Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020
ચિત્રાબેન વૈશ્નવનું અવસાન થતાં ચક્ષુદાન

રાજકોટઃ નિવાસી ચિત્રાબેન રોહીતભાઇ વૈશ્નવનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં ચોથા વર્ષમાં ૧૫મુ ચક્ષુદાન થયેલ છે. તથા કુલ ૪૮મું ચક્ષુદાન થયેલ છે. વધુ માહિતી માટે ચેરમેન ઉમેશ મહેતા ૯૪૨૮૫૦૬૦૧૧નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

અવસાન નોંધ

અલ્કેશ દવે

રાજકોટઃ શ્રી સોરઠી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મૂળ પ્લાસવા હાલ જુનાગઢ નિવાસી વાસુદેવ જીવનલાલ દવેના પુત્ર તથા વિશ્વાસ તથા કૌશલબેનનાં મોટાભાઈ તથા શાલીન તથા મૃગાબેનનાં પિતાશ્રી તે અલ્કેશ વાસુદેવ દવે (ઉ.વ.૫૪)નું તા.૧૨ના રોજ અવસાન થયેલ છે. જેમની પ્રાર્થનાસભા તા.૧૬ના રોજ સાંજે ૪ થી ૫ ભૂતનાથ મહાદેવ મંદિર સત્સંગ હોલ, જુનાગઢ ખાતે રાખેલ છે.

ઈલાબેન ચાવડા

રાજકોટઃ શ્રી ગુજરાતી મચ્છુકઠીયા દરજી જ્ઞાતીનાં ઈલાબેન (ઉ.વ.૫૭) તે વિજયભાઈ પ્રભુદાસ ચાવડાનાં ધર્મપત્ની તથા પ્રફુલભાઈ અને અતુલભાઈનાં નાનાભાઈના પત્ની તેમજ જયનાં માતુશ્રી શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧૬નાં ગુરૂવારના રોજ સવારે ૮ : ૩૦ થી ૯:૩૦ ''સહયોગ દરજીવાડી'' ભકતીનગર સો.સા., રાજકોટ ખાતે રાખેલ છે

જયશ્રીબેન ભટ્ટ

રાજકોટ : આદિચ્ય ખરેડી બ્રાહ્મણ હલેન્ડ નિવાસી સ્વ. પ્રાણજીવન કે. ભટ્ટના પુત્રવધુ તથા શાસ્ત્રી વિજયભાઇ પી. ભટ્ટના ધર્મપત્ની જયશ્રીબેન (ઉ.૪પ) તે યશના માતૃશ્રી તથા હર્ષાબેન તથા જયોતિબેનના ભાભીનું તા. ૧ર ના કૈલાસવાસ થયેલ છે. બેસણું તા. ૧૬ના સાંજે ૩ થી પ હલેન્ડા મુકામે શ્રી રૂદ્રેશ્વર મહાદેવ મંદિર બસ સ્ટેન્ડ સામે રાખેલ છે.

લાભગૌરી શુકલ

રાજકોટઃ ગં.સ્વ.લાભગૌરી મગનલાલ શુકલ (ઉ.વ.૯૦) (નિવૃત શિક્ષીકા) જે નરેન્દ્રભાઈ ઠાકર તથા હર્ષદકુમાર ત્રિવેદીના સાસુ, રશ્મિબેન ત્રિવેદીના માતુશ્રી તેમજ ગૌત્તમ, નીશા, મીરા અને શ્રધ્ધાના નાનીમા તેમજ નેહા ઠાકરના નાનીજીનું તા.૧૩ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૬ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ વાગ્યે કષ્ટભંજન મહાદેવ મંદીર, એરપોર્ટ મેઈન રોડ, હોટલ મીન્ટની સામે, છોટુનગર પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

