Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018
ધોરાજી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ઇશ્વરભાઇ કાલરીયાનું અવસાન

ધોરાજી : મુળ મોટી મારડ ગામના પ્રગતિશીલ ખેડુત અગ્રણી અને ધોરાજી તાલુકા પંચાયતના પૂર્વ-પ્રમુખ ઇશ્વરભાઇ કરશનભાઇ કાલરીયા ઉ.વ. ૬૮નું તા. ૩ ના અવસાન થતા ધોરાજી ખાતે આવેલ તેમના નિવાસ સ્થાને થી વિશાળ સ્મશાન યાત્રા નિકળી હતી. જેમાં બહોળી સંખ્યામાં સમાજના અગ્રણીઓ જુદી-જુદી સંસ્થાઓના હોદેદારો શિક્ષકગણ ડોકટરો તથા ગ્રામ્યવિસ્તારના મિત્રો સ્નેહીઓ જોડાયા હતા. સ્વ. ઇશ્વરભાઇ કાલરીયાનું બેસણું તા. ૪ને સોમવારે સાંજે ૪ થી ૬ કડવા પાટીદાર સમાજ ધોરાજી ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

પુષ્પાબેન જોબનપુત્રા

 રાજકોટઃ સ્વ. પુષ્પાબેન સુરેશભાઇ જોબનપુત્રા તે સ્વ. સુરેશભાઇ કેશવલાલના ધર્મપત્નિ તે સંજયભાઇ, રતેષભાઇના માતુશ્રી તેમજ સ્વ. ગીરીશભાઇ કેશવલાલા જોબનપુત્રાના ભાભી તે ચીરાગભાઇ, મેહુલભાઇના ભાભુ તથા મનીષકુમાર નટવરલાલ રાજવીરના સાસુમાં તેમજ નેન્સી, સ્મીત, જેનીલ, હેતાંશી, એન્જલ, આરવીનના દાદીમાં તથા ધવલ અને આર્યનના નાનીમાં નું તા.૨ શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા.૪ ને સોમવાર  સાંજે ૪ થી ૬ ૧, ઇન્દ્રેશ્વર મહાદેવ મંદીર, માસ્તર સોસાયટી, કસ્તુરબા સ્કુલ પાસે,  રાજકોટ ખાતે રાખેલ છે.

 જયંતિલાલ કોટક

રાજકોટઃ જયંતિલાલ કોટક (ઉ.વ. ૬૦) તે સ્વ. કાંતિલાલ ગોપાલજી કોટક (કાલાસારીવાળા)ના સુપુત્ર જે,  બિપિન (જુનાગઢ), ભરત (સુરત) તથા વિજય (મુંબઇ)ના મોટાભાઇ તથા રષ્મીન, તથા અંકિત (શ્રી હરીકુપા ટ્રેડીંગ કુ.)નાં પિતાશ્રી, વંશ તથા પ્રથાના દાદા, જીતેન્દ્રકુમાર વ્રજલાલ પોપટ (જેતપુર વાળા) ના બનેવીનું તા.૩ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.૪ સોમવાર સાંજના ૫ કલાકે પંચનાથ મંદીર લીમડા ચોક રાજકોટ મુકામે રાખેલ છે. સદ્ગતનું ચક્ષુદાન કરેલ છે.

 ગણપતરાય ભટ્ટ

રાજકોટઃ ઢસા નિવાસી ગુજ. સાડા સારસો બ્રાહ્મણ જ્ઞાતિના ગણપતરાય (જીતાભાઇ) પ્રભાશંકર ભટ્ટ, (ઉ.વ.૭૦)  (રીટાયર્ડ - જીઇબી) તે હરેશભાઇ, સુધીરભાઇ, પ્રફુલ્લા (મુન્નીબેન) નિલેશકુમાર  શુકલના પિતાશ્રી તથા ગં.સ્વ. મંજુલાબેન પ્રભાશંકર ભટ્ટના  મોટાપુત્ર અને અશોકભાઇ, કિશોરભાઇ, પુષ્પાબેન જાની (આટકોટ), પ્રવિણાબેન શુકલ, (રાજકોટ)ના મોટાભાઇ તથા સ્વ. પ્રતાપભાઇ મહેતા (રાજકોટ)ના  જમાઇનું તા.૧ના અવસાન થયું છે. બેસણું તા.૪ના સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન ગાયત્રીનગર શેરી નં.૩, જીઇબી સામે , સ્ટેશન રોડ ઢસાગામ ખાતે રાખેલ છે.

