Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021
કાલાવડના મોજીલા ગૃપના સેવાભાવી જયંતીભાઇ સોજીત્રાનું અવસાન

કાલાવડ : મોજીલા ગૃપના યુવાન વેપારી અને સેવાભાવી કાર્યકર જયંતીભાઇ લીંબાભાઇ સોજીત્રાનું અવસાન થતાં શોકની લાગણી પ્રસરી હતી.

 સ્વ. જયંતીભાઇ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નિકળતી જન્માષ્ટમી શોભાયાત્રાના મુખ્યરથના સારથી તરીકે ૩૦વર્ષ સેવા આપી હતી જન્માષ્ટમી ઉત્સવમાં મોજીલા ગૃપમાં સેવા કરી કાર્યરત રહ્યા હતા.

ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડો.ચેતનભાઈ ત્રિવેદીના માતુશ્રીનું દુઃખદ અવસાન : આવતીકાલે ભાવનગર ખાતે બેસણું

રાજકોટ : પ્રો.(ડૉ.) ચેતનભાઈ ત્રિવેદી (કુલપતિશ્રી ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ) તથા પરેશભાઈ ત્રિવેદી ના માતુશ્રી મંજુલાબેન નંદલાલભાઈ ત્રિવેદી  (ઉ.વ ૭૪) તથા ડૉ. ભૈરવીબેન ચેતનભાઈ (ચિલ્ડ્રન્સ યુનિ. ગાંધીનગર)ના સાસુનો સ્વર્ગવાસ ૨૦/૧/૨૦૨૧ને બુધવારના રોજ થયેલ છે. જેમનું બેસણું ૨૧/૦૧/૨૦૨૧ ગુરુવારે બપોરે ૩ થી ૫ દરમ્યાન ભગવાનેશ્વર મહાદેવ મંદિર, સુભાષનગર, ભાવનગર  ખાતે સરકારશ્રીની કોવીડ ગાઈડલાઈન અનુસાર રાખેલ છે.

સ્વ.મંજુલાબેન ખૂબ જ સરળ અને સૌમ્ય સ્વભાવ ધરાવતા હતા અને તેમના દુઃખદ અવસાનથી સમાજને મોટી ખોટ પડી હોવાનું અગ્રણીઓ જણાવી રહ્યા છે. આજે સવારે ભાવનગર ખાતે નીકળેલી તેમની સ્મશાનયાત્રામાં કોવિડ ગાઈડલાઈન્સને અનુરૂપ રાજકીય તથા સામાજીક તથા શૈક્ષણિક અગ્રણીઓ જોડાયા હતા.

અવસાન નોંધ

નિર્મળાબેન હવે

અમરેલી : ઔદિત્ચ્ય ઝાલાવાડી સાડાચારસો જ્ઞાતિના સ્વ. કનૈયાલાલ શાંતિલાલ દવેનાં ગં.સ્વ. પત્ની નિર્મળાબેન કનૈયાલાલ દવે તે સ્વ. હરિવલ્લભભાઇ દવે તથા દિનતાબેન ભાસ્કરરાય ત્રિવેદી (ભાવનગર), રોહિતભાઇ દવે તથા શરદચંદ્ર દવેના ભાભી તથા સ્વ. ભાર્ગવ કનૈયલાલ દવે તથા અંશુમન કનૈયાલાલ દવે તથા માયાબેન ભાસ્કરરાય જોષી (ભાવનગર) તથા અ.સૌ. ગાર્ગી અતુલકુમાર વ્યાસ (વડોદરા)ના માતુશ્રી તથા ગોપીબેન હિતષેભાઇ પાણેરી (અમરેલી) ભૂમી સચિવ વ્યાસ (જામનગર) તથા પુનિત મહર્ષી, ચિ. બંસીના દાદીમાનો સ્વર્ગવાસને તા. ૧૮ ને સોમવારે થયેલ છે. ટેલીફોનીક સાદડી તા. ર૧ ને ગુરૂવારે રાખેલ છે. ઉત્તરક્રિયા તા. ર૯ ને શુક્રવારે કૌટુંબીક સીમીત રાખેલ છે. રોહિતકુમાર દવે મો. નં. ૯૪ર૬ર ૭૯૯૩૦, શરદચંદ્ર દવે મો. ૭પ૬૭૭ ૪૪૪પ૮, અંશુમન દવે મો. નં. ૯૪ર૭૭ ૪૭ર૧૯, મહર્ષી દવે મો. ૯૪ર૭૧ ૦રર૭ર, પુનિત દવે મો. નં. ૯૪ર૬૦ ૪૭ર૧૯.

