Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019
મહુવાના સેવાભાવી ડો. શશીભાઇ ભુટાકનું અવસાન

રાજુલા : મહુવાના નામાંકિત સેવાભાવી પરોપકારી ડો. શશીભાઇ એલ. ભુટાક(ઉ.વ.૬૭)નું તા. ૧૯ના રોજ અવસાન થયેલ છે.

અંતિમયાત્રા તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી. જેમાં મહુવાના ડોકટરશ્રીઓ, વિવિધ સામાજીક સંસ્થાઓના મહાનુભાવો, વેપારી આગેવાનો, સહકારી ક્ષેત્રના આગેવાનોના, વરિષ્ઠ આગેવાનો, વકીલ, મિત્રો, પત્રકાર મિત્રો, મુસ્લીમ સમાજના બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતાં અને શ્રદ્ધાંજલી અર્પી હતી.

ડો. શશીભાઇ ભુટાક ઓર્થોપેડિક સર્જન હતાં તેઓએ ગરીબ દર્દીઓ સાથે માન સ્વમાનભેર પૈસાની લાલચ વિના અનેક ગરીબ પરિવારોની સેવા કરી હતી. તેઓ માનવતાવાદી ડોકટર હોવાની સ્પષ્ટ છાપ મહુવા પંથકમાં ધરાવતા હતાં. તેઓ કેતન ભુટાકના પિતાશ્રી થાય તેમજ ડો. અશોક ભુટાકના વડીલબંધુ અને કેમીસ્ટ એસોસીએશનના પ્રમુખ દિપક ભુટાકના કાકા થાય તેમજ રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂના બનેવી.

બસણું તા. ૩ ને ગુરૂવારના રોજ કૃષ્ણા કોમ્યુનિટી હોલ (મહુવા) ખાતે સાંજના ૪ થી ૬-૩૦ સુધી રાખેલ છે.

અવસાન નોંધ

જુનાગઢ કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઇ જોશીના પૌત્રીનું શુક્રવારે બેસણું

જુનાગઢઃ સ્વ.શ્રી પરિબેન મનોજભાઇ જોશી તે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશીના પૌત્રી તથા મનોજભાઇ જોશીના પુત્રી તથા ભરતભાઇ જોશી, જેન્તીભાઇ જોશી, સંજયભાઇ જોશીના ભત્રીજીનું તા.૧૮ના દુઃખદ અવસાન થયેલ છે.

પ્રાર્થનાસભા તા.૨૪/પ ને શુક્રવારે સાંજે ૪થી૬ પ્રમુખસ્વામી હોલ, શ્રી બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ટીંબાવાડી રોડ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

હેમચંદ દવે

રાજકોટઃ શ્રી ચા.મ.કા. મોઢ બ્રાહ્મણ જસદણ નિવાસી હાલ રાજકોટ હેમશંકર ઉમિયાશંકર દવે (પૂર્વ સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ) તે અનંતરાય, જનકભાઈ, હસમુખભાઈના મોટાભાઈ જેઓ અજયભાઈ, તુષારભાઈ, નરેશભાઈ તથા અલ્કાબેન પી.જોશીના પિતાશ્રીનું તા.૧૮ના રોજ કર્ણપ્રયાગ ખાતે દુઃખદ અવસાન થતા તેમનું ઉઠમણું / બેસણું તા.૨૩ને ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬:૩૦ શ્રી ચતુર્વેદી મચ્છુકાઠીયા મોઢ બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન, મીલપરા મેઈન રોડ ખાતે રાખેલ છે.

વૃજલાલભાઇ પાબારી

જૂનાગઢ : સ્વ. વૃજલાલભાઇ રામજીભાઇ પાબારી (બાબુભાઇ) (ઉ.૯૪) તે દેવજીભાઇ પાબારી, સ્વ. જેન્તીભાઇ પાબારી, લખુભાઇ પાબારી (જામજોધપુર રોકડીયા હનુમાન), ના ભાઇ તેમજ સ્વ. અશોકભાઇ પાબારી, ગીરીશભાઇ પાબારી, (ગ્રામીણ બેંક મેનેજર), રાજૂભાઇ પાબારી, કુંદનબેન ચોટાઇ, મંજુલાબેન ગણાત્રા, નીમુબેન ધોકાઇના પિતાશ્રીનું તા. ૧૮ ને શનીવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ર૦ ને સોમવારે સિધ્ધનાથ મહાદેવ મંદિર ઝાંઝરડા રોડ ખાતે રાખેલ છે.

