Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019
અવસાન નોંધ

બાબુલાલ પરમાર

રાજકોટ : મચ્છુ કઠીયા સઇ સુતાર જ્ઞાતી, બાબુલાલ ગાંડાલાલ પરમાર (ઉ.૮૭ તે સ્વ. દિનેશભાઇ, શ્રી અતુલભાઇ તથા શ્રીમતી રમાબેન નટવરલાલ લીંબડના પિતાશ્રી તા. ૧૯ મંગળવારના રોજ સ્વર્ગવાસ પામેલ છે. સદ્ગતનું બેસણું તા. રર શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬, નંદનવન સોસાયટી, શેરી નં. ૩, મદ્રેસાવાળી શેરી, ભગવતીપરા ખાતે રાખેલ છે.

ભાવનગરવાળા વિનોદકુમાર કારીયાનુ઼ દુઃખદ અવસાન : કાલે ઉઠમણું

રાજકોટ : સ્વ.ચંદુલાલ જમનાદાસ કારીયા (ભાણવડીયા) જૂનાગઢવાળાના પુત્ર વિનોદકુમાર ચંદુલાલ કારીયા (ઉ.વ.૮૨) ભાવનગરવાળા તે હાલ રાજકોટ તે વર્ષાબેન કારીયાના પતિ તે સંજયભાઈ અને કેતનભાઈ કારીયા તથા સ્મિતાબેન જોયભાઇ માવાણી (મુંબઈ)ના પિતા તથા રાજ, ઋષિરાજ, ધ્રુવી, નાયસાના દાદા, તેમજ વિઠ્ઠલદાસ ગોકળદાસ બુદ્ધદેવ ભાયાવદરવાળાના જમાઈનું તા.૧૯ના મંગળવારના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું આવતીકાલે તા.૨૧ના ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ શ્રી નિલકંઠ મહાદેવ મંદિર જલારામ - ૨ની પાછળ, આફ્રિકા કોલોની, શેરી નં.૩, રાજકોટ ખાતે રાખેલ છે. સ્વસુર પક્ષની પણ સાથે રાખેલ છે.

કિરીટભાઈ દોશી

રાજકોટ : કિરીટભાઈ મગનલાલ દોશી (યુનિયન બેંક) (ઉ.વ.૭૯) તે ડો.રાજીવભાઈ (સ્વસ્તિક સ્કુલ) હાર્દિકભાઈ (હાલ યુએસએ)ના પિતા, પૂર્વી તેમજ અમીષાના સસરા, તુલસીદાસ વસાના જમાઈ, વત્સલ, હેલી તેમજ મિષ્ટીના દાદાનું તા.૨૦ના સમાધિપૂર્વક અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૧ના ગુરૂવારના રોજ સવારે ૯:૧૫ કલાકે શ્રી વૈશાલીનગર ઉપાશ્રયે શેરી નં. ૪, રૈયા રોડ ખાતે રાખેલ છે.

ગોરધનદાસ જોગી

રાજકોટ : બ્રહ્મક્ષત્રિય સ્વ.અનંતરાય ભગવાનજી જોગી (વાલાભાઈ)ના મોટા પુત્ર ગોરધનદાસ (ઉ.વ.૬૪) (ઈન્કમટેક્ષ ઓફીસર નિવૃત) તે કિશોરભાઈ (જેતપુર) તથા નંદાલાલના મોટાભાઈ તથા પરાશરભાઈ તથા પારસભાઈ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)ના પિતા તથા આદિત્યના દાદા તા.૧૯ના મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૧ના ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ શ્રી ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર, કસ્તુરબા સ્કુલની બાજુમાં, માસ્તર સોસાયટી શેરી નં.૧૦, ૮૦ ફૂટનો રોડ, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

