Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019
ભારતીબેન ભરતભાઈ બોદાણીનું દુઃખદ અવસાન : શુક્રવારે સાંજે બેસણું : બોદાણી ડેકોરેશન સર્વિસવાળા

રાજકોટ : સ્વ.લક્ષ્મીદાસ વાઘજીભાઈ બોદાણીના પુત્રવધુ સ્વ.ભારતીબેન બોદાણી (ઉ.વ.૫૫) તે ભરતભાઈ બોદાણી (બોદાણી ડેકોરેશન)ના ધર્મપત્નિ તે ગૌરવભાઈ તથા આરતીબેનના માતુશ્રી તેમજ કિંજલબેનના સાસુ, વિાયન્સીના દાદી તથા રતિલાલ જસાણીના દિકરી તે સ્વ. મણીભાઈ તથા જયંતિભાઈ કલ્યાણજી કોટક (કુવાડવાવાળા)ના ભાણેજનું તા.૧૨ના સોમવારના રોજ શ્રીરામચરણ પામેલ છે. સદ્દગતનું બેસણુ તા. ૧૬ના શુક્રવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ (પિયર પક્ષની સાદડી સાથે) કેશરીયા લોહાણા મહાજન વાડી, સંકિર્તન મંદિરની બાજુમાં, સેન્ટમેરી સ્કુલની સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૮૨૪૨ ૧૨૯૧૫/ ૭૯૯૦૧ ૭૭૦૧૫.

સ્વ. મથુરાદાસ દશાણીના સુપુત્રીનું અવસાનઃ શુક્રવારે બેસણુ (સાદડી)

રાજકોટઃ સ્વ. મથુરાદાસ ગોરધનદાસ દશાણીના સુપુત્રી કમળાબેન સુરેશકુમાર ઠક્કર (ઉ.વ. ૬૭)નું તા. ૧૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે કિશોરભાઈ, રાજેન્દ્રભાઈ, ભરતભાઈના મોટા બહેન તેમજ અરૂણાબેન, ઉર્મિબેન, મધુબેન, માલતીબેનના બહેનનું બેસણું (સાદડી) તા. ૧૬-૮ શુક્રવારે સાંજે ૪ થી ૬  'રાંદલ કૃપા' વિજય પ્લોટ મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

ચત્રભુજદાસ ગોવિંદભાઇ વાગડીયા

રાજકોટ : સોની ચત્રભુજદાસ (બાલાભાઇ) (ઉ.વ.૬૯) તે સર્વ પ્રથમ હુન્નરશાળાના સંચાલક સોની ગોવિંદદાસ ગગુભાઇ વાગડીયાના મોટા પુત્ર, કિશોરભાઇ  વિઠ્ઠલભાઇ, પરેશભાઇ તેમજ પ્રવીણાબેનના મોટાભાઇ અને જયવલ્લભ (મુન્નાભાઇ),માલતીબેન, લતાબેનના પિતાશ્રી અને વાંકાનેરવાળા સ્વ. ઝવેરી ગોરધનભાઇ મગનલાલ બારભાયાના જમાઇ અને પ્રવીણભાઇ, રજનીભાઇ, પરેશભાઇ (પી.જી.) તથા ગીરીશભાઇના બનેવીનું તા. ૧૩ મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૬ શુક્રવાર ના રોજ સવારના ૧૦.૩૦ થી ૧૨.૦૦ શ્રી ઝાલાવાડી વિશાશ્રીમાળી સોની સમાજની વાડી યુનીટ નં-ર, ખીજડાવાડી શેરી, કોઠારીયાનાકા રાજકોટ ખાતે રાખેલ છે. લોકીક વહેવાર બંધ રાખેલ છે.

