Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020
ધોરાજી સોના-ચાંદી વેપારી એસો.ના પ્રમુખ સુરેશભાઈ લાઠીગરાના માતુશ્રીનું અવસાન

મોટીમારડ :. ધોરાજીના સ્વ. સોની જયંતીલાલ વલ્લભદાસ લાઠીગરાના ધર્મપત્ની ઈન્દુબેન (ઉ.વ.૮૧) તે ધોરાજી સોના-ચાંદી વેપારી એસોસીએશનના પ્રમુખ સુરેશભાઈ લાઠીગરા, ભૂપેન્દ્રભાઈ, મનોજભાઈ, અનિલભાઈ, કલ્પનાબેન જગદિશકુમાર ગેરીયા (જેતપુર), સોનલબેન કેતનકુમાર ઝીંઝુવાડિયા (રાજકોટ)ના માતુશ્રી તથા ધવલ, સુનિલ, કૃણાલ, ગુંજન, જયના દાદી તા. ૧૪ના રોજ અવસાન પામેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૧૫ના રોજ ખત્રી સમાજની વાડી, જૂનાગઢ રોડ, ધોરાજી સાંજે ૪.૦૦ થી ૬.૦૦ રાખેલ છે.

મંજુલાબેન ગેડીયાનું દુઃખદ અવસાનઃ કાલે બેસણું

રાજકોટઃ મંજુલાબેન  ગેડીયા (ઉ.વ.૭૦) તે પરસોતમભાઇ ડી. ગેડીયાના પત્નિ તથા પ્રફુલભાઇ તથા અલ્કાબેન તથા શિલ્પાબેનના માતુશ્રી અને સમર્થભાઈના દાદી તથા કિશોરભાઈ વાઢેર અને સંજયભાઇ ટાંકના સાસુ તથા નંદલાલભાઇ મકવાણાના બહેન તા.૧૩ના રોજ અક્ષર નિવાસી થયેલ છેે.તેમનું બેસણું કાલે શનિવાર તા.૧૫ના રોજ સાંજે ૪:૩૦  થી ૬ અમરનાથ  મહાદેવ મંદિર, અમરનાથ સોસાયટી, સ્વામીનારાયણ મંદિર પાછળ, કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

પાણીમાં રંગોળી કરનાર માહિતી ખાતાના કર્મચારી પ્રદીપભાઈ દવેના માતુશ્રીનું અવસાન

રાજકોટઃ. સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મુકતાગૌરી રવિશંકરભાઈ દવે (ઉ.વ. ૭૭) તે રવિશંકરભાઈ બેચરલાલ દવે (ગવર્નમેન્ટ પ્રેસવાળા)ના ધર્મપત્ની તથા પ્રદીપભાઈ દવે (પાણીમાં રંગોળી બનાવનાર કલાકાર-માહિતીખાતુ રાજકોટના કર્મચારી), સેજલબેન કમલેશભાઈ વ્યાસ (ખંભાળીયા) અને રક્ષાબેન ગૌતમભાઈ દવે (ચુડા)ના માતુશ્રી તથા લીનાબેન પી. દવેના સાસુ તથા ક્રિષ્નાબેન અને ઓમભાઈ (સિંગર-કમ્પોઝર)ના દાદીમાં તથા સુરેશભાઈ, નલીનભાઈ પરસોતમભાઈ દવેના માસીબા તથા સ્વ. ભીખુભાઈ ખંભોળીયાના નાના બહેન (જૂનાગઢ)નું તા. ૧૩ને ગુરૂવારે અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૧૫ને શનિવારે સાંજે ૪.૩૦ થી ૬.૦૦ ગીતા વિદ્યાલય, જંકશન પ્લોટ રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

લંડન સ્થિત જામનગરના ભામાશા ખોડીદાસભાઇ ધામેચાનું અવસાન : કાલે જામનગરમાં ઉઠમણુ

જામનગર તા. ૧૪ : લંડનમાં 'ધામેચા ચા કેશ એન્ડ કેરી' મોલની વિશાળ શૃંખલા સહિતના અનેક વ્યવસાયમાં પ્રવૃત્ત જાણીતા ઉદ્યોગપતિ અને દેશ-વિદેશમાં એમની અઢળક સખાવતથી ભામાશાનું બિરુદ પામેલા શ્રી ખોડીદાસભાઈ રતનશીભાઈ ધામેચા નું આજરોજ જામનગર ખાતે દુઃખદ નિધન થયું છે.