હરીલાલભાઇ ખંભોળીયા

રાજકોટઃ મોટીમોણપરીના સૌરાષ્ટ્ર બાજખેડાવાળ બ્રાહ્મણ હરીલાલભાઇ શિવલાલભાઇ ખંભોળીયા (ઉ.વ.૭ર) તે વિજયભાઇ, દિપકભાઇ તથા જયશ્રીબેન જીજ્ઞેશકુમાર જોશી (રાજકોટ)ના પિતાશ્રી તેમજ શંભુપ્રસાદ શિવલાલ ખંભોળીયા (જુની ચાવંડ), હંસાબેન ભાયશંકર વ્યાસ (ભોજદે -ગીર)ના નાનાભાઇ, વસંતબેન ચંદુલાલ દવે (કેરાળા જોગણી) લલીતાબેન કીરીટભાઇ દવે (રાજકોટ)ના મોટાભાઇનું અવસાન થયેલ છે.

કિર્તીભાઈ વોરા

રાજકોટઃ મોટા વડા નિવાસી (હાલ રાજકોટ) સ્વ.બાબુલાલ ઓધવજી વોરાના પુત્ર કિર્તીભાઈ (ઉ.વ.૭૩) તે રમેશભાઈ (દુરદર્શન), અરવિંદભાઈ (રિટાયર્ડ ડેપ્યુટી મેનેજર સ્ટેટ બેંક), સ્વ.નરેન્દ્રભાઈ તથા ભારતીબેન દિલીપભાઈ ગાંધી અને તરૂબેન વિજયકુમાર ઉનડકટ (સ્ટેટબેંક)ના ભાઈ તા.૧૧ના અરિહંત શરણ પામેલ છે. તેમનું ઉઠમણું આજે સોમવારે સવારે ૯:૩૦ વાગ્યે શ્રી મહાવીરનગર જૈન ઉપાશ્રય, મહાવીર સોસાયટી, લીંબુડી વાડી પાસે કાલાવડ રોડ ખાતે રાખેલ હતું. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ડો. શાંતિલાલ ત્રિવેદી

જામનગર  :  ગુ.હા.સમ. મોઢ બ્રાહ્મણ જ્ઞાતીના ડો. શાંતીલાલ ઉમીયાશંકર ત્રિવેદી જામનગર જે ડો. અજીતભાઇ ત્રિવેદી (સિક્કા), વિજયભાઇ ઉપેન્દ્રભાઇ તથા પન્નાબેન ના પિતાશ્રી તેમજ સ્વ. શંકરલાલ ઉમીયાશંકર, સ્વ. ફુલશંકરભાઇ, સ્વ. જયંતિભાઇ ત્રિવેદીના નાનાભાઇ રમેશચંદ્ર ઉમીયાશંકર ત્રિવેદીના મોટાભાઇ, વિકલ્પ, ભાર્ગવ ના દાદાશ્રી, સ્વ. બાબુભાઇ અનંતરાય ભટ્ટ (રાજકોટ) ના જમાઇનું તા. ૧૨મીએ કૈલાશવાસ થયેલ છેે. તેમનું ઉઠમણું તથા પીયર પક્ષનું બેસણું તા. ૧૩ સોમવારે સાંજે પ.૦૦ થી પ.૩૦, પાબારી હોલ, તળાવની પાસે સેલરમાં રાખેલ છે.

ગોદાવરી બેન ભટ્ટ

કેશોદ : ઓૈ. ગોૈ.બ્રાહ્મણ (શ્રી નાથ દાદા તડ) ગોદાવરીબેન હરસુખભાઇ ભટ્ટ (ઉ.વ.૮૦) તે હરસુખભાઇ ભટ્ટના ધર્મપત્ની તથા દિનેશભાઇ, અશોકભાઇ, હરેશભાઇ, દિવ્યેશભાઇ અને હર્ષિદાબેન જે. જોષી (ઉપલેટા), પન્નાબેન એમ. વ્યાસ (વેરાવળ) ના માતુશ્રી તા. ૧૦ ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૬ ને ગુરૂવારે બપોરે ૩ થી પ બ્રાહ્મણ બોર્ડીગ, શરદ ચોક, કેશોદ ખાતે રાખેલ છે.

