પંચશીલ સોસાયટી પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

જયંતભાઈ પુરોહીત

રાજકોટઃ પુષ્કરણા બ્રાહ્મણ જયંતભાઈ વૃજલાલ પુરોહિત (ઉ.વ.૬૯) તે નિરવભાઈના પિતાશ્રી તથા ગં.સ્વ.કુસુમબેન શુકલના જમાઈનું તા.૨૧ના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન શ્રી મહાદેવ મંદિર (મામા સાહેબની જગ્યા) (બાપા સીતારામ ચોક) રૈયા રોડ, રાજકોટ ખાતે તથા પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

નટુભાઈ સિધ્ધપુરા

રાજકોટઃ લુહાર નટુભાઈ હીરજીભાઈ સિધ્ધપુરા (ચેલાવાળા) (ઉ.વ.૭૫)નું તા.૨૦ના મંગળવાર રોજ અવસાન પામેલ છેે. સદ્દગતનું બેસણું તા.૨૨ને ગુરૂવારના  રોજ શીયાણીનગર લુહારવાડીમાં સાંજે ૪ થી ૬ રાખેલ છે.

પુરીબેન નાગલા

રાજકોટઃ રાજકોટ નિવાસી જેન્તીભાઇ કરસનભાઇ નાગલાના પત્ની સ્વ.પુરીબેન જેન્તીભાઇ નાગલા તે જેસીંગભાઇ કરસનભાઇ નાગલાના ભાભી, અરવીંદભાઇ તથા દિનેશભાઇના માતૃશ્રીને દિલીપભાઇ, ધર્મેન્દ્રભાઇ અને જીજ્ઞેશભાઇના ભાભુ તથા તુષારભાઇ, મયુરભાઇ અને જયભાઇના દાદી તા.૧૯/૩ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણુ તા.૨૨/૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન અમરનાથ મહાદેવ,હસનવાડી-૨ના છેડે, અટીકા પાસે, અમરનાથ હોલની સામે રાજકોટ ખાતે રાખેલ છે.

કોકીલાબેન રાવળ

ભાવનગરઃ ઔદિચ્ય ઝાલાવાડી (સહસ્ત્ર) શ્રીમતિ કોકીલાબહેન ગીરીશચંદ્ર રાવળ (ઉ.વ.૬૮) તે જાગૃત ગીરીશચંદ્ર રાવળના માતુશ્રી તથા રસીલાબહેન, કનકબહેન, જગદિશભાઇ, ઉષાબહેનના ભાભી તથા મહેશભાઇ રાવળના નાનાભાઇના પત્ની તથા રાહુલ, રાજશ્રીના ભાભુ થાય, મૃદુલ મહેશભાઇ રાવળ તથા અમિતા, કિરણકુમાર રાવળ (ખોપાળા) તેમજ આરતી અનિલકુમાર રાવળના કાકી થાય, તથા નિતીક્ષાના દાદી તથા ક્રિષ્ના જાગૃતભાઇ રાવળના સાસુ થાય તથા સરયુબહેન ભુપતભાઇ ઉપાધ્યાયના વેવાણ થાય, ક્ષિપ્રાબહેન મહેશભાઇ રાવળના દેરાણી થાય. સ્વ.નયનાબહેન જગદિશભાઇ રાવળના જેઠાણી તથા સ્વ. ઉર્મીલાબહેન વિનોદરાય દવેના સુપુત્રી તથા સ્વ.શિરીષકુમાર વિનોદરાય દવે, દિલીપભાઇ વિનોદરાય દવે, પ્રસન્નબહેન મનોજકુમાર રાવળ, નિલાબહેન કિશોરકુમાર ભટ્ટ, મંદાબહેન જીતેન્દ્રકુમાર ઉપાધ્યાયના બહેનનું તા.૨૦ના અવસાન થયેલ છે. બંન્ને પક્ષની સાદડી તા.૨૨ ગુરૂવારે સાંજે ૪/૩૦ થી ૬/૩૦ શ્રધ્ધાફલેટ,દેવુબાગ,પ્લોટ નંબર-૧૯/ બી, પટ્ટણી પ્લાઝાની સામે ભાવનગર ખાતે રાખેલ છે.

