Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021
મનહરસિંહજી જાલમસિંહજી પરમારનું દુઃખદ નિધન

રાજકોટઃ મનહરસિંહજી જાલમસિંહજી પરમાર (ઉ.વ.૭૨)નું તા.૧૯ના દુઃખદ નિધન થયું છે. ગં.સ્વ.નિતાબા મનહરસિંહજી પરમાર, ચેતનસિંહ પરમાર (એડવોકેટ) (મો.૯૯૦૪૫ ૧૧૦૦૧), હેતલબા ચેતનસિંહ પરમાર, રાજદીપસિંહ મનહરસિંહજી પરમાર (પીએસઆઈ) (મો.૯૮૨૫૨ ૯૯૯૦૦), સોનિયાબા રાજદીપસિંહ પરમાર, વિશ્વદિપસિંહ ચેતનસિંહ પરમાર (પૌત્ર) (મો.૭૮૭૮૭ ૧૧૦૦૧), પંચમીબા રાજદીપસિંહ પરમાર (પૌત્રી) લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સફાઇ કામદાર એસો.નાં સભ્ય પ્રવિણભાઇ શીંગાળાનાં પિતાશ્રી ડાયાભાઇનું અવશાન

રાજકોટ તા. ર૦: મ્યુનિસિપલ કોર્પોરેશન સફાઇ કામદાર એસોસીએશનના પ્રતિનિધિઓ તેમજ રાજકોટ શહેર શ્રી ઠકકરબાપા સર્વોદય વાલ્મિકી સમાજ પંચના પટેલશ્રી તેમજ હોદેદારોની સંયુકત યાદી જણાવે છે કે, સફાઇ કામદાર એસોસીએશનના પ્રતિનિધિ પ્રવિણભાઇ ડી. શીંગાળાના પિતાશ્રી ડાયાભાઇ ટપુભાઇ શીંગાળાનું દુઃખદ અવસાન ગઇકાલે તા. ૧૯ સોમવારના થયું છે ત્યારે સદ્દગતની અવસાનથી સફાઇ કામદાર એસોસીએશનના પ્રતિનિધિઓ તેમજ સર્વોદય વાલ્મિકી સમાજ પંચના પટેલશ્રી તેમજ હોદેદારો ઉંડા શોકની લાગણી અનુભવે છે.

આ તકે શંકરભાઇ એમ. વાઘેલા, યુનિયન મંત્રી, ભાનુભાઇ પી. વાઘેલા, તુલસીભાઇ બી. વાડોદરા, જગદીશભાઇ કે. ખખ્ખર, ચંદુભાઇ જી. વાઘેલા, નરેશભાઇ આર. ચૌહાણ, ભવાનભાઇ બી. શીંગાળા, હિરાભાઇ ઘાવરી-પટેલશ્રી, મનજીભાઇ ડી. ચૌહાણ, વિનુભાઇ બી. પઢીયાર, રાજુભાઇ એન. પરમાર, કિશનભાઇ ડી. પરમાર, સંજયભાઇ એમ. ગોહેલ, ભનુભાઇ પરમાર વગેરેએ સ્વ. ડાયાભાઇને શ્રધ્ધાંજલી પાઠવી હતી.

રાજકોટના આર.આર.એસના અગ્રણી સ્વ.રાજુભાઇ શુકલના ધર્મપત્ની અરૂણાબેન શુકલનું અવસાન

રાજકોટ : ભાજપના નેતા સ્વ. ચીમનભાઈ શુકલ, સ્વ. ઘનશ્યામભાઈ શુકલના નાનાભાઈ સ્વ. રાજુભાઈ શુકલ કે જેઓ રાજકોટમાં આર.આર.એસ.માં વિવિધ જવાબદારી સંભાળેલી હતી. તેમના પત્ની શ્રી અરુણાબેન શુકલ (નિવૃત્ત્। શિક્ષક,કોટેચા ગર્લ્સ સ્કૂલ)નું ગઈકાલે દુઃખદ અવસાન થયેલ છે.

વર્ષો પહેલા સંઘ કાર્યમાં કાર્યરત પ્રચારકો. કે જેઓ પોતાનો વ્યવસાય અને કુટુંબ છોડી પૂર્ણ સમય આર.આર.એસ. ની યોજના પ્રમાણે જે જવાબદારી સોંપવામાં આવે તે શહેર કે જિલ્લામાં નિવાસ કરવાનો હોય છે. અને ભોજન નાસ્તાનો પ્રબંધ સ્વંયસેવક કાર્યકર્તાના ઘરે જ કરવામાં આવતો હતો. જૂની પેઢીના કાર્યકર્તાઓના પરીવારની બહેનોએ આ કાર્ય હંમેશા હસતા મોઢે, ઉમંગ, અને ઉત્સાહથી સંઘના પ્રચારકો અને અધિકારીઓને ભાવપૂર્ણ રીતે વર્ષો સુધી જમાડ્યા હતા અને આ જ પરંપરા અને પ્રણાલિકા હતી. અને આ પરંપરામાં સ્વ. અરુણા બેન શુકલ નો સમાવેશ થાય છે.

સ્વ.રાજુકાકા અને સ્વ. અરૂણાબેનનું નિવાસ રાજકોટમાં એસ.ટી. બસસ્ટેન્ડ અને સંઘ કાર્યાલયની બાજુમાં હોવાના કારણે વર્ષો પહેલા વાહનવ્યવહાર અને સંદેશવ્યવહાર ઓછો હોવાથી સંઘના પ્રચારકો અને અધિકારીઓ આકસ્મિક રીતે આવી પહોંચ્યા હોય તો જેમ ઘરે સગા-મહેમાન આવ્યા હોય જેમ આતિથ્ય સરભરા થાય તે રીતે જ તેઓને પણ કુટુંબના સભ્યની જેમજ ભોજન કરાવવામાં આવે તે સહજ અને સ્વાભાવિક હતું. એટલે સ્વ. અરૂણાબેન શુકલ એટલે કે સ્વ. અરૂણકાકી જેવા અનેક મહિલાઓનું મોટું પ્રદાન હતું.

સંઘ,જનસંઘ અને ભાજપ માં વર્ષો સુધી કાર્યકર્તા ના ઘરે ભોજન હોય તે સહજ અને સ્વાભાવિક ગણાતું. અને સ્વ. લીલાબેન કેશુભાઈ પટેલ,શ્રીમતી મધુબેન ચીમનભાઈ શુકલ,શ્રીમતી હંસિકાબેન અરવિંદભાઇ મણિયાર, શ્રીમતિ પ્રેમિલાબેન પ્રવિનકાકા મણિયાર સહિત અનેક મહિલાઓએ વર્ષો સુધી આ પરંપરામાં સહભાગી થયા છે.

સ્વ.અરૂણાબેન શુકલ રાજકોટમાં વર્ષો પહેલા કોઠારીયા રોડ ઉપર આનંદનગર અને એ વિસ્તારમાં નવરાત્રી દરમિયાન પ્રાચીન ગરબીઓમાં બાળાઓને પ્રોત્સાહન આપવા તેમજ ગરબીઓમાં નિર્ણાયક,જજ તરીકે નિઃશુલ્ક રીતે ઉપસ્થિત રહેતા એટલું જ નહીં અનેક ગરબીઓમાં પોતાના તરફથી બાળાઓને પ્રોત્સાહન આપવા પુરસ્કાર અને ભેટ આપતા હતા.

RSSના પૂર્વ સંઘ ચાલક -સ્વયંસેવક ડો.કુંવરજીભાઇ જાદવનું દુઃખદ નિધન

રાજકોટ : શ્રી કુંવરજીભાઈ જાદવ કે જેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ સહ પ્રાંત સંઘચાલકજી અને આદર્શ સ્વયંસેવક, કિશાન સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ, એગ્રો ઈકોનોમીકસ રિસર્ચ સેન્ટર નવી દિલ્હીના અધ્યક્ષ, ભારતીય ગૌવંશ રક્ષણ સંવઘન પરિષદ, નવી દિલ્હીના અધ્યક્ષનું આજરોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓ એક આદર્શ કાર્યકર્તા અને માર્ગદર્શક રહ્યા હતા. ૯૦ વર્ષની ઉંમર હોવા છતા સંઘના કાર્યક્રમમાં અચુક હાજર રહેતા હતા અને સ્વયંસેવકોને દિશાદર્શન આપતા હતા. આવા કર્મઠ કાર્યકર્તા ગુમાવેલ છે. ઘણા વર્ષો સુધી રાષ્ટ્રીય લેવલે એક આદર્શ વડીલની હુંફ આપતા હતા. તેઓના પુત્ર ડો. જીતેન્દ્રભાઈ (યુએસએ) અક્ષયભાઈ (એડવોકેટ નોટરી), રક્ષાબેન રઘુભાઈ બોળીયા (પૂર્વ મેયર), ભારતીબેન જીતેન્દ્રભાઈ મલકાણ, છાંયાબેન સંજયભાઈ માવદીયા, ડો. મુકંદાબેન જાદવ, કિર્તીદાબેન જાદવ (એડવોકેટ, ડીરેકટર, રાજકોટ નાગરીક સહકારી બેંક), જાહન્વીબેન, ડો. પ્રશાંતભાઈ, વિનીતાબેનને કુટુંબી જનોને વીલાપ કરતાં છોડી ગયા છે.

દરરોજ ચેસની ગેઇમમાં જીત મેળવનાર અંતે કોરોના સામેની ગેઇમ હારી ગયા ગેસ્ફોર્ડ ચેસ કલબના પ્રમુખ નટુભાઇ સોલંકીનો જીવનદીપ બુઝાયો

રાજકોટ : રાજકોટમાં જ નહી સમગ્ર ગુજરાતભરમાં ચેસ ખેલાડીઓ તેમજ રસિકોમાં નામના મેળવનાર અતિ લોકપ્રિય સંસ્થા ગેસ્ફોર્ડ ચેસ કલબના ૧૯૯૦થી બિનહરીફ પ્રમુખ તરીકે સેવા આપનાર નટુભાઇ સોલંકીની કોરોનાની ટુંકી બિમારીમાં જીવનદીપ બુઝાયો. ગુજરાતભરના સર્વે ચેસ ખેલાડીઓ દુઃખની લાગણી અનુભવેલ છે.

