Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019
પાટણના ''બુનીયાદ'' દૈનિકના તંત્રી વિનોદ ઠક્કરના માતુશ્રીનું અવસાન

પાટણઃ અહીંથી પ્રસિદ્ધ થતાં ''બુનિયાદ'' દૈનિકના તંત્રીશ્રી વિનોદભાઇ ઠક્કરના માતુશ્રી લીલાબેન જગજીવનદાસ ઠક્કરનું દુઃખદ અવસાન થયું છે, સ્વની અંતિમ યાત્રામાં રાજકીય-પક્ષોના આગેવાનો, પત્રકારો તેમજ મોટા પ્રમાણમાં રઘુવંશી લોહાણા સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતા, બેસણું  શનિવારે મારવાડી લોહાણા સમાજની વાડીમાં બપોરે ૩ થી ૬ રાખેલ છે.

પાટણનાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાન્તીલાલ પટેલનું અવસાન

પાટણ : પૂર્વ ધારાસભ્ય કાન્તીલાલ નાનાલાલ પટેલનું ૮૫ વર્ષની ઉંમરે અવસાન થયેલ છે. કાંતીલાલ પટેલ ૧૯૮૪ દરમ્યાન પાટણ વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

૪૫ વર્ષ સુધી પાલિકામાં ચૂંટાયા હતા અને લાંબો સમય પાલિકા પ્રમુખ તરીકે સેવા આપી હતી. પાટણ નાગરિક બેંકના સ્થાપક હતા.

કોંગ્રેસમાં હોવા છતાં આમ નાગરિકમાં ખુબ જ પ્રિયતા ધરાવતા હતા અને કાના પટેલના હુલામણા નામે ઓળખાતા હતા.

સ્વની અંતિમ યાત્રામાં પાટણનો મોટો જનસમુદાય દરેક રાજકીય પક્ષોના આગેવાનો ડોકટરો, પત્રકારોએ હાજરી આપી શ્રધ્ધાંજલિ આપી હતી.

પાટણ પાલિકામાં ૧૭ વર્ષ પ્રમુખ રહેનારા કાન્તીભાઇ પટેલ સ્વ. કાંન્તી કાકાને અંજલી આપવા ૧૧ વાગે પાટણ પાલિકા ખાતે શોકસભા યોજાશે.

