Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019
રાજકોટ તાલુકા પોલીસ મથકના એએસઆઇ નયનજીત વાઘેલાના માતુશ્રીનું અવસાનઃ કાલે બેસણું

રાજકોટઃ સરોજબેન અમરસિંગભાઇ વાઘેલા (ઉ.વ.૬૯) તે અમરસિંગ જેશીંગભાઇ વાઘેલાના ધર્મપત્નિ તેમજ ઇન્દ્રજીત અમરસિંગ વાઘેલા, ચંદ્રજીત અમરસિંગ વાઘેલા અને નયનજીત અમરસિંગ વાઘેલા (એએસઆઇ તાલુકા પોલીસ સ્ટેશન-રાજકોટ સીટી)ના માતુશ્રીનું તા. ૧૮/૯ના દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૨૧ના શનિવારે સાંજે ૪ થી ૬, નેમિનાથ સોસાયટી, રજપૂતની વાડીની બાજુમાં જલારામ મંદિર રાજકોટ ખાતે રાખેલ છે. ઇશ્વર સદ્દગતના આત્માના શાંતિ આપે એ માટે સ્વજનો-સગાસંબંધીઓએ પ્રાર્થના કરી હતી.

અવસાન નોંધ

હર્ષાબેન પુરોહિત

જૂનાગઢઃ સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ હર્ષાબેન પુરોહિત (ઉ.વ. ૪૫) તે હિતેષભાઈ પુરોહિત (એડવોકેટ)ના પત્નિ તથા શંભુપ્રસાદ છેલશંકર પુરોહિત (જૂનાગઢ)ના પુત્રવધુ તેમજ કિરીટભાઈ, રૂપેશભાઈ અને હરેશભાઈના ભાઈના પત્નિ તથા સ્વ. ચંપકલાલ શિવલાલ ભટ્ટ (મૂળ તરશીંગડા, હાલ મુંબઈ)ના પુત્રીનું તા. ૧૮ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું અને પિતૃપક્ષની સાદડી તા. ૨૧ના રોજ સાંજે ૪ થી ૫ કલાકે ભૂતનાથ મહાદેવ મંદિર સત્સંગ હોલ, કોલેજ રોડ જૂનાગઢ રાખેલ છે.

ગૌરાંગભાઈ સારડા

જામનગરઃ નાગોરી વાણિયા ગૌરાંગભાઈ સારડા (ઉ.વ. ૪૯), ઓરિએન્ટલ ઈન્સ્યુરન્સ કાું.વાળા તે પ્રો. કનૈયાલાલ ચમનલાલ સારડાના પુત્રનું તા. ૧૯મીએ અવસાન થયેલ છે. લૌકિકક્રિયા બંધ રાખેલ છે.

વિજયાબેન સોલંકી

રાજકોટઃ રમેશભાઈ છગનભાઈ સોલંકીના માતુશ્રી તથા અજય તથા ગીરીશ રમેશભાઈ સોલંકીના દાદીમા વિજયાબેન છગનભાઈ સોલંકી (ઉ.વ.૯૦)નું તા. ૧૬ને સોમવારે અવસાન થયેલ છે. ઉઠમણુ તા. ૨૦ને શુક્રવારે સાંજે ૪ થી ૬ ઉદ્યોગનગર કોલોની કવાટર્સ નં. ૯૦ ખાતે રાખવામાં આવેલ છે.

પુષ્પાબેન જોષી

જૂનાગઢઃ મૂળ ચલાલા હાલ રાજકોટ નિવાસી પુષ્પાબેન વસંતરાય જોષી (ઉ.વ. ૭૯) તે દિપકભાઈ જોષી (નશાબંધી ખાતુ) તથા ભરતભાઈ જોષી (ભાવનગર) તથા સંધ્યાબેન (માણાવદર), મેઘાબેન (અમદાવાદ)ના માતુશ્રી તેમજ નીધિ અને રિદ્ધિના દાદીમાનુ તા. ૧૯ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૨૧ શનિવારના રોજ સોમેશ્વર મહાદેવ, રવીરત્ન પાર્ક મેઈન રોડ રાજકોટ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

શ્રધ્ધાબેન ગોસ્વામી

માળીયાહાટીનાઃ માળેશ્વર મહાદેવ મંદિરના મહંત રમેશગીરી પ્રતાપગીરી ગોસ્વામીની પુત્રી શ્રધ્ધાબેન (ઉ.વ. ૨૦) તે મેહુલગીરી અને રાહુલગીરીના બહેનનું તા. ૧૯ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તેમના નિવાસ સ્થાન માળેશ્વર મંદિરે રાખેલ છે.

