Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018
પડવલાના કિશોરસિંહ ગોહિલનું દુઃખદ અવસાનઃ ગુરૂવારે બેસણું

રાજકોટઃ કુકડના વતની હાલ પડવલા નિવાસી બહાદુરસિંહ ગજુભા ગોહિલ (ઉ.વ.૭૮) તેઓ કિશોરસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને મહેન્દ્રસિંહ ગોહિલના પિતાશ્રીનું તા. ૧૬ના રવિવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા. ૨૩ના રવિવારે સવારે ૯ થી ૧૧ તથા સદ્દગતનું બેસણું તા. ૨૦ના ગુરૂવારે સવારે ૯ થી સાંજના ૫ સુધી પડવલા મુકામે તેમના નિવાસ સ્થાને રાખેલ છે. (૧૪.૮)

અવસાન નોંધ 1

મુકતાબેન કાછેલા

ઉપલેટાઃ સ્‍વ.જીવરાજભાઇ કરશનદાસ કાછેલા (વરજાંગ જાળીયા વાળા હાલ ઉપલેટા), સ્‍વ.વેલજીભાઇ કરશનદાસ કાછેલા, કાંતીલાલ કરશનદાસ કાછેલા તથા શશીકાંતભાઇ કરશનદાસ કાછેલાના બેન મુકતાબેન તા.૧૪ના રોજ લંડનમાં શ્રીજી ચરણ પામેલ છે.

રાજેશભાઇ જીલ્‍કા

જુનાગઢઃ લુહાર રાજેશભાઇ (રાજુભાઇ) લીલાધરભાઇ જીલ્‍કા (વિનસ  મેન્‍સ વેર વાળા) (ઉ.વ.પ૦) તે સ્‍વ.લીલાધરભાઇ સુંદરજીભાઇ જીલ્‍કાના પુત્ર તથા પરેશભાઇ લીલાધરભાઇ જીલ્‍કાના મોટાભાઇનું તા.૧૪ના રોજ અવસાન થયુ છે. તેમનું બેસણું તા.૧૭ સોમવારે સાંજે ૪ થી ૬, રામેશ્વર મંદિર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, મોતીબાગ રોડ, એમ-૯ બ્‍લોક નં.૭ર૩ જુનાગઢ ખાતે રાખેલ છે.

જયાબેન દવે

જૂનાગઢઃ સોરઠીય શ્રી ગૌડ માળવીય બ્રાહ્મણ મુળ સોંદરડા હાલ જુનાગઢ નિવાસી જયાબેન દવે (ઉ.વ.૭૯) તે સ્‍વ.જયંતીલાલ વાલજી દવેના પત્‍નિ તથા પ્રદિપભાઇ અને મહેશભાઇના માતુશ્રી તેમજ સ્‍વ.રતીલાલભાઇ, સ્‍વ.દ્વારકાદાસભાઇ અને સ્‍વ.રમાશંકરભાઇના નાનાભાઇના પત્‍ની તથા સ્‍વ.વિદ્યારામ જટાશંકર ભટ્ટ (વરજાંગ જાળીયા)ના પુત્રી તેમજ સ્‍વ.રામશંકરભાઇ અને માનશંકરભાઇ ભટ્ટના બહેન તથા દિપકભાઇના ફઇનું તા.૧પના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા પીયર પક્ષની સાદડી તા.૧૭ના રોજ સાંજે ૪ થી પ કલાકે સિધ્‍ધેશ્વર મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જુનાગઢ ખાતે રાખેલ છે.

પ્રદિપ સદાદિયા

ગોંડલ : પોપટભાઇ સુખાભાઇ સદાદિયાના પોૈત્ર પ્રદીપ (ઉ.વ.૨૧) તે ભુપતભાઇના પુત્ર અનિલભાઇ, સોમાભાઇ,લાધાભાઇના ભત્રીજાનું તા. ૧૪ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૭ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્‍થાન ભોજરાજપરા, વોરા કોટડા રોડ જૈન સ્‍કૂલ પાછળ ગોંડલ મુકામે રાખેલ છે.

વિણાબેન કારીયા

ગોંડલ : વીણાબેન ભરતકુમાર કારીયા (ઉ.વ.૩૭) તે ભરતકુમારના પત્‍ની, ઠા.નટુભાઇ ભેળવાળા તથા શાંતિભાઇના નાનાભાઇના પત્‍ની, કમલેશભાઇના ભાભી, સ્‍વ. લલિતભાઇ ગોકળદાસ ચંદારાણાના પુત્રી, પિન્‍ટુભાઇ, કોૈશિકભાઇ, વિમલભાઇ તથા વિપુલભાઇના બહેનનું તા. ૧૪ના અવસાન થયેલ છે, ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા. ૧૭ સોમવાર સાંજે ૫ કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, ૨૨/૯ ભોજરાજપરા, ગોંડલ ખાતે રાખેલ છે.