કૃષ્ણકાંતભાઇ રાવલ

જુનાગઢ  :  કર્મકાંડી બાહ્મણ નરેશભાઇ રાવલ (હવેલી) ના પિતાશ્રી કૃષ્ણકાંતભાઇ દલપતરામભાઇ રાવલનું તા.૧૨ નેરવિવારના રોજ દેવલોેક પામેલ છે. બેસણું તા. ૧૩ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાન, સાત હવેલી, જનતા ચોક, જુનાગઢ ખાતે રાખેલ છે.

નંદલાલભાઇ પીઠડીયા

જુનાગઢ : નંદલાલભાઇ અરજણભાઇ પીઠડીયા (ઉ.વ.૫૯) તે મનસુખભાઇ તથા  પ્રવિણભાઇ તથા કરશનભાઇ ના નાનાભાઇ તથા ભરતભાઇના મોટા ભાઇનું અવસાન  થયું છેે. તા.૧૩ નેસોમવારના રોજ બેસણું બપોરે ૩ થી પ તેમના નિવાસસ્થાને, રાજ લક્ષ્મી એર્પાર્ટમેન્ટ, ટીંબાવાડી બાયપાસ રોડ, ખાતે રાખેલ છે.

પુંજાભાઇ સુખાભાઇ

જુનાગઢ  : રાજકોટ નિવાસી પુૅજાભાઇ સુખાભાઇ (ઉ.વ.૭૦) તે અમરાભાઇ તથા સીંધાભાઇ અને લાલાભાઇના પિતાનું તા.૧૧ ના રોજ અવસાન થયેલ છે. તા. ૨૨ના રોજ ભારતીનગર શેરી નં.૬ લાખના બંગલા વાળો રોડ, ગાંધીગ્રામ રાજકોટ ખાતે ઉત્તરક્રિયા અને પ્રાર્થના સભા રાખેલ છે.

શોભનાબેન પુરોહીત

રાજકોટઃ શ્રી સોરઠીય શ્રીગોળ માળવીય બ્રાહ્મણ મંદોરણાગીર નિવાસી ચંદ્રકાંતભાઈ અમૃતલાલ પુરોહિત (ભીખુભાઈ)ના ધર્મપત્ની શોભાનાબેન, તે પરેશભાઈ, ભાવેશભાઈ, દિવ્યેશભાઈ, હિરેનભાઈના માતુશ્રીનું તા.૧૨ના રોજ કૈલાશવાસી થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૬ના રોજ ૩ થી ૫ વાગ્યા સુધી મંડોરણા મૂકામે શીવ મંદિરે રાખેલ છે.

આશાબેન ઠકકર

રાજકોટઃ ધોરાજી નિવાસી આશાબેન નારણદાસ ઠકકર (ઉ.વ.૮૨)નું તા.૮ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

રંજનબેન પારેખ

રાજકોટઃ સ્વ. જયંતિભાઇ જગજીવન પારેખ (ભાયાવદર વાળા) હાલ રાજકોટના ધર્મપત્નિ સ્વ. રંજનબેન જયંતિબેન જયંતિલાલ પારેખ (ઉં.વ.૮૩) તે જે.જે. શાહ એન્ડ સન્સ વાળા સ્વ. મનોજભાઇ પ્રદિપભાઇ મયુરીબેન ખીમાણી, સાધનાબેન કામદાર, મીતાબેન મોદી, દિપ્તીબેન શાહના માતુશ્રી તા.૧૨ના અરિહંત શરણ પામેલ છે. તેમનું ઉઠમણું આજે સોમવારે સાંજે ૪ વાગ્યે સરદાર નગર ૯/૧૪ જૈન ઉપાશ્રયે રાખેલ છે.