શ્રી ખોડીદાસ ભાઈ ખુબ જ નાના હતા ત્યારે જ તેમના પિતાશ્રીનું અવસાન થતાં ખૂબ જ સંઘર્ષમય જીવન પસાર કરી આત્મબળે વિકાસ કરી ભારતથી કેન્યા અને ત્યાંથી લંડન સ્થાયી થયા હતા.

કોઈની મદદ વગર આપ બળે અને કોઠાસૂઝથી તેમણે ધામેચા કેશ એન્ડ કેરી ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ શરૂ કરેલ અને જેની હાલ આખા યુકેમાં ૯ શાખાઓ સાથે મોલ રૂપે આકાર પામ્યા છે. યુકેમાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓમાં ખૂબ જ પ્રતિષ્ઠા ધરાવતા વ્યવસાયિક સંસ્થાન તરીકે તેણે સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત પણ અનેક વ્યવસાયોમાં શ્રી ખોડીદાસભાઈનું પદાર્પણ છે.

તેમણે જામનગરની લોહાણા મહાજનવાડી, શહેર તથા જિલ્લાની અનેક ધાર્મિક-સામાજિક સંસ્થાઓમાં માતબર દાન આપેલ છે. ભૂકંપની આપદા વખતે તેમણે જોડીયા હુન્નર શાળા ઉપરાંત અનેક સંસ્થાઓને છૂટા હાથે સખાવત કરી હતી.ઙ્ગ ખોડીદાસભાઈના વ્યવસાયોનું છેલ્લા ઘણા સમયથી સંચાલન તેમના પુત્ર પ્રદીપભાઈ અને પૌત્ર આનંદભાઈ કરી રહ્યા છે.

શ્રી ખોડીદાસ ભાઈની સ્મશાન યાત્રા આજરોજ સાંજે પાંચ કલાકે તેમના નિવાસસ્થાન તુલસી એપાર્ટમેન્ટ પાર્ક કોલોની મેઇન રોડ જામનગરથી નીકળશે.

સદ્ગતનું  ઉઠમણું કાલે તા. ૧૫ના શનિવારે સાંજે ૪ થી ૪-૩૦ આણંદાબાવા આશ્રમ, લીમડા લેન, જામનગર રાખેલ છે.

આઝાદ સંદેશના મેનેજર રવિભાઇ ટંડનના ભાભુનું અવસાનઃ કાલે બેસણું

રાજકોટઃ રાજકોટ નિવાસી પુષ્પાબેન વિજયકિશન ટંડન (ઉ.વ.૭૬) તે સ્વ. રાધાકિશન જયકિશન ટંડન, પુષ્પાબેન પ્રેમકુમાર બેજલ, રામકિશન જયકિશન ટંડન, અરવિંદભાઇ જયકિશન ટંડનના ભાભી તથા મમતા પ્રકાશ ઠાકર, શિતલ વિશાલ બેજલ અને સ્વીટી વિજયકિશન ટંડનના ભાભુનું તા.૧૩ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતની સ્મશાનયાત્રા આજે તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી. સદ્ગતનું ઉઠમણું કાલે શનિવારે ૨ નિલકંઠનગર, આરએમસી ગાર્ડનની બાજુમાં, પટેલ કન્યા છાત્રાલયની સામેની શેરી ખાતે સાંજે ૫ થી ૬ રાખવામાં આવ્યું છે.

નીતિનભાઇ જોશી

રાજકોટ : સારસ્વત બ્રાહ્મણ ધ્રાંગધ્રા નિવાસી (હાલ રાજકોટ) નીતિનભાઇ વામનપ્રસાદ જોશી (ધરદેવ) તે સ્વ. વામનપ્રસાદ દેવશંકર જોશી (ધરદેવ) પુત્ર તથા સ્વ. હંસાબેન અને બિંદુબેનના ભાઇ તેમજ ગુણવંતરાય સી. ખીરા (રાજકોટ), હર્ષદરાય જોશીના (ગોંડલ) સાળાનું, તેમજ સ્વ.ગિરજાશંકર ગૌરીશંકર લહેરૂના (વાંકાનેર) ભાણેજનું તા.૧૩ના અવસાન થયેલ છે. તેમનું સદ્ગતનું બેસણું તા. ૧૪ના શુક્રવારે સાંજે પ થી ૬ 'જલદીપ', વાણીયાવાડી-ર/૧૬, જલારામ ચોક પાસે, ભકિતનગર સર્કલ ખાતે રાખેલ છે.