કાંતાબેન ધોબી

જુનાગઢ : ધોબી કાંતાબેન (ઉ.૬૭) તે ધોરાજીવાળા ભીખાલાલ રતનશીભાઇ વાળાના પત્ની વજુભાઇ, જગદીશભાઇ, મનસુખભાઇ, કિરીટભાઇના ભાભી, બ્રીજેશભાઇના માતુશ્રી સ્વ. માધવજીભાઇ ગાગજીભાઇ પરમાર મેંદરડાના દિકરી તા. ૧૯ રવિવારના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું - બેસણુ તા. ર૦ સોમવારના રોજ સાંજે પ થી ૬ રામનાથ મહાદેવ મંદિર અંકુર નગર સોસાયટી ટીંબાવાડી જૂનાગઢ રાખેલ છે.

રાજેશકુમાર સાકરીયા

જૂનાગઢ : કંસારા મનહરલાલ પિતાંબરદાસ સાકરીયા ના પુત્ર રાજેશકુમાર (ઉ.૪૯), તે કપિલાબેન (એસબીઆઇ), નયનાબેન (એલઆઇસી), તથા જયશ્રીબેન (એસબીઆઇ) નાં ભાઇ તેમજ શ્યામ તથા હેતવીના પિતાશ્રી તથા ધંધુકાવાળા સ્વ. ધીરજલાલ રાઘવજીભાઇ કંસારાનાં જમાઇનું તા. ૧૮ નાં રોજ અવસાન થયેલ છે.

હેમકુંવરબેન મણીયાર

સાણથલીઃ અમરેલી નિવાસી હરજીવનભાઇ ડાયાભાઇ મણીયારનાં ધર્મપત્ની હેમકુંવરબેન (ઉ.૮૭) તે ચંદુભાઇ અને પ્રવિણભાઇ મણીયાર (વરસડા વાળા)નાં માતુશ્રી તથા રોનકભાઇ તેમજ સાગરભાઇ અને ચાંદનીબેન (હારીજ)નાં દાદીમાનું અવસાન થયું છે. બેસણું (ઉઠમણું) તા. ર૦ ને સોમવારે સંઘવી ધર્મશાળા-રેડ કોર્નર સીનેમા સામે સ્ટેશન રોડ ખાતે સાંજે ૪ થી પ.૩૦ રાખેલ છે.

જમાલશા અલારખશા

સાવરકુંડલા : જમાલશા અલારખશા, તે મમદશા અલારખશાના નાનાભાઇ તેમજ રમજાનશા જમાલશા તથા મુનાભાઇના વાલીદ તેમજ રહીમશા હાજીકાશમ પાલીતાણાવાળા તેમજ ઇલીયાસશા ભીખુશા શિહોરવાળાના સસરા ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. જીયારત તા. ર૧ને મંગળવારે અસરની નમાજ બાદ મરદો માટે બીડીકામદાર ખતીજા મસજીદમાં રાખેલ છે અને ઔરતો માટે તેમના નિવાસ સ્થાને બીડીકામદાર પ્લોટમાં રાખેલ છે.

છબીલદાસ કોટક

ગોંડલ : ઠા. છબીલદાસ ત્રીભોવનભાઇ કોટક (ઉ.વ.૭૦) (નિવૃત સેલટેકસ ઓફીસર-ગોંડલ), તે જલ્પાબેન અલ્કેશભાઇ પાંધી-ગોંડલ, દર્શનાબેન રાજનભાઇ જેસીંગ-રાજકોટ, જયશ્રીબેન અશોકભાઇ પોપટ-જેતપુર, ના પિતાશ્રી તથા મનહરભાઇ, પ્રફુલભાઇ, ભરતભાઇ, કંચનબેન કક્કડના ભાઇ તથા કિરીટભાઇ પતાણી, દેેવેન્દ્રભાઇ પતાણી રાજકોટના બનેવીનું તા. ૧૮ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તથા સાદડી તા. ર૦ ને સોમવારે સાંજે ૪થી પ-૩૦ શ્રી લોહાણા મહાજન વાડી, ૬-મહાદેવ વાડી, ગોંડલ મુકામે રાખેલ છે.