ભુપેન્દ્રભાઇ પારેખ

રાજકોટઃ સોની ભુપેન્દ્રભાઇ ગીરધરલાલ પારેખ (ઉ.વ.૬૦) તે સ્વ. સોની ગીરધરલાલ ત્રિભોવનદાસ પારેખ (ટીંબાના) (મેવાળાવાળા)નાં પુત્ર તે ભીખાભાઇ હરીહરભાઇના નાનાભાઇ સ્વ. સોની ચુનીલાલ દામોદરદાસ આડેસરાના જમાઇ તે પ્રવિણભાઇ (બોટાદ)ના બનેવી, મનીષભાઇ, જીજ્ઞાબહેનના પિતાશ્રી અશ્વીના દાદા તા.૧૨ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બંને પક્ષનું બેસણું આજે બપોરે ૪ થી ૬,  પઃ૩૦ કલાકે રામ જરૂખા પ્રાર્થના હોલ કોઠારીયાનાનાકા ખાતે રાખેલ છે. (લૌકીક વ્યવહાર બંધ છે.)

ચંદુભાઇ વાજા

રાજકોટઃ વાળંદ ચંદુભાઇ મોહનભાઇ વાજા (ગોંડલવાળા) હાલ રાજકોટ (ઉ.વ.૭૨) તે ભાવેશભાઇ, રૂપેશભાઇ  તથા મીતાબેન વિનોદકુમાર શર્મા (ખેડા) ના પિતા સ્વ. કમલેશભાઇ, જીતેશભાઇ તથા નીલેશભાઇ (ગોંડલ) તથા હર્ષાબેન દિપકકુમાર ગોંડલીયા (જામનગર)ના કાકા, સ્વ. નટુભાઇ, પ્રવિણભાઇ તથા જીતેશભાઇ લીંબાણી (દેવળકી)ના બનેવી, ચંદુભાઇ વાજા, સ્વ. નાગજીભાઇ (અરડોઇ) ના સાઢુભાઇનું તા.૧૧ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૩ સોમવારના રોજ ૩:૩૦ થી ૫:૩૦ રાધાકૃષ્ણ મંદિર, ગાંધીગ્રામમાં રાખેલ છે.

હિંમતલાલ કરવત

કોડીનાર : નિવૃત સીટી તલાટી હિંમતલાલ શાંતિલાલ કરવત (ઉ.૭૧) તે જસ્મીનભાઇ, હિરેનભાઇ, ફાલ્ગુનીબેનના પિતા તેમજ હર્ષદભાઇ કરવત (તલાટી)ના મોટાભાઇનું તા.૧૦ના રોજ અમદાવાદમાં અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.૧૩ સોમવારે સાંજે ૪ થી ૬ વિસા સોરઠીયાવાડી ઘીકાંટા રોડ કોડીનારમાં રાખેલ છે.

વિવેકભાઇ પરમાર

ઉપલેટા : દરજી ગુજરાતી મચ્છુ કાઠીયાવાડી વિવેક (ઉ.૨૮) તે દિપકભાઇ રતિભાઇ પરમારના પુત્ર તથા પુજાબેન અને અમીબેનના ભાઇનું તા.૧૦ને શુક્રવારે અવસાન થયુ છે. બેસણુ તા. ૧૬ ગુરૂવારે સવારે ૮-૩૦ થી ૯-૩૦ તથા શાંતિયજ્ઞ ૧૦ થી ૧૨ દરજી મચ્છુકઠીયા ગુજરાતી જ્ઞાતિની વાડી દેવરામ શેરી ઉપલેટા ખાતે રાખેલ છે.

કાંતાબેન શેખડા

ગોંડલઃકાંતાબેન ગીરધરભાઈ શેખડા (ઉ.વ. ૭૫) તે અશોકભાઇ શેખડા ( આચાર્ય કુમાર શાળા નંબર ૫ અ, ઉપ પ્રમુખ ગોંડલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, ખજાનચી પટેલ વાડી જેલચોક) ના માતા , હાર્દિકભાઈ શેખડા (પોસ્ટ ઓફીસ ગોંડલ), પ્રતીક શેખડા (RDC બેંક)ના દાદીમાંનું તા ૧૦ ના રોજ અવસાન થયેલ છે, બેસણું તા-૧૩ સોમવાર ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે, નિવાસસ્થાન 'ઉત્સવ', ૭-કૈલાશબાગ, ગોંડલ ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

ગિરધરલાલ જુઠાણી

ગોંડલઃએડન નિવાસી હાલ ગોંડલ ગિરધરલાલ તારાચંદ જુઠાણી તે ગુલાબચંદનાં નાના ભાઇ,સ્વ.ચુનીલાલ સુંદરજીભાઇ ધોળીયાનાં જમાઇનું તા.૯ ગુરૂવારનાં અવસાન થયું છે.ઉતરક્રીયા તા.૨૦નાં રોજ રાખેલ છે.