દિનેશભાઇ પંડયા

રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મુળ કાગદડી હાલ રાજકોટ સ્વ. ભાઇશંકર દામજીભાઇ પંડયાના પુત્ર દિનેશભાઇ ઉ.૫૮ તે કૃષ્ણભાઇ, કિશોરભાઇ, નટુભાઇ, દિલીપભાઇ, જીતુભાઇ તથા વનીતાબેન જયેશકુમાર પંડયા (મોરબી) ના ભાઇ મોહિતભાઇના, રોહિતભાઇના પિતાજી, મનસુખલાલ દયાશંકરભાઇ દવે (સાલ પીપળીયા) ના જમાઇનું તા.૩ને  દુઃખદ અવસાન  થયેલ છે.ગુરૂવારે સાંજે ૫ કલાકે  ચા.મ. મોઢ બ્રાહ્મણ બોર્ડીંગ મીલપરા મેઇન રોડ રાજકોટ મુકામે રાખેલ છે.

કાસમભાઈ દોઢિયા

ગોંડલઃ ત્રાકુડાના કાસમભાઈ સુમારભાઈ દોઢિયા (માજી સરપંચ) (ઉ.વ. ૮૩) તા. ૨ના અલ્લાહની રહેમતમાં પહોંચી ગયેલ છે. જિયારત તા. ૫ ને મંગળવારે સાંજે ૫ વાગ્યે ત્રાકુડા મુકામે રાખેલ છે.

છોટાલાલ સોની

કાલાવડ (શીતલા): ગૌ.વા. સોની પિતામ્બરદાસ માવજીભાઈ કડેચાના પુત્ર સોની છોટાલાલ પિતામ્બરદાસ તે ભરતભાઈ તથા હિતેષભાઈ તેમજ દક્ષાબેન હરકિસનદાસ (ગોંડલ) તેમજ ચારૂબેન વિપેશકુમાર (જામનગર)ના પિતાશ્રી તથા પાર્થના દાદા તા. ૩ના શ્રીજીચરણ પામેલ છે. બેસણુ તા. ૪ સોમવારના ૪ થી ૬ તેમના કાલાવડ નિવાસ સ્થાને રાખેલ છે.

રેખાબેન રાવલ

 રાજકોટઃ નિવાસી  જીતેશભાઇ શાંતિલાલ રાવલના ધર્મપત્નિ રેખાબેન (ઉ.વ.૫૪) તે અપુર્વના માતુશ્રી સુરેશભાઇ શાંતિલાલ રાવલના લધુબંધુના ધર્મપત્નિ તથા નિલેશભાઇ શાંતિલાલ રાવલના ભાભીનું તા.૨ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૪ને સોમવારે સાંજે ૫ થી ૬ પ્રગટેશ્વર મહાદેવનું મંદીર, ગાયત્રીધામ શેરી નં.૩, મધુભાઇ ચેવડાવાળાની પાછળ, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. (મો.૯૪૨૮૨૮૩૪૭૧)

 જગદિશચંદ્ર જોષી

રાજકોટઃ જામનગર નિવાસી ઔદિચ્ય બ્રાહ્મણ ખરેડી સમવાય જગદિશચંદ્ર નર્મદાશંકર જોષી (રીટા. ઓફિસ સુપ્રી. પી. ડબ્લયું. ડી) (ઉ.વ.૮૮) જે સ્વ. ભરતભાઇ તથા સ્વ. દીનેશભાઇના મોટાભાઇ તેમજ યોગેશભાઇ (દિલ્હી), અતુલભાઇ (જામનગર ડીસ્ટ્રીકટ કો. બેંક), દક્ષાબેન બીપીનભાઇ વ્યાસ અને ચેતનાબેન અનીશભાઇ પંડયા (અમદાવાદ) ના પીતાશ્રી તથા પાર્થ અને રીધ્ધીશના દાદા તા.૨ના રોજ કૈલાસવાસ થયેલ છે. સદ્ગતનું  ઉઠમણું તા.૪ને સોમવારે સાંજે ૫ થી ૫:૩૦ કલાકે પાબારી હોલ, તળાવની પાળ, જામનગર ખાતે રાખેલ છે.

