Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018
ખંભાળીયા લક્ષ્મીનારાયણ મંદિરના ટ્રસ્ટી મુંબઇના જાણીતા શાસ્ત્રી વિષ્ણુભાઇ પુષ્કર્ણાનું અવસાન

ખંભાળીયાઃ પુષ્કર્ણા બ્રાહ્મણ તથા મુંબઇના જાણીતા શાસ્ત્રી વિષ્ણુભાઇ વસનજી પુષ્કર્ણા (ઉ.વ.૮૬)નું તા.૧૧-૩-૧૮ ના રોજ મુંબઇ મુકામે અવસાન થતા મુંબઇ તથા સૌરાષ્ટ્ર-કચ્છના પુષ્કર્ણા બ્રહ્મ સમાજમાં ભારે શોકની લાગણી છવાઇ છે.

વિષ્ણુભાઇ વસનજી પુષ્કર્ણાએ અનેક ઉદ્યોગપતિ  તથા વેપારીઓ કંપનીના આગેવાનો તથા ભાટીયા જ્ઞાતિના  શ્રેષ્ઠીઓ સાથે અનેક પ્રતિષ્ઠાભર્યા યજ્ઞો વિષ્ણુયાગ  વિશિષ્ટ યજ્ઞો કરીને ગૌરવ પ્રાપ્ત કર્યુ હતું. વિષ્ણુભાઇના અવસાનથી ભારે શોક છવાયો છે.

વિષ્ણુભાઇ વસનજી પુષ્કર્ણા (ઉ.વ.૮૬)તે અરૂણભાઇ જોશી તથા ભાવનાબેન ઢાંકીના પિતાજી ખંભાળીયાના નિવૃત તા.પં.ના અધિકારીશ્રી સુરેશભાઇ ઢાંકીના સસરા વિશાલભાઇ ઢાંકી (કલર લેબ ખંભાળીયા)ના નાના તથા જગદીશભાઇ જોશીના મોટાભાઇ તથા અતુલ જોશીના દાદા તા. ૧૧-૩-૧૮ના રોજ મરણ પામ્યા છે.

સદગતની પ્રાર્થનાસભા તા.૧૫-૩-૧૮ને ગુરૂવારના રોજ સાંજે ૪.૦૦ થી ૪.૩૦ વાગ્યે ભાઇઓ તથા બહેનો માટે શરણેશ્વર મહાદેવ, ખંભાળીયા ખાતે રાખવામાં આવી છે.

યુવા પત્રકાર ચેતનભાઇ ઠકરારના પિતાનું અવસાનઃ કાલે ઉઠમણું

પોરબંદર : પીડબલ્યુ ડીના નિવૃત્ત કર્મચારી કાંતિલાલભાઇ લક્ષ્મીદાસભાઇ ઠકરાર (ઉ.૭૪) તે ટીવી ન્યુઝ ચેનલના રિપોર્ટર વિપુલભાઇ ઠકરાર (જીટીએલપી) હિતેશભાઇ ઠકરાર (નાઇન ટીવી) ચેતનભાઇ ઠકરાર (સંદેશ ટીવી ન્યુઝ ચેનલ) અશ્વીનભાઇ ઠકરાર (બોન્ડ રાઇટર) તથા સુભાષભાઇ ઠકરારના પિતા તેમજ દિક્ષીત વી.ઠકરાર (ઇટીવી૧૮ અમદાવાદ) અને શ્યામ વી.ઠકરારના દાદા હરીચરણ પમોલ છે. ઉઠમણું પ્રાર્થના સભા તથા પીયર પક્ષની સાદડી કાલે તા.૧પમીએ સાંજે ૪-૧પ થી ૪,૪પ ભાણજી લવજી લોહાણા મહાજન વંડી રામધુન મંદિર રોડ ખાતે ભાઇઓ બહેનોની સાથે રાખેલ છે

જેતપુરના સમતાબેન જગડનું અવસાન

રાજકોટ : જેતપુરના બ્રહ્મ ક્ષત્રિય શાંતિલાલ મકનજીભાઇ જગડના ધર્મપત્ની સમતાબેન તે કિશોરભાઇ જગડના માતુશ્રી શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા. ૧પ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, બ્રહ્મ ક્ષત્રિય સમાજની વાડી, વિભાગ-૧, જેતપુર ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