નવીનચંદ્ર ઓઝા

રાજકોટ : મુળ ભાવનગર નિવાસી હાલ રાજકોટ નવીનચંદ્ર બચુભાઈ ઓઝા (ઉ.વ.૬૨) (સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ) તે વૈભવભાઈ, ક્રિનાબેન, નિમિષાબેન, પારૂલબેન તથા તૃપ્તિબેનના પિતાશ્રી તા.૨૦ના શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૧ના શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રામેશ્વર મંદિર, સુતા હનુમાનજીના મંદિર પાસે, ૫૦ ફૂટ રોડ, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. (મોસાળ પક્ષનું બેસણું સાથે રાખેલ છે.)

હરીશભાઈ મકવાણા

રાજકોટ : હરીશભાઈ હંસરાજભાઈ મકવાણા તા.૧૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૧ના શનિવારના રોજ સાંજે ૪ થી ૬ બેડીનાકા ટાવર પાસે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

સરોજબેન વાઘેલા

રાજકોટ : સરોજબેન અમરસિંગભાઈ વાઘેલાનું તા.૧૮ના બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનંુ બેસણું તા.૨૧ના શનિવારે સાંજે ૪ થી ૬ નેમીનાથ સોસાયટી, રજપૂત વાડીની બાજુમાં જલારામ મંદિર રાજકોટ ખાતે રાખેલ છે.

પરેશભાઇ રાવલ

ખંભાળીયા : સ. ઝા. ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતી ખંભાળીયા હાલ રાજકોટ નિવાસી પરેશભાઇ ધીરજલાલ રાવલ (ઉ.પ૭), (માર્કેટીંગ યાર્ડ કર્મચારી ખંભાળીયા) તે સ્વ. ધીરજલાલ રમણીકલાલ રાવલના પુત્ર અને હિતેશભાઇ રાવલ (ગુરૂ) (ઓરીયન્ટ ઓબ્રેસીવ પોરબંદર) તથા પાર્થીવ રાવલ (દાલમીયા કં. ખંભાળીયા) ના મોટાભાઇ તથા કિશોરીબેન કિશોરકુમાર પંડયા પોરબંદર અને કૈલાશબેન હર્ષદકુમાર ત્રિવેદી ચોટીલાના ભાઇનું તા. ૧૯ ના અવસાન થયેલ છે. પ્રાર્થના સભા ભાઇઓ તથા બહેનો માટે તા. ર૧ ને શનીવારે સાંજે ૪.૩૦ થી પ વાગ્યા સુધી શરણેશ્વર મહાદેવના મંદિરે રાખેલ છે.

પુષ્કરભાઇ જોષી

જેતપુર : રમેશભાઇ શામળજીભાઇ જોષીના પુત્ર પુષ્કરભાઇ (પિન્ટુ) ઉ.૪૦ તે અમીબેન, કવીબેનના લઘુબંધુનું તા. ર૦ ના અવસાન થયેલ છે. બેસણું તા. ર૧ ને શનિવારે સાંજે ૪ થી ૬ દરજી જ્ઞાતીની વાડી, ગોપાવાડી રોડ, જેતપુર ખાતે રાખેલ છે.

વિનોદભાઈ કાચલીયા

રાજકોટઃ દશા સોરઠીયા વણિક બગસરા નિવાસી સ્વ.બાબુભાઈ હરિભાઈ કાચલિયાના પુત્ર સ્વ.વિનોદભાઈ બાબુભાઈ કાચલિયા (ઉ.વ.૬૭) હાલ રાજકોટ, તે પ્રવિણભાઈ, સ્વ.પિયુષભાઈ તથા પ્રમોદભાઈના નાનાભાઈ તથા આનંદભાઈ અને પુજાબેન કલ્પેશકુમાર દોશીના પિતાશ્રી તથા લલિતભાઈ ઈશ્વરલાલ ધ્રુવના બનેવીનું તા.૧૯ને ગુરૂવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ને શુક્રવારના રોજ સાંજે ૫ થી ૬ દરમ્યાન રાતિયા હનુમાન (સાંઈબાબા)નું મંદિર, ૬, સુભાષનગર, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

જવલબેન મોવલીયા

રાજકોટઃ અરજણસૂખ નિવાસી પટેલ મનજીભાઈ લક્ષમણભાઈ મોવલીયાના ધર્મપત્ની જવલબેન (ઉ.વ.૮૦) તે બાબુભાઈ, ચતુરભાઈ, શારદાબેન તથા રતીલાલના માતુશ્રીનું તા.૧૭ના અવસાન થયેલ છે.

