Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019
મીઠાપુરના ''અકિલા''ના પત્રકાર મગનભાઇ ભટ્ટનુ અવસાનઃ સોમવારે વડોદરામાં બેસણુ

મીઠાપુરઃ દેવભુમિ દ્વારકા જીલ્લાના મીઠાપુરના ''અકિલા''ના પત્રકાર મગનભાઇ ભટ્ટનું અવસાન થતા ઘેરો શોક છવાયો છે. સ્વ.મગનભાઇ ભટ્ટ પત્રકારત્વક્ષેત્રે વર્ષોથી સંકળાયેલા હતા અને અખબારોના માધ્યમથી લોકપ્રશ્નોને સતત  વાચા આપતા રહેતા હતા. જયોતિષક્ષેત્રે પણ તેઓ ખૂબજ સારા અનુભવો ધરાવતા હતા. સ્વ.મગનભાઇ ભટ્ટનું તા.૧૪ને ગુરૂવારે વડોદરા ખાતે અવસાન થયેલ છે. બેસણું તા.૧૮ને સોમવારે સાંજે ૪ થી ૬ નૂતન ભારત કલબ, અલ્કાપુરી, રિલાયન્સ ફેશન સામે, વડોદરા સેન્ટ્રલ મોલની પાછળ, વડોદરા ખાતે રાખેલ છે. સ્વ.મગનભાઇ ભટ્ટના ધર્મપત્નીનુ પણ વીસેક દિવસ પહેલા અવસાન થયુ હતુ.

અવસાન નોંધ

સુરેન્દ્રનગર પાલિકાના હાઉસ ટેક્ષ ઇન્સ્પેકટરના ભાઇનું અવસાન

વઢવાણ : સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકામમાં હાઉસ ટેક્ષ ઇન્સ્પેકટર વિજયસિંહ ગોહિલના નાના ભાઇ અને ભાજપ કાર્યકર ધર્મેન્દ્રસિંહ ગોહિલનું આજે હૃદયરોગનો હુમલો આવતા અવસાન થયેલ છે. ત્રણ ભાઇઓમાં નાના ભાઇ હતાંત્યારે ધર્મેન્દ્રસિંહ ગોહિલના પુત્રી હાલમાં અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા છે. ધર્મેન્દ્રસિંહ ગોહિલના અવસાનના સમાચાર વાયુવેગે ફેલાતા નગરપાલિકા પ્રમુખ વિપીનભાઇ ટોલીયા  કોર્પોરેટર -જામાભાઇ ગરીયા, સમાજ સેવક પ્રતિકસિંહ છત્રપાલસિંહ, શૈલેન્દ્રસિંહ વગેરે નિવાસ સ્થાને દોડી ગયા હતાં. હાલ સમગ્ર વિસ્તારમાં શોક છવાઇ જવા પામેલ છે.

ઉનાના લોક સેવા  અચુમીયાનું નિધન

ઉના :  ગાંધી વિચારધારાને વરેલા ઉના તાલુકા કોંગ્રેસનું નેતૃત્વ તથા લોકસેવક સારા બૌધિક વકતા તંદુરસ્ત લોકશાહીના હીમાયત, કાર્યકર્તાના રાજકીય માર્ગદર્શક અચુમીયાબાપુનું અવસાન થયું છે.

ધોરાજીના ડો. પ્રકાશ બાંભરોલીયાના પિતા કનૈયાલાનું અવસાન

ધોરાજી : કનૈયાલાલ કરમશીભાઇ બાંભરોલીયા ઉ.વ. ૭ર તે ડો. પ્રકાશ બાંભરોલીયાના પિતાશ્રી તેમજ સીમાબેન બાંભરોલીયાના સસરા તથા પ્રિયંક અને દિવ્યકના દાદાનું તા. ૧પને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તેનુ બેસણું તા. ૧૭ ને રવિવારના રોજ સાંજે ૪થી ૬, લેવા પટેલ સમાજ વિભાગ-ર, જમનાવડ રોડ ધોરાજી ખાતે રાખેલ છે.

વિનોદરાય ઠકકર

રાજકોટઃ નિવાસી સ્વ.વિનોદરાય જદુલાલ ઠકકર (ઉ.વ.૭૦) તેઓ મનીષકુમાર જદુલાલ ઠકકરના મોટાભાઈ તેમજ ભરતકુમાર વિનોદરાય ઠકકરના પિતાશ્રીનું તા.૧૫ને શુક્રવારના રોજ રાજકોટ મુકામે દુઃ ખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૮ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે અવંતીકેશ્વર મહાદેવ મંદિર, અવંતીપાર્ક, શેરી નં.૧, શીતલપાર્કની બાજુમાં રાજકોટ મુકામે રાખેલ છે.