જાણીતા આર્કિટેકટ-બિલ્ડર સુરેશભાઇ ગોલનું નિધનઃ કાલે રાજકોટમાં બેસણું

રાજકોટઃ ગોંડલ તાલુકાના દેરડી (કુંભાજી) ના વતની સુરેશભાઇ પરસોતમભાઇ ગોલે ૧૯૯૧ થી રાજકોટ મુકામે આર્કીટેકટ તરીકે પોતાની કારકીર્દીની શરૂઆત કરી અને સૌરાષ્ટ્રના ખ્યાતનામ આર્કીટેકટ તરીકે નામના મેળવી. પ્રાથમિક શિક્ષણ શારદાગ્રામ માંથી મેળવી ઉચ્ચ શિક્ષણ વલ્લભ વિધાનગર ની સ્કૂલ ઓફ આર્કિટેકચર માંથી આકીટેકટ ની ડીગ્રી પ્રાપ્ત કરી.  વર્ષો પહેલા વ્યવસાયીક હેતુસર રાજકોટ સ્થાયી થયેલા સુરેશભાઇ ગોલનું નામ રીયલ એસ્ટેડ ક્ષેત્રે જાણીતું છે. તો સમાજ ઉપયોગી પ્રવૃતીઓમાં અગ્રેસર તેઓએ સૌરાષ્ટ્ર યુનીવર્સીટી, સ્વામીનારાયણ ગુરૂકુલ, વિવિધ જ્ઞાતીના સેવા સમાજો, સ્કૂલ બિલ્ડીંગ માટે પોતાની નિઃશૂલ્ક સેવાઓ આપી છે. ધ ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ આર્કીટેકટ, કાઉન્સીલ ઓફ આર્કિટેકચર- ન્યુ દિલ્હી, ઉમીયા યુવા સોશ્યલ ગ્રુપ, કિશાનપરા મિત્ર વર્તુળ- રાજકોટના તેઓ સભ્ય રહી ચુકયા છે. તો રાજકીય ક્ષેત્ર તેઓ છેલ્લા વીસ વર્ષથી ભાજપના સક્રિય સભ્ય તેમજ શકિતકેદ્ર ઇન્ચાર્જ તરીકે કાર્યરત હતા. સુરેશભાઇ 'ગોલ સાહેબ'ના નામથી મિત્ર વર્તુળમાં જાણીતા બન્યા.  લીમીટેડ પ્રોજેકટ પરંતુ કવોલીટી પ્રોજેકટ કરવા એવી નેમ ધરાવતા સુરેશભાઇ ગોલે એક કવોલીટી અને વિઝનરી બિલ્ડર તરીકે પોતાની જાતને પ્રસ્થાપીત કરી. આવા ઉમદા વ્યકિતત્વ ધરાવતા સુરેશભાઇ ગોલનું માંદગીના કારણે ૧૪ માર્ચ ને ગુરૂવારના રોજ પપ વર્ષની વયે નિધન થયું છે. તેઓ પત્ની અલ્પાબેન, પુત્રી પ્રથમી અને પુત્ર દેવ સહીતના પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે. તેમના નિધનથી રાજકોટના ઉદ્યોગપતિઓ, વેપારીઓ, બિલ્ડરો અને મિત્રવર્તુળમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમનું બેસણું તા. ૧૬ માર્ચ ને શનિવારના રોજ સવારે ૮:૩૦ થી ૧૦ કલાકે સ્પીડવેલ પાર્ટી પ્લોટ, અંબીકા ટાઉનશીપ, રાજકોટ ખાતે તેમજ બપોરે ૩:૩૦ થી ૫:૩૦ કલાકે તેમના વતન દેરડી(કુંભાજી) ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

અનસુયાબેન રાવલ

ઉપલેટાઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ હરેશભાઇ દીનેશભાઇ મહેતાના ફઇબા તથા મોરબી નિવાસી કૌશીકાબેન મનહરલાલ રાવલના ભાભુ વડાળી વાળા તે સ્વ.અનસુયાબેન લક્ષ્મીશંકરભાઇ રાવલનું તા.૧રના રોજ કૈલાસવાસ પામેલ છે. તેમનું બેસણું આજે તા.૧પના રોજ વડાળી પટેલ સમાજ ખાતે બપોરના ૪ થી ૬ રાખેલ છે.

વલ્લભભાઇ લીંબાસીયા

રાજકોટઃ મુળ ડેરી વડાળા હાલ રાજકોટ નિવાસી વલ્લભભાઇ જીવરાજભાઇ લીંબાસીયા (ઉ.વ.૬૬) તે મગનભાઇના મોટાભાઇ તથા વિનેશ અને મનિષના પિતાશ્રીનું તા.૧૪ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૬ને શનિવારે સાંજે ૪ થી ૬, ધરમનગર શેરી નં.૪, ૪૦ ફુટરોડ ખાતે રાખેલ છે.

રજનીકાંતભાઇ ગણાત્રા

રાજકોટઃ સ્વ.રવજીભાઇ રામજીભાઇ ગણાત્રાના પુત્ર તે ઉમેશભાઇ ગણાત્રા (ગણાત્રા સોપ ફેકટરી વાળાના નાનાભાઇ) રજનીકાંતભાઇ (ઉ.વ.પ૮)નું તા.૧૪ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧પના પંચનાથ મંદિર પુનિત હોલ ખાતે સાંજના પ-૦૦ કલાકે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