જસુબેન દોમડીયા

રાજકોટઃ મુળ ગામ લતીપર હાલ રાજકોટ સ્વ.જસુબેન નાથાભાઈ દોમડીયા (ઉ.વ.૬૬) તે પ્રવિણભાઈ તથા નરેન્દ્રભાઈના માતુશ્રીનું તા.૧૩ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ શ્રી જીથરીયા હનુમાન મંદીર મવડી મેઈન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

નીતિનભાઈ વાઘેલા

રાજકોટઃ મચ્છુ કઠિયા સઈ સુતાર દરજી તે જેટકો જી.ઈ.બી.માં નોકરી કરતા નીતિનભાઈ જગદીશભાઈ વાઘેલા (ઉ.વ.૪૪) તે સ્વ.જગદીશભાઈ ટપુભાઈ વાઘેલાના પુત્ર તથા જોગેશભાઈ, મુકેશભાઈ, ઉર્મીલાબેન, પ્રતિમાબેનના ભાઈ તથા આશાબેનના પતિ તથા સોહમના પિતા તથા રાજા, અજય, હાર્દિકના કાકાનું તા.૧૧ને રવિવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ ચંદ્ર મોલેશ્વર મહાદેવ મંદિર, પંચાયત નગર ચોક, યુનિવસીર્ટી રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.

હંસાબેન ચગ

રાજકોટઃ વડાળી નિવાસી હાલ રાજકોટ હંસાબેન (શાંતાબેન) હરજીવનદાસ ચગ (ઉ.વ.૯૦) તે હરેશભાઈ, હિતેશભાઈ ચગ, ભદ્રાબેન, તરૂબેન, રીનાબેનના માતુશ્રી, તે સ્વ.રામજીભાઈ નારણજીભાઈ પાબારી (જામજોધપુર) વાળાના દિકરીનું તા.૧૩ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતશ્રીનું ઉઠમણું તા.૧૬ને શુક્રવારના રોજ સાંજે ૫ વાગ્યે રામ મંરિદ, રામનગર મેઈન રોડ, માલવીયા કોલેજની બાજુમાં, ગોંડલ રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.

ઠા. પોપટલાલ આહ્યા

ગોંડલઃ ઠા. પોપટલાલ કાળીદાસભાઈ આહ્યા (ઉ.વ. ૯૦) તે સ્વ. વિનોદભાઈ, સુરેશભાઈ, ભરતભાઈ, ચંદ્રીકાબેન કનકરાય ચંદારાણા, દક્ષાબેન પરેશકુમાર પોપટના પિતાશ્રી તથા ઠા. હરસુખભાઈ આહ્યા (રાજકોટ)ના ભાઈ અને મોટી પાનેલીવાળા સ્વ. લક્ષ્મીદાસ જેઠાભાઈ ચગના જમાઈનું તા. ૧૪ને બુધવારે અવસાન થયેલ છે. ઉઠમણુ તથા સ્વસુર પક્ષની સાદડી તા. ૧૬ને શુક્રવારે સાંજે ૫ વાગ્યે શ્રી ગોંડલ લોહાણા મહાજનવાડી, ૬-મહાદેવ વાડી, ગોંડલ ખાતે રાખેલ છે.

આર.એમ.એસ. નિવૃત્ત કર્મચારી નારણભાઇ ચાંગાણીનું અવસાનઃ શુક્રવારે બેસણું

રાજકોટ : ભારતી વિદ્યાલયના કર્મચારી સવિતાબેનના નાના પુત્ર નારણદાસ પ્રેમજીભાઇ ચાંગાણી (નિવૃત્ત આર. એમ. એસ.) (ઉ.૬૧), તે કરાંચી વાળા પ્રેમજીભાઇના પુત્ર અને જયાબેન ના પતિ અને પુજાબેન નિશાંતકુમાર કારિયા તથા મુરલીભાઇના પિતાશ્રી તથા પ્રભુદાસભાઇના તથા ગીતાબેન નરેન્દ્રકુમાર કારીયાના નાનાભાઇ અને શોભાબેન શરદકુમાર કારિયાના મોટાભાઇ તા. ૧ર ના સોમવારે શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણુ તા. ૧૬ ના શુક્રવારે સાંજે પ થી ૬ વાગ્યે રેફકયુજી કોલોની હર ગંગેશ્વર મહાદેવ મંદિર (જલારામ બેકરીની સામે) રાજકોટ ખાતે રાખેલ છે.

