Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018
ભાજપના પૂર્વ અગ્રણી સ્વ.વિનુભાઈ રાજયગુરૂ (ગુરૂ)ના લઘુબંધુ ભાસ્કરભાઈની પુત્રી દેવાંશીનું દુઃખદ અવસાનઃ આજે બેસણું- પ્રાર્થનાસભા

રાજકોટ : મહારાજ શ્રી નથુ તુલસી ઔદિચ્ય સમાજ, રાજકોટના સ્વ. લાભશંકરભાઈ વજેશંકર રાજયગુરૂની પૌત્રી દેવાંશીબેન (ઉ.વ.૨૪) તે ભાસ્કરભાઈની સુપુત્રી તથા જશવંતીબેન પ્રફુલચંદ્ર જોષી (મુંબઈ), સ્વ.મનહરભાઈ, જનકભાઈ, સ્વ.રજનીભાઈ, સ્વ.જગદીશભાઈ, સ્વ.વિનુભાઈ(ગુરૂ), સ્વ. ગીતાબેન કીરીટકુમાર જોષી (અમરેલી) તથા યોગેશભાઈની ભત્રીજીનું તા.૧૩ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તથા ્પ્રાર્થનાસભા આજે તા.૧૫ને સોમવારના રોજ હરીહર કોમ્યુનિટી હોલ, હરીહર સોસાયટી, જલારામ પેટ્રોલ પંપ પાછળ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે સાંજે ૪:૩૦ થી ૬ રાખેલ છે.

બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ મુંબઇના પ્રમુખ હિમાંશુભાઇ પડિયાનું નિધન

રાજકોટ તા.૧૫: સમસ્ત ભારતમાં વસતા ખત્રી સમાજની શિરમોર સંસ્થા બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ-મંુબઇના પ્રમુખ અને મુંબઇના પ્લાસ્ટિક બંગડી ઉદ્યોગના યુવાન અને પ્રતિભાશાળી ઉદ્યોગપતિ હિમાંશુભાઇ ઇશ્વરભાઇ પડિયાનું નિધન થતા સમગ્ર ખત્રી સમાજ અને બંગડી ઉદ્યોગ અને બંગડી વ્યાપારીઓમાં ઘેરા શોકની લાગણી છવાઇ છે. ૪૨ વર્ષના હિમાંશુભાઇને શ્રધ્ધાંજલિ આપવા માટે ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક બેંગલ્સ મેન્યુફેકચરર્સ એસોસિયેશને આઠમી ઓકટોબરે બંધ પાળ્યો હતો. આકર્ષક બેડમિન્ટર ખેલાડી તરીકે હેમુભાઇ પડિયા ગોરેગામ સ્પોટ્સ કલબમાં લોકપ્રિય હતા. તેઓ મલાડની કાચપાડા ક્રિકેટ કલબના શિલ્પી હતા. હિમાંશુભાઇને બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજે વર્ષ ૨૦૧૪માં જ્ઞાતિ ઉદ્યોગપતિના પુરસ્કારથી નવાજયા હતા. ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક બેંગલ્સ મેન્યુફેકચરર્સ એસોસિએશનની ડાયમંડ જયુબલીની ઉજવણીના કન્વીનર તરીકેની જવાબદારી પણ તેમણે ઉઠાવી હતી.

અવસાન નોંધ

જૂનાગઢના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોરધનભાઈ પટેલનું અવસાન

જૂનાગઢ, તા. ૧૫ :. જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય ગોરધનભાઈ પટેલનું નિધન થતા ગમગીની વ્યાપી ગઈ છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોરધનભાઈ પટેલનું આજે સવારે જૈફવયે અવસાન થયુ હતું. આ અંગેની જાણ થતા શહેર કોંગ્રેસના પ્રમુખ વિનુભાઈ અમિપરા, ધારાસભ્ય ભીખાભાઈ જોષી સહિતના આગેવાનો સદ્ગતના નિવાસ સ્થાને દોડી ગયા હતા અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. જીવનપર્યંત કોંગ્રેસમાં રહેલા માજી ધારાસભ્ય ગોરધનભાઈ પટેલ (વસોયા) મિલનસાર સ્વભાવના અને મોટું મિત્ર વર્તુળ ધરાવતા હતા. તેઓનું અવસાન થતા તેમના પરિવાર સહિતના લોકોમાં ગમગીની વ્યાપી ગઈ છે. સ્વ. ગોરધનભાઈ પટેલની સ્મશાનયાત્રા આજે સાંજે ૪ કલાકે તેમના નિવાસ સ્થાને જલારામ સોસાયટી જૂનાગઢ ખાતેથી નિકળશે.