તારાલક્ષ્મીબેન શાહ

રાજકોટઃ તારાલક્ષ્મીબેન રતીલાલ શાહ તે સ્વ.રતિલાલ ભગવાનદાસ શાહ (કોડીનાર વાળા)નાં ધર્મપત્ની તે સ્વ.દિનેશચંદ્ર, બાબુલાલ, ભુપેન્દ્રભાઇ, કૌશીકભાઇ, સ્વ.ગુણવંતીબેન, સ્વ.ભાનુમતીબેન, કિરણબેન અને હંસાબેનનાં માતુશ્રી અને સ્વ.મનમોહનભાઇ અને જયેન્દ્રભાઇનાં બહેનનું તા.૧રના લંડન મુકામે અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૧૬ને શનિવારે બપોરે ૪-૩૦ થી ૬, મોઢ વણિક બોર્ડીંગ, પ-રજપુતપરા, માલવીયા પેટ્રોલ પંપ સામે, ગોંડલ રોડ ખાતે રાખેલ છે.

કલ્પનાબેન ગોહેલ

રાજકોટઃ કચ્છી મિસ્ત્રી સ્વ.મુકુંદભાઈ હીરાલાલ ગોહેલના ધર્મપત્ની કલ્પનાબેન મુકુંદભાઈ ગોહેલ (ઉ.વ.૭૨ ) તે શિતલભાઈ મુકુંદભાઈ ગોહેલ, રશ્મિબેન ઈશ્વરભાઈ વેગડ તથા જીજ્ઞાબેન જયેશભાઈ પરમારના માતુશ્રી તથા રૂચિતાબેનના સાસુ તેમજ સ્મીત, રિધ્ધીના દાદીમા તા.૧૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧૬ને શનિવારના રોજ ૪ થી ૬ તેમના નિવાસસ્થાને ''શ્રીજી'', ૩- મિલપરા, રાજકોટ ખાતે રાખેલ છે.

ભારતીબેન ટીંબડીયા

રાજકોટઃ નાથાભાઈ ભાણજીભાઈ ટીંબડીયાના ધર્મપત્નિ ભારતીબેન નાથાભાઈ (ધનજીભાઈ) ટીંબડીયા તે હંસરાજભાઈ, દિનેશભાઈ, કિશોરભાઈના ભાભી, જીજ્ઞેશભાઈ, અજયભાઈના માતુશ્રી દિલીપભાઈ, પ્રતિક, ભુમિતના ભાભુનું તા.૧૩ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ નિવાસસ્થાને શ્રીરામપાર્ક શેરી નં.૧, નાનામવા મેઈન રોડ, કલ્યાણ પાર્કની પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

લાભુબેન અંટાળા

ધોરાજીઃ સ્વ.લાભુબેન રવજીભાઇ અંટાળા ઉ.વ.૮૫ તે સ્વ. જેઠાભાઇ, કરશનભાઇ, ડો. ભીમજીભાઇ, સંજયભાઇ, રાકેશભાઇ અને રાજેશભાઇના માતુશ્રીનું તા. ૧૪ને ગુરૂવારના અવસાન થયું છે. બેસણું તા. ૧૬ને શનિવારે સવારે ૯ થી ૧૧ પટેલ રંગ મંડપ, જીન મીલ પાસે, ધોરાજી ખાતે રાખેલ છે.

હસમુખભાઈ પંડ્યા

રાજકોટ : ચા. મ. મોઢ બ્રાહ્મણ મુળ કોટડા નાયાણી હાલ રાજકોટ નિવાસી હસમુખભાઈ, ભગવાનજીભાઈ પંડ્યા (ઉ.વ.૩૮) તે સ્વ.ભગવાનભાઈ મણીશંકર પંડ્યાના પુત્ર તેમજ કિરીટભાઈ, મનોજભાઈ, મુકેશભાઈ, જીજ્ઞેશભાઈના ભાઈ વૈભવના કાકા, પાર્થના ભાઈનું તા.૧૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૬ના રોજ સાંજે ૪ થી ૫ તેમના નિવાસસ્થાન હુડકો કવાટર્સ નં. ૧૧૫ જૂના કોઠારીયા રોડ ખાતે રાખેલ છે.

