Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021
જાફરાબાદ કોંગ્રેસ અને કોળી સમાજના અગ્રણી પ્રવિણભાઇ બારૈયાના પિતાનું અવસાન

રાજુલા : જાફરાબાદના રહિશ અને કોળી સમાજના અને કોંગ્રેસ પક્ષના યુવા આગેવાન શ્રી પ્રવિણભાઇ બારૈયાના પિતાશ્રી સ્વ. બાબુભાઇ બિજલભાઇ બારૈયાનું તા. ૧ર ને સોમવારે અવસાન થયેલ છે. સ્વ. બાબુભાઇના નિધનથી સમગ્ર જાફરાબાદ વિસ્તારને અને કોળી સમાજને ખૂબ જ મોટી ખોટ પડેલ છે. તેમના નિધનથી સમગ્ર જાફરાબાદ વિસ્તારમાં શોકનો માહોલ પ્રસરેલ છે. આ અંગેના સમાચાર રાજુલા - જાફરાબાદના ધારાસભ્ય અંબરીશભાઇ ડેર ને મળતા તેઓ તાત્કાલીક તેઓની સ્મશાન યાત્રામાં કરણભાઇ પટેલ,  યોગેશ બારૈયા, પ્રકાશ બાંબણીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ સનાભાઇ સહિતનાં આગેવાનો જોડાયેલ હતાં.

એડવોકેટ ઘનશ્યામભાઇ જોષીનું દુઃખદ અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ સ્વ.ઘનશ્યામભાઇ કાંતીલાલભાઇ જોષી (દુલ્લા) એડવોકેટ રાજકોટ સારસ્વત બ્રાહ્મણ  મૌલીકભાઇ ઘનશ્યામભાઇ દુલ્લા અમીબેન હાર્દિકકુમાર જોષીના પિતાશ્રી પ્રકાશભાઇ કાન્તીલાલ દુલ્લા તેમજ રજનીકાંત કાન્તીલાલ દુલ્લા, આસ્તીકભાઇ શંકરભાઇ દુલ્લા, હાર્દિકભાઇ નંદલાલભાઇ દુલ્લાના મોટાભાઇ તેમજ જનકભાઇ શિવલાલભાઇ ખીરાના જમાઇ મીતભાઇ, જયભાઇ, વત્સલભાઇના દાદા હાર્દિકકુમાર અશ્વીનભાઇ જોષીના સસરા તા.૧રના કૈલાસધામ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું અને સસરા પક્ષની સાદડી  તા.૧પ ગુરૂવારે ૪ થી ૬ તેમના નિવાસથાને રાખેલ છે. મૌલીકભાઇ ૯૪ર૮ર ૭પપ૭પ, ૯૪ર૬૯ ૧પ૪૦૪, પ્રકાશભાઇ ૯૧૭૩૧૭૩૦પ૯, રજનીકાંતભાઇ ૯૮રપર ૩૦૦૪૧, હાર્દિકકુમાર જોષી ૯૮ર૪૬ ર૩૬૮૭, આસ્તીકભાઇ ૯૮ર૪પ૮૧ર૮૯, હાર્દિકભાઇ (લાલાભાઇ) ૯૯રપ૬૧૪૦ર૩, જનકભાઇ ખીરા ૯૪ર૯પ ૪૮પ૬૮.

ધીરજલાલ ગોંડલીયાની પુત્રી સોનલબેનનું અવસાનઃ શુક્રવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ વાણંદ ધીરજલાલ શિવલાલ ગોંડલીયાની પુત્રી સોનલબેન (ઉ.વ.૪૨) તે સ્વ.મનસુખભાઈ શિવલાલ ગોંડલીયા તથા ભરતભાઈ શિવલાલ ગોંડલીયા તથા કિર્તીભાઈ શિવલાલ ગોંડલીયા તથા કમલેશભાઈ શિવલાલ ગોંડલીયા તથા સ્વ.રમણિકભાઈ તુલસીભાઈ બગથરીયા તથા અશોકભાઈ તુલસીભાઈ બગથરીયા (અકિલાવાળા) તથા સ્વ.દિનેશભાઈ તુલસીભાઈ બગથરીયા તથા સ્વ.રાજુભાઈ  તુલસીભાઈ બગથરીયાની ભાણેજ તથા ગોંડલીયા મનીષભાઈ ધીરજલાલ ૧૦૮ એમ્બ્યુલન્સવાળા તથા નીલેશભાઈ ધીરજલાલ ગોંડલીયાની બહેનનું તા.૧૨ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૬ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. માલધારી ફાટક અંદર રોલેકસ રોડ રામેશ્વર સોસાયટી શેરી નં.૫  કોઠારીયા રાજકોટ ધીરજલાલ શિવલાલ ગોંડલીયા મો.૯૫૭૪૯ ૩૯૩૯૦, મનીષ ધીરજલાલ ગોંડલીયા મો.૮૧૪૦૧ ૭૭૦૦

સોનલબેન મનોજકુમાર રાવરાણીનું અવસાનઃ શુક્રવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ નિવાસી વાણંદ સોનલબેન મનોજકુમાર રાવરાણી (ઉ.વ.૪૨) તે મનોજભાઈ જસવંતભાઈ રાવરાણીના ધર્મપત્નિ તથા સંજના તથા સુજલના માતુશ્રી તેમજમ ધીરજલાલ શીવલાલ ગોંડલીયાના પુત્રી, ચિરાગભાઈના ભાભી તથા મનીષભાઈ ગોંડલીયા (૧૦૮ ઍમ્બ્યુલન્સવાળા) તથા નીલેષભાઈ ગોંડલીયાના બહેનનનું તા.૧૨ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બંને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૧૬ને  શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. માલધારી ફાટક અંદર, રોલેક્ષ રોડ, રામેશ્વર સોસાયટી શેરી નં.૫, કોઠારીયા, રાજકોટ ખાતે રાખેલ છે. જશવંતભાઈ રાવરાણી મો.૯૬૮૭૫ ૧૩૨૪૬, મનીષભાઈ ગોંડલીયા મો.૮૧૪૦૧ ૦૭૭૦૦

કુંદનબેન પોપટનું દુઃખદ અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણુ

રાજકોટ : સ્વ.હર્ષદભાઇ ચીમનલાલ પોપટના ધર્મપત્ની, ગં સ્વ કુંદનબેન હર્ષદભાઇ પોપટ તે મૌલિકભાઇ પોપટ અને કૃપાલીબેન કોટકના માતૃશ્રી તે સ્વ. અમૃતલાલ લાલજી પુજારા (વાંકાનેર)ના પુત્રી, તે મયંક સુર્યકાંત કોટક અને ઉર્વીબેન મૌલિક પોપટના સાસુનું તારીખ ૧૩ને મંગળવારે દુઃખદ અવસાન થયું છે. સદગતનું માત્ર ટેલિફોનીક બેસણુ (બંને પક્ષનું) તા. ૧૫ને ગુરૂવારના સાંજે ૪ થી ૫ રાખેલ છે.

વર્તમાન પરિસ્થિતીને અનુલક્ષીને તમામ લૌકિક ક્રિયા મોકૂફ રાખેલ છે. અશ્વિન પોપટ ૯૭૧૪૦ ૩૫૮૧૫, મૌલિક પોપટ ૯૮૨૫૯ ૮૮૧૦૧, જયદીપ પોપટ ૯૭૨૩૯ ૭૯૫૮૭, મયંક કોટક ૮૯૮૦૦ ૨૯૦૮૮, હરીભાઇ પુજારા ૯૮૨૪૮ ૩૭૭૮૫.

અવસાન નોંધ

એડવોકેટ - નોટરી વિરેન્દ્ર ભટ્ટીના ધર્મપત્નિ વીણાબેનનું દુઃખદ અવસાન

રાજકોટ : નિવાસી શ્રીમતી વીણાબેન વિરેન્દ્રભાઈ ભટ્ટી તે વિરેન્દ્ર એમ. ભટ્ટી (એડવોકેટ અને નોટરી)ના પત્નિનું તા. ૧૩ના રોજ અવસાન થયેલ છે. લૌકિક પ્રથા બંધ છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ બેસણું મોકૂફ રાખેલ છે. ટેલીફોનિક વાત કરી સહભાગી બનશો. વિરેન્દ્ર એમ. ભટ્ટી (એડવોકેટ અને નોટરી) મો.૯૮૭૯૦ ૭૬૩૩૩.

જામનગરના પત્રકાર ગિરીશભાઇ ગણાત્રાના કાકાનું અવસાન

જામનગર : રમેશચંદ્ર મોહનલાલ ગણાત્રા (ઉ.૮પ હાલ અમદાવાદ) તે ધરાબેન રાજેન્દ્રકુમાર ઠકકર (તંત્રી લોહાણા વનિતા અમદાવાદ) તથા તારકભાઇ અને વિરલભાઇના પિતા તેમજ કિશોરભાઇ ગણાત્રા (પાલકેમ -અમદાવાદ), ગીરીશભાઇ ગણાત્રા (પત્રકાર-જામનગર) અને પરેશભાઇ ના કાકા તા. ૧૩ ના રોજ અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે. ટેલીફોનિક પ્રાર્થના સભા તા. ૧પ ના સાંજે પ થી ૬ રાખવામાં આવી છે.