જીજ્ઞેશ શાહનું દુઃખદ અવસાનઃ શુક્રવારે ઉઠમણું

રાજકોટ : મૂળ ચોટીલા નિવાસી સ્વ. શાંતિલાલ પ્રાણજીવનદાસ શાહના પોૈત્ર જીજ્ઞેશભાઇ શાહ (ઉ.વ.૪૫) તે કિર્તીભાઇ શાંતિલાલ શાહના સુપુત્ર, હિનાબેન શાહના પતિ, જીગરભાઇ શાહના મોટાભાઇ, વેદાંગી તથા હિમાત્રીના પિતાશ્રી તથા રાજકોટ નિવાસી સ્વ. પોપટલાલ ઉજમશી વોરાના જમાઇ રવિવાર તા.૧૪-૧૦-૧૮ના રોજ અરિહંત ચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું શુક્રવાર તા.૧૯-૧૦-૧૮ રોજ સવારે ૧૦-૩૦ વાગ્યે નેમીનાથ વિતરાગ જૈન ઉપાશ્રય, વિતરાગ સોસાયટી, ગાંધીગ્રામ, ખાતે તથા  પ્રાર્થના સભા સવારે ૧૧-૩૦ વાગ્યે રામેશ્વર હોલ, નાણાવટી ચોકથી રામેશ્વર સોસાયટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. સદ્દગતનાં આંખોનું ચક્ષુદાન કરેલ છે. લોૈકિક વ્યવહાર બંધ રાખેલ છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

નરેન્દ્રભાઈ ભેસાણીયા

રાજકોટઃ ગુર્જર સુથાર નરેન્દ્રભાઈ (બકુલભાઈ) પરસોત્તમભાઈ ભેસાણીયા (ઉ.વ.૫૯) તે ભાવિકભાઈ તથા અંકિતાબેનના પિતા, અમૃતલાલ, બટુકભાઈ, શૈલેષભાઈના ભાઈ તથા કિશોરભાઈ મગનભાઈ આમરણીયાના બનેવીનું તા.૧૪ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૮ગુરૂવારના રોજ ૪ થી ૬ વિશ્વેશ્વર મંદિર, મવડી મેઈન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

નયનભાઈ ઉપાધ્યાય

રાજકોટઃ ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ સરોજબેન હસમુખભાઈ ઉપાધ્યાય (એસ.ટી.વિભાગ)ના પુત્ર તથા ધર્મેશભાઈના ભાઈ તથા કલ્પનાબેન કૌશિકકુમાર શુકલના (જસદણ)ના સાળા તેમજ પુનીતનગર યુવા બ્રહ્મસમાજના પ્રમુખ સ્વ.નયનભાઈ હસમુખભાઈ ઉપાધ્યાય સ્વ.નયનભાઈ તેઓ નરેન્દ્રભાઈ (ભીખુભાઈ) શુકલ તથા બટુકભાઈ શુકલના ભાણેજ તા.૧૪ના રોજ કૈલાસવાસ થયેલ છે તથા તેમનું બેસણું તા.૧૮ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન પુનીતનગર સોસાયટી શેરીનં-૧, ૧૫૦ફુટ રીંગ રોડ પાણીનાં ટાંકા સામે રાજકોટ ખાતે રાખેલ છે.

રાજેન્દ્રસિંહ જીલુભા ગોહીલ

રાજકોટઃ (મુળભડલી) હાલ રાજકોટ ગોહિલ સ્વ.જીલુભા નાથુભા ગોહિલના પુત્ર સ્વ.રાજેન્દ્રસિંહ જીલુભા ગોહિલનું (ઉ.વ.૬૫) દુઃખદ અવસાન તા.૧૪ના રોજ (રવિવાર) થયેલ છે.

