Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019
વાટલિયા પ્રજાપતિ પ્રકાશભાઇ ધીરૂભાઇ નારીગરાનું અવસાનઃ આવતીકાલે બેસણુ

રાજકોટઃ ગોલીડાવાળા વાટલિયા પ્રજાપતિ ધીરૂભાઇ છગનભાઇ નારીગરાના પુત્ર પ્રકાશભાઇ ધીરૂભાઇ નારીગરા (ઉ.વ.૪૦)તે જીવનભાઇ અને શરદભાઇના ભત્રીજા તેમજ જયંતભાઇના નાનાભાઇ તેમજ જયોસ્નાબેન આશિષકુમાર આંબલીયા (જામનગર), પ્રફુલ્લાબેન ધનસુખકુમાર ગોંડલિયા(જામનગર), સોનલબેન રવિકુમાર સતાપરા (જસદણ)ના મોટાભાઇ તેમજ તે હર્ષ અને ઋત્વિકના પિતાશ્રીનું તા.૧૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સ્વ.નુ બેસણુ આવતી કાલે ગુરૂવારે રામજીમંદિર શિવમ પાર્ક, મેઇન રોડ, આજી ડેમ ચોકડી પાસે ૪ થી ૬ રાજકોટ ખાતે રાખેલ છે.

પાંચાળ સિરામિક એશોસીએશનના પૂર્વ પ્રમુખ રામજીભાઇ મારૂનું અવસાન

વઢવાણ : થાનગઢ સિરામિકનાં ભીષ્મ પિતા અને પાંચાળ સિરામિક એસોશનનાં પૂર્વ પ્રમુખ શ્રી રામજીભાઈ મારૂનું અવસાન થયુ઼ છે.  અંતિમ યાત્રામાં  મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. થાનના સમગ્ર પંથકમાં સીરામીક ઉધોગમાં ભીષ્મ પિતા જેવી છાપ ઉભી કરનાર રામજીભાઈ મારૂનું  અવશાન થતા  સમગ્ર થાન સીરામીકના ઉદ્યોગપતિ અને કામદારોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

અવસાન નોંધ

હમાપર ગામના શાસ્ત્રી નવીનચંદ્ર ઠાકરનું દુઃખદ અવસાનઃ શુક્રવારે ઉઠમણું

રાજકોટઃ ધ્રોલ તાલુકાના હમાપર નિવાસી સ્વ. જીવરામભાઇ જેશંકર ઠાકરના પુત્ર શાસ્ત્રી સ્વ. નવીનચંદ્ર જીવરામભાઇ ઠાકર  જે મણિશંકર જીવરામભાઇ ઠાકર તથા રસિકભાઇ જે. ઠાકરના નાનાભાઇ તેમજ શાસ્ત્રી પરેશભાઇના પિતાજી તથા ભરતભાઇ મણિશંકર ઠાકર તથા શાસ્ત્રી રાજુભાઇ આર. ઠાકર તેમજ સુનિલભાઇ આર. ઠાકર તથા નિલેશભાઇ આર. ઠાકરના કાકાશ્રી તથા ઠાકર અંજના, ભાવના, જાગૃતિ તથા નિધિના પિતાજી તથા પૂર્વજ અને ઔષધિના દાદા તા.૧૪ના કૈલાશવાસ થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.૧૭ના શુક્રવારે સાંજે ૪ થી ૫:૩૦ સુધી હમાપર ગામ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

ભીમસિંહજી જાડેજા

રાજકોટઃ મૂળ ગામ ઢાંઢીયા હાલ રાજકોટ સ્વ.ભીમસિંહજી નટવરસિંહજી જાડેજા (ઉ.વ.૮૫) તે સ્વ.જીતેન્દ્રસિંહના પિતાશ્રી તથા દિગ્વીજયસિંહ તથા જયસિંહના દાદાશ્રી તથા સ્વ.રામસિંહ, સ્વ.બળદેવસિંહ, સ્વ.મહાવિરસિંહ તથા રઘુવિરસિંહના મોટાભાઈનું તા.૧૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૬ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન લક્ષ્મીવાડી શેરીનં.૭- અ રાજકોટ ખાતે રાખેલ છે.

