Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018
અવસાન નોંધ

બગવદર ગ્રામ્ય ભારતી વિદ્યાલયના નિવૃત આચાર્ય રામદેવભાઈ ઓડેદરાનું અવસાન

રાજકોટઃ પોરબંદર નિવાસી રામદેવભાઈ ભોજાભાઈ ઓડેદરા (બગવદર ગ્રામ્ય ભારતી વિદ્યાલયના નિવૃત આચાર્ય) (ઉ.વ.૭૫) તે સ્વ.ભોજાભાઈ ખીમાણંદભાઈ ઓડોદરા (રીટાયર્ડ ચીફ ઓફિસર, પોરબંદર)ના પુત્ર તથા રાણાકંડોરણાના પુર્વ સરપંચ સ્વ.એભાભાઈ જીવાભાઈ રાતિયાના જમાઈ તથા મનીષભાઈ (ગુજરાત એજયુકેશન કમીટીના પ્રમુખ) અને ચેતનભાઈના પિતાશ્રીનું તા.૯ના રાજકોટ મુકામે અવસાન થયું છે પ્રાર્થના સભા તા. ૧૯ સોમવાર સાંજે ૫ થી ૬ કલાકે નંદેશ્વર મહાદેવ નંદનવન સોસાયટી નાણાવટી ચોક ખાતે રાખેલ છે

રામબાઇબેન જોશી

રાજકોટઃ મુળ ગળોદર (રાજકોટ) નિવાસી સ્વ. રામબાઇબેન મુળુભાઇ જોશી તે ભાનુભાઇ જોશી, કાંતીભાઇ જોશીનાં માતુશ્રી અને રાજુભાઇ તથા દિવ્યેશભાઇનાં દાદીમાંનું તા.૧૪ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૯ સોમવારે તેમના નિવાસ સ્થાને, મુ. ગળોદર તા.માળીયાહાટીના જીલ્લો જુનાગઢ ખાતે રાખેલ છે.

 ડો. હર્ષિદા મજીઠીયા

 રાજકોટઃ જામનગર નિવાસી  ડો. હર્ષિદા જયંતકુમાર મજીઠીયા તે જયંતકુમાર મજીઠીયાના (નિવૃત- પીજીવીસીએલ)ના ધર્મપત્નિ તથા સ્વ. મનસુખલાલ ગોપાલજી કોટેચાની સુપુત્રી તે  રસીકલાલ મજીઠીયાના ભાભી, તેઓ દેવેન્દ્ર, રોહિત તથા ભાવનાના મોટાબેન, તેઓ  શીતલ તથા વિશાલના માતુશ્રી હેતલના સાસુમાં, પ્રમોદ ગોપાલદાસ મજીઠીયા તથા હિતેષ નવિનચંદ્ર મજીઠીયાના કાકીનું તા.૧૩ મંગળવારના રોજ દુઃખદ  અવસાન થયેલ છે. સદ્ગતું ઉઠમણું તથા  પીયરપક્ષની સાદડી તા.૧૭ શનિવારે સાંજે ૫ થી ૫:૩૦ કલાકે પાબારી હોલ, તળાવ પાળે, જામનગર ખાતે રાખેલ છે.

ભગવાનજીભાઇ ઉમરાળીયા

ગોંડલ : સોરઠીયા લુહાર સ્વ. ભગવાનજીભાઇ વેલજીભાઇ ઉમરાળીયા (ઉ.વ.૭૮) તે રાજુભાઇના પિતા હિમાંશુના દાદાનું તા. ૧૪ બુધવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૬ને શુક્રવારના રોજ તેમના નિવાસ સ્થાને સાંજે ૪ થી ૬ ૧/૬નો ખુણો ગીતાનગર, જેતપુર રોડ, ગોંડલ ખાતે રાખેલ છે.

