Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018
લકી ડોગવાળા કૌશિકભાઈ માવદીયાનું દુઃખદ અવસાન : સોમવારે બેસણું

રાજકોટ : લકી ડોગ ટ્રેનીંગ સ્કુલ તથા હોસ્ટેલવાળા કૌશિકભાઈ માવદીયા (ઉ.વ.૩૭)નું આજે તા.૧૩ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ને સોમવારના રોજ ધરમેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર આવાસ યોજનાની સામે, સ્ટર્લીંગ હોસ્પિટલ પાછળ, ૧૫૦ ફૂટ રીંગ રોડ રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

અવસાન નોંધ

પુરીબેન દુધરેજીયા

રાજકોટ : મુળ કમળાપુર (હાલ જસદણ) સ્વ.પુરીબેન જીવરામભાઈ દુધરેજીયા (ઉ.વ.૮૫) તે વિષ્ણુદાસ, ભોળારામ, ભગવાનદાસ, છબીલદાસ, પ્રવિણભાઈના માતુશ્રી તે પ્રજ્ઞેશ, અલ્પેશ, રમેશ, વિજય, હિરેન, મેહુલ, આદિત્ય, કાર્તિકના દાદીમા તા.૧૧ને બુધવારના રોજ શ્રી રામચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે, તેમના નિવાસસ્થાન : ચિતલીયા રોડ, અક્ષરધામ સોસાયટી, જસદણ મુકામે રાખેલ છે.

ચંદ્રિકાબેન ચાવડા

ઉપલેટાઃ ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતીના રતિલાલ રામજીભાઇ ચાવડાના ધર્મપત્ની ચંદ્રિકાબેન (ઉ.વ.૭૦) તે દેવેન્દ્રભાઇ તથા ચેતનભાઇના માતુશ્રી તથા જયેશભાઇના કાકી અને રાજકોટ નિવાસી હિતેશકુમાર જગજીવનભાઇ ચૌહાણના સાસુ તા.૧૧ બુધવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. બેસણું તા.૧૪મીએ શનિવારે ૪ થી ૬ ગુજરાતી દરજી જ્ઞાતીની વાડી, દેવરામ શેરી, ઉપલેટા રાખેલ છે અને તા.૧પ રવિવારે સવારે ૯ વાગ્યે શાંતિયજ્ઞ રાખેલ છે.

નર્મદાબેન ગૌસ્વામી

વાંકાનેરઃ વીશીપરા ખાતે રહેતા ગૌસ્વામી નર્મદાબેન ન્યાલગીરી (ઉ.વ.૮પ)  તેઓ ગુણવંતગીરી ન્યાલગીરી ગોસ્વામી તથા નરેશગીરી ન્યાલગીરી ગૌસ્વામીના માતૃશ્રીનું તા.૧૧મીએ અવસાન થયુ છે. બેસણું તા.૧૪મીએ શનિવારે પરશુરામ પોટરી અંદર ગણપતિજીના મંદિર ખાતે સાંજે ૪: થી ૬: દરમ્યાન રાખેલ છે. શંખાઢોળ તા.૨૦ના રાખેલ છે.

નરેન્દ્રભાઇ વિસાવડીયા

વેરાવળ : નરેન્દ્રભાઈ રણછોડભાઈ વિસાવડીયા ઉ.પર તે  અરૂણભાઈ(ઈન્ડીયન રેયોન),પ્રવિણભાઈ(એસબીઆઈ) વાળા  ના નાનાભાઈનું તા.૧ર ના અવસાન થયેલ છે.

રાઘવેન્દ્રદાસ આચાર્ય

જુનાગઢઃ પલાસવા નિવાસી રામાનંદી સાધુ રાઘવેન્દ્રદાસ લાલદાસ આચાર્ય (ઉ.વ.૬પ) તે કિશોરભાઇ પ્રિતમભાઇ માધવભાઇ (અમરેલી) ના મોટા ભાઇ ભરતભાઇ -ઘનશ્યામભાઇ (જુનાગઢ) ના કાકા અને જગદીશભાઇ ધરમદાસભાઇ પિતાજીનું તા.૧૧ ને બુધવારે અવસાન થયેલ છે. બેસણું તા.૧૩ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

લીલાવંતીબેન ધોળકીયા

રાજકોટઃ દશા  સોરઠીયા વણિક સ્વ. પ્રવિણભાઇના માતુશ્રી ગંગ સ્વ. લીલાવંતીબેન જયંતિલાલ ધોળકીયા (ઉ.વ.૯૦)  તે ભાનુબેન, ઇન્દુબેન, ચંદ્રીકાબેન, સરોજબેન, રંજનબેનના માતુશ્રી તથા મનીષભાઇ તથા વંદનાબેનના દાદીજી તથા મિત્તલબેનના દાદીજી સાસુ તા.૧૨ (શુક્રવારના)ના રોજ શ્રીજી ચરણ પામેલ છે.