ઉલ્લાસબેન જોષી

રાજકોટ : ઔદિચ્ય સાડા ચારસો બ્રાહ્મણ ઉલ્લાસબેન આર. જોષી (ઉ.વ.૬૨) તે સ્વ. જશુબેન દવે, વસુબેન ભટ્ટ (જુનાગઢ), નયનાબેન આચાર્ય (ગાંધીધામ કચ્છ), ભદ્રાબેન શુકલ (લંડન), સ્વ. રંજનબેન જોષી (ભાવનગર), અને સ્વ. ભરતભાઇ આર. જોષી, સ્વ. નવનીત આર. જોષી (શાર્પ બોલપેન) (ભાવનગર), જગદીશ આર. જોષી (એકસલ શ્રેય કેર રીટાયર્ડ) ના બહેનનું તા. ૧૨ ના રાજકોટ મુકામે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧૫ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન, ૫૬ વારીયા પ્લોટ, ૧૦-શેરી, શકિત સોસાયટી, સરવેશ્વર સ્કુલ પાછળ, નવાગામ (રાજકોટ) (મો.૯૪૨૬૧ ૪૪૦૪૯) ખાતે રાખેલ છે.

બળવંતરાય ડોડીયા

રાજકોટઃ મુળગામ સરધાર હાલ રાજકોટ બળવંતરાય પોપટલાલ ડોડીયા (ઉ.વ.૮૬) તે સ્વ.ધર્મેશભાઈ તથા રાજેશભાઈનાં પિતાશ્રીનું તા.૧૩નાં રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તા.૧૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાધેશ્યામ સોસાયટી, શેરીનં.૩ કોઠારીયા મેઈનરોડ, સ્વાતીપાર્ક રોડ, રણુજા મંદિરથી આગળ કોઠારીયા રાજકોટ ખાતે રાખેલ છે.

લલીતાબેન વસાણી

રાજકોટ : સ્વ.પ્રભુદાસ દયાળજીભાઈ વસાણી (કરીયાણાવાળા)ના ધર્મપત્નિ સ્વ. લલીતાબેન પ્રભુદાસ વસાણી (ઉ.વ.૭૫) જે ગીરીશભાઈ, સંજયભાઈ અને અતુલભાઈના માતુશ્રી તેમજ ઉત્સવ, વિરાજ અને ભાર્ગવના દાદી તા.૧૨ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૬ને શુક્રવારે, સાંજે ૫ કલાકે ધારેશ્વર મહાદેવ મંદિર ભકિતનગર સર્કલ ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

રતનલાલ શર્મા

રાજકોટ : રાજકોટ રેલ્વેના નિવૃત રેલ અધિકારી સ્વ. રતનલાલ મનોહરલાલ શર્મા (ઉ.વ.૮૮) તે ક્રિષ્નાબેન શર્માના પતિ તેમજ તેમના પુત્ર રાજેશ શર્મા (રેલ કર્મચારી એકાઉન્ટ રાજકોટ) ડીસ્કાઉન્ટ સેક્રેટરી તથા ધીરજ શર્માના પિતા તેમજ મોહિત શર્મા, તોયમના દાદાનું તા.૧૨ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૫ને ગુરૂવારના સાંજે ૪:૩૦ થી ૬:૩૦ સુધી ફળેશ્વર મહાદેવના મંદિરે, પુનિતનગર - ૧ મેઈન રોડ, બજરંગવાડી વિસ્તાર, જામનગર રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

મૃદુલાબેન શાહ

રાજકોટ : માયા ગણેશ ઘીવાળા સ્વ. લક્ષ્મીચંદભાઈ શાહના પુત્રી મૃદુલાબેન લક્ષ્મીચંદ શાહ (ઉ.વ.૭૮) તે સ્વ. શશીભાઈ, સ્વ. જયંતભાઈ, મહેન્દ્રભાઈ, શૈલેષભાઈ, પ્રફુલાબેન, હંસાબેન, કલ્પનાબેન, ઈન્દીરાબેનના બેનનું તા.૧૩ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૫ને ગુરૂવારે સવારે ૯ કલાકે પ્રહલાદ પ્લોટ જૈન દેરાસર ખાતે તેમજ પ્રાર્થનાસભા સવારે ૧૦:૩૦ કલાકે  વિશા શ્રીમાળી જૈન સમાજની વાડી, ૧૧, કરણપરા, રાજકોટ ખાતે રાખેલ છે.

