Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018
વાંકાનેરનાં હાર્ડવેરના વેપારી જૈનુદીનભાઇ મલકાણીનુ અવસાન

વાંકાનેર : ગ્રીન ચોક ખાતે હાર્ડવેરના વેપારી વોરા મલકાણી જૈનુદીન ગુલામ હુસેનનું ગઇકાલે હાર્ટ એટેકથી અવસાન થતા ગ્રીન ચોકમાં શોક ફેલાઇ ગયો હતો. તેના અવસાનના સમાચાર મળતા તેઓના મિત્રો સંબંધીઓ હોસ્પીટલે દોડી ગયા હતાં. અને મર્હૂમના બે યુવાન પુત્રો અલી તથા બુરહાનને સાંત્વના આપી હતી. મર્હૂમની ઝીયારત આવતીકાલે શનીવારે બપોરે ઝોહરની નમાઝ બાદ સૈફી મસ્જીદ, નાની બજાર વાંકાનેર ખાતે રખાયેલ છે. હસમુખો સ્વભાવ ધરાવતા મર્હૂમ જૈનુદીન ભાઇનું અવસાન થતા ઘેરો શોક છવાયો છે.

માળીયાહાટીનાના જીલ્લા પંચાયતના સભ્યના પિતા જશમતભાઇ કમાણીનું અવસાન

માળીયાહાટીના : મુળ અવાણીયા ગામના હાલ માળીયા હાટીનામા રહેતા પટેલ જસમતભાઇ નારણભાઇ કમાણી (ઉ.વ. ૧૦૩) તે જેન્તીભાઇ અને જુનાગઢ જીલ્લા પંચાયતની માળીયા હાટીના તાલુકાના જુથળના જીલ્લા પંચાયતના સભ્ય કોંગ્રેસના અગ્રણી શ્રી શાન્તીભાઇ કમાણીના પિતાજી અને સ્વ. મોહનભાઇ, સ્વ. છગનભાઇ, ગોરધનભાઇ અને પરબતભાઇના ભાઇનું તા. ૧રના અવસાન થયેલ છે. તેમની સ્મશાન યાત્રામાં પટેલ સમાજે પોતાના ધંધા રોજગાર દુકાનો બંધ રાખીને જોડાયા હતાં.

અવસાન નોંધ

કેશુભા જાડેજા

રાજકોટઃ સ્વ.કેશુભા ભવાનસંગ જાડેજા (ઉ.વ.૮૨) ચાંદલી તે ધમેન્દ્રસિંહ, અનિરૂધ્ધસિંહ, સ્વ.સંજયસિંહના પિતા તા.૧૪ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૫ (શનિવાર) સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને, ગીરનાર-૫, ૪૦ ફૂટ રોડ, ઓમનગર સર્કલ મવડી પ્લોટ રાજકોટ ખાતે રાખેલ છે.

શ્રીકાંતભાઈ મહેતા

રાજકોટઃ ગોંડલ નિવાસી હાલ રાજકોટ, શ્રીકાંતભાઈ મનસુખલાલ મહેતા (ઉ.વ.૬૨) તે રાજેશભાઈના મોટાભાઈ તેમજ વિશાલ તથા હેતલ હિતેષભાઈ દોઢીવાલાના પિતા તેમજ રજનીબેનના સસરા તથા દિનાબેન વોરા, ચારૂબેન અદાણી અને ભાવનાબેન મહેતાના લઘુબંધુ તા.૧૪ના રોજ અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૫ શનિવાર સાંજે ૪ વાગ્યે, કોઠારીયા નાકા, વિરાણી પૈષધશાળા, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ગુણવંતીબેન પડીયા

રાજકોટ : બ્રહ્મક્ષત્રિય ગુણવંતીબેન મુકુંદરાય પડીયા તે હિરાચંદ હંસરાજ મચ્છરની દિકરી, ગોપાલભાઈ, લાલજીભાઈ, ભરતભાઈ, મુકેશભાઈ મિતેષભાઈના બહેનનું બગસરા મુકામે અવસાન થયેલ છે. સદ્દગતની સાદડી તા.૧૫ને શનિવારે સાંજે ૫ થી ૬ શિતળા માતાના મંદિર, ભાવનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

જશવંતીબેન ફીચડીયા

રાજકોટઃ ગં. સ્વ. જસવંતીબેન (ઉ.વ.૭૮) તે સ્વ.ફીચડીયા પરસોતમદાસ વીરચંદભાઇ (કાગદડી વાળા)નાં ધર્મપત્ની તે જગદીશભાઇ તથા જયેશભાઇના માતુશ્રી તેમજ સરપદડ વારા મોનજી સુંદરજી રાધનપરાની દિકરી તા.૧૩ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બંને પક્ષનું બેસણું તા.૧૪ના શુક્રવારે સાંજે ૩ાા થી પ સોની સમાજની વાડી યુનિટ નં.૩ વાઘેશ્વરી વાડી રામનાથપરા ખાતે રાખેલ છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે.

