Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021
દિગંબર જૈન સમાજના તત્વચિંતક ચેતનભાઇભાઇના નિધનથી શોક

રાજકોટ તા. ૧૦ : દિગંબર જૈન સમાજના આત્માર્થી તત્વચિંતક એવા પંડિત રત્ન ચેતનભાઇએ વિદાય લઇ લેતા મુમુક્ષુઓમાં શોકની લાગણી પ્રસરી હોવાનું કુંદકુંદ કહાનામૃત પ્રભાવના મંદિર ટ્રસ્ટની યાદીમાં જણાવાયુ છે.

સ્વ. ચેતનભાઇનો પરિવાર લક્ષ્મીવાડી ખાતે રહેતો હતો. બાદમાં વૈશાલીનગર ખાતે અને કાળક્રમે નિર્મળા રોડ પર સ્થળાંતર થયેલ. પિતાશ્રી ચંદુભાઇ અને માતા સરોજબેનના સંસ્કારો તેમનામાં ઉતર્યા હતા. માતા સરોજબેન ખુબ ધાર્મિક રૂચિવાળા હતા. પૂ. લાલચંદભાઇ તથા પૂ. ગુરૂદેવની વાણીનું ચિંતવન મનન કરતા.  નિયમિત પ્રવચન સાંભળતા. તેમના આ ગુણો સંતાનો ચેતનભાઇ, દુર્ગેશભાઇ, પારસભાઇ, બીંદીયાબેનમાં ઉતર્યા.

ચેતનભાઇ ૧૯૯૨ માં પૂ. લાલચંદભાઇના પરિચયમાં આવ્યા. ત્યારે તેમની ઉંમર ૩૦-૩૨ વર્ષની હતી. પૂર્વની સાધના અને સંસ્કાર તથા પૂ. લાલચંદભાઇ તથા પૂ. ગુરૂદેવના કરૂણાના નિમિતથી ઉપાદાન જાગૃત થતા દેહ પરિવર્તન થયુ. ત્યાં સુધી અવિરતપણે મુમુક્ષુઓને આગમ-સભર અધ્યાત્મ બોધ સ્વાધ્યાયરૂપે આપ્યો. સ્વાધ્યાય આપવાની શરૂઆત તેમણે પોતાના નિવાસ સ્થાનની બાજુમાં આવેલ અક્ષરતીર્થ એપાર્ટમેન્ટથી કરેલ. બાદમાં પોતાના નિવાસ સ્થા સ્વરૂચિમાં નિયમિત સ્વાધ્યાય આપતા. દેશ તેમજ વિદેશમાં મુમુક્ષુ સમાજને ઓનલાઇન સ્વાધ્યાયનો લાભ આપતા.

આવા શુધાત્મા ચેતનભાઇ ચિરશાંતિ પામે અને સિધ્ધાલયમાં બિરાજે તેવી લાગણી મુમુક્ષુ જીવો એ વ્યકત કરી હતી.

અવસાન નોંધ

રેખાબેન દફતરી

મોરબીઃ દલપતરામ કેશવલાલ દફતરીના પુત્રવધુ સ્વ. જગદીશચંદ્ર દલપતરામના ધર્મપત્ની તેમજ મેહુલ, મિતેશ, સંજયના માતુશ્રી તથા સ્વ. કેશવલાલ વીરચંદ મહેતાના પુત્રી રેખાબેન જગદીશચંદ્ર દફતરીનું તા. ૯ બુધવારના અરિહંતશરણ થયેલ છે. હાલના સંજોગોના કારણે લૌકિક વ્યવહાર બંધ છે.

જીજ્ઞાબેન કોટેચા

રાજકોટઃ સ્વ.જીજ્ઞાબેન સુરેશભાઈ કોટેચા (ઉ.વ.૪૫) તે સ્વ.સુરેશભાઈ કરસનદાસ કોટેચાની દીકરી, સ્વ.જયેશભાઈ સુરેશભાઈ કોટેચા અને ચેતનભાઈ જેન્તીભાઈ કોટેચાની બહેન તા.૮ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૧ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ચેતન કોટેચા મો.૮૧૬૦૩ ૪૮૫૧૬, સોહીલભાઈ ઠકકર મો.૮૦૦૦૮ ૦૯૩૫૧,ગીતાબેન ઠકકર મો.૯૪૦૮૭ ૪૫૫૫૯, દિલીપભાઈ જોબનપુત્રા મો.૯૮૨૫૭ ૯૪૯૨૨, કીર્તિબેન જોબનપુત્રા મો.૮૧૨૮૪ ૬૬૧૧૮, બિંદેશભાઈ ઠકકર મો.૯૪૨૬૭ ૭૦૫૦૧, ભારતીબેન ઠકકર મો.૭૫૭૫૦ ૭૦૫૦૧