હંસાબેન દોશી

રાજકોટ : નિવાસી હંસાબેન દોશી જે સ્વ. જયાબેન તથા સ્વ. જેઠલાલ હીરાચંદ દોશીના પુત્રી સ્વ. રમેશચંદ્ર તેમજ શ્રીમતી નીરૂપમાબેન ઉદાણીના બહેન અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૫ને ગુરૂવારે સાંજે ૪:૩૦ કલાકે વિરાણી પૌષધશાળા કોઠારીયા નાકા ખાતે રાખેલ છે.

નિર્મળાબેન અનડકટ

રાજકોટ : સ્વ. મગનલાલ મુળજીભાઈ અનડકટના ધર્મપત્નિ નિર્મળાબેન (ઉ.વ.૭૫) તે બીપીનભાઈ તેમજ દક્ષાબેન, રમેશભાઈ તથા કૌશલ તથા જીલના દાદીમાનું તા.૧૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.૧૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ ભીમનાથ મહાદેવ મંદિર, ગાયત્રીનગર ૨/૧૦ રાખેલ છે.

રસિકલાલ ભટ્ટ

ભાણવડ : રસિકલાલ અમૃતલાલ ભટ્ટ (ઉ.૬૮) તે સ્વ. જેન્તીલાલ અમૃતલાલ ભટ્ટના ભાઇનું તા. ૧રને સોમવારે અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૧પ ને ગુરૂવારે બપોરે ૩ થી ૪, વિશ્વકર્મા મંદિર, રણજીતપરા, જુના સીનેમા રોડ ખાતે રાખવામાં આવેલ છે.

લાલજીભાઇ ભટ્ટ

ભાણવડ : કનોજીયા બ્રાહ્મણ લાલજીભાઇ મગનલાલ મધુછંદ (ભટ્ટ) (ઉ.૮૩) તે પ્રહલાભાઇ, ચંદ્રકાંતભાઇના મોટા ભાઇ તથા જેન્તીભાઇ, પ્રમોદભાઇ, સ્વ. વિનોદભાઇ, હરેશભાઇના પિતાશ્રી તેમજ નીતિન, અક્ષયના અદા, ચિરાગ, રવિ, શેખર, નિકસન, પ્રણવના દાદા તા. ૧૦ના કૈલાશવાસ થયેલ છે. તા. ૧પના વિશ્વકર્મા મંદિર રણજીતપરા ખાતે બપોરે ૩ થી ૩:૩૦ રાખેલ છે.

વસંતલાલ પાબારી

ભાણવડ : વસંતલાલ કાનજીલાલ પાબારી (ઉ.૮૬) તે યોગેશભાઇ, બીપીનભાઇ, ભરતભાઇ (વૈશાલી પાન વાળા)ના પિતા તા. ૧૩ના  શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણું તા. ૧પ ને ગુરૂવારે લોહાણા મહાજનવાડી, પોરના નાકા ખાતે સાંજે ૪થી ૪:૩૦ ભાઇઓ તથા બહેનો માટે રાખેલ છે.