મંછાબેન જોશી

રાજકોટ : શ્રી નથુ તુલસી ઔદિચ્ય ગોહેલવાડી સમાજના પીઠડ વાળા જોશી પરિવાર સ્વ.મનસુખલાલ પ્રભાશંકર જોશીના ધર્મપત્ની ગં.સ્વ.મંછાબેન મનસુખલાલ જોષી (ઉ.૮પ)નો સ્વર્ગવાસ થયેલ છે. તે રાજેન્દ્રભાઇ બકુલભાઇ તથા રશ્મિબેન પંડયા માતુશ્રી તથા સેતુભાઇ સાગરભાઇના દાદીનું બેસણું તા. ૧પના શનિવારે સાંજે પ થી ૬, ધારેશ્વર મહાદેવ ભકિતનગર સર્કલ ખાતે રાખેલ છે.

કડવીબેન માંડલીયા

ઉના : દેલવાડા નિવાસી સ્વ.ભાણજીભાઇ માધવજીભાઇ માંડલીયાના પત્ની ગં.સ્વ. કડવીબેન (ઉ.વ.૮ર) તે સ્વ.અમુભાઇ, કિશોરભાઇ, વિનોદભાઇના માતુશ્રી તથા પ્રકાશભાઇ, ચીરાગભાઇ, સાગરભાઇના માતુશ્રી તા.૧રના અવસાન પામેલ છે. તેમની સાદડી ૧પ ને શનિવારે સાંજે ૪ થી ૬, કોમ્યુનીટી હોલ, લુહાર શેરી દેલવાડા મુકામે રાખેલ છે.

ઇશીતાબેન વ્યાસ

ઉના : ધારેશ્વર, રાજુલા નિવાસી ઇશીતાબેન રાજેશકુમાર વ્યાસ (ઉ.વ.૪ર) તે સ્વ.જગદીશચંદ્ર હરજીવન જોશી તથા સ્વ.હંસાબેન જગદીશચંદ્ર જોશી(ઉના)ની દિકરી તથા શિલ્પાબેન નિલેશકુમાર પંડયા (તલગાજરડા), જસ્મીનભાઇ જગદીશચંદ્ર જોશી(ઉના), વિનયભાઇના બેન તથા સુખલાલભાઇ હરજીવન જોશી, વેણીશંકર હરજીવન જોશી, વેણીશંકર હરજીવન જોશી(મુંબઇ)ના ભત્રીજી તા.૧ર બુધવારે અવસાન પામેલ છે. તેમની સંયુકત સાદડી તા.૧પ શનિવારે બપોરે ૩ થી ૬, હરિભાઇ જીભાઇ વિદ્યાર્થી ગૃહ ઉન્નતનગર સોસાયટી ઉના મુકામે રાખેલ છે.

મુકતાગૌરી દવે

રાજકોટ : સૌરાષ્ટ્ર બાજખેડાવાળ બ્રાહ્મણ મુકતાગૌરી રવિશંકરભાઇ દવે (ઉ.વ.૭૭) જે રવિશંકર બેચરલાલ દવે (ગવર્મેન્ટ પ્રેસવાળા)ના ધર્મપત્ની, તે પ્રદીપ દવે (રંગોળી કલાકાર)માહિતી ખાતુ, રાજકોટ સેજલબેન કમલેશભાઇ વ્યાસ (ખંભાળીયા), રક્ષાબેન ગૌતમભાઇ દવે(ચુડા)ના માતુશ્રી, લિનાબેન પી. દવેના સાસુ, ક્રિષ્નાબેન, ઓમભાઇ (સીંગર, કમ્પોઝર)ના દાદીમા, સુરેશભાઇ, નલીનભાઇ પરસોતમભાઇ દવેના માસીબા તથા સ્વર્ગસ્વ ભીખુભાઇ ખંભોળીયાના નાના બહેન (જુનાગઢ)નું તા. ૧૩ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું ૧પ ને શનિવારે સાંજે ૪-૩૦ થી ૬-૦૦ ગીતા વિદ્યાલય જંકશન પ્લોટ ખાતે રાખવામાં આવેલ છે.