પ્રવિણચંદ્ર મદલાણી

રાજકોટઃ પ્રવિણચંદ્ર ભગવાનદાસ મદલાણી (નિવૃત બેંક કર્મચારી દેના બેન્ક) (ઉ.વ.૮૪) તે સ્વ.અતુલભાઈ, સ્વ.ઈલાબેન દેવાણી, દિપકભાઈનાં પિતાશ્રી, સ્વ.ગોપાલજીભાઈ જુઠાભાઈ ચગનાં જમાઈ, સ્વ.હસમુખભાઈ ચગ અને સ્વ.કિશોરભાઈ ચગનાં બનેવીશ્રી તથા સ્વ.હેમલતાબેન મશરૂ, હંસાબેન ગણાત્રા, સરલાબેન કોટક તથા સ્વ.ચંદુભાઈ મદલાણીનાં ભાઈશ્રીનું તા.૧૬ને શનિવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. સસરા  પક્ષની સાદડી સાથે રાખેલ છે. વર્તમાન પરિસ્થિતીને અનુલક્ષીને ટેલીફોનીક બેસણું તા.૨૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. ૩- અમીપાર્ક હાઉસીંગ સોસાયટી, સર્વેશ્વર મહાદેવની સામેની શેરી, જનકપુરી મેઈન રોડ, સાધુવાસવાણી મેઈન રોડ, રાજકોટ. દિપકભાઈ મદલાણી (મો.૮૦૦૦૦ ૦૦૨૩૪, ૯૮૯૮૦ ૯૦૪૦૦) (કન્વીનરઃ ભાજપ ઈન્ડસ્ટ્રીયલ સેલ, રાજકોટ જીલ્લા ભાજપ), જીનેશ મદલાણી મો.૭૬૨૧૮ ૮૮૨૮૮, કિરણ ચગ મો.૮૭૮૦૫ ૨૧૧૪૩, હસમુખભાઈ કોટક મો.૯૯૯૮૯ ૨૮૨૩૫, સંજય ચગ મો.૭૨૮૪૦ ૧૦૬૦૦, આશાબેન ડી.મદલાણી- કોષાધ્યક્ષ- એઆઈડબ્લ્યુસી મો.૯૮૯૮૫ ૯૦૪૭૦

જગદીશભાઈ ઠાકર

રાજકોટઃ ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ સ્વ.કાકુભાઈ (માજી મુખ્યાજી માણાવદર)ના પુત્ર જગદીશભાઈ ત્રીભોવનદાસ ઠાકર (સીટી સર્વેયર) તે સ્વ.કલ્પનાબેન મહેતાના પતિ, સ્વ.સુરેશભાઈ, સ્વ.સુભાષભાઈ, ભીખુભાઈ, ઉદયભાઈ, અજયભાઈના ભાઈ તથા જીતેનભાઈ, હેતલબેન, પલ્લવીબેનના પિતાશ્રી, રીચાબેનના સસરા, કૃતાર્થના દાદા તા.૧૮ને સોમવારના રોજ ગૌલોકવાસી થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. જીતેનભાઈ જે.ઠાકર મો.૯૯૨૫૧ ૭૪૩૩૩

વિજયભાઈ શેઠ

રાજકોટઃ વઢવાણ નિવાસી હાલ રાજકોટ સ્વ.અમૃતલાલ હરજીવનદાસ શેઠનાં પુત્ર વિજયભાઈ અમૃતલાલ શેઠ (ઉ.વ.૭૬), તે સરોજબેનનાં પતિ, વિક્રમભાઈ, સ્વ.દિલીપભાઈ તથા પદમાબેન શાહનાં મોટાભાઈ, ડો.ચંદ્રકાંત નાનાલાલ શાહ (અમદાવાદ)નાં બનેવી, અલ્પેશભાઈ, મનોજભાઈ, રૂપલબેન, સોનલબેનનાં પિતા તથા ભાવિનભાઈ કામદાર, ધૈરવભાઈ શાહ, મનીષાબેન શેઠ, અલ્પાબેન શેઠનાં સસરા, પરમ, તનય, નમનનાં દાદા, આતુર, દ્રુમી, અંશનાં નાના તા.૧૮ને સોમવારનાં રોજ અરિહંત શરણ પામેલ છે. હાલના સંજોગોને અનુલક્ષીને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૧ને ગુરૂવારનાં રોજ સવારે ૧૦ થી ૧૧ કલાક દરમ્યાન રાખેલ છે.