મોહનભાઇ સોજીત્રા

ગોંડલ : મોહનભાઇ પોપટભાઇ સોજીત્રા ઉ.૭૪ (સહજાનંદ શ્રોફ ગોંડલ) તે મેહુલભાઇ-એડવોકેટ, કમલભાઇ-એડીશનલ ડીસ્ટ્રીકટ જજ, વડોદરાના પિતા દેવાંશ, પાર્થ, હની, હીરના દાદાનું તા. ૧૭ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા. ર૦ ને સોમવારે સાંજે ૪ થી ૬ 'યોગી સભા મંડપમ' અક્ષર મંદિર ગોંડલ મુકામે રાખેલ છે.

વ્રજલાલ પાબારી

રાજકોટઃ સ્વ.રામજીભાઈ નારણજીભાઈ પાબારીના પુત્ર તેમજ સ્વ.દેવજીભાઈ, સ્વ.જેન્તીલાલ, લખુભાઈના ભાઈ તેમજ સ્વ.અશોકભાઈ, ગીરીશભાઈ, રાજેશભાઈના પિતાશ્રી અને ધવલ, હર્ષિલ, ભાવિકના દાદા સ્વ.વૃજલાલ રામજીભાઈ પાબારી (ઉ.વ.૯૪)નું જુનાગઢ મુકામે તા.૧૮ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું પ્રાર્થનાસભા તા.૨૦ને સોમવારના રોજ સાંજે ૫ થી ૬, શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જુનાગઢ મુકામે રાખેલ છે.

રૂપલબેન સિધ્ધપુરા

રાજકોટઃ નિવાસી લુહાર મુળચંદભાઈ લવજીભાઈ સિધ્ધપુરાના પુત્ર મિતેષભાઈના ધર્મપત્નિ રૂપલબેન (ઉ.વ.૪૪) તે સ્વ.સુરેશભાઈ મોહનભાઈ પીઠવાની પુત્રી તેમજ ઘનશ્યામભાઈના બહેનનું તા.૧૯ રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બન્ને પક્ષનું બેસણું તા.૨૦ને સોમવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ કલાકે શ્રી ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે.

કોકીલાબેન કક્કડ

રાજકોટઃ કરાંચીવાળા હાલ રાજકોટ સ્વ.કિશોરભાઈ વેલજીભાઈ કક્કડનાં ધર્મપત્ની ગં.સ્વ.કોકીલાબેન કિશોરભાઈ કક્કડ (ઉ.વ.૬૯) તે આસિતનાં માતુશ્રી તે સ્વ.ચુનીલાલ હેમરાજ શીંગાળાના પુત્રી તે સ્વ.વિજયભાઈ (કાનાભાઈ) તેમજ સ્વ.નરેશભાઈ (લાલાભાઈ)નાં ભાભી તા.૧૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તેમજ પીયરપક્ષની સાદડી તા.૨૦ (સોમવાર)નાં રોજ સાંજે ૪:૩૦ થી ૫:૩૦ સુધી ગીતામંદિર, જંકશન પ્લોટ મેઈન રોડ, પોલીસચોકી પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

વિનોદભાઇ ગજેરા

ગોંડલ : ગોંડલ નિવાસી વિનોદભાઇ બાબુભાઇ ગજેરા (ઉ.પ૮) તે દેવરાજભાઇ તથા મગનભાઇ તથા સુરેશભાઇના ભાઇ તથા નીતિશભાઇ તથા  હર્ષલભાઇના પિતાશ્રીનું તા. ૧૯ ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણુ તા. ર૧ ના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન તેમના નિવાસ સ્થાન વૃંદાવન પાર્ક જેતપુર રોડ રર૦ કેવી સબસ્ટેશનની બાજુમાં ગોંડલ રાખેલ છે.

મહેન્દ્રભાઇ નેગાંધી

મોરબીઃ મોરબી નિવાસી નવાગામ ભાટીયા મહેન્દ્રભાઇ માધવજીભાઇ નેગાંધી (ઉ.વ.૮૫) તે મુકેશભાઇના મોટાભાઇ તથા અતુલભાઇ રાજેશભાઇ અને દિપકભાઇના પિતાશ્રી તેમજ ઉર્જિત અને જયના દાદા તથા સ્વ.રતનશીભાઇ વલ્લભદાસ વેદ(રાજકોટ)ના જમાઇ તા.૧૯ના રોજ અવસાન પામેલ છે. ઉઠમણું તા.૨૦ને સોમવારે સાંજ ૫-૩૦ કલાકે શ્રી નવગામ ભાટીયા મહાજનવાડી, ઝવેરી શેરી મોરબી ખાતે રાખેલ છે.