કિશોરભાઇ સોલંકી

રાજકોટ : સ્વ. મગનભાઇ ભગવાનજીભાઇ સોલંકીના પુત્ર કિશોરભાઇ (ઉ.વ.૬૦) તે અશ્વિનભાઇ (પ્રભાત લોન્ડ્રી)નાં નાનાભાઇ તથા ભરતભાઇ (કૈલાશ લોન્ડ્રી)નાં મોટાભાઇ તેમજ પરેશભાઇના કાકા અને સમીરભાઇનાં મામાનું તા.૧૧ના રોજ અવસાન થયંુ છે. ઉઠમણું તા.૧૩ને સોમવારનાં રોજ સાંજે ૫ થી ૬ સુધી અલ્કેશ્વર મહાદેવ મંદિર, અલ્કાપુરી -૧/૧૨, રૈયારોડ, રાજકોટ ખાતે રાખ્યું છે

પ્રકાશચંદ્ર પંડયા

 રાજકોટ : કચ્છ ભુજ : રોહા કોટડાવાળા સ્વ. લક્ષ્મીશંકર કલ્યાણજી પંડયાના પુત્ર પ્રકાશચંદ્ર પંડયા (ઉ.વ. ૭૮) તે સ્વ. મોતીલાલ પંડયાના નાનાભાઇ, કિશોરભાઇ પંડયા, નિલેશ પંડયાના કાકાનું અવસાન તા.૧૨ના રોજ થયેલ છે તેમની પ્રાર્થના સભા તા.૧૩ના રોજ તેમના નિવાસ સ્થાને ઇન્દ્રપ્રસ્થ વિલા, શેરી નં. ૫, સરદાર નગર વેસ્ટ રાજકોટ ખાતે રાખેલ છે.

ભારતીબેન ગોસ્વામી

ભાવનગર  :  જીવરાજ પરી માનપરીના પત્ની ભારતીબેન (ઉ.વ.૬૫), હાલ ભાવનગર, જે કિશોરગીરી બાવગીરી, પ્રદિપગીરી બાવગીરી (ભાવનગર) ના બેન તથા શિલ્પાબેન તેમજ અલ્પાબેનના માતુશ્રી, અજય પર્વત તથા ધર્મેશભાઇના સાસુ નું અવસાન થયેલ છે. બેસણું તા.૧૩ ને સોમવારે ૪ થી ૬ શક્ષેશ્વર મહાદેવ મંદિર બાર નંબરના બસ સ્ટેન્ડ પાસેભાવનગર ખાતે રાખેલ છે.

ભાવનગરના રાજબાઇબાનું ૧૦૮ વર્ષની વયે અવસાન

ભાવનગર  : કાંતિગીરી સુખદેવગિીરી ના ધર્મપત્ની રાજબાઇબા (ઉ.વ.૧૦૮) તે સ્વ. મનુગીરી તથા સ્વ. ઈશ્વરગીરી તથા ચંપાબેન લહેરગીરી (ગારીયાધાર) ના માતુશ્રી તેમજ પ્રવિણગીરી (પ્રમુખ શ્રી ખશનામ ગોસ્વામી સમાજ સેવા ટ્રસ્ટ) તથા રાજેન્દ્રગીરી (બીએમસી) તથા   અનિલગીરી ના દાદી તેમજ વિજયગીરી (પીજીવીસીએલ કોન્ટ્રાકટર) તથા ભાવેશગીરી તથા કાર્તિકગીરીના  દાદીમાં નું અવસાન થયેલ છે. ભંડારો તા.૨૦ સોમવારના રોજ તેમજ બેસણું તા. ૧૩ સોમવારના રોજ આખો દિવસતેમના નિવાસ સ્થાન પ્લોટ નં.૧૫૫/એ, જવાહરનગર, લીલા સર્કલ પાસે સિદસર રોડ, ભાવનગર રાખેલ છે.