રાજર્ષિ પંડયા

ચોટીલાઃ ગુજરાતી શ્રીગૌડ માળવિય બ્રાહ્મણ સ્વ. માર્કંડરાય કેશવલાલ પંડયાના પૌત્ર અને ગિરીશભાઈના પુત્ર રાજર્ષિ (ઉ.વ.૧૮) તે મહેશભાઈ, પ્રશાંતભાઈ, રશ્મીનભાઈ અને કેતનભાઈના ભત્રીજા તે મહર્ષિભાઈના નાના ભાઈ, ચેતનભાઈ ચંદુલાલ ભટ્ટ (રાજકોટ)ના ભાણેજનું તા. ૨૦ના અવસાન થયુ છે. તેમનું ઉઠમણુ અને મોસાળપક્ષનું બેસણુ તા. ૨૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરમિયાન પંચનાથ મહાદેવ મંદિર, ચોટીલા ખાતે રાખેલ છે.

ઈશ્વરભાઈ માંડલીયા

ભાવનગરઃ ઈશ્વરભાઈ લાલજીભાઈ માંડલીયા (ઉ.વ.૭૦) (ઓમ સેવાધામ) તે રાજુભાઈ તથા પરેશભાઈના કાકા, જસુબેનના દિયર, ચંપાબેન સરવૈયા, રંભાબેન (મુંબઈ)ના ભાઈનું તા. ૧૯ ના અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૨ને ગુરૂવારે સાંજે ૪.૩૦ થી ૬.૦૦ દરમિયાન દેસાઈ સંઈ સુતાર સમાજની વાડી ભાવનગર ખાતે રાખેલ છે.

રમાબેન વ્યાસ

રાજકોટઃ નિવાસી ચંદુલાલ છગનલાલ વ્યાસના ધર્મપત્ની રમાબેન ચંદુલાલ વ્યાસ (ઉ.વ.૭૬)તે સુધાબેન કે. ધોળકિયા (કેશોદ) તથા જાગૃતિબેન એચ.વ્યાસ (સુરત)તથા સ્વ.જીતેન્દ્ર વ્યાસ (ગાંધીનગર)ના માતુશ્રીનું અવસાન તા.૨૦ને મંગળવારના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૨૨ને ગુરૂવારના રોજ સમય ૪ થી ૬ રામેશ્વર મંદિર- મેહુલનગર (પુનિત સોસાયટી), કોઠારિયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

જશુમતીબેન દવે

રાજકોટઃ જુનાગઢનાં સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જશુમતીબેન કિશોરભાઇ  દવે તે અનિરૂધ્ધભાઇ રામચંન્દ્ર દવે (ધોરાજી)ના ભાભી તથા આશિષ દવે (જિલ્લા પંચાયત - જુનાગઢ), દિપ્તી વ્યાસ (મુંબઇ) તથા ઋષિ દવેના દાદીમા તેમજ તૃપ્તિબહેન મહેતા (અમરેલી)ના માતુશ્રીનું તા.૧૯ના અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા.રરને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રામેશ્વર મહાદેવ મંદિર, ગિરિરાજ સોસાયટી, બસ સ્ટેશન પાછળ જુનાગઢ ખાતે રાખેલ છે.

નવીનભાઇ કારીયા

રાજકોટઃ સ્વ.રવજીભાઇ વાલજીભાઇ કારીયાના પુત્ર નવીનભાઇ રવજીભાઇ કારીયા (લાલાભાઇ ગેરેજ વાલા)નું તા.૧૯ના અવસાન થયેલ છે. જે સ્વ.ભાઇચંદભાઇ, સ્વ.જગદીશભાઇ, સ્વ.જયસુખભાઇ, સ્વ.કાંન્તિભાઇ, સ્વ.ભરતભાઇ અને સુરેશભાઇ, અરૂણાભાઇ દિલિપભાઇના ભાઇ જે ક્રિષ્નાબેન પુનિતકુમાર માનસતાના પિતા અને જે પુનિતકુમાર નવીનભાઇ માનસતાના સસરા અને સ્વ.હીરાચંદભાઇ કેશવજી કોટેચાના જમાઇનું  ઉઠમણું તા.રરને ગુરૂવારે સાંજે પ વાગ્યે ઓમ કાલેશ્વર મંદિર સૌ. કલા મેઇન રોડ અક્ષરવાડી-૩ ખાતે રાખેલ છે. પિયર પક્ષનું સાથે રાખેલ છે.