રમાબેન વિંધાણી

રાજકોટઃ સ્વ. રમાબેન વિંધાણી (ઉ.વ.૭૦) તે સ્વ.અમૃતલાલ મગનલાલ વિંધાણીના પત્નિ, સંજયભાઈ તથા વિપુલાબેન ચેતનકુમાર લખતરિયા, હેતલબેન કૌશિકકુમાર દશાડીયાના માતુશ્રી, ગણેશભાઈ માંડવીયાના દિકરી, વિનોદ, અશોક તથા જીતેન્દ્રાના મોટા બહેનનું તા.૧૩ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તથા મોસળ પક્ષનું બેસણું તા.૨૫ને ગુરૂવારના સાંજે ૪ થી ૬, ''ચાર મંદિર'', પ્રજાપતિનગર- ૫, પેડક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મનહરબેન ત્રિવેદીનું અવસાનઃ કાલે ગ્રીન એવન્યુમાં બેસણુ માહિતી ખાતાના નિવૃત કર્મચારી વિસાવદરના ખીમજીભાઇ જોષીનુ અવસાન

વિસાવદર : માહિતી ખાતાના નિવૃત કર્મચારી ખીમજીભાઇ રતિલાલ જોષી (જોષી બાપા- ઉ.વ. ૭૬) તે લેખક જે.આર. જોષીના મોટાભાઇ તથા પલ્લુભાઇ ડ્રાયવરના સાળા તેમજ ભાવેશ જોષીના પિતાશ્રીનું તા. ૧૩ ને મંગળવારે અવસાન થયેલ છે. બેસણું તા. ૧પ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, રાજગોર બ્રાહ્મણ વાડી ગાયત્રી મંદિર સામે રાખેલ છે.

વસંતબેન વ્યાસ

રાજકોટઃ સુરતઃ મુળ ખાંભા, જિ. અમરેલી સ્વ.સુમનભાઇ વ્યાસના ધર્મપત્ની વસંતબેન તે સુલભબેન, રક્ષાબેન, જિજ્ઞેશભાઇ તથા નેહલબેનના માતુશ્રીનું સોમવાર તા.૧રના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧પને ગુરૂવારે સાંજે પ થી ૭ સુરત મુકામે શ્રીજી એપાર્ટમેન્ટ, પ્રભુનગર સોસાયટી, વરાછા રોડ, સુરત ખાતે રાખેલ છે.

પવનભાઇ મહેતા

રાજકોટઃ ઔદીત્ય ગઢીયા બ્રાહ્મણ પવનભાઇ કલ્યાણજીભાઇ મહેતા (ઉ.વ.૭૮) તે ભીખાભાઇના પિતાશ્રી, તથા સ્વ.જગદીશભાઇ, વિનુભાઇ, જીતુભાઇ, રાજુભાઇના કાકાશ્રી તા.૧૩ના કૈલાસવાસ પામેલ છે. તેઓનું ઉઠમણું તા.૧પને ગુરૂવારે ધર્મેશ્વર મહાદેવ મંદીર ૧પ૦ રીંગ રોડ, ર્સ્ટલીંગ હોસ્પીટલ પાછળ, સાંજે ૪ થી ૬ રાખેલ છે. તેમજ શુક્રવારે વેરાવળ (સોમનાથ) મુકામે બીલેશ્વર મંદીરમાં ૪ થી ૬ રાખેલ છે.

અશોકભાઇ શાહ

રાજકોટઃ કાનપુર નિવાસી સ્વ.રેવાલાલ રૂગનાથ શાહના પુત્ર અશોકભાઇ (ઉ.વ.૭૧) તે સ્વ.વરજીવનભાઇ આર. શાહ, સ્વ.મહેન્દ્રભાઇ આર. શાહ, સ્વ.જસવંતીબેન ગિરીશચંદ્ર દોશીના ભાઇ તથા સ્વ.ભાઇલાલભાઇ  કે. બખાઇ, અને સ્વ.ચંદાબેન પી. મહેતાના ભાણેજનું તા.૧૩ના કાનપુર મુકામે અવસાન થયેલ છે. સદ્દગતની સાદડી તા.૧પના ગુરૂવારે સાંજના ૪-૩૦ થી પ-૩૦ શ્રીમતિ રંજનબેન બખાઇ એ-૮૧, ૮મા માળે, શાલીગ્રામ એપાર્ટમેન્ટ, દિગ્વીજય મેઇન રોડ, ખાતે રાખવામાં આવેલ છે.