શશીકાંતભાઈ સંઘવી

રાજકોટ : રાજકોટ રહેવાસી શશિકાંતભાઈ રેવાશંકરભાઈ સંઘવી (ઉ.વર્ષ ૮૩) તે  કિરીટભાઈ, સરોજબેન પારેખના ભાઈ, જીતેન્દ્રભાઈ, મુકેશભાઈ, સ્વ. શૈલેષભાઇ મહેતા, દિવ્યાબેન મહેતાના બનેવી, રાજેશભાઇ ( ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ) તથા આરતીબેન દોશીના પિતાશ્રી, તન્વીબેન, કૌશલભાઈ દોશીના સસરા, નીરવ, જલ્પા, નમ્રતાના દાદાજી તા. ૧૯ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૨૧ને ગુરૂવારના રોજ સવારે ૧૦ થી ૧૧.૩૦ કલાકે શેઠ ઉપાશ્રય, ૧૫૦ ફુટ રિંગ રોડ, પ્રસંગ હોલવાળી શેરી, ગિરિરાજ હોસ્પિટલની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે.

કિશનભાઈ ભટ્ટ

ઘોઘાવદર નિવાસી ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ કિશનભાઈ ગીરીશચંદ્ર ભટ્ટ (ઉ.વ.૨૪) તે ગીરીશચંદ્ર ફુલશંકરભાઈ ભટ્ટના નાનાપુત્ર તેમજ જગદીશચંદ્ર ફુલશંકરભાઈ ભટ્ટના નાના ભાઈના પુત્ર તથા દેવેન્દ્રભાઈ ભટ્ટ, ચંદ્રેશભાઈ ભટ્ટ અને જયદેવભાઈ ભટ્ટના નાનાભાઈનું તા.૧૯ના મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનંુ બેસણું તા.૨૩ના શનિવારના રોજ બપોરે ૩ થી ૫ તેમના નિવાસસ્થાને ઘોઘાવદર મુકામે રાખેલ છે.

મોહનભાઈ ઘેલાણી

રાજકોટ : લેઉવા પટેલ ઘેલાણી મોહનભાઈ જેરામભાઈ (ઉ.વ.૮૫) તે છબીલભાઈના ભાઈ તથા કરશનભાઈ (ગણેશ મારબલવાળા) તથા રાજેશભાઈ, ભરતભાઈ, દિનેશભાઈના પિતા તા.૧૯ને મંગળવારના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણુ તા.૨૧ના ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કોઠારીયા રોડ, દેવપરા સોસાયટીના કોમન પ્લોટમાં રાખેલ છે.

તુલસીદાસ જાખરીયા

રાજકોટ : મુળ ગુરગઢ નિવાસી હાલ રાજકોટ તુલસીદાસ ગોકળદાસ જાખરીયા (ઉ.વ.૮૧) તે છગનભાઈ, બાબુભાઈ, કાળુભાઈ તથા ભુલાભાઈના મોટાભાઈ તથા પ્રેમજીભાઈ ઓધવજીભાઈ જોલાઈ (ચંદારાણા) દ્વારકાવાળાના જમાઈ તથા હિતેશભાઈ અને રાજેશભાઇના પિતાશ્રી જેમનું અવસાન તા.૧૯ના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું યોગેશ્વર પાર્ક શેરી નં.૪ના ખુણે શ્રી સર્વેશ્વર મહાદેવ મંદિર, સૌ. યુનિ રોડ રાજકોટ ખાતે તા.૨૧ના ગુરૂવારે સાંજે ૩:૩૦ થી ૫ સુધી રાખેલ છે.

કારડીયા રજપૂત મુકતાબેન વરાણનું અવસાનઃ કાલે બેસણું

રાજકોટઃ કારડીયા રજપૂત મુકતાબેન ખીમજીભાઇ વરાણ (ઉ.વ.૫૮) તે ખીમજીભાઇ વસ્તાભાઇ વરાણના ધર્મપત્નિ તથા કિશોરભાઇ અને પ્રતાપભાઇના નાના ભાઇના પત્નિ તેમજ અમરસિંહભાઇ અને નાનજીભાઇના ભાભી તેમજ મયુરભાઇના માતુશ્રી તથા દિક્ષીત અને નેન્સીના દાદીમાનું તા. ૧૮ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ ખાતે કાલે ગુરૂવારે ૨૧મીએ બપોર બાદ ૩:૩૦ થી ૫:૩૦ રાખેલ છે.