જયારે પણ રાજકોટમાં ચેસ ટુર્નામેન્ટનું આયોજન થાય છે ત્યારે કે ત્યાર પછી બધા જ ચેસ ખેલાડીઓ રાજકોટ આવવાની રાહ જોતા હતા. ગુજરાતના ચેસ વિકાસમાં રાજકોટની ગેસ્ફોર્ડ કલબનું મુલ્ય ઘણુ જ છે. જયારે સમગ્ર ગુજરાતમાં ચેસ ટુર્નામેન્ટનું પ્રમાણ ઓછુ હતુ ત્યારે ૧૯૯૦ની સાલથી આજ સુધી સતત ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે. જેમાં ગેસ્ફોર્ડ ચેસ કલબની જયોતિ સીએનસી મેટોડા, અરવિંદ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ, રાજકોટ નાગરીક સહકારી બેંક, પી પ્રભુદાસ કંપની, જીમ્મીભાઇ દક્ષિણી, રાજકોટ મનપા સમાજ કલ્યાણ વિભાગ, સુરક્ષા સેતુ સોસા. (રાજકોટ પોલીસ) ફિલ્ડમાર્શલ, અરવિંદભાઇ પટેલ, સ્વ.હેરી.આર.ઝાલા ટ્રોફી,  જયંતીલાલ અજરામર દોશી વગેરેના સહયોગથી રાજકોટ ખાતે ઘણીજ ચેસ ટુર્નામેન્ટનું સ્વ.નટુભાઇ સોલંકી સાથે જોડાયેલા હતા.

સ્વ. નટુભાઇ સોલંકી ચેસના એક એવા ખેલાડી હતા કે ૫૦ વર્ષથી દરરોજ ટાઢ, તડકો કે વરસાદી વાતાવરણ હોય તે કિરીટપાન ઘર પાસે ઓટલાપર દરરોજ ચેસની બે થી ત્રણ ગેઇમ રમવાનો અનેરો આનંદ લેતા હતા.

ગેસ્ફોર્ડ ચેસ કલબના કિશોરસિંહ જેઠવા, હર્ષદભાઇ ડોડીયા, જય ડોડીયા, મહેશભાઇ વ્યાસ, દિપકભાઇ જાની, વલ્લભભાઇ પીપળીયા ઉપરાંત તમામ સભ્યો ખેલાડીઓ ઉંડા આઘાતની લાગણી સાથે સ્વર્ગસ્થના પવિત્ર આત્માને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

વાંકાનેરના જયદીપસિંહ પરમારનું અવસાન : ગુરૂવારે ટેલિફોનીક બેસણું

વાંકાનેરઃ શ્રી સુરેન્‍દ્રસિંહ પરમારના મોટા દીકરા તેમજ મયુરસિંહ પરમારના મોટાભાઈ તેમજ ઓમદેવસિંહ ચુડાસમા, શિવેન્‍દ્રસિંહ ચુડાસમાના ભાઈ સ્‍વ. , જયદીપભાઈ સુરેન્‍દ્રસિંહ પરમાર ( ઉંમર વર્ષે :૩૪ ) ગામ મુળી હાલ વાંકાનેર તેવોનું તા.૧૮ / ૪ / ૨૦૨૧ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે , પરમ કૃપાળુ પરમાત્‍મા તેમના દિવ્‍ય આત્‍માને શાંતિ આપે એવી પ્રાર્થના, વર્તમાન પરિસ્‍થિતિને ધ્‍યાનમાં લઈને સદગતનુટેલિફોનિક બેસણું તા. ૨૨/૪ /૨૦૨૧ના ગુરૂવારના રોજ રાખેલ છે લોકિક વ્‍યવહાર તમામ બંધ છે ટેલિફોનિક બેસણુઃ સુરેન્‍દ્રસિંહ ચુડાસમા મો.૭૯૮૪૩૬૩૦૮૧ મયુરસિંહ પરમાર મો. ૮૧૬૦૯ ૭૦૦૦૭ , ઓમદેવસિંહ ચુડાસમા મો. ૯૩૨૭૬ ૩૪૮૭૪ શિવેન્‍દ્રસિંહ ચુડાસમા મો. ૭૯૮૪૯ ૨૯૨૯૫ સ્‍થળ : વંૃદાવન પાર્ક, ગોકુલ નગરની બાજુમાં, રાજકોટ રોડ, વાંકાનેર.

અખિલ ભારતીય બૌધ્ધ ધમ્મ સંઘ ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ છગનભાઇ ચાવડાનું દુઃખદ અવસાન

રાજકોટ તા. ૨૦ : અખિલ ભારતીય બૌધ્ધ ધમ્મ સંઘ ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ છગનભાઇ અમરાભાઇ ચાવડા (ઉ.વ.૬૫)નું કોરોના સંક્રમણના કારણે તા. ૧૮ ના દુઃખદ અવસાન થયેલ છે. લોકસેવાનો ભાવ રાખતા અને કોંગ્રેસના પીઢ કાર્યકર એવા છગનભાઇ ચાવડા કણકોટના બૌધિસત્વ ડો. બાબા આંબેડકર બૌધ્ધ વિહારના સ્થાપક હતા. તેમણે બૌધ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. અનુ.જાતિના યુવક યુવતિઓ માટે જીવનસાથી પસંદગી મેળો તેમજ વિદ્યાર્થી સન્માનના આયોજનો કરતા. તેઓ મોટા દિકરા રમણીકભાઇ તથા નાના દિકરા મુકેશભાઇ તથા ધર્મપત્નિ અને પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે. બૌધ્ધ ધમ્મ સંઘ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ આયુ. દિલીપભાઇ સી. સોલંકી, આયુ. પ્રેમજીભાઇ વાઘેાલ, ડાયાભાઇ રોકીયા, બાબુભાઇ મકવાણા, કરશનબાપા મકવાણા, ડો. ભરત સી. સોલંકી, મનિષભાઇ સોલંકી, જીવરાજભાઇ ચાવડા વગેરેએ ઉંડા દુઃખની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલી અર્પી હતી.  સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૨૦ ના રાખેલ છે. મુકેશભાઇ મો.૮૩૪૭૮ ૪૬૫૨૯, મો.૯૧૦૬૦ ૬૪૫૪૨, દિલીપભાઇ મો.૯૪૨૮ ૯૮૭૯૩ નો સંપર્ક થઇ શકશે.

જુનાગઢના ચન્દ્રકાંતભાઇ જોષી તથા લલિતાબેન ચન્દ્રકાંતભાઇનું નિધન

જુનાગઢ : ચન્દ્રકાંતભાઇ જેશંકરભાઇ જોષી ઉ.૮૧ તથા તેમના ધર્મપત્ની સ્વ. લલિતાબેન ચન્દ્રકાંતભાઇ જોષી ઉ.૮૦ નું તા.ર૦ ના રોજ બન્ને પતિ-પત્નિનું દુઃખદ અવસાન થયેલ છે.

તેઓ મનોજભાઇ, યોગેશભાઇ તથા અતુલભાઇના પિતાશ્રી તથા માતુશ્રી અને છેલશંકરભાઇ અને ભરતભાઇના ભાઇ અને ભાભી અને પ્રશાંતભાઇ, વરૂણભાઇ, પ્રભાવભાઇ અને મલયભાઇના દાદા-દાર્દી થાય છે. સદ્દગતની તમામ ધાર્મિક વિધિ સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ અને કુટુંબ પુરતી મર્યાદિત રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.રર ને ગુરૂવારે સમય ૪ થી ૬ નિવાસ સ્થાને રાખેલ છે. ટેલીફોનીક આશ્વાસન આપી શકાશે. સંપર્ક મો. ૯૬૬ર૦ ર૬૦૦૧ મનોજભાઇ, મો.૯૬૬૪૬ ૮૯૦૮ર યોગેશભાઇ, મો.૯૪ર૯૦ ૧૦૪૦૦, અતુલભાઇ, મો.૯૯૭૯૪ ૩૭૦૭૬, છેલશંકરભાઇ મો. ૯૪ર૯૯ ૩૮૯૧૧ ભરતભાઇ, મો.૯૬૬ર૦ ર૬૦૦ર, પ્રશાંતભાઇ, મો.૯૯૦૭૬ ૭૭૭૯૬ વરૂણભાઇ, મો.૭૪૦પપ ૮૯પપર પ્રભાવભાઇ, મો.૭૬૯૮૧ ૯૮૧૧૮ મલયભાઇ

જસદણ નવાગામના તલસાણીયા દાદા મંદિરના મહંત જોગાભાઇનો દેહવિલય

જસદણ : ઘેલાં સોમનાથ નજીક નવાગામના વિખ્યાત તીર્થધામ તલસાણીયા દાદા મંદિરના મહંત (આપા) જોગાભાઇ જોધાભાઇ પરમારનો દેહવિલય થતા જસદણ - વિંછીયા પંથક સહિત રાજયભરના હજજારો ભાવિકોમાં ઊંડા શોકની લાગણી છવાઇ હતી.

નવાગામમાં ખેતી કરી પ્રમાણીક જીવન વિતાવનારા સ્વર્ગસ્થ જોગા આપાના નામથી જાણીતા જોગાભાઇએ વર્ષો સુધી તલસાણીયા દાદાના મહંતપદે રહ્યા દરમિયાન દરેક ભાવિકો માટે પાણીથી લઇ ભોજન સુધીની વ્યવસ્થા સફળતાપૂર્વક ઉભી કરી હતી રોટલો આપવાની સૌરાષ્ટ્રની પરંપરા તેમણે જાળવી રાખી હતી. છેલ્લી ઘડી સુધી ઇશ્વરનું રટણ અને લોકોની સેવા કાજે જીવન અર્પણ કરેલ તેઓ ૯૯ વર્ષની વય ધરાવતાં હતાં.  સદગત જોગા આપાના અંતિમ સમયે પુત્રો હમીરભાઇ, રઘુભાઇ, બેસુરભાઇ, ગોબરભાઇ, રણછોડભાઇ, ઓઘડભાઇ, લાલાભાઇ સહિતનો તમામ પરિવાર ઉપસ્થિત રહેલ. શોક સંદેશા માટે મો. ૯૭રપ૮ ૭પ૪પ૧, મો. ૮પ૧૧૮ રપ૦૧૦

અવસાન નોંધ

રસિકભાઈ બુચ

રાજકોટઃ રસિકભાઈ મોહનલાલ બુચ (રિટા. ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પી.ડી.એમ. કોલેજ રાજકોટ) (ઉ.વ.૭૮) તે સ્વ.પ્રવિણભાઈ, સ્વ.ઈન્દુભાઈ, સ્વ.વિનોદભાઈ બુચનાં નાનાભાઈ તથા સ્વ.શશિકાન્તભાઈ એમ. છાયા (વાલાભાઈ વકિલ, માંગરોળ)નાં જમાઈ તથા બિરેનભાઈ બુચ (ક્રિસ્ટલ ગ્રુપ રાજકોટ), મોહિતભાઈ બુચ (ઓસમ મેડિસિન્સ રાજકોટ)નાં પિતાશ્રીનું તા.૧૯નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઈ ગુરૂવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે. બિરેનભાઈ બુચ મો.૭૦૪૩૩ ૪૪૬૪૭, મોહિતભાઈ બુચ મો.૯૮૨૪૨ ૧૩૦૧૩