જયાબેન અગ્રાવત

રાજકોટઃ મુળ માંગરોળ નિવાસી સ્વ.બાલકૃષ્ણ બચુભાઇ અગ્રાવતના પત્ની ગં. સ્વ. જયાબેન (ઉ.વ.૬૩) તે મહેન્દ્રભાઇ, મયુરભાઇ, મીનાક્ષીબેન અને ભાવનાબેનના માતુશ્રીનું તા.૯ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧રના રોજ સાંજે ૪-૩૦ થી ૬-૦૦ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર ચોક, શ્રીજી નગર, એરોડ્રામ રોડ, ગીત ગુર્જરી મેઇન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

હરીશંકરભાઇ જોષી

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ હરીશંકરભાઇ ભાઇશંકર જોષી (ઉ.વ.૬૪) તે આશીષભાઇ તથા કૈલાશબેન તથા નયનાબેનનાં પિતાશ્રી તેમજ ભુપતભાઇ તથા ચંદુભાઇનાં ભાઇ તેમજ રાકેશભાઇ જોષી તથા કલ્પેશભાઇ મહેતાનાં સસરાનું તા.૧૩ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧પને ગુરૂવારે સાંજના ૪ થી ૬, ૯-બાલાજી પાર્ક, મવડી બાયપાસ પાસે રાખેલ છે.

વિજયભાઇ ભોપાળા

ઉપલેટાઃ તાલુકાના નાગવદર નિવાસી ભુરાભાઇ રણમલભાઇ ભોપાળા (શ્રી નાગવદર કેળવણી મંડળ સંચાલીત શ્રી નાગવદર માધ્યમીક શાળા નાગવદર)ના પ્રમુખશ્રી તેમજ રાજકોટ જીલ્લા સંચાલક મંડળના કારોબારી સભ્યશ્રીના પુત્ર તથા શ્રી નાગવદર માધ્યમીક શાળાના આચાર્ય મેરામણભાઇ ભોપાળા તથા જગદીશભાઇ, દેવાયતભાઇ, ગોપાલભાઇના નાનાભાઇ સ્વ.વિજયભાઇ ભુરાભાઇ ભોપાળા (ઉ.વ.૩પ)નું તા.૮ને ગુરૂવારે અવસાન થયેલ છે.

વનિતાબેન રાવલ

ગોંડલઃ ઔદીચ્ય ગઢીયા બ્રાહ્મણ મોવિયા (ગોંડલ) નિવાસી વનિતાબેન અમૃતલાલ રાવલ (ઉ.વ.૮૦) તે સ્વ.અમૃતલાલ છોટાલાલ રાવલ (મોવિયા)ના પત્ની, બટુકભાઇ રાવલના કાકી, સ્વ.ચન્દ્રીકાબેન મનસુખલાલ રાવલ (જુનાગઢ), જયશ્રીબેન કિરીટભાઇ મહેતાના માતુશ્રીનું તા.૧૩ના અવસાન થયું છે. બેસણું તા.૧પ ગુરૂવારે રાજકોટ મુકામે કિરીટભાઇ મહેતાના નિવાસસ્થાન વિવિધ સરકારી કર્મચારી સોસાયટી બ્લોક ૧૧૮, નાના મૌવા મેઇન રોડ, સાકેત હોસ્પિટલ સામેની બંધ શેરી, ખાતે સાંજે ૪ થી ૬ તેમજ મોવિયા મુકામે તા.૧૬ શુક્રવારે સાંજે ૪ થી ૬, ગોપીનાથ મહાદેવ મંદિર ગોવિંદનગર ખાતે રાખેલ છે.

કાંતિલાલ ભટ્ટી

ગોંડલઃ શિવરાજગઢ વાણંદ સ્વ.પ્રેમજીભાઇ સવજીભાઇ ભટ્ટીના પુત્ર કાંતિલાલ (ઉ.વ.પ૦) તે મનસુખભાઇ, પ્રવિણભાઇ, રમેશભાઇના ભાઇનું તા.૧૧ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧પને ગુરૂવારે શિવરાજગઢ મુકામે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