નજમુદીનભાઇ રંગવાલા

રાજકોટઃ નજમુદ્દીનભાઇ મુ. અકબરઅલી રંગવાલા (ઉ.વ.૭૦) તે રસીદાબેન ધ્રાંગધ્રાવાળાના પતિ, હુસેનભાઇ, ફાતેમાબેનના બાવાજી તથા મુફદલભાઇ, ફરાહબેનના સસરા, અબ્બાસભાઇ રંગવાલાના ભાઇનું અવસાન થયેલ છે. સિયુમના સીપારા તા.ર૦ને શુક્રવારે એકજાન સોસાયટી, એરપોર્ટ રોડ, બદરી હોલમાં જોહરની નમાઝ બાદ રાખેલ છે.

ઉષાબેન કાનાણી

રાજકોટઃ ઉષાબેન નરેન્દ્રભાઇ કાનાણી તે વિપુલભાઇ નરેન્દ્રભાઇ કાનાણી સ્વ.કેહુલભાઇના માતુશ્રી તથા શશીકાંતભાઇ પરસોતમભાઇ કાનાણીના ભાભી તથા પીયર પક્ષ જગદીશભાઇ ધરમશીભાઇ કકકડના બેનનું તા.૧૯ના અવસાન થયેલ છે. જેનું બેસણું તથા સાદડી તા.ર૧ને શનિવારના રોજ સાંજે પ થી ૬ તેમના નિવાસસ્થાન ૪૦૩, તિર્થ એપાર્ટમેન્ટ, ભરતવન સોસાયટી, ૩-કોર્ન, સ્ટર્લીંગ હોસ્પીટલ પાછળ, નાણાવટી ચોક ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે રાખેલ છે.

જયાબેન વસવેલીયા

જુનાગઢઃ વરીયા વૈશ્નવ પ્રજાપતી સ્વ.જયાબેન હંસરાજભાઇ (ટપુભાઇ) વસવેલીયા (ઉ.વ.૯૦) તે અમુભાઇ વસવેલીયા (ઘંટીવાળા) વિનુભાઇ વસવેલીયાના માતુશ્રી તથા પીયુષ અને દેવાંગના દાદીમાં તા.૧૯મીએ શ્રીજી ચરણ પામેલ છે. બેસણું તા.ર૧ને શનીવારે સાંજે ૪ થી ૬ અનંત ધર્માલય માંગનાથ રોડ ખાતે રાખેલ છે.

ચંદુલાલભાઇ વાઢેર

રાજકોટઃ છાડવાવદર નિવાસી સ્વ.નાથાભાઇ રાજાભાઇ વાઢેરના પુત્ર તથા જયંતિભાઇ અને નવિનભાઇનાં મોટાભાઇ ચંદુલાલ નાથાભાઇ વાઢેર તા.૧૯ની શ્રીરામ ચરણ પામેલ છે. સદ્દગનું બેસણું તા.ર૧ના શનિવારે સાંજે ૪ થી ૬, ૧પપ-રાજીવનગર, શેરી નં.૧૪, બજરંગવાડી, જામનગર રોડ, ખાતે રાખેલ છે.

હર્ષાબેન પુરોહિત

જૂનાગઢઃ સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ હર્ષાબેન પુરોહિત (ઉ.વ. ૪૫) તે હિતેષભાઈ પુરોહિત (એડવોકેટ)ના પત્નિ તથા શંભુપ્રસાદ છેલશંકર પુરોહિત (જૂનાગઢ)ના પુત્રવધુ તેમજ કિરીટભાઈ, રૂપેશભાઈ અને હરેશભાઈના ભાઈના પત્નિ તથા સ્વ. ચંપકલાલ શિવલાલ ભટ્ટ (મૂળ તરશીંગડા, હાલ મુંબઈ)ના પુત્રીનું તા. ૧૮ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું અને પિતૃપક્ષની સાદડી તા. ૨૧ના રોજ સાંજે ૪ થી ૫ કલાકે ભૂતનાથ મહાદેવ મંદિર સત્સંગ હોલ, કોલેજ રોડ જૂનાગઢ રાખેલ છે.

ગૌરાંગભાઈ સારડા

જામનગરઃ નાગોરી વાણિયા ગૌરાંગભાઈ સારડા (ઉ.વ. ૪૯), ઓરિએન્ટલ ઈન્સ્યુરન્સ કાું.વાળા તે પ્રો. કનૈયાલાલ ચમનલાલ સારડાના પુત્રનું તા. ૧૯મીએ અવસાન થયેલ છે. લૌકિકક્રિયા બંધ રાખેલ છે.