મુંબઇ શ્રીનાથજી હવેલીના મુખ્યાજી ડો.હસમુખભાઇ જોશીનું અવસાન

જુનાગઢઃ મેંદપરા નિવાસી, સ્વ.મુકુંદરાય વ્રજલાલ જોશીના પુત્ર ડો.(મુખ્યાજી) હસમુખભાઇ મુકુંદરાય જોશી (ઉ.વ.૫૭) શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટ, શ્રીનાથજી હવેલી, જુહુ- (વિલેપાર્લે) વેસ્ટ, મુંબઇના મુખ્યાજી, તે સ્વ.સુભાષચંદ્ર, જગદીશભાઇ (જુનાગઢ), કીરીટભાઇ (મુંબઇ), યશવંતભાઇ (મુંબઇ), યોગેશભાઇ (મુંબઇ તથા ગીતાબેન (જુનાગઢ), કુંદનબેન (રાણપરડા) તથા હરસુતાબેન (જુનાગઢ)ના ભાઇ તા.૧૨ને સોમવારે શ્રીજીચરણ પામ્યા છે.

ટેલીફોનિક બેસણું તા.૧૫ ગુરૂવારે સાંજે ૪ થી ૬ જગદીશભાઇ જોશી મો.નં.૯૯૨૪૨ ૬૬૫૯૩, મિલનભાઇ ૮૩૬૯૩ ૦૧૦૬૬, જોષીપરા જુનાગઢ ખાતે રાખેલ છે.

હસમુખલાલ ધોળકીયા

રાજકોટ : ચોટીલાવાળા હાલ રાજકોટ સોની રમણીકલાલ નરશીદાસ રાજપુરાના જમાઈ તથા દિલીપભાઈ રમણીકલાલ રાજપુરાના બનેવી તે નડિયાદ સોની હસમુખલાલ કાનજીભાઈ ધોળકિયાનું તા, ૧૧  રવિવાર ના રોજ અવસાન થયેલ છે તેમનું પિયર પક્ષનું બેસણું ટેલિફોનિક બેસણું  તા, ૧૫ના રોજ ગુરૂવારે સાંજે  ૪:૩૦ થી ૫:૩૦ રાખેલ છે. મો- ૯૮૨૪૪ ૦૮૧૬૦, મો-૯૭૧૪૩ ૧૧૫૫૫, મો- ૯૦૯૯૫ ૧૭૫૧૨.

ગંગદાસભાઈ આણદાણી

રાજકોટ : લતીપર નિવાસી ગંગદાસભાઈ સંધાભાઈ આણદાણી (ઉ.વ.૯૦) તે સ્વ.મેઘજીભાઈ (લતીપર), રમેશભાઈ (રાજકોટ) તથા વજીબેન, દિવાળીબેન, જયાબેન (રાજકોટ)ના પિતા તે પ્રવિણભાઈ, વિમલભાઈ, સિદ્ધાર્થભાઈના દાદા તે ગંગદાસભાઈ દેવજીભાઈ મુંગરા (હરીપર - ધ્રોલ)ના બનેવી તા. ૧૩ના રોજ રાજકોટ મુકામે શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા. ૧૫ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. રમેશભાઈ - મો.૯૮૭૯૫ ૨૬૨૨૬, પ્રવિણભાઈ - ૮૯૦૫૨ ૭૮૩૭૨.

જયરાજસિંહ જાડેજા

રાજકોટ : છેલ્લી ઘોડી નિવાસી સ્વ.  જયરાજસિંહ હેમંતસિંહજી જાડેજા (ઉ. વ. ૬૭) જે  કૃણાલસિંહ જયરાજસિંહ જાડેજા નાં પિતા, ઉપેન્દ્રસિંહ પ્રતાપસિંહજી જાડેજા અને  ભરતસિંહ પ્રતાપસિંહજી જાડેજા નાં ભાઈ, પ્રવીણસિંહ દાનસિંહજી જાડેજા,  જગદેવસિંહ  દાનસિંહજી જાડેજા ,  રાજેન્દ્રસિંહ દાનસિંહજી  જાડેજાનાં ભાઈ, યુવરાજ સિંહ ઉપેન્દ્રસિંહજી જાડેજા, શિવરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા,  કિશનસિંહ જગદેવસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને ત્રિલોકસિંહ જગદેવસિંહ જાડેજા નાં મોટા બાપુ અથવા કાકા રામચરણ પામેલ છે. હાલની વિકટ પરિસ્થિતિમાં  તેઓનું ટેલિફોનીક બેસણું રાખેલ છે.  કૃણાલસિંહ જયરાજસિંહ જાડેજા મો.નં. ૬૩૫૧૦૫૨૮૨૭.

જયોત્સનાબેન પાટડીયા

રાજકોટ : સોની રામજી સવજી વાળા પ્રભુદાસ દામોદરદાસ પાટડીયા બાલક્રિષ્ણા રોલપ્રેસવાળા ના પુત્રવધુ તે સુરેશભાઈના ધર્મપત્ની અ.સૌ.જ્યોત્શનાબેન (ઉ.વ.૬૫) તે ગો.વા. પ્રબોધચંદ્રના નાનાભાઈના ધર્મપત્ની તે ગો.વા.હર્ષદભાઈ,હરેશભાઈ તથા રાજુભાઈના ભાભી તથા પ્રશાંત, શિલ્પાબેન ગિરીશકુમાર આડેસરા, માલાબેન મિલનકુમાર રાણપરા તથા પૂર્વીબેન દિનેશકુમાર રાણપરાના માતુશ્રી તે અમૃતલાલ મુળજીભાઈ આડેસરા (ટી. ટી.) ગોંડલવાળા નાદિકરી તે ભૂપતભાઈ તથા ગો.વા. જગદીશભાઈના બેન તા.૧૨ના રોજ હરીશરણ પામેલ છે. સદગતનુ ટેલીફોનીક બેસણું તા. ૧૫ ના ગુરૂવારના રોજ સવારે ૧૦.૩૦ થી ૧૧.૩૦    રાખેલ છે. લૌકિક વ્યવહાર બંઘ રાખેલ છે. અરવિંદભાઈ ૭૦૧૬૪૫૨૬૧૧, હરેશભાઈ ૯૯૨૪૩૩૬૮૦૨, રાજુભાઈ ૯૬૨૪૦૮૪૨૫૨. અમિતભાઇ ૯૯૭૪૧૮૪૨૫૨, કમલેશભાઈ ૯૪૨૯૫૦૨૩૧૪, પ્રશાંતભાઇ ૮૦૦૦૦૪૦૨૯૯,  પિયર પક્ષ, ભૂપતભાઈ ૯૮૯૮૩૩૭૭૪૭, ચિરાગભાઇ ૯૯૭૪૮૯૮૭૧૩.

પુષ્પાબેન માંડલીયા

રાજકોટઃ દશા સોરઠીયા વણિક પુષ્પાબેન (ઉ.વ.૮૬) તે સ્વ.કાંતિલાલ માંડલીયાના ધર્મપત્નિ તે શરદભાઈ, પ્રકાશભાઈ, રાજુભાઈ તથા વર્ષાબેન ભુપેનદ્રકુમાર ધ્રુવના માતુશ્રી તથા મનુભાઈ મોહનભાઈ માંડવીયાના ભાભી તથા હિરેન, કિશન, સાગર, વૈશાલી શેખર પારેખ, જલ્પા ચિંતન સાંગાણી તથા કાજલ કુણાલ ધાબળિયાના દાદીજી તથા સ્વ.હરિલાલ, સ્વ.જયંતિલાલ નાનાલાલ, સ્વ.હસમુખલાલ પ્રેમચંદ ઝવેરી તથા સ્વ.લાભુબેન વી. ધોળકીયાના બહેન તા.૧૨ સોમવારના રોજ શ્રીજીચરણ પમેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૫ ગુરૂવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. શરદભાઈ મો.૯૩૭૫૭ ૧૧૨૬૮, પ્રકાશભાઈ મો.૯૮૯૮૪ ૮૮૮૨૭, રાજુભાઈ મો.૮૧૨૮૦ ૬૭૭૩૭

પરસોતમભાઈ રાજા

રાજકોટઃ મુળ જામજોધપુર નિવાસી હાલ રાજકોટ સ્વ.હરિદાસ સવજીભાઈ રાજાના પુત્ર પરસોતમભાઈ રાજા (ઉ.વ.૭૯) તે સ્વ.જમનાદાસભાઈ, અમૃતલાલ, કાકુભાઈ, સ્વ.કાંતિભાઈ, સ્વ.જયંતિભાઈ, વજુભાઈ, શારદાબેન, ઈન્દુબેન, જાગૃતિબેનના ભાઈ, સ્વ.ગીરધરલાલ જેઠાલાલ બલદેવના જમાઈ તથા દિપ્તીબેન જીજ્ઞેશભાઈ કારીયાના પિતાશ્રી તા.૧૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તથા સાસરા પક્ષની સાદડી તા.૧૫ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે.