કિનાબેન બરોચીયા

રાજકોટઃ વડોદરા નિવાસી કિનાબેન અજયભાઈ બરોચીયા (ઉ.વ.૪૬), તે અજયભાઈ ખીમજીભાઈ બરોચીયા (મો.૯૯૭૮૯ ૩૬૯૧૩)ના ધર્મપત્નિ, ખીમજીભાઈ તથા લલીતાબેનના વહુ, હર્ષ બરોચીયા (મો.૯૩૨૮૫ ૮૯૦૫૫)ના માતુશ્રી તા.૧૭ને રવિવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૦ને બુધવારે તા.૨૦ને બુધવારે સવારે ૯ થી ૫ રાખેલ છે.

સંગીતાબેન કોઠારી

રાજકોટઃ નિવાસી સંગીતાબેન (ઉ.વ.૭૩) તે જગદીશભાઈ ભાઈચંદભાઈ કોઠારીનાં ધર્મપત્નિ તથા હાર્દિકભાઈનાં માતુશ્રી તા.૧૯ને મંગળવારના રોજ અરિહંતશરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને ટેલીફોનીક બેસણું તા.૨૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન છે. મો.૯૭૧૪૮ ૨૩૪૫૬, સદ્દગતનું ચક્ષુદાન કરેલ છે.

કશ્યપભાઇ પાંઉ

જામજોધપુર : સ્વ. હરીશભાઇ પાંઉ (જીઇબી વાળા)ના પુત્ર કશ્યપ હરીશભાઇ  પાંઉ (ઉ.વ.૩૨) તે મનહરભાઇ પાંઉ (એસટી ડ્રાઇવર) તે મુકુંદભાઇ પાંઉના ભત્રીજા તથા નેહાબેન ઝાલાવડીયા (અંકલેશ્વર)ના ભાઇનું તા. ૧૮ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૧ ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ દરમ્યાન રાખેલ છે.

પ્રેમીલાબેન પંડયા

મોરબીઃ ચાતુવેદી મચ્છુ કઠીયા મોઢ બ્રાહ્મણ મુળ ઉકરડા, હાલ રાજકોટ પ્રેમીલાબેન ત્રંબકલાલ પંડયા (ઉ.વ.૮૩) તે પ્રકાશભાઇ પંડયા (એડવોકેટ) તથા બીપીનભાઇ પંડયાના ભાભુ, નીખીલભાઇ તથા પ્રતિકભાઇના દાદી તેમજ મુ.કોયલીવળા લાલજીભાઇ ભવાનીશંકર પંડયાના દિકરી તેમજ વ્રજલાલભાઇ (ભીખુભાઇ) પંડયાના  બહેનનું તા.૧૯ ને મંગળવારે અવસાન થયેલ છે. બંને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.ર૧ને ગુરૂવારે સાંજે ૪ થી પ રાખેલ છે. પ્રકાશભાઇ મણીશંકર પંડયા-૯૪ર૬૯ ૮૭૧૨૮, નીખીલભાઇ પી. પંડયા-૭૩૮૩૮૨૫૩૦૦, પ્રતિકભાઇ પી. પંડયા-૯૩૧૩૩૧૬૪૯૮, પુષ્પાબેન પી. પંડયા-૯૪૨૭૭૨૫૬૯૭, પ્રમોદભાઇ વી.પંડયા-પીયર પક્ષ-૯૯૯૮૫૧૩૭૫૨.

ઉમંગભાઇ વાઘેલા

રાજકોટ : લુહાર હર્ષદભાઇ રવિભાઇ વાઘેલાના સુપુત્ર અને સ્વ.રતિભાઇ પ્રેમજીભાઇ વાઘેલાના પૌત્ર ઉમંગ હર્ષદભાઇ વાઘેલા તા.૧૯ના રોજ શ્રીજીચરણ પામેલા છે. તા. ૨૧ને ગુરૂવારે ૪ થી ૬ તેનું બેસણુ નિવાસસ્થાને (રંગીલા હનુમાન કોઠારીયા મેઇન રોડ) ખાતે રાખેલ છે. ટેલીફોનીક બેસણું મો. ૯૮૨૪૦ ૯૭૦૧૫ તથા મો. ૭૫૬૭૦ ૪૮૯૩૯ છે.