ચંદનબેન ભીમાણી

રાજકોટઃ રાજકોટ નિવાસી સ્વ.મનહરલાલ હરિલાલ ભીમાણીના ધર્મપત્ની ચંદનબેન મનહરલાલ ભીમાણી તે રમેશભાઇ મનહરલાલભીમાણી (ફરીદાબાદ) તથા હીનાબેન રાજીવભાઇ ગાંધી-મુંબઇના માતુશ્રી તથા સ્વ.જીવરાજભાઇ શેઠના પુત્રી તથા સ્વ.ચંદુલાલ હરિલાલ ભીમાણી (એડવોકેટ), તથા સ્વ.લીલાબેન નૌતમભાઇ દોશી-કલકતાવાળા, મનોરમાબેન સર્વદમનભાઇ શેઠ-ઉપલેટા વાળાના ભાભી તથા દીપક  ચંદુલાલ ભીમાણી (એડવોકેટ)ના ભાભુ તા.૧૧ના રોજ (ફરીદાબાદ) મુકામે અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તથા બેસણું ગુરૂવારે તા.૧પના રોજ સવારે ૧૦-૩૦ થી ૧૧-૩૦ કલાકે શ્રી વીરાણી વાડી, કોઠારીયા નાકા, રાજકોટ ખાતે રાખેલ છે.

જગદીશચંદ્ર ઓઝા

જુનાગઢઃ નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ સ્વ. જગદીશચંદ્ર હરજીવન ઓઝા (ઉ.વ.૬૪) તે સ્વ.દુર્ગાશંકરભાઇ, સ્વ. વૃજલાલભાઇ, કાંતીભાઇ, સ્વ. અમૃતલાલભાઇ, લાભશંકરભાઇ તથા જશવંતીબેન રેવાશંકર મહેતાના નાનાભાઇ તથા કલ્પેશભાઇના પિતાશ્રીની તથા મણીશંકર ગોવિંદભાઇ મહેતાના જમાઇનું તા. ૧૧ના અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા.૧પ ને ગુરૂવારે બપોરે ૩ થી પ નાથળીયા ઉનેલાલ બ્રહ્મસમાજ વાડી ગાંધીગ્રામ ખાતે ઉપરના વિભાગમાં રાખેલ છે.

કમળાબેન મોરી

રાજકોટઃ ખાંટ (રાજપુત) કમળાબેન મોહનભાઇ મોરી (ઉ.૬૪) તે સ્વ. મોહનભાઇ નાથાભાઇ મોરીના ધર્મપત્નિ તથા ગૌતમભાઇ (હિતેષભાઇ) તથા જીજ્ઞેશભાઇના માતુશ્રીનું તા. ૧૩ને મંગળવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું: તા. ૧પ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ મોહનેશ્વર મહાદેવ મંદિર, પુનિતનગર, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

કમળાબેન રાઠોડ

રાજકોટ : કારડીયા રાજપૂત કમળાબેન ભીમસિંહભાઈ રાઠોડ (ઉ.૮૦) તે સ્વ.નાનુસિંહના તથા અજીતસિંહ બી.ના બેન તથા સ્વ. રાજેન્દ્રસિંહ તથા ચંદ્રસિંહ અને પ્રફુલસિંહના ફૈબાનું તા.૧૩ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૫ને ગુરૂવારના રોજ વિશ્વેશ્વર મંદિર મવડી મેઈન રોડ ખાતે સાંજે ૪ થી ૬ રાજકોટ ખાતે રાખેલ છે.

બચુભાઇ પાંભર

ગોંડલ : બચુભાઈ શીવાભાઈ પાંભર (ઉ.વ.૯૩) તે ધરમશીભાઈ, મગનભાઈ, રાજેશભાઈ તથા દિનેશભાઈ ના પિતા તથા જીજ્ઞેશભાઇના દાદાનું તા. ૧૩ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૫ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ વિશ્વેશ્વર મહાદેવ મંદિર માલવીયા સમ્પ પાસે, જેતપુર રોડ ગોંડલ ખાતે રાખેલ છે.