ગીરધરભાઇ ચાવડા

રાજકોટઃ ગુ. મ. દરજી જ્ઞાતિ ગીરધરભાઇ નાગજીભાઇ ચાવડા (વાછરાવાળા) (ઉ.વ.૭૦) કે જેઓ મુકેશભાઇ, કમલેશભાઇ તેમજ અલ્કાબેનના પિતાશ્રી રાજેશકુમારના સસરા તેમજ પોપટભાઇના નાનાભાઇ અને રાજેશભાઇના મોટાભાઇ તા.ર૦ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.રરને ગુરૂવારે સાંજે ૪ થી ૬, ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતીની વાડી, સહયોગ, ઢેબર રોડ ખાતે રાખેલ છે.

ભાનુશંકર પંડયા

સાણથલીઃ ઔદિચ્ય ઘેલારાયજી બ્રાહ્મણ ભાનુશંકર મયાશંકર પંડયા (ઉ.વ.૮ર) તે રમેશભાઇ પંડયા (સાણથલી જુથ સેવા સહકારી મંડળી) મુકેશભાઇ પંડયા (એડવોકેટ-રાજકોટ)ના પિતાશ્રી તથા સુધિરભાઇ, કશ્યપ, અને અભયનાં દાદાશ્રીનું તા.૧૯ના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તા.રરને ગુરૂવારના રોજ સાણથલી મુકામે સાંજે ૩ થી ૬ રાખેલ છે.

રાઘવજીભાઈ સાટોડીયા

ગોંડલઃ રાઘવજીભાઈ આંબાભાઈ સાટોડિયા (ઉ.વ.૭૬) તે કિશોરભાઈ ગોપાલભાઈ તથા સંજયભાઈના પિતા તથા મીત, હર્ષ, ધ્રુવ, રોનિતના દાદાનું તા. ૨૦ ના અવસાન થયેલ છે. બેસણુ તા.૨૨ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ શાસ્ત્રીનગર, પુનિતનગર પાસે ગોકુલ પાનવાળી શેરી, ગોંડલ ખાતે રાખેલ છે.

સરસ્વતીબેન ગેરીયા

ગોંડલઃ સરસ્વતીબેન બિહારીભાઈ ગેરીયા (ઉ.વ. ૮૨) તે સોની સ્વ. રતિલાલ નાથુભાઈ ધીણોજાના પુત્રી તથા સ્વ. કરશનદાસભાઈ અને જમનાદાસભાઈના બહેનનું તા. ૧૮ના ધોરાજી મુકામે અવસાન થયેલ છે.

કમળાબેન ગોહેલ

મોરબીઃ રાજકોટ નિવાસી કમળાબેન જાદવજીભાઈ ગોહેલ તે રેખાબેન તથા કલાબેનના માતા તેમજ કિશોરભાઈ મોતીભાઈ ગોહેલ અને વિક્રમભાઈ બલવીરભાઈ રાઠોડના સાસુનું તા. ૧૯ના રોજ અવસાન થયું છે. બેસણુ તા. ૨૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે પઢવાણીયા શેરી, ખત્રીવાડ મેઈન રોડ, કિશોરભાઈ મોતીભાઈ ગોહેલના નિવાસસ્થાને રાખેલ છે.