વિજયાબેન સોલંકી

રાજકોટઃ રમેશભાઈ છગનભાઈ સોલંકીના માતુશ્રી તથા અજય તથા ગીરીશ રમેશભાઈ સોલંકીના દાદીમા વિજયાબેન છગનભાઈ સોલંકી (ઉ.વ.૯૦)નું તા. ૧૬ને સોમવારે અવસાન થયેલ છે. ઉઠમણુ તા. ૨૦ને શુક્રવારે સાંજે ૪ થી ૬ ઉદ્યોગનગર કોલોની કવાટર્સ નં. ૯૦ ખાતે રાખવામાં આવેલ છે.

પુષ્પાબેન જોષી

જૂનાગઢઃ મૂળ ચલાલા હાલ રાજકોટ નિવાસી પુષ્પાબેન વસંતરાય જોષી (ઉ.વ. ૭૯) તે દિપકભાઈ જોષી (નશાબંધી ખાતુ) તથા ભરતભાઈ જોષી (ભાવનગર) તથા સંધ્યાબેન (માણાવદર), મેઘાબેન (અમદાવાદ)ના માતુશ્રી તેમજ નીધિ અને રિદ્ધિના દાદીમાનુ તા. ૧૯ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૨૧ શનિવારના રોજ સોમેશ્વર મહાદેવ, રવીરત્ન પાર્ક મેઈન રોડ રાજકોટ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

અશોકભાઇ દવે

ભાવનગરઃ મચ્છુ કઠીયા મૌઢ બ્રાહ્મણ રાજકોટના અશોકભાઇ નૌતમલાલ દવે (ઉ.વ.૭૧)તે ગીતા બહેનના પતી જયદેવ અને શ્રીમતી નેહા બહેનના પીતાશ્રી ગંગા સ્વરૂપ કપીલા બહેન એન.મહેતા, જયોતીબહેન આર.કોઠારી (મુંબઇ) તેમજ રાજકોટ પી.ડી.એમ કોલેજના નીવૃત પ્રો ધ્રુવભાઇ એન.દવેના નાનાભાઇ અને ધોરાજીના નર્મદા શંકર કેશવજી ત્રીવેદીના જમાઇ, દીનેશભાઇ અનીલભાઇ, ભાસ્કર ભાઇના બનેવી તેમજ પ્રણવ ડી.દવેના કાકા અને જયેન્દ્ર કુમાર જે.ધાણકના સસરા તા.૧૮ના રોજ કૈલાસવાસી થયા છે પ્રાર્થના સભા તા.૨૧ શનીવાર સાંજે ૪ થી ૬ ધારેશ્વર મહાદેવ મંદિર ભકતીનગર સર્કલ રાજકોટ ખાતે રાખેલ છે.

સુશીલાબેન રાજયગુરૂ

રાજકોટઃ ઔદિચ્ય ઘેલારામજી જ્ઞાતિના સ્વ.વનમાળીદાસ દયાશંકર રાજયગુરૂના પુત્ર સ્વ.નરેન્દ્રભાઈ (બાબુભાઈ)ના પત્નિ સુશીલાબેન (ઉ.વ.૮૪) તે હિમાંશુ, દીપેન તથા માધવીબેન પ્રદિપકુમારના માતુશ્રી તેમજ જશવંતરાય (જશુભાઈ), સ્વ.નવલશંકરભાઈ, સ્વ.મથુરભાઈ, સ્વ.ચંદુભાઈ તેમજ વસંતભાઈના પત્નિ ચેતન, નિતિન, હેમાના ભાભુ તથા જુનાગઢ નિવાસી દામોદરદાસ રાઘવજી વ્યાસના પુત્રી, હરીશભાઈ, મધુકરભાઈ, કિશનભાઈ, ભરતભાઈ, ગૌરાંગભાઈ, સ્વ.શારદાબેન મગનલાલ રાજયગુરૂ, કુમુદબેન વિનોદભાઈ ભટ્ટના બેન સુશીલાબેનનું તા.૧૪ના લંડન મુકામે અવસાન થયેલ છે. તેમને પુષ્પાંજલી આપવા બન્ને પક્ષનું બેસણું ૧૦ માસ્તર સોસાયટીની વાડી, ઈન્દ્રેશ્વર મંદીર બાજુમાં, તા.૨૩ સોમવારના રોજ ૪:૩૦ થી ૬ રાખેલ છે.

નિલેશભાઈ ત્રિવેદી

રાજકોટઃ નિલેશભાઈ ચંદુભાઈ ત્રિવેદીનું તા.૧૯ના ગુરૂવારે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૩ના સોમવારે સાંજે ૪ થી ૬ મેઘાણીનગર શેરી નં.૫, કોઠારીયા મેઈન રાજકોટ ખાતે રાખેલ છે.