જશુબા જાડેજા

ગોંડલ : ખરેડા (કો.સાંગાણી) નિવાસી ગ.સ્વ. જસુબા પ્રભાતસિંહ જાડેજા ઉ.૯૯, તે નટવરસિંહ પ્રભાતસિંહ જાડેજા (નિવૃત્ત્। નાયબ તિજોરી અધિકારી), સહદેવસિંહ (સુધીરસિંહ) પ્રભાતસિંહ જાડેજા, (એડવોકેટ, નોટરી) અખેરાજસિંહ પ્રભાતસિંહ જાડેજાના માતા તથા ક્રીપાલસિંહ નટવરસિંહ જાડેજા (સેનેટ સભ્ય સૌ.યુનિ.), યુવરાજસિંહ સહદેવસિંહ જાડેજા, ઋષિરાજસિંહ સહદેવસિંહ જાડેજા (ગોંડલ કોર્ટ)ના દાદીમા નું તા.૮ ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૭ને શનીવારે સાંજે ૪ થી ૬, સુખનાથ મહાદેવ મંદિર, સુખનાથનગર, સરકારી દવાખાના પાછળ ગોંડલ મુકામેં રાખેલ છે.

હિંમતલાલ મેર

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય હિંમતલાલ ગંગારામ મેર, તે બીપીનભાઈ, રાજુભાઈ, ગીતાબેન, વિણાબેન, રશ્મિબેનના પિતાશ્રી હાર્દિક, નિધી, ધ્રુવી, ક્રિશા, બ્રિજના દાદાનું તા.૧૨ સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૧૫ ગુરૂવારે સાંજે ૫ થી ૬, જાગનાથ મંદિર હોલ, યાજ્ઞિક રોડ રાજકોટમાં રાખેલ છે.

બાબુભાઇ પાનસુરીયા

જેતપુર : પટેલ બાબુભાઇ લક્ષ્મણભાઇ પાનસુરીયા (ઉ.વ.૮૦) તે વિનુભાઇ (આમ્રપાલી આર્ટ), ચંદુભાઇ, દિલીપભાઇ, નંદલાલભાઇના પિતાશ્રીનું તા. ૧૩ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણુ તા. ૧૬ ને શુક્રવારે સાંજે ૪ થી ૬, તેમના નિવાસસ્થાન, જુનાગઢ રોડ, હોટલ ઉત્સવ પાછળ, સિલ્વર પેલેસ એપાર્ટમેન્ટ પાસે, 'શ્રી' ખાતે રાખેલ છે.

ઇલાબેન ખેતીયા

વીરપુર (જલારામ): રાજય પુરોહીત સ્વ.ભરતભાઇ ડાયાભાઇ ખેતીયાના ધર્મપત્ની ઇલાબેન (ઉ.વ.૬૪) તે મીતુલભાઇ, ધર્મેશભાઇના માતુશ્રી તેમજ ગુંજન, પ્રીયાના દાદીમાનું તા.૧૩ ના અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.૧પ ને ગુરૂવારે સાંજે ૪ થી ૪.૩૦ તેમના નિવાસસ્થાન, જલારામનગર, વીરપુર (જલારામ) ખાતે રાખેલ છે.

ધીરજબા જાડેજા

રાજકોટ : જાડેજા ધીરજબા ઘનશ્યામસિંહ (માણેકવાડા) તે જીતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહના માતુશ્રીનું તા.૧૩ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, તેમના નિવાસસ્થાન સમર્પણ પાર્ક, પ્લોટ નં. ૪, રેલનગર પોપટપરા, ભગવતી હોલની પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

નટુભાઈ વાળા

રાજકોટ : ધોબી નટુભાઈ બાબુભાઈ વાળા (ઉ.વ.૬૭) તે મનસુખભાઈ (બરોડા), ભુપતભાઈ (રાજકોટ), તુલસીભાઈ (ગોંડલ)ના મોટાભાઈ, મુકેશભાઈ તથા ચંદ્રકાંતભાઈના પિતાનું તા.૧૩ના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૫ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ કલાકે રવિરત્ન પાર્ક મેઈન રોડ, સોમેશ્વર મહાદેવ મંદિરે રાખેલ છે.

