Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020
સેવાના ભેખધારી બિસ્કિટ કાકા મનસુખભાઇ ગગલાણીનું અવસાન

ભાવનગર : ૧૪ વર્ષની વયે જ લોકહિતના કાર્યોમાં જોડાયેલા દીતલા (અમરેલી) ના વતની અને હાલ મુંબઇ બોરીવલી નિવાસી દશા સોરઠીયા વણીક મનસુખભાઇ એમ. ગગલાણીનું આજે તા. ૧૬-ર-ર૦ર૦ રવીવારના લાંબી બિમારી બાદ નિધન થયું છે. નિધનના સમાચાર વાયુવેગે પ્રસરી જતા તેઓના અંતિમ દર્શનએ સમગ્ર દક્ષીણ ગુજરાત નાલાસોપારા, વસઇ, વિરાર વી. સ્થળે એ.પી. વિવિધ સાંસ્કૃતિક, સામાજીક શૈક્ષિણક, ધાર્મિક, સંસ્થાના અગ્રણીઓ બહોળા પ્રમાણમાં હાજર રહી અશ્રુભીની આંખે અંજલી અર્પી હતી. આજે ઘુનડા (જામનગર) સતપુરણધામ આશ્રમના પ.પૂ. સંતશ્રી જયંતીરામ બાપા ભાવનગરના પત્રકાર મનીષ પી. દવે બોટાદના વકતા મહેશભાઇ ગઢવી નંદીગ્રામના લેખક કુંદનીકા બહેન કાપડીયાએ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. બિસ્કિટ કાકા લોકોના હિતમાં જ મન-સુખ સમજતા તેઓ સાતમાં ધોરણનો અભ્યાસ પૂર્ણ કરી ૧૯પ૧માં સોળ વર્ષની ઉંમરે મુંબઇ આવ્યા તેઓને સમાજહિતના કાર્યો કરવાની પ્રેરણા માતુશ્રી ગોંદાવરી બહ ેન મોહનલાલ ગગલાણી પાસેથી મળી મનસુખદાદા વર્ષ દરમિયાન વિવિધ પાંચ સામાજીક કાર્યો પૈકી મકસંક્રાન્તના બાળકોને લાડુ પતંગ શીયાળામાં અડદીયા બોર ગાંઠીયા આદિવાસી કન્યાઓના સમુહલગ્ન બાળકોને નોટબુધ પુસ્તક દર માસે તા. ૧પ ના નંદીગ્રામ (વલસાડ) બોંપી, સાવરમાળ ગામે અનાજ વિતરણ આદિવાસી કન્યા કેળવણી ટ્રસ્ટની બે છાત્રાલયો તેમજ ધો. ૮ થી ૧ર સુધીની સ્કુલનું માત્ર નિમિત્ત બની નિર્માણ કરાવ્યું અહીં કે ઉલ્લેખનીય છે કે મનસુખદાદા અઢળક માનવમાત્રની સેવા કરતા પરંતુ જમણા હાયે કરેલા કાર્યોનો અણસાર ડાબા હાથને આવો જોઇએ નહીં એવી સભાનતા રાખતા હતા. પિતાના પગલે પગલે ચાલતા સુપુત્ર મનોજભાઇ ગગલાણીએ ટેલીફોનીક મુલાકાતમાં જણાવ્યુ કે રાજકોટ સાથે અનોખો નાતો છે દાદાજીની રોજ બરોજ થતી સેવા પ્રવૃત્તિઓની નોંધ સાંધ્ય દૈનિક અકિલાના માધ્યમ દ્વારા નવું બળ પ્રાપ્ત થયું છે. તેમણે અંતમાં જણાવ્યું કે દાદાજીના આદરેલ કાર્યો અધુરા રહેશે નહી ધનકુબેરોને જગાડી ધન વર્ષા જરૂરીયાત મંદોમાં કરાવવા દ્વારા ખુલ્લા છે દાદાજીની વિચાર ધારા મુજબ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય બહુમાનને નમ્રતાપૂર્વક સ્વીકારેલ નથી મનોજભાઇ એક અપીલ કરતા કહ્યું કે દાદાજીના મરણોતર સન્માન માટે અસમર્થ છીએ ફકત જરૂરીયાત મંદોની દરેક પ્રકારની સેવા કરવાનું સરનામું આપો એમાં ઉણાઉતરશુ નહીં એવો કોલ આપ્યો છે. (૯.૧)