મહિપાલભાઇ ચાવડા

મોરબી : મહીપાલભાઇ ખેંગારભાઇ ચાવડા (ઉ.વ.૫૭) તે સંજયભાઇ (સિન્ડીકેંટ બેંકવાળા) ના મોટાભાઇ તેમજ પૃથ્વીભાઇ ખેંગારભાઇ ચાવડા અને રાજુભાઇ દેવજીભાઇ ચાવડા (રાજકોટ ભગવતી કેટરર્સ) ના ભાઇનું તા. ૧૫ના રોજ અવસાન થયું છે બેસણું તા. ૧૯ને સોમવારે સાંજે ૪થી ૬ કલાકે નિવાસસ્થાન ઋષભનગર ૩, ચબુતરા પાસે, સામાકાંઠે મોરબી ર ખાતે રાખેલ છે.

કુવરબેન ખૂંટ

ગોંડલ : કુંવરબેન વિરજીભાઇ ખૂંટ (ઉ.વ.૯૦) તે નટુભાઇ તથા દુર્લભભાઇના માતા નું તારીખ ૧૪ ના અવસાન થયેલ છે  બેસણું તા. ૧૭ શનિવાર સાંજે ૪ થી ૬ કલાકેનટુભાઇ ના નિવાસ સ્થાને  દાસી જીવણે પાર્ટી પ્લોટ ની બાજુમાં, દેવરાજનગર જેતપુર રોડ, કનૈયા પાન પાસે ગોંડલ રાખેલ છે.

મનહરલાલભાઇ અઢીયા

રાજકોટઃ કરાંચીવાળા હાલ રાજકોટ તુલસીદાસ લવજીભાઇ અઢીયાના પુત્ર મનહરલાલ તુલસીદાસ અઢીયા તે છગનલાલ તેમજ રમણલાલના નાનાભાઇ, કાશીબેન રતિલાલ ગણાત્રાના જમાઇ તેમજ દેવેન્દ્ર, ઉર્મી, બિના, દક્ષાના પિતાશ્રીનું તા.૧પના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧૬ને શુક્રવારે સાંજે પ-૦૦ કલાકે ગોરેશ્વર મહાદેવ મંદિર, હંસરાજનગર પાસે જંકશન કો.ઓપરેટીવ સોસાયટી પાસે રાખેલ છે. તેમજ મોસાળ પક્ષનું ઉઠમણું સાથે રાખેલ છે.

મહેફુઝાબેન

રાજકોટઃ મહેફુઝાબેન તે મરર્હુમ તાહેરઅલી જોડીયાવાલાના બૈરો તે તસ્નીમબેન, નસીમબેન, ફાતેમાબેન, અબ્દેઅલીભાઈ અને શોયેબભાઈના માતુશ્રી તા.૧૫ને ગુરૂવારે વફાત થયા છે. તેમની ઝીયારતના સિપારા તા.૧૭ને શનિવારે મુસાફરખાના હોલમાં જોહરની નમાઝ બાદ બેડીપરા ખાતે રાખેલ છે. (મો.૯૨૨૮૫ ૦૬૮૯૨)

વનરાજભાઈ ચુડાસમા

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુર્નીવર્સિટી (રજીસ્ટ્રી બ્રાંચ)ના કર્મચારી વનરાજભાઈ પોપટભાઈ ચુડાસમા, તે જરણા, નંદીની અને વિરલના પિતાશ્રી તથા ધર્મેશ, કમલેશ તેમજ પ્રકાશભાઈના કાકા અને ચેતનકુમાર તથા કાર્તિકકુમારના સસરાનું તા.૧૪ને બુધવારના રોજ અવાસન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧૬ને સાંજે ૪ થી ૬, સૌરાષ્ટ્ર યુર્નીવસીટી કેમ્પસનાં ગ્રાઉન્ડમાં આવેલ પાર્ટી પ્લોટમાં, રાજકોટ ખાતે રાખેલ છે.

 શાંતીલાલ ચાવડા

રાજકોટ  નિવાસી ગુર્જર ક્ષત્રિય કડીયા શાંતીલાલ છગનલાલ ચાવડા (ઉ.વ.૮૬) તે મનસુખલાલ છગનલાલ ચાવડાના ભાઇ તેમજ રમેશભાઇ શાંતીલાલ તથા ઉમેશભાઇ શાંતીલાલ ચાવડાના પિતા તેમજ મુકેશકુમાર, રમેશકુમાર, જનકકુમારના સસરાનું તા.૧૫ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૭ને શનિવાર સાંજે ૪ થી ૬, અમારા નિવાસ સ્થાને રવીપાર્ક, શેરી નં.૨, બ્લોક-૧૩૫, કાલાવડ રોડ, રાજકોટ રાખેલ છે.