ઉષાબેન દાવડા

રાજકોટઃ સ્વ.ઉષાબેન રમેશભાઈ (ઉ.વ.૫૭) તે રમેશભાઈ રતિલાલ દાવડા (રીધમ માઈક પબ્લિસિટી)ના ધર્મપત્ની તેમજ હિમાંશુભાઈ તથા ભાવેશભાઈ (અંબિકા સાઉન્ડ સર્વિસ)ના માતુશ્રી તથા કાકુભાઈ છગનભાઈ કતિરાના દીકરી તથા સ્વ.વિનુભાઈ કતીરા તથા ભુપતભાઈ કતીરાના બહેનનું તા.૧૨ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તથા પિયર પક્ષની સાદડી તા.૧૬ને ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ જાગનાથ મંદિર ડો.યાજ્ઞિક રોડ ખાતે રાખેલ છે.

લલિતાબેન રાઠોડ

ગોંડલઃ શ્રી ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતિના લલિતાબેન વૃજલાલ રાઠોડ (ઉ.વ.૯૮)તે મનસુખભાઇ મુકુંદભાઇ (કાળુભાઇ ખંભાળીયા) જયમતિબેન (જુનાગઢ)તારાબેન (જુનાગઢ) નામાતૃશ્રી તથા રાજુભાઇ અને તેજસભાઇના દાદીનું તા.૧૩ને સોમવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૬ ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે શ્રી ગુજરાતી મચ્છુ કઠીયા દરજી વાડી ભોજરાપરા ગોંડલ રાખેલ છે.

જશવંતીબેન સોમૈયા

જામનગરઃ ભીખાલાલ જાદવજી સોમૈયા (લાલપુરવાળાના) ધર્મપત્ની જશવંતીબેન, (ઉ.વ.૭૩) તે સ્વ.ત્રીભોવનદાસ (ચકાભાઇ), મનીષ સોમૈયા (એડવોકેટ) જામનગર, ઉષાબેન ઠકરાર તથા જયશ્રીબેન રાયચુરા (પોરબંદરવાળા)ના માતૃશ્રી કિશન,ધવલ તથા જયદીપના દાદી, સ્વ.વૃજલાલ તથા શાંતીલાલ કરમશી ચંદારાણા પોરબંદરવાળાના બહેન તા.૧૪ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.૧૬ને ગુરૂવારના રોજ બપોરે ૪ થી ૪-૩૦ સુધી પાબારી હોલ, જામનગર ખાતે ભાઇઓ તથા બહેનો માટે રાખેલ છે.

મુકતાબેન ખંભાયતા

રાજકોટઃ મુકતાબેન જમનાદાસ ખંભાયતા (ઉ.વ.૭૦) ગુર્જર સુતાર જે સ્વ.જમનાદાસ આંબાભાઇ ખંભાયતાના પત્ની, ગોકળદાસ મકનભાઇ તલસાણીયાના પુત્રી, અરજણભાઇ ગોકળભાઇ તલસાણીયાના બહેન, રસીલાબેન સુરેશભાઇ બકરાણીયા, અનીલાબેન કેશવભાઇ અખીયાણીયા તથા જીજ્ઞેશ જમનાદાસ ખંભાયતાના માતુશ્રી તા.૧૪ના દેવલોક પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ના ગુરૂવારે સાંજે ૪ થી પ સુધી, રામ મંદીર, રામનગર, પી.ડી.એમ. માલવીયા કોલેજ પાછળ, ગોંડલ રોડ ખાતે રાખેલ છે. લૌકીક વેવાર બંધ છે.

પ્રવિણચંદ્ર ગણાત્રા

રાજકોટઃ સ્વ.પ્રવિણચંદ્ર ગોરધનદાસ ગણાત્રા (કાકુભાઇ ધ્રાફાવાળા) તે  કેતનભાઇ ગણાત્રાના પિતાશ્રી અને વિરેનભાઇ ગણાત્રાના દાદાશ્રીનું તા.૧૩ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું, સાદડી તા.૧૬ના ગુરૂવારે સાંજે પ થી ૬ વિશ્વેશ્વર મહાદેવ મંદિર, મવડી મેઇન રોડ ખાતે રાખેલ છે.