દિવ્યાબેન શેઠ

રાજકોટઃ દિવ્યાબેન પ્રકાશભાઈ શેઠ, તે ડો.પ્રકાશભાઈ મગનલાલ શેઠના ધર્મપત્નિ તથા પારસભાઈ, ઉર્વીબેન તથા ભાવીશાબેનના માતુશ્રી, ડો.મગનલાલ વિઠલજી શેઠના પુત્રવધુ તથા સ્વ.મનહરલાલ ભાઈચંદ શેઠના પુત્રી તેમજ રશ્મિકાંત મનહરલાલ શેઠના બહેન તા.૧૮ના રોજ અરિહંત શરણ પામેલ છે. વર્તમાન સંજોગોને લીધે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૨ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. પારસભાઈ મો.૯૫૫૮૯ ૩૧૮૫૫, ઉર્વીબેન મો.૯૮૯૮૦ ૫૦૯૧૬, રશ્મિભાઈ શેઠ મો.૭૪૦૫૩ ૦૦૯૮૦

અમિતભાઈ પાણશીણીયા

રાજકોટઃ અમિતભાઈ ભરતભાઈ પાણશીણીયા (ગુર્જર સુથાર) તેઓ ભરતભાઈ પરસોતમભાઈ પાણશીણીયા (વડોદવાળા- જી. ભાવનગર)ના પુત્ર તથા હિરાલાલ વિઠ્ઠલભાઈ ઘોરેચા (સરધારવાળા)ના દોહિત્ર તથા નિલમબેન ઉમેશકુમાર દુદકીયાના ભત્રીજા તેમજ રસિકભાઈ ધનજીભાઈ વાઘસણાનાં ભાણેજના પુત્રનું તા.૧૮ના  દુઃખદ અવસાન થયેલ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફકત ટેલીફોનીક બેસણું તા.૨૨ને ગુરૂવારનાં રોજ સવારે ૧૦ થી સાંજના ૬ સુધી રાખેલ છે. ભરતભાઈ પાણશીણીયા મો.૯૯૭૮૧ ૮૨૯૦૫, રસિકભાઈ વાઘસણા મો.૯૮૯૮૦ ૯૮૪૪૮, ઉમેશભાઈ દુદકીયા મો.૯૮૨૪૮ ૮૨૦૧૮, વિશાલભાઈ પાણશીણીયા મો.૭૬૨૧૮ ૭૨૮૨૯

હર્ષદભાઈ ત્રિવેદી

રાજકોટઃ ગુ.હા.સ.ચા મોઢ બ્રાહ્મણ હર્ષદભાઇ મુગટભાઇ ત્રીવેદી  રાજકોટ, તે મહેન્દ્રભાઈ  (અમદાવાદ), પ્રવિણાબેન બળવંતરાય શુકલ,જયોતિબેન મહેન્દ્રભાઇ ત્રીવેદી (આચાર્ય કાંતા સ્ત્રી  વિકાસ ગૃહ)ના મોટાભાઇ, તેમજ મેહુલભાઇના પિતાશ્રી, વિરલભાઇ (અમદાવાદ) વર્ષાબેન (મુબંઇ)ના ભાયજી તે સ્વ.પ્રેમશંકર  જગન્નાથ ઉપાધ્યાય (ભંડારીયા વાળા)ના જમાઇનુ તા.૧૭ શનિવાર એ દુઃખદ  અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખીને તેમનું ટેલીફોનિક બેસણું તથા શ્વસુરપક્ષ નું પણ સાથે જ રાખેલ છે. તા.૨૨ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે.મહેન્દ્રભાઇ મો.૯૩૨૭૯ ૨૧૭૩૯, મેહુલભાઇ મો.૯૮૯૮૯ ૨૧૮૯૫, પ્રવિણાબેન શુકલ મો.૯૪૨૬૯ ૨૭૦૪૯, જયોતીબેન ત્રીવેદી  મો.૯૧૩૭૪ ૧૦૯૯૫, ભરતભાઈ ઉપાધ્યાય મો.૯૧૦૬૦ ૩૯૬૩૯,  સુરેશભાઈ ઉપાધ્યાય મો.૯૮૨૪૪  ૫૧૭૨૭

નરેન્દ્રભાઈ કોઠારી

રાજકોટઃ ગોંડલ નિવાસી હાલ રાજકોટ બટુકભાઈ જટાશંકર કોઠારી (કોલસાવાળા)ના મોટા પુત્ર નરેન્દ્રભાઈ (ઉ.વ.૫૯) તે સોનલબેનના પતિ, વિશાલ  તથા મેઘનાના પિતા, ધાર્વિકના દાદા તેમજ (વૃષભ કોલ એન્ટરપ્રાઈઝ વાળા) તથા કમલેશભાઈ તથા વર્ષાબેનના મોટાભાઈ તેમજ બગસરાવાળા ઝવેરચંદ સોમાણીના જમાઈ તા.૧૯ના સોમવારના રોજ અરિહંતશરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૦ને મંગળવાર રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. વિશાલભાઈ મો.૯૮૨૪૫ ૭૯૭૦૪, કમલેશભાઈ મો.૯૨૨૮૧ ૨૭૪૬૦

પૂજાબેન ભટ્ટ

રાજકોટઃ શ્રી ગુજરાતી શ્રી ગૌડ માળવિયા બ્રાહ્મણ, શાંડિલ્ય ગૌત્ર સ્વ.માર્કન્ડરાય વિઠલજીભાઈ ભટ્ટના પુત્ર બિપીનભાઈ (રા.મ્યુ.કોર્પો.)ના પુત્રી પુજાબેન (ઉ.વ.૩૦) તે જયદિપકુમાર મહેશભાઈ પંડીત મોરબીના ધર્મપત્નિ, મયંકના બહેન, અજયભાઈ (રા.મ્યે.કોર્પો), મહેશભાઈ (સેન્ટ્રલ બેંક), ભાસ્કરભાઈ (રા.મ્યુ.કોર્પો)ની ભત્રીજી તથા સ્વ.યશવંત એચ. ભટ્ટ (કોટડા)ની ભાણેજનું તા.૧૮ રવિવારના રોજ કૈલાશવાસ થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૨ ગુરૂવારના રોજ  ૪ થી ૬ રાખેલ છે.

મોરારજીભાઈ કતિરા

રાજકોટઃ સ્વ.મોરારજીભાઈ વિઠ્ઠલદાસ કતિરાનું તા.૧૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું ગુરૂવાર તા.૨૨ને સાંજે ૪ થી ૬ રાખેલ છે. રાકેશ કતીરા મો.૭૬૦૦૦ ૯૫૦૦૮, કલ્પેશ કતિરા મો.૯૫૭૪૫ ૯૨૨૦૦

હિતેશભાઈ મારફતીયા

રાજકોટઃ બિલખા નિવાસી (હાલ રાજકોટ) વિનોદરાય વલ્લભદાસ મારફતીયાના પુત્ર હિતેશભાઈ મારફતીયા (ઉ.વ.૪૪) તે સ્વ.અરવિંદભાઈ મગનલાલ ગોડાના જમાઈ તથા ભકિતબેનના પતિ, આદિત્યના પપ્પા તથા અભય તથા વર્ષાબેન દેવેનભાઈ દોશીના મોટાભાઈ તથા દેવાંશીના ભાઈજી, જીલ દોશીના મામાનું તા.૧૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

રસીકભાઇ જેઠવા

રાજકોટ : મોચી રસિકભાઇ પોલાભાઇ જેઠવાનું તા. ૧૮ ના અવસાન થયેલ છે. તે ભીખુભાઇના નાનાભાઇ તથા મોહીલભાઇ અને વિવેકભાઇના પિતાશ્રીનું ટેલીફોનિક બેસણું તા. ૨૨ ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. ભીખુભાઇ જેઠવા મો.૯૦૯૪ ૦૦૬૩૪ નો સંપર્ક કરી શકાશે.

પોપટલાલ મકવાણા

રાજકોટ : મોચી પોપટલાલ મેઘજી મકવાણાનું તા. ૧૯ ના અવસાન થયેલ છે. તે પ્રવિણભાઇ તથા પ્રદિપભાઇના મોટાભાઇ તેમજ રાજુભાઇના કાકાનું ટેલીફોનિક બેસણું તા. ૨૨ ના સાંજે પ થી ૬ રાખેલ છે.

જયંતિભાઈ મારડીયા

રાજકોટઃ વાણંદ કુતીયાણા હાલ રાજકોટ નિવાસી જયંતિભાઈ ભગવાનજીભાઈ મારડીયા (ઉ.વ.૬૦) તે સ્વ.ભગવાનજીભાઈ ભાણજીભાઈ મારડીયાના પુત્ર તથા શૈલેષભાઈ, મહેન્દ્રભાઈ, જયેશભાઈ તથા વનીતાબેન વ્રજલાલ શિશાંગીયાના મોટાભાઈ તથા દામજીભાઈ આંબાભાઈ શિશાંગીયા (વડાલ)ના જમાઈ  તથા ભરતકુમાર જયસુખભાઈ પાડલીયા તથા અમરકુમાર ગિરીશભાઈ ગોહેલના સસરાનું તા.૧૯ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ફકત ટેલીફોનીક બેસણું તા.૨૨ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

હરજીવનભાઈ જોલાપરા

રાજકોટઃ સ્વ.હરજીવનભાઈ હંસરાજભાઈ જોલાપરા (ઉ.વ.૮૫ ગામ- વિજયનગર હાલ રાજકોટ) તા.૧૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે સ્વ.હંસરાજભાઈ ભુરાભાઈ જોલાપરાના પુત્ર હસમુખભાઈ, દક્ષાબેન હરેશકુમાર ત્રેટીયા, જયોત્સનાબેન નિલેશકુમાર વિસાવડિયા, તૃપ્તિબેન ભરતકુમાર બામરોલિયાના પિતાશ્રી તથા સ્વ.ખીમજીભાઈ, ધીરૂભાઈ, અમુભાઈ, લાલજીભાઈના મોટાભાઈ, હર્ષના દાદા તથા ચંદુભાઈ બક્રારણીયાના બનેવી ટેલીફોનીક બેસણું તા.૨૨ને ગુરૂવારના રોજ બપોરે ૪ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે. હસમુખભાઈ મો.૯૪૨૬૬ ૩૮૦૫૬, ધીરૂભાઈ મો.૮૭૩૫૮ ૪૯૫૫૪, અમુભાઈ મો.૯૪૨૬૯ ૦૯૧૫૮, લાલજીભાઈ મો.૯૮૯૮૪ ૧૭૭૯૨,  દિપકભાઈ  મો.૯૮૭૯૫ ૦૬૪૪૧