તારાબેન ત્રિવેદી

જસદણ : વિંછીયાના વાંગધ્રા નિવાસી ઔદીચ્ય ગુજરાતી સાડાચારસો બા્રહ્મણ તારાબેન હરગોવિંદભાઇ ત્રિવેદી (ઉ.વ.૯પ) તે નિર્મળાબેન (જસદણ), કપિલાબેન (ઢસા જં.), પ્રભાબેન (અમદાવાદ), દિવ્યાબેન (ઢસા જં.), શારદાબેન (રાજકોટ), કૈલાસબેન (સલડી)ના માતા અને બળવંતરાય બાલાશંકર ત્રિવેદી, રવિન્દ્રભાઇના બા તેમજ વિવેકભાઇ, વિપુલભાઇ, ચિરાગભાઇ, મિલનભાઇ, ગૌરવભાઇના મોટાબાનું તા. ૧ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૪ને સોમવારે સવારથી સાંજ સુધી તેમના નિવાસ સ્થાને મું. વાંગધ્રા, તા. વિંછીયા ખાતે રાખેલ છે.

ગુણવંતરાય જોશી

ગોંડલઃ મુળ શિવરાજગઢ (ખોખરી) હાલ મુંબઇ ગુણવંતરાય રતિલાલ જોશી (ઉ.વ.૭૧) તે કમલભાઇના પિતાશ્રી તથા નિર્મળાબેન ભટ્ટ (લંડન) મંજુલાબેન પી. વ્યાસ (ગોંડલ)ના નાનાભાઇ ધર્મેશ વ્યાસના મામાનું તા.રના રોજ મુંબઇ ખાતે અવસાન થયેલ છે.

સમીરભાઇ પોપટ

મોરબીઃ પોપટ સમીરભાઇ ઘનશ્યામભાઇ (ઉ.વ.૩૪) તે પોપટ ઘનશ્યામભાઇ ઠાકરશીભાઇના પુત્રનું તા.૧ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા.૪ને સોમવારે સાંજે ૪ થી પ, લોહાણા બોર્ડીંગ મોરબી નાગરીક બેંક સામે વસંત પ્લોટ ખાતે રાખેલ છે.

દેવેન્દ્રભાઇ ચોલેરા

રાજકોટઃ દેવેન્દ્રભાઇ તે સ્વ.મૃદુલાબેન  ગોરધનદાસ ચોલેરાના પુત્ર (ઉ.વ.૬૪) મુંબઇ તે દેવેન્દ્રભાઇ ગોરધનદાસ ચોલેરા જે અસીતભાઇચોલેરાના પિતાશ્રી અને વર્ષાબેન ચોલેરા(એનોરમોસ કલોથીંગ) ના પતિ, સ્વ.દેવકરણભાઇ કારિયાના જમાઇ, સુધાબેન સુરેશભાઇ કાપડીયા, સર્યુબેન રસિકભાઇ કાપડીયા અને સ્વ.રાજેન્દ્રભાઇના ભાઇનું તા.રના અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું યાજ્ઞિક રોડ પર આવેલ રાજકોટ ખાતે જાગનાથ મંદિરે તા.૪ને સોમવારે સાંજે પ થી ૬ રાખેલ છે.

દેવુબેન રાઠોડ

મોરબી તા.૪: જુના નાગડાવાસ નિવાસી રાઠોડ દેવુબેન નારણભાઇ (આહિર) (ઉ.વ.૮૨) તે સ્વ. જેસંગભાઇ નારણભાઇ, રામભાઇ, લક્ષ્મણભાઇ, ના માતુશ્રી તથા નરસંગભાઇ, સુરેશભાઇ, ભરતભાઇ, રાહુલભાઇ, રોબીનભાઇના દાદીમાં નું તા. ૩ના જુના નાગવાસ (તા.જી.મોરબી) ખાતે અવસાન થયેલ છે.