દેવેન્દ્રભાઇ ગઢીયા

ગોંડલ : દેવેન્દ્ર રૂગનાથભાઇ ગઢીયા તે ચંદ્રેશભાઇ, પ્રમોદભાઇ, યોગેશભાઇના ભાઇનું તા. ૧૦ના અવસાન થયું છે. બેસણું તા. ૧૪ શુક્રવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન, ગાયત્રી મંદિર, ગાયત્રીનગર, ગોંડલ ખાતે રાખેલ છે.

સંતોકબેન ઠુંમર

જેતલસર : સંતોકબેન વ્રજલાલ (બચુભાઇ) ઠુ઼મર (ઉ.વ.૯પ) તે જનુભાઇ (અમદાવાદ), જેરામભાઇ (નિવૃત વે.રેલવે), ગિરધરભાઇ, કનુભાઇ અને ધીરૂભાઇ (અમદાવાદ)ના માતાનું તા.૧રના રોજ અવસાન થયું છે.

દિનકરભાઈ મહેતા

રાજકોટઃ શ્રી નથુતુલસી ઔદીચ્ય ગોહેલવાડી બ્રાહ્મણ સમાજના મુળ ચિત્તલ હાલ રાજકોટના દિનકરભાઈ મોહનભાઈ મહેતા (ઉ.વ.૮૪) તે મંજુલાબેનના પતિ, સ્વ.દિપકભાઈ તથા જયશ્રીબેનના પિતા, ધનવીરભાઈના દાદા, અશ્વીનભાઈ જયંતિલાલ મહેતા અને દર્શનાબેન દિપકભાઈ મહેતાના સસરા, સ્વ.જયસુખભાઈ, સ્વ.કિશોરભાઈ તથા સ્વ.જયંતભાઈના બનેવીનું અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું કાલે તા.૧૫ને શનિવારે સાંજે ૪ થી ૫ મંગલશાંતિ એપાર્ટમેન્ટ, ૪ થા માળે, જસ્સીદે પરાઠે સામે, નીર્મલા કોનવેસ્ટ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

દિલીપભાઈ જોશી

રાજકોટઃ સારસ્વત બ્રાહ્મણ રાજકોટ નિવાસી સ્વ.ભાનુશંકરભાઈ જોશી (એન) તથા સ્વ.હેમાબેન ભાનુશંકર જોશીના પુત્ર દિલીપભાઈ ભાનુશંકરભાઈ જોશી (ઉ.વ.૫૨) તે અભિષેકભાઈના પિતાશ્રી તથા વર્ષાબેન, હર્ષાબેન, હિનાબેનના ભાઈ તથા હરેશભાઈ જનકરાય સોનપાલના સાળાનું અવસાન તા.૧૨ના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૫ શનિવારને સાંજે ૪ થી ૫ જાગનાથ મહાદેવ મંદિર, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

કોડીનાર : ૧૧૦ વર્ષના જીવીમાંનું અવસાન

કોડીનાર : સાંઢણીધાર નિવાસ સ્વ. જીવાભાઇ પાતાભાઇ ગોહિલના પત્ની જીવીમાં (ઉ.વ.૧૧૦) તે સ્વ.પૂંજાભાઇ, જગુભાઇ અને પરબતભાઇના માતા તથા મનુભાઇ, મુળજીભાઇ, ભાવસિંહભાઇ (જેટકો વિસાવદર), ધીરૂભાઇ (પીજીવીસીએલ-કોડીનાર), અજીતસિંહ (પ્રા.શિક્ષક), હરેશસિંહ (પો.કો. અમદાવાદ) તથા વિપુલસિંહ(અમેરિકા)ના દાદીમાં તેમજ કરશનભાઇ વિરાભાઇ ગોહિલ, રાંધીરભાઇ ગોવિંદભાઇ ગોહિલ, દીપસિંહભાઇ માલાભાઇ ગોહિલ (પ્રા.શિક્ષક પાવટી) તથા જોધાભાઇ નારણભાઇ ગોહિલના મોટાબા નું તા. ૧૩ના રોજ અવસાન થયું છે. બેસણું તેમના નિવાસસ્થાને સાંઢણીધાર ખાતે રાખ્યું છે.