નિલેશભાઈ ગજજર

રાજકોટઃ નિવાસી ગુણવંતરાય વિઠ્ઠલદાસ જગુદનીયા (પુનીત ઘરઘંટીવાળા)ના જમાઈ તે આશાબેનના પતિ નિલેષભાઈ બંસીલાલ ગજજરનું તા.૧૧ રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું ગુરૂવારે રાખેલ છે. ગુણવંતભાઈ મો.૯૪૨૮૦ ૩૮૦૧૮

જયાબેન કાચા

રાજકોટઃ ગુ.ક્ષ.કડિયા મૂળ જામવણથંલી હાલ રાજકોટ જયાબેન જગજીવન કાચા (ઉ.વ.૬૮) તે સ્વ.જગજીવન ગોવિંદજી કાચાના ધર્મપત્નિ જયેશભાઈ કાચા, રાજેશભાઈ કાચા તથા સંજયભાઈ કાચાના માતુશ્રી તથા રાજભાઈ, હિતેનભાઈ, નૈમિષ તથા મિહિરના દાદીશ્રીનું તા.૧૨ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૬ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સંજયભાઈ મો.૯૯૦૪૯ ૪૯૨૭૪, રાજેશભાઈ મો.૯૬૩૮૨ ૧૪૨૨૫

પદમાબેન મકવાણા

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડીયા રાજકોટ નિવાસી સ્વ.ઘનશ્યામભાઈ છોટાલાલ મકવાણાના ધર્મપત્નિ પદમાબેન (ઉ.વ.૭૦) તે દિપકભાઈ અને સ્વ.હરેશભાઈના માતુશ્રીનું તા.૧૨ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૫ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. દિપકભાઈ મકવાણા મો.૯૫૧૦૪ ૧૨૧૯૦, ધર્મેશભાઈ મકવાણા મો.૯૬૮૭૮ ૭૮૭૫૨

સંજયભાઇ મહેતા

રાજકોટ : ખારચીયા નિવાસી હાલ રાજકોટ સ્વ. કાંતિલાલ ઝવેરચંદ મહેતાના પુત્ર સંજયભાઇ મહેતા  (ઉ.વ.પર) તે પરેશભાઇ, સ્વ. ભાવેશભાઇ, પિયુષભાઇ, તથા પંકજભાઇ મહેતાના લઘુબંધુ તથા વિરજી અમરશીભાઇ માથકીયાના ભાણેજનું ૧૧ ને રવિવારે અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા. ૧પ ને સાંજે ૪ થી ૬  રાખેલ છે. પરેશભાઇ મહેતા, ૯૩ર૮૯ ૯૯ર૯૯, પીયુષભાઇ મહેતા મો. ૯૯૦૯૦ ૪૦૪૧૪

નરેન્દ્રભાઇ ત્રિવેદી

જસદણઃ નરેન્દ્રભાઇ રવિશંકરભાઇ ત્રિવેદી(ભીખુભાઇ) મુ.ગોરૈયા હાલ ગોરૈયા તે રાહુલભાઇના પિતાશ્રી તથા રાજેન્દ્રભાઇ મણીશંકર ત્રિવેદી (અમદાવાદ)ના નાનાભાઇ તથા જયમુની સાહેબ (કબીર આશ્રમ-લીંબડી) તથા પ્રવીણસાગર તથા શિવશંકર ભાઇ તથા ઇન્દુબેન સુરેશભાઇ શુકલ (સાયલા) ના મોટાભાઇ તથા સ્વશ્રી નાનાલાલ શિવલાલ શુકલ (આણંદપુર)ના જમાઇ તથા સુરેશભાઇ તથા શરદભાઇ તથા ઘનશ્યામ ભાઇ શુકલ (આણંદપુર)ના બનેવીનું તા.૧૩ મંગળવારે અવસાન થયેલ છે. બેસણું તા.૧પને ગુરૂવારે સવારે ૯ થી સાંજના પ કલાક સુધી મોુ.ગોરૈયા તેમના નિવાસસ્થાને રાખવામાં આવેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. રાહુલભાઇ મો.૭૯૯૦૭ ૦૮૦૧૩, પ્રવીણ સાગર મો.૯૭ર૩પ ૩૩૯૮ર.

રણધીરભાઇ ચૌહાણ

મોરબીઃ રણધીરભાઇ કાનજીભાઇ ચૌહાણ (રાણાભાઇ) તે રણજીતભાઇ, સરોજબેનના નાનાભાઇ અને વિવેકભાઇ તથા ડો.સાક્ષીબેનના પિતાશ્રીનું તા.૧૩ના અવસાન થયેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૧૬ના શુક્રવારે રાખેલ છે.

જયોત્સનાબેન પારેખ

મોરબીઃ સ્વ. મનહરલાલ અભેચંદ સંઘવીના પુત્રવધુ તેમજ સ્વ.રતીલાલ અમરચંદ પારેખના પુત્રી જયોત્સનાબેન ગુણવંતરાય સંઘવી (ઉ.વ.૭૦) તે દિપેશભાઇ, જલ્પાબેનના માતૃશ્રી તેમજ ખુશી, કર્તવી, હીરના દાદીમા તેમજ નેહાબેન તથા રાજુભાઇ મહેતાના સાસુ તા.૧૩ના અરીહંતશરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ રાખેલ છે. મો.૯૮૨૫૩ ૫૦૭૦૬, ૯૮૨૫૫ ૯૯૬૮૪

મુકતાબેન મારૂ

ઉપલેટાઃ જુનાગઢ નિવાસી મુકતાબેન તે ધરમશીભાઇ મેઘજીભાઇ મારૂના પત્નિ અને પ્રવીણભાઇ પ્રકાશભાઇ અને ભરતભાઇના માતુશ્રીનું તા.૧૩ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રવીણભાઇ ૯૪૨૯૮ ૨૮૧૨૧, પ્રકાશભાઇ ૬૩૫૩૩ ૬૪૮૭૦, ભરતભાઇ ૯૯૦૯૬ ૯૦૯૦૫

જીતેન્દ્રભાઇ ભટ્ટ

વાંકાનેરઃ ભટ્ટ રમણીકલાલ વશનજીભાઇના મોટા પુત્ર જીતેન્દ્રભાઇ ભટ્ટ ઉ.વ.૪૮ તે પિયુષભાઇના મોટાભાઇ તથા ભટ્ટ હરીશભાઇ રસીકલાલ અને અશોકભાઇના કાકાના દિકરાનું તા.૧૩ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું: તા.૧૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.નં.૯૮૨૪૬ ૧૬૬૬૮, ૭૯૯૦૯ ૪૦૩૬૮

મધુકાન્તાબેન કંસારા

મોરબીઃ ચુડા નિવાસી કંસારા લીલાધર રતિલાલના પત્નિ મધુકાન્તાબેન કંસારા તે કંસારા હીરાલાલ કાલિદાસ મોરબીના દીકરી તેમજ રમણીકભાઇ, સ્વ.ચંદુભાઇ, ભરતભાઇ ભાસ્કરભાઇ અને નીતિનભાઇના બહેનનું તા.૧૩ના રોજ અવસાન થયું છે.

દિલીપભાઇ ગોકળગાંધી

મોરબીઃ પચ્ચીસ ગામ ભાટિયા મોવિયાવાળા દિલીપભાઇ નારણદાસ ગોકળગાંધી (ઉ.વ.૭૪) તે નરેન્દ્રભાઇ, હરેશભાઇ, મંજુલાબેન આશર (જામનગર), જશુબેન પલેજા (લાલપુર), રતનબેન દુતીયા (સિકંદરાબાદ) તથા જયશ્રીબેન સરૈયા (સિકંદરાબાદ)ના ભાઇ તા.૧૨ના રોજ શ્રીજી ચરણ પામેલ છે.

જયપાલસિંહ જાડેજા

રાજકોટઃ ગોંડલના નાના વડીયા નિવાસી જયપાલસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.વ.૭૮) તે પ્રદીપસિંહના નાનાભાઇ તથા યશપાલસિંહના પિતાશ્રીનું તા.૧૨ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા.૧૫ને ગુરૂવારના રોજ નાનાવડીયા મો.૯૦૧૬૮ ૬૧૦૮૪ મુકામે સાંજે ૩ થી ૬ રાખેલ છે.

નવિનચંદ્ર જડિયા

ગોંડલઃ સોની સ્વ. ધીરજલાલ ઠાકરશી જડિયાના પુત્ર નવિનચંદ્ર (ઉ.વ.૯૧) તે હરેશભાઇ (હરેશ સ્ટુડિયો)ના મોટાભાઇ તે રાજુભાઇ કૌશિકભાઇ, જીતુભાઇ(લંડન), ભાવેશભાઇ, તૃપ્તિબેન (લંડન)ના પિતાશ્રી તે સોની નરસીદાસ કાનાભાઇ પારેખ (રિબડાવાળા)ના જમાઇનું તા.૧૩ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.૧૫ને સવારે ૧૦:૩૦ થી ૧૨ રાખેલ છે.