વીરનગરવાળા વિઠ્ઠલભાઇ કુરજીભાઇ સરવૈયાનુ દુઃખદ અવસાનઃ ગુરૂવારે બેસણું

રાજકોટઃ વીરનગરવાળા પ્રજાપતિ વિઠ્ઠલભાઇ કુરજીભાઇ સરવૈયા (ઉ.વ.૭૩) તે પ્રમોદભાઇ વિઠ્ઠલભાઇ સરવૈયા , હિરેનભાઇ વિઠ્ઠલભાઇ સરવૈયા અને ભરતભાઇ વિઠ્ઠલભાઇ સરવૈયાના પિતાશ્રીનુ તા. ૧૬.૨.૨૦ને રવિવારે શ્રીજી ચરણ પામેલ છે. તેમનુ બેસણુ તા. ૨૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે વિશ્વેશ્વર મહાદેવ મંદિર મવડી મેઇન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

ધંધુકા શહેર ભાજપ મહામંત્રી ભરતભાઇ મીસ્ત્રીનું અવસાનઃ સાંજે બેસણું

ધંધુકા : શહેર ભાજપ મહામંત્રી ધંધુકા ભરતભાઇ  મીસ્ત્રી  (ખાદી)નું ટંૂકી બિમારી બાદ ૧૬ મીએ અવસાન થતા ધંધુકા શહેરમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગયેલ.

સ્વર્ગસ્થની સ્મશાનયાત્રામાં શહેરના આગેવાનો તેમજ શહેર ભાજપના કાર્યકરો તેમજ ધંધુકા તાલુકા ભાજપના કાર્યકરો હોદેદારો જોડાયા હતા. સ્વ. ભરતભાઇ મીસ્ત્રી, ધંધુકાની ખાદી સંસ્થામાં  મંત્રી તરીકે વર્ષોથી સેવા આપતા હતાં.

બેસણું તેમના જુના નિવાસ સ્થાને પડાણા રોડ રેફરલ હોસ્પીટલ પાસે સાંજના ૪ થી ૬, તા. ૧૭ ના રોજ રાખેલ છે.

રાજકોટ એસટી વિભાગના નિવૃત બસ ડ્રાઈવર લક્ષ્મણભાઈ માખેલાના ધર્મપત્નિનું નિધન

રાજકોટ : બચુભાઈ માખેલાના નાનાભાઈ અને ભરતભાઈ માખેલાના મોટાભાઈ લક્ષ્મણભાઈ સીદીભાઈ માખેલા (નિવૃત એસટી ડ્રાઈવર)ના ધર્મપત્નિ વિજયાબેન (ઉ.વ.૬૫) તે પરેશભાઈ, ચંદ્રેશભાઈ અને શિતલબેન શૈલેષભાઈ માડમના માતુશ્રી તેમજ પ્રવિણભાઈ વિરમભાઈ ડાંગર લતીપર, તા. જામનગરના બહેનનું તા.૧૭ના અવસાન થયેલ છે. સદ્દગતનંુ ઉઠમણું તા.૨૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ સામંત્રી હનુમાન મંદિર, મંગલમ પાર્ક, શેરી નં.૩, એસ.એન.કે. સ્કુલ સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. ઉત્તરક્રિયા તા. ૨૨ને શનિવારે 'ક્રિષ્ના' મંગલમ પાર્ક શેરી નં. ૩, એસ. એન. કે. સ્કુલ સામે, રાજકોટ ખાતે તેઓના નિવાસસ્થાને રાખેલ છે.

અવસાન નોંધ

ગરણીના દેશળપીરબાપાની જગ્યાના મહંતના માતુશ્રી રામબાઇમાનું અવસાન

ગરણી : (તા. બાબરા) બાબરા તાલુકાના ગરણી ગામની દેશળપીર બાપાની જગ્યાના મહંત ચતુરદાસબાપુ, (ઉ.વ.૯પ), હિંમતદાસબાપુ, રમેશભાઇ તથા નટુભાઇના માતુશ્રી તેમજ મહંત રસીકદાસબાપુના (ભાભુનું) તા. ૧ર ના રોજ અવસાન થયેલ છે.

