Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019
ક્રાઇમ બ્રાંચના કુલદીપસિંહ જાડેજાના દાદીમા લીલાબા જાડેજાનું દુઃખદ અવસાન

રાજકોટઃ સ્વ. લીલાબા જીલુભા જાડેજા  તેઓ કુલદીપસિંહ ડી. જાડેજા (ક્રાઇમ બ્રાંચ રાજકોટ સીટી) તથા રાજદિપસિંહ ડી. જાડેજા (મોરબી પોલીસ હેડકવાર્ટર)ના દાદીમાનું આજે તા.૧૭/૬ના દુઃખદ અવસાન થયું છે. સદ્દગતની ઉત્તરક્રિયા કોટડાનાયાણી  તા. વાંકાનેર ખાતે તા. ૨૩ના રાખેલ છે.

અવસાન નોંધ

ગૌરીબેન ગરોધરા

રાજકોટ : વરીયા વૈષ્ણવ પ્રજાપતિ ગૌરીબેન ગોરધનભાઈ ગરોધરા (ઉ.વ.૭૨) મુ.ખાખળાબેલા, હાલ રાજકોટ તે ગોરધનભાઈના ધર્મપત્નિ તેમજ વાલજીભાઈ, ભુપતભાઈ, મુકતાબેન, સુશીલાબેન તથા રંજનબેનના માતુશ્રી તે દયાળજીભાઈ, વિનોદભાઈ ગરોધરાના ભાભીનું તા.૧૭ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૨૦ના ગુરૂવારના રોજ પ્રજાપતિની જ્ઞાતિની વાડી રંભામાની વાડી, હિંમતનગર, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે સાંજે ૪:૩૦ થી ૬:૩૦ રાખેલ છે.

શિલ્પાબેન યાદવ

રાજકોટ : ગોંડલ નિવાસી શિલ્પાબેન સુરેશભાઈ યાદવ (ઉ.વ.૫૫) તે સુરેશભાઈ જેન્તીભાઈ યાદવના ધર્મપત્નિ અને ગીરીશભાઈ જેન્તીભાઈ યાદવના ભાભીનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે એ-૪, જય સરદાર રેસીડેન્સી, ગુંદાળા રોડ, ગોંડલ ખાતે રાખેલ છે.

વિજયાબેન અગ્રાવત

ધ્રોલ : ગામ માધાપર (શામપર)ના રહેવાસી ગૌતમદાસ આત્મારામ અગ્રાવતના પત્ની વિજયાબેન, તેગામ લક્ષ્મીવાસ (વવાણીયા) નિવાસી દયારામ મૂળદાસ રામાવતના પુત્રી તથા વિનોદભાઇ, મનસુખભાઇના ભાભી, વસંતભાઇ, નિલેશભાઇના માતુશ્રી તેમજ ભાવિક, અશોકના મોટીબાનું તા. ૧૬ ને રવિવારે સાકેતવાસ થયેલ છે. તેમના ભટ્ટોત્સવ તા. ર૮ને શુક્રવારના રોજ રાખેલ છે.

જયંતીભાઇ જોશી

મોરબી : ચા.મ.કા. મોઢ બ્રાહ્મણ મૂળ સજનપર હાલ મોરબી સ્વ. ઉમિયાશંકર પ્રાગજીભાઇ જોશીના પુત્ર જયંતીભાઇ ઉમિયાશંકરભાઇ જોશી (ઉ.વ.૮ર) (નિવૃત કેળવણી નિરીક્ષક), તે સ્વ. ઇન્દીરાબેનના પતિ તથા હિરેશનભાઇ, સ્વ. નીલેશભાઇ, દિવ્યેશભાઇ (બીગ બોસવાળા)ના પિતા તેમજ છોટુભાઇ, રસીકભાઇ, હરકાંતભાઇ, ગીરીશભાઇ, ભાનુબેન, કંચનબેન, સ્વ. શારદાબેન અને ઉર્મિલાબેનના ભાઇનું તા. ૧૭ના રોજ અવસાન થયું છે. બેસણું તા. ર૦ ને ગુરૂવારે સાંજે ૪-૩૦થી પ-૩૦ સિદ્ધિ વિનાયક વાડી, સત્યમ પાન વાળી શેરી, સરદાર બાગ સામે મોરબી ખાતે રાખેલ છે. તેઓએ ચક્ષુદાન કરેલ છે. પિયર પક્ષનું બેસણુ સાથે રાખેલ છે.