વસંતબેન લોઢિયા

પોરબંદર : સ્વ. દેવચંદભાઇ લોઢિયાના પત્ની વસંતબેન (ઉ.૯૦) પાજોદવાળા તે મનસુખલાલભાઇ, શાંતિલાલભાઇ (પોરબંદર), દીપકભાઇ અને ચેતનભાઇના કાકી તા. ૧૬ મીએ અવસાન પામેલ છે.

રક્ષાબેન

રાજકોટઃ સારસ્વત બ્રાહ્મણ સ્વ.રતિલાલ માધવજી ધતુરીયા (જોષી)ના પુત્રી રક્ષાબેન (રામભાઈ સૈનાણીના પત્ની) તે અશોકભાઈ જોષી, હરીશભાઈ, રાજેન્દ્રભાઈના બહનેનું તા.૧૫ના રોજ અવસાન થયું છે. સ્વ.ની પીયર પક્ષની સાદડી અમરનાથ મહાદેવ મંદિર, બિગબજાર, પાછળ, જાગન્નાથ પ્લોટ શેરી નં.૩ ખાતે સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે.

કિરીટભાઈ ટાંક

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા સ્વ.પ્રાણલાલ જાદવજીભાઈ ટાંકના પુત્ર સ્વ.કિરીટભાઈ તે સોનલ, જલ્પા અને પ્રણવના પિતાશ્રી તથા જીજ્ઞેશકુમાર અને રૂપેશકુમારના સસરાનું તા.૧૫ને ગુરૂવારનાં રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ તેમનાં નિવાસ સ્થાને, બોમ્બે આવાસ યોજના, કાલાવડ રોડ, બ્લોક નંવ.૪ રાજકોટ ખાતે રાખેલ છે.

રામદેવભાઈ ઓડેદરા

રાજકોટઃ પોરબંદર નિવાસી રામદેવભાઈ ભોજાભાઈ ઓડેદરા (બગવદર ગ્રામ્ય ભારતી વિદ્યાલયના નિવૃત આચાર્ય) (ઉ.વ.૭૫) તે સ્વ.ભોજાભાઈ ખીમાણંદભાઈ ઓડોદરા (રીટાયર્ડ ચીફ ઓફિસર, પોરબંદર)ના પુત્ર તથા રાણાકંડોરણાના પુર્વ સરપંચ સ્વ.એભાભાઈ જીવાભાઈ રાતિયાના જમાઈ તથા મનીષભાઈ (ગુજરાત એજયુકેશન કમીટીના પ્રમુખ) અને ચેતનભાઈના પિતાશ્રીનું તા.૯ના રાજકોટ મુકામે અવસાન થયું છે.

મંદાકીનીબેન પંડયા

રાજકોટઃ શ્રી કૌશિકરાય વલ્લભદાસ પંડયા, નિવૃત કાર્યપાલક ઇજનેરશ્રી, ગુજ. પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જુનાગઢના ધર્મપત્નિ અને અભિષેક પંડયા, ડો. મયુર પંડયા, જલ્પાબેન મહેતાના માતુશ્રી તે સરકારી સંસ્કૃત પાઠશાળા, જુનાગઢનાં નિવૃત અધ્યાપિકા શ્રીમતી મંદાકીનીબેન કે. પંડયાનું તા.૧૬ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તેઓનું બેસણું તા.૧૭ શનિવારે સાંજે ૪ થી ૬ રાજરાજેશ્વર મહાદેવનું મંદિર, રાજલક્ષ્મી સોસાયટી, ઓસ્કાર રેસીડેન્સીની બાજુમાં રાજકોટ મુકામે રાખવામાં આવેલ છે.