વિજય હાઇસ્કૂલના નિવૃત કલાર્ક ઓધવજીભાઇના માતુશ્રીનું અવસાન

ખંભાળીયા : દલવાડી હિરાલાલ નાથાલાલની પેઢીવાળા સ્વ. કરશનદાસ નાથાલાલ નકુમના પત્ની પમીબેન ઉ.વ.૯ર તે ઓધવજીભાઇ (નિવૃત કલાર્ક વિજય હાઇસ્કૂલ), રતિલાલ, ડાયાલાલ, જેન્તીલાલ, મહેશભાઇના માતુશ્રી તા. ૧પના રોજ અવસાન પામ્યા છે. સદ્ગતની પ્રાર્થના સભા તા. ૧૭ ને સોમવારે ૪ થી ૪-૩૦ જલારામ મંદિર ખંભાળીયા ખાતે રાખવામાં આવેલ છે.

ખંભાળીયાઃ સંસ્કાર એજયુ. ટ્રસ્ટ (એસ.એન.ડી.ટી.) શાળાના ખજાનચી તુલસીભાઇ ગોકાણીનું નિધન

ખંભાળીયા : રઘુવંશી સ્વ. શામજીભાઇ જેસંગભાઇ ગોકાણીના પુત્ર તુલસીભાઇ ઉ.વ.૮૭ તે અશોક મેડીકલ અને અશોક ફેશન વાળા અશોકભાઇ, બીપીનભાઇ, હરેશભાઇ તથા નીતિનભાઇના પિતાશ્રી તથા સ્વ. દ્વારકાદાસભાઇ, સ્વ. પરસોતમભાઇ (પીથુભાઇ), સ્વ. મથુરભાઇ (એસબીએસ વાળા), સ્વ. જેન્તીભાઇ તથા વખતભાઇ અને વિનુભાઇના મોટાભાઇનું તા. ૧૭ના રોજ શ્રીચરણ પામ્યા છે.

અમરશીભાઇ સોલંકી

રાજકોટઃ અરજણસુખ નિવાસી હાલ રાજકોટ લુહાર અમરશીભાઇ અરજણભાઇ સોલંકી (ઉ.વ.૮૭) તે ભીખુભાઇ તથા રાજુભાઇના પિતાશ્રી તેમજ પ્રતિક તથા કિશનના દાદાનું દુઃખદ અવસાન તા.૧૭ના રોજ થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૧ને શુક્રવાર સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન શ્રીરામ સોસાયટી શેરી નં.૬, આરટીઓ પાછળ રાજકોટ ખાતે રાખેલ છે.

નરેન્દ્રભાઇ પોપટ

માળિયા હાટીનાઃ શાપુર (શોરઠ) પી.ડબલ્યુ.ડી.ના નિવૃત કર્મચારી નરેન્દ્રભાઇ ગોકળદાસ પોપટ (ઉ.વ.૬૫)તે ડી.જી.પોપટ કેશોદવાળાના ભાઇ અને જીતેન્દ્રભાઇના પિતા અને લલિતભાઇ પ્રભુદાસભાઇ દેવાણી જુનાગઢવાળાના બનેવીનું તા. ૧૪ના રોજ અવસાન થયેલ છે. તેમનુ બેસણુ તથા પિયર પક્ષની સાદડી બંન્ને તા. ૧૭.૨.૨૦૨૦ને સોમવારે સાંજે ૪ થી ૬ જાગનાથ મહાદેવ મંદિર સ્ટેશન દરવાજા પાસે શાપુર શોરઠ ખાતે રાખેલ છે.

નૌતમલાલ પંડ્યા

કેશોદઃ રહીજ (માંગરોળ) નિવાસી ઔદિત્ય ઝાલાવડી બ્રાહ્મણ નૌતમલાલ પોપટલાલ પંડ્યા (નિવૃત્ત શિક્ષક) તે બકુલભાઇ, અજયભાઇ પંડ્યા (ભાગવતાચાર્ય) તથા શૈલેષભાઇના પિતાશ્રી નું તા.૧૫ને શનિવારના રોજ અવસાન થયેલ છે. ઉઠમણુ તા.૧૭ને સોમવાર અમરેશ્વર મહાદેવ મંદિર રહીજ મુકામે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

