Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019
સ્વ.અંબાલાલ અમીચંદ પાટડિયાના ધર્મપત્ની કમળાબેનનુ દુઃખદ અવસાનઃ આજે બેસણુ

રાજકોટઃ મુળ ગવરીદડ નિવાસી હાલ રાજકોટ સ્વ. અંબાલાલ અમીચંદ પાટડિયાના ધર્મપત્ની કમળાબેન અંબાલાલ પાટડિયા (ઉંમર વર્ષ ૮૦) તા. ૧૩/૧૨/૨૦૧૯ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તે વિનોદભાઇ , હસમુખભાઇ, રાજેશભાઇ, અશોકભાઇ,અને સુશીલાબેનના માતૃશ્રી  તેમજ નૈમિષ, ગૌરવ, વૈભવ, સંકેતના દાદીમા તેમનું બેસણુ તા. ૧૪/૧૨/૨૦૧૯ શનિવારના રોજ સોની સમાજની વાડી વિભાગ-૨ ખીજડા શેરી કોઠારીયા નાકા રાજકોટ ખાતે સાંજે ૪ થી ૫ રાખેલ છે.

પ્રવિણભાઈ વાછાણીનું દુઃખદ અવસાનઃ સોમવારે રાજકોટ અને ભુખી ગામ ખાતે બેસણું

રાજકોટ : મુળ ધોરાજીના ભુખી ગામના વતની કડવા પાટીદાર અગ્રણી પ્રવિણભાઈ વિઠ્ઠલભાઈ વાછાણી (ઉ.વ.૬૪) તે નિરવ અને જીજ્ઞેશના પિતાજીનું આજે દુઃખદ અવસાન થયુ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ના સોમવારે સવારે ૮ થી ૧૦ નંદભૂમિ એપાર્ટમેન્‍ટ ખાતે ટી.એન. રાવ કોલેજ સામે યુનિવર્સિટી રોડ ખાતે તેમજ તા. ૧૬ના સોમવારે ૩ થી ૫ કલાકે પટેલ સેવા સમાજ ભૂખી ગામ ખાતે બેસણું રાખેલ છે.

અવસાન નોંધ

ધોરાજી : મુસ્લીમ અગ્રણી માજી સુધરાઇ સભ્ય ગનીભાઇ ગરાણાનું અવસાન

ધોરાજી : મુસ્લીમ આગેવાન અને માજી સુધરાઇ સભ્ય ગનીભાઇ ગરાણા (ઉ.વ.૭૦)નુંટુંકી માંદગી બાદ તા.૧૩ ના અવસાન થયેલ છે, જેથી મુસ્લિમ સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપેલ હતી.તેમની આખરી રસમમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયેલ હતા.મરહુમની ઝિયારત મહંમદી મસ્જીદ, શાક માર્કેટ રોડ ખાતે તા. ૧૫મી રવિવારે સવારે ૯.૩૦ વાગ્યે રાખવામાં આવેલ છે.

માનકુંવરબેન હિંમતલાલ મહેતાનું ૧૦૨ વર્ષની વયે નિધનઃ કાલે સ્મરણાંજલી

રાજકોટઃસ્વ. માનકુંવરબહેન (ઉં.વ.૧૦૨)  તે હિંમતલાલ અમુલખ મહેતાના પત્ની, જગજીવન હરખચંદ શેઠના પુત્રી, સ્વ. રમેશભાઇ, નીતિન તથા ઉષા દિલિપ કોઠારીના માતુશ્રી તે તૃપ્તિ, નિલય, હિરેન, નિરવ અને લિપિના દાદી શ્રી અને આશિષ, દેવાંગ અને વિરલના નાનીશ્રી તા. ૧૧ ને બુધવારના રોજ સમાધિપુર્વક અરિહતશરણ પામ્યા છે. તેમની સ્મરણાંજલિ સભા તા. ૧૫ ને રવિવારના રોજ સવારે ૧૦ થી ૧૨ કલાકે કાઠીયાવાડ જીમખાના ખાતે રાખેલ છે.

માનકુંવરબેન મહેતા

રાજકોટ : માનકુંવરબેન મહેતા (ઉ.વ.૧૦૨) તે હિંમતલાલ અમુલખ મહેતાના ધર્મપત્નિ તેમજ સ્વ. રમેશભાઇ, નિતીનભાઇ અને ઉષા દિલીપ કોઠારીના માતુશ્રીનું અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧૪ ના શનિવારે સાંજે ૪ વાગ્યે પ્લોટ જૈન ઉપાશ્રય, ૩૭ પ્રહલાદ પ્લોટ ખાતે રાખેલ છે.