મુલચંદભાઈ ખજુરીયા

રાજકોટઃ જામખંભાળીયા નિવાસી (એડનવાળા) હાલ રાજકોટ ખજુરીયા ઓટોમોબાઈલ્સ વાળા સ્વ.મણીબેન પાનાચંદ ખજુરીયાના પુત્ર સ્વ.મુલચંદભાઈ પાનાચંદભાઈ ખજુરીયા (ઉ.વ.૯૪) જે ગં.સ્વ.રંજનબેનના પતિ તેમજ દિપકભાઈ, અતુલભાઈ, પ્રકાશભાઈ, કિરણબેન, જયશ્રીબેન તથા જયોતિબેનના પિતાશ્રી તેમજ દેવાંગ, હર્ષિલ, જય, પુર્વેશના દાદા તા.૧૯ સોમવારના રોજ અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કંચનબેન બદીયાણી

રાજકોટઃ કંચનબેન દ્વારકાદાસ બદીયાણી, દિપકભાઈ, મુકેશભાઈ, વિશાલભાઈના માતુશ્રી તા.૨૨ અવસાન પામેલ છે. તા.૨૨ના ગુરૂવારે ટેલીફોનીક બેસણું રાખેલ છે. દિપકભાઈ મો.૯૭૨૭૩ ૨૮૩૮૧, વિશાલભાઈ મો.૯૮૯૮૮ ૬૮૧૧૬

ગાયત્રીબેન સોનછત્રા

રાજકોટઃ નિવાસી ભરતભાઈ જમનાદાસ સોનછત્રાના ધર્મપત્નિ ગાયત્રીબેન તે દિક્ષિતભાઈ અને દર્પણાબેનના માતુશ્રી, તે બીપીનભાઈ (આણંદ), શૈલેષભાઈના ભાભી તે પ્રભુદાસ જમનાદાસ ગઢિયાના પુત્રી અને નીતાબેનના સાસુ તા.૧૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલફોનીક બેસણું તેમજ પિયરપક્ષની સાદડી તા.૨૨ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૩૭૪૦ ૦૯૨૭૭, મો.૮૯૦૫૪ ૪૪૩૭૦, મો.૮૨૬૪૦ ૪૬૩૮૭

કામીનીબેન ઠાકર

 રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવય બ્રાહ્મણ કામીનીબેન (કલાબેન ) ઠાકર તે રાજેન્દ્રભાઇ રમેશભાઈ ઠાકર (કોર્પોરેશન  બેંક)ના ધર્મપત્ની  તે સ્વ. રમેશચન્દ્ર હેમુભાઈ વ્યાસ ના પુત્રી  તે  પ્રશાંત અને રિદ્ધિના માતૃશ્રી તે નિલેશભાઈ ઠાકર, હેમાલીબેન, વંદનાબેનના ભાભી  તે હિતેષભાઇ આર .વ્યાસના બહેનનુ તા.૧૮ના રોજ દુઃખદ  અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક   બેસણું તા.૨૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે .રાજેન્દ્રભાઇ ઠાકર  મો.૮૮૪૯૪ ૩૯૦૬૬, નિલેશ ઠાકર મો. ૯૮૭૯૮ ૭૨૧૭૨, રિદ્ધિબેન વિરોજા  મો.૯૪૦૯૦ ૧૭૭૯૯, હિતેષભાઇ વ્યાસ મો.૯૪૨૯૪ ૪૯૬૪૨

હર્ષદભાઇ ત્રિવેદી

રાજકોટઃ ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ શ્રી હર્ષદભાઇ મુગટભાઇ ત્રીવેદી રાજકોટ, તે મહેન્દ્રભાઇ (અમદાવાદ), પ્રવિાબેન બળવંતરાય શુકલ, જયોતિબેન મહેન્દ્રભાઇ ત્રીવેદી (આચાર્ય કાંતા સ્ત્રી વિકાસ ગૃહ) ના મોટાભાઇ, તેમજ મેહુલભાઇના પિતાશ્રી, વિરલભાઇ (અમદાવાદ) વર્ષાબેન (મુંબઇ) ના ભાયજી તે સ્વ. પ્રેમશંકર જગન્નાથ ઉપાધ્યાય (ભંડારીયા વાળા)ના જમાઇનું તા. ૧૭ શનિવાર એ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમનું ટેલીફોનિક બેસણું તથા શ્વસુરપક્ષનું પણ સાથે જ રાખેલ છે. તા. રરને ગુરૂવારે સાંજે પ થી ૬ રાખેલ છે. મહેન્દ્રભાઇ-૯૩ર૭૯ ર૧૭૩૯, મેહુલભાઇ-૯૮૯૮૯ ર૧૮૯પ, પ્રવિણાબેન શુકલ-૯૪ર૬૯ ર૭૦૪૯, જયોતીબેન ત્રિવેદી-૯૧૩૭૪ ૧૦૯૯પ, ભરતભાઇ ઉપાધ્યાય-૯૧૦૬૦ ૩૯૬૩૯, સુરેશભાઇ ઉપાધ્યાય-૯૮ર૪૪ પ૧૭ર૭

વર્ષાબેન વાઢેર

રાજકોટઃ વાઢેર વર્ષાબેન પંકજભાઇ (ઉ.વ. પપ વર્ષ) તે પંકજભાઇ ભગવાનભાઇ વાઢેરના ધર્મપત્ની અને જયદીપ, સ્વાતી તથા હર્ષના માતુશ્રીનું તા. ૧૯ને સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને તેમનું ટેલિફોનીક બેસણું તા. રર ગુરૂવારને રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. સ્વાતી વાઢેર-૯૪ર૭૩ ૯૬૯૬૯, પંકજભાઇ વાઢેર-૯પપ૮૩ ૯૦૭૧૪, હર્ષ વાઢેર-૭૬ર૧૮ ર૩૮ર૦

જયોતિબેન પારેખ

રાજકોટ નિવાસી જયોતિબેન તે જયંતીલાલ પરમાનંદભાઇ પારેખનાં ધર્મપત્ની ઉ.વ. ૮૭ તે વિરેન્દ્રભાઇ, જાગૃતિબેન (મુંબઇ), તુષારભાઇનાં માતુશ્રી તથા કનુભાઇ એચ. વાઘર અને સ્વ. મનસુખભાઇ એચ. વાઘરનાં બેન શ્રી તા. ૧૮-૪-ર૦ર૧ને રવિવારનાં રોજ અરિહંતશરણ પામેલ છે. ટેલિફોનીક બેસણું-લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તા. રર-૦૪-ર૦ર૧ને ગુરૂવારે બપોરે ૪ થી ૬ દરમ્યાન સદ્દગતનું ટેલિફોનીક બેસણું રાખેલ છે. જયંતિલાલ પરમાનંદભાઇ પારેખ વિરેન્દ્ર જયંતિલાલ પારેખ-૯૪૦૯૦ ૧૩૯પ૮, ૯૮૭૯૬ ૧૮૭૬૯, જયશ્રીબેન વિરેન્દ્રભાઇ પારેખ-૯૪ર૭૩ ૬૧૩૮૭, તુષારભાઇ જયંતીલાલ પારેખ-૯૪ર૬ર ર૦૦૩૭

મુકુંદરાય મહેતા

રાજકોટઃ દિગંમ્બર જૈન મંદિરના ટ્રસ્ટી મુકુંદરાય મોહનલાલ મહેતા તે સ્વ. કલાબેન મુકુંદરાય મહેતા ના પતિ તથા અમિતભાઇ, નિલેશભાઇ, કેતનભાઇના પિતાશ્રી તથા મનીષાબેન, પ્રીતિબેનના સસરા તથા હર્ષ, સીધ્ધેષ, સ્વરૂપ તથા કરણના દાદાનું અવસાન થયું છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. રર ગુરૂવાર સવારે ૯-૩૦ થી ૧૧-૩૦ ના રાખેલ છે. ૯રર૭પ ૧૧ર૩પ, ૯૪૦૮૦ ૪૬૩૬પ, ૯૪ર૮૬ ૯૯૬૧૭, ૯૪૦૮પ ર૩૩૯૯ યુએસએ-૦૦૧૯૧૭૮રપ૦૯રર

હંસાબેન વસાણી

રાજકોટઃ હંસાબેન વસાણી (ઉ. ૭૧) તે સ્વ. નંદલાલ શિવલાલના પત્ની, જગદીશભાઇ તથા પ્રફુલભાઇના માતુશ્રીનું તા. ૧૮ના અવસાન થયેલ છે. તા. રર ના સાંજે (૪ થી ૬) ટેલીફોનીક બેસણું તથા પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. સ્વ. ભુપતભાઇ તથા નરભેરામભાઇના બેન, જગદીશભાઇ વસાણી-૯પ૧ર૯ ૮૧૭ર૭, પ્રફુલભાઇ વસાણી-૭૬રર૯ પ૩૬પ૩, નરભેરામભાઇ તૈલી-૯૪ર૮ર ૦૩૩૦૭, રેખાબેન બી. તૈલી-૯૪ર૬૯ ૯૬૭૩૯

અતુલભાઇ ભટ્ટ

રાજકોટઃ શ્રી સાતોદીડીયા મેડતવાડ શ્રીગોળ બ્રાહ્મણ રાજકોટ નિવાસી સ્વ. ધિરજલાલ શિવશંકર ભટ્ટના પુત્ર અતુલભાઇ ધીરજલાલ ભટ્ટ તે નાથુભાઇ ભટ્ટ, સ્વ. હરકાંતભાઇ ભટ્ટ, દિલીપભાઇ ભટ્ટ, યોગેશભાઇ ભટ્ટના નાનાભાઇ તે હરેશભાઇ, આશિષભાઇ, ધર્મેશભાઇ, હાર્દિકભાઇ, પરાગભાઇ, કિશનભાઇના કાકાનું અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા. રર ના ગુરૂવાર, સાંજે પ થી ૬ રાખેલ છે. સ્થળઃ પંચનાથ મંદિર પાસે, ભોજા મિસ્ત્રીના ડેલામાં, કચ્છ ખાવડાવાળા સામે તેમના નિવાસસ્થાને રાખેલ છે. નાથુભાઇ ભટ્ટ-૯૧૭૩૧ ૧૮૩પ૦, દિલીપભાઇ ભટ્ટ-૯૩૭પર ૧૭૭૪૮, યોગેશભાઇ ભટ્ટ-૯૭ર૪પ ૭ર૧ર૩, આશિષભાઇ ભટ્ટ-૮૭૮૦૯ ૮૪૬૦૩, ધર્મેશભાઇ ભટ્ટ-૯૭૧૪૮ પ૬૬પ૭, હાર્દિક ભટ્ટ-૯૭ર૭ર ૩૦૧૬પ, કિશનભાઇ ભટ્ટ-૯૦૯૯૦ ૭૦૬૦૩