પ્રવિણચંદ્ર વઢવાણા

ધોરાજીઃ સોની પ્રવીણચંદ્ર અમૃતલાલ વઢવાણા ઉ.વ.૮૦ તે ગો.વા.કાંતિલાલ અમૃતલાલના નાના ભાઇ તેમજ  ગો.વા.જશવંતભાઇ અમૃતલાલ તથા પ્રતાપભાઇ અમૃતલાલના મોટાભાઇ તેમજ હીનાબેન ઉમેશકુમાર રાજપરા રાજકોટ, માધવીબેન વિજયકુમાર વડનગરા જામનગર, કલ્પનાબેન દીપકકુમાર ઝીંઝુવાડિયા રાજકોટના પિતાશ્રી તેમજ નરેન્દ્રભાઇ, મિતેશભાઇ, રાજુભાઇ, નિલેશભાઇના કાકા તથા દેવાંગભાઇ, અનિલભાઇના ભાઇજી આજરોજ તા.૧૨ને સોમવારે શ્રીજી ચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું: તો૧૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.નં.પ્રતાપભાઇ ૯૮૯૮૫ ૩૫૬૦૪

હરેશભાઈ દેસાઈ

રાજકોટઃ સ્વ.ચુનીલાલ જેઠાલાલ દેસાઈ લાઠ ભીમોરા નિવાસી હાલ રાજકોટ સ્વ.જેન્તીભાઈ તથા બીપીનભાઈ, કિર્તીભાઈના નાનાભાઈ તથા સૂર્ય વિજય મહાસતીજીના સુશિષ્યા ધર્મિષ્ઠાબાઈ મહાસતીના નાનાભાઈ સ્વ.હરેશભાઈ (ઉ.વ.૬૩) તે કુશલના પપ્પા અને મોરબી નિવાસી કાંતિલાલ મહેતાના જમાઈ સ્વ.અરૂણભાઈ તથા કમલભાઈ, સ્વ.દીપકભાઈના બનેવી મોરબીવાળા રમેશભાઈ મહેતાના સાઢુભાઈ તા.૧૨ સોમવારના રોજ અરિહંત શરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૫ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. વિરલભાઈ દેસાઈ મો.૯૭૧૨૩ ૦૦૫૩૩, નિરવભાઈ દેસાઈ મો.૯૮૨૫૩ ૮૩૧૬૫, ધર્મેશભાઈ દેસાઈ મો.૮૭૫૮૧ ૮૭૭૩૮, મીનાબેન દેસાઈ મો.૯૪૦૯૦ ૦૮૫૫૫

હસમુખભાઈ વ્યાસ

રાજકોટઃ મુળ ગામ સાણથલી, હાલ રાજકોટ નિવાસી ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ હસમુખભાઈ જયંતિલાલ વ્યાસ (એ.જી.ઓફિસ) (ઉ.વ.૬૨) તે ક્રિષ્નાબેન વ્યસાનાં પતિ, દિનેશભાઈ વ્યાસ (એડવોકેટ)ના મોટભાઈ, વૈશાલીબેન, દીપાલીબેન અને હીરબેનના પિતાશ્રી તથા વિરલભાઈ જોશી (રાજકોટ) અને અમિતકુમાર ભટ્ટ (વાંકાનેર)ના સસરાનું તા.૧૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. કોરોના મહામારી તથા હાલની વર્તમાન પરીસ્થિતિને ધ્યાનમાં રાખીને દિવંગતનું બેસણું તથા ઉત્તરક્રિયા સંપુર્ણ બંધ રાખેલ છે. દિનેશભાઈ જે. વ્યાસ મો.૯૮૨૫૨ ૩૧૨૪૪, વિરલકુમાર જોષી મો.૭૯૯૦૮ ૬૫૨૭૧, અમીતકુમાર ભટ્ટ મો.૯૯૧૩૩ ૪૩૩૦૪

જયંતિલાલ પંડયા

રાજકોટઃ રાજકોટ નિવાસી જયંતિલાલ લક્ષ્મીશંકર પંડયા તે સંજયભાઈ જયંતિલાલ પંડયા (મો.૭૪૮૭૯ ૯૪૭૫૧) તથા મેહુલ જયંતિલાલ પંડયા (મો.૯૭૨૫૭ ૦૨૭૦૨)ના પૂજય પિતાશ્રીનું તા.૧૧ને દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૫ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

પ્રવિણભાઈ વ્યાસ

રાજકોટઃ  વાંકાનેર નિવાસી પ્રવીણભાઈ લાલજીભાઈ વ્યાસ જે મનોજભાઈ, પ્રકાશભાઈ તથા મોનાબેનના પિતાશ્રી અને જયવંતભાઈ તથા સુરેશભાઈના મોટાભાઈ તા.૧૩ના રોજ કોરોનાની મહામારીના કારણે રામચરણ પામેલ છે. જયવંતભાઈ વ્યાસ મો.૯૭૨૩૭ ૭૦૬૯૧, કૌશલભાઈ વ્યાસ મો.૯૮૯૮૮ ૨૫૬૯૩, સુરેશભાઈ વ્યાસ મો.૯૯૭૮૪ ૨૦૦૩૯, દિવ્યેશભાઈ વ્યાસ મો.૮૯૦૫૬ ૧૭૯૩૧, કૃષ્ણકાંતભાઈ વ્યાસ મો.૯૯૨૫૧ ૮૮૫૩૩

કિશોરચંદ્ર ગગલાણી

રાજકોટઃ શ્રી દશા સોરઠિયા વણિક જૂનાગઢ (આંકોલવાડી ગીરવાળા) સ્વ. કાંતિલાલ દુર્લભજી ગગલાણીના સુપુત્ર કિશોરચંદ્ર (ઉ.વ. ૬૮) તે વૃંદાવન, સ્વ. જગદીશચંદ્ર, સ્વ. અતુલકુમાર, મુકેશકુમાર તથા ચંદ્રિકા રમેશચંદ્ર ઘીયા, જયશ્રી પ્રફુલકુમાર ધોળકિયા, પુષ્પા (પ્રતિભા) પ્રફુલકુમાર રઘાણી, હેમા (હંસા) દિલીપકુમાર વંકાણીના ભાઈ તથા નીપા દિપકકુમાર કોટકોરીયા, મોનાલી રાજેશકુમાર પટેલના પિતાશ્રી તથા સ્વ. ચુનીલાલ વિઠલદાસ દોશી જામનગરના જમાઈ તા. ૧૨ના શ્રીજીચરણ પામેલ છે. તેમનુ ટેલીફોનિક બેસણુ તા. ૧૫ના સાંજે ૪ થી ૬ રાખેલ છે.(લૌકિકક્રિયા બંધ છે) વૃંદાવનભાઈના મોબાઈલ નં. ૯૪૨૭૪ ૫૦૩૨૧

હંસાબેન પાંડવ

રાજકોટઃ હંસાબેન બાબુભાઈ પાંડવ તે કાળુભાઈ, ગીતાબેન, દક્ષાબેન તથા ઈલાબેનના માતુશ્રી તથા નવલભાઈ, ચંદુભાઈ, પ્રતાપભાઈ, કિશોરભાઈ તથા જીતુબેનના કાકી તા. ૧૨ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૧૫ના ગુરૂવારે સાંજે ૪.૦૦ થી ૬.૦૦ કલાકે રાખેલ છે. નવલભાઈ મો. ૯૯૦૪૮ ૦૧૧૩૯, ચંદુભાઈ મો. ૯૮૨૪૨ ૨૧૪૩૬, કાળુભાઈ મો. ૯૯૭૮૦ ૭૬૦૧૧, પ્રતાપભાઈ મો. ૮૧૫૪૯ ૯૧૫૩૬, ગીતાબેન મો. ૯૫૭૪૦ ૮૩૦૬૩ છે.

કનૈયાલાલ કારેલીયા

લુહાર કનૈયાલાલ મેઘજીભાઈ કારેલીયા (ઉ.વ. ૮૩) તે જીતેન્દ્રભાઈના પિતાશ્રી તથા દિનેશભાઈ, દિલીપભાઈના કાકા તથા અલીયાબાળાવાળા સ્વ. ગીરધરભાઈ જેઠાભાઈ ડોડિયાના મોટા જમાઈનું તા. ૧૩ના અવસાન થયેલ છે. સદ્ગતનંુ ટેલિફોનિક બેસણુ તા. ૧૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. જીતેન્દ્રભાઈ મો. ૮૦૦૦૫ ૧૭૪૪૪ તથા દિલીપભાઈ મો. ૯૮૨૪૨ ૧૯૧૫૬ તેમજ પંકજભાઈ મો. ૯૮૨૫૫ ૯૭૪૭૩ છે.