સવિતાબેન સોલંકી

મોરબીઃ મોરબી નિવાસી ગુર્જર ક્ષત્રીય કડિયા સવિતાબેન શાંતિલાલ સોલંકી (ઉ.વ.૮૦) તે સ્વ. શાંતિલાલ કલ્યાણજીભાઈ સોલંકીના પત્નિ તેમજ દિલીપ (કારૂભાઈ ધોબી) અને ભાવેશના માતાનું તા. ૧૯ના રોજ અવસાન થયું છે. બેસણુ તા. ૨૨ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે કલ્યાણેશ્વર મહાદેવ મંદિર, જેઈલ રોડ ખાતે રાખેલ છે તેમજ પિયર પક્ષનું બેસણુ સાથે રાખેલ છે.

દૂધીબેન ધંધુકિયા

કાલાવડઃ દેવપુર રણુજા નિવાસી પ્રજાપતિ હંસરાજભાઇ ધંધુકિયાના પત્ની દૂધીબેન (ઉ.વ.૮પ) તે પ્રવિણભાઇ, શૈલેષભાઇ તથા પરેશભાઇના માતુશ્રીનું અવસાન થયેલ છે.

હસમુખલાલ અંબાસણા

રાજકોટઃ ગુર્જર સુથાર સ્વ.હસમુખલાલ (બાબુભાઇ) આણંદજીભાઇ અંબાસણા (ઉ.વ.૮૬) તે સ્વ.અરૂણભાઇના તેમજ સુશીલાબેન - વર્ષાબેનના મોટાભાઇ અને સ્વ.જાદવજીભાઇ કેશવજીભાઇ ખંભાયતના જમાઇ, પ્રદીપભાઇ, સંજયભાઇ, નીતાબેન, ઇલાબેન, સ્મિતાબેનના પિતા તા.૧૯ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.રરના ગુરૂવારે, શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ ૭/૧૦ ભકતીનગર સ્ટેશન પ્લોટ, યુનીટ નં.ર ખાતે સાંજે ૪-૩૦ થી ૬ રાખેલ છે.

ઉમાબેન દતાણી

રાજકોટઃ સ્વ.હરખલાલ પિતાંબરદાસ કકકડના દીકરી ઉમાબેન દિનેશકુમાર દતાણી (મુંબઇ) (ઉ.વ.૬ર) તે દિપકભાઇ, કીશોરભાઇ, જયેશભાઇના મોટાબહેન તથા કુનાલ, વિનેશ, નીશીતના ફૈબા મુંબઇ મુકામે તા.૧પના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતના મોસાળ પક્ષની સાદડી તા.રરના ગુરૂવારે હરીહર સોસાયટી, હોલ, કાલાવડ રોડ સાંજે પ થી ૬ રાખેલ છે.

જયસુખભાઈ પરમાર

રાજકોટઃ કડિયા જયસુખભાઈ મેઘજીભાઈ પરમાર (ઉ.વ.૭૫)તે દિનેશભાઈ પ્રકાશભાઈ, પલ્લવીબેન સાપરીયા, ભારતીબેન વાઘેલાના પિતા તા.૨૦ના અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ના સાંજે ૪ થી ૬ દિનેશભાઇના નિવાસ સ્થાને રાખેલ છે. બાબરિયા મેઈન રોડ, મિલન હોલની પાછળ, જુનુ ગોપવંદના સો.શેરી નં-૩ રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રતાપરાય છાટબાર

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય પ્રતાપરાય માધવજી છાટબાર (ઉ.વ.૭૫) મુંબઈવાળા તે સ્વ.ગાંડાલાલ, સ્વ.કાંતિલાલ, સ્વ.રમેશભાઈ માધવજી છાટબારના ભાઈ, પરેશભાઈ, પ્રફુલભાઈ, અ.સૌ.દિનાબેન અજયભાઈ જાજલના પિતાશ્રીનું અવસાન તા.૨૦ મંગળવારના થયેલ છે. તેમનું ઉઠમણું તા.૨૨ગુરૂવારે ૧૦ વાગ્યે શિતળા માતાના મંદિરે, ભાવનગર રોડ, રાજકોટ રાખેલ છે. તેમજ સ્વ.નારણદાસ ધનજી પડિયા તરફથી સાદડી (વાતવાળવાનું) સાથે રાખેલ છે.

