Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020
લાયનવાદ અને વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રના ભિષ્મ પિતા સમાન રોહીતભાઇ મહેતાનું દુઃખદ અવસાન

રાજકોટ : વિશ્વ લાયનવાદના અગ્રીમ હરોળના નેતા અને લાયન્સ ઇન્ટરનેશનલનાં પ્રથમ ભારતીય પ્રમુખ રોહિતભાઇ મહેતાનું દુઃખદ અવસાન થતા  સમગ્ર વિશ્વની લાયન્સ કલબોમાં શોકની લાગણી છવાઇ છે. ઉલ્લેખનીય છે કે લાયન્સ ઇન્ટરનેશનલની સ્થાપના અમેરીકામાં ૧૯૧૭ માં અને ભારતમાં ૧૯૬૫ માં થઇ હતી. જે પૈકી પ્રથમ કલબ દિલ્હી અને બીજી મુંબઇમાં સ્થપાઇ હતી. ભારતમાં લાયનવાદની સ્થાપનામાં રોહીતભાઇ મહેતાનો ફાળો નોંધનીય હતો. સમગ્ર પશ્ચિમ ભારત રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશની લાયન્સ કલબોના લાયન્સ ડીસ્ટ્રીકટના તેઓ પ્રથમ ડીસ્ટ્રીકટ ગવર્નર તરીકે વર્ષ ૧૯૬૦-૬૨ એમ બે વર્ષ રહ્યા હતા. ભારતમાંથી લાયન્સમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રમુખ થવાનું બહુમાન રોહીતભાઇને મળ્યુ હતુ. તેઓ વર્ષ ૧૯૯૨-૯૩ માં આંતરરાષ્ટ્રીય પ્રમુખ ચુંટાઇ આવેલ. કુદરતી હોનારતો અને ધરતીકંપ વખતે લાયન્સ ઇન્ટરનેશનલના માધ્યમથી તેઓની મોટી સેવા રહી હતી. વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રે પણ તેઓ અગ્રીમ રહ્યા. રોહીત ગ્રુપ ઓફ મિલ્સ, આર. એમ. સ્ટીલ નામથી તેઓ ઉદ્યોગ ચલાવતા. ઇન્ટ્રા ઓકયુલર લેન્સનો તેમનો વ્યાપાર વિશાળ હતો. તેઓ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ, ગુજરાત એકસપોર્ટ કોર્પોરેશન, ઇન્ડિયન કોટન મિલ્સ ફેડરેશન અને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ, બેટ દ્વારકાના અધ્યક્ષ રહ્યા હતા. એશિયાની સૌથી મોટા ફર્ટીલાઇઝર કોર્પોરેશન ગુજરાત નર્મદા ફર્ટીલાઇઝર કોર્પોરેશનના તેઓ ૧૭ વર્ષ સુધી અધ્યક્ષ રહ્યા હતા. અમદાવાદ ઇલેકટ્રીક કંપની અને ગૃહ ફાઇનાન્સ કોર્પોરેશનમાં પણ અધ્યક્ષ તરીકે સેવા આપી ચુકયા છે. જો કે રાજકારણમાં સક્રીય નહોતા બન્યા. પરંતુ મહાદેવભાઇ દેસાઇ, મોરારજીભાઇ દેસાઇ સાથે અગાઢ મિત્રતા હતી. તેઓ જયારે અમદાવાદ આવતા ત્યારે રોહીતભાઇને ત્યાં જ ઉતારો રાખવામાં આવતો. રાજકોટના આર્કિટેક સુરેશભાઇ સંઘવી અને તેમના પરિવાર સાથે પણ ઘનિષ્ટ નાતો હતો.