જ્યોત્સનાબેન મકવાણા

રાજકોટઃ અ.સૌ. સ્વ. જ્યોત્સનાબેન નટવરભાઈ મકવાણા (ઉ.વ. ૫૭) તે નટવરભાઈ મકવાણા (પીડબલ્યુડી નિવૃત)ના પત્નિ તથા મોહિતભાઈ, કલ્પેશભાઈના માતુશ્રી તથા દિલીપભાઈ મકવાણાના પુત્રવધુ તા. ૧૧ના અવસાન પામેલ છે. જેમનું ટેલીફોનિક બેસણુ તા. ૧૫ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. કલ્પેશ મો. ૮૯૦૫૧ ૬૧૦૯૩ તથા મોહિત મો. ૮૪૬૦૭ ૦૬૫૯૨ તેમજ દિલીપભાઈ મો. ૯૮૨૪૫ ૮૧૯૧૯ અને નરેન્દ્રભાઈ મો. ૭૦૪૬૫ ૫૬૨૦૧ છે.

ડો. હસમુખભાઈ જોષી

રાજકોટઃ મેંદપરા નિવાસી હાલ મુંબઈ સ્વ. મુકુંદરાય વ્રજલાલ જોષીના પુત્ર તથા હર્ષાબેનના પતિ ડો. હસમુખભાઈ (ઉ.વ. ૫૭) વલ્લભનિધિ ટ્રસ્ટ શ્રીનાથજી હવેલી જુહુ-વિલેપાર્લે (વેસ્ટ)ના મુખ્યાજી તે સ્વ. સુભાષભાઈ, જગદીશભાઈ (જૂનાગઢ), કિરીટભાઈ, યશવંતભાઈ, યોગેશભાઈ (વાસી) તથા ગીતાબેન, કુંદનબેન, હરસુતાબેનના ભાઈ તા. ૧૨ના શ્રીજીચરણ પામ્યા છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૧૫ના ગુરૂવારે સાંજે ૪ થી ૫ રાખેલ છે.

દિપકભાઈ પરમાર

રાજકોટઃ ગુંદાસરા નિવાસી દિપકભાઈ નટવરલાલ પરમાર (ઉ.વ.૬૬) તે કેયુર પરમારના પપ્પાનું તા.૧૨ સોમવારના રોજ અવસાાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૫ ગુરૂવાર સાંજે ૫ થી ૬ રાખેલ છે. કેયુર પરમાર મો.૯૦૮૧૩ ૦૧૧૧૨, મો.૮૮૪૯૪ ૫૭૩૩૩, રેખાબેન પરમાર મો.૭૫૬૭૮ ૨૧૯૧૫, જીગરભાઈ પરમાર મો.૯૮૭૯૩ ૧૯૦૪૩, જીતેન્દ્રકુમાર સખવારા મો.૯૯૧૩૫ ૭૯૪૯૫, મયુરકુમાર સખવારા મો.૯૮૭૯૦ ૨૬૯૮૮

હરીશભાઈ રામાનુજ

રાજકોટઃ મુળ બગથળા હાલ રાજકોટ નિવાસી હરીશભાઈ દેવરામભાઈ રામાનુજ તે સ્વ.દેવરામભાઈના પુત્ર તથા સ્વ.વિઠ્ઠલદાસ રામદાસ નિમાવતના નાના જમાઈ તથા સુરેશભાઈ, મહેન્દ્રભાઈ, શરદભાઈના ભાઈ તથા દર્શિતાબેન અને અંજનભાઈના પિતાશ્રીનું તા.૧૦ શનિવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૫ ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. અંજન રામાનુજ મો.૯૫૮૬૬ ૩૫૫૭૫, દર્શિતા કારીયા મો.૯૬૦૧૫ ૬૫૫૫૬, ભારતી રામાનુજ મો.૯૪૨૯૫ ૪૪૬૭૯

દયાળજીભાઈ ડોસાણી

રાજકોટઃ દયાળજીભાઈ નારણદાસ ડોસાણી (ઉ.વ.૮૪) તે દિલીપભાઈ અને પ્રિતીબેન વિઠ્ઠલાણીનાં પિતાશ્રી, કવિનાં દાદા તથા ડો.ભાવીનભાઈ વિઠ્ઠલાણીનાં સસરા, તે જામનગર નિવાસી સ્વ.નારણદાસ દામજીભાઈ ગણાત્રાનાં જમાઈ તથા કનુભાઈ ગણાત્રા (કનૈયા સ્ટોર)નાં બનેવીનું તા.૧૨ના દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. પિયરપક્ષની સાદડી પણ ટેલીફોનીક રાખેલ છે. દિલીપભાઈ ડોસાણી મો.૯૮૨૪૨ ૧૭૦૧૭, પ્રિતીબેન વિઠ્ઠલાણી મો.૯૯૨૪૭ ૨૮૫૯૧, ડો.ભાવીન વિઠ્ઠલાણી મો.૯૮૨૪૦ ૨૮૫૯૧, કનુભાઈ ગણાત્રા મો.૯૮૨૪૨ ૯૩૩૬૬

નીતિનભાઈ વ્યાસ

રાજકોટઃ હડીયાણા ચોવિસી ઔ.ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ.લલીતભાઈ પ્રાણલાલ વ્યાસના મોટાપુત્ર તે સ્વ.બાલાશંકર જે. ભટ્ટના જમાઈ પ્રકાશભાઈ વ્યાસના મોટાભાઈ તથા ચિરાગભાઈના પિતાશ્રી નીતીનભાઈ લલીતભાઈ વ્યાસનું દુઃખદ અવસાન તા.૧૪ને બુધવારેના રોજ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૫ને સાંજે ૪ થી ૫ રાખેલ છે. પ્રકાશભાઈ વ્યાસ મો.૯૦૬૭૯ ૬૨૭૧૧, ચિરાગભાઈ વ્યાસ મો.૯૭૩૭૮ ૩૩૩૪૭

અબ્બાસભાઈ ભારમલ

રાજકોટઃ મ.અબ્બાસભાઈ હાતીમભાઈ ભારમલ યુસુફ ઈલેકટ્રીકલ્સ રાજકોટ તે મ.યુસુફભાઈ, મહંમદભાઈ, મ.સાલેહભાઈના ભાઈ તથા ફીરોઝ, ફરીદા તથા ઝહેરાના બાવાજી તા.૧૩ના રોજ વફાત થયેલ છે. મરહુમની ટેલીફોનીક જીયારત તા.૧૪ના રાત્રે ૮ વાગ્યે રાખેલ છે. મરહુમનું ટેલીફોનીક બેસણું તા.૧૫ના રોજ સાંજે ૪ થી ૬ વચ્ચે રાખેલ છે. મો.૯૮૨૪૧ ૯૭૦૦૫, મો.૮૧૬૦૦ ૫૧૨૪૯

મીનાબેન રાયચુરા

રાજકોટઃ સ્વ.ભગવાનજી ગોરધનદાસ રાયચુરા કાપડવાળાના પુત્ર સ્વ.રમેશભાઈના ધર્મપત્નિ મીનાબેન રમેશભાઈ રાયચુરા તે રીતેશ, અર્ચના રાજેશકુમાર, મનીષભાઈ (મોનાર્ક)ના માતુશ્રી તા.૧૨ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.૧૫ ગુરૂવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક રાખેલ છે. કૌશિકભાઈ મો.૯૨૨૮૪ ૦૩૩૩૬, હેતલભાઈ મો.૯૮૨૪૫ ૪૬૪૦૨

જાગૃતિબેન પંડયા

રાજકોટઃ ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ હિતેનભાઈ બળવંતભાઈ પંડ્યા (સ્વામિનારાયણ ગુરૂકુળ)ના પત્ની  જાગૃતિબેન (જયશ્રીબહેન ઉ.વ.૫૪) તે મયંકભાઇ તથા માધવીબેન ધવલભાઈ મહેતાના માતુશ્રી તે દિલીપભાઈ પંડ્યા (અમદાવાદ), નીલેશભાઈ અને મીરાબેન પ્રકાશભાઈ ભટ્ટ (પોરબંદર)ના ભાભીનું તા.૧૪ના રોજ અવસાન થયું છે.  સદગતનું ટેલિફોનિક બેસણું તા. ૧૫ના રોજ સાંજના ૪ થી ૬   મયંકભાઇ મો.૯૯૭૮૯ ૨૨૨૭૧, હિતેનભાઈ મો.૯૮૨૪૫ ૦૮૨૦૮, દિલીપભાઈ મો.૯૪૨૯૯ ૦૬૨૩૩, નિલેશભાઇ મો.૭૦૪૧૫ ૪૯૮૪૫

રાજેશ્વરીબેન નિમાવત

રાજકોટઃ નિવાસી ભરતભાઈ દલપતભાઈ  નિમાવતના પુત્રવધુ તે  રાજેશભાઈ ભરતભાઈ નિમાવત ના ધર્મપત્ની સ્વ.રાજેશ્વરીબેન રાજેશભાઈ  નિમાવત તા.૧૩ના રોજ શ્રી રામ શરણ પામેલ છે,તેમનું ટેલિફોનિક બેસણું તા.૧૫ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે. ભરતભાઈ દલપતભાઈ નિમાવત ૅંમો. ૭૪૩૩૮ ૯૮૦૬૬, સંજયભાઈ નિમાવત મો. ૭૦૧૬૦ ૮૮૦૨૪, નિલેશભાઈ નિમાવત મો.૯૨૬૫૯ ૬૬૦૬૧ વર્તમાન પરિસ્થિતિ ને અનુલક્ષીને બેસણું તથા લૌકિક ક્રિયા બંધ છે.