અબાઉમરભાઈ કુરેશી

રાજકોટઃ અબાઉમરભાઈ પીરભાઈ કુરેશી તે હાજી રઝાકભાઈ કરીમભાઈ તથા રીયાઝભાઈ કરીમભાઈ તથા રશીદભાઈ કરીમભાઈ કુરેશીના કાકા તા.૧૩ મંગળવારના રોજ જન્નતનશીન થયેલ છે. મર્હુમની ઝીયારત તા.૧૫ ગુરૂવારના રોજ સવારે ૧૦ કલાકે ઝુમ્મા મસ્જીદ ઉપલેટા  ખાતે રાખેલ છે.

હંસાબેન વાઘેલા

રાજકોટઃ ધોબી (વાઘેલા) હંસાબેન વિઠ્ઠલભાઇ વાઘેલા (ઉ.વ.પ૬) તે વિઠ્ઠલભાઇ રામજીભાઇ વાઘેલાના ધર્મપત્ની તથા અમીતભાઇ તથા નીશાબેનના માતુશ્રીનું તા.૧૩ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧પના ગુરૂવારે સાંજે પ થી ૬ ધોબી સમાજની વાડી અટીકા ખાતે રાખેલ છે.

પ્રાગજીભાઇ ધામેચા

રાજકોટઃ પ્રાગજીભાઇ અખાભાઇ ધામેચા (ઉ.વ.૮૩) તા.૧રના શ્રીરામ ચરણ પામેલ છે. સ્વ.નું બેસણું તા.૧૬ના શુક્રવારે ૪ થી પ, મચ્છુ કઠીયા સઇ સુતાર (દરજી) વાડી રામનાથપરા મેઇન રોડ ખાતે રાખેલ છે.

જગદીશચંદ્રભાઇ કોટક

રાજકોટઃ ઠા. જગદીશચંદ્ર ચંદુલાલ કોટક (ઉ.વ.પ૭) તે ચંદુલાલ મોરારજીભાઇ (વિસાવદર વાળા)ના પુત્ર તથા સુરેશભાઇ અને સોનલબેન શૈલેશકુમાર કારિયા (પોરબંદર)ના મોટાભાઇ તથા દુષ્યંતભાઇ અને ઉત્તમભાઇના પિતાશ્રી તથા સ્વ.ઠા. લીલાધર પોપટલાલ મહેતા (બીલખા)ના જમાઇનું તા.૧રના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર અને મોસાળ પક્ષની સાદડી તા.૧૬ને શુક્રવારે સાંજે ૪ થી પ, શ્રી રાધાકૃષ્ણ મંદિર, મોચીનગર મેઇન રોડ, ગાંધીગ્રામ, ખાતે રાખેલ છે.

બેનાબેન ભાડેશીયા

રાજકોટઃ ગુર્જર સુતાર ગં. સ્વ. બેનાબેન (બીનાબેન) ઉપેન્દ્રકુમાર ભાડેશીયા તે સ્વ.ઉપેન્દ્રકુમાર ભાડેશીયાના ધર્મપત્ની, તથા સ્વ.કિશોરભાઇ, સ્વ.કાંતિભાઇ, સ્વ.હિતેષભાઇ અને સ્વ.પ્રકાશભાઇ ડાયાભાઇ ખંભાયતાના બહેનનું અવસાન થયું છે. તેમનું બેસણું તા.૧૬ને શુક્રવારે સાંજે ૪ થી ૬ ગુ.હા. બોર્ડ સિંગલીયા કવાટર નં.ર૮૯, માર્કેટીંગ યાર્ડ સામે, બાલકૃષ્ણનગર સોસાયટી, શેરી નં.૧પ, ખાતે રાખેલ છે.

