Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019
ધોરાજી જૈન સમાજના અગ્રણી હસમુખલાલ ગાંધીનું અવસાન

ધોરાજી : જૈન સમાજના અગ્રણી હસમુખલાલ દયાળજીભાઇ ગાંધી (ઉ.વ.૮૨) (ગાંધી બુક સ્ટોર, ધોરાજી) તે હસમુતીબેન ગાંધીના પતિ તેમજ ચેતનભાઇ ગાંધી (પ્રમુખશ્રી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ, ધોરાજી) તથા દિવ્યેશભાઇ અને દેવેન્દ્રભાઇ ગાંધીના પિતાશ્રી તેમજ દીપાબેન, દિપાલીબેન, કિંજલના સસરા તેમજ નૈમી નિઝર, વિધિ, કહાન, જૈનમ, પ્રિયલના દાદાનું તા. ૯ને શનિવારે અવસાન થયેલ છે.

સુરેન્દ્રનગર માહિતીખાતાના ચેતનભાઇ દવેનું અવસાન

વઢવાણઃ સુરેન્દ્રનગરના મહેન્દ્રભાઇ સોમનાથભાઇ દવેના સુપુત્ર ચેતનભાઇ મહેન્દ્રભાઇ દવે (માહિતીખાતુ, સુરેન્દ્રનગર)ના નું અવસાન તા.૧૩ બુધવારે સુરેન્દ્રનગર ખાતે થયેલ છે. બેસણું તા.૧૪ ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે સ્થળઃ ક્રિના હોલ, બ્રાહ્મણ બોડિંગ, બ્રહ્મ સોસાયટી, સુરેન્દ્રનગર ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

જામનગર નારણભાઇ ધોધારીનું દુઃખદ અવસાનઃ દેહદાન કરી માનવ સેવાનો સંદેશ

જામનગર : શ્રી વાટલીયા પ્રજાપતિ નારણભાઇ ભવાનભાઇ ઘોઘારી (મૂળ ગામ અકાળા-દુધાળા)  ઉ.વ. ૯૬ જે મગનભાઇ (જેલ ડીપાર્ટમેન્ટ), રવજીભાઇ (સ્કૂલ-ર ક.વિ.), ધીરૂભાઇ (ફોરેસ્ટર ડીપાર્ટમેન્ટ) ના પિતાશ્રી તેમજ નીતેષ, રાજુ, કિરીટ, ધર્મેશના દાદાનું તા. ૧ર ને મંગળવારના રામચરણ પામેલ છે. તેમનું બેસણુ તા. ૧પ ને શુક્રવારે સાંજે પ થી ૬ કલાકે, રામેશ્વરનગર, રામેશ્વર મહાદેવ મંદિર, જામનગર રાખેલ છે. સ્વ. નારણભાઇની ઇચ્છાનુસાર દેહદાન કરી મરણ ઉપરાંત માનવ સેવાનો સંદેશ આપી દેહદાન કરેલ છે.

પોરબંદરનાં પ્રફુલ્લ કુમાર બગથરિયાનું અવસાનઃ શનિવારે બેસણું

રાજકોટઃ પોરબંદર નિવાસી પ્રફુલ્લકુમાર વલ્લભભાઇ બગથરિયા (ઉ.વ.૪૪) તે જમનભાઇ કેશુભાઇ વાજાના જમાઇ (તાલાલાગીર) તથા મિતુલભાઇ વાજા (ભાગ્યોદય-મેડીકલ)ના બનેવીનું તા. ૧૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

સદ્દગતનું બેસણું (સાદડી) પીપળવા રોડ રામજી મંદિર(તાલાલ-ગીર) ખાતે તા. ૧૬ને શનિવારે સાંજે ૪ થી૬ રાખેલ છે.

ભરતકુમાર રાવલ

જામનગરઃ ભરતકુમાર વેણીરામ રાવલ (ઉવ.૬૦) (ધરમ એન્ટરપ્રઇઝ વાળા) તે મીનાબેન ભરતભાઇ રાવલના પતિ સ્વ.વેણીરામ વિશ્વનાથ રાવલના પુત્ર તેમજ જગદીશંદ્ર વેણીરામ રાવલ (ટી.બી.સેન્ટર વાળા) સ્વ.જશવંતીબેન ઠાકર પુષ્પાબેન મહેતા જામનગર પ્રફુલ્લાબેન (રાણાવાવ) પ્રતિમાબેન પંડ્યા જામનગર ભાવનાબેન મુખીયા (બહેરીન)ના ભાઇ તથા ધર્મરાજ, વંદના, તથા જાનકીના પિતાશ્રી તા.૧૩ને બુધવારે  કૈલાસવાસ થયેલ છે. ઉઠમણુ તા.૧૫ શુક્રવારે સાંજે ૫ થી ૫:૩૦ પાબારીહોલ, તળાવની પાળ ખાતે રાખેલ છે.