પદ્દમાબેન સચદે

રાજકોટઃ કરાંચીવાળા સ્વ.છગનલાલ દેવકરણ સચદેના પુત્ર શાંન્તીલાલ સી.સચદેના ધર્મપત્નિ પદમાબેન શાંન્તીલાલ સચદે તે દિવ્યેશભાઈ તથા પૂર્વીબેનના માતુશ્રી તેમજ લીના દિવ્યેશભાઈ સચદે તથા સુનીલકુમાર કોટકના સાસુ તે પરમાંનદભાઈ સચદે તથા વિનાયક સચદેના ભાભી તે દયાજીભાઈ ભોજાણીની પુત્રીનું તા.૧૨ને સોમવારે અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૫ને ગુરૂવાર સવારે ૯ થી ૧૧ રાખેલ છે. શાંન્તીલાલ મો.૯૭૨૪૧ ૫૮૮૪૯, દિવ્યેશ મો.૯૯૦૯૬ ૦૩૦૦૫ (૨૫૮૧૬૩૮)

પ્રવિણભાઈ કવૈયા

રાજકોટઃ પ્રવિણભાઈ બેચરભાઈ કવૈયા (ચિભડાવાળા)ના ધર્મપત્નિ નિર્મળાબેન (ઉ.વ.૬૮) તે જેન્તિભાઈ, લલીતભાઈ, જગદીશભાઈ તથા મહેશભાઈના મોટાભાભી તથા વિજયભાઈ, સંજયભાઈ, અજયભાઈ તથા રેખાબેનના માતુશ્રીનું તા.૧૩ના દુઃખદ અવસાન થયેલ છે. બેસણું તા.૧૫ને ગુરૂવારે ૩:૩૦ થી ૫:૩૦ તેમના નિવાસસ્થાને નવલનગર-૩ને છેડે ખોડીયાર મંડપ સર્વિસની સામે રાખેલ છે. (હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીને કારણે સરકારશ્રીના નિયમ અનુસાર ટેલીફોનીક બેસણું રાખેલ છે.) વિજયભાઈ મો.૯૮૨૪૮ ૨૨૩૭૨, જગદીશભાઈ મો.૯૮૨૫૨ ૯૯૬૦૭

મનિષભાઈ રાયચુરા

રાજકોટઃ સ્વ ભગવાનજી ગોરધનદાસ રાયચુરાના પૌત્ર અને રમેશભાઈ રાયચુરાના  દીકરા તેમજ રિતેશ ભાઈ અને અર્ચના બેન  રાજેશ કુમારના નાનાભાઈ તથા સુભાષભાઈ અંદરજીભાઈ  ગોંધિયા ના જમાઈ મનીષભાઈ રમેશભાઈ રાયચુરા(ઉંમર ૩૭) નું દુઃખદ અવસાન તા. ૧૩ મંગળવારના રોજ થયેલ છે .જેનું ટેલિફોનિક ઉઠમણું તથા સસરાપક્ષ ની સાદડી તા. ૧૫ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.  કૌશિકભાઈ રાયચુરા મો. ૯૨૨૮૪  ૦૩૩૩૬,  સુભાષભાઈ ગોંધિયા- મો.૯૮૯૮૧ ૬૪૮૩૪

રંજનબેન વોરા

રાજકોટઃ રંજનબેન અરવિંદભાઈ વોરા (ઉ.વ.૭૪) તે સ્વ.અરવિંદભાઈ જમનાદાસ વોરાનાં ધર્મપત્નિ મિરાત તથા કૃણાલનાં માતુશ્રી તેમજ નિખિલ, નિરવ અને નેહલ વોરાનાં કાકી તથા સ્વ.જનકભાઈ ભવાનીશંકર મહેતાનાં બેન અને પુષ્પાબહેન મહેતાના નાના બહેનનું તા.૧૨નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓનું ટેલીફોનીક બેસણું તા.૧૫ ગુરૂવારનાં રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. નિખિલ વોરા મો.૯૮૨૫૨ ૧૫૮૯૯, મિરાત વોરા મો.૯૮૭૯૨ ૨૧૨૮૯, કૃણાલ વોરા મો.૯૯૭૯૯ ૦૮૯૨૬, પુષ્પાબેન મહેતા મો.૯૮૯૮૦ ૬૮૭૮૩

કુંદનબેન ચૌહાણ

રાજકોટઃ મચ્છુ કડિયા સઈ સુથાર ગામ- ટંકારા હાલ રાજકોટ સ્વ.કુંદનબેન નિતીનભાઈ ચૌહાણ (ઉ.વ.૫૪) તે સુરેશભાઈ તથા કિશોરભાઈના નાનાભાઈના ધર્મપત્નિ તેમજ મોહિત, હેતલ, ચાંદની, અશ્વીન, ધારાના માતુશ્રીનું તા.૧૧ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૫ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખવામાં આવેલ છે. નિતીનભાઈ ચૌહાણ મો.૯૧૭૩૮ ૪૧૪૪૭, મોહિતભાઈ ચૌહાણ મો.૭૬૨૩૮ ૮૦૦૦૮, કિશોરભાઈ ચૌહાણ મો.૯૮૯૮૧ ૫૭૯૯૫, સુરેશભાઈ ચૌહાણ મો.૯૭૨૫૮ ૮૦૨૧૮

નિર્મળાબેન દુધૈયા

મીઠાપુરઃ નિર્મળાબેન અમૃતલાલ દુધૈયાનું તા.૧૩ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧પ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. વિજયભાઇ દુધૈયા ૯રર૭૬ ૭૬૦૩૮, ૭૬૦૦૭ ૧૩ર૬ર, મીતાબેન દુધૈયા ૯૪ર૮ર ૧૦૩૦૦, રાજુભાઇ દુધૈયા ૯૮ર૪ર ૮૮પ૯૯.

દિનુબાળાબેન માણેક

રાજકોટઃ દીનુબાળાબેન જમનાદાસ માણેક (ઉ.વ.૮૩) નિવૃત શિક્ષિકા કપિંજલ હાઈસ્કુલ તે જમનાદાસ મંગળજી માણેકના પુત્રિ તથા સ્વ.પ્રફૂલચંદ્ર જમનાદાસ માણેક તથા કંચનબેન ધીરજલાલ નથવાણીના નાના બહેન તથા દિવ્યેશ તથા મિતેશના ફૈબા તા.૧૨ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૫ ગુરૂવારનાં સાંજે ૪ થી ૬ રાખેલ છે. દિવ્યેશ મો.૯૮૨૪૩ ૯૭૬૬૭, મિતેશ મો.૯૪૦૯૭ ૬૧૪૯૫

પાર્વતીબેન બકરાણીયા

રાજકોટઃ નિવાસી પાર્વતીબેન (ઉ.વ.૮૯) તેઓ જીવણલાલ પ્રેમજીભાઈ બકરાણીયાના ધર્મપત્નિ, સ્વ.કિશોરભાઈ તેમજ જેન્તીભાઈ, કિરીટભાઈ, મંજુલાબેન જે. ભાલારાના માતુશ્રી તેમજ હાર્દિક તથા હેનિલના દાદીમા તથા દિનેશભાઈ ડાયાભાઈ ગોરેચાના બહેનનું  તા.૧૧ના રોજ અવસાન થયું છે.  ટેલીફોનીક બેસણું તા.૧૫ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

વિનોદકુમાર શાહ

રાજકોટઃ દેવચરાડી જૈન સંઘ દેરાસરના ટ્રસ્ટી હાલ રાજકોટ જૈન જીવદયાપ્રેમી રીટાયર્ડ સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ રાજકોટ વિનોદકુમાર વાડીલાલ શાહ તે પ્રવિણાબેનના પતિ, જીવદયા ગ્રુપ તથા વ્હાલુડી વિવાહના કાર્યકર્તા નીખીલભાઈ તથા જતીનભાઈનાં પિતાશ્રી, રસીકભાઈ, સ્વ.ભુપેન્દ્રભાઈ, નવીનભાઈ, અશોકભાઈ, સ્વ.કિશોરભાઈ, સ્વ.શારદાબેન અને સ્નેહલતાબેનનાં ભાઈ, સ્વ.પ્રવીણભાઈ તથા હસમુખભાઈના બનેવી, સ્વ.જયંતીલાલ દોશી (વીજાપુર)નાં જમાઈ, મીતલબેન તથા માનસીબેનનાં સસરા, પ્રાચી અને કીઆનનાં દાદા તા.૧૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૫નાં રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. નીખીલભાઈ શાહ મો.૯૪૨૮૨ ૩૫૯૩૬, જતીનભાઈ શાહ મો.૯૪૨૯૩ ૭૬૮૬૮, નવીનભાઈ શાહ મો.૯૪૨૯૦ ૯૭૬૩૨, હસમુખભાઈ દોશી મો.૯૫૩૭૩ ૭૩૩૦૦, અશોકભાઈ શાહ મો.૭૨૨૭૯ ૮૧૬૪૦