સુમનકુમાર પુરોહીત

રાજકોટઃ પોરબંદર નિવાસી ગિરીનારાયણ બ્રાહ્મણ માધવપુર નિવાસી હાલ- પોરબંદર સુમનકુમાર ગણપતરામ પુરોહિત (ઉ.વ.૭૧) તે હેમાશ્રીબેનનાં પતિ તથા કેયુર પુરોહિત (જામનગર), નિયાબેન કિંજલ ભટ્ટ (મુંબઈ)ના પિતાનું તા.૧૧ના રોજ મુંબઈ મુકામે દુઃખદ અવસાન

અબ્બાસભાઇ ત્રવાડી

રાજકોટ : ત્રવાડી અબ્બાસભાઇ શરફઅલી (બોટાદવાલા) તા. ૧૩ ના ગુજરી ગયેલ છે તે શીરીનબેનના શોહર, ઝાફરભાઇ, હાતીમભાઇના પિતાના ઝીયારતના સિપારા રવિવાર તા. ૧પ ના રોજ ઝોહરઅસરની નમાઝ બાદ મવાઇદ રાજકોટ મુકામે રાખેલ છે.

હુસેનીભાઇ

રાજકોટ : હુસેનીભાઇ હશનઅલી શામ જે અબ્દુલઅલી બોદલભાઇ વારાનું અવસાન થયેલ છે. જેમના ઝયારતના સીપારા રવિવાર તા. ૧પ ના ઝોહર અસરની નમાઝ બાદ એવન કેટર્સમાં રાખેલ છે.

હસુમતીબેન દવે

રાજકોટ : સૌ. બા. ખે. બ્રાહ્મણ રાકોળીયા દવે ગં. સ્વ. હસુમતીબેન નલીનકાંત દવે (ઉ.વ.૭૮) જેવો સ્વ. નલીનકાંત રમણીકલાલ દવેના ધર્મપત્ની તથા નૈષધભાઇ (વાવોલ), મહેશભાઇ (રાજકોટ), યોગેશભાઇ (રાજકોટ), હર્ષિદાબેન યશવંતભાઇ પાઠક (સુઘડ અમદાવાદ), રેખાબેન કિરીટભાઇ દવે (બોપલ અમદાવાદ) ના માતુશ્રી તથા હર્ષના દાદીનું તા. ૧૩ ના વાવોલ (ગાંધીનગર) ખાતે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧૬ ના સોમવારે સાંજે ૪ થી ૬ ધુમકેતું હોલ, ૪ રોયલ પાર્ક, પંજાબ હોન્ડાની સામે, કાલાવડ રોડ, કે. કે.વી. હોલ પાસે રાખેલ છે. દશાની લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

અંબાબેન નીમાવત

જેતપુર :  અંબાબેન દયારામજી નિમાવત (ઉ.વ.૧૦૦) તે દેવેન્‍દ્રભાઇ ના માતુશ્રી તા. ૧૩ ના રોજ રામચરણ પામેલ છે.તેનું બેસણું તા. ૧૬ સોમવાર સાંજે ૪ થી ૬ કલાકે દરજી જ્ઞાતીની વાડી ગોપાવાડી રોડ, જેતપુર ખાતે રાખેલ છે.

મયુરભાઇ જોષી

જેતપુર  :  ઓદિચ્‍ય ઝાલાવાડી બ્રાહ્મણ મયુરભાઇ વિશ્વનાથ જોષી (ઉ.વ.૫૬) (શીક્ષક રબારીકા પ્રા. શાળા) તે પ્રિયંકાબેન નિલેશભાઇ જોષી (દિવ), કોરમબેન રવિભાઇ પંડયા (ભાવનગર), કેદાર ના પિતાશ્રી, બકુલભાઇ, છાયાબેન દિપકભાઇ રાવલ (પોરબંદર)ના વડીલ બંધુ તથા મહિપતભાઇ, મુકેશભાઇ, પંકજભાઇ જોષી (ચરખડીવાળા) ના બનેવીનું તા. ૧૩ ના રોજ અવસાન પામેલ છે. તેનું બેસણું તા. ૧૬ સોમવારે સાંજે ૪ થી ૬ નિવાસ સ્‍થાન  સ્‍વામી વિવેકાનંદ સોસાયટી, જેતપુર ખાતે રાખેલ છે.

લતાબેન વિરમગામા

રાજકોટઃ ગુર્જર સુતાર લતાબેન ચંદુભાઈ વિરમગામા (ઉ.વ.૭૫) તે ચંદુભાઈના ધર્મપત્ની અને સ્વ.પંકજ અને નીતાબેન જયેશભાઈ ત્રાટીયા અને રીટાબેન ભવનેશભાઈ ચોપરાના માતુશ્રી અને મનુભાઈ, સ્વ.અશોકભાઈ અને સ્વ.કાંતિભાઈના ભાઈના પત્ની, દિનેશભાઈ (એકયુરેટ વુડ વર્કસ)ના ભાભી સ્વ.મનસુખભાઈ આર.ધ્રાંગધરિયા (શકિત બ્રાસ)ના બહેનનું તા.૧૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ સોમવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ કલાકે, શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ, ૭/૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ ખાતે રાખેલ છે.