જગુભાઈ મહેતા

રાજકોટઃ મુળ દેવગામ નિવાસી હાલ રાજકોટ (રાજગોર બ્રાહ્મણ) સ્વ.જગુભાઈ હરજીભાઈ મહેતા (ઉ.વ.૬૧) તે શૈલેન્દ્ર, યોગેન્દ્ર, ભદ્રિકાબેન, પારૂલબેન, અલ્પાબેનના પિતાશ્રી તથા વિઠ્ઠલભાઈ રામજીભાઈ દવેના બનેવીનું તા.૧૪ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૮ને ગુરૂવારનાં રોજ સાંજે ૪ થી ૬ શ્રી ત્રિલોકધામ રામજી મંદિર, ક્રિષ્નામ પુષ્કરધામ મંદિરની સામે, યુની.રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

જાદવજીભાઇ મકવાણા

જેતપુર : લુહાર જાદવજીભાઇ ઠાકરશીભાઇ મકવાણા (ઉ.વ.૮૭) તે સ્વ.કરશનભાઇ, સ્વ. બચુભાઇ, સ્વ. દામજીભાઇ, નાનાલાલભાઇના લઘુબંધુ તેમજ ભીખુભાઇ, મુકેશભાઇ, દિપકભાઇ હંસાબેન, કુસુમબેનના પિતાશ્રી,સ્વ. ખોડાભાઇ લાલજીભાઇ પરમારના જમાઇ, સ્વ. તરશીભાઇ, પ્રાગજીભાઇના બનેવી તા. ૧૨ને શુક્રવારે શ્રીજી ચરણ પામેલ છે. બેસણું તા.૧૫ને સોમવારના ૪ થી ૫:૩૦ લુહાર જ્ઞાતિની વાડી ખોડપરા, જેતપુર ખાતે રાખેલ છે.

વિમળાબેન રામાનુજ

રાજકોટ : માળીયા મિયાણાના તાલુકાના ગામ કુંભારીયા નિવાસી રામાનંદી સાધુ અરવિંદભાઇ કાંતીલાલ રામાનુજ (કાળુ મારાજ) ના પત્ની વિમળાબેન અરવિંદભાઇ રામાનુજ (ઉ.વ.૩૭) તે હિતેષભાઇ તથા ભુમીબેનના માતુશ્રી તા.૧૨-૧૦-૧૮ના રોજ રામચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૫ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. (મો. ૯૭૨૭૧ ૯૮૪૭૪)

શિવકુમાર જાની

મોરબી તા.૧૩: મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી શિવકુમાર કાલિદાસ જાની તે ડો. રાજુભાઇ જાની, સ્વ રૂપાબેન (કાજલ) નરેન્દ્રકુમાર વોરા (ભુજ), ચિરાગભાઇ જાની (જીત ડિઝલસ એન્ડ ઇલેકટ્રિકસ) અને મયુરભાઇ જાની (પ્રોફેસર દોશી કોલેજ વાંકાનેર) ના પિતાનું તા.૧૧ના રોજ દુઃખદ અવસાન થયું છે બેસણું તા.૧પને સોમવારે સાંજે ૪થીપ ક્રિષ્ના હોલ, જીઆઇડીસી પાછળ શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.

પ્રભાબેન ભાનાણી

બગસરાઃ બગસરા નિવાસી સોની પ્રભાબેન પ્રભુદાસભાઇ ભાનાણી (ઉ.વ.૬૭) તે સોની તુલસીભાઇ (બગસરા) તથા સોની રસિકભાઇ (રાજકોટ)(શ્રીજી ગોલ્ડ પ્લેટિંગ વાળા)ના માતુશ્રી તથા ભાવેશભાઇ, સંજયભાઇ,નિલેશભાઇ ના દાદીમા તા.૧૪ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. બેસણું તા.૧૫ સોમવારને બપોરે ૪ થી ૬ કલાકે લોહાણા મહાજન વાડી, બંગલી ચોક બગસરા ખાતે રાખેલ છે.

મનહરગીરી ગોસાઇ

મોરબી : ગોસાઇ મનહરગીરી કૈલાશગીરી (ઉ.વ.૬૬)ને શાંતીગીરી, બળદેવગીરી ના ભાઇ તેમજ ભાવેશગીરી, હર્ષદગીરીના પિતાનું તા.૧૩ના રોજ અવસાન થયેલ છે બેસણું તા.૧૫ને સોમવારે સંજે ૪ થી ૬ તેમના નિવાસ્થાન ભોયનો ડેલો. અશોકલાયના ઢાળ નિચે હિરોના સર્વિસ સ્ટેશન સામે મહેન્દ્ર દ્વાધ્વ રોડ મોરબી ખાતે રાખેલ છે સદગતનું શકિતપુજન તા.૨૫ મીએ રાખેલ છે.