મમતાબેન ચૌહાણ

રાજકોટઃ લુહાર મમતાબેન મનસુખલાલ ચૌહાણ (ઉ.વ.૬૫) તે જીતેન્દ્રભાઈ રજનીકાન્તભાઈ પંચાલ, સ્વ.ભરતભાઈ રજનીભાઈ પંચાલના બહેન તથા હાર્દિકભાઈના ફઈબાનું તા.૧૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૧ને ગુરૂવાર સાંજે ૪ થી ૫, તેમના નિવાસસ્થાને 'શિવશકિત', વિવેકાનંદનગર, ૮૦ ફુટ રોડ, દેવપરા, ચાંદની સ્ટીલની બાજુમાં, રાજકોટ ખાતે રાખેલ છે.

અશોકભાઈ સરખેડી

રાજકોટઃ અશોકભાઈ ખુશાલભાઈ સરખેડી (નિવૃત ડ્રાફટ મેન સિંચાઈ વિભાગ) તે દેવેનભાઈ મેહુલભાઈ અને રૂપાબેન જીનેશકુમાર શાહના પિતાશ્રી તા.૧૬ના રોજ અરિહંત શરણ પામેલ છે. તેઓની પ્રાર્થનાસભા તા.૨૧ ગુરૂવારના રોજ સવારે ૧૦ થી ૧૧ નિવાસ સ્થાન ''અરિહંત'', શેરી નં.૩, દર્શન પાર્ક, ગણેશ સ્કુલ સામે મ્યુ.કોર્પો. વોર્ડ નં.૯ પાછળ, રૈયા રિંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મૃદુલાબેન વ્યાસ

રાજકોટઃ જંકશન પ્લોટ હવેલીના મુખ્યાજી આશિષભાઈ વ્યાસના માતુશ્રી તેમજ વત્સલાબેનના સાસુ અને ઝરણા તથા દક્ષના દાદી અને રૂપાબેન તથા નીતાબેન (જામનગર)ના માતુશ્રી મૃદુલાબેન પરસોતમભાઈ વ્યાસનું તા.૧૮ સોમવારે શ્રીજીચરણ પામેલ છે. જેમનું ઉઠમણું તા.૨૧ ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦, ગીતામંદિર, જંકશન પ્લોટ ખાતે ભાઈઓ તથા બહેનોનું સાથે રાખેલ છે.

ધીરજલાલ પારેખ

રાજકોટઃ ટંકારાવાળા સોની ત્રીકમજીભાઈ કુકડાભાઈ પારેખના મોટા પુત્ર પારેખ ધીરજલાલ ત્રીકમજીભાઈ (ટંકારાવાળા) તે હસુભાઈ, સ્વ.મણીભાઈ, પ્રવીણભાઈ, ભરતભાઈ, જયેશભાઈના મોટાભાઈ, પંકજભાઈ, હીનાબેન, પનીથાબેનના પિતાજી, ધવલના દાદા આડેસરા જેઠાલાલ પરષોતમદાસના જમાઈનું અવસાન તા.૧૯ને મંગળવારે થયેલ છે. બન્ને પક્ષનું બેસણું તા.૨૧ને ગુરૂવારે સવારે ૧૦ થી ૧૧ પંચનાથ મંદિર ખાતે રાખેલ છે.(લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