ત્રિકમજીભાઇ પડીયા

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય ત્રીકમજીભાઈ દેવચંદભાઈ પડીયા (બગસરા વાળા) તે ઉમેશભાઈ તથા મહેશભાઈના પિતાશ્રી તેમજ લાલજી વીરજી છાટબારના જમાઈનું તા.૨૯ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૨ને ગુરૂવારના રોજ સવારે ૯:૩૦ કલાકે શીતળા માતાજીના મંદિરે રાખેલ છે.

રોનકભાઈ રાજાણી

રાજકોટઃ લોહાણા રોનકભાઈ હરેશભાઈ રાજાણી (ઉ.વ.૩૩) તેસ્વ.હરેશભાઈ ગોકળદાસ રાજાણી (બગઘરાવાળા) ના પુત્ર તેમજ સુરેશભાઈ ગણેશભાઈ ચંડીભમ્મર (હળવદ)ના જમાઈ તેમજ ઝવેરચંદ જાદવજીભાઈ કોટકના ભાણેજ તેમજ દિલીપભાઈ તેમજ સતિષભાઈ (ગોંડલ), કિરીટભાઈ (રાજકોટ), બિપીનભાઈ (ઉપલેટા)ના ભત્રીજા અને ઝીનલના પપ્પા તેમજ રીંકુબેન યજ્ઞેશકુમાર પુજારાના ભાઈ તા.૧૯ને સોમવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૨ને ગુરૂવારના રોજ સાંજે ૫ વાગ્યે  ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિત નગર સર્કલ પાસે, રાજકોટ મુકામે રાખેલ છે તથા મોસાળ પક્ષનું બેસણું તેમજ સસરાપક્ષની સાદડી સાથે રાખેલ છે.

મંજુલાબેન કકકડ

ભાવનગરઃ લોહાણા ઠક્કર રસીકલાલ જમનાદાસ કકકડના પત્નિ  મંજુલાબેન ઉ.વ.૫૭ નયનભાઇ (આર.કે.મોબાઇલ) તથા આરતીના માતૃશ્રી અને સ્વ.વૃજલાલ નરોત્તમદાસ પૌંદાના દીકરી અને દીપકભાઇ (LIC & POST AGENT) ચેતનભાઇ તથા કુંદનબેન ધીરજલાલ વસાણી રાજકોટ વાળાના બેન તા.૧૮ને રવિવારે ૨૧/એ સુવિધા ટાઉનશીપ,સુભાષનગર ખાતે શ્રીજી ચરણ પામેલ છે. ઉઠમણુ અને પિયર- પક્ષની સાદડી તા.૨૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ લોહાણા મહાજનવાડી, ખારગેટ, ભગાતળાવના નાકે ભાવનગર ખાતે રાખેલ છે.

  • દિલ્હી અને એનસીઆર ઉપર જોરદાર વાદળા ઘેરાયાઃ વરસાદની અને પવન ફુંકાવાની આજે પુરી સંભાવનાઃ જો કે આવતીકાલ સુધીમાં હવામાન ચોખ્ખુ થઈ જવા આગાહી access_time 12:52 pm IST

  • વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર પ્રવાસીઓ અને પવર્તારોહકો દ્વારા ફેંકવામાં આવેલો કરચો કિલોમાં નહીં પણ ટનમાં છે. અહીં અંદાજે 100 ટન કચરો એકત્ર થયેલો છે. જેને એકત્ર કરી એરલિફ્ટ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અભિયાનના પહેલા દિવસે 1200 કિલો કચરો લુકલા ઍરપૉર્ટથી કાઠમંડૂ 'ઍરલિફ્ટ' કરવામાં આવ્યો જે રિસાઇકલ માટે મોકલવામાં આવ્યો. access_time 2:12 am IST

  • આવી રહેલ હવાના દબાણને લીધે દક્ષિણ અને આંતરિક તામિલનાડુ, કેરળ, કર્ણાટક અને કોંકણ-ગોવાના ભાગોમાં સારો વરસાદ પડશે access_time 12:52 pm IST