વલારડીવાળા રમેશભાઇ જોષીનું અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મૂળ વલારડી-તા.બાબરા, હાલ-અમરેલી, રમેશભાઇ જયંતીલાલ જોષી (ઉ.વ.પ૭- અમરેલી બાજ ખેડાવાળ બોર્ડીગના મેનેજર-વ્યવસ્થાપક) તે ગં.સ્વ.લાભુબેન જયંતીલાલ જોષીના પુત્ર તથા ઉમેશભાઇ જોષી, સ્વ. ઇચ્છુભાઇ જોષી, દિનેશભાઇ જોષી, કિરીટભાઇ જોષી, ઘનશ્યામભાઇ જોષી, મહેન્દ્રભાઇ જોષી અને હરેશભાઇ જોષી, ગીતાબેન ડાયાલાલ પાઠક (અમદાવાદ) ઇલાબેન ભાસ્કરકુમાર મહેતા (કુબડા)ના ભાઇ તથા જાગૃતીબેનના પતિ તેમજ કિંજલબેન અને માધવીબેનના પિતાશ્રી   તેમજ ભરતકુમાર પ્રભુલાલ દવેના બનેવી તથા સ્વ. મણીલાલ વેલજીભાઇ ભટ્ટ (રાણસીકી)ના ભાણેજનું તા.૧૬ ને બુધવારે  અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૯ને શનિવારે રાખેલ છે. ઉમેશભાઇ મો.નં. ૯૮૭૯પ ૬૬પ૯૦,  ઘનશ્યામભાઇ મો.નં. ૯૪ર૬૪ ૭૪૯૭૬, કિંજલબેન રમેશભાઇ જોષી મો.નં. ૯૪ર૯૪ રરપ૧૧.

શહેર પોલીસ કન્ટ્રોલ રૂમના એએસઆઇ દિપકભાઇ બામટાના ધર્મપત્નિનું અવસાનઃ વિધી ઘરમેળેઃ ટેલિફોનીક બેસણું

રાજકોટઃ દિપકભાઇ આપાભાઇ બામટા (એએસઆઇ-પોલીસ કન્ટ્રોલ રૂમ રાજકોટ)ના ધર્મપત્નિ ચેતનાબેન બામટા (ઉ.વ.૪૯) તે ચાર્મીબેન ચિંતનકુમાર રાણપરાના માતુશ્રી તથા જગદીશભાઇ મહાદેવભાઇ મંડિરના પુત્રી તેમજ કનકભાઇ બામટા, નવનીતભાઇ, રાજુભાઇ તથા અશોકભાઇના નાના ભાઇના પત્નિ તેમજ ચિંતનકુમાર પ્રકાશભાઇ રાણપરાના સાસુ અને પરેશભાઇ મંડિર તથા કુમારભાઇ મંડિરના મોટા બહેન ઉપરાંત મનિષભાઇ, સંદિપભાઇ, હિતેષભાઇ, તુષારભાઇ, મોૈલિકભાઇ, પ્રતિકભાઇ, શિલ્પાબેન, દિશાબેન અને દિપાલીબેનના કાકીનું તા. ૧૭ના ગુરૂવારે અવસાન થયું છે. હાલની કોરોનાની મહામારીને ધ્યાને લઇ તમામ વિધી ઘરમેળે રાખી છે. તેમજ ટેલિફોનીક બેસણું (મો. ૯૯૭૮૯ ૪૪૪૮૨-દિપકભાઇ બામટા) રાખેલ છે.

દુઃખદ અવસાન ટેલીફોનીક સાદડી

જૂનાગઢ : ધણફુલિયાવાળા સ્વ. પ્રભુદાસભાઇ દેવચંદભાઇ સોઢાના જમાઇ તે દિનેશભાઇ (જૂનાગઢ) તથા નલિનભાઇ (રાજકોટ)ના બનેવી સ્વ. શ્રી ભરતભાઇ ચંદુલાલ ધામેચા શ્રીજીચરણ પામેલ છે. હાલની પરિસ્થિતી ધ્યાને લઇ સદ્ગતની ટેલિફોનીક સાદડી તા. ૧૮/૯/૨૦૨૦, શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. દિનેશભાઇ (જૂનાગઢ) ૯૪૨૮૩ ૭૪૩૮૭, ૯૪૨૯૧ ૬૯૦૬૫ નલિનભાઇ (રાજકોટ) ૯૪૨૯૦ ૪૭૮૩૪.

રહેમતબેન મોતીભાઇ ભાવર વફાત થયા : કાલે શનિવારે ઝીયારત

રાજકોટ :  મોચીનગર વિસ્તારના રહેવાસી, દાઉદભાઇ મોતીભાઇ ભાવરના વાલદેન મર્હુમ રહેમતબેન મોતીભાઇ ભાવર તા. ૧૭ ગુરૂવારે વફાત પામેલ છે. દાઉદભાઇ મોતીભાઇ ભાવર (પોલીસ હેડ કોન્સ્ટેબલ), ઇમરાન દાઉદભાઇ ભાવર, વસીમ દાઉદભાઇ ભાવર.