વિનોદરાય મહેતા

જુનાગઢ : વિનોદરાય રામશંકર મહેતા (વિનુ અદા) (ઉ.વ.૬૮) તે ચંદુભાઇ તથા દિનેશભાઇના ભાઇ અને રાજેશભાઇ અને ચિરાગ ભાઇના પિતાશ્રીનું તા. ૧૩ ગુરૂવારના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.૧પમીએ શનિવાર સિદ્ધનાથ મંદિર ઝાઝરડા રોડ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

હેમેન્દ્રભાઇ કોટક

રાજકોટ : સ્વ. અમૃતલાલ વલ્લભદાસ કોટક (પડધરીવાળા) ના પુત્ર તે સ્વ. ગીરીશભાઇ અને કુમુદબેન બિપિનચંદ્ર મસરાણી તથા માયાબેન નવિનકુમાર ખંઢેરીયા તથા પુષ્પાબેન મહેશકુમાર આડતીયા તથા કુસુમબેન અશોકકુમાર રતનધારીયા તથા કિરણબેન મહેન્દ્રકુમાર શિંગાળાના ભાઇ તેમજ વિનયકાંત કલ્યાણજી હિન્ડોચા તથા લક્ષ્મીકાંત કલ્યાણજી હિન્ડોચા તથા રજનીકાંત કલ્યાણજી હિન્ડોચાના ભાણેજ હેમેન્દ્રભાઇ (રાજુભાઇ) અમૃતલાલના કોટક તે રાજકોટ માર્કેટીંગ યાર્ડ બેડીના કર્મચારીનું તા. ૧૩ ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા. ૧૪ ના શુક્રવારે સાંજે ૪ થી પ તેમના નિવાસ સ્થાન, રામનગર શેરી નં.ર, કોઠારીયા ચોકડી પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

વ્રજલાલ હરિલાલ પંડયા

રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ મુળ ખાનપર હાલ રાજકોટ નિવાસી વ્રજલાલ હરિલાલ પંડયા (નિવૃત-કસ્ટમ કર્મચારી ટ્રસ્ટી-મોઢ બ્રાહ્મણ બોર્ડિંગ) તે સ્વ. બટુકભાઇના ભાઇ તથા યોગેન્દ્રભાઇ, પંકજભાઇ, અનિલભાઇ, રાકેશભાઇના પિતા અને વિજયભાઇ, તુષારભાઇના ભાઇજી તેમજ સ્વ. દલપતરામ રામજી પંડયા (વાંકાનેર) ના જમાઇ તથા સ્વ. કિશોરચંદ્ર, દીનેશચંદ્રના બનેવીનું તા.૧૩મીએ અવસાન થયું છે. સદ્દગતના પિયર પક્ષનું બેસણું તથા ઉઠમણું તા. ૧૭ ને સોમવારે સાંજે ૪ થી ૬ ગીતાનગર મેઇન રોડ કોમન પ્લોટ ગાયત્રી મંદિરની બાજુમાં, પી એન્ડ ટી કોલોની પાસે, એસટી વર્કશોપ પાછળ ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખ્યું છે.

કીર્તીકુમાર ભીંડોરા

રાજકોટઃ ગોંડલ બામણબોર વાળા કીર્તીકુમાર ભીંડોરા (ઉ.વ.૫૭) (શ્રી રામ હોસ્પિટલ ગોંડલ) તે કાંતીલાલ ભીમજીભાઇ ના પુત્ર તથા કિશોરભાઇ, ચંદ્રકાંતભાઇના નાનાભાઇ તેે રાધે તથા રેનિસના પિતાશ્રી તેમજ વિસાવદરવાળા ધીરજલાલ કાંતિલાલ જીવાણીના જમાઇ તે રાજુભાઇ તથા ભાવેશભાઇના બનેવીનું તા.૧૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તેમજ સસરા પક્ષની સાદડી તા.૧૫ શનિવાર સાંજે ૪ થી ૫ કલાકે પંચનાથ મંદિર, લીમડા ચોક ખાતે રાખેલ છે.