અરૂણાબેન શાહ

રાજકોટઃ વેરાવળ નિવાસી હાલ રાજકોટ અરૂણાબેન સુરેશભાઈ શાહ (ઉ.વ.૭૪) તે સ્વ.સુરેશભાઈ નગીનદાસ શાહના ધર્મપત્ની તથા વિશાલભાઈ (ન્યુ રેડીયો સેન્ટર) તથા સુષ્માબેન (નિશા) પરેશભાઈ શાહના માતુશ્રી તા.૧૪ના રોજ અરીહંતશરણ પામેલ છે. તેમની સાદડી કાલે તા.૧૫ને શુક્રવારના બપોરે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન બી- ૨૩૨, તક્ષશીલા સોાસયટી- ૧, પંડિત સીતારામ માર્ગ, ગેલેકસી ટોકીઝ પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

ગીતાબેન માંડવીયા

રાજકોટઃ વાણંદ મુળ સણોસરા હાલ રાજકોટ ભરતભાઈ બાબુભાઈ માંડવીયાના ધર્મપત્ની તથા ચિરાગભાઈ અને સંદીપભાઈના માતુશ્રી ગીતાબેન ભરતભાઈ માંડવિયા (ઉ.વ.૫૬) તા.૧૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૫ શુક્રવારે સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી હાલ નિવાસ સ્થાન છત્રપતિ શિવાજી ટાઉનશિપ બ્લોક બી-૧૦૪ (૨ બીએચકે) રેલનગર આવાસ યોજના, પોપટ પરા મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રાઇબાઇબેન ગીડા

રાજકોટઃ મુળ જસદણ હાલ રાજકોટ રહેતા સ્વ.રાઇબાઇબેન ભાણભાઇ ગીડા (ઉ.વ.૯૭) તે પ્રતાપભાઇ ભાણભાઇ ગીડાના માતુશ્રી તથા મહાવીરભાઇ ચંદ્રભાઇ ગીડાના દાદીમાંનું  તા.૧૧ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧પને શુક્રવારે સાંજે ૪ થી ૬, ''સુર્યદીપ'', કોઠારીયા કોલોની, કવાટર નં.ર૮પ, ૮૦ ફુટ રોડ, શુભમ હોસ્પીટલની પાછળ, ગરબી ચોક, ખાતે રાખેલ છે.

મહેન્દ્રભાઇ જોષી

રાજકોટઃ શાશ્વત બ્રાહ્મણઃ ધ્રાંગધ્રા નિવાસી હાલ રાજકોટ, મહેન્દ્રભાઇ નટવરલાલ જોષી (ઘરદે) ભાવનગર રેલ્વે ગાર્ડ, (ઉ.વ.૭પ) તેઓ ગં. સ્વ. પ્રફુલાબેનનાં પતિ તથા રીટાબેન મનીષકુમાર કનૈયા, ધારાબેન અશોકકુમાર જોષી, રત્નાબેન મિતલકુમાર સાતા તથા મૌલિકભાઇનાં પિતાશ્રી તથા સ્વ.ધર્મેન્દ્રભાઇ, સ્વ.ચંદ્રિકાબેન, રમેશભાઇનાં નાનાભાઇનું તા.૧રના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧૪ને ગુરૂવારે, સાંજે પ વાગ્યે ર-સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર મેઇન રોડ, સામેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખેલ છે.

હિરાલાલભાઇ સોની

રાજકોટઃ પરજીયા સોની હિરાલાલ જમનાદાસ જગડા (ઉ.વ.૮પ) તે જયેશભાઇ તથા વિજયભાઇના પિતાશ્રી અને નગીનભાઇ, વિનુભાઇ તથા સ્વ.ભરતભાઇના મોટાભાઇનંુ તા.૧૩ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૧પને શુક્રવારે સાંજે ૪ થી ૬, ભગવાન ભુવન વાડી ૬/૧૧, પંચનાથ પ્લોટ, હવેલી પાસે રાખેલ છે.

બટુકભાઇ હરણેશા

રાજકોટઃ મુળ ગામ બેટાવડ હાલ રાજકોટ નિવાસી બટુકભાઇ નાથાભાઇ હરણેશા (ઉ.વ.૬૭)નું તા.૧૩ના અવસાન થયેલ છે. તે શૈલેષભાઇ તથા મહેશભાઇના પિતાનું બેસણું તા.૧પને શુક્રવારે સાંજે ૪ થી ૬, મવડી મેઇન રોડ, હિરેન હોલની સામે, શ્રીનાથજી સોસાયટી શેરી નં.પ, ઉદયેશ્વર સોમનાથ મંદિર ખાતે રાખેલ છે.