વિજયાબેન ભટ્ટ

રાજકોટઃ ઔ.ગુ.સાડા ચારસો ગુજરાતી બ્રાહ્મણ જ્ઞાતીના  ગંગા સ્વરૂપ વિજયાબેન ચુનીલાલ ભટ્ટ તે મુળ વનાળીયા (મોરબી)ના (ઉ.વ.૯૩) તે સ્વ.ચુનીલાલ ભાઈશંકર ભટ્ટના ધર્મપત્ની તેમજ લાલશંકરભાઈ ભટ્ટના ભાભી તેમજ રજનીભાઈ, રશમીભાઈ, સ્વ.જનકભાઈ, પિયુષભાઈ, અરૂણભાઈ, લલીતભાઈ તથા ચંદ્રિકાબેન હર્ષદરાય શુકલ, પદ્દમાબેન ગૌતમ કુમાર દિક્ષિતના માતુશ્રીનું દુઃખદ અવસાન તા.૧૮ને સોમવારના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ અમરનાથ મહાદેવ મંદિર અંકુર સોસાયટી મેઈન રોડ ગોકુલધામ દોશી હોસ્પિટલ પાસે ગોંડલ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

દિનકરરાય ઉપાધ્યાય

રાજકોટઃ શ્રી સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ દિનકરરાય પ્રાણશંકર ઉપાધ્યાય (ઉ.વ.૮૨) (ઓમ લેબોરેટરી વાળા) સુનિલભાઈ તથા રાજેશભાઈ ઉપાધ્યાયના પિતાશ્રીનું તા.૧૯ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૧ના રોજ સાંજે ૫ થી ૬ સોપાન હાઈટસ કલબ હાઉસ આલાપ ગ્રીન સીટી પાછળ રૈયાધાર ખાતે રાખેલ છે

ભોગીલાલ સંઘવી

રાજકોટઃ નિવાસી ભોગીલાલ જમનાદાસ સંઘવી (ઉ.વ.૭૬) તે કેતન- પ્રતિક તથા શિલ્પાબેન રાજેશભાઈ મહેતાના પિતાશ્રી તથા જગદીશભાઈ, કિશોરભાઈ તથા કિરીટભાઈના મોટાભાઈ તથા તે કિશોરભાઈ ન્યાયચંદ દોશી (વાંકાનેરવાળા) બનેવીનું દુઃખદ અવસાન તા.૧૯ના રોજ રાત્રે ૧૦ કલાકે થયેલ છે. તેમનું ઉઠમણું  તથા પ્રાર્થનાસભા ગુરૂવાર તા.૨૧ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે શ્રી દિગંમ્બર જૈન મંદિર શાસ્ત્રીમેદાન સામે, પંચનાથ પ્લોટ, રાજકોટમાં રાખેલ છે.

ચંદ્રવદનભાઇ વ્યાસ

મોરબી : ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ ચંદ્રવદનભાઇ (બકુલભાઇ) કાંતિલાલ વ્યાસ. (ઉ.વ.૬૭) તે મધુસુદનભાઇ, પ્રફુલભાઇ, લતાબેન, જયશ્રીબેનના ભાઇ તથા સુમિતભાઇ અને મૌલિકભાઇના પિતા તેમજ હરિતભાઇ, રૂમિતભાઇના કાકા, વિવેકભાઇના મોટા પપ્પાનું તા. ૧૯ ને મંગળવારના અવસાન થયું છે. બેસણું તા. ર૧ને ગુરૂવારે બપોરે ૩ થી પ, ૬-પરશુરામ સોસાયટી નજર બાગ રોડ મોરબી -ર ખાતે રાખેલ છે.

જનકરાય દવે

ગોંડલ : ઔદિચ્ય સહસ્ત્ર ચીભડીયા બ્રાહ્મણ સમાજ જનકરાય ચંદુલાલ દવે (ઉ.વ.૬૬) (રી. રેલ્વે ડ્રાઇવર) તે રાજનભાઇના પિતાશ્રી તથા શશીકાંતભાઇ (પીએસઆઇ) તથા મનોજભાઇ (એડવોકેટ) ગોંડલના મોટાભાઇનું તા. ૧૭ના અવસાન થયેલ છે. બેસણું તા. ર૧ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન 'શ્રદ્ધા' ખોડીયારનગર ખોડીયાર મંદિર પાસે રેલ્વે લાઇન સામે ગોંડલ રાખેલ છે.