ઈન્દુમતીબેન આડેસરા

રાજકોટ : ધ્રોલવાળા સ્વ.ઝવેરી જેઠાલાલ ઠાકરશીભાઈ આડેસરાના પુત્ર સ્વ.હસમુખરાયના ધર્મપત્નિ ઈન્દુમતીબેન (ઉ.વ.૬૫) તે હરજીવનભાઈ તથા સ્વ.નવનીતભાઈ, હરગોવિંદભાઈ અને રજનીકાંતભાઈના ભાભી તેમજ જુલાસણવાળા સ્વ. સોની કાંતિલાલ ચીમનલાલ પાટડીયાની પુત્રીનું તા.૧૩ના રોજ અવસાન થયેલ છે. સવારે ૧૧ થી ૧૨, ઝાલાવાડી સોની સમાજની વાડી યુનિટ નં.૨, ખીજડા શેરી, રાજકોટ ખાતે રાખેલ છે. બંને પક્ષનું બેસણું સાથે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ચંદનબેન શુકલ

રાજકોટ : શ્રી સાતોદડ મેડતવાડ શ્રી ગોડ બ્રાહ્મણ જ્ઞાતિના અ.સૌ. ચંદનબેન નર્મદાશંકર શુકલ (ઉ.વ.૯૦) તે નર્મદાશંકર જગજીવન શુકલના ધર્મપત્નિ તથા હર્ષદભાઈના માતુશ્રી અને જસ્મીનના દાદીમા તથા પ્રભુરામ જાનીના પુત્રીનું તા.૧૩ના રોજ અવસાન થયેલ છે. બંને પક્ષનું બેસણું તા.૧૫ને સોમવારના સાંજે ૪ થી ૫:૩૦, પ્રજાપતિ જ્ઞાતિની વાડી, જંકશન પ્લોટ શેરી નં.૧/૧૬, રાજકોટ ખાતે રાખેલ છે.

મહેન્દ્રભાઈ દોશી

રાજકોટ : ગોંડલ નિવાસી સ્વ.ગોદાવરીબેન અને સ્વ. હકમીચંદ કાનજી દોશીના ચોથા નંબરના પુત્ર મહેન્દ્રભાઈ હકમીચંદ દોશી માતંગી રોડવેઝ તે સ્વ.જયંતિલાલ, જશવંતરાય દેના બેંક, શશીકાન્તભાઈ (દેના બેન્ક) અને જય પ્રકાશ (ઓરી એન્ટલ)ના ભાઈ તે શીલાબેનના પતિ અને જય મહેન્દ્ર દોશી (માતંગી રોડવેઝ)ના પિતાજી તે સ્વ.ભાનુબેન નાથાલાલ પંચમીયા નવસારી અને સ્વ. સરલાબેન સૂયર્કાન્ત પારેખ (કોલકતા)ના ભાઈ તા.૧૪ના અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૫ને સોમવારે બપોરે ૪ કલાકે અને પ્રાર્થનાસભા બપોરે ૪:૩૦ કલાકે શ્રમજીવી સોસાયટી ઉપાશ્રયે, પાણીના ટાંકા સામે, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)

જયલાલભાઈ વ્યાસ

રાજકોટ : અમરેલી નિવાસી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જયલાલભાઈ હીરજીભાઈ વ્યાસ (ઉ.વ.૯૩) (કરીયાણાવાળા), હાલ અમરેલી તે ઘનશ્યામભાઈ, ભરતભાઈના પિતા, સિદ્ધાર્થ (કાનો)ના દાદાનું તા.૧૪મીએ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૫મીએ સોમવારે સાંજે ૪ થી ૬ જલારામનગર હનુમાન રોડ, અમરેલી ખાતે રાખેલ છે.

રંજનબેન ગંદા

રાજકોટ : સ્વ. લક્ષ્મીદાસ દુર્લભજી ગંદાના ધર્મપત્નિ રંજનબેન (ઉ.વ.૭૫) તે સ્વ.મુલચંદ હિરાચંદ કોટકના પુત્રી તેમજ બોડેલી નિવાસી સ્વ.રતીલાલ દુર્લભજીનાા ભાભીનું તા.૧૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૫ના સોમવારે સાંજે ૫ કલાકે તેમના નિવાસસ્થાન ગુરૂજીનગર, આરએમસી કવાર્ટર, સાધુ વાસવાણી રોડ ખાતે રાખેલ છે.