અવસાન નોંધ

મિતેષભાઇ વૃન્દાવનદાસ કારીયાનું દુઃખદ અવસાન : કાલે ટેલિફોનિક બેસણુ

મીતેષભાઇ વૃન્દાવનદાસ કારીયા (ઉ.વ. ૫૪ )તે, વૃન્દાવનદાસ નારણદાસ કારીયા (જુનાગઢ વાળા)નાં પુત્ર તથા કરનભાઇ અને યશભાઈનાં પિતા, કલ્પનાબેન પ્રકાશભાઈ સૂચક (રાજકોટ) અને સ્મિતાબેન વિનેશકુમાર લુક્કા (જુનાગઢ)ના ભાઈ તથા ગોકળદાસ સામજીભાઈ સાંગાણી (ધોરાજી)ના ભાણેજ અને  કાન્તિભાઈ છોટાલાલ ગણાત્રા (વડિયા) ના જમાઈનું તા. ૧૭/૯/૨૦૨૦, ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે . પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના. હાલ જયારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સદ્ગતનું ટેલીફોનીક બેસણું  તા.૧૯/૯/૨૦૨૦ , શનીવાર સાંજે ૫ થી ૬ કલાકે રાખેલુ છે. વૃન્દાવનદાસ કારીયા- ૯૪૦૮૯૨૩૯૧૯, કરન કારીયા - ૮૮૬૬૩૦૮૩૧૬, યશ કારીયા - ૯૭૨૩૬૦૬૯૪૮. 

ભાવનગર : પ્રદ્યુમનસિંહ જાડેજા, બિનાબા, નંદીનીબા તથા યશસ્વીબાનું ટેલીફોનીક બેસણું

ભાવનગર : કાલમેઘડા (તા.કાલાવડ) નિવાસી નિવૃત ડીવાયએસપી નરેન્દ્રસિંહ બી. જાડેજાના પુત્ર પ્રદ્યુમનસિંહ નરેન્દ્રસિંહ જાડેજા તથા પુત્રવધુ બિનાબા તથા પૌત્રી નંદીનીબા તથા પૌત્રી યશસ્વીબાનું તા.૧૬ના રોજ દુઃખદ અવસાન થયું છે.  કોરોનાની મહામારીના કારણે લૌકિક ક્રિયા મુલતવી રાખેલ છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે.  મો. ૯૯૭૮૪ ૦૭૦૬૪.

શશીકાંત ધોળકીયા

રાજકોટઃ શ્રી સોની શશીકાંત હિંમતલાલ ધોળકીયા તે સ્વ.હિંમતલાલ ગોકળદાસ ધોળકિયાના પુત્ર તથા જલ્પેશભાઈ તથા નિમેષભાઈના પિતાશ્રી તથા ધોરાજીવાળા અમૃતલાલ મોહનલાલ કાત્રોડીયાના જમાઈ તા.૧૬ના શ્રીજીચરણ પામેલ છે. તા.૧૮ને શુક્રવાર સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો.૯૦૧૬૫ ૬૫૪૧૩ / ૬૩૫૫૬ ૦૦૩૮૧.

પરસોતમભાઈ મનાણી

રાજકોટઃ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ- રાજકોટ અ.નિ.પરષોતમભાઈ ધરમશીભાઈ મનાણી મૂળ ગામ- ભીમકટા (હાલ- રાજકોટ) (ઉ.વ.૭૫) અ.નિ.પરષોતમભાઈ ધરમશીભાઈ મનાણી તે અ.નિ.જયાબેન પરષોતમભાઈ મનાણીના પતિ અને પરેશભાઈ (સોનીયો) પરષોતમભાઈ મનાણી, કેતનભાઈ પરષોતમભાઈ મનાણી, નયનાબેન પરષોતમભાઈ મનાણી, તેઓના પિતાશ્રી તા.૧૬ના શ્રીજીચરણ પામેલ છે. કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિને કારણે લૌકિક પ્રથા અને પ્રાર્થના સભા રાખવામાં આવેલ નથી. પરેશભાઈ (સોનીયો) મો.૯૮૨૪૫ ૬૨૧૦૪, ૬૩૫૧૦ ૭૩૨૭૨, કેતનભાઈ મો.૭૯૮૪૫ ૯૮૪૨૧

