Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019
જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ચક્ષુદાન

દિપકભાઇ છોટાલાલ દેસાઇનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અને જન કલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે.

પમાભાઇ વાલાભાઇ મકવાણાનું નિર્વાણ

રાજકોટ તા. ૧૩ : અખિલ ભારતીય બૌધ્ધ ધમ્મ સંઘ એન્ડ એજયુકેશન ટ્રસ્ટના રાષ્ટ્રીય મહિલા પ્રમુખ મકવાણા શાન્તાબેનના પિતાશ્રી પમાભાઇ વાલાભાઇ મકવાણા તા. ૭ ના બુધવારે નિર્વાણ પામેલ છે. ભગવાન બુધ્ધ સદ્દગતને તેમના ચરણોમાં સ્થાન આપે એવી પ્રાર્થના મકવાણા પરિવાર દ્વારા કરવામાં આવી હોવાનું બૌધ્ધ ધમ સંઘના ગૌતમ ચક્રવર્તીની યાદીમાં જણાવાયુ છે.

અવસાન નોંધ

ખંભાળીયા જુની પેઢીના આંગડીયા દેવજીભાઇ રાયચુરાનું અવસાન

ખંભાળીયા : હાલ કુરીયર કંપનીઓ ઢગલાબંધ છે ત્યારે પાંત્રીસ વર્ષથી વધુ સમય પહેલા ખંભાળીયામાં આંગડીયા સર્વિસ ચાલુ કરનાર દેવજીભાઇ ભીમજીભાઇ રાયચુરા ઉ.વ. ૮૭નું કાલે અવસાન થતાં રઘુવંશી સમાજમાં શોકની લાગણી છવાઇ હતી.

સ્વ. મનસુખભાઇ, કિશોરભાઇ, કમલેશભાઇ (અંબિકા પાનવાળા) તથા પંકજના પિતાજી દેવજીભાઇ રાયચુરા સફેદ પેન્ટ-શર્ટ અને રાજકપૂર કટની મૂંછો અને બ્લ્યુ બંડી પહેરીને બેરૂ.માં જામનગર ટપાલ પહોંચાડતા તથા ખંભાળીયાના વેપારીની વસ્તુઓ વહેવારો કરીને સમયબદ્ધ તથા પ્રામાણિકતાની આગવી છાપ ઉભી કરી હતી.

દેવજીભાઇના અવસાનથી ખંભાળીયામાં શોકનું મોજુ છવાયું હતું. થોડા સમય પહેલા જ તેમનો પુત્ર મોટો પણ મૃત્યુ પામ્યો હતો.

તરૂલતાબેન તન્ના

મોરબી  :  ગં.સ્વ. તરૂલતાબેન તનસુખલાલ તન્ના (ઉ.વ.૬૯) તે સ્વ. તનસુખલાલ નંદલાલ તન્ના (વેરાવળ), મોરબી) ના પત્ની અને નવનીત, જલ્પાબેન વિરલકુમાર કારીયા, ધારાબેન હાર્દિકકુમાર ગંગદેવ ના માતુશ્રી  તથા  સ્વ. પરમાનંદદાસ મંગળજી રાજા (જુનાગઢ) ના પુત્રી તા.૧૨ સોમવાર ના શ્રીજી ચરણ પામેલ છે. ઉઠમણું તા.૧૩ને મંગળવારના રોજ સાંજે ૪ થી પ, જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી રાખેલ છે.

વનિતાબેન ગોસ્વામી

રાજકોટઃ ગોંડલ નિવાસી વનિતાબેન પ્રતાપગીરી ગોસ્વામી (ઉ.વ.૬૪) તે પ્રતાપગીરી મહારાજગીરી ગોસ્વામીના પત્નિ તેમજ મનીષગીરી, સંજયગીરી (ભોલેનાથ), સતીષગીરીના માતુશ્રી તથા મિહીર, હેમાંગ, જૈનીષ તથા કશ્યપના દાદીમા તા.૧૨ના રોજ કૈલાશવાસ થયેલ છે. તેમનું બેસણું તા.૧૫ને ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૬ વાગ્યા સુધી તેમના નિવાસસ્થાન ડેકોરાસીટી, ગુંદાળા રોડ, ગોંડલ ખાતે રાખેલ છે.

