Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018
ઓખા મંડળ રાજપુત સમાજના અગ્રણી હેમુભા વાઢેરના પત્નીનું અવસાન

મીઠાપુરઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકાના ઓખામંડળ દ્વારકા વિસ્તારના રાજપૂત સમાજના અગ્રણી હેમુભા વાઢેર (હેમતસિંહ) ના ધર્મપત્ની તેમજ ઘનશ્યામસિંહ વાઢેર અને રવિન્દ્રસિંહ વાઢેરના માતા સ્વ. માનકુંવરબા હેમતસિંહ વાઢેર તા. ૧૮ના રોજ શ્રીજીચરણ પામેલ છે.સદ્દગતનું ઉઠમણું (બેસણું) તા. ૨૦ ને શુક્રવાર ના રોજ ઓદિચ્ય બ્રાહ્મણની વાડીમાં બપોરે ૪ કલાકે બેટ ખાતે રાખેલ છે.

એડવોકેટ દિનેશભાઈ વ્યાસના સાસુ દમયંતિબેનનું દુઃખદ અવસાનઃ શનિવારે ઉઠમણું

ઘોઘાવદરઃ દમયંતિબેન ફૂલશંકરભાઈ ભટ્ટ (ઉ.વ.૮૨) તે જગદિશભાઈ તથા ગીરીશભાઈના માતુશ્રી અને રાજેશભાઈ કે.પંડ્યા તથા દિનેશભાઈ જે.વ્યાસ (રાજકોટ)ના સાસુ તથા ભુપતભાઈ એમ.પંડ્યા (શિવરાજગઢ)ના બહેનનું તા.૧૭ના રોજ કૈલાસવાસ થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૧ને શનિવારના રોજ બપોરે ૩ થી ૬, ઘોઘાવદર ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

 ભરત આદનાણી

રાજકોટઃ રાજકોટના આદનાણી કિશોરભાઇ મોતીરામના પુત્ર આદનાણી ભરત કિશોરભાઇનું તા.૧૮ના રોજ શ્રી રામ ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું /પઘડીયુ તા.૨૦ શુક્રવારના હર મંદીર, રામનાથપરા મેઇન રોડ વીરાણી વાડી પાસે રાજકોટ સાંજે ૬ કલાકે રાખેલ છે.

ઉષાબેન ત્રિવેદી

રાજકોટ : ગુ. હા. સ. ચા. મોઢ બ્રાહ્મણ સ્વ. રસીકલાલ જયાશંકર ત્રિવેદીના ધર્મપત્નિ ઉષાબેન રસીકલાલ ત્રિવેદી (ઉ.વ.૬૮) તે મહીપતભાઈ મણીશંકર ત્રિવેદીના ભત્રીજા વહુ તથા પ્રવિણભાઈ જયાશંકર ત્રિવેદીના ભાભી, જાગૃતિબેન પરેશકુમાર ત્રિવેદીના માતુશ્રી, રાજુભાઈ, યોગેન્દ્રભાઈ, પંકજભાઈના કાકી તેમજ સ્વ. મુળવંતભાઈ ત્રંબકભાઈ શુકલના બેન તેમજ હિતેષભાઈ મુળવંતભાઈ શુકલના ફૈબાનું તા.૧૮ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તા.૨૦ને શુક્રવારે સાંજે ૫ થી ૫:૩૦ જ્ઞાતિની વાડી, ચંદન પાર્ક, રૈયા સર્કલ પાસે, સ્વ. કલ્યાણજી નરશીભાઈ જાની કોમ્યુ. હોલ રાજકોટ ખાતે રાખેલ છે.

કાંતિલાલભાઇ મહિદડીયા

ભંડારીયા (ભાડલા): મિસ્ત્રી કાંતિલાલ મોહનલાલ મહિદડીયા તે ચમનલાલ મોહનલાલ મહિદડીયાના નાનાભાઇ તથા મનિષભાઇના કાકા, સપનાબેન સાગર ભાડેશીયા, અમીબેન, સ્વાતિ તથા મોહીતના પિતાશ્રી, બામણબોર વાળા મોહનભાઇ લક્ષ્મણભાઇ વિરમગામાના જમાઇ તા.૧૬ના શ્રીરામ ચરણ પામ્યા છે. સદ્દગતનું બેસણું બન્ને પક્ષનું તા.ર૦ના શુક્રવારે સાંજના ૩ થી પ, ભંડારીયા મુકામે રાખેલ છે.