સુશીલાબેન શુકલ

ખંભાળિયા : ઔદિચ્ય બ્રાહ્મણ સુશીલાબેન યોગેશ્વર શુકલ (ઉ.વ.૬૭) તે પ્રણવકુમાર શુકલ (એસ.એન.ડી.ટી. હાઇસ્કુલ)ના માતુશ્રી તથા દમયંતીબેન શુકલ (કન્યાશાળા)ના સાસુ તથા ઇશા તથા કંદર્પના દાદી તા.૧૪ના રોજ કૈલાશવાસી થયા છે.

ચંદ્રેશભાઇ પંડયા

રાજકોટઃ વાલમ બ્રાહ્મણ ચંદ્રેશભાઇ જશવંતરાય પંડયા (મુળ વેરાવળ બંદર) તે તુપ્તીબેનના પતિ તેમજ કુ. સંજનાબેન અને કૃપાબેનના પિતા અને મહેશીભાઇ (મુકેશભાઇ) તેમજ વિજયભાઇ પંડયાના મોટાભાઇ, જયોતિન્દ્રભાઇ (ધોરાજી) ડો. મનસુખભાઇ (મોવૈયા) ભાસ્કરભાઇ પંડયાના ભત્રીજા તથા બ્રિજેશભાઇ બળવંતશીપ ઉપાધ્યાયના બનેવીનું તા.૧૦ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૬ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ હેમવાડી જુનો સિમેન્ટ રોડ સ્ટેશન પ્લોટ ગોંડલ ખાતે રાખેલ છે.

હરકિશનભાઈ પારેખ

રાજકોટઃ દ.સો.વણિક હરકિશનભાઈ પ્રેમચંદભાઈ પારેખ (ઉ.વ.૮૭) તે શ્રીકાંત, નયના, દિપક, હિનાના પિતાશ્રી તેમજ દિનેશભાઈ કોઠારી તેમજ દિલીપભાઈ ધ્રુવ તેમજ કુમુદબેન અમૃતલાલ ગાદોયાના ભાઈ આજ રોજ તા.૧૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. જેની પ્રાર્થનાસભા તા.૧૬ના રોજ સોમવારે સાંજે ૪ થી ૫:૩૦ દરમ્‍યાન સોમનાથ મહાદેવ મંદિર, સમર્પણ સોસાયટી, મોહનનગર, રાજહંસ- રૈયારોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રમેશચંદ્ર પારેખ

રાજકોટઃ સોની કરશનદાસ લીલાધર રાણપરા (ટંકારાવાળા)ના જમાઈ તથા પ્રવિણભાઈ, શશીકાન્‍તભાઈ, મનહરભાઈ, દિપકભાઈના બનેવી સોની રમેશચંદ્ર મોતીચંદભાઈ પારેખ (ગોંડલ)નું તા.૧૩ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. (પિયરપક્ષનું) બેસણું તા.૧૬ને સોમવારના સવારે ૧૦:૩૦ થી ૧૨ શ્‍યામકુંવરબાઈ વાડીમાં દરબારગઢ હવેલી પાસે રાખેલ છે.

કિશોરકુમાર મકવાણા

રાજકોટઃ લુહાર સ્‍વ.મનહરલાલ મોહનલાલ ગોહેલના જમાઈ તથા લલિતભાઈ, દિનેશભાઈ, રાજેશભાઈ, વિનોદભાઈ, મુકેશભાઈના બનેવી સ્‍વ.કિશોરકુમાર પ્રભુદાસભાઈ મકવાણા પાલીતાણા વાળાનું દુઃખદ અવસાન તા.૧૩ના રોજ થયેલ છે. તેમના સસરાપક્ષનું બેસણું તા.૧૬ સોમવારે સાંજે ૪ થી ૬, લલિતભાઈ મનહરલાલ ગોહેલના નિવાસસ્‍થાને, ૨/૭ વાણીયાવાડી ‘‘હરિકૃષ્‍ણ'' મુકામે રાખેલ છે. લલિતભાઈ ગોહેલ (મો.૯૪૨૮૨ ૮૩૯૩૮)

રાજુભાઇ ભટ્ટી

રાજકોટઃ સોરઠીયા રજપૂત રાજુભાઇ મુળજીભાઇ ભટ્ટી તે મહેશભાઇ ભટ્ટીના નાના ભાઇ તથા ઓમદેવ, આનંદ, ભાગીરથીના કાકાનું તા. ૧૩ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૧૬ના સોમવારે પિતૃમોક્ષ મહાદેવ મંદિર, ગોૈતમનગર-૭ ખાતે સાંજે ૪ થી ૫:૩૦ રાખેલ છે.