નાનજીભાઈ ચાવડા

રાજકોટઃ શ્રી ગુજરાતી મચ્છુ કઠીયા  દરજી જ્ઞાતિ રાજકોટ નિવાસી નાનજીભાઈ કાનજીભાઈ ચાવડા (ઉ.વ.૭૬) તે વિપુલભાઈ તથા બીપીનભાઈ, રવિભાઈના પિતાશ્રી તથા સ્વ.લીલાધરભાઈ, સ્વ.છગનભાઈ, સ્વ.પ્રવિણભાઈ, સ્વ.અમૃતલાલભાઈ, મનસુખભાઈના નાનાભાઈ તા.૧૭ના રોજ અવસાન પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૯ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. વિપુલભાઈ મો.૯૮૨૪૬ ૯૪૦૮૯, બીપીનભાઈ મો.૯૮૨૪૨ ૧૭૭૩૪, રવિન્દ્રભાઈ મો.૮૪૮૮૮ ૦૨૯૭૦

ચંદ્રકાન્તભાઈ ચોટલીયા

રાજકોટઃ શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા ચંદ્રકાન્તભાઈ જીવરાજભાઈ ચોટલીયા (બટુકભાઈ) તે ફાલ્ગુનીબેન તથા દર્શિતાબેનના પિતાશ્રી તથા જયેશકુમાર તથા જયેશકુમાર તથા પિયુષકુમારના સસરા તા.૧૬ને બુધવારના રોજ અક્ષરધામ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૮ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૪૨૬૮ ૯૯૨૮૦, ૯૮૩૩૨ ૨૮૭૩૯

વિરાભાઈ લોખીલ

રાજકોટઃ મુ.ગામ વાટાંવદર હાલ રાજકોટ આહિર કલ્પેશભાઈ વિરાભાઈ લોખીલ તથા રાજભાઈ વિરાભાઈ લોખીલ તેમના પિતાશ્રી વિરાભાઈનું તા.૧૬ના અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે.

મોટી ઘંસારીના કરશનભાઇનું ૧૦૩ વર્ષની વયે નિધન

કેશોદ : મોટી ઘંસારી ગામના કરશનભાઇ કાનાભાઇ ચુડાસમા (ઉ.૧૦૩) તે કેશોદ તાલુકા બીજેપી કિસાન મોર્ચાના મંત્રી અને કોળી સમાજ આગેવાન ભીમજીભાઇ ચુડાસમાના દાદાનું ગુરૂવારે અવસાન થયેલ છે. કોરોના મહામારીના વધતાં સંક્રમણને લઇને લૌકિકક્રીયા બેસણુ રાખેલ નથી ટેલીફોનિક બેસણું રાખેલ છે. ભીમજીભાઇ મો. ૯૯૦૯૦ પ૯પપ૬

દામોદરભાઇ ધકાણ

બાબરા :. ધકાણ દામોદરભાઇ પરસોતમભાઇ (ઉ.૭૮) તે અશોકભાઇ, ભરતભાઇ તથ વિજયભાઇના પિતા તા. ૧૮ મીએ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક સાદડી તા. ૧૯ મીએ શનિવારે રાખેલ છે.  તેમજ બેસણુ ટેલીફોનિક રાખેલ છે. મો. ૮૧૬૦૦ ૩રરપ૮

શરીફાબેન સમા

મોરબીઃ રાજકોટવાળા હાલ શેઠનગર (માધાપર) શરીફાબેન દાદુભાઇ સમા (ઉ.વ.૬૧) જે બસીરભાઇ સમા (રાજભાઇ) અને રજાકભાઇ સમા (ફોટોગ્રાફર બુધેલવાળા)ના માતા તેમજ અલારખાભાઇ સમાના સાળી તેમજ રહીમભાઇ મહમદભાઇ કુરેશી અને મહમદ રફીક હુસૈનમીયા સૈયદના સાસુ અલ્લાહની રહેમતમાં પહોંચી ગયેલ છે. મો.નં. ૭૭૭૮૦ ૦૦૦૯ર (બસીરભાઇ સમા) ૯૯૦૯૮ ૯૯૦૧૦ (રજાકભાઇ સમા) ૯૧૦૪૪ ૦૦૦૯ર (રફીકભાઇ શેખ).