દામજીભાઇ પાંચાળા

કુંકાવાવ : દામજીભાઇ જીવરાજભાઇ પાંચાળા (ભાણાભાઇ) ઉ.વ.૭૮ તે  ભરતભાઇ, પ્રવિણભાઇ, જીવતીબેનના પિતાશ્રી તથા ધીરૂભાઇ ગફુલભાઇ મેર (જેતપુર-નવાગ઼) ના સસરા નું તા. ૧૦ ના રામચરણ પામેલ છે. ઉતરક્રિયા (પાણી ઢોળ) તા.૨૩ ને બુધવારે તેમના ઘનશ્‍યામનગર નિવાસ સ્‍થાને રાખેલ  છે.

ર્ધોન્‍દ્રભાઇ નિમાવત

ચોટીલાઃ નવીનચંદ્ર કેશવલાલ નિમાવતના પુત્ર તે રમણિકલાલ, અમૃતલાલ તથા વિનોદરાય નિમાવત ના ભત્રીજા ધર્મેન્‍દ્રભાઇ નવીાચંદ્ર નિમાવતનું તા. ૧૫ ના અવસાન થયેલ છે, બેસણું તા. ૧૭ ના સાંજે ૪ થી ૬ તેમના નિવાસ્‍થાન રેફરલ હોસ્‍પીટલ પાછળ ચોટીલા ખાતે રાખેલ છે.

બટુકદાસ રામાનુજ

મોરબી : બટુકદાસ પ્રેમદાસ રામાનુજ (ઉ.વ.૭૨) તે સ્‍વ. મહીપતભાઇના મોટાભાઇ તથા સંજયભાઇના ભાઇજી તા. ૧૫ ને શનિવારે કૈલાસવાસ પામેલ છે. બેસણું તા.૧૭ ને સોમવારે સાંજે ૪ થી ૬ તેઓના નિવાસ સ્‍થાન સ્‍લમ કવાટર યદુનંદન ગોૈશાળાની સામે, લીલાપર રોડ, મોરબી રાખેલ છે.

પ્રાણકુંવરબેન પારેખ

મોરબીઃ સોની સ્‍વ.બાબુલાલ ત્રિભોવનદાસ પારેખ (પીઠડવાળા)ના પત્‍ની પ્રાણકુંવરબેન (ઉ.વ.૯૪) તે વસંતભાઇ, પ્રવીણભાઇ, અશ્વિનભાઇ, તારાબેન, સરોજબેન તથા મીનાબેનના માતાનું તા.૧૫ના શ્રીજી ચરણ પામેલ છે. બેસણુ તા.૧૭ને સોમવારે સવારે ૧૦ થી ૧૧:૩૦ કલાકે વાઘેશ્વરી મંદિર, દરબાર ગઢ મોરબી ખાતે રાખેલ છે.

મુકતાબેન તન્‍ના

ઉપલેટાઃ સ્‍વ.જીવરાજભાઇ કરશનદાસ કાછેલા (વરજાંગ જાળીયા વાળા હા. ઉપલેટા) તથા સ્‍વ. વેલજીભાઇ કરશનદાસ કાછેલા તથા કાંતીલાલ કરશનદાસ કાછેલા તથા શશીકાંત કરશનદાસ કાછેલાના બેન મુકતાબેન તન્ના તા.૧૪ના લંડન શ્રીજી ચરણ પામેલ છે.

 

ખંભાળીયા ગર્લ્‍સ હાઇસ્‍કુલ ના નિવૃત પ્રિન્‍સીપાલ પી.એલ.ભટ્ટના પત્‍નીનું અવસાન

ખંભાળીયાઃ રાજય પૂરોહિત બ્રાહ્મણ કાંતાબેન પ્રભુલાલ ભટ્ટ ઉ.વ.૮૦ તે પી.એલ ભટ્ટ (નિવૃત પ્રિન્‍સીપાલ દા.લ. ુ  ગર્લ્‍સ હાઇસ્‍કુલ) ના પત્‍ની તથા ડો. આશાબેન ભટ્ટ, સ્‍વ. ડો નયન ભટ્ટ તથા નીલેશભાઇ ભટ્ટ (સાંદિપની સ્‍કુલવાળા) ના માતુશ્રી તથા દયાશંકરલાલની ખેતિયાના પુત્રીનું તા. ૧૬ ના અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા. ૧૭ ને સોમવારે સાંજે ૫ થી પ.૩૦ ના રાજય પૂરોહિત બ્રાહ્મણની વાડી મોરલીમંદિર ખંભાળીયા ખાતે રાખવામાં આવી છે.