બાબુલાલ પાનસુરીયા

જેતપુરઃ પટેલ બાબુલાલ લક્ષ્મણભાઈ પાનસુરીયા (ઉ.વ. ૮૦) તે વિનુભાઈ (આમ્રપાલી આર્ટ), ચંદુભાઈ, દિલીપભાઈ તથા નંદલાલભાઈના પિતાશ્રી તા. ૧૩ના અવસાન પામેલ છે. બેસણુ તા. ૧૬ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન જૂનાગઢ રોડ, હોટલ ઉત્સવ પાછળ, સિલ્વર પેલેસ એપાર્ટમેન્ટ પાસે 'શ્રી' ખાતે રાખેલ છે.

આર્કિટેકટ સુરેશભાઈ સંઘવીના ધર્મપત્નિ હંસાબેનનું દુઃખદ અવસાનઃ કાલે ગુરૂવારે પ્રાર્થનાસભા

રાજકોટ : આર્કિટેકટ સુરેશભાઈ સંઘવીના ધર્મપત્નિ હંસાબેન તે વિપુલભાઈ તથા રિખવભાઈના માતુશ્રી અને ડો.કિશોરભાઈ, દિપકભાઈ અને રોહિતભાઈ મહેતાના બહેનનું તા.૧૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા આવતીકાલે તા.૧૫ને સાંજે ૪:૩૦ થી ૬ વાગ્યે મનુભાઈ વોરા, સભા ગૃહ, બાલભવન, રેસકોર્ષ, રાજકોટ ખાતે રાખેલ છે. (શ્રી સુરેશભાઈ સંઘવી મો. ૯૯૨૫૦ ૦૯૯૬૬)

  • એક સાથે અધધ ૧૧ લાખ વિદ્યાર્થીઓએ પરિક્ષા છોડવા પાછળનું કારણ શું?... યોગી સરકાર દ્વારા તપાસ વેગવંતી :ઉત્તરપ્રદેશમાં ૫૦ ટકાથી વધારે છાત્રોએ પરિક્ષા આપવાનું માંડી વાળ્યુ એ શાળાઓની યાદી તૈયાર કરી ગાળીયો કસાશે, કેટલી જગ્યાએ બોર્ડની પરિક્ષા માટે ગેરકાયદે રજીસ્ટ્રેશન થયા છે? બાબત ઉપરથી ઉંચકાશે પરદોઃ કોપી મૂલ્યાંકનમાં દાંડાઇ કરનારા શિક્ષકો સામે પણ ભરાશે પગલાઃ ૧૭મીથી શરૂ થઇ રહેલા મૂલ્યાંકન દરમિયાન પરિક્ષાર્થીઓને મોબાઇલ લઇ જવા ઉપર મુકાશે પ્રતિબંધ, કેન્દ્રના મુખ્ય દરવાજા જ બંધ કરી દેવાશેઃમૂલ્યાંકનની કામગીરી સાથે જોડાયેલા શિક્ષકોને નિધારીત સમયે ફરજ ઉપર હાજર થવા ફરમાન access_time 4:55 pm IST

  • નરેન્દ્રભાઈને પત્ર લખી મળવાનો સમય માગતા તોગડીયા : વિહપીના આંતરરાષ્ઠ્રીય પ્રમુખ ડો. પ્રવિણભાઈ તોગડીગયાએ નરેન્દ્રભાઈને પત્ર લખી મળવાનો સમય માગ્યો છે : પત્રમાં લખ્યુ છે કે આશા રાખુ છુ કે આ પત્રનો સરકારી રાહે જવાબ નહિં આવે, એક વિખૂટો પડેલ મિત્ર ફોન ઉઠાવીને વાત કરીને મળવાનો સમય નક્કી કરશે access_time 6:15 pm IST

  • રાજકોટ રાધામીરાં પાર્કમાં ડિમોલશન મામલે માથાકૂટ:મહિલાઓ અને પોલીસ વચ્ચે પથ્થરમારા ના દ્રશ્યો:બપોરે ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું: ડીમોલેશન સમયે સામસામે પથ્થરમારો થયો:મહિલાઓએ કર્યા ઇંટના છુટા ઘા તો પોલીસે પણ ઇટ નો જવાબ પથ્થરથી આપ્યો access_time 1:06 am IST