ચંદુભાઇ સુરાણી

રાજકોટ : ગામ બેડી નિવાસી ચંદુભાઇ ભવાનભાઇ સુરાણી (ઉ.૮૦) જે હેમીબેન ચંદુભાઇ સુરાણીના પતિ તથા જયેન્દ્રભાઇ સુરાણી, મનોજભાઇ સુરાણી, હિનાબેન વાજા, હંસાબેન પરમાર અને ઉર્મિલાબેન ચુડાસમાના પિતાશ્રીનું તા. ૧૯ના રોજ અવસાન થયેલ છે. જેનું બેસણું તા. ૨૧ ના બપોરે ૩ થી પ બેડીગામ ખાતે રાખેલ છે. મો. જયેન્દ્રભાઇ સી.સુરાણી મો. ૯૬૨૪૫ ૭૨૩૧૪ તથા મનોજભાઇ સી.સુરાણી મો. ૯૯૨૫૮ ૬૩૪૫૯ છે.

મંજુલાબેન રાણપરા

રાજકોટ : સ્વ.મંજુલાબેન રતિલાલ રાણપરા તે સ્વ. સોની રતિલાલ લાલજી રાણપરાના ધર્મપત્ની સુરેશભાઇ, ચંદ્રેશભાઇ, નયનાબેન, નીલાબેન, નીતાબેન તથા જયશ્રીબેનના માતૃશ્રી ભાવેશ તથા દિપેનના દાદી સ્વ.રાજેન્દ્રભાઇ તથા રમેશભાઇના કાકી તે સ્વ. દામોદરભાઇ ત્રિભોવનદાસ ચોકસીના દિકરી તા.૧૮ના શ્રીજીચરણ પામેલ છે. બંનેપક્ષનું ટેલીફોનીક બેસણુ તા. ૨૧ના બપોરે ૩:૩૦ થી પ રાખેલ છે. સુરેશભાઇ મો. ૯૯૦૪૬ ૪૧૪૮૧, ચંદ્રેશભાઇ મો. ૭૫૭૩૦ ૩૮૯૦૨, ભાવેશભાઇ મો. ૭૫૭૩૦ ૩૮૯૦૧, રમેશભાઇ મો. ૯૮૯૮૬ ૩૧૫૮૭, વિનોદભાઇ મો. ૯૭૨૫૩ ૫૪૬૪૭, હર્ષદભાઇ મો. ૯૮૨૫૦ ૨૦૮૯૩, રાજુભાઇ મો. ૯૮૨૪૨ ૩૧૪૮૮.

અમૂલરાય ઉનડકટ

મોટી કુકાવાવ : અમુલરાય ગોકળદાસ ઉનડકટ (ઉવ.૭૭) તે પ્રભુદાસભાઇ, સ્વ ખીમજીભાઇ, જયાબેન, સ્વ સુશીલાબેન, મધુબેન તથા રસીલાબેનના ભાઇ તેમજ ચીરાગભાઇ, રાજેશભાઇ, આશીષભાઇ, તેમજ પારૂલબેન દિપકકુમાર અટારાના પિતા તથા શ્રુતીના નાના તથા વીરના દાદાનું તા.૧૯ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૧ના ગુરૂવારના રોજ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

ધીરજબેન મહેતા

મોરબી : મુળ ગુંગણ હાલ મોરબી સ્વ. ભાનુશંકર રૂગનાથભાઇ મહેતાના ધર્મ પત્ની ધીરજબેન (ઉવ.૭૫) તે વિષ્ણુભાઇ વલ્લભરામ મહેતા, રાજુભાઇ વલ્લભરામ મહેતા, સુરેશભાઇ, બીપીનભાઇ તેમજ વનીતાબેન ભરતકુમાર પંડ્યાના કાકી તેમજ સ્વ. દુર્ગાશંકર મહેતા (ચરાડવા)ના દિકરી અને રમેશભાઇ, ગુણુભાઇ, વિનુભાઇ તેમજ પ્રવિણભાઇના બહેન તા. ૧૭ના રોજ કૈલાશવાસ પામેલ છે. બેસણું તા. ૨૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ શ્રી શનિદેવ મંદિર, અક્ષરધામ પાર્ક, કુબેરનગર પાસે નવલખી રોડ ખાતે રાખેલ છે.