નયનાબેન વડેરા

ચલાલા : ચલાલા નિવાસી નયનાબેન યશલાલભાઇ વડેરા (ઉ.વ.પ૦), તે ભાવેશભાઇ યશલાલભાઇ વડેરા મુળ ચલાલા (હાલ જુનાગઢ)ના મોટા બહેન તેમજ રેખાબેન,ઇલાબેન અને ભારતીબેનના નાના બહેનનું તા. ૧૧મીએ અવસાન થયેલ છે. ઉઠમણું આજે તા. ૧૩ સોમવારે સાંજે ૪ થી પ, માંગનાથ મંદિર (માંગનાથ કમાન અંદર) રાખેલ છે.

પ્રભુદાસભાઇ  મજીઠીયા

મોરબી : પ્રભુદાસભાઇ મંગળજીભાઇ મજીઠીયા (પીઠડવાળા) (ઉ.વ.૮પ) તે દેવચંદભાઇ તથા ડો. ગુલાબભાઇના ભાઇ તથા હર્ષદભાઇ, રસીકભાઇ, મહેશભાઇ, ચંદ્રીકાબેન તેમજ તરૂબેનના પિતાશ્રી અને હાર્દિક તેમજ મિલનના દાદા તે બેલા (આમરણ) વાળા વ્રૃજલાલભાઇ રૂગનાથભાઇ પોપટના જમાઇ તથા હરગોવિંદભાઇ, બચુભાઇ (રાધિકા ટાઇમ) તેમજ હરસુખભાઇના બનેવી તા. ૧૧મીએ શ્રીજીચરણ પામેલ છે. બેસણું તેમજ સસુરપક્ષની સાદડી આજે તા. ૧૩ ને સોમવારે સાંજે ૪ થી પ, રામેશ્વર મંદિર, જીઆઇડીસી સામેની શેરી, અંકુર સોસાયટી, મોરબી ખાતે રાખેલ છે.

ગૌરીબેન ભટ્ટ

ગોંડલ : ઔ.સહસ્ત્ર ચીભડીયા બ્રાહ્મણ જ્ઞાતિના પ્રતાપભાઇ છગનલાલ ભટ્ટના પત્ની ગૌરીબેન (ઉ.વ.૮ર) તે જાનુભાઇના ભાભી તથા સ્વ.જનકભાઇ, ચંદ્રવદનભાઇ, શૈલેષભાઇ, હિમાંશુભાઇ, અજયભાઇના માતુશ્રી, આશિષ, પાર્થ, રઘુના દાદીમાનું તા. ૧રના રોજ અવસાન થયેલ છે. બેસણું આજે તા. ૧૩ ને સોમવારે સાંજે ૪ થી ૬ સોની સમાજની વાડી, સ્ટેશન પ્લોટ ગોંડલ મુકામે રાખેલ છે.

લીલાબા સરવૈયા

ગોંડલ : લીલાબા સરવૈયા (ઉ.વ.૭પ) તે રાજેન્દ્રસિંહ (રાજુભાઇ) ગજેન્દ્રસિંહ સરવૈયાના પત્ની તા. ૧૧ના રોજ અવસાન થયેલ છે.  તેઓનું બેસણું આજે તા.૧૩ના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને ભોજરાજપરા શેરી નં.૧૮/!૩ ખાતે રાખેલ છે.

ભાનુબેન શાહ

કાલાવડ : શાહ જયસુખલાલ હીરાલાલના ધર્મપત્ની ભાનુબેન (ઉ.વ.૮પ) તે જયેશભાઇ, બીપીનભાઇ, પ્રમીલાબેન (જામનગર) તથા પ્રીતીબેન (જામનગર)ના માતા તેમજ પ.પૂ. હંસાબાઇ મહાસતીજીના સંસારી બહેન તેમજ દર્શીતભાઇ, દિશાંતભાઇ, વિશ્વાબેન અને કેજસના દાદીમાનું આજે તા.૧૩ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું આજે તા. ૧૩ ને સોમવારે સાંજે ૪ વાગ્યે જૈન ઉપાશ્રય કાલાવડ ખાતે રાખેલ છે.