ભૂપતભાઇ શેઠ

ઉપલેટાઃ દશા સોરઠીયા વણિક મહાજનના પૂર્વ સભ્ય ભુપતભાઇ જમનાદાસ શેઠ (ઉવ.૭૦)નું તેઓ રીટાબેનના પતિ તેમજ રમણીકલાલ તુલસીદાસ ગઢીયાના જમાઇ, સ્વ. કુમુદબેન હરિદાસ શાહ, સ્વ. તરૂલાબેન હસમુખભાઇ ઝવેરી, રીટાબેન વિજયકુમાર બાબરીયાના ભાઇ અને ચિરાગભાઇ તેમજ સેજલબેનના પિતાશ્રી તેમજ શ્રી સાગરકુમાર હરેશભાઇ ગોકાણી ઓખા વાળાના સસરાનું તા.૧૫મીએ અવસાન થયું છે. બેસણું સોમવારે બપોરે ૪:૩૦ થી ૬:૦૦ તેમના નિવાસ સ્થાન શ્રીજી એપામેન્ટ, બડાબજરંગ રોડ, ઉપલેટા ખાતે રાખેલ છે.

અમરેલીના એડવોકેટ બાલાભાઇ માંજરિયાના પત્નીનું અવસાન

અમરેલીઃ બાલાભાઇ માંજરીયા એડવોકેટ અમરેલીના ધર્મ પત્ની હંસાબેન માંજરીયા (ઉમર વર્ષ ૭૪) તે હિતેશભાઇ માંજરીયા તથા વિક્રમભાઇના માતૃશ્રીનું તારીખ ૧૬નાં અવસાન થયું છે.

નિંકુજભાઇ સાવલીયા

રાજકોટ : મોટા ગુંદાળા, જેતપુર નિવાસી  નિકુંજભાઇ મનસુખભાઇ સાવલીયા તા. ૧૫ને શનિવારના રોજ અક્ષર નિવાસી થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૭ને સોમવાર,  સમય ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાને મોટા ગુંદાળા બસ સ્ટેન્ડ પાસે રાખેલ છે. 

સાહીલ લાખાણી

રાજકોટ : ધોરાજી નિવાસી સાહીલ વિનુભાઇ લાખાણી (ઉ.વ.૧૫)નું તા.૧૫ને શનિવારે દુઃખદ અવસાન થયેલ છે.સદ્ગતનું બેસણું તા. ૧૭ને સોમવારે બપોરે ૩ થી ૬ કલાકે, સ્થળઃ અમારા નિવાસ સ્થાને, મોટાદુધીવદર ખાતે રાખેલ છે.

જગદીશચંદ્ર ઉનડકટ

રાજકોટ : ધોરાજી નિવાસી સ્વ. જમનાદાસ સોમજીભાઇ ઉનડકટના પુત્ર જગદીશચંદ્ર જમનાદાસ ઉનડકટ (ગેલેકસી ટીવી વાળા)તે વિવેકભાઇ, નિકુંજભાઇ તેમજ શીતલબેન નિમેશકુમાર કાનાબાર (કેશોદ)ના પિતા તથા સ્વ. ભુપતભાઇ સ્વ. પ્રવીણભાઇ, હરસુખભાઇના નાના ભાઇ તેમજ સ્વ. વૃજલાલ પોપટલાલ રૂપારેલ (સાવરકુંડલા)ના જમાઇનું દુઃખદ અવસાન તા.૧૪ના  રોજ થયેલ છે, તેમની પ્રાર્થના સભા તા. ૧૭ના સોમવારના રોજ ૪:૩૦ થી ૫:૩૦ સુધી, શ્રી લોહાણા મહાજન વાડી, જૂનાગઢ રોડ ધોરાજી, ખાતે રાખેલ  છે.

સુમનબેન ધોળીયા

રાજકોટ : જેતપુર નિવાસી જયંતીલાલ ચમનલાલ ધોળીયાના પત્ની શ્રીમતી સુમનબેન (ઉ.વ. ૮૦) તે વિજયભાઇ (વિમલ કેમીકલ વાળા) તથા સ્વ. રાજુભાઇ ધોળીયાના માતૃશ્રી રૂપાબેન તથા સોનાબેનના સાસુ શ્રી સી.પી. દલાલ (રીટાયર્ડ ડીવાય એસ. પી.) ડો. દિલીપ દલાલ તથા શોભનાબેન કિશોરભાઇ શાહના મોટાબેનનું તા.૧૫ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૧ શુક્રવારના સવારે ૧૦ થી ૧૧ કલાક તથા પ્રાર્થના સભા ૧૧ થી ૧૨:૩૦ કલાકે દશા શ્રીમાળી વણિક વાડી કણકિયા પ્લોટ, જેતપુર ખાતે રાખેલ છે.

