Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018
એએસઆઇ નિતેશભાઇ ઠક્કરના પિતાશ્રીનું અવસાનઃ ગુરૂવારે બેસણું

 

રાજકોટઃ મનસુખલાલ આણંદજીભાઇ ઠક્કર (ઉ.વ.૭૯) તે સ્‍વ. આણંદજીભાઇ મોનજીભાઇ ઠક્કર (વડીયા-દેવળી હાલ રાજકોટ)ના પુત્ર તથા જીતેન્‍દ્રભાઇ, નિતેશભાઇ (એએસઆઇ યુનિવર્સિટી પોલીસ મથક) તથા જ્‍યોતિબેનના પિતાશ્રી તેમજ અશોકભાઇ વડેરાના સસરાનું તા. ૧૭ના દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૨૦ના ગુરૂવારે ચંદ્રમોૈલેશ્વર મહાદેવ મંદિર, પંચાયતનગર ચોક, યુનિવર્સિટી રોડ રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે. 

 

અવસાન નોંધ

નિવૃત પી.એસ.આઇ. ગજુભા રાઠોડના માતુશ્રીનું દુઃખદ અવસાન : ગુરૂવારે બેસણુ

રાજકોટ : સ્વ. સાયરકુંવરબા શંકરસિંહજી રાઠોડ તે નિવૃત પી.એસ.આઇ. ગજેન્દ્રસિંહ (ગજુભા) રાઠોડ, સ્વ. સુરેન્દ્રસિંહ રાઠોડ અને રાજેન્દ્રસિંહ (રાજભા) રાઠોડ (સિવિલ હોસ્પિટલ) ના માતુશ્રીનું તા. ૧ લીના દુઃખદ અવસાન થયેલ છે. સદગતની પ્રાર્થના સભા તા. ૨૦ મીના બપોરે ૪ થી ૬, પોલીસ હેડકવાર્ટર કોમ્યુનીટી હોલ, રેસકોર્ષ રીંગ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

મોહનભાઈ પરમારનું અવસાનઃ ગુરૂવારે બેસણું

રાજકોટઃ મોહનભાઈ નાનજીભાઈ પરમાર (ઉ.વ.૯૦) તે સ્વ.ચીમનભાઈના નાનાભાઈ તથા નવિનભાઈ, સ્વ.રાજુભાઈ, સ્વ.કાનાભાઈ તથા ટીનાભાઈ (કિરણ ફલોર મીલ વાળા) તથા દક્ષાબેન મારૂના પિતાશ્રી, ધીરેન અને સૂરજના દાદાનું તા.૧૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ને ગુરૂવારે તેમના નિવાસસ્થાન ગાંધીગ્રામ શેરી નં-૧, કિરણ ફલોરની બાજુમાં સાંજે ૪ થી૬ રાખેલ છે.

તારાબેન પંડયા

રાજકોટઃ ગુર્જર પુષ્‍કરણા બ્રાહ્મણ તારાબેન નરસંગભાઇ પંડયા (ઉ.વ.૮પ) જે સ્‍વ.નરસંગભાઇ વૃજલાલ પંડયાના ધર્મપત્‍ની તે ગિરીશભાઇ, જગદીશભાઇ, ઘનશ્‍યામભાઇ તથા નિમુબેન વિજયકુમાર તથા ક્રિષ્‍નાબેન વિજયકુમારનાં માતુશ્રી તા.ર૬ના કૈલાશવાસી થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૦ને ગુરૂવારે શીતળા માતાજીનાં મંદિર, પટેલ વાડી સામે ભાવનગર રોડ ખાતે સાંજે ૪ થી પ વાગ્‍યે રાખેલ છે.

મેહુલભાઇ જાની

રાજકોટઃ શીહોર સંપ્રદાય ઔદિચ્‍ય અગીયારસો બ્રાહ્મણ ભાવનગર નીવાસી હાલ રાજકોટ પ્રવિણભાઇ ચંપકલાલ જાની (નીવૃત સેન્‍ટ્રલ બેન્‍ક ઓફ ઇન્‍ડીયા)ના પુત્ર મેહુલભાઇ (ઉ.વ.૩ર) તે ભાસ્‍કરભાઇ (નીવૃત પા.પુ.બોર્ડ) તથા નરેશભાઇ જાનીના ભત્રીજા તથા કુંજલબેન, નીરવ, શુભમ, દર્શનના ભાઇનું તા.૧પના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, ગંગેશ્વર મહાદેવ મંદિર એસ.કે. ચોક ગાંધીગ્રામ ખાતે રાખેલ છે.