મંછાબેન મણીઆર

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય સ્વ.મણીલાલ ભાયદાસ મણીઆરના ધર્મપત્ની મંછાબેન મણીલાલ મણીઆર (ઉ.વ.૮૬) તે પ્રેમચંદભાઇ, સ્વ.ઇશ્વરભાઇના ભાભી તેમજ મનસુખલાલ, રમેશભાઇ, પ્રવિણભાઇ, અરવિંદભાઇ, સ્વ.હરેશભાઇના માતુશ્રી તથા સ્વ.પરસોતમ માવજી ગરાચ (રાજકોટ)ની દિકરીનું તા.૧૩ના અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧પના શુક્રવારે સાંજે ૪-૩૦ થી ૬-૦૦, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, પેડક રોડ રાખેલ છે.

જયાબેન લાઠિયા

રાજકોટઃ વરિયા વંશ પ્રજાપતિ મુ. જાંબુડા હાલ રાજકોટ સ્વ.લાખાભાઇ ગોકળભાઇ લાઠિયાના ધર્મપત્ની જયાબેન લાખાભાઇ લાઠિયા (ઉ.વ.૮પ)નું તા.૧૩ના અવસાન થયેલ છે. તે જેન્તિભાઇ, વસંતભાઇ, દિનેશભાઇ, ચંદુભાઇ તથા ગીતાબેન દિનેશકુમાર સરધારા (ડાંગાંવદર) તથા ગોપાલ, તુષાર, ધવલ, ચિરાગ, તેજસ, અભિષેક, સાગર, વિવેકના દાદીમાનું બેસણું તા.૧પના શુક્રવારે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

ખીલાવડના કરશનભાઇનું ૧૦૦ વર્ષની વયે નિધન

ઉના : ગીરગઢડા તાલુકાના ખીલાવડ ગામના કરશનભાઇ ગગજીભાઇ પડશાળા ઉ.વ.૧૦૦ તે સ્વ. પદમસીભાઇ, જગદીશભાઇ, વિનુભાઇ, નંદલાલભાઇના પિતાશ્રી તથા રાજુભાઇના દાદા, વલ્લભભાઇના મોટાભાઇ તથા હિંમતભાઇ, ધીરૂભાઇ (ઉના)ના મોટા બાપુજી તા. ૧૩ના શ્રીજીચરણ પામેલ છે. બેસણું ખીલાવડ મુકામે તા. ૧પ ને શુક્રવારે સવારે તથા સાંજે ૬ તથા ઉના મુકામે તા.૧૬ને શનિવારે સાંજે ૪ થી ૬, પટેલ સમાજની વાડી (ખોડલધામ) ઉન્નતનગર સોસાયટી, ઉના રાખેલ છે.

મુકુંદરાય પાટડીયા

ધોરાજીઃ શ્રીમાળી સોની મનસુખલાલ ચંદુલાલ રાજપરાના બનેવી મુકુંદરાય જગજીવનદાસ પાટડીયા (મોટીમારડવાળા-ઉ.વ.૭૩) નું તા. ૧રને મંગળવારે અવસાન થયું છે. તેની પિયર પક્ષની સાદડી તા. ૧પ-૦૩-૧૯ને શુક્રવારે સાંજે ૪ થી ૬ ધોરાજી અમારા નિવાસસ્થાન ચામડીયા કુવા ચોક પાસે, દરજથી સમાજની વાડી સામે ધોરાજી રાખેલ છે.

સુરેશચંદ્ર દોશી

રાજકોટ : સુરેશચંદ્ર શાંતિલાલ દોશી (ઉ.વ. ૭૭, નિવૃત જીવઇસબી કર્મચારી) તે ડો. સિદ્ધિ દોશી, જીજ્ઞા કામદારના પિતાનું તા. ૧૩ના અવસાન થયું છે. તેમની સ્મશાન યાત્રા આજે તા. ૧૪ને ગુરૂવારે સવારે ૧૦ કલાકે તેમના નિવાસસ્થાન ઓમશ્રી સાંઇ, બજરંગ પ્રોવિઝન સ્ટોરની સામે, દરજીની વાડી અને બટુક ગૌશાળા પાસે, સત્યનારાયણનગર મેઇન રોડ, ગાંધીગ્રામ ખાતે નીકળી હતી. સદ્દગતનું ઉઠમણું-પ્રાર્થનાસભા તા. ૧પના સવારે ૧૦ થી ૧૧ નેમીનાથ વિતરાગ સ્થાનકવાસી જૈન સંઘ, નેમિનાથ સોસાયટી બંગલા નં-એ ૯૪-૯પ, રૈયા રોડ, ગાંધીગ્રામ રાજકોટમાં રાખેલ છે.