શાંતાબેન પરમાર

દ્વારકા : ગં.સ્વ. શાંતાબેન મોહનલાલ પરમાર તે જયસુખ મોહનલાલ પરમાર, મુકેશ મોહનલાલ પરમાર અને કમલેશ મોહનલાલ પરમાર ના માતુશ્રીનું અવસાન તા. ૨ના થયેલ છે. બેસણું મોંઘીબેન ટાઉન હોલ દ્વારકા ખાતે તા. ૪ નાં સાંજે ૫ કલાકે રાખેલ છે.

જયોતિબેન બગડાઇ

 રાજકોટઃ કાલાવડ શીતલા હાલ રાજકોટ સ્વ. અમુતલાલ રામજીભાઇ બગડાઇના પુત્ર જીવનભાઇના ધર્મપત્નિ જયોતિબેન (શોભનાબેન) (ઉ.વ.૫૨) જે હડમતાળા નિવાસી સ્વ. નરભેરામ ડાયાભાઇ કોટકનાં સુપુત્રી તા.૩ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. જેમનું ઉઠમણું તથા  પિયરપક્ષની સાદડી તા.૪ સોમવાર સાંજે ૬ કલાકે રામેશ્વર મહાદેવ મંદીર, રામેશ્વર ચોક આમ્રપાલી ફાટક પાસે રાખેલ છે.

કિરણભાઇ ભટ્ટ

 રાજકોટઃશ્રી સોરઠીશ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મુળ કોયલી અને હાલ રાજકોટ નિવાસી રંગુનવાળા સ્વ. રતિલાલ વૈજનાથ ભટ્ટના પુત્ર કિરણભાઇ (ઉ.વ.૫૬) નું તા.૧ જુનને શુક્રવારના રોજ અવસાન થયું  છે. જે વેદાંત, ઇશાના પિતાશ્રી સ્વ. પીયુષભાઇ સ્વ. સરેશભાઇ, નુતનભાઇ, (મહાદેવ) (ટેલીફોન) પરિમલ (કિરણ સ્ટોર)  દુષ્યંતભાઇ (રેલ્વે) પ્રતિભાબેન પુરોહિત (એજી)ના નાનાભાઇ, રતિભાઇ પુરોહિત   (ભાગવતાચાર્ય રાજકોટ) ના સાળા અંકિતભાઇ, ભુષણભાઇ, હાર્દિકભાઇ, કુણાલભાઇ ઓમભાઇના કાકા તથા કેશોદ નિવાસી સ્વ. ઇશ્વરભાઇ નારણજીભાઇ દવેના જમાઇનું બેસણું તા.૭જુનને ગુરૂવારના રોજ  સાંજે ૪ થી ૫ :૩૦ પંચનાથ મહાદેવ મંદીર, પુનિત હોલ રાજકોટ ખાતે રાખેલ છે.

 નિર્મલાબેન શાહ

 રાજકોટઃ દશા સોરઠીયા વણીક નિર્મલા વરજીવનભાઇ શાહ (ઉ.વ.૮૮) તે નિવૃત જીલ્લા રજીસ્ટ્રાર સ્વ. વરજીવન રતનજી શાહના ધર્મપત્નિ તથા હિતેષભાઇ વરજીવન શાહ (કેરવેલ ફાર્માવાળા) ના માતુશ્રી તથા જયોતિબેન હિતેષભાઇ શાહના સાસુ તથા ભમીબેનના દાદીનું તા.૪ સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.૭ના રોજ સાંજે ૫ કલાકે જાગનાથ મંદીર, રાજકોટ  મુકામે રાખેલ છે.

મૃદુલાબેન પુંજાણી

રાજકોટઃ છત્રાસા નિવાસી સ્વ. દામોદરભાઇ લીલાધરભાઇ અવલાણીના પુત્રી-પુના નિવાસી  સ્વ. ઉતમચંદ પુંજાણીના ધર્મપત્નિ મૃદુલાબેન (ઉ.વ.૯૫) તે સ્વ. પ્રાણલાલભાઇ, જયંતિભાઇ, સ્વ. શાંતિભાઇ, સ્વ. રમણિકભાઇ, કનુભાઇ, નગીનભાઇ અવલાણી, સ્વ. મંજુલાબેન પ્રતાપભાઇ શાહ (દિલ્હી) સ્વ. સરોજબેન જગદિશભાઇ મહેતા (પુના) ના મોટાબહેન તેમજ સ્વ. હર્ષદભાઇ, અશોકભાઇ, જયભાઇ, રંજનબેન, સ્વ. ઉષાબેનના માતુશ્રીનું પુના મુકામે તા.૨ શનિવાર સવારે ૭ કલાકે અવસાન થયેલ છે. સ્વ. આત્માને ભાવભરી શ્રધ્ધાંજલી

