અવસાન નોંધ
ગોકુલ હોસ્પિટલવાળા ડો.પ્રકાશ મોઢાના માતુશ્રીનું ૯૭ વર્ષની વયે દુઃખદ નિધનઃ ગુરૂવારે પ્રાર્થનાસભા
રાજકોટઃ ગં.સ્વ.મુકતાબેન ગોકળદાસ મોઢા (ઉ.વ.૯૭) તે ડો.પ્રકાશચંદ્ર મોઢા (ગોકુલ હોસ્પિટલ- રાજકોટ)ના માતુશ્રી તથા ડો.વિશાલ મોઢા અને ઉત્પલભાઈ મોઢાના દાદીમાનું તા.૧૫ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧૮ને ગુરૂવારના રોજ, સાંજે ૪ થી ૬ કલાકે, શ્રી નાગર બોર્ડીંગ, વિરાણી સ્કૂલની સામે, ટાગોર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
હર્ષાબેન જોષી
ટંકારા :મુળ ધુનડા (ખા.) નિવાસી હાલ મોરબી ચા.મ.મો. બ્રાહ્મણ અ.સોૈ.સ્વ. હર્ષાબેન (ઉ.૫૩) તે હસમુખભાઇ વૃજલાલ જોષીના પત્ની તથા રિતેષભાઇ, મયુરભાઇના માતુશ્રી તેમજ સ્વ. શાંતિલાલ તથા સ્વ. મનસુખભાઇના નાનાભાઇના પત્ની તેમજ હરેશભાઇના ભાભી તથા પીઠડ નિવાસી મયાશંકર જટાશંકર ભટ્ટના દિકરી તા.૧૪ને રવિવારે કૈલાસવાસ થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયરપક્ષનું બેસણું તા.૧૮ને ગુરૂવારે સાંજે ૪ થી પ ઉમીયા આશ્રમ, ભકિતનગર સર્કલ શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.
લાભુબેન ગાંગાણી
રાજકોટઃ લાભુબેન કુંવરજીભાઇ ગાંગાણી (ઉ.વ.૯ર) તે જયશ્રીબેન મનસુખલાલ કાશીયાણી તથા ભાનુબેન દિનેશકુમાર ટાંકના માતુશ્રી તા.૧૪ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧૯ના શુક્રવારે સાંજે ૪ થી ૬ વાલકેશ્વર શેરી નં.૯ (અ), બોલબાલા માર્ગ ખાતે રાખેલ છે.
ખેંગારભાઇ માટીયા
ગોંડલ : હડમતાળા કોલીથડ નિવાસી ખેંગારભાઇ ભીમાભાઇ માટીયા (ઉ.વ.૫૮) તે ગોપાલભાઇ ગંભીરભાઇ લાલજીભાઇ ના પિતાનું તા.૧૦ના અવસાન થયેલ છે. ઉત્તરક્રિયા તારીખ ૧૯ના રાખેલ છે
નર્મઘબેન દેત્રોજા
મુળ મોટી મેંગણી હાલ રાજકોટ નિવાસી નર્મદાબહેન પરસોતમભાઇ દેત્રોજા તે બાબુભાઇ દેત્રોજા, દેવશંકરભાઇ, કાંતિભાઇ તેમજ રમેશભાઇના માતાની તા.૧૫ને સોમવારે અવસાન થયેલ છે. જેમનું બેસણું તા. ૧૯ને શુક્રવારે સાંજે ૪ થી ૬ જીથરિયા હનુમાન મંદિર, આશીર્વાદ હોસ્પિટલ સામે, મવડી ચોકડી પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
દેવીબેન રામનાણી
રાજકોટઃ મોહનભાઇ રામનાણીના મોટાભાઇ સ્વ. હિરાલાલ નારણદાસના ધર્મપત્નિ દેવીબેન હિરાલાલ રામનાણી (ઉ.વ.૮૫) રાજેષભાઇના માતુશ્રી તથા ભરતભાઇ તથા જયકુમારના દાદીશ્રીનું દુઃખદ અવસાન તા.૧૫ સોમવારના રોજ થયેલ છે. તેમનું બેસણું, પઘડીયું તા.૧૭ના બુધવારે સાંજે ૫ કલાકે કુંભારની વાડી રામનાથ પરા જેલ સામે રાજકોટ ખાતે રાખેલ છે.
મનુભાઇ બારોટ
રાજકોટઃ વાટાવદરવાળા બારોટ મનુભાઇ શામજીભાઇ વિરાણી હાલ રાજકોટ તે પ્રભાતભાઇ કિશોરભાઇ, મહેશભાઇ, મુકેશભાઇ, પ્રભાબેન, દિનાબેનના કૈલાશબેનના પિતાશ્રી રામચરણ પામેલ છે. તેમનું બેસણું ગુરૂવારે તા.૧૮ના સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. (મહેશભાઇ મો.૯૯૭૯૭ ૦૨૦૮૪)
સમજુબેન
રાજકોટઃ બગસરા નિવાસી દ.સો.વ. હાલ કાંદીવલી સમજુબેન (ઉ.વ.૮૩) તે સ્વ.હેમકુવરબેન વિરલભાઈ ધોળકીયાની પુત્રી, તે ગં.સ્વ.નર્મદાબેન તથા ગં.સ્વ.પુષ્પાબેનના નણંદ તથા પ્રભુદાસ વિરજીભાઈ ધોળકીયા, રંભાબેન મુળચંદ શેઠ, શાંતાબેન તકલચંદ ગાદોયાના બેન તથા જયશ્રીબેન જયસુખભાઈ ધોળકીયા, મમતા હસુભાઈ, કામીની જયેશભાઈ, રેખાબેન જગદીશકુમાર વખારીયાના ફૈબા તા.૧૫ સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકીકક્રિયાબંધ રાખેલ છે.