પુષ્પાબેન આડેસરા

રાજકોટ : ગો.વા. સોની મણીલાલ લાલજીભાઇ આડેસરાના ધર્મપત્ની સોની પુષ્પાબેન આડેસરા (ઉવ.૮૨) તે પ્રમોદભાઇ (ભીખાભાઇ) યોગેશભાઇ, દિલીપભાઇ તથા લતાબેન, કિરણબેન, પ્રજ્ઞાબેનના માતૃશ્રી તથા તેજસ, જયદીપ, જતીન, હર્ષ, ભાવેશના દાદી તથા તે અ.નિ. સોની વલ્લભજીભાઇ નારણભાઇ રાધનપુરા (સરપદળ વાળા)ના દિકરી તથા અ.નિ. સોની વિરચંદભાઇ વલ્લભજીભાઇ તથા અ.નિ. હંસરાજ વલ્લભજીભાઇના બહેન તા. ૧૯ના શ્રીજી ચરણ પામેલ છે. બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું તા. ૨૧ને ગુરૂવારે સવારે ૧૦:૩૦ થી ૧૨ કલાકે રાખેલ છે.  લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. પ્રમોદભાઇ મોનં. ૯૭૨૬૧ ૭૦૯૭૭, યોગેશભાઇ-૯૯૨૪૭ ૦૩૯૪૧, દિલિપભાઇ-૯૪૨૭૭ ૨૮૭૭૯, દિપકભાઇ-૭૪૦૫૩ ૫૦૨૮૮, તેજશ-૯૦૩૩૩ ૩૪૩૭૪, જયદિપ-૮૪૬૦૬ ૭૧૫૮૫, પિયર પક્ષ : પ્રફુલભાઇ મોનં. ૯૩૨૮૯ ૩૪૨૫૫, મનહરલાલ- ૯૪૨૬૭ ૮૬૧૦૧, મુકેશભાઇ- ૯૯૨૪૭ ૮૮૦૪૪, રમેશભાઇ- ૯૯૧૩૩ ૨૫૦૫૦, શૈલેષભાઇ- ૯૮૭૯૨ ૦૬૦૯૦ છે.

નલીનીબેન ગાંધી

રાજકોટ : નલીનીબેન અશોકભાઇ ગાંધી તે અશોકભાઇ મનસુખલાલ ગાંધીના ધર્મપત્ની, તે અ.સૈ. સ્વાતી તથા ચિરાગના માતુશ્રી તે ચિ. વિરલકુમારના સાસુ તથા સ્વ. મોહનલાલ ગૌરીશંકર દેસાઇના સુપુત્રી તે કૌશિક ગાંધી, સુનીલ ગાંધીના ભાભી તથા વિનયકાંત એચ. ગાંધીના ભત્રીજાવહુ તા. ૧૮ ને સોમવારના અરિહંત શરણ પામેલ છે. ટેલીફોનિક બેસણું તા. ર૧ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ફોન નં. મો. કૌશિક ગાંધી- ૯૮ર૪ર ૧૭ર૬ર, ધવલ ગાંધી- ૯૪ર૮૦ ૩૯૮ર૯, ભારતીબેન ગાંધી - ૯૪ર૯૩ ૧૪૦૮ ૧   

લતાબેન નિર્મળ

જુનાગઢ : લતાબેન ચિંતરંજનભાઇ નિર્મળ ઉ.૬૬, જે ચિંતરંજનભાઇ હરજીવનભાઇ નિર્મળના પત્ની તેમજ ભાવેશભાઇ, ગોપીબેન અને સ્વ. રમેશભાઇ, સ્વ. પ્રકાશભાઇ, ગીરીશભાઇના બહેનનું તા. ૧૯ મંગળવારે અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું તથા પીયર પક્ષની સાદડી તા. ર૧ને ગુરૂવારે સાંજે ૪:૩૦ થી પઃ૩૦ સુધી રાખેલ છે. ચિંતરંજનભાઇ- ૬૩પ૩૯ ૩૯૪૧૪, ભાવેશભાઇ - ૯૯ર૪૪ ૯૯૭૪પ, ગીરીશભાઇ - ૯૯૯૮૯ ૪૧૪૮૪ 