શાંતાબેન પરમાર

રાજકોટ : વસંતલાલ કે. પરમારના ધર્મપત્નિ શાંતાબેન તે સ્વ. મુકેશભાઈ, નાનજીભાઈ, જયેશભાઈ (વાંકાનેર એએસઆઈ), સુરેશભાઈ, રાજેશભાઈ (એસઆરપી)ના માતુશ્રીનું તા.૧૨ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૫ના રોજ સાંજે ૪ થી ૬ રૂખડીયા હનુમાન મંદિર, સેન્ટ્રલ જેલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

નરેન્દ્રભાઇ વોરા

રાજકોટઃ મોટાવડા નિવાસી (હાલ રાજકોટ) સ્વ.બાબુલાલ ઓધવજી વોરાના પુત્ર નરેન્દ્રભાઇ (ઉ.વ.૬પ) તે રમેશભાઇ, (દૂરદર્શન), કિર્તીભાઇ, અરવિંદભાઇ (રીટાયર્ડ ડેપ્યુટી મેનેજર સ્ટેટ બેંક)ના નાના ભાઇ તથા ભારતીબેન દિલીપભાઇ ગાંધી અને તરૂબેન વિજયકુમાર ઉનડકટના ભાઇ તા.૧રના અરીહંતશરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૧૬ના શુક્રવારે સવારે ૧૦-૩૦ વાગ્યે શ્રી મહાવીરનગર ઉપાશ્રય, મહાવીર સોસાયટી, લીંબુડીવાડી પાસે કાલાવડ રોડ ખાતે રાખેલ છે.

કાંતીલાલભાઇ ગણાત્રા

રાજકોટઃ કચ્છી લોહાણા સ્વ. ઠા. ખેરાજ સુરજી ગણાત્રા (કચ્છ ગામ-અકરી) હાલ રાજકોટ બારદાનવાળાના પુત્ર ઠા. કાંતીલાલ (બાબુભાઇ) ખેરાજ ગણાત્રાનું તા.૯ના નાંદેડ (મહારાષ્ટ્ર) મુકામે અવસાન થયેલ છે. તે સ્વ. ઠા. શંભુરામ સુરજીના ભત્રીજા, તે ગં. સ્વ. મંગળાબેન જયેષ્ઠારામ (મુંબઇ), સ્વ.ભાનુબેન (સુષ્માબેન), સુરેશભાઇ (મુંબઇ), નીમાબેન અનીલકુમાર (જેતપુર), પ્રફુલાબેન રાજેશકુમાર (રાજકોટ), સ્વ.જગદિશભાઇ, સ્વ.દિનેશભાઇ, સ્વ.શૈલેષભાઇ તથા હરીશભાઇના મોટાભાઇ તે પરેશ, સંજય, વિમલ તથા કપીલના પિતાશ્રી તે કચ્છ ગામ (વાવોર) સ્વ.રાવજી વેલજી કેશરીયાના જમાઇ તે સ્વ.જયાબેનના પતિ તે કચ્છ ગામ વિગોડીવાળા સ્વ.ભીમજી મેઘજી સોતાના જમાઇ તે ઉર્મીલાબેનના પતિ, તે મિતેષ ચિરાગ, પાર્થ, રોહન, વેદાંત, કાવ્યા, ઇશિકા તથા ઋષીના દાદાની પ્રાર્થનાસભા બન્ને પક્ષની તા.૧૪ના બુધવારે સાંજે પ થી ૬, કચ્છી લોહાણા દરિયાસ્થાન જુના મોરબી રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