અશોકભાઇ વરાણીયા

મોરબી : વરાણીયા અશોકભાઇ ભીખાભાઇ કોળી (ઉ.વ.પપ)નું તા. ૧૭ના રોજ અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ર૦ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે વ્યાસ જ્ઞાતિ વાડી અંબિકા રોડ મોરબી ખાતે રાખેલ છે.

કનૈયાલાલ ત્રિવેદી

ગોંડલ : ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રાહ્મણ કનૈયાલાલ ધીરજલાલ ત્રિવેદી (ઉ.વ.૬૧), તે મનીષભાઇ, તૃપ્તીબેનના પિતાશ્રી તથા ગુણવંતભાઇના નાનાભાઇ તથા આશિષકુમાર મહેશભાઇ રાવલના સસરાનું તા. ૧પના રોજ અવસાન થયેલ છે.

લાભુબેન સોજીત્રા

ધોરાજી : લાભુબેન ભોવાનભાઇ સોજીત્રા (ઉ.વ.૬પ)નું તા. ૧૬ના રોજ અવસાન થયેલ છે. ઉતરક્રિયા તા. રપ મંગળવારે પાણીઢોળ તા. ર૬ બુધવારે ભોવાનભાઇ વાલજીભાઇના નિવાસસ્થાન કુંભારવાડા વડલી ચોક ધોરાજી ખાતે રાખેલ છે.

મંજુલાબેન ધોળકીયા

રાજકોટ : જૂનાગઢ નિવાસી હાલ રાકોટ શશીકાંતભાઈ ધોળકીયાના ધર્મપત્નિ મંજુલાબેન (ઉ.વ.૬૯) તે જયંતિલાલ માણેકચંદ વોરા ધોરાજી નિવાસી હાલ કોલકતાના સુપુત્રી કેતનભાઈ શશીકાંતભાઈ ધોળકીયા તથા શીતલબેન ભાવેશભાઈ મહેતા રાજકોટ નિવાસી હાલ નાગપુરના માતુશ્રી તેમજ પાર્શ્વના દાદી તેમજ નિશાબેન કેતનભાઈ ધોળકીયાના સાસુનું તા.૧૬ના રોજ રવિવારના સાંજે ૫ કલાકે નવકાર મંત્રનું સ્મરણ કરતાં સમાધિપૂર્વક અવસાન પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૦ના ગુરૂવારના રોજ સવારે ૧૦ કલાકે શ્રી શ્રમજીવી કાચનું જીનાલય ૩ શ્રમજીવી સોસાયટી, પાણીના ટાંકાની સામે ઢેબર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. તથા તેમની પ્રાર્થનાસભા સવારે ૧૧ કલાકે વિશાની વાડી નવી ૧૧ કરણપરા કેનાલ રોડ, દેના બેંકની પાછળ રાખેલ છે.

જયંતિલાલ બવારીયા

રાજકોટ : નિવાસી જયંતિલાલ દામજીભાઈ બવારીયા (જે.ડી.ભાઈ) (ઉ.વ.૭૯) તે સ્વ.રસીકભાઈ ગોળવાળાના નાનાભાઈ, જીતુભાઈ ગોળવાળા, સ્વર્ગસ્થ વસુબેન રમણીકલાલ ઠક્કર (અમદાવાદ), સ્વ.ચંદ્રિકાબેન મણીલાલ ઠક્કર (કોડીનાર), પારૂલબેન મહેન્દ્રભાઈ ઠક્કર (મુંબઈ)ના મોટાભાઈ તેમજ મીનાબેન અનિલભાઈ ઠક્કર (અમદાવાદ), હેમાબેન રાજેશભાઈ ઠક્કર (અમદાવાદ), અમરભાઈના પિતા તેમજ ચિ.કશીશના દાદા તે સ્વ.બાબુલાલભાઈ પૂજારા (નારીચાણા)ના જમાઈ, પ્રભુદાસભાઈ રામજીભાઈ સેજપાલના વેવાઈ તા.૧૭ના સોમવારના રોજ શ્રીજીચરણ પામતા સદ્દગતની પ્રાર્થનાસભા તા.૨૦ના ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ કાઠીયાવાડ જીમખાના, રાજકુમાર કોલેજની સામે, રાજકોટ ખાતે રાખેલ છે. સદ્દગતના સ્વસુર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.