અશ્વિનકુમાર ભોગાયત

રાજકોટઃ મુળ ગામ ધતુરીયા હાલ નિવાસી રાજકોટ બરડાઇ બ્રાહ્મણ મોટી જ્ઞાતિના સ્વ. અશ્વિનકુમાર રેવાશંકર ભોગાયતા (રૂદ્રપાનવાળા) તે સ્વ. રેવાશંકર કાનજીભાઇ ભોગાયતાના સુપુત્ર તથા શિવલાલભાઇ, પ્રવિણભાઇ, વિનુભાઇના નાનાભાઇ તથા રજનીભાઇના મોટાભાઇ તા. ૧૮ના રોજ કૈલાશવાસ થયેલ છે. સ્વર્ગસ્થનું ટેલીફોનિક બેસણું તા. રર ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. શિવલાલભાઇ-૯૭ર૪૯ ૭૩૯ર૦, વિનુભાઇ-૯૪ર૬૯ ૭૯૭૭૩, રજનીભાઇ (મહાદેવ)-૯૮૭૯૬ ૯૪૯રપ, ૯૪૦૮૭ ૦૭૬રપ

દિનેશભાઇ દોશી

જેતપુર : સ્વ. લાભચંદભાઇ નરભેરામભાઇ દોશીના પુત્ર દિનેશભાઇ (ઉ.વ.૬૯) તે પ્રતિકના પિતા, હરેશભાઇ, મુકેશભાઇ, મનીષભાઇ, રેખાબેનના વડીલબંધુ તેમજ વસંતભાઇ પરસોતમભાઇ મહેતા (જામજોધપુર) ના બનેવી અવસાન પામેલ છે.

કૃષ્ણપ્રસાદ ભટ્ટ

રાજકોટઃ શ્રી ગુજરાતી શ્રીગૌડ માળવીયા બ્રાહ્મણ ડૈયા નિવાસી હાલ રાજકોટ સ્વ.જયંતિલાલ મોહનલાલ ભટ્ટના પુત્ર કૃષ્ણપ્રસાદ જયંતિલાલ ભટ્ટ (ઉ.વ.૭૯) તે ડો.વિનોદભાઈ, સુરેશભાઈ, ડો.લક્ષ્મીકાંતભાઈ, સ્વ.રમેશભાઈ, સ્વ.પ્રવિણભાઈ, ડો.હરેશભાઈ તથા ગીતાબેન અજયકુમાર ભટ્ટના મોટાભાઈ તથા વિજયભાઈ, હિરેનભાઇ તથા ગાયત્રીબેન બિપીનકુમાર ત્રિવેદી તથા કિરણબેન પરેશકુમાર પંડયાના પિતાશ્રી તથા સ્વ.શાંતિલાલ પિતાંબર ભટ્ટ (ત્રંબા)ના જમાઈ તા.૧૮ને રવિવારે કૈલાશવાસી થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તથા ઉઠમણું તા.૨૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ડો.વિનોદભાઈ જે. ભટ્ટ મો.૯૮૬૯૩ ૭૬૩૮૧, વિજયભાઈ કે. ભટ્ટ મો.૮૪૬૦૧ ૧૧૦૨૫, હિરેનભાઈ કે. ભટ્ટ મો.૭૦૬૯૦ ૪૫૩૫૪

મહેન્દ્રભાઇ સોની

જુનાગઢઃ  જુનાગઢ નિવાસી મહેન્દ્રભાઇ સોની (રાજકમલ સ્ટુડીયો) તા.૧૯ ના રોજ અવશાન થયેલ છે. તેઓનું વર્તમાન પરિસ્થિતિના લીધે ટેલીફોનીક બેસણું મો. ૯૪ર૭૬ ૮પ૩૬૩ પર રાખેલ છે

રસિકલાલ જોબનપુત્રા

જામનગર-વાંકાનેર વાળા હાલ જામનગર નિવાસી સ્વ. રસીકલાલ રામજીભાઇ જોબનપુત્રા ઉ.૮૬ નું ગં.સ્વ. ચંદનબેનના પતિ તેમજ ડો. શિલ્પા સંદીપકુમાર કોટક, મેટ્રોપોલીસી લેબના ડો. હિરેન જોબનપુત્રા (મો.૯૮રપર ૧ર૦૪૮) ના પિતાનું અવસકાન થયેલ છે ટેલીફોનીક અને વોટસએપ બેસણું તા.રર ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કરૂણાબેન પારેખ

રાજકોટઃ ગો.વા. કાન્તીભાઈ કાનજીભાઈ પારેખ (રીબડાવાળા)ના ધર્મપત્નિ, તે રિતેષભાઈ તથા મેઘાબેન હર્ષકુમાર ઝીંઝુવાડીયાના માતુશ્રી, જે ગો.વા. જયંતિભાઈ જેચંદભાઈ રાધનપુરાની પુત્રી કરૂણાબેન કાન્તીલાલ પારેખનું તા.૧૯ને સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કુસુમબેન કોટેચા

રાજકોટઃ નિવાસી સ્વ.ભુપેન્દ્રભાઈ નરશીભાઈ કોટેચાનાં ધર્મપત્નિ કુસુમબેન (ઉ.વ.૫૫) તે ચેતનભાઈ તથા વંદનાબેન નેહુલકુમાર મીરાણીનાં માતુશ્રી, ભગવાનજીભાઈ ત્રિકમજીભાઈ બગડાઈ (રાજકોટ)નાં પુત્રી તથા શૈલેષભાઈ તથા અજયભાઈ તેમજ કીરીટભાઈનાં બહેનનું તા.૧૭નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું વર્તમાન પરીસ્થિતીને અનુલક્ષીને  તા.૨૨ને ગુરૂવારનાં રોજ બપોરે ૪ થી ૬ રાખેલ છે.

મહાદેવભાઈ હાથી

રાજકોટઃ રાજકોટ નિવાસી મહાદેવભાઈ જયાશંકર હાથી (ઉ.વ.૭૦, નિવૃત એસ.બી.આઈ.) તે ઉમાબેન (નિવૃત એ.જી. ઓફિસ)ના પતિ અને નિલા બાલેન્દુ પાઠક, ચંદ્રેશ હાથી, ગીતા અનિરૂધ્ધ માંકડના ભાઈનું તા.૧૭મીએ પાલનપુર ખાતે અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૨૧ને બુધવારે સાંજે ૪ થી ૬ વચ્ચે રાખેલ છે. ઉમાબેન મો.૯૨૨૭૩ ૮૬૩૫૪, અનિરૂધ્ધ માંકડ મો.૭૭૧૫૦ ૮૭૭૮૦ અન્ય મરણોતર ક્રિયાઓ બંધ રાખેલ છે.

જયરાજસિંહ ઝાલા

રાજકોટઃ મુળગામ તલસાણા હાલ રાજકોટ નિવાસી ધર્મેન્દ્રસિંહજી ઝાલાના પુત્ર જયરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા (નિવૃત એસ.ટીે. કર્મચારી- રાજકોટ ડેપો) (ઉ.વ.૬૧) તે અશોકસિંહ તથા નંદકિશોરસિંહ ઝાલાના મોટાભાઈ, મહિપાલસિંહ તથા માનવેન્દ્રસિંહના પિતાશ્રીનું તા.૧૭ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૨ને ગુરૂવાર રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. લૌકિક પ્રથા સંપૂર્ણ બંધ રાખેલ છે. નંદકિશોરસિંહ ઝાલા મો.૯૮૨૫૮ ૫૦૭૭૪, મહિપાલસિંહ ઝાલા મો.૯૦૯૯૦ ૮૮૧૪૧, માનવેન્દ્રસિંહ ઝાલા મો.૯૭૨૩૩ ૦૦૧૦૦

મુકેશભાઈ સાંગાણી

રાજકોટઃ દશા સોરઠીયા વણિક રાજકોટ નિવાસી સાંગાણી નટવરલાલ હરસુખલાલ તથા ચંદનબેનના પુત્ર મુકેશભાઈ (ઉ.વ.૫૯) તે પ્રતિભાબેનના પતિ, ગૌરાંગના પિતા, તેમજ હાલ અંકલેશ્વર તે અજયભાઈ સાંગાણી, માયાબેન, પારૂલબેન, નિતાબેનના મોટાભાઈનું તા.૧૮ને રવિવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૨ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. મો.૮૮૪૯૦ ૮૨૨૧૩ 

વિજયાબેન ત્રિવેદી

વાંકાનેરઃ સ્વ. દુલેરાય રતીલાલ ત્રિવેદીના પત્ની વિજયાબેન ઉ.વ.૮૩ તે કિરીટભાઇ, ઉમેશભાઇ, જયેશભાઇ અને હર્ષિદાબેનના માતુશ્રીનું તા. ૧૯ ના અવસાન થયેલ છે. સદ્દગતનું લટેલીફોનીક બેસણું તા. રર ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

સરોજબેન જાની

વાંકાનેરઃ મુકેશભાઇ નટવરલાલ જાનીના પત્ની સરોજબેન (ઉ.વ. પપ) તે મીતભાઇના માતુશ્રીનું તા. ૧૯ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. રર ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

રંજનબેન ત્રીવેદી

વાંકાનેરઃ મોરબી નિવાસી (નવલખીવાળા) સ્વ. મહેશભાઇ મનસુખભાઇ ત્રિવેદીના પત્ની રંજનબેન ઉ.વ. ૬૧ તે કિર્તીબેન અશ્વીનભાઇ જોષી (ગાંધીધામ) અને રિધ્ધીબેન પ્રશાંતભાઇ ત્રિવેદી (વાંકાનેર)ના માતૃશ્રીનું તા. ૧૯ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. રર ને ગુરૂવારે સાંજે ૪ થી પ-૩૦ કલાકે રાખેલ છે.

ભાવનાબેન ગોસાઇ

મોરબીઃ જોડિયા નિવાસી ભાવનાબેન સુનિલપરી ગોસાઇ (ઉ.વ. ૪ર) તે સુનિલપરી મૂળપરીના પત્ની તથા મોહિતપરીને અંજલીબેનના માતૃશ્રી તથા ત્રંબા (કસ્તુરબાધામ) વારા સુરેશગીરી તથા દીનેશગીરી તથા રેખાબેન સુરેશગીરી મોરબીના નાના બહેનનું તા. ૧૭ના રોજ અવસાન થયેલ છે.