ભારતીબેન વસાવડા

વિસાવદર : ભારતીબેન રવિભાઇ વસાવડા ઉ.વ.૬૪, તે પાયલબેનના મમ્મી તથા ભરતભાઇ વ્યાસ (વકીલ), સરલાબેન, દાદુભાઇ, અને મહેન્દ્રભાઇના બહેનનું તા.૧૭ ને રવિવારે જુનાગઢમાં અવસાન થયેલ છે. બેસણું ગુરૂવારે સાંજના ૪ થી ૬ કલાકે વિસાવદર સમસ્ત બ્રહ્મસમાજની વાડી ખાતે રાખેલ છે તથા તા.રર શુક્રવારે જામકા (તા.બગસરા) મુકામે નિવાસ સ્થાને રાખેલ છે.

જયસુખભાઈ મહેતા

રાજકોટઃ જામનગર નિવાસી હાલ રાજકોટ મનહર લોજવાળા જયસુખભાઈ નેણસીભાઈ મહેતાનું તા.૧૯ના રોજ અવસાન પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૧ના બપોરે ૪ થી ૫ રાખેલ છે. મો.૯૮૨૫૦ ૭૨૭૮૯, મો.૯૮૨૪૨ ૧૯૧૦૫

પંશીલભાઈ ઠાકર

રાજકોટઃ શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ પંશીલભાઈ સુનીલભાઈ ઠાકર (ઉ.વ.૨૭) તે સ્વ.સુનીલભાઈ મહાશંકર ઠાકર તથા નીલાબેન ઠાકરના પુત્ર તેમજ માનસભાઈ સુનીલભાઈ  ઠાકરના મોટાભાઈ તથા પ્રવિણભાઈ મહાશંકર ઠાકર તથા સ્વ.અનંતરાય ઠાકરના ભત્રીજાનું તા.૧૭ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૧ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

મંજુલાબેન રાણપરા

રાજકોટઃ ટંકારાવાળા સોની સ્વ.રતિલાલ લાલજીભાઈ રાણપરાના ધર્મપત્નિ મંજુલાબેન રતિલાલ રાણપરા (ઉ.વ.૮૫) તે સુરેશભાઈ ચંદ્રેશભાઈ નયનાબેન, નીલાબેન, નીતાબેન, જયશ્રીબેનના માતુશ્રી તથા ભાવેશ, દીપેનના દાદી, સ્વ.રાજેન્દ્રભાઈ, રમેશભાઈના કાકી તથા સોની સ્વ.દામોદરદાસ ત્રિભોવનદાસ ચોકસીના દીકરી તા.૧૮ના રોજ શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષનું બેસણું તા.૨૧ના ગુરૂવારે બપોરે ૩:૩૦ થી ૫ વાગ્યા સુધી રાખેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષી ટેલીફોનીક બેસણું રાખેલ છે. સુરેશભાઈ મો.૯૯૦૪૬ ૪૧૪૮૧, ચંદ્રેશભાઈ મો.૭૫૭૩૦ ૩૮૯૦૨, ભાવેશભાઈ મો.૭૫૭૩૦ ૩૮૯૦૧, રમેશભાઈ મો.૯૮૯૮૬ ૩૧૫૮૭ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

અમૃતલાલ મકવાણા

ગોંડલ : અમૃતલાલ પ્રાણજીવન મકવાણા (બટુકભાઇ ચોકસી) તે અતુલભાઇ, હર્ષદભાઇના પિતાજી, કિશન, પવન, કરણ, નયનેશ અકષયના દાદાજીનું તા. ૧૭ રવિવારે અવસાન થયેલ છે. બેસણું તા. ૨૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ 'શ્રી હરી' સાટોડીયા શેરી મોટી બજાર, ગોંડલ ખાતે રાખેલ છે.

યુનુસભાઇ મોગલ

વડિયા : સ્વ. યુનુસભાઇ જમાલભાઇ મોગલ (નિવૃત્ત કલાર્ક, સુરગવાળા હાઇસ્કુલ) (ઉ.૫૯) તે વડિયા નિવાસી હનીફભાઇ (એસટી કંડકટર)ના પિતાશ્રી તેમજ રાહિલભાઇ તેમજ સોહિલભાઇના કાકાનું તા. ૧૯ને મંગળવારે અવસાન થયેલ છે. જિયારત તા. ૨૧ના સવારે ૯.૩૦ કલાકે જુમ્મા મસ્જિદ વડિયા મુકામે રાખેલ છે તથા બેસણું તા. ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.