વિણાબેન મહેતા

રાજકોટ : ગુજરાતી શ્રી ગૌડ માળવીય બ્રાહ્મણ મુળ સમાણા હાલ રાજકોટ સ્વ. જદુરાય નાથજી મહેતાના પુત્રવધુ અને શાસ્ત્રી મુકેશભાઇના પત્ની વિણાબેન (ઉ.વ.૫૨) તે ભાવિક, પ્રયાગના માતૃશ્રી તે મહિપતભાઇ, કનકભાઇ (સિટી ગેસ્ટ હાઉસ), ભરતભાઇ (અલિયાબાળા), અશોકભાઇ (જીરા પીએચસી), હિતેષભાઇના ભાભી તેમજ પ્રવિણભાઇ (કસાલા), મધુસુદનભાઇ (રામધરી)ના નાનાભાઇના પત્ની તે જયસુખભાઇ નર્મદાશંકર ભટ્ટના પુત્રી અને ભાવેશભાઇના બહેનનું તા. ૧૬ને રવિવારે અવસાન થયું છે. તેમનનું બેસણું-ઉઠમણુ બંને પક્ષનું તા. ૧૭ સોમવારના સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને સિટી ગેસ્ટ હાઉસ, કરણસિંહજી હાઇસ્કૂલ સામે રાજકોટ ખાતે રાખ્યું છે.

સુરૂભા જાડેજા

બેટાવડઃ સુરૂભા રાણુભા જાડેજા ઉ.વ. ૭૦ તે હરદેવસિંહ સરપંચ બેટાવડ તથા ભોવાનસિંહના પિતા વિક્રમસિંહના મોટાભાઇ ઘનશ્યામભાઇ દાનુભા જાડેજા (લોધિકા-પોલીસ) ઋષિરાજસિંહ , યોગીરાજસિંહ, અમિરાજસિંહના મોટા બાપુ તા. ૧૫/૨/૨૦૨૦ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૭/૨/૨૦૨૦ને સોમવારે તથા ઉત્તરક્રિયા ૨૬/૨/૨૦૨૦ બેટાવડ મુકામે રાખેલ છે.

રાજેશભાઇ ચૌહાણ

ગોંડલઃ રાજેશભાઇ મુળજીભાઇ ચૌહાણ (ઉ.વ.૫૮) તે મુકેશભાઇ , મહેન્દ્રભાઇ , ઘનશ્યામભાઇના ભાઇ જયદિપ, કિશનના પિતા તા. ૧૬-૦૨-૨૦૨૦ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૭ને સોમવારે સાંજે ૪ થી ૬ દરજી જ્ઞાતિની વાડી ૯-ભોજરાજપરા ગોંડલ મુકામે રાખેલ છે.

ભુપતરાય શેઠ

ધોરાજીઃ ધોરાજી નિવાસી સ્વ. રમણીકલાલ તુલશીદાસ ગઢીયાના જમાઇ ભુપતરાય પરસોતમભાઇ શેઠ (ૈઉ.વ.૭૦)તે સ્વ. અશોકભાઇના બનેવીનુ તા. ૧૫/૨ શનિવારના રોજ ઉપલેટા મુકામે દુઃખદ અવસાન થયેલ છે. તેમની સાદડી તા. ૧૭/૨ને સોમવારે ૪:૩૦ થી ૬ તેમના નિવાસ સ્થાન શ્રીજી એપાર્ટમેન્ટ, બડા બજરંગ રોડ, ઉપલેટા મુકામે રાખેલ છે.