લલીતાબેન વોરા

રાજકોટઃ મુળ ગોંડલ નિવાસી હાલ રાજકોટ સ્વ.વાડીલાલ હરીલાલ વોરાના ધર્મપત્ની લલીતાબેન (ઉ.વ.૭૯) તે મહેન્દ્રભાઇ, અશ્વીનભાઇ, સુધાબેન રાજેષભાઇ મહેતા તથા રેખાબેન રાજેન્દ્રભાઇ કોઠારીનાં માતુશ્રી અને સ્વ.મણીલાલ વૃજલાલ ગાંધી (નાના વડાલા)નાં પુત્રી, નવનીતભાઇ તથા મનોજભાઇના મોટા બહેન તા.૧૧ના અરિહંતશરણ પામેલ છે. તેમનું ઉઠમણું ત્થા પ્રાર્થનાસભા શુક્રવાર તા.૧૬ના સવારે ૧૦ વાગે શ્રી વિરાણી વાડી, કોઠારીયા નાકા પાસે રાખેલ  છે.

મધુબેન અગ્રાવત

રાજકોટઃ મધુબેન હસમુખભાઇ અગ્રાવત તે હસમુખભાઇ જુગતરામભાઇ અગ્રાવતના પત્ની, માતુશ્રી ગૌતમ હસમુખભાઇ અગ્રાવત, અગ્રાવત હરકીશનભાઇના નાનાભાઇના પત્ની, અગ્રાવત ઉતમભાઇના, અગ્રાવત યાજ્ઞીકભાઇના, અગ્રાવત સંજયભાઇના કાકીનું અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું તા.૧૬ના શુક્રવારે સાંજે ૪ થી ૬ મારૂતી નંદન નગર શેરી નં.૩, મવડીમેઇન રોડ ખાતે રાખેલ છે.

ચંદ્રિકાબેન રાજા

પોરબંદરઃ ભગવતી સ્વીટ માર્ટ વાળા સ્વ. જમનાદાસભાઇ પરમાનંદભાઇ રાજાના ધર્મપત્નિ ચંદ્રિકાબેન (ઉ.૭૪) તે રમેશભાઇ, ચંદ્રેશભાઇ, વિપુલભાઇ (વેરાવળ) તથા નયનાબેન દિનેશભાઇ વસાણી (જુનાગઢ)ના માતુશ્રી તેમજ હાર્દિકભાઇ (ઉપપ્રમુખ યુવા ભાજપ પોરબંદર, સ્થાપક શ્રી લોહાણા યુવા સેના), કિશન રાજા (વૃજ લેબોરેટરી), દિક્ષા જયમીન દવે તથા પ્રિયલ રાજાના દાદીમાનું તા. ૧૨ના અવસાન થયું છે. સદ્દગતની પ્રાર્થના સભા ૧૪ના બુધવારે બપોરે ૩:૩૦ થી ૪ લોહાણા મહાજનવાડી ખાતે રાખેલ છે. તેમજ પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

  • પાલઘરમાં ધરતીકંપઃ મુંબઇઃ મહારાષ્ટ્રના પાલઘરમાં આજે વ્હેલી સવારે ૩.૨ નો હળવો ભૂકંપનો ઝાટકો આવ્યો છે access_time 11:25 am IST

  • નિતિન ગડકરી સાથેના વિમાનને રન-વે ઉપરથી પાછું વાળ્યું: નાગપુરથી દિલ્હી જતી ઇન્ડિગો ૬ઇ ૬૩૬ નંબરની ફલાઇટ નાગપુરના રન-વે ઉપરથી પાછી વાળી લેવામાં આવેલ હતી. કોઇ ટેકનીકલ ક્ષતિ સર્જાયાનું કહેવાય છે. આ ફલાઇટમાં કેન્દ્રીય મંત્રી શ્રી નિતિન ગડકરી સહિત તમામ મુસાફરોને સહી સલામત ઉતારી લેવામાં આવેલ access_time 11:23 am IST

  • નેપાળના રસ્તે ઘુષણખોરી કરનાર વિદેશી મહિલાની ધરપકડ ;બિહારના પૂર્વી ચંપારણ જિલ્લાના રકસોલ ક્ષેત્રમાં નેપાળના રસ્તેથી ભારતમાં ઘુસવા પ્રયાસ કરતી મહિલાને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધી :મહિલા પાસે પૂરતા દસ્તાવેજ નથી access_time 1:09 am IST