ડો.રસીકભાઈ કુડલા

રાજકોટ : પોરબંદર નિવાસી ડો.રસીકભાઈ હરજીભાઈ કુડલા (પોરબંદર) (ઉ.વ.૬૭) તે જયદીપભાઈ, લીનાબેન, રૂપાબેનના પિતા, કિશોરભાઈ, અમૃતલાલ, ભાનુબેન તથા પુષ્પાબેનના મોટાભાઈનું તા.૧૪ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ના શનિવારના સાંજે ૪ થી ૫ સોરઠીયા પ્રજાપતિ સમાજ, એસીસી રોડ, છાયા મેઈન રોડ, પોરબંદર ખાતે રાખેલ છે.

રમેશભાઈ માંડવીયા

રાજકોટ : મુળ ખખાણા રહેવાસી રમેશભાઈ ખીમજીભાઈ માંડવીયા (વાણંદ) (ૈઉ.વ.૫૪) તે રવિભાઈ તથા વિપુલભાઈના પિતા તથા વલ્લભભાઈ તથા પ્રવિણભાઈના નાનાભાઈ, એએસઆઈ એમ.ડી. લખતરીયા તથા ઠાકરશીભાઈ લખતરીયાના બનેવીનું તા.૧૪ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ના શનિવારે સાંજે ૪ થી ૬ ભાવનગર રોડ, થોરાળા પોલીસ સ્ટેશન સામે, મનહરપરા શેરી નં.૨ ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે જ રાખેલ છે.

ચંદ્રકાંતભાઇ પંચોલી

રાજકોટઃ શ્રી ગુજરાતી સાડાચારસો  બ્રાહ્મણ મૂળ.આટકોટ નિવાસી ચંદ્રકાન્તભાઇ હરીલાલ પંચોલી તે મનિષભાઇ તથા જયેશભાઇ તથા માધવીબેનના પિતાશ્રી તે રમુભાઇ તથા રસિકભાઇ તથા ગુણુભાઇ પંચોલીના દાદાના દિકરાનું  તા.૧૩ના અવસાન થયેલ છે. બેસણું: તા.૧૬ શનિવારે આટકોટ મુકામે ગુણુભાઇ શાંતિલાલ પંચોલીના નિવાસ સ્થાને સાંજે ૪થી૬ રાખેલ છે.

મંગળાબેન નાગ્રેચા

સાવરકુંડલાઃ મંગળાબેન નરશીદાસ નાગ્રેચા ઉ.વ.૮૮ તે સ્વ.સુરેશભાઇ તથા અરવિંદભાઇનાં માતૃશ્રી તેમજ રાજુભાઇ તથા કેતનભાઇના મોટાબા અને સ્વ.હરિલાલ અમૃતલાલ વડેરા (બગસરાવાળા) ના બહેન તા.૧૩ના અવસાન થયેલ છે. ઉઠમણું: તા.૧૬ને શનિવારે સાંજે ૪થી૬ લૌહાણા વિદ્યાર્થી ભુવન મહુવા રોડ સાવરકુંડલા ખાતે રાખેલ છે.

મનહરલાલ મહેતા

વાંકાનેરઃ મોડપર નિવાસી (હાલ વાંકાનેર) મનહરલાલ ત્રિભોવનદાસ મહેતા (ઉ.વ.૮૬) તે મહાવીર ઓપ્ટીશયન્સવાળા કેતનભાઈ, જયેશભાઈ મહેતા, આશાબેન સતીષકુમાર વોરા (જય ઓપ્ટીકલ, રાજકોટ)ના પિતાશ્રી ગુલાબબેન શાહ (મોરબી)નાં ભાઈ, અનિલભાઈ મહેતા (મોરબી)ના બનેવીનું તા.૧૪ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૬ને શનિવારે સવારે ૧૦ થી ૧૧, સંઘવી હેમચંદ્ર જેચંદ્ર સ્થાનકવાસી વાડી, સિટી રોડ, ધરમચોક, વાંકાનેર ખાતે રાખેલ છે.