પ્રેમકુંવરબેન કોટેચા

રાજકોટઃ રાવલ નિવાસી ગં.સ્વ. પ્રેમકુંવરબેન વિરજીભાઇ કોટેચા (ઉ.વ.૯૫) તે સ્વ. વિરજીભાઇ સવજીભાઇ કોટેચા (બાબુભાઇ)ના ધર્મપત્નિ અને કિશોરભાઇ વિઠલાણી (કિશોરભાઇ વિઠલદાસ વાળા), પ્રેમજીભાઇ (રાવલ) તથા વેણીલાલ તેમજ કાંતિલાલ તન્ના (જામનગર), પરસોતમભાઇ રાયચુરા (ખંભાલીયા) તથા પરેશભાઇ તન્ના (મોરબી) ના મામી તા.૧૧ને શનિવારે શ્રીજી ચરણ પામેલ છે. જેમની પ્રાર્થનાસભા (બેસણું) તા.૧૩ને સોમવારે  ૩:૩૦ થી ૪ શ્રી કોટેશ્વર મહાદેવ મંદિર રાવલ ખાતે રાખેલ છે.

જશુબેન સોલંકી

રાજકોટઃ ધોબી જશુબેન ભવાનભાઇ સોલંકી તે ભવાનભાઇ બચુભાઇ સોલંકીના ધર્મપત્ની અને રમેશભાઇ યોગેશભાઇ, ભાવેશભાઇ, સ્વ.ચંદ્રેશભાઇના માતુશ્રીનું તા.૧૧ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું આજે તા.૧૩ના સોમવારે સાંજે ૪ થી પ, સોરઠીયા ધોબી જ્ઞાતીની વાડી અટીકા ખાતે રાખેલ છે.  તેમજ આર્યસમાજવીધીથી શાંતિયજ્ઞ તા.૧પના બુધવારે ભવનાથ પાર્ક-ર, જ્ઞાન ગંગા સ્કુલ પાસે રાખેલ છે.

કિર્તીભાઇ વોરા

રાજકોટઃ મોટાવડા નિવાસી (હાલ રાજકોટ) સ્વ.બાબુલાલ ઓધવજી વોરાના પુત્ર કિર્તીભાઇ (ઉ.વ.૭૩) તે રમેશભાઇ (દુરદર્શન) અરવિંદભાઇ (રિટાયર્ડ સ્ટેટ બેંક મેનેજર) સ્વ.નરેન્દ્રભાઇ તથા ભારતીબેન દિલીપભાઇ ગાંધી અને તરૂબેન વિજયકુમાર ઉનડકટ (સ્ટેટ બેંક)ના ભાઇ તા.૧૧ના અરિહંત શરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૧૩ના સોમવારે સવારે ૯-૩૦ વાગ્યે શ્રી મહાવીરનગર ઉપાશ્રય, મહાવીર સોસાયટી, લીંબુડીવાડી પાસે કાલાવડ રોડ ખાતે રાખેલ છે. (લૌકીક વ્યવહાર બંધ છે)

રવુબા ચાવડા

રાજકોટ : રવુબા નટવરસિંહ ચાવડા તે નટવરસિંહ અમરસિંહ ચાવડાના ધર્મપત્ની તેમજ જયેન્દ્રસિંહ, પરેશસિંહ, પ્રકાશસિંહના માતુશ્રી તથા સ્વ. કરણસિંહ તથા પ્રવિણસિંહના ભાભીનું તા. ૧ર ના રોજ અવસાન થયુ છે. તેમનું બેસણું તા. ૧૬ ના ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી ગુર્જર ક્ષત્રીય રાજપૂત સમાજની વાડી, વિદ્યાનગર-ર ખાતે રાખેલ છે.