મનિષાબેન કારેલીયા

રાજકોટઃ ચંદ્રવદનભાઈ સી. કારેલીયાના પુત્રવધુ તથા ગૌરવભાઈ કારેલીયાના ધર્મપત્નિ મનીષાબેન (ઉ.વ.૩૩) તે સુરેન્દ્રનગર વાળા સુરેશભાઈ, રજનીભાઈ, રાજેશભાઈ, ચન્દ્રેશભાઈના ભત્રીજા વહુ, હિતેશભાઈ, જયેશભાઈ, વૃષભભાઈના ભાભી તથા વાંકાનેરવાળા કાન્તીલાલ વિરજીભાઈ પરમારના પુત્રીનું તા.૮ મંગળવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૦ ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ રાખેલ છે. તેમજ તમામ લૌકિક ક્રિયા / વ્યવહાર બંધ રાખેલ છે. ચંદ્રવદનભાઈ ચીમનભાઈ કારેલીયા મો.૯૯૦૪૭ ૬૯૯૯૩, ગૌરવભાઈ ચંદ્રવદનભાઈ કારેલીયા મો.૯૬૩૮૫ ૭૭૭૮૧

મહેશચંદ્ર પ્રભુલાલ

રાજકોટ : જામનગર (હાલ રાજકોટ) ગુર્જર પુષ્કરણા બ્રાહ્મણ, મહેશચંદ્ર પ્રભુલાલ  કપ્તા (ઉ.વ. ૬૧) (રીટાયર્ડ એ.સી.એફ. વન વિભાગ -વિસાવદર) તે માલતીબેનના પતિ, ધવલ તથા આશિષના પિતાશ્રી તેમજ નયનાબેન, ચંદ્રીકાબેન, જયશ્રીબેન, ચેતનાબેનના ભાઇ અને ભાવનગર નિવાસી સ્વ. ચંદ્રશંકર દેવશંકર દવેના જમાઇ તથા અતુલભાઇ, આકાશભાઇ, નીતીનભાઇના બનેવીનું તા. ૭ ના અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણુ તા. ૧૧ ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. માલતીબેન ૯૪ર૯૦ ૪૮૮૯૮, ધવલભાઇ ૮૭૩૩૯ ૯૪પ૦૦, આશિષભાઇ ૮૪૬૦૬ ૦૪૧૭ર, ૯૪ર૬ર ૪૮૮૦૧, આકાશભાઇ દવે ૯૪ર૭ર ૭૧૯૧૯

દક્ષાબેન ધેવરીયા

રાજકોટ : મુળ પોરબંદર હાલ રાજકોટ નિવાસી જૈન ધર્મનિષ્ઠ દક્ષાબેન હેમેન્દ્રભાઇ ધેવરીયા (ઉ.વ.૭૩) તે હેમેન્દ્રભાઇ કરશનદાસ ધેવરીયાના ધર્મપત્ની, તે પુત્રી હેતલ લાડવા તથા પુત્ર આશીતભાઇના માતુશ્રી, સમ્યક અને અદ્રિતના દાદીમા તેમજ કર્તવ્યના નાનીમા, એડવોકેટ સ્વ. ધર્મેશ લાડવાના સાસુ તા. ૯ ના બુધવારે નવકાર મંત્રની આરાધના કરતાં કરતાં અરિહંત શરણ પામ્યા છે. જેનું ટેલીફોનીક બેસણું તા. ૧૦ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૪ર૮૪ ૬ર૬૭૬, મો. ૯૪ર૯ર ૪૯૧૯૪

જગજીવનભાઇ મારૂ

રાજકોટ : જગજીવનભાઇ શામજીભાઇ મારૂ તે અમીતભાઇ તથા કૈલાશભાઇ મારૂના પિતાશ્રી તા. ૯ ના કૈલાશવાસી થયેલ છે. તે ગંગા સ્વ. નિર્મળાબેનના પતી તે પ્રેમજીભાઇ શામજીભાઇ મારૂના નાના ભાઇ તથા સ્વ. પોપટભાઇ શામજીભાઇ મારૂના નાના ભાઇ તેમજ નિતાબેન તથા મીનાક્ષીબેનના પિતા તથા દિપકકુમાર ગોહીલ તથા નિરવ કુમાર પરમારના સસરાનું અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા. ૧૦ ના ગુરૂવારે સાંજે પ થી ૬ કલાકે રાખેલ છે. અમીતભાઇ ૯૯ર૪૮ ૧૦૪ર૮, કૈલાશભાઇ ૯૮ર૪૦ ૯ર૦૦૯

ધીરજલાલભાઇ દવે

રાજકોટ : ચા. મ. મો. બ્રા. મુળ ધુળીયા દોમડા હાલ રાજકોટ નિવાસી ધીરજલાલ કેશવલાલ દવે, (સિંધખેડાવાળા) (ઉ.વ.૯૦) જે પંકજભાઇ, મનોજભાઇ તથા મધુબેન, રેખાબેન, તૃપ્તીબેના પિતાશ્રી તથા ધવલ, જલ્પાબેન, માનસીબેન, તન્વીબેનના દાદા તથા સ્વ. જેઠાલાલ જોશીના જમાઇનું તા. ૮ ના અવસાન પામેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ટેલિફોનીક બેસણું તા. ૧૧ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. પંકજભાઇ ૯૪ર૯૯ ૭૯૭૪૦, મનોજભાઇ ૯૪ર૭૩ ૮૪૪૬૬, ધવલભાઇ ૯૭રપર ૧૮૯૯૧