વનીતાબેન ગોસ્વામી

ગોંડલ :  વનીતાબેન પ્રતાપગીરી ગોસ્વામી (ઉ.વ.૬૪) તે પ્રતાપગીરી મહારાજગીરી ગોસ્વામીના પત્ની તેમજ મનીષગીરી, સંજયગીરી (ભોેલેનાથ) તથા સતીષગીરીના માતુશ્રી તેમજ મિહીર, હેમાંગ, જૈનીશ, તથા કશ્યપના દાદીમા નો તા. ૧૨/૦૮/૨૦૧૯ ના રોજ કૈલાશવાસ થયેલ છે. તેમનું બેસણું તા. ૧૫ ના રોજ સાંજે ૪ થી ૬ સુધી તેમના નિવાસસ્થાન, ડેકોરાસીટી, ગુંદાળા રોડ, ગોંડલ ખાતે રાખેલ છે.

જયશ્રીબેન રાયઠઠા

ઓખાઃ રઘુવંશી અગ્રણી હરેશભાઇ પ્રભુદાસભાઇ રાયઠઠાના ધર્મ પત્ની જયશ્રીબેન (ઉ.વ.૪૬) તેઓ મીરાજ અને ગીરીરાજભાઇના માતૃશ્રી, ભાવેશભાઇ તથા મેહુલભાઇ રાડીયાના મોટા બહેનનું અવસાન થયું છે

શિવકુંવરબેન પરવાડીયા

ગોંડલઃ મેતા ખંભાળીયા નિવાસી શીવકુવરબેન માધાભાઇ પરવાડીયા (ઉ.૮પ) તે ભોળાભાઇ તથા જીણાભાઇના માતુશ્રી તથા બીપીન, આશિષ, હરેશ તથા ભાવીનના દાદીમાં તથા બાબુભાઇ રત્નાભાઇ પરવાડીયા (નિવૃત પોસ્ટલ કર્મચારી) ના ભાભીનું તા. ૧ના અવસાન થયેલ છે.

વિજયાબેન અગ્રાવત

માણાવદરઃ મૂળ માધવપુર (ઘેડ) હાલ મીતડી ગામના રહેવાસી વિજયાબેન કૃષ્ણરામ અગ્રાવત (ઉ.વ.૯૨) તે ભદ્રેશભાઈના માતુશ્રીનું અવસાન તા. ૧૨ના રોજ થયેલ છે.

ભાવનાબેન કાચા

રાજકોટઃ મુળગામ જામવંથલી (હાલ રાજકોટ નિવાસી) ગુર્જર ક્ષત્રિય કડિયા નાથાભાઈ ગોકળભાઈ જાવિયાની પુત્રિ તથા હર્ષિદાબેન ભરતકુમાર પરમાર તથા કિર્તીબેન જતિનકુમાર મકવાણાના નાના બહેન તથા નિલેશભાઈ નાથાભાઈ જાવીયાના મોટા બહેન ભાવનાબેન ગુલાબભાઈ કાચા (ઉ.વ.૩૫)નું તા.૧૨ને સોમવારના રોજ અક્ષરધામ નિવાસ પામ્યા છે. તેમનું બેસણું તા.૧૬ને શુક્રવારે બપોરે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. ૬/૧ વાલ્કેશ્વર સોસાયટી, ચામુંડા કૃપા, બોલબાલા માર્ગ રાજકોટ ખાતે રાખેલ છે.

કમળાબેન ચોૈહાણ

ગોંડલ  : કમળાબેન મગનલાલ ચોૈહાણ (ઉ.વ.૯૧) તે રાજેશભાઇ, પ્રવીણભાઇ ના માતા, મોહિત, યશરાજ ના દાદીમાંનું તા.૧૨ ના રોજ અવસાન થયેલ છે તેમનું બેસણું તા. ૧૬ શુક્રવારે સાંજે ૪ થી ૬, ભગવત પરા ૧૦/૧૫, તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

ધીરૂભાઇ બજાણીયા

મોરબી : માથક નિવાસી ધીરૂભાઇ ગોકળભાઇ બજાણીયા (ઉ.વ.૬૪) તે હિતેશભાઇ, લાલાભાઇ, વર્ષાબેન કલ્પેશભાઇ મારૂના પિતાનું તા. ૧૨ ના રોજ અવસાન થયું છે.