સુરેશભાઇ વોરા

રાજકોટઃ સુરેશભાઇ વલ્લભજીભાઇ વોરા તે લતાબેનના પતિ તથા સ્વ.મનુભાઇ, ઇન્દુભાઇ, મહેન્દ્રભાઇ, રમેશભાઇ વોરા (ઇકોનોમિક ટ્રેડર્સ) તથા પુષ્પાબેન બોઘાણી, નિર્મળાબેન ઉદાણી, સુભદ્રાબેન મહેતા, કુસુમબેન દોશીના ભાઇનું તા.૮ના મુંબઇ ખાતે અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૧પના શનિવારે સાંજે ૪-૩૦ થી ૬, જનકલ્યાણ સોસાયટી હોલ, રેલવે ફાટક પાસે રાખેલ છે.

ચેતનભાઇ ભટ્ટી

રાજકોટઃ ચેતનભાઇ વિનોદભાઇ ભટ્ટી (ઉ.વ.૪૮) તે હંસાબેન વિનોદભાઇ ભટ્ટી (નિવૃત આચાર્ય શાળા નં.૯૧, રૈયા ધાર)ના પુત્ર, ચંદ્રીકાબેનના પતિ તથા પાર્થ અને પ્રિતના પિતાશ્રીનું તા.૧રના અવસાન થયું છે. બેસણું તા.૧પ અને શનિવારે સાંજે ૪ થી ૬, કાશિ વિશ્વનાથ મહાદેવ મંદિર, કાશિ વિશ્વનાથ પ્લોટ, પ્ર.નગર પોલીસ લાઇન પાછળ, સદર ખાતે રાખેલ છે.

મણીભાઇ રાવરાણી

રાજકોટઃ વતન ગામ - ભુખી (ધોરાજી) વાળંદ મણીભાઇ પ્રાગજીભાઇ રાવરાણી (ઉ.વ.૯૦) ભુપતભાઇ તથા ગીરીશભાઇ દયાબેન, જયશ્રીબેન, તથા રજુબેનના પિતાશ્રી તથા કેયુર, જીજ્ઞેશ, ભાવિક, પ્રતિકના દાદા તથા નવનીતભાઇ શીશાંગીયા, મનોજભાઇ ગોંડલીયા, નાથાલાલ જોટંગીયાના સસરા તથા સંદિપ શીશાંગીયા, સચીન શીશાંગીયા તથા જતીન ગોંડલીયાના નાનાનું તા.૧૩ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧પના સાંજે ૩-૩૦ થી પ-૩૦ વાણંદ સમાજની વાડી, લક્ષ્મીનગર-ર, મુકામે રાખેલ છે.

હંસાબેન ગોસ્વામી

મોરબીઃ ગોસ્વામી હંસાબેન જયંતીગીરી (ઉ.વ.પ૦) તે જયંતીગીરી બાબુગીરીના પત્ની તથા ભાવેશગીરી તથા પરેશગીરીના માતુશ્રીનું તા.૧રના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું કાલે તા.૧પને શનીવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન લાયન્સનગર, લાયન્સ સ્કુલ પાસે, નવલખી રોડ મોરબી ખાતે રાખેલ છે.

મગનભાઇ ગોહેલ

રાજકોટઃ ભાવેશભાઇ મગનભાઇ ગોહેલ તથા મનોજભાઇ મગનભાઇ ગોહેલના પિતાશ્રી મગનભાઇ કાનજીભાઇ ગોહેલ સ્વર્ગવાસી થયેલ છે. તેમનું બેસણું તા.૧૭ના (સોમવારે) સાંજે ૪ થી ૬, રાજકોટ સોરઠીયા દરજી જ્ઞાતીની વાડી, રૈયા રોડ બ્રહ્મસમાજ બસ સ્ટોપ પાસે રાખેલ છે.