દિલીપભાઇ જોષી

રાજકોટ :  વાલમ બ્રાહ્મણ જોશી પરિવારના શ્રી દિલીપભાઇ બી. જોશી ઉ.વ.૬પ, તે સ્વ. ડો. ભાસ્કરભાઇ જે. જોશીના સુપુત્ર, કલાબેનના પતિ, શ્રી અશોકભાઇના મોટાભાઇ તથા આનંદભાઇ અને રૂચીબેન નરેનભાઇ જોશીના પિતાશ્રીનું તા. ૧પ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું આજે તા. ૧૬ ને શનિવારે સાંજેના ૪થી ૬, ધારેશ્વર મંદિર ભકિતનગર સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે.

ભરતદાન ઇશ્રાણી

પડધરી : ધુનાના ગામ નિવાસી ભરતદાન પથુદાન ઇશ્રાણી (એકસ. એએસઆઇ), તે જીતદાન પથુદાનના નાનાભાઇ તેમજ જોગીદાન (સર્કલ ઓફીસર-મામલતદાર કચેરી -પડધરી) તથા મેહુલદાન (લાર્ક-રાજકોટ ડી.કોર્ટ)ના પિતાશ્રીનું તા. ૧પના રોજકોટ ખાતે અવસાન થયેલ છે. બેસણું તા. ૧૮ ને સોમવારે બપોરના ૩થી ૬ પડધરીના ધુનાના ગામ ખાતે રાખેલ છે.

પ્રકાશભાઇ પ્રવિણભાઇ ઘોરેચા

રાજકોટઃ ધ્રાફાવાળા હાલ રાજકોટ સ્વ. પ્રવિણભાઇ ગોરધનભાઇ ઘોરેચાના પુત્ર સ્વ. પ્રકાશભાઇ પ્રવિણભાઇ ઘોરેચા તે સ્વ. રીપલભાઇ, શનીભાઇ, કીર્તીબેનના ભાઇ તથા ધર્મેશભાઇ જમનાપરાના સાળા તથા લલીતભાઇ ભગવાનજીભાઇ ધ્રાંગધરીયાના ભાણેજ (પાટી રામપર)નું તા. ૧૪ને ગુરૂવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧૮-૩ના સોમવારે સાંજે ૪ થી પ.૩૦ શ્રીવિશ્વકર્મા કેળવણી મંડળ, ૭/૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ, ખાતે રાખેલ છે

પ્રવિણચંદ્ર સેતા

મોરબીઃ પ્રવિણચંદ્ર મગનલાલ સેતા (ઉ.વ.૭૫) તે મગનલાલ દેવચંદભાઇના પુત્ર તથા પ્રશાંત તેમજ લીનાબેન હિરેનકુમાર પૂજારાના પિતા તથા સ્વ. જેઠાલાલ મગનલાલ સ્વ.ભગવાનજીભાઇ તથા ધીરજલાલના નાનાભાઇ તથા ધીરજલાલ પરસોતમભાઇ રૂપારેલીયા(રાજકોટ)ના જમાઇ તથા લલીતભાઇ, વિજયભાઇ, સ્વ. બિપીનભાઇ, રાજેશભાઇ, ભરતભાઇના બનેવીનું તા. ૧૫ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તથા સ્વસુરપક્ષની સાદડી તા. ૧૮ને સોમવારે સાંજે પ.૩૦ કલાકે લોહાણા વિદ્યાર્થી ભુવન વસંત પ્લોટ મોરબી નાગરિક બેંક સામે રાખેલ છે.

હંસાબેન પોપટ

રાજકોટ : શાપુર (સોરઠ) નિવાસી વૃંદાવન હરજીવનભાઈ પોપટ (બોમ્બે ટી-હાઉસવાળા)ના ધર્મપત્નિ હંસાબેન (ઉ.વ.૭૨) તે અરવિંદભાઈ તથા પ્રવિણભાઈ પોપટના ભાભી તે ધર્મેન્દ્ર, કિશોર, કિરીટ તથા રાજુભાઈ પોપટના કાકી તે સ્વ.માણેકલાલ વિઠ્ઠલજી ધોરાજીવાળાના દિકરી તથા પ્રભુદાસભાઈ અને અમુભાઈ સુચકના બહેન તા.૧૪ને ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૬ના શનિવારે ૪ થી ૫ દરમિયાન જાગનાથ મંદિર બસ સ્ટેન્ડ દરવાજા પાસે, શાપુર મુકામે રાખેલ છે.