વનેચંદભાઈ માંડલીયા

રાજકોટઃ સોની વનેચંદભાઈ પ્રેમજીભાઈ માંડલિયાના પુત્ર વિનેશભાઈ (ઉ.વ.૬૮) તે જીતેશભાઈ, નિમેશભાઈ, નિતેશભાઈ તથા રૂપલબેન, મોનાલીબેન, મિતેલબેનના પિતાશ્રી તથા ચંદ્રેશભાઈ, પ્રદિપભાઈ, રાજેશભાઈના મોટાભાઈ તે ધ્રુવિબેન તથા ક્રિશભાઈના દાદા તે સોની શાંતિલાલ દામોદર રાણપરા (સાયલાવારા)ના જમાઈ તથા ભરતભાઈના બનેવી સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૯ શનિવારના સાંજે ૪ થી ૫:૩૦ કલાકે રાખેલ છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે.

પુષ્પાબેન બોરીયા

કેશોદઃ રમેશચંદ્ર જમનાદાસ બોરીયા (પાનવાલા) ના ધર્મપત્નિ પુષ્પાબેન (ઉ.વ.૬૮) તે અમીતભાઈ (લાલાભાઈ) ના માતુશ્રી થા પ્રકાશભાઈ,રાહુલભાઈ ના કાકી તેમજ મોરબીવાળા ઠા.મગનલાલ રણછોડભાઈ હીરાણીના દિકરી ગુરૂવાર તા.૧૭ ના રોજ શ્રીજી ચરણ પામેલા છે. તે ટેલીફોનીક ઉઠમણું તા.૧૮ શુક્રવાર સાંજના ૪ થી ૬ રાખેલ છે. અમીતભાઈ ૯૮૭૯૨ ૪૬૨૦૯, પ્રકાશભાઇ ૯૮૨૫૩ ૮૧૪૧૬, રાહુલભાઈ ૯૮૨૫૭ ૧૩૭૭૭ તથા પિયર પક્ષની સાદડી પણ ટેલીફોનીક(ઠા.મગનલાલ રણછોડભાઈ હીરાણી ૯૯૨૫૦ ૫૨૭૬૦) રાખેલ છે.

સવિતાબેન માલવણીયા

રાજકોટ : સવિતાબેન જેરામભાઇ માલવણીયા ઉ.વ.૮૩, તે પ્રદીભાઇ જેરામભાઇ માલવણીયા, કિરીટભાઇ, બટુકભાઇ, રાજુભાઇ, ભરતભાઇના માતુશ્રી તા.૧૭ના રોજ રામચરણ પામેલ છે. બેસણું  તા.૧૮ના સાંજે ૪થી ૬, ટેલીફોનિકથી રાખેલ છે મો. ૯૯ર૪૦ ૩૪૧૩૩, મો. ૯૭ર૩પ ૮પ૬૯૯

અમરશીભાઇ ગોહેલ

રાજકોટ : મ.ક.સ.સુ. દરજી રાજકોટ નિવાસી અમરશીભાઇ બેચરભાઇ ગોહેલનું તા. ૧૭ના અવસાન થયેલ છે. તેઓ હરેશભાઇના પિતાશ્રી તથા દશીત, તિર્થના દાદાનું ટેલિફોનિક બેસણું તા. ૧૯ના ૪થી ૬ રાખેલ છે તેઓ સ્વ. જેન્તીભાઇ, સ્વ.જમનભાઇના બનેવીનું બેસણું સાથે રાખેલ છે. હરેશભાઇ મો.નં. ૭૮૭૪૭ પપર૪૧, મહેશભાઇ મો.નં. ૯૭૧ર૧ ૭૪૧૯૪, દર્શીત મો.નં. ૮૩ર૦૭ ૦૩પ૪૬, અલ્પેશભાઇ મો.નં. ૮ર૩૮ર ૬૭૩૦પ 

લક્ષ્મીબેન મનાણી

રાજકોટઃ મુળ ગામ જીરાગઢ હાલ રાજકોટ અમરશીભાઇ લાલજીભાઇ મનાણીના ધર્મપત્ની લક્ષ્મીબેન અમરશીભાઇ મનાણી તે શાન્તીભાઇના માતુશ્રી નિતિનભાઇના તથા યોગેશભાઇના મોટાબા તા.૧૬ના શ્રી રામ ચરણ પામેલ છે. તેમનું બેસણું ટેલીફોનીક રાખેલ છે. મનાણી શાંતીલાલ મો. ૯૯રપપ ર૮૭૩૧ તથા મનાણી નિતિનભાઇ મો. ૯૮રપ૯ ૬ર૬૧૧ છે.