પ્રવિણભાઈ રાચ્છ

રાજકોટઃ જીયાણાવાણા હાલ રાજકોટ સ્વ.પ્રવિણભાઈ લાલજીભાઈ રાચ્છ (નિવૃત નાયબ ચીટનીશ જી.પં. રાજકોટ) તે હસમુખભાઈ લાલજી રાચ્છ તેમજ સ્વ.પ્રફુલભાઈ લાલજીભાઈ રાચ્છના લઘુબંધુ હિતેષભાઈ તથા અમિતભાઈ (ઓમ બેટરી સર્વિસ)ના કાકા, સેજલબેન કારીયા, રિધ્ધિબેન નથવાણી, નિષ્ઠાબેન ધોકાઈ તથા કૃપાબેન ઠકરારના પિતાશ્રી જે મોહનલાલ તુલસીદાસ તન્નાના જમાઈ તા.૧૯ને શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા પિયર પક્ષની સાદડી બંને તા.૨૨ના સાંજે ૫ થી ૬ રાખેલ છે. હિતેષભાઈ મો.૯૮૭૯૫ ૫૦૬૭૧, અમિતભાઈ મો.૯૪૨૬૨ ૫૦૬૭૧, દિપેશભાઈ કારીયા મો.૭૬૯૮૯ ૩૭૧૭૭, પિયર પક્ષ- ભારતીબેન મો.૯૪૨૯૫ ૭૧૪૯૦, મિલાપભાઈ મો.૯૮૨૫૦ ૨૫૮૪૭

કનૈયાલાલ મીરાણી

વાંકાનેર : કનૈયાલાલ નટવરલાલ મીરાણી (ઉ.૭૧) તે સ્વ. જીતેન્દ્રભાઇ તથા કીશોરભાઇના મોટાભાઇ તથા યામીનીબેન અને મયુરભાઇના પિતાશ્રી તથા કલ્પેશકુમાર તન્નાના સસરા તથા વ્યોમના દાદા તથા સ્વ. મણીલાલ રામજીભાઇ જોબનપુત્રાના ભાણેજ તેમજ સ્વ. વૃજલાલ નાનજીભાઇ ચંદારાણાના જમાઇનું તા. ૧૮ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. રર ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તથા સસરા પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

જય ગોંડલીયા

સાણથલી : ચેતનભાઇ બટુકભાઇ ગોંડલીયાના પુત્ર જય (ઉ.૧૯) તે બટુકભાઇ ભીખાભાઇ ગોંડલીયા (મો. નં. ૯૧૦૬૧ ૭૦૪૦૬ અને મો. ૯૯૭૯૭ ર૭૩૬૭) નો પૌત્રનું તા. ૧૮ ના રોજ અવસાન થયું છે. બેસણું તા. રર ને ગુરૂવારે ટેલીફોનીક બેસણું રાખેલ છે.

હિંમતલાલ આડેસરા

ગોંડલ : સ્વ. ગોકળદાસ હીરજીભાઇ આડેસરાના પુત્ર હિંમતલાલ ઉ.૮૮ તે ગોંડલવાળા સ્વ. ધીરજલાલ મગનલાલ તથા મનસુખલાલ મગનલાલ રાણપરાના બનેવી તથા ભીખુભાઇ, વિજયભાઇ, પ્રફુલભાઇ, અશ્વિન બગાઇ, નીતિનભાઇ, દિનેશભાઇ, રાજેશભાઇ જીજ્ઞેશભાઇના ફુવાનું તા. ૧૮ ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. રર ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મનુભાઇ મો. ૯૯૦૪૦ પ૦૩૪૩

રામજીભાઈ કરગથરા

રાજકોટઃ જેતપુર નિવાસી હાલ રાજકોટ રામજીભાઈ ગોરધનભાઈ કરગથરા તે પ્રકાશભાઈ તથા લતાબેન અશોકકુમાર પંચાસરા, હર્ષાબેન રમણીકલાલ ભારદીયા, દક્ષાબેન નિતિનકુમાર તલસાણીયા, કિર્તિબેન જયેશકુમાર દુધૈયાના પિતાશ્રી તથા ઉદય, કાવેરીના દાદા તથા મોહનલાલ પીંતામ્બરભાઈ ભાડેસિયાના જમાઈ (ધોરાજી)નું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૨ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.  પ્રકાશભાઈ મો.૯૪૨૭૨ ૨૦૨૬૦, મો.૭૦૪૮૧ ૯૬૭૯૪, ઢેબર રોડ ગોપાલ પાર્ક શેરી નં.૩ રાજકોટ

હરીભાઈ અમેથીયા

રાજકોટઃ વાટલીયા પ્રજાપતિ સમાજના ભામાશા એવા કાયમી દાતા હરિભાઈ રામજીભાઈ અમેથીયાનું તા.૧૯ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. શિરિષભાઈ હરિભાઈ અમેથીયા મો.૮૪૬૯૯ ૪૭૬૬૭, ધીરૂભાઈ હરિભાઈ અમેથીયા મો.૯૮૨૪૫ ૮૧૯૫૫, હિતેષભાઈ હરિભાઈ અમેથીયા મો.૯૮૨૪૮ ૬૧૨૬૫

છગનભાઈ ગોંડલીયા

રાજકોટઃ વાટલીયા પ્રજાપતિ સ્વ.છગનભાઈ દેવજીભાઈ ગોંડલીયા (ઉ.વ.૭૪) (જી.ઈ.બી.) તેઓ સ્વ.રણછોડભાઈ, સ્વ.બેચરભાઈ તથા કરશનભાઈ ગોંડલીયાના નાનાભાઈ તથા હિરેન, રશ્મીબેન તથા પૂનમબેનના પિતા તથા ધીરૂભાઈ, રમેશભાઈ, દિવ્યેશભાઈના કાકા તથા નાથાભાઈ ઉનાગર પ્રેસવાળાના ભાણેજ જમાઈનું તા.૧૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૨ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે.

વિજયાબા જાડેજા

રાજકોટઃ વિજયાબા મહિપતસિંહ જાડેજા (વાવડી) જે ઘનશ્યામસિંહ, ભરતસિંહ નિરૂભા જાડેજાના ભાભી, પરાક્રમસિંહ ઘનશ્યામસિંહના ભાભુ અને મીનાબેન નરવીરસિંહ ઝાલા તથા હિરેન મહિપતસિંહ જાડેજાના માતુશ્રીનું તા.૧૯  સોમવારના રોજ દુઃખદ અવસાન થયું છે. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈ તમામ લૌકિક ક્રિયાઓ રદ કરવામાં આવેલ છે.

કિરણભાઈ માંકડ

રાજકોટઃ સુરત નિવાસી મુળ રાજકોટના કિરણભાઈ રતિલાલ માંકડ (ઉ.વ.૭૬) તે હિમાંશુભાઈ, સુધીરભાઈ, શિરિષભાઈ, કંદર્પ (રાજુ) માંકડ, ઈલાબેન, હર્ષાબેન, પ્રજ્ઞાબેન અને કલ્પનાબેનના ભાઈ, મીનળબેનના પતિ, ઈશાન (આઈસીઆઈસીઆઈ બેંક), જોસ (ઈઆરડીએ)ના પિતા, નુપુરા અને ખંજનના સસરા, પ્રિશા અને વેગના દાદાનું સુરત ખાતે તા.૧૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન સંજોગોને કારણે બેસણું કે બીજી લૌકિક ક્રિયાઓ રાખેલ નથી.

સુભાષભાઇ પિત્રોડા

ઉપલેટા :.. મુળ ઉપલેટા હાલ નવસારી નિવાસી સુભાષભાઇ તુલસીભાઇ પિત્રોડા (ઉ.૬૧) તે બકુલભાઇ તથા ધર્મેન્દ્રભાઇ મોટાભાઇ તથા મનોજ, માધવ તથા વિશાલના પિતાશ્રી તા. ૧૮ ના રોજ અવસાન પામ્યા છે. ટેલીફોનીક બેસણું મો. ૯૩ર૮૯ ૧પપ૪૬ તથા મો. ૯૧૭૩૩ ૧પ૧પ૭ ઉપર રાખેલ છે.

જયોત્સનાબેન ત્રિવેદી

પડધરી : ચા. મ. મો. બ્રાહ્મણ પડધરી નિવાસી પ્રીતમલાલ મણીશંકર ત્રિવેદીના પુત્રવધુ જયોત્સનાબેન ત્રિવેદી (ઉ.પ૦) તે યોગેશભાઇના પત્નિ, જગદીશભાઇ (જામનગર)ના ભાભી તે ઓમ અને દૃષ્ટિબેનના માતુશ્રી તેમજ ચિ. જયદીપભાઇ ના કાકી, રાજકોટ, (મૂળ) (સૂરજી મનજી -નેસડા) સ્વ. જશવંતરાય જે. જાનીના સુપુત્રી અને મહેન્દ્રભાઇ, જયેશભાઇ, ઉષાબેન સનતકુમાર જાનીના મોટા બહેનનું તા. ૧૮ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ બન્ને પક્ષનું સાથે જ તા. રર ને ગુરૂવારે સાંજના ૪ થી ૬ રાખેલ છે. તમામ લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. યોગેશભાઇ મો. ૯રર૮૧ ર૪૩૬૩, જગદીશભાઇ મો. ૯૪ર૭૯ ૪૪૯૦૪, મહેન્દ્રભાઇ મો. ૯૮૭૯૭ ૩૮ર૪૮, જયેશભાઇ ત્રિવેદી ગાંધીધામ, મો. ૮૩ર૦પ ૬ર૯૯૦

હિંમતલાલ પંડયા

રાજકોટ : મુ. ડાંગરા હાલ રાજકોટ રેલ્વે રીટાયર કર્મચારી હિમતલાલ મણીશંકર પંડયા તે મહેશભાઇ તથા હરેશભાઇ અંબાજી થ્રેડવાળાના પિતાશ્રી તથા અશ્વિનભાઇ ટ્રેકાંન કુરીયરવાળાના પિતાશ્રી તથા અંબાશંકર અને ચીરાગના દાદા તથા સીતા, ગીતાના પિતાનું તા. ૧૯ ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. રર ના તેમના નિવાસ સ્થાને તથા બહારગામના માટે ટેલીફોનીક બેસણુ ૪ થી ૬ રાખેલ છે. મહેશભાઇ પંડયા મો. ૯૮૭૯પ ૬પપ૯૦ તથા હરેશભાઇ પંડયા ૯૩ર૮ર ૩૯૩૮૩ અને અશ્વિનભાઇ પંડયા મો. ૯૮૯૮૩ ૬પપ૯૦ છે.