કિરીટભાઇ ચૌહાણ

રાજકોટઃ કિરીટભાઇ બચુભાઇ ચૌહાણ (ઉ.વ.પ૬) (એસબીઆઇ-એનઆરઆઇ બ્રાન્ચ) તે હકાભાઇ મુળજીભાઇ ચૌહાણ અને નાજાભાઇ મુળજીભાઇ ચૌહાણ અને નાજાભાઇ મુળજીભાઇ ચૌહાણનાં ભત્રીજા તથા સુમીત અને રૂપલના પિતાશ્રી તેમજ દિનેશભાઇ હકાભાઇ ચૌહાણ (પ્રદુષણ બોર્ડ), હરેશભાઇ હમીરભાઇ ચૌહાણ (વિ.હી.પ બજરંગદળ), રાજેશભાઇ નાજાભાઇ ચૌહાણ (કેન્સર હોસ્પીટલ), ગોવિંદભાઇ ચૌહાણ (સદભાવના હોસ્પીટલ), પ્રવિણભાઇ ચૌહાણ, હસમુખભાઇ ચૌહાણ, લલીતભાઇ ચૌહાણ (રાજ કેટરર્સ), સુરેશભાઇ ચૌહાણ અને કિશોરભાઇ ચૌહાણનાં મોટાભાઇનું તા.૧૩-૪-ર૦ર૧ને મંગળવારે અવસાન થયું છે. તમામ ક્રિયાવિધિ વર્તમાન પરિસ્થિતિને કારણે મુલત્વી રાખેલ છે. ટેલીફોનીક બેસણું મો.૯૯૦૯૯ ૯૬૯૦૯, ૭૦૧૬પ ૮૮૬૭૬, ૭૦૬૯૩ ૯૬૪૦૦, ૯૬૬ર૦ ૭૦૬પ૭ ઉપર રાખેલ છે.

હિરાબેન ભટ્ટી

રાજકોટઃ ત્રંબા નિવાસી હાલ રાજકોટ વાણંદ સ્વ.રણછોડભાઈ બાવાભાઈ ભટ્ટીના ધર્મપત્નિ હીરાબેન રણછોડભાઈ ભટ્ટ (ઉ.વ.૭૧) તે જગદીશભાઈ ભટ્ટી, ભાવનાબેન શીશાંગીયા, ઈલાબેન માલાણી, જયશ્રીબેન લાંઘણોજાના માતુશ્રી તથા શાંતિલાલ ભટ્ટીના ભાભી તેમજ સારંગ ભટ્ટીના દાદીમાનું તા.૧૨ના રોજ અવસાન  થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું તા.૧૫ને ગુરૂવારના રોજ ૪ થી ૬ રાખેલ છે. જગદીશભાઈ ભટ્ટી મો.૯૮૨૪૧ ૮૧૯૭૧, શાંતિલાલ ભટ્ટી મો.૯૮૨૫૩ ૩૨૧૩૮, સારંગ ભટ્ટી મો.૮૩૨૦૨ ૭૬૯૧૦

નિર્મળાબેન મોદી

રાજકોટઃ નિર્મળાબેન રજનીકાંત મોદી (ઉ.વ.૮૨) તે સ્વ.રજનીકાંત મણીલાલ મોદીના ધર્મપત્ની તથા સ્વ.શશીકાંતભાઈના ભાભી તેમજ ઈલાબેન (અમેરીકા)ના જેઠાણી તેમજ રાજેશ, સંજય, જીજ્ઞેશ તથા જયોતિકાના માતુશ્રી તેમજ સ્વ.શાંતીલાલ એન.દામાણીના પુત્રી તેમજ અલ્કાબેન, અંજલીબેન તથા સુનીલભાઈ દેસાઈના સાસુ તેમજ જોલી, સચીન, પ્રીતી, દિપાલીના ભાભુ તથા મલય, ફોરમ, કાજલ, યજ્ઞાના દાદીમાં તા.૧૨ને સોમવારના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૫ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે.

નલીનીબેન શાહ

રાજકોટઃ દશા સોરઠીયા વણીક રાજકોટ નિવાસી નલીનીબેન રમણીકલાલ શાહ (ઉ.વ.૭૫) તે સ્વ.રમણીકલાલ માણેકચંદ શાહના પત્ની, અર્ચનાબેન મહેશભાઈ શાહના માતુશ્રી સ્વ.વિનોદરાય તલકચંદ વસાણી નટવરલાલ વસ્તાણી, દલસુખભાઈ વસ્તાણીના બહેન અને હરિલાલભાઈ તથા દિનેશભાઈ શાહના ભાભી, મહેશ એન. શાહના સાસુ તથા ક્રિશ અને ક્રિષ્નાના નાની તા.૧૨ને સોમવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સદ્દગતની લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૫ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. અર્ચનાબેન મો.૯૮૨૪૮ ૪૩૬૩૯, મહેશભાઈ મો.૯૯૨૫૭ ૬૯૩૬૫

સુરેન્દ્રસિંહ ગોહિલ

રાજકોટઃ લંગાળા હાલ રાજકોટ  સુરેન્દ્રસિંહ ભીખુભા ગોહિલ (ઉ.વ.૫૭) તે કિરીટસિંહ ભીખુભા ગોહિલના મોટાભાઇ અને પુષ્પરાજસિંહ (રાજકોટ પોલીસ) તથા ધર્મરાજસિંહના પિતાશ્રી તા. ૧૨/૪ના દેવચરણ પામ્યા છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા. ૧૪ના ગુરૂવારે સવારે ૮ થી ૧૨, સાંજે ૪ થી ૬ રાખેલ છે. (કિરીટસિંહ-૯૦૯૯૮ ૭૦૦૩૫, પુષ્પરાજસિંહ-૯૮૨૪૮ ૦૦૦૯૮, ધર્મરાજસિંહ-૯૯૨૫૧ ૦૦૦૯૮)

રંજનબેન જસાણી

જસદણ : વીંછીયા નિવાસી હાલ રાજકોટ રંજનબેન ચુનીલાલ જસાણી (ઉ.વ.૬૧, નિવૃત શિક્ષીકા) જે દર્શનભાઇ બરાલીયા (રાજકોટ), અમીતાબેન હિતેશકુમાર સોમૈયા (આટકોટ), ધારાબેન ભાવીનકુમાર ઠકકર (શિલી, આણંદ)ના માતુશ્રી, જે કાંતિભાઇ જસાણી (વિંછીયા વાળા) વિનુભાઇ જસાણી (વિંછીયાવાળા)ના બહેનનું તા. ૧ર નાં રાજકોટમાં અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૧પ ના પ થી ૬ રાખેલ છે. દર્શનભાઇ બરાલિયા મો. ૯૩ર૭૦ ૮૭૦૩૦, હિતેશકુમાર સોમૈયા ૯૩૭૭૯ ર૩૧૭ર, ભાવીનકુમાર ઠકકર ૮૭૮૦૯ ૬૮૦૮૧, અમીતાબેન સોમૈયા ૯૭રર૬ ૩૯૪૪૩

વિદુલાબેન ટોળીયા

મોરબી : સ્વ. પ્રવિણચંદ્ર મગનલાલ ટોળીયાના પત્નિ તથા હેમેન્દ્રભાઇ, જીજ્ઞેશભાઇ ટોળીયા તથા વંદના અને પલ્લવીના માતુશ્રી વિદુલાબેન ટોળીયાનું તા. ૧૩ ના અવસાન થયેલ છે. તા. ૧પ ના ટેલીફોનિક બેસણુ સાંજે ૪ થી ૬ રાખેલ છે. હેમેન્દ્રભાઇ ૯૮૭૯ર ૦ર૪૩૧, જીજ્ઞેશભાઇ મો. ૯૯૭૯૪ ૬૮૯૪૯

રણધીરભાઇ ચૌહાણ

મોરબી : રણધીરભાઇ કાનજીભાઇ ચૌહાણ (રાણાભાઇ) તે રણજીતભાઇ, સરોજબેનના નાનાભાઇ અને વિવેકભાઇ, ડો. સાક્ષીબેનના પિતાશ્રીનું તા. ૧૩ ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા. ૧૬ ને શુક્રવારે રાખેલ છે. રણજીતભાઇ મો. ૯૯રપપ ૮૧૯ર૮ વિવેકભાઇ મો. ૯પ૧ર૭  ૧ર૯ર૯

વિજયભાઈ રાધનપરા

ગૌરીદળઃ સ્વ. દયાળજીભાઈ ચુનીલાલ રાધનપરાના જયેષ્ઠ પુત્ર વિજયભાઈ તે પ્રવીણચંદ્ર ચુનીલાલ રાધનપરાના ભત્રીજા તથા ચિન્ટુભાઈ તથા ધાર્મીબેનના પિતા તથા અનિલભાઈ અને પંકજભાઈના મોટભાઈનુ તા. ૧૨ના અવસાન થયેલ છે. તેમનુ ટેલીફોનિક બેસણુ તા. ૧૫ના ગુરૂવારે સાંજે ૪ થી ૫ વાગ્યે ગૌરીદળ મુકામે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. પ્રવિણભાઈ મો. ૯૯૨૪૧ ૦૮૪૬૫ તથા અનિલભાઈ મો. ૯૭૧૨૧ ૫૮૮૨૨ તેમજ ચિન્ટુભાઈ મો. ૯૭૨૬૫ ૦૭૯૦૯ છે.