ચંદ્રકાંતભાઇ સોની

રાજકોટઃ સોની સ્વ.વૃજલાલ ભુદરજીભાઇ ઝીંઝુવાડીયાનાં પુત્ર ચંન્દ્રકાન્તભાઇ (ચંદુભાઇ) નાશિક મુકામે શ્રીજી ચરણપામેલ છે. બેસણું તા.૧૬ના ગુરૂવારે સવારે ૧૦ થી ૧ર, શ્યામકુંવરબાઇ વાડી, દરબારગઢ ચોક, સોની બજાર ખાતે રાખેલ છે.

બચુભાઇ મારડીયા

રાજકોટઃ જુનાગઢ નિવાસી બચુભાઇ પદમાભાઇ મારડીયા (ઉ.વ.૮પ) તે રજનીકાંત મારડીયા, નિલેષ મારડીયા તથા મનીષાબેન એમ. જોટાણીયાના પિતાશ્રી તા.૧૩ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૭ના શુક્રવારે કોઠારીયા ગામ ગદાધર સોસાયટી નિવાસ સ્થાને રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે. તથા જુનાગઢમાં તા.૧૬ના ગુરૂવારે, મુકતેશ્વર મહાદેવ મંદિર કૈલાશનગર ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ઉદયશંકર ભટ્ટ

રાજકોટઃ રાજય પુરોહીત બ્રાહ્મણ ઉદયશંકર નાથાલાલ ભટ્ટ (ઉ.વ.૮૧) (સોળસલા) તે લક્ષ્મીશંકર પુંજાણીના જમાઇ તેમજ ધર્મેન્દ્રભાઇ, ચિરાગભાઇના પિતાશ્રીનું તા.૧૩ના અવસાન થયેલ છે. બેસણું તા.૧૬ને ગુરૂવારે સાંજે પ વાગ્યે, ભોમેશ્વર મંદીર પાછળ, જાગૃતિ સોસાયટી, ફનલેન્ડ સ્કુલ સામે રાખેલ છે.

ઇન્દીરાબેન દવે

રાજકોટઃ યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ મોરબી નિવાસી હાલ રાજકોટ ઇન્દીરાબેન જયદેવભાઇ દવે તે નીતિનભાઇ તથા હિતેશભાઇના માતુશ્રીનું તા.૧૪ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણુંતા.૧૬ને ગુરૂવારે સાંજે પ થી ૬, રામજીના ચોરામાં, મનહર પ્લોટ શેરી નં.૮ ખાતે રાખેલ છે.

ઋચાબેન જોષી

રાજકોટઃ મૂળ ગામ  સડોદર - જામજોધપુર હાલ રાજકોટ મનસુખલાલ ગોરધનદાસ જોષીના પૂત્રવધુ ઋચા ભરતભાઇ જોષી (ઉ.વ.૪૩) જે ભરતભાઇ જોષી (રાજકોટ નાગરીક સહકારીબેંક)ના ધર્મપત્ની તેમજ ધીરજભાઇ - અમદાવાદ, મહેશભાઇ - સડોદરના ભત્રીજા વહુ તેમજ, તરલ (અમદાવાદ), અમિત (રાજકોટ) તથા કપિલ (રાજુલા)ના ભાભીતથા સ્વ.રજનીકાંતભાઇ પંડયા (આર.ટી.ઓ.- જામનગર)ની પુત્રી, શ્રીમદ્દ અને શિવાંગના માતુશ્રીનું તા.૧૪ના અવસાન થયેલ છે. જેનું બેસણું તા.૧૬ને ગુરૂવારે સાંજે પ થી ૬, નંદિશ્વર મહાદેવ મંદિર, નંદનવન સોસાયટી, શેરી નં.૩, નાણાવટી ચોક પાસે રાખેલ છે.