મહેન્દ્રભાઇ મોદી

રાજકોટઃ સુદાન સ્ટીલ એશોસીયેટ વાળા મહેન્દ્રભાઇ ગોરધનદાસ મોદી (ઉ.વ. ૭૮) તે સંજયભાઇ તથા શીલ્પાબેન ફાલ્ગુનભાઇ પોપટના પિતાશ્રી તથા સ્વ. જયંતિભાઇ, સ્વ. સુર્યકાંતભાઇના નાના ભાઇ તથા જીતુભાઇના મોટાભાઇ, રાજલબાઇ મ.સ.ના સંસારી ભાઇ તેમજ કલકત્તાવાળા શાંતિલાલ ડોસાલાલ કામદારના જમાઇનું તા. ર૦ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

અવસાન નોંધ...

ભાવનાબેન ત્રિવેદી

રાજકોટ : ઔદિચ્‍ય ઝાલાવાડી બ્રાહ્મણ  હડીયાણા ચોવીસી અશ્વિનભાઇ લક્ષ્મીશંકર ત્રિવેદીના ધર્મપત્‍નિ ભાવનાબેન તે પ્રણવ તથા યશ (નયન) ના માતુશ્રી તેમજ હર્ષદભાઇ અને સુરેશભાઇના નાનાભાઇના પત્‍નિ તેમજ સ્‍વ. ગીરીશભાઇ નવલશંકર રાવલના પુત્રી તેમજ પ્રદિપભાઇ અને મનોજભાઇના બહેનનું તા. ૧૯ ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા. ૨૨ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ છે. પ્રણવભાઇ મો.૯૬૨૪૪ ૩૫૨૧૯, પ્રદિપભાઇ મો.૭૮૭૮૦ ૩૪૮૮૪, યશભાઇ મો.૮૮૬૬૯ ૯૪૩૮૪, મનોજભાઇ મો.૯૮૨૫૭ ૫૯૦૮૩ નો સંપર્ક થઇ શકશે.

ભરતભાઇ વસાણી

રાજકોટ : દશા સોરઠીયા વણિક બગસરા નિવાસી હાલ રાજકોટ ભરતભાઇ મનસુખલાલ વસાણી (ઉ.વ.૬૨) (નિવૃત બીએસએનએલ) તે નીતાબેનના પતિ તેમજ ગૌરવ (ઇન્‍ડિયન ઓવર્સિસ બેંક) તથા ધરા ગગલાનીના પિતાશ્રી તેમજ પૂજા વસાણી અને ધવલ ગગલાનીના સસરા તેમજ સ્‍વરાના દાદા તેમજ રૂહીના નાનાનું તા. ૧૮ ના અવસાન થયેલ છે. તે  વિરાર નિવાસી પ્રફુલભાઇ, સુરેશભાઇ, હરેશભાઇ અને મીનાબેન ઘીયાના ભાઇ તેમજ સ્‍વ. દીવ્‍યકાંત મુળચંદ શેઠના જમાઇ તેમજ સંજય શેઠના બનેવીનું ટેલીફોનીક બેસણું તા. ૨૨ ના સાંજે ૪ થી પ રાખેલ છે. ગૌરવ વસાણી મો.૯૪૨૬૪ ૭૨૨૮૭ અને ધરા ગગલાની મો.૯૯૮૭૪ ૫૨૭૨૩ નો સંપર્ક થઇ શકશે.

વિજયભાઇ પારેખ

રાજકોટ : સોની કાંતિલાલ મોતીલાલ પારેખના પુત્ર વિજયભાઇ પારેખ (ઉ.વ.૪૦) તે ભાવિકભાઇ અને નિલેષભાઇના નાનાભાઇનું તા. ૧૮ ના રવિવારે અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા. ૨૨ ના ગુરૂવારે સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે. કાંતિલાલ પારેખ મો.૯૯૯૮૬ ૦૧૩૧૩, ભાવિકભાઇ પારેખ મો.૭૨૨૬૦ ૯૯૯૯૦, નીલેષભાઇ પારેખ મો.૯૮૯૮૮ ૮૯૯૯૨ નો સંપર્ક થઇ શકશે. લૌકીક વહેવાર બંધ રાખેલ છે.

વિજયસિંહ જાડેજા

મોરબીઃ મુળ નાના વાગુદળ હાલ મોરબી નિવૃત એસીએફ ફોરેસ્‍ટ વિભાગ વિજયસિંહ પ્રભાતસિંહ જાડેજા (ઉ.વ. ૬૦) તે લક્ષદિપસિંહના પિતાશ્રી તેમજ અર્જુનસિંહ અને યુવરાજસિંહના ભાઇ તથા સહદેવસિંહ રણજીતસિંહના કાકા તા. ૧૮ના રોજ અવશાન પામેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખી સદગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. (મો. ૯૬૦૧ર ૮૩૩રર, ૮૯૮૦૧ ૯૯૯૩૮, ૯૯૦૪પ પર૧પ૬, ૯૭ર૪૬ પ૩૯૧ર ઉત્તરક્રિયા તા. ર૪ને સોમવારે રાખેલ છે.

હરીલાલ વરમોરા

મોરબીઃ મુળ સરા હાલ મોરબી નિવાસી હરીલાલ પિતાંબરભાઇ વરમોરા (ઉ.વ. ૮ર) તે લાલજીભાઇના ભાઇ તેમજ જનકભાઇ, નિતીનભાઇ અને પ્રદિપભાઇના પિતાશ્રી અને અનિલભાઇ તથા જયેશભાઇના કાકા તા. ૧૮ના અવશાન પામેલ છે. લૌકિક પ્રથા બંધ રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું (મો. ૯૯રપ૩ ૪૦૬૭૮, ૯૯૭૯૭ ૩૩૮૮૮, ૯૮રપ૩ ૧ર૧ર૮, ૯૭ર૬ર ૪ર૩૩ર, ૯૭૧ર૯ ર૯ર૧૮) રાખેલ છે.

કાંતિલાલભાઇ જોષી

મોરબીઃ મુળ અદેપર હાલ વાંકાનેર નિવાસી ચા. મ. મોઢ બ્રાહ્મણ કાંતીલાલભાઇ ચુનીલાલ જોષી (ઉ.વ. ૭૧) તે મનીષભાઇ ભાસ્‍કરભાઇ તથા મીનાક્ષીબેન નયનકુમાર ત્રિવેદી (સુરેન્‍દ્રનગર) ના પિતાશ્રી તેમજ બાલાશંકર (રફાળેશ્‍વર) ના નાનાભાઇ અને સ્‍વ. લાભશંકર હરજીવનભાઇ પંડયા (કોટડા નાયાણી)ના જમાઇનું તા. ૧૮ના અવશાન થયેલ છે. સદ્દગતનું બેસણું અને પીયર પક્ષની સાદડી તા. રર ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ (મો. ૯૪૦૮૦ ૪૦૪૩ર, ૯૯૭૮૯ ૮પ૧૮૬, ૯૬૬૪૯ ૭૭૩૧૯, ૯૬૩૮૧ ૦૧૦૩૩) રાખેલ છે.

મહેન્‍દ્રભાઇ મોદી

રાજકોટઃ સુદાન સ્‍ટીલ એશોસીયેટ વાળા મહેન્‍દ્રભાઇ ગોરધનદાસ મોદી (ઉ.વ. ૭૮) તે સંજયભાઇ તથા શીલ્‍પાબેન ફાલ્‍ગુનભાઇ પોપટના પિતાશ્રી તથા સ્‍વ. જયંતિભાઇ, સ્‍વ. સુર્યકાંતભાઇના નાના ભાઇ તથા જીતુભાઇના મોટાભાઇ, રાજલબાઇ મ.સ.ના સંસારી ભાઇ તેમજ કલકત્તાવાળા શાંતિલાલ ડોસાલાલ કામદારના જમાઇનું તા. ર૦ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખી લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે.

રસીલાબેન સોઢા

રાજકોટઃ થાણાગાલોળ નિવાસી હાલ રાજકોટ સ્‍વ.વ્રજલાલ મોહનલાલ સોઢાના ધર્મપત્‍નિ રસીલાબેન (ઉ.વ.૭૦) તે સ્‍વ.ગોપાલભાઈ, પ્રવિણભાઈ, મનહરભાઈ, સ્‍વ.રમેશભાઈના ભાભી તથા મહેશભાઈ, કેતનભાઈ, પંકજભાઈના માતુશ્રી તથા મીનાબેન સંજયભાઈ કોટક, સોનલબેન કલ્‍પેશકુમાર પોપટના માતુશ્રી તથા ચંદુલાલ ચુનીલાલ ખંધેડીયાના બહેનનું દુઃખદ અવસાન તા.૧૮ના થયેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. મો.૯૩૧૬૧ ૫૩૭૦૨, મો.૯૯૨૫૧ ૭૮૪૮૦, મો.૯૯૧૩૬ ૨૬૮૧૩

પ્રજ્ઞાબેન પંડયા

રાજકોટઃ ટેલીફોનીક બેસણું રાજકોટ વાલમ પંડયા પરિવાર અરડોઈના સ્‍વ.કાંતિલાલ ભાનુશંકર પંડયાના પુત્ર કિરણકુમાર કાંતિલાલ પંડયાના ધર્મપત્‍નિ પ્રજ્ઞાબેન કિરણકુમાર પંડયા (ઉ.વ.૫૦) તે આકાશ કિરણકુમાર પંડયાના માતુશ્રી તથા સંજયભાઈ, સ્‍વ.પરેશભાઈ અને કાજલબેન વિજયભાઈ જાની (રાજકોટ)ના ભાભી તથા કનકરાય ભાનુશંકર પંડયા, સ્‍વ.હરકાંતભાઈ ભાનુશંકર પંડયા, સ્‍વ.જસુબેન પ્રફુલભાઈ ત્રિવેદી, પુષ્‍પાબેન જયંતીભાઈ વ્‍યાસ તેમજ ભાગીરથીબેન રાજુભાઈ કકકડના ભત્રીજા વહુ અને ધંધુકા નિવાસી સ્‍વ.સુધાકરભાઈ પી. ભટ્ટની પુત્રીનું તા.૧૮ના રોજ ટૂંકી માંદગી બાદ રાજકોટ મુકામે અવસાન થયેલ છે. સ્‍વર્ગસ્‍થનું ટેલીફોનીક બેસણું તા.૨૨ ગુરૂવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે. કિરણભાઈ પંડયા મો.૯૪૨૮૨ ૯૬૧૧૯, કનકભાઈ પંડયા મો.૯૩૨૮૯ ૬૦૦૯૬, સંજયભાઈ પંડયા મો.૯૭૨૪૩ ૫૬૬૧૭

સનતભાઈ ભટ્ટ

રાજકોટઃ શ્રી ઔદિચ્‍ય સહષા ચિભડીયા બ્રહ્મસમાજના સ્‍વ.હરગોવિંદભાઈ દેવશંકરભાઈ ભટ્ટના પુત્ર સનતભાઈ હરગોવિંદભાઈ ભટ્ટ (ઉ.વ.૫૨) તે કિશોરભાઈ ભટ્ટ, ભારતીબેન રાવલ, જશુબેન રાવલ, ભાવનાબેન ઠાકર, જીજ્ઞાબેન જોષીના ભાઈ, તે મિહીર, ઈશિતાના પિતાશ્રી, તે અભિજીતના કાકા, તે ધીરૂભાઈ ત્રિભોવનભાઈ જોષી (વીરપૂર- જલારામ)ના જમાઈનું તા.૧૮ને રવિવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું  તા.૨૨ ગુરૂવારે સવારે ૯ થી ૫ રાખેલ છે.