સાગર કલાડિયા રમેશ કલાડિયા મીનાબેન કલાડિયા

રાજકોટઃ રીબડાવાળા સોની પારેખ દુર્લભજીભાઇ પરષોતમભાઇના પુત્ર સ્વ.વસનજીભાઇ દુર્લભજીભાઇ પારેખના પુત્રી મીનાબેન રમેશભાઇ કલાડિયા (ઉ.વ.પ૩), જમાઇ રમેશભાઇ ઠાકરશીભાઇ કલાડિયા (ઉ.વ.પ૭) તથા ભાણેજ સાગર રમેશભાઇ કલાડિયા (ઉ.વ.ર૩)નું તા.૧૭ના અવસાન થયેલ છે. તેમનું બેસણું બંને પક્ષનું તા.૧૯ના સાંજે ૩-૩૦ થી પ-૦૦, પારેખ વાડી ખત્રીવાળ મેઇન રોડ સોની બજાર ખાતે રાખવામાં આવેલ છે.

સિધ્ધાર્થભાઇ પંડયા

દામનગરઃ મચ્છુ કાઠીયા મોઢબ્રાહ્મણ શાંતિલાલ મગનલાલ પંડયાના પુત્ર સિધ્ધાર્થભાઇ શાંતિલાલ પંડયા ઉ.૬૫ વર્ષ (દામનગરવાળા) હાલ મહુવા તેઓ ભાવિકભાઇ તથા ધાર્મિકભાઇના પિતા તેમજ ભાસ્કરભાઇ પંડયા (ગાયત્રી મંદિર) તથા મહેશભાઇ શાસ્ત્રીનાં મોટા ભાઇ, સ્વ. ઘનશ્યામભાઇ રવિશંકર પંડયા-રાણાગઢના જમાઇ, વિષ્ણુભાઇ ત્રિવેદી તથા સ્વ. ભરતભાઇ પંડયા ઢસાના સાળાનું અવસાન થયું છે. બેસણું તા. ૨૨ ને રવિવારે દામનગર બ્રહ્મ સમાજની વાડી શાક માર્કેટ પાસે રાખેલ છે. બપોરે ૩ થી ૫ તથા પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

મહેશભાઈ કલાડીયા,સંગીતાબેન કલાડીયા

રાજકોટઃ સોની પ્રવિણચંદ્ર મોહનલાલ કલાડીયાના પુત્ર મહેશભાઈ પ્રવિણચંદ્ર કલાડીયા (ઉ.વ.૪૭) તથા પુત્રવધુ સંગીતાબેન મહેશભાઈ કલાડીયા (ઉ.વ.૪૫) તે નિધીબેન તથા આયુષીબેનના માતાપિતા તથા રેખાબેન, રીટાબેન, મયુરભાઈના ભાઈ-ભાભી તથા તે વિનોદચંદ્ર ત્રિભોવનદાસ ચોકસી (સુરેન્દ્રનગર)ના દિકરી- જમાઈ તથા વિજયભાઈના બેન- બનેવી અને વૈભવભાઈ, પ્રશાંતભાઈના ફુવા-ફૈબા તા.૧૮ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું તા.૧૯ ગુરૂવાર સાંજે ૪ થી ૬, આરએમસી હોલ, જીલજીત હોલની સામે, આનંદનગર, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

વ્રજકુંવરબેન બકરાલીયા

રાજકોટઃ ગુર્જર સુથાર દેવળીયાવાળા (હાલ રાજકોટ) વ્રજકુંવરબેન છગનભાઈ બકરાલિયા (ઉ.વ.૮૫) તે દિનેશભાઈ, ભરતભાઈ, પ્રફુલભાઈ, ચંદ્રિકાબેન નાગજી મિસ્ત્રી ભારદિયા, પ્રવિણાબેન  હેમેન્દ્રકુમાર અંબાસણા, સરલાબેન ભરતકુમાર વડગામાના માતુશ્રી તે મોટી ભલસાણ વાળા, મુળજી નારણ વિસરોલીયાના દિકરીનું તા.૧૮ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ને શુક્રવારના રોજ ૪:૩૦ થી ૬ ''ગુર્જર સુથાર પ્રગતિ મંડળ'' ગોંડલ રોડ, પટેલ કન્યા છાત્રાલય પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.