ઝેહરાબેન ગાંધી

રાજકોટઃ ઝેહરાબેન ફજલેઅબ્બાસ ગાંધી તે હુશેનભાઈ, તાહેરભાઈ, શબ્બીરભાઈ તથા મુસ્તફાભાઈ (રાજુભાઈ) ના માતુશ્રી તા.૧૫ને બુધવારના રોજ વફાત થયેલ છે. તેમના ઝીયારાતના સીપારા અંગ્રેજી તા.૧૬મીસરી તા.૧૨- રમઝાન ઈશાની નમાઝ બાદ 'બુરહાની મસ્જીદ'માં રાખેલ છે. મરદો તથા બૈરાઓના

કમળાબેન શર્મા

રાજકોટઃ કમળાબેન રામકુમાર શર્મા તે સ્વ.રામકુમાર શર્માના પત્નિ, ઓમપ્રકાશ શર્મા અને વિજય શર્માના માતુશ્રીનું તા.૧૪ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ને શુક્રવાર સાંજે ૫ થી ૬ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, પંચાયત ચોક, યુનિવર્સિટી રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

સવિતાબેન દેસાઇ

રાજુલા : ઔદિચ્ય સિમ્બર સમવાય બ્રાહ્મણ જુની બારપટોળી નિવાસી સ્વ. જયંતિલાલ માવજી દેસાઇના ધર્મપત્ની સ્વ. સવિતાબેન જયંતિલાલ દેસાઇ (ઉ.વ.૮૬), તેઓ ધીરજલાલ (હૈદ્રાબાદ), ભરતભાઇ (બારપટોળી), પ્રદીપભાઇ (બારપટોળી) તથા રંજનબેન (ડુંગરપરડા), પ્રજ્ઞાબેન (હૈદ્રાબાદ), જયશ્રીબેન (હૈદ્રાબાદ)ના માતુશ્રી તેમજ સ્વ. જયંતિલાલ ગોરધનભાઇ જોશી તથા બળવંતભાઇ ગોરધનભાઇ જોશી (વડવીયાળા વાળા)ના બહેન તા. ૧૩મીએ અવસાન પામેલ છે. સાદડી તા. ૧૬ ગુરૂવારે નિવાસ સ્થાન રામજી મંદિર પાસે જુની બારપટોળી તા. રાજુલા રાખેલ છે.

વિજયભાઇ કટારીયા

રસનાળ : ઢસા જંકશન નિવાસી હાલ ભાવનગર વલ્લભભાઇ રામભાઇ કટારીયાના પુત્ર વિજયભાઇ તેઓ સવજીભાઇ આર. કટારીયાના ભત્રીજા, બોટાદ જિ.પં.ના પ્રમુખ હિંમતભાઇ, રમેશભાઇ કટારીયા, હર્ષદભાઇ તથા દિપકભાઇના પિતરાઇ ભાઇ તેમજ વિવેકભાઇના મોટા ભાઇનું તા. ૧૩મીએ ગુરૂવારે વલ્લભભાઇના નિવાસ સ્થાને ઢંસા (જં) રાખેલ છે.

મધુબેન પરમાર

મોરબી : મ.ક.સ.સુ. જ્ઞાતિના મધુબેન હરીશભાઇ પરમાર (ઉ.વ.૪૦) તે મુળ ગાળા હાલ ધરમપુરના રહેવાસી હરીશભાઇ વ્રજલાલ પરમારના ધર્મપત્ની તેમજ વ્રજલાલ વેલજી પરમાર, ડો. શાંતિલાલ (જુનાગઢ), ધીરૂભાઇ, સ્વ. રમેશભાઇ અને સુરેશભાઇના પુત્રવધુ તથા નિશાબેન પાવનભાઇ સાંચલા (મોરબી), ઉર્વશીબેન રવિભાઇ સોલંકી અને આરતીબેનના માતુશ્રી તા. ૧૪ના રોજ અવસાન પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તથા પિયર પક્ષ અમૃતલાલ વાલજીભાઇ પરમાર (રાજકોટ)ની પિયર પક્ષની સાદડી તા. ૧પને બુધવારે સાંજે પ થી પ-૩૦ કલાકે દરજી જ્ઞાતિની વાડી, લખધીરવાસ ચોકની પાસે મોરબી રાખેલ છે.