સ્નેહલતાબેન શાહ

રાજકોટ : ચોટીલા નિવાસી હાલ રાજકોટ સ્નેહલતાબેન સાકરચંદભાઈ શાહ (ઉ.વ.૮૬) તે સ્વ.સાકરચંદભાઈના ધર્મપત્નિ તથા હરેશભાઈ શાહ શંખેશ્વર ટ્રેડીંગ - રાજકોટ તથા રાજશ્રીબેન નિલેશભાઇ શાહના માતુશ્રી તથા મોહીત, દર્શિત, જલ્પાના દાદીનું તા.૧૮ના રોજ અરિહંત શરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૨૨ના વિરાણીવાડી, ૧૦ થી ૧૨ રાજકોટ ખાતે રાખેલ છે.

કિશોરભાઇ પરમાર

સણોસરાઃ મચ્છુ કઠીયા સઇ સુતાર જ્ઞાતિ (દરજી) કિશોરભાઇ લવજીભાઇ પરમાર (ઉ.વ.૬૬) તે કાન્તીભાઇ લવજીભાઇ શાંતીભાઇ લવજીભાઇના ભાઇ તથા હરેશભાઇ પ્રફુલભાઇ સંજયભાઇ કિરણબેનના પિતા તા.૧૮ના શ્રીજી ચરણ પામ્યા છે. તેમનું બેસણું તથા સાદડી તા.ર૧ના ગુરૂવારે સાંજે ૪ થી પ (સણોસરા) રાખેલ છે.

નટુભાઇ મહેતા

રાજકોટઃ નટુભાઇ બાલાશંકર મહેતા (ઉ.વ.૬૬) તે સ્વ.બાલાશંકર લક્ષ્મીશંકર મહેતા (રેલ્વે હોસ્પિટલવાળા)ના પુત્ર, છેલશંકરભાઇ, મહેન્દ્રભાઇ, મધુભાઇ, શૈલેષભાઇ, મનોજભાઇ તથા અનસુયાબેનના ભાઇનું તા.૧૮ના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.ર૧ ગુરૂવારે સાંજે ૪ થી ૬, ગાયત્રી કૃપા, પરસાણાનગર શેરી નં-૬, રેલ્વે પાટાની સામે જામનગર રોડ ખાતે રાખેલ છે.

અંબાબેન ઝીંઝુવાડીયા

રાજકોટઃ સોની સ્વ.માણેકચંદ દેવશીભાઇ ઝીંઝુવાડીયાના પત્ની અંબાબેન (ઉ.વ.૯૧) તા.૧૯ના અવસાન પામેલ છે. તે રમેશભાઇ, ભૂપતભાઇ, હંસાબેન, જયોતીબેનના માતુશ્રી સ્વ.કેશુભાઇ, સ્વ.મુળજીભાઇ, સ્વ.વજુભાઇ, સ્વ.ગુલાબભાઇ, મનસુખલાલ વલ્લભજી માંડલીયાના બેનનું બંને પક્ષનું બેસણું તથા સાદડી તા.ર૧ના પુરીબાઇ હોલ, જીલ્લા ગાર્ડન પાસે, કેનાલ રોડ ખાતે ૪ થી ૬ રાખેલ છે.

રમણીકલાલ પીઠડીયા

રાજકોટઃ મચ્છુ કઠિયા સઇ સુથાર જ્ઞાતિના રમણીકલાલ નરશીભાઇ પીઠડીયા (ઉ.વ.૮૧) રિટાયર્ડ રેલ્વે (જોડિયા વાળા) તે સ્વ.સુધીરભાઇ (એસ.બી.આઇ. વાળા) તેમજ નીતાબેન ચૌહાણના પિતાશ્રી, રશ્મિનભાઇ ચૌહાણના સસરા અને જોડિયા વાળા સ્વ.કિરીટભાઇ તથા પ્રવીણભાઇ તેમજ દિનેશભાઇ લખુભાઇના કાકાનું તા.૧૮ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૧ ગુરૂવારે ફળેશ્વર મહાદેવ મંદિર પુનિતનગર બજરંગ વાડી ખાતે સાંજે ૪ થી પ રાખેલ છે.