શારદાબેન હિંડોચા

રાજકોટ : સ્વ.મોહનલાલ કારીયાના પુત્રી ગં.સ્વ. શારદાબેન દિલસુખરાય હિંડોચા (ઉ.વ.૮૦) તે મુકેશભાઈ, ગૌરાંગભાઈ તથા ઋષિકેશભાઈના માતુશ્રી તથા સ્વ.મગનભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ.ગોપાલભાઈ તથા શશીકાંતભાઈ કારીયાના બહેન અને સ્વ.ધીરજબેન નથવાણી, સ્વ.સવીતાબેન કારીયા તથા સુશીલાબેન રાયઠઠ્ઠાના બહેનનું તા.૧૩ના સુરત ખાતે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.૧૫ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે કલબ હાઉસ, ગ્રીન સીટી, પાલ - ભાઠા સુરત ખાતે રાખવામાં આવેલ છે.

પંકજકુમાર જગડ

રાજકોટઃ બ્રહ્મક્ષત્રીય પંકજકુમાર જયંતીલાલ જગડ (ઉ.વ.પ૪) તા.૧રને શુક્રવારે અમદાવાદ મુકામે શ્રીજી ચરણ પામેલ છે. તે જયંતીલાલ જાદવજીભાઇ છાટબાર છબીલદાસ પરસોતમભાઇ છાટબાર તથા કેશવલાલ પરસોત્તમભાઇ છાટબારના જમાઇની સાદડી તા.૧પ સોમવારે સાંજે પ થી ૬ બ્રહ્મક્ષત્રીયની વાડી પેડક રોડ ખાતે રાખેલ છે.

નિતીનભાઇ રાજા

રાજકોટઃ સ્વ.ગીરધરલાલ વિઠ્ઠલજી રાજાના પુત્ર અને જીતેન્દ્રભાઇના ભાઇ (બબલાભાઇ) નીતીનભાઇ રાજા શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું સોમવાર તા.૧પના રોજ સાંજે પાંચ કલાકે જયરાજ પ્લોટ ૭/૧પ કોર્નર રાજકોટ મુકામે રાખેલ છે.

મંગળાબેન ભારદિયા

આમરણઃ ઉમિયાનગર (બેલા) નિવાસી ગુર્જર સુથાર મંગળાબેન સવજીભાઇ ભારદિયા (ઉ.વ.૭૦) તે દિલીપભાઇ, દેવેન્દ્રભાઇના માતાનું તા.૧૩ના અવસાન થયું છે. બેસણું તા.૧પના રોજ બપોરે ર થી પ નિવાસ સ્થાને રાખેલ છે.

ખીમજીભાઇ ગઢીયા

રાજકોટઃ મુળ ગામ વેરતીયા-વિરપર હાલ બજરંગપુર નિવાસી લેઉવા પટેલ સમાજના ખીમજીભાઇ રામજીભાઇ ગઢીયા (ઉ.વ.૮૦) તે વશરામરામ, સ્વ.નરશીભાઇના નાનાભાઇ વિજયભાઇ, હિતેશભાઇના પિતાશ્રી તૃષાર, હાર્દિકના દાદાનું તા.૧રના બજરંગપુર ગામે અવસાન પામેલ છે.

કુલીનચંદ્ર દેસાઇ

રાજકોટઃ કુલીનચંદ્ર જયાશંકર દેસાઇ (ઉ.વ.૮ર) (રીટાયર્ડ એલ.આઇ.સી. ઓફિસર) જૂનાગઢના વતની હાલ રાજકોટ તે શ્રીમતિ ફૂલવાબેન જયભાઇ દવે (મોટી ખાવડી), શ્રીમતિ કિંજલબેન દેવાંગભાઇ માંકડ (ભાવનગર), કુ. ડો. હેતલ દેસાઇ તેમજ સ્વ.તેજલબેન દેસાઇના પિતાશ્રીનું તા.૧રના અવસાન થયું છે. સદ્દગતની પ્રાર્થનાસભા સોમવાર તા.૧પના સાંજે ૪ થી પ, નાગર બોર્ડિંગ, વીરાણી સ્કુલ સામે, ટાગોર રોડ ખાતે રાખવામાં આવેલ છે.

રમેશચંદ્ર લાઠિયા

રાજકોટઃ મેંદરડા નિવાસી હાલ રાજકોટ સ્વ.નાથાલાલ દામોદરભાઇ લાઠિયાના પુત્ર તે ભેંસાણ નિવાસી સ્વ.નાથાલાલ ગોવિંદજીભાઇ મડીયાના જમાઇ તથા ઉષાબેન નવીનચંન્દ્ર કોઠારીના ભાઇ તે યોગેનભાઇ, દર્શનભાઇ, તથા એકતાબેન ભુપેન્દ્રભાઇ ભટ્ટના પિતાશ્રી તે ધ્રુમીલ, યશ, સોહમના દાદા તથા મેઘાબેન મીતભાઇ શાહ, હર્ષ ભટ્ટના નાના રમેશચંદ્ર નાથાલાલ લાઠિયા (ઉ.વ.૮૩) તા.૧રના અરીહંત શરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા આજે તા.૧પના સોમવારે સવારે ૧૦ થી ૧ર, શેઠ ઉપાશ્રય, પ્રસંગ હોલની બાજુની શેરીમાં, કેકેવી હોલની સામે ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે રાખેલ છે. સદ્દગતશ્રીની બંને આંખોનું ચક્ષુદાન કરેલ છે.