આશાલતાબેન ચંદારાણા

વેરાવળઃ સ્વ. જેન્તીલાલ ડાયાલાલ ચંદારાણા (નગરપાલિકાવાળા)ના પત્ની આશાલતાબેન (ઉ.વ.૭૦) તે મનોજભાઈ, સંજયભાઈ (એચડીએફસી બેંક), કિરણબેન અશ્વિનકુમાર આડતીયાના માતુશ્રી તથા સુધીરભાઈ ચંદારાણા (પીપલ્સ બેંક)ના કાકીનું તા. ૧૩ના અવસાન થયેલ છે. ઉઠમણુ તા. ૧૪ને શુક્રવારે સાંજે ૪ કલાકે નવા રામ મંદિર ખડખડ વેરાવળ ખાતે રાખેલ છે.

ઈન્દુબેન ભાડેશીયા

રાજકોટઃ ગુર્જર સુતાર સ્વ.હિંમતલાલ દેવકરણ ભાડેશીયા (મુળ કોટડા નાયાણી)ના ધર્મપત્નિ ઈન્દુબહેન હિંમતલાલ ભાડેશીયા (ઉ.વ.૮૦) તે સ્વ.રસીકલાલ દેવકરણ ભાડેશીયાના ભાભીશ્રી, સંજયભાઈ, પ્રજ્ઞાબેન રાજેશકુમાર ત્રેટીયા, કિર્તીબેન ભરતકુમાર ત્રેટીયા, સરોજબેન નિલેશકુમાર પંચાસરા, કેતનાબેન જીતેશકુમાર પંચાસરાના માતુશ્રી તા.૧૩ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૫ શનિવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ ધારેશ્વર મંદિર ભકિતનગર સર્કલ ખાતે રાખવામાં આવેલ છે.

પુષ્પાબેન ટંડન

રાજકોટઃ રાજકોટ નિવાસી પુષ્પાબેન વિજયકિશનભાઈ ટંડન (ઉ.વ.૭૬) તે સ્વ.રાધાકિશનભાઈ જયકિશનભાઈ ટંડન, પુષ્પાબેન પ્રેમકુમાર બેજલ, રામકિશનભાઈ જયકિશનભાઈ, અરવિંદભાઈ જયકિશનભાઈ ટંડનના ભાભી તથા મમતાબેન પ્રકાશભાઈ ઠાકર, શીતલબેન વિશાલભાઈ બેજલ અને સ્વીટીબેન વિજયકિશનભાઈના માતુશ્રી તથા રવિભાઈ ટંડન (આઝાદ સંદેશ)ના ભાભુનું તા.૧૩ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૫ને શનિવારે સાંજે ૪ થી ૬ સુધી ૨- નીલકંઠનગર આરએમસી ગાર્ડનની બાજુમાં, પટેલ કન્યા છાત્રાલયની સામેની શેરી, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

લક્ષ્મીબેન જોશી

જામનગર : પુષ્કર્ણા બ્રાહ્મણ ગં.સ્વ. લક્ષ્મીબેન હરિદાસ જોષી (ઉ.વ.૯પ) તે સ્વ. પ્રતાપરામ સી. જોષી, રમેશભાઇ, રાજુભાઇ તથા દિનેશભાઇ, કૌશિકભાઇ આંબલીવાળી હોટલ વાળાના દાદીમા તા.૧૩ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા. ૧પના સાંજે ૪-૩૦થી પ સુધી શ્રી પુષ્કર્ણા બ્રહ્મપુરી, સેન્ટ્રલ બેંક પાસે મઠફળી, જામનગર ખાતે ભાઇ-બહેનોનું સાથે રાખેલ છે.

લીલાવંતીબેન ગોયાણી

રાજકોટઃ લીલાવંતીબેન જેસુખલાલ ગોયાણી, તે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીવાળા રાજુભાઈ ગોયાણી (રાજકોટ સુખડીયા સમાજના પ્રમુખ), મહેશભાઈ ગોયાણી, અમીત ટ્રેડીંગ કંપનીવાળા દિપકભાઈ ગોયાણીના માતુશ્રી તથા વિજયભાઈ, અમીતના દાદી લીલાવંતીબેનનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૫ શનિવારે ૪ થી ૫:૩૦ જૈન દેરાસર વૈશાલીનગર-૪, આમ્રપાલી પોલીસ ચોકી સામે, આમ્રપાલી ટોકીઝ પાસે રાજકોટ ખાતે રાખેલ છે.