કેતનભાઇ ઇસ્લાણીયા

રાજકોટઃ ગુર્જર સુતાર સ્વ.મનસુખલાલ છગનલાલ ઇસ્લાણીયાના પુત્ર કેતનભાઇ (ઉ.વ.૪૩) (મુળ જોડીયાવાળા હાલ વડોદરા) તે પ્રાન્સુ તથા પાર્થના પિતાશ્રી, વિનાબેન વિજયકુમાર આમરણીયા તથા કાશ્મીરા જીજ્ઞેશકુમાર પીલોજપરાના ભાઇ, સ્વ.દિલીપભાઇ તથા શૈલેષભાઇ પ્રાગજીભાઇ જાદવાણીના ભાણેજ, તથા જીતેન્દ્રભાઇ દયાળજીભાઇ સીનરોજાના જમાઇનું તા.૯ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ને શુક્રવારે સાંજે ૪ થી ૬, વિશ્વકર્મા પ્રગતિ મંડળ, લેઉઆ પટેલ કન્યા છાત્રાલયની પાછળ, ગોંડલ રોડ ખાતે મોસાળ તથા સસરા પક્ષનું સાથે રાખેલ છે.

દિલીપભાઇ વઘાસીયા

 શિવરાજગઢ : દિલીપભાઇ કેશુભાઇ વઘાસીયા (ઉ.વ.૩૮) તે ગોવિંદભાઇના ભાઇ પ્રિતના પિતા વલ્લભભાઇ, ગોરધનભાઇ, વિઠ્ઠલભાઇ, રમણીકભાઇના ભત્રીજાનું તા. ૧૨ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૪ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ શિવરાજગઢ મુકામે રાખેલ છે.

જૈનુદાનભાઈ મલકાણી

વાંકાનેરઃ જૈનુદીનભાઈ ગુલામહુસેન મલકાણી તે નિશરીનબેન (રાજકોટ), અલીઅસગર, બુરહાનુદીનના બાવાજી તથા હસીનાબેન (રાજકોટવાળા)ના ભાઈ તા. ૧૩ને ગુરૂવારે જન્નતનશીન થયેલ છે. મર્હુમના જીયારતના સીપારા તા. ૧૫ને શનિવારે બપોરે જોહરની નમાઝ બાદ સૈફી મસજીદ નાની બજાર વાંકાનેર મુકામે રાખેલ છે.(

પ્રભાતબા ઝાલાનું દુઃખદ અવસાન : કાલે પ્રાર્થનાસભા

રાજકોટ : ગામ અડવાળ (હાલ રાજકોટ) પ્રભાતબા દીલુભા ઝાલા (ઉ.વ.૮૫) તે પ્રદ્યુમનસિંહ દિલુભા ઝાલા (રીટા. આર.ટી.ઓ.), ચન્દ્રસિંહ દિલુભા ઝાલા (સીટીઝન બેન્ક), કિરીટસિંહ દિલુભા ઝલા (લીંબડી) ના માતુશ્રી તેમજ  અનોપસિંહ સરવૈયા (સુરેન્દ્રનગર), કે. પી. જાડેજા (ડે. એન્જી. પી.જી.વી.સી.એલ.) અને જે. પી. જાડેજા (પ્રમુખ કરણી સેના) ના સાસુમા તેમજ જી. એ. સરવૈયા (પી.આઇ.), ડો. ઋષિરાજસિંહના નાનીમાનું તા. ૧૩ ના અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થના સભા તા. ૧૫ ના શનિવારે ૩.૩૦ થી ૫.૩૦ અક્ષરપુરૂષોતમ હોલ, સ્વામિનારાયણ મંદિર કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મથુરભાઈ વેકરીયા

રાજકોટ : મથુરભાઈ પુંજાભાઈ વેકરીયા (ઉ.વ.૮૫, તણસવાવાળા) તેઓ ગોકળભાઈ વેકરીયા, દલસુખભાઈ વેકરીયા તેમજ અરવિંદભાઈ વેકરીયા (માહિતી વિભાગ)ના પિતા તેમજ જય, અક્ષિત, ઋષિત તથા નેવીલના દાદા અને જયશ્રીબેન વેકરીયા (કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ગર્લ્સ હાઈસ્કુલના પ્રિન્સીપાલ)ના સસરાનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૫ને શનિવારના સાંજે ૪ થી ૬ ગંગોત્રેશ્વર મહાદેવ મંદિર, ગંગોત્રી પાર્ક કિડની હોસ્પિટલ સામેના રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.