ભાવનાબેન માળવી

રાજકોટ : ગુર્જર ક્ષત્રીય કડીયા બીપીનભાઇ માધુભાઇ માળવીના પત્ની ભાવનાબેન (ઉ.વ.પ૮) તે દિપાબેન, પ્રશાંતભાઇ મારૂ તેમજ પુનમબેન નિશાંતભાઇના માતુશ્રીનું તા. ૯ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ  તા. ૧૧ ને સાંજે પ થી ૭ રાખેલ છે. મો. ૯૯૯૮૮ ૮૯૮૦ર

પરેશભાઇ દાસાણી

વિરપુર : વડીયા (દેવળી) જેન્તીલાલ મોરારજીભાઇ દાસાણી (ગટુભાઇ) નાં પુત્ર પરેશભાઇ (ઉ.વ.૪૦) તે જીજ્ઞેશભાઇ, મનીષાબેન મનીષભાઇ ચાંદ્રાણી, વીરપુર તેમજ મયુરીબેન હિતેશભાઇ સાદરાણી રાજકોટનાં ભાઇનું તા. ૮ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. તેનું ઉઠમણું (ટેલીફોનીક ૯૧૭૩ર ૩૧પ૦૮, ૯૪ર૬૧ ર૬ર૮૬) તા. ૧૦ ને ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૬ રાખેલ છે.

મહેશચંદ્ર કપ્તા

રાજકોટઃ મહેશચંદ્ર પી. કપ્તા (ઉ.વ.૬૧) (રીટા. એ.સી.એફ. વન વિભાગ) તે સ્વ.ચંદ્રશંકર દેવશંકર દવેના જમાઈ, માલતીબેનનાં પતિ તથા અમિતભાઈ, આકાશભાઈ, નિતીનભાઈ, શરદભાઈ, પ્રદ્યુમ્નભાઈ, પ્રદીપભાઈનાં બનેવીનું તા.૭ના અવસાન થયેલ છે. પિયર પક્ષની સાદડી તથા ટેલીફોનીક બેસણું તા.૧૨ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. અમિતભાઈ દવે મો.૬૩૫૫૦ ૫૫૭૨૭, શરદભાઈ દવે મો.૯૯૭૪૩ ૫૫૯૮૯

અનસુયાબેન ઉનડકટ

ભાણવડઃ સ્વ.કાળુભાઇ ખીમજીભાઇ ઉનડકટના પુત્રવધુ અનસુયાબેન (ઉ.૬પ) તે નલીનભાઇ ઉનડકટના નાનાભાઇ રમેશભાઇ ઉનડકટ (રામભાઇ)ના ધર્મપત્ની તથા રીખીલ, હિરેનના માતુશ્રી તથા સ્વ. વિનુભાઇ, સ્વ. કિશોરભાઇ, હિતેશભાઇ, સ્વ. હંસાબેન રાયચુરા, કંચનબેન રાયચુરા, કંચનબેન પાબારીના ભાભી તેમજ હેમરાજ મકનજી કારીયા પોરબંદર વારાના પુત્રી તા.૯ના શ્રીજીચરણ પામેલ છે ટેલીફોનીક બેસણું ૧૦ ને ગુરૂવારે સાંે પ થી ૬ રાખેલ છે

દક્ષાબેન ગોહેલ

રાજકોટઃ વેરાવળ નિવાસી ભાઈલાલભાઈ દેવકરણભાઈ ગોહેલના ધર્મપત્નિ દક્ષાબેન ભાઈલાલ ગોહેલ (ઉ.વ.૬૯) તે દર્શકભાઈ, ધર્મેશભાઈ, બીનાબેનના માતુશ્રી, નિત્ય અને વિશ્વા, વેદાંતીના દાદી અને પૃષ્ટી, હેતશ્રીના નાની તેમજ સ્વ.મનહરભાઈ કવઈયાના દિકરી અને ગૌરવભાઈ કવઈયા, વિશેષભાઈ કવઈયાના મોટાબહેનનું તા.૯ બુધવારના રોજ અવસાન થયેલ છે. બેસણું / પીયરપક્ષની સાદડી તા.૧૦ને ગુરૂવારના રોજ ટેલીફોનીક રાખેલ છે. દર્શકભાઈ ગોહેલ મો.૯૭૨૩૧ ૩૦૭૭૩, ધર્મેશભાઈ ગોહેલ મો.૮૬૦૦૮ ૨૭૭૭૬, પીયરપક્ષ- ગૌરવભાઈ મો.૯૮૨૫૨ ૭૬૪૭૭, વિશેષભાઈ મો.૯૭૨૬૯ ૩૪૫૪૩