બીનાબેન રૂપારેલીયા

રાજકોટઃ કાલમેઘડાવાળા સ્વ. નેણશીભાઇ લાઘાભાઇ રૂપારેલીયાના પુત્ર ધારા નમકીન વાળા પ્રવિણભાઇના ધર્મપત્ની બીનાબેન (ઉ.વ.૬૦) તે અંજના રાજીવ દત્તાણી, કોમલ બાદલ સોમમાણેક, નિયતિ અજય તન્ના, હિરલ તથા નિશાંતના માતુશ્રી, તે સ્વ.વ્રજલાલ ચત્રભુજ કોટકના પુત્રી, કિશોરભાઇ તથા સ્વ.જયંતિભાઇ કોટકના બહેનનો સ્વર્ગવાસ તા.૧પ શનિવારે  થયેલ છે. તેમનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.૧૭ને સોમવારે સાંજે પ-૦૦ કલાકે પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.

દીપભાઇ સાતા

ખંભાળીયા : સારસ્વત બ્રાહ્મણ દીપભાઇ ગીતેશભાઇ (ભીખુભાઇ) સાતા (ઉ.રર) તે  ગીતેશભાઇ (ભીખુભાઇ) હીરાલાલ સાતાના પુત્ર તથા મહેન્દ્રભાઇ હિરાલાલ સાતા (આર.ટી.ઓ. વાળા)ના ભત્રીજા તથા હિતેશભાઇ સાતા (દાલમિયા કંપની)ના લઘુબંધી તા. ૧૬ના રોજ અવસાન પામ્યા છે. સદ્ગતની પ્રાર્થના સભા ભાઇઓ તથા બહેનો માટે તા. ૧૭ સોમવારે સાંજે પ થી પ-૩૦ સારસ્વત બ્રહ્મપુરી ભૈરવા કોઠા પાસે ખંભાળીયા રાખેલ છે.

નીતાબેન ચોટલીયા

રાજકોટ : હર્ષદભાઇ શીવલાલ ચોટલીયાના ધર્મપત્ની નીતાબેન (ઉ.વ.૬૭), તે સી.એ. જયભાઇ, સી.એ. રચનાબેનના માતુશ્રી, નીધીબેન તથા સીએ. રાહુલભાઇ પરીખના સાસુ, સીએ. ભરતભાઇ તથા મિલનભાઇ બહેન નવકાર સ્મરણ કરતાં-કરતાં અરિહંત શરણ પામેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૭ને સોમવારે સવારે ૧૧ વાગ્યે કાઠિયાવાડ જીમખાના, રાજકોટ ખાતે રાખેલ છે.

રામજીભાઇ સંચાણીયા

રાજકોટ : મૂળ છત્રાસા હાલ રાજકોટ ર્ગુજર સુથાર મિસ્ત્રી રામજીભાઇ ગોરધભાઇ સંચાણીયા (ઉ.વ.૯૨) તે દુર્લભજીભાઇ ગોરધનભાઇ સંચાણીયાના મોટાભાઇ, વિપેલભાઇ સંચાણીયા, જશવંતીબેન કાંતીભાઇ કરગથરા, નયનાબેન કિશોરભાઇ બકરાણીયા, વર્ષાબેન અશોકભાઇ મેસવાણીયા, ભાવનાબેન હસમુખભાઇ કુવારદીયા, મધુબેન બિપિનભાઇ છત્રાલીયાના પિતા તથા ગુંજન, ધાર્મીના દાદાનું તા. ૧૬ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૨૦ના રોજ સાંજે ૪:૩૦ થી ૬ સુધી પ્રગતિ મંડળ, લેઉવા પટેલ સમાજ પાછળ, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

મુકેશભાઇ રાણપરા

રાજકોટઃ મૂળ ટંકારાવાળા સોની ભુરાભાઇ ચકુભાઇ રાણપરા (બોલવાળા)ના દિકરા મુકેશભાઇ (ઉવ.૫૮) તે શૈલેષભાઇ તથા ભૂપતભાઇ (ડરબનવાળા)ના ભાઇ તેમજ પાર્થ અને રવિના પિતાશ્રી તેમજ વાંકાનેર વાળા વિઠ્ઠલદાસ લક્ષ્મીચંદ પાટડીયાના જમાઇ અને વસંતભાઇના બનેવીનું અવસાન થયેલ છે. સદ્ગત બન્ને પક્ષનું બેસણુ તા.૧૭ના બપોરે ૩:૩૦ થી૫ સુધી સોનીની વાડી યુનિટ નં.૧ ખીજડા શેરી ખાતે રાખેલ છે.