શિવકુમાર જાની

મોરબી તા.૧૩: મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી શિવકુમાર કાલિદાસ જાની તે ડો. રાજુભાઇ જાની, સ્વ રૂપાબેન (કાજલ) નરેન્દ્રકુમાર વોરા (ભુજ), ચિરાગભાઇ જાની (જીત ડિઝલસ એન્ડ ઇલેકટ્રિકસ) અને મયુરભાઇ જાની (પ્રોફેસર દોશી કોલેજ વાંકાનેર) ના પિતાનું તા.૧૧ના રોજ દુઃખદ અવસાન થયું છે બેસણું તા.૧પને સોમવારે સાંજે ૪થીપ ક્રિષ્ના હોલ, જીઆઇડીસી પાછળ શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.

પરસોતમભાઇ સટોડિયા

ગોંડલ : પરસોતમભાઇ હરજીભાઇ સટોડિયા (ઉ.૭૨) તે મનીષભાઇના પિતાશ્રી તથા હર્ષદભાઇ, મનોજભાઇ, વિનોદભાઇ, જયરાજભાઇ, બિરજુભાઇના કાકાનું તા.૧૨ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૫ને સોમવારે સાંજે ૪ થી ૬ સિંધુ ભવન, મહાદેવવાડી, ગોંડલ મુકામે રાખેલ છે.(૧.૫)

 અનિલભાઇ કારીઆ

રાજકોટઃ અનિલભાઇ કારીઆ (ઉ.વ.૬૨) તે સ્વ. ભાઇલાલભાઇ ત્રિભોવનદાસ કારીઆના સુપુત્ર તે ભાવનાબેનના પતિ ધવલભાઇ, હિતા અમિતભાઇ સચદેવ તેમજ નેહા પ્રદીપભાઇ પટેલના પિતાશ્રી આર્યા ધવલ કારીઆના દાદા તે જયંતિભાઇના નાનાભાઇ, રાજુભાઇ-પ્રફુલભાઇ-પ્રતિમાબેન- દિનેશભાઇ બુવારીયાના મોટાભાઇ તથા સ્વ. હરગોવિદભાઇ સેજપાલના જમાઇનું તા.૧૪ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૫ સોમવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે, જન કલ્યાણ કોમ્યુનીટી હોલ, જનકલ્યાણ સોસાયટી, રાજકોટ ખાતે રાખેલ છે.

વિલાસબા જાડેજા

જેતલસરઃ ખંભાલીડા (તાલુકો ગોંડલ) નિવાસી વિલાસબા હમીરસિંહ જાડેજા (ઉમર વર્ષ ૮૦) તે ભુપેન્દ્રસિંહ જાડેજા તથા પ્રદ્યુમનસિંહ જાડેજાના માતુશ્રી તેમજ રવિરાજસિંહ હરદેવસિંહ જાડેજાના દાદીમા તા.૧૨ના રોજ ગૌલોક પામ્યા છે.

કમલેશભાઇ રામાણી

જેતલસરઃ માખાવડ (તાલુકો લોધીકા) નિવાસી માવજીભાઇ રવજીભાઇ રામાણીના મોટા પુત્ર કમલેશભાઇ રામાણી (ઉ.વ.૩૫) તે જયંતીભાઇ, બાબુભાઇ, ચંદુભાઇ તથા ભરતભાઇ રામાણીના ભત્રીજા તેમજ ભુપેન્દ્રભાઇ, કેતનભાઇ, અંકુરભાઇ, હાર્દિક પાર્થ, અર્પિત તથા પ્રિન્સના મોટાભાઇ તેમજ અમીતાબેન ત્રાડા (ગોંડલ) તથા નેન્સી બેનના મોટાભાઇ તારીખ ૧૪-ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.૧૮મીએ ગુરૂવારે સાંજે ૩ થી ૫ તેમના નિવાસ સ્થાને માંખાવાડ રાખેલ છે.