નિરૂપમાબેન ત્રિવેદી

રાજકોટઃ ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો વિરનગર નિવાસી હાલ રાજકોટના સ્વ. ગીરીશભાઇ, સ્વ. શશીકાંતભાઇ નાનાલાલ ત્રિવેદીના નાનાભાઇ રજનીભાઇ ત્રિવેદી (નિવૃત જિલ્લા પંચાયત) ના પત્નિ નિરૂપમાબેન ત્રિવેદી (ઉ.વ. ૬૬) તે જયદીપભાઇ, મેઘાબેન, નિશાબેનના માતા તથા નયનભાઇ, પંકજભાઇ, વિજયભાઇના કાકીનું તા. ૧૩ના અવસાન થયુ છે. ઉઠમણું તા. ૧પના સાંજે ૪ થી ૬, તેમના નિવાસસ્થાને જૂનાગઢનો ઉતારો, દાણાપીઠ ખાતે રાખેલ છે.

દોલતરાય અત્રી

ખંભાળિયાઃ દોલતરાય દામોદર અત્રિ (ઉ.વ.૯૨) (મૂળ નગડિયા વારા હાલ જામખંભાલિયા) તે વિજયભાઇ અત્રિ તથા અનિલભાઇ અત્રિના પિતાજી તથા મધુસુદન દવેના સસરાનું તા.૧૧ સોમવારે અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા શરણેશ્વર મહાદેવના મંદિરે ભાઇઓ-બહેનો સાથે તા. ૧૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૪.૩૦ રાખેલ છે.

વર્ષાબેન મહેતા

મોરબીઃ વર્ષાબેન હીરાલાલ મહેતા તે હીરાલાલ હરજીવનભાઇ મહેતાના દીકરી તથા સ્વર્ગસ્થ મનહરલાલ હીરાલાલ મહેતાના બેન તથા સુધીરભાઇ હીરાલાલ મહેતાના બહેન તથા ચેતનભાઇ સુધીરભાઇ મહેતા તથા રોહીતભાઇ સુધીરભાઇ મહેતા તથા હેમનભાઇ મનહરલાલ મહેતાના ફઇબા અરિહંતચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા.૧પ ને શુક્રવારે સવારે ૧૦.૩૦ થી ૧૧.૩૦ સુધી દશા શ્રીમાળી વણીક જ્ઞાતિની વાડી બેંક ઓફ બરોડા સામે મોરબી ખાતે રાખેલ છે.

કનુભાઇ ડાભી

જેતલસરઃ કનુભાઇ ભાણાભાઇ ડાભી તે ભનુભાઇના નાનાભાઇ તેમજ સોનલબેનના પિતાશ્રી તેમજ પ્રકાશભાઇના કાકાનું તા.૧૩ ના અવસાન થયેલ છે.

દક્ષાબેન દવે

ગોંડલઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ સ્વ.વૃજલાલ ગોપાલજીભાઇ દવેના ધર્મપત્ની ગં.સ્વ. દક્ષાબેન (ઉ.વ.૬૭) તે ધર્માશુભાઇના માતુશ્રી તથા જયદેવ તથા કાર્તીકના દાદીમાં તથા હીનાબેન મહેશભાઇ મહેતા (મુંબઇ), સોનલબેન યોગેશભાઇ જોષી (રાજકોટ), જલ્પાબેન ઇન્દ્રપ્રત દવે (સુરત)ના માતુશ્રીનું તા.૧૩ ના અવસાન થયું છે. તેમનું બેસણું તા.૧પને સાંજે ૪ થી ૬ કલાકે સુવાસવાડી આશાપુરા મંદિર પાસે ગોંડલ ખાતે રાખેલ છે.

વિનેષભાઈ પંચાસરા

રાજકોટ : માંડણ કુંડલાવાળા હાલ રાજકોટ રતિલાલ ગાંડાલાલ પંચાસરાના પુત્ર વિનેશભાઈ (ઉ.વ.૫૭) તે શૈલેષભાઈના નાનાભાઈ તથા અનિલભાઈના મોટાભાઈ તેમજ જમનભાઈ સરચેચાના જમાઈ અને શનિભાઈના પિતાનું તા.૧૩ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું તા.૧૫ને શુક્રવારે સાંજે ૪:૩૦ થી ૬, અમરનાથ મંદિર, અટીકા ઈન્ઙ, ત્રિશુલ ચોક આગળ, અમરનાથ હોલની બાજુમાં, રાજકોટ ખાતે રાખેલ છે.