Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019
મુરલીધર કેટરર્સ વાળા રશિકભાઇ આશિયાણીનું અવસાનઃ શુક્રવારે બેસણુ

રાજકોટઃ સ્વ. રશિકભાઇ આશિયાણી (મુરલીધર કેટરર્સ વાળા)તે નાગજીભાઇ આશિયાણીના પુત્ર તેમજ વલ્લભભાઇના નાનાભાઇ તેમજ સંજયભાઇના મોટાભાઇ તેમજ ધૈર્યના પિતાનું તા. ૧૦ને સોમવારના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૪ શુક્રવારે