પ્રફુલ્લાબેન અભાણી

રાજકોટઃ બારોટ પ્રફુલાબેન ભીખુભાઇ અભાણી (ઉ.વ.૩૮)નું તા.૧૮ના અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું તા.ર૧ના ગુરૂવારે ૩ થી પ નિવાસસ્થાન પાસે મુરલીધર સો.ના મંદિરે રાખેલ છે.

નારણદાસ દેવમુરારી

મોરબી : નારણદાસ ગિરધરદાસ દેવમુરારી તેઓ અમિતભાઇ દેવમુરારીના પિતા તા. ૧૭ના રોજ રામચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા. રર ને શુક્રવારે બપોરે ર થી પ જનકલ્યાણનગર, ૧ર, સામાકાંઠે મોરબી-ર ખાતે રાખેલ છે.

પ્રજ્ઞાબેન જોષી

મોરબી : પ્રજ્ઞાબન અનંતરાય જોષી તે રાજેશભાઇ, અમરભાઇ અને મનીષાબેન સોહનભાઇ જોષીના માતાનું તા. ૧૮ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ર૧ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ પંચાસર રોડ, સરસ્વતી માર્બલ સામે, ભારતપરા મોરબી રાખેલ છે.

દિનેશભાઇ સંખાવરા

રાજકોટ : દિનેશભાઇ બચુભાઇ સંખાવરા તે દર્શાત, અલ્કાબેન શૈલેષભાઇ સાંગાણી, જીજ્ઞાસાબેન દીપકભાઇ ગઢીયાના પિતા અને મંજુલાબેન દિનેશભાઇ સંખાવરાના પતિ, ઉર્મિલાબેન જીતેશભાઇ ઉંધાડ, શારદાબેન છગનભાઇ ધામેલીયા, રંજનબેન વિનોદભાઇ કાકડીયા, લક્ષ્મીબેન ધનજીભાઇ સોજીત્રા તથા રાજેશભાઇના ભાઇ, સારાંસ, ભુમી, યશ્વી, કર્મના મામાનું તા. ૧૮ના અવસાન થયેલ છે. બેસણું તા. ર૧ના બપોરે ૩-૩૦ થી પ-૩૦ હરિદર્શન રેસીડેન્સી, ર-આર.કે. ડ્રીમ લેન્ડ પાસે, જુનો મોરબી રોડ, રાજકોટમાં રાખેલ છે.

હંસરાજભાઇ માંડલીયા

રાજકોટઃ ગો.વા. લીલાધરભાઇ હરજીવનભાઇ માંડલિયા (ઘૂંટુવારા) ના પુત્ર હંસરાજભાઇ (ઉ.વ. ૯ર) તે પ્રભુદાસભાઇ, નરોત્તમભાઇના મોટાભાઇ તેમજ હરકિશનભાઇ, નવિનભાઇ, કિશોરભાઇ, હરેશભાઇ, હિતેષભાઇ ત્થા સરોજબેન, વર્ષાબેનના પિતાશ્રી તેમજ આદરા-જમશેદપુર વાળા સોની લક્ષ્મીચંદ હકુભાઇના જમાઇ તા. ૧૯ના રોજ અમદાવાદ મુકામે શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું અમદાવાદ મુકામે તા. ર૧ ગુરૂવારે હરેશભાઇ હંસરાજભાઇ માંડલીયા, ''સાકાંક્ષ'' એપાર્ટમેન્ટ, એપોલો સિટી સેન્ટર સામે, કોર હાઉસ પાછળ, તુલસીબાગ-આંબાવાડી અમદાવાદ ખાતે સવારે ૧૦ થી ૧ર-૩૦ સુધી રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)