વિજયાબેન ચૌહાણ

રાજકોટઃ કારડીયા રાજપુત વિજયાબેન સુરેશભાઇ ચૌહાણ તે રોહિતભાઇના માતુશ્રીનું તા.૧૭ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો. ૮૭૮૦૦ ૩પ૪૪ર તથા મો. ૭૩૮૩પ ૭૮ર૮ર છે.

વિનોદચંદ્ર જોશી

રાજકોટઃ મહારાજ શ્રી ઘેલારામજી બ્રાહ્મણ જ્ઞાતિના છોડવડી શાળા વાળા સ્વ.લીલાધર નરભેરામ જોશીના પુત્ર વિનોદચંદ્ર લીલાધર જોશી (નિવૃતઃ જમીન વિકાસ બેંક) તે જયેન્દ્ર વી. જોશી તથા રાજેશ વી. જોશી અને સોનલબેન નીપુલકુમાર રાજયગુરૂના પિતાશ્રીનું તા.૧૭ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું શનિવાર તા.૧૯ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા મોકુફ રાખેલછે. જયેન્દ્ર મો. ૯૮રપ૧ ૬૦૪ર૦, રાજેશ ૮૮૬૬૩ ૭૭૪૦૧.

દિપકભાઇ ભાડલીયા

રાજકોટઃ કારડીયા રાજપુત રાજકોટ નિવાસી સ્વ.વશરામભાઇ કરશનભાઇ ભાડલીયાના સુપુત્ર સ્વ. દિપકભાઇ વશરામભાઇ ભાડલીયા (ઉ.વ.પ૦) (મુન્નાભાઇ) તે શ્રી શરદભાઇ વશરામભાઇ તથા ભરતભાઇ વશરામભાઇના ભાઇશ્રી ચંદ્રસિંહ વખતસિંહ પરમારના જમાઇ તેમજ મયંક દિપકભાઇ ભાડલીયાના પિતાશ્રીનું તા.૧૭ના અવસાન થયેલ છે. તેમનું તા.૧૯ના શનિવારે સાંજે ૪-૩૦ થી ૬-૩૦ ટેલીફોનીક બેસણું રાખેલ છે.  ભરતભાઇ ભાડલીયા મો. ૯૪ર૭૩ પપ૦પ૬ તથા મયંકભાઇ ભાડલીયા મો. ૬૩પ૩૯ ર૬૭પર અને ચેતન પરમાર મો. ૭૪૩પ૯ ૪રપ૯પ છે.

કાંતિલાલભાઇ આશરા

રાજકોટઃ ગોંડલ, બ્રહ્મક્ષત્રિય કાંતિલાલ પ્રભુલાલ આશરા (ઉ.વ.૯૪) (નિવૃત રેલ્વે કર્મચારી) તે સ્વ.દિલીપભાઇ (નિ. રેલ્વે કર્મચારી), સ્વ.હરેશભાઇ (પીજીવીસીએલ), બિપીનભાઇ, (નિ. ગોંડલનગરપાલીકા કર્મચારી), સુભાષભાઇ (રૂષભ સેલ્સ) તથા  જયોતિબેન ભદ્રેશભાઇ જગડનાં પિતાશ્રી, તથા અમિત, આનંદ, પારસ, મિલન, નિશિત તથા બ્રિજેશનાં દાદા તા.૧૭ના અરિહંત શરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૮ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

મોહનભાઇ નગવાડીયા

મોરબીઃ મોહનભાઇ જીવાભાઇ નગવાડીયા (ઉ.વ.૯૩) તે હિમતલાલ નગવાડીયા (નિવૃત શિક્ષક વીસી હાઇસ્કૂલ), તથા હરસુખભાઇ નગવાડીયાના પિતાનું તા.૧૭ના રોજ અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે.

વર્ષાબેન રાયગલ્લા

મોરબીઃ નવગામ ભાટીયા ગં. સ્વ. વર્ષાબેન ખટાવભાઇ રાયગગલા (ઉ.વ.૭૦) તે સ્વ.ખટાવભાઇ વલ્લભદાસ રાયગગલા (બેંક ઓફ ઇન્ડિયા)ના ધર્મપત્ની તે ગોપાલભાઇ, સ્વ.જયંતીભાઇ તેમજ હરસુખભાઇના ભાભી તથા વિશાલ, આશિષ, મેહુલતથા હિતેષના કાકી તે સ્વ.ખોડીદાસભાઇ ટોપરાણીના દીકરીનું તા.૧૭ના અવસાન થયેલ છે.