મનહરલાલ ત્રિવેદી

રાજકોટઃ મનહરલાલ અંબાશંકર ત્રીવેદી, મુળ જામનગર, હાલ રાજકોટ નિવાસી તે નરેન્‍દ્રભાઇ (અમદાવાદ) તથા તુષારભાઇ, રીટાબેન, રક્ષાબેન તથા સુચીત્રાબેનના પિતાશ્રીનું તા.૧૭ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું માળી બ્રાહ્મણ સમાજની વાડી, ૮-કાશી વિશ્વનાથ પ્‍લોટ, છબી વિલા, તાજ કેટરર્સ વાળી શેરી મુકામે તા.ર૦ને ગુરૂવારે સાંજે પ થી ૬ વાગ્‍યે રાખેલ છે.

વસંતરાયભાઇ વ્‍યાસ

ઉપલેટાઃ ઔદિચ્‍ય ખરેડી સમવાહી બ્રાહ્મણ કોલકી હાલ ઉપલેટા નિવાસી વસંતરાયભાઇ હરીલાલ વ્‍યાસ (ઉ.વ.૭૬) તે હિતેશભાઇ તથા સંજયભાઇ તથા હિનાબેન લીંબડીના પિતાશ્રી ભીખુભાઇ કાંતીભાઇ ભટ તથા કનકભાઇ કાંતીભાઇ ભટના બનેવીનું તા.૧૭ના રોજ કૈલાશવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૦મીને ગુરૂવારના રોજ આમ્રપાલી સોસાયટી, આંબેશ્વર મહાદેવ મંદિર ઉપલેટા ખાતે સાંજના ૪ થી ૬ દરમ્‍યાન તેમજ સસરા પક્ષનું બેસણું તા.ર૧ને શનિવારના સાંજના ૪ થી ૬ વોરાકોટડા રાખેલ છે.

દામજીભાઇ પાંચાળા

મોટી કુંકાવાવઃ દામજીભાઇ જીવરાજભાઇ પાંચાળા (ભાણાભાઇ) (ઉ.વ.૭૮) તે ભરતભાઇ પ્રવિણભાઇ તથા જીવતીબેનના પિતાશ્રી તેમજ ધીરૂભાઇ પ્રફુલભાઇ મેર (નવાગઢ  જેતપુર)ના સસરાનું તા.૧રમીએ અવસાન થયેલ છે.

વસંતરાય વ્‍યાસ

વોરાકોટડાઃ ઔ ખરેડી સમવાય ભૂદેવ કોલકી નિવાસી હાલ ઉપલેટા વસંતરાય હરિલાલ વ્‍યાસ (ઉ.વ.૭૬) તે ભીખાલાલ કાંતિલાલ ભટ્ટ, કનકરાય ના બનેવીનું તા.૧૭ના રોજ અવસાન થયેલ છે સાસુ પક્ષની સાદડી તા.૨૧ને શુક્રવારે સાંજે ૪થી ૬, વોરા કોટડા મુકામે રાખેલ છે.

વિઠ્ઠલભાઇ ધામેચા

ગોંડલઃ વિઠ્ઠલભાઇ હરિભાઇ ઘામેચા તે સ્‍વ.મનસુખભાઇના ભાઇ રેનીશ, વિરલના પિતાનું તા.૧૬ના અવસાન થયેલ છે. બેસણું: તા.૨૦ને ગુરૂવારે સાંજે ૪થી પ, સોરઠીયા દરજી જ્ઞાતિની વાડી, ચારણ સોસાયટી જેતપુર રોડ, ગોંડલ રાખેલ છે.

જયેશભાઇ ત્રિવેદી

ગોંડલઃ સ્‍વ. ભાવશંકર ગૌરીશંકર ત્રિવેદીના પુત્ર જયેશભાઇ (ઉ.વ.પપ) તે સ્‍વ. મુકેશભાઇ, સ્‍વ.ભરતભાઇના ભાઇ અવનીબેન ના પિતા સ્‍વ. ચમનલાલ પ્રાણશંકર જોશીના જમાઇ, દિલીપભાઇના બનેવીનું તા.૧૭ના અવસાન થયેલ છે. બેસણું: તા.૨૦ને ગુરૂવારે સાંજે ૪થી પ.૩૦ તેમના નિવાસ સ્‍થાન દરબાર ગઢ, વચલી શેરી ગોંડલ રાખેલ છે.