 દિપકભાઇ પંડયા

રાજકોટઃ મુળ જામનગરના હાલ રાજકોટ નિવાસી વડનગરા નાગર બ્રાહ્મણ શ્રી દિપકભાઇ નવીનચંદ્ર પંડયા (યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ) તે જલધી (કુવૈત) અને તરંગના પિતાશ્રી તે શ્રી યોગેશભાઇ પાઠક, જયંતભાઇ વોરા, તુષારભાઇ શુકલ અને નરેશભાઇ ખટવાણીના બનેવી તથા મધુકરભાઇ  વજેશંકર પાઠકના જમાઇનું તા.૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.  સદ્ગતની અંતિમયાત્રા તા.૫ મંગળવારના રોજ સવારે ૧૧ વાગે તેમના નિવાસ સ્થાને સ્વાગત એપાર્ટમેન્ટ, ગીત ગુર્જરી મેઇન રોડ, રામેશ્વર ચોક, રાજકોટ ખાતેથી  નીકળશે.

જયંતિલાલ કોટક

રાજકોટઃ જયંતિલાલ કાંતિલાલ કોટક (ઉ.વ.૬૦) તે સ્વ. કાંતિલાલ ગોપાલજી કોટક (કાલાસરીવાળા)ના સુપુત્ર જે બીપીનભાઇ (જુનાગઢ), ભરતભાઇ (સુરત) તથા વિજયભાઇ (મુંબઇ)ના મોટાભાઇ તથા રષ્મીન, અંકિત (શ્રી હરિકૃપા ટ્રેડીંગ કુ.) નાં પિતાશ્રી, વંશ, પ્રથાના દાદા, જીતેન્દ્રકુમાર વ્રજલાલ પોપટ (જેતપુરવાળા) ના બનેવીનું તા.૩ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.૪ સોમવાર, સાંજે ૫ કલાકે, પંચનાથ મંદીર લીમડા ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.સદ્ગત ચક્ષુદાન કરેલ છે.

  • અમરેલી :સરકારે ખરીદેલ ટેકાના ભાવની તુવેરની ચોરી :સાવરકુંડલાના બાઢડાના ગોડાઉનમાંથી અઢી લાખની તુવેરની ચોરી થઈ :ગોડાઉનના શટરના તાળા તોડીને તસ્કરો 90 ગુણી તુવેર ચોરી ગયા access_time 12:48 am IST

  • કચ્છ ;કંડલા CISFએ કંડલા જેટી નજીકથી એક શંકાસ્પદ શખ્શની 11 સીમકાર્ડ સાથે ધરપકડ કરી :વધુ તપાસ માટે કંડલા મરીન પોલીસના હવાલે કરાયો access_time 12:48 am IST

  • કેન્દ્રીય માહિતી પંચ (CIC)એ વડાપ્રધાન કાર્યાલય અને વિદેશ મંત્રાલયને કોહિનૂર હીરો, મહારાજા રણજીતસિંહનું સોનાનું સિંહાસન, શાહજહાનું હરિતાશ્મનો દારૂનો પ્યાલો અને ટીપૂ સુલ્તાનની તલવાર જેવી પ્રાચીન વસ્તુઓ સ્વદેશ પરત લાવવા માટે સરકારનાં પ્રયાસોનો ખુલાસો કરવા માટેનાં નિર્દેશ આપ્યા છે. આ તમામ પ્રાચીન વસ્તુઓ ભારતનો વૈભવી ઇતિહાસનું પ્રતિક છે અને લોકકથાઓનો હિસ્સો છે અને તે અંગ્રેજ સરકાર અને આક્રમણકર્તાઓ દ્વારા લૂંટીને લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ હાલ તે વિશ્વનાં અલગ અલગ સંગ્રહાલયોની શોભા વધારી રહ્યા છે. access_time 2:48 am IST