હરીલાલ પંડીત

ઉપલેટા : ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ નંદલાલ મણીશંકર પંડીત ના પુત્ર હરિલાલ (બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ અને નિવૃત કેળવણીકાર) ઉ.વ.૮૭, તે સંજયભાઇ, પ્રજ્ઞાબેન, દક્ષાબેનના પિતાશ્રી તથા પ્રણવ અને ક્રિષ્ના દાદાશ્રી અને સ્વ. જયંતિલાલ, સ્વ. ગીરજાપ્રસાદ, સ્વ. દિનકરરાય, ચિમનલાલ અને મનહરભાઇ મોટાભાઇનું તા. ૧પ ને શુક્રવારે અવસાન થયેલ છે. બેસણું તા. ૧૮ ને સોમવારે ૪ થી ૬ જડેશ્વર મહાદેવ મંદિર, નાગનાથ ચોક, ઉપલેટામાં રાખેલ છે.

ડો. કાંતિલાલ અજાબીયા

જામનગર : પ્રો. ડો.કાંતિલાલ જીવરાજભાઇ રજાબીયા (ઉ.વ.૮૮) તે સુશીલાબેન અજાબીયાના પતિ, તેમજ દુષ્યંતભાઇ, હિમાંશુભાઇ, કોૈશિકભાઇ, ઉર્મિબેન, જાગૃતિબેન,(યુ.કે) ના પિતાશ્રી તથા સ્વ. અમૃતલાલ જીવરાજભાઇ તન્ના (રાજકોટ) ના જમાઇનું તા.૧૬ ના અવસાન થયેલ છે, ઉઠમણું તા. ૧૮ ને સોમવારે સાંજે ૪ થી ૪.૩૦ પાબારી હોલ,તળાવની પાળ, જામનગર ખાતે રાખેલ છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

જીજ્ઞેશભાઇ સોલંકી

મોરબી : રાજકોટ નિવાસી જીજ્ઞેશભાઇ મોહનભાઇ સોલંકી (ઉ.૪૬)નું ગુરૂવારે અવસાન થયેલ છે. બેસણું શનિવાર (આજે) સાંજે ૪ વાગ્યે મેઘાણીનગર, રામેશ્વર મંદિરે રાખેલ છે.

જશ્મીનાબેન ઉપાધ્યાય

રાજકોટ : ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ જશમીનાબેન (ઉ.વ.૪૪) તે સ્વ.મહેન્દ્રભાઈ ડાયાલાલ ઉપાધ્યાયના દિકરી તેમજ ઘનશ્યામ મહેન્દ્રભાઈ ઉપાધ્યાયના મોટાબેન તેમજ મોનાબેન ઘનશ્યામ ઉપાધ્યાયના નણંદ તથા જે.ડી.ઉપાધ્યાય તેમજ માધવીબેનના ભત્રીજી તથા જયદીપ ઉપાધ્યાયના મોટાબેનનું તા.૧૬ના શનિવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૮ને સોમવારના સાંજે ૫:૩૦ કલાકે કલ્યાણજી નરસી જાની હોલ, ચંદન પાર્ક રૈયા ચોકડી રાજકોટ ખાતે રાખેલ છે.

વિઠ્ઠલભાઇ પાડલીયા

રાજકોટઃ મોટા દળવા પાડલીયા પરિવારના ભુવા સ્વ.શ્રી વિઠ્ઠલભાઇ છગનભાઇ પાડલીયા (ઉ.વ.૭૨) તે લખુભાઇ તથા રમેશભાઇના મોટાભાઇ, તથા રાજેશભાઇ તથા નિતિનભાઇ તથા કમલેશભાઇના પિતાશ્રી તેમજ અનિલકુમાર મોહનભાઇ શિંશાગીયાના સસરાનું અવસાન થયેલ છે.

  • તળાજા તાલુકામાં સરઘસ કાઢવા પર પ્રતિબંધ :તળાજા તાલુકાના કેટલાંક ગામોમા તા.23 માર્ચ સુધી યોગ્ય સત્તાધિકારીની પૂર્વ મંજુરી સિવાય સરઘસો કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા અધિક કલેકટર ઉમેશ વ્યાસ access_time 11:31 pm IST

  • છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ઘેઁશવાડી ગામે ઘટના : સેન્ટરીંગ અને મિક્સર મશીનનો સામાન ભરીને જતી વખતે અને શ્રમજીવીઓ ને લઈ જતો ટેમ્પો પલ્ટી માર્યો :એક શ્રમજીવી મહીલા ઘટના સ્થળે નું મોત નિપજયું : અન્ય 6 મજૂરો ઘાયલ : 4 મજૂરો ને સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી માં ખસેડાયા: 2 મજૂરો ને નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર ચાલી રહયા છે access_time 2:10 pm IST

  • બીસીસીઆઈ શહીદોના પરિવારોની વહારે :શહીદોને પરિવારની મદદ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ 20 કરોડ રૂપિયા આપશે access_time 10:36 pm IST