પાર્વતીબેન બકરાણીયા

રાજકોટઃ પાર્વતીબેન (ઉ.વ. ૮૯) તેઓ જીવણલાલ પ્રેમજીભાઈ બકરાણીયાના ધર્મપત્નિ તે સ્વ. કિશોરભાઈ તેમજ જેન્તીભાઈ, કિરીટભાઈ, મંજુલાબેન જે ભાલારાના માતુશ્રી તેમજ હાર્દિક તથા હેનિલના દાદીમા તથા દિનેશભાઈ ડાયાભાઈ ગોટેચાના બહેનનું તા. ૧૧ના રોજ અવસાન થયુ છે. ટેલીફોનિક બેસણુ તા. ૧૫ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ગૌરવ પુરસ્કાર વિજેતા-વિરાણી હાઇસ્કૂલના ભૂતપૂર્વ શિક્ષક અમુલખભાઇ ભટ્ટનું અવસાન

રાજકોટ : વિરાણી હાઇસ્કૂલના ભૂતપૂર્વ શિક્ષક અમુલખભાઇ ભટ્ટ (ગૌરવ પુરસ્કાર વિજેતા) તે કેતનભાઇ, જતીનભાઇ, રેખાબેન હેમંતકુમાર પંડ્યા, નુતનબેન રાજીવકુમાર પાઠકના પિતાશ્રીનું આજરોજ દુઃખદ અવસાન થયેલ છે. કોરોના ગાઇડલાઇન પ્રમાણે તેઓની સ્મશાનયાત્રા ગોતા-અમદાવાદ ખાતેની નીકળી હતી. અત્યંત સરળ વ્યકિતત્વ અને વિદ્યાર્થીના પ્રિય એવા આ શિક્ષકની વિદાય થતા વિરાણી હાઇસ્કૂલ સાથે સંકળાયેલા સૌ કોઇએ આઘાતની લાગણી વ્યકત કરી છે. ઇશ્વર તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના થઇ છે.

પ્રેમીલાબેન સાપરીયા

રાજકોટઃ મુળ નવાગામ, હાલ રાજકોટ પોપટભાઈ માવજીભાઈ સાપરિયાના ધર્મપત્નિ પ્રેમીલાબેન (ઉ.વ.૮૩) જે રમેશભાઈ, દિપકભાઈ, કેતનભાઈ તથા મીનાબેન વીસનગરાના માતુશ્રી તે કરમસીભાઈ બાવરીયાનાં દિકરીનું તા.૧૩ના અવસાન થયેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૧૫ના ગુરૂવારના રોજ ૪ થી ૬ કલાકે રાખેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ ઘરે લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. પોપટભાઈ સાપરિયા મો.૯૮૨૫૦ ૯૦૭૦૮, રમેશભાઈ સાપરિયા, દીપકભાઈ સાપરિયા મો.૯૮૨૫૪ ૪૪૬૪૬, કેતનભાઈ સાપરિયા મો.૯૮૨૫૮ ૨૦૫૨૩

વીણાબેન મજીઠીયા

રાજકોટઃ સ્વ.મહેશભાઈ દુર્લભજીભાઈ મજીઠીયાના ધર્મપત્નિ તેઓ સ્વ.દુર્લભજી વનરાવન મજીઠીયાના પુત્રવધુ, જીતેન્દ્રભાઈ દુર્લભજી મજીઠીયા, સ્વ.હર્ષદભાઈ દુર્લભજી મજીઠીયા, દીપકભાઈ દુર્લભજી મજીઠીયા, સ્વ.નરેશભાઈ દુર્લભજી મજીઠીયા, કિરીટભાઈ દુર્લભજી મજીઠીયાના ભાભી, સ્વ.તુલસીદાસ રવજીભાઈ વિઠ્ઠલાણી (દ્વારકા)ના પુત્રી હાર્દિકભાઈ મહેશભાઈ મજીઠીયા અને નિલયભાઈ મહેશભાઈ મજીઠીયાના માતુશ્રી તા.૧૩ મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેઓનું ટેલીફોનીક ઉઠમણું તા.૧૫ ગુરૂવારે સવારે ૯ થી ૧૧ કલાકે રાખેલ છે.

ગોપાલભાઇ ગોહેલ

રાજકોટઃ ગોપાલભાઇ કાનજીભાઇ ગોહેલ તે વિજયભાઇ અને પ્રવિણભાઇના પિતાશ્રીનું તા. ૧ર ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ૧પ ગુરૂવારે સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે. ઉત્તરક્રિયા તા. ર૩ ને શુક્રવારે રાખેલ છે. નિવાસ સ્થાનઃ ઓમનગર-૪, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ. વિજયભાઇ ગોપાલભાઇ ગોહેલ-૯૭ર૩૩ ૬૪ર૧પ, પ્રવિણભાઇ ગોપાલભાઇ ગોહેલ-૯૦૩૩૮ ૦૦૯પર

સુરેશભાઇ પાટડીયા

રાજકોટઃ રાજકોટ નિવાસી મૂળ ભાણવડના સ્વ. સોની ચુનીલાલ કાલીદાસ પાટડીયા પુત્ર સુરેશભાઇ (ઉ.વ. ૬૩) તે મનુભાઇ, જેન્તીભાઇ, કીરીટભાઇના ભાઇ તથા કેયુરભાઇ તથા હીરલબેન આડેસરાના પિતાશ્રી તે નક્ષત્રના દાદીશ્રીનું તા. ૧રના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા. ૧પ ગુરૂવારે સવારે ૧૦ થી ૧૧-૩૦ રાખેલ છે. કેયુરભાઇ સુરેશભાઇ પાટડીયા મો. ૭પ૬૭૬ ૭૬૦૬૦ (કેયુરભાઇ)

શાંતાબેન જાજલ

રાજકોટઃ શાંતાબેન નવીનચંદ્ર જાજલ તે કેતનભાઇ, અનિલભાઇ તથા મનીષાબેન અનિલભાઇના માતુશ્રી તા.૧૩મીએ શ્રીજીચરણ પામેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧પમીએગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. કેતનભાઇ નવીનચંદ્ર જાજલ, અનિલભાઇ મો. ૯૬ર૪પ૯૭૩૦૩, મનીષાબેન ૯૪૯૮૦૦૬૦૧૫.

'દીકરાનું ઘર' વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી સુનિલ વોરાના પિતાશ્રીનું અવસાન

રાજકોટ : 'દીકરાનું ઘર' વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ ડાયરેકટર, મોઢવણીક મહાજન રાજકોટના ટ્રસ્ટી તેમજ શહેરની અનેક વિધ સંસ્થાઓ સાથે જોડાયેલ સુનિલભાઇ વોરાના વર્ષો સુધી રાજકોટના ગર્વમેન્ટ પ્રેસમાં ફરજ બજાવી લગભગ ત્રણ દાયકાથી નિવૃત થયેલા મોઢવણીક સમાજ રાજકોટના વયોવૃધ્ધ અગ્રણી, મોઢવણીક મહાજનના મોભી જીવનમાં અનેક તડકી છાંયડી જોઇ ચૂકેલા અને જીવનના અનુભવનું જેમની પાસે બહુ મોટું ભાથું હતું તેવા સૌ કોઇના વડીલ અને યંગ સ્ટાર કલબ ઓફ રાજકોટ, 'દીકરાનું ઘર' વૃધ્ધાશ્રમની સ્થાપનાથી સાથે રહેલા શહેરના જાહેર જીવનમાં અનેરૂ સ્થાન ધરાવતા અને રાજય સરકારના પેન્શનરોના નાના-મોટા પ્રશ્નોના નિરાકરણ માટે અંગત રસ લઇ નિરાકરણ લાવનારા સિધ્ધાંતોમાં કયારેય બાંધછોડ ન કરનારા, અને વોરા પરિવારનો વડલો એવા બળવંતરાય જમનાદાસ વોરાનું આજરોજ દુઃખદ અવસાન થયેલ છે. મૃત્યુ બાદ પણ કોઇને ખપમાં આવવું એવી ઉમદા ભાવના ધરાવતા સદગતનું ચક્ષુદાન કરવામાં આવેલ છે. (સુનિલ વોરા મો. ૯૮રપર ૧૭૩ર૦)