જેન્તીભાઇ ખીરસીયા

રાજકોટઃ મોટા ગુંદા નિવાસી સ્વ.  જેન્તીભાઇ વેલજીભાઇ ખીરસરીયા (ઉ.વ.૬૮) તે મુકતાબેનના પતિ તથા સ્વ. હંસરાજભાઇ, ધીરીબેન, નર્મદાબેનના ભાઇ તથા સ્વ. જયેશભાઇ, મહેન્દ્રભાઇ, નિરૂપા ધર્મેન્દ્ર ફળદુ (પોરબંદર) મનીષા ચંદ્રેશ બેરા (રાજકોટ)ના પિતાશ્રી તથા અમીતાબેનના સસરા તથા દિવમના દાદાનું તા.૧૩ના રોજ અવસાન થયેલ છે. તેમનું  બેસણું તા.૧૬ સવારે ૭:૩૦ થી ૧૧:૩૦ કલાકે અમારા નિવાસ સ્થાને મુ. મોટા ગુન્દા તા. ભાણવડ ખાતે રાખેલ છે.

મનસુખભાઇ પીઠવા

રાજકોટઃ જામટીંબડીવાળા લુહાર મનસુખભાઇ કરશનભાઇ પીઠવા (ઉ.વ.૬૮) તે સ્વ. પોપટભાઇ, સ્વ. અરજણભાઇ, સ્વ. ગાંડુભાઇ, ધીરૂભાઇના નાનાભાઇ તથા પ્રફુલભાઇ, જશ્મીનભાઇ તથા સોનલબેન સુરેશકુમાર પરમારના પિતાશ્રી તે વિરાજના દાદા તે સ્વ. દુર્લભજીભાઇ જેઠાભાઇ ડોડીયાના જમાઇનું તા.૧૩ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૬ને ગુરૂવાર સાંજે ૪:૩૦ થી ૬ કલાકે મચ્છુ કઠીયા લુહાર જ્ઞાતિની વાડી, યુનિટ નં.૨, રણછોડનગર સોસાયટી શાળા નં.૧૫ની પાછળ, રાજકોટ ખાતે (બંને પક્ષનું બેસણું સાથે)  રાખેલ છે.

જયેન્દ્રભાઇ રાણપુરા

ટંકારા : રાણપુર મનહરલાલ ડાયાલાલના પુત્ર જયેન્દ્રભાઇ મનહરલાલ રાણપુરા (ઉ.વ.૬૬) તે વિનુભાઇ, ભરતભાઇ, હસુભાઇ, પ્રમોદભાઇના ભાઇ તથા આશિષ, હિરેન તથા અંજુબેનના પિતાશ્રી તા. ૧પના રોજ શ્રીજી ચરણ પામેલ છે. બેસણું તા. ૧૬ ગુરૂવાર સાંજે ૪ થી ૬ સોની સમાજ વાડી ટંકારા રાખેલ છે.

સરલાબેન ચૌહાણ

રાજકોટઃ નિવાસી સ્વ.સરલાબેન (બાલુબેન), બાબુભાઈ ચૌહાણ (ઉ.વ.૫૨) તે સ્વ.બટુકભાઈ, સ્વ.સુરેશભાઈ, દિનેશભાઈ, લીલાબેન તથા રમેશભાઈ બાબુભાઈ ચૌહાણના બેન તથા હિરેનભાઈ, જયેશભાઈ, કેતનભાઈના ફઈબાનું દુઃખદ અવસાન તા.૧૪ના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ શુક્રવારે સાંજે ૪ થી ૬, તેમના નિવાસ સ્થાન ઉદ્યોગનગર કોલોની, કવાર્ટર નં.૧૩૬, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મનિષભાઈ મોડાસીયા

રાજકોટઃ મનીષભાઈ નાથાભાઈ મોડાસીયા તે ધોરાજીવાળા જમન કરશનભાઈ મોડાસીયાના ભત્રીજા તેમજ વિજયભાઈ નાથાભાઈ મોડસીયાના મોટાભાઈ તેમજ દિપમ, દિયા મોડસીયાના પિતાશ્રીનું તા.૧૫ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧૬ને ગુરૂવારે તેમના નિવાસસ્થાને ૩, વિશ્વનગર, આરએમસી કવાર્ટરની બાજુમાં ચામુંડા ડેરી સામે રાખેલ છે.