પ્રવિણભાઈ રાચ્‍છ

રાજકોટઃ જીયાણાવાણા હાલ રાજકોટ સ્‍વ.પ્રવિણભાઈ લાલજીભાઈ રાચ્‍છ (નિવૃત નાયબ ચીટનીશ જી.પં. રાજકોટ) તે હસમુખભાઈ લાલજી રાચ્‍છ તેમજ સ્‍વ.પ્રફુલભાઈ લાલજીભાઈ રાચ્‍છના લઘુબંધુ હિતેષભાઈ તથા અમિતભાઈ (ઓમ બેટરી સર્વિસ)ના કાકા, સેજલબેન કારીયા, રિધ્‍ધિબેન નથવાણી, નિષ્‍ઠાબેન ધોકાઈ તથા કૃપાબેન ઠકરારના પિતાશ્રી જે મોહનલાલ તુલસીદાસ તન્‍નાના જમાઈ તા.૧૯ને શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા પિયર પક્ષની સાદડી બંને તા.૨૨ના સાંજે ૫ થી ૬ રાખેલ છે. હિતેષભાઈ મો.૯૮૭૯૫ ૫૦૬૭૧, અમિતભાઈ મો.૯૪૨૬૨ ૫૦૬૭૧, દિપેશભાઈ કારીયા મો.૭૬૯૮૯ ૩૭૧૭૭, પિયર પક્ષ- ભારતીબેન મો.૯૪૨૯૫ ૭૧૪૯૦, મિલાપભાઈ મો.૯૮૨૫૦ ૨૫૮૪૭

સોમભાઇ કુમારખાણીયા

રાજકોટ : મૂળ અમરપુર, તા. જસદણ, હાલ રાજકોટ નિવૃત પોસ્‍ટમેન સોમાભાઇ લઘરાભાઇ કુમારખાણીયા (ઉવ.૬૯) તે વિકાસ અને મનોજના પિતાશ્રી, તથા બચુભાઇ, બેચરભાઇ, મેઘજીભાઇ એ સ્‍વ.કેશુભાઇના ભાઇનું તા. ૨૦ના અવસાન થયું છે. સદગતનું ટેલિફોનીક બેસણુ તા. ૨૨ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ વાગ્‍યા દરમ્‍યાન (ફોન નં. ૮૬૯૦૩ ૦૦૦૦૧ અને ૮૯૮૦૧ ૮૧૭૧૭) રાખેલ છે.

કંચનબેન ભટ્ટ

ગોંડલઃ શ્રી સોરઠીય શ્રીગોડ માળવીય બ્રાહ્મણ, મુળ ચલાલા હાલ માળીયા હાટીના ઉસ્‍વ. પ્રતાપશંકર કરૂણાશંકર ભટ્ટના ધર્મપત્‍ની કંચનબેન તે (ઉ.વ. ૮૭) કીશોરભાઇ તથા બીપીનભાઇ તથા ચંદ્રીકાબેન નરેન્‍દ્રકુમાર પુરોહીત તથા પ્રફુલા અશ્‍વીનકુમાર પુરોહિતના માતૃશ્રી, ધોરાજી નિવાસી સ્‍વ. ભાનુશંકર માધવજી પુરોહિતના પુત્રી, મગનભાઇ જુનાગઢ તથા અમૃતભાઇ ધોરાજીના મોટા બહેનનું તા. ૧૮ના રોજ ગોંડલ મુકામે અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું માટે મોબા. નં. બીપીનભાઇ ભટ્ટ ૯૭ર૬ર ૧પ૭૮૯ તથા કિશોરભાઇ ભટ્ટ ૯૭૧ર૧ ૯ર૭ર૬

નવિનચંદ્ર નિર્મળ

ગોંડલ-બ્રહ્મક્ષત્રીય નવિનચંદ્ર રણછોડદાસ નિર્મળ તે કુણાલ તથા પરાગનાં પિતાનું તા. ૧૮નાં રોજ અવસાન થયું છે. ટેલીફોનિક બેસણું રાખેલ છે. મો. ૯૯૭૪૯ ર૩૮૦૦

ફાતમાબેન સાદીકોટ

ગોંડલઃ ફાતેમાબેન હાજી મોહસીનઆલી સાદીકોટ (ઉ.વ.૭૭) તે અબ્‍બાસભાઇ મોડપરવાલા (મોરબી) ની દિકરી મુર્તમભાઇ તથા હુશેનભાઇ નર્મદા હાર્ડવેર ગોંડલ રસીહાબેન બોટાદ, તસ્‍નીમબેન મોરબીના તા. ૧૮ના રોજ વફાત થયેલ છે. મો. ૯૮ર૪પ ૭રર૭૩

સરોજબેન જાની

વાંકાનેરઃ સરોજબેન મુકેશભાઇ જાની (ઉ.વ. પપ) જે મુકેશભાઇ નટવરલાલ જાનીના ધર્મપત્‍ની જયભાઇ જાની મીતભાઇ જાનીના માતુશ્રી તા. ૧૯ સોમવારના રોજ કૈલાશવાસ થયેલ છે. વર્તમાન સમયમાં મહામારી સ્‍થિતિને અનુલક્ષીને તા. રર ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે. મુકેશભાઇ જાની મો. ૯૮રપર ૮૧૮ર૬, જયભાઇ જાની મો. ૯૯૭૮પ ૪પર૪૭ મીત જાની મો. ૯પ૩૭૪ ૩૬૯૮૭ લૌકીક વ્‍યવહાર બંધ રાખેલ છે.

મહેશચંદ્ર શાષાી

રાજકોટઃ મહેશચંદ્ર જટાશંકર શાષાી (ભટ્ટ) તે શૈલેષભાઈ ભટ્ટ (એડવોકેટ), કમલેશભાઈ ભટ્ટ, મીનાક્ષીબેન ઠાકર (મુંબઈ), ગીતાબેન પંડયા (જૂનાગઢ)નાં પિતાશ્રીનું તા.૧૮ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સ્‍વ.નું ટેલીફોનીક બેસણું તા.૨૨ને ગુરૂવારને સાંજે ૪ થી ૬ રાખેલ છે. (મો.૯૯૨૪૦ ૯૮૬૨૦, મો.૭૯૯૦૧ ૪૮૯૩૦)

અશ્વિનભાઈ કાનાબાર

રાજકોટઃ મેંદરડાવાળા હાલ જુનાગઢ અશ્વીનભાઈ રૂગનાથભાઈ કાનાબાર (ઉ.વ.૪૮) (નિધી એન્‍ટરપ્રાઈઝ) તે નવીનભાઈ, મધુભાઈ, ધીરેનભાઈ તથા જયશ્રીબેનના નાનાભાઈ તેમજ દીનેશભાઈ હરીભાઈ ચોટાઈના જમાઈનું તા.૧૯ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

ઉષાબેન ગોસ્‍વામી

રાજકોટઃ નિવાસી જયંતગીરી અમૃતગીરી ગોસ્‍વામીના ધર્મપત્‍નિ તથા રવિરાજગીરી તથા તૃપ્‍તીબનેના માતુશ્રી તથા મૌલીકપુરીના સાસુ તથા અમૃતગીરી હમીરગીરીના પુત્રવધુ તથા નારણપુરી ગુલાબપુરીના પુત્રી સ્‍વ.ઉષાબેન જયંતગીરી ગોસ્‍વામીનું તા.૧૮ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૨ ગુરૂવારે સવારે ૧૦ થી ૧૨ વાગ્‍યા સુધી રાખેલ છે. જયંતગીરી એ. ગોસ્‍વામી મો.૯૬૦૧૭ ૬૨૬૫૬, નારણપુરી જી. ગોસ્‍વામી મો.૭૮૭૪૪ ૩૮૧૨૬, રવિરાજગીરી જે. ગોસ્‍વામી મો.૮૪૬૯૯ ૩૨૩૧૮

હરસુખલાલ કેલૈયા

રાજકોટઃ મુ. મેઘપુર નિવાસી હાલ રાજકોટ હરસુખલાલ વેણીરામ કેલૈયા તે પરસોતમભાઈ તથા રમણીકભાઈના ભાઈ તથા દિપકભાઈ તથા સત્‍યેનભાઈના પિતાનું દુઃખદ અવસાન શનિવાર તા.૧૭ના થયેલ છે. ટેલીફોનીક બેસણું ગુરૂવાર તા.૨૨ના બપોરે ૪ થી ૬ રાખેલ છે. સત્‍યેનભાઈ મો.૯૮૨૪૨ ૨૬૫૯૮, મો.૯૮૨૫૨ ૨૬૪૯૮

નવિનચંદ્ર સોઢા

રાજકોટઃ નવિનચંદ્ર વલ્લભદાસ સોઢા બાઢડાવાળા હાલ રાજકોટ (ઉ.વ.૬૨) તે પારસભાઈ, મનિષભાઈ અને મેહુલભાઈના પિતાશ્રી અને બચુભાઈ હરીભાઈ રૂપારેલના જમાઈ તા.૧૮ના રોજ અવસાન પામ્‍યા છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૨ ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૯૭૯૯ ૦૯૦૯૪

સંજયભાઈ સચદે

રાજકોટઃ સંજયભાઈ નવિનચંદ્ર સચદે (સાગર ઈલેકટ્રીક વાળા) (ઉ.વ.૫૮) તે નવિનચંદ્ર ભગવાનજી સચદેના પુત્ર તેમ પાર્થભાઈ અને રાધાબેન કમલકુમાર પલાણના પિતાશ્રી અને દુર્લભજી ગોરધનદાસ જોબનપુત્રાના જમાઈનું તા.૧૮ રવિવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્‍થિતિને અનુલક્ષીને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.