 ભાવનાબેન રાઠોડ

રાજકોટઃ છગનલાલ ત્રીભોવનદાસ રાઠોડના ધર્મપત્નિ ભાવનાબેન (ઉ.વ.૫૯) તે સંદીપ, દિપેશ રાઠોડના ધર્મપત્નિ ભાવનાબેન (ઉ.વ.૫૯) તે સંદીપ, દિપેશ રાઠોડના માતુશ્રી તથા લાભુબેન ચુનીલાલ ચૌહાણની પુત્રીનું તા.૧૧ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૪ને શનિવારના રોજ ૩ થી ૪:૩૦ વાણંદ સમાજની વાડી, લક્ષ્મીનગર, રાજકોટ ખાતે રાખેલ છે.

 મહેન્દ્રભાઇ મકવાણા

રાજકોટઃ મહેન્દ્રભાઇ રસિકભાઇ મકવાણા (ઉ.વ.૬૦) તેઓ સંદીપ, પલ્લવી ચૌહાણ, સેજલ જાદવ, તન્નવી (ડોલી)ના પિતાશ્રી, ચેતનબેનના સસરા, રાજુભાઇના મોટાભાઇ, વાલજીભાઇ, બાબુભાઇ, કિશોરભાઇ, ગીતાબેેનના બનેવી અને નયનાબેન ચૌહાણના માસાનું તા.૧૨ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૪ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રંગીલા હનુમાન મંદીર, વિવેકાનંદ નગર, ૪૦ ફુટનો રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

કિશોરભાઈ રાઠોડ

રાજકોટ : મુળ કમળાપુર અને હાલ રાજકોટ વિરાટનગર શેરી નં. ૩માં નાલંદા સ્કુલ સામે રહેતા રાઠોડ મનુભાઈ વાલેરાભાઈના પુત્ર કિશોરભાઈ (ઉ.વ.૩૭)નું તા.૧૨ને ગુરૂવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

અમૃતલાલ કેસરીયા

રાજકોટ : ત્રંબાવાળા હાલ રાજકોટ નિવાસી અમૃતલાલ રણછોડદાસ કેસરીયા (ઉ.વ.૮૨) જે સ્વ. નંદલાલભાઈ તથા હંસરાજભાઈના મોટાભાઈ તેમજ રાજેશભાઈના પિતા તથા પ્રશાંત, ભાવેશના દાદા, જે મહેન્દ્રભાઈ જેન્તીભાઈ વસાણી તથા હસમુખલાલ રમણીકલાલ મીરાણીના સસરા તેમજ જામકંડોરણાવાળા સ્વ.પાનાચંદ રવજીભાઈ ગોટેચા તથા વાસાવડવાળા સ્વ.નાગજીભાઈ ઘુસાભાઈ ગણાત્રાના જમાઈનું તા.૧૨ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા બેસણું તા.૧૪ને શનિવારે સાંજે ૪ થી ૫ કલાકે શાંતેશ્વર મહાદેવ મંદિર, ગોવિંદનગર મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૮૨૫૮ ૫૯૧૩૬.

મનહરભાઈ મહેતા

રાજકોટ : મનહરલાલ નેણસીભાઈ મહેતા (મનહર લોજવાળા) (ઉ.વ.૮૮) તે હંસાબેનના પતિ અને મયુરભાઈ (એસબીઆઈ), રાજેનભાઈ, વિલાસબેન, ઈલાબેન, વિભાબેન, દર્શનાબેનના પિતાશ્રી અને અલ્કાબેન તેમજ કવિતાબેનના સસરા તા.૧૨ના અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૪ના શનિવારે સવારે ૧૦ વાગ્યે શ્રી મણીયાર દેરાસર, ચૌધરી હાઈસ્કુલ સામે રાખેલ છે અને પ્રાર્થનાસભા ૧૧ વાગ્યે ભગવાન ભુવન વાડી, ૬/૧૧ પંચનાથ પ્લોટ ખાતે રાખેલ છે.