 

અવસાન નોંધ 1

ગોરધનભાઇ દોંગા

જુનાગઢ : વડાલ-નિવાસી સ્‍વ. શ્રી ગોરધનભાઇ ભાણજીભાઇ દોંગા (ઉ.૮૩, નિવૃત તલાટી કમ મંત્રી) તે રાજેશભાઇ, દીપકભાઇ, સુરેશભાઇ, અને ભરતભાઇના પિતાશ્રી તથા વ્રજલાલભાઇ તથા રણછોડભાઇ દોંગાના મોટાભાઇ ભાદરવા સુદ-૮ ને સોમવાર તા. ૧૭ ના અવસાન થયેલ છે. બેસણું તા. ર૦ ગુરૂવારે સાંજે ૪ થી ૬ વડાલ મુકામે તેના નિવાસ સ્‍થાને રાખેલ છે.

હાજી સલીમભાઇ પોપટીયા

જુનાગઢ : મેમણ જમાતના માજી પ્રમુખ હાજી રફીકભાઇ પોપટીયા તથા ફારૂકભાઇ પોપટીયા હાજી અશરફભાઇ પોપટીયા ના નાનાભાઇ હાજી સલીમભાઇ હાજી સતારભાઇ પોપટીયા ભંગારવાળા તા. ૧૭ ને સોમવારે અલ્લાહની રહેમતમાં પહોંચી ગયેલ છે. મહુર્મની જીયારત તા. ૧૯ ને બુધવારે સવારે ૧૦ થી ૧૧ સુધી મહિના મસ્‍જીદ ખાતે રાખેલ છે. ઓરતોની જીયારત પઠાણ, ફળીમાં રાખેલ છે. (પ-

રમાબેન જાની

જામકંડોરણા : ઔદિચ્‍ય ઘેલારામજી જ્ઞાતિ વાડાસડા નિવાસી સ્‍વ. હેમતલાલ જેઠાલાલ જાનીના પત્‍ની રમાબેન (ઉ.૯ર) તે જગદીશભાઇ ભટ્ટના બહેનનું તા. ૧૭- ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ર૦ ને ગુરૂવારે સાંજે ૪ થી પ ભાટીયા મહાજનવાડી જામકંડોરણા ખાતે રાખેલ છે.

 

રાજકોટ નાગરિક સહ. બેંકને આપેલ ચેક પરત ફરતા એક વર્ષની સજાનો હુકમ

રાજકોટ તા.૧૭: રાજકોટ નાગરિક બેંકના સભાસદે બેંકમાંથી લીધેલી લોન પેટે આપેલ ચેક પરત ફરતા અહિંની ચીફ જયુડીશ્‍યલ મેજીસ્‍ટ્રેટ કોર્ટે ધીરજલાલ રાઠોડને એક વર્ષની સજાનો હુકમ ફરમાવેલ છે.

કેસની વિગત મુજબ ધીરજલાલ રણછોડભાઇએ તેમની લોનની જરૂરીયાત માટે બેંકમાંથી લોન લીધી હતી તેની ચુકવણી પેટે બેંકને રૂા.૧,ર૧,૭૦૯નો ચેક આપેલ હતો. સદરહું ચેક પરત ફરતા બેંકે સભાસદ સામે નેગો. ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ હેઠળ રાજકોટની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદની સુનાવણી થતા કોર્ટે બંને પક્ષકારોની દલીલો-પુરાવાને ધ્‍યાને લઇ ધીરજલાલ રાઠોડને એક વર્ષની સજા તેમજ વળતર પેટે ચેક મુજબની રકમ ચુકવવાનો હુકમ કર્યો હતો. જો ચેક મુજબની રકમ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો છે. આ કામમાં રાજકોટ નાગરીક સહ. બેંક વતી એડવોકેટ તરીકે બી. બી. ગોગીયા, રવિ બી. ગોગીયા, આનંદ બી. ગોગીયા, નીખીલ એસ. ગોગીયા, હિરેન રૈયાણી તથા દક્ષાબેન મનાતર રોકાયા હતા.

 

કુ.પ્રસન્નબા જાડેજા

રાજકોટઃ મુ.વાવડી (સાતોદડ)ના વતની હાલ રાજકોટ સ્વ.દિલાવરસિંહ એસ. જાડેજા (નિવૃત એસ.પી.) ના પુત્રી કુ.પ્રસન્નબા, તે સુધાબા જગદેવસિંહ ગોહિલ (મેઘવદર- હાલ ભાવનગર), જીતેન્દ્રસિંહ (એડવોકેટ), દિલજીતસિંહ (જામનગર ડિસ્ટ્રી.કો.ઓપ. બેંક)ના બહેનનું તા.૧૬ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૦ના રોજ સાંજે ૪:૩૦ થી ૬ નિરંજની સોસાયટી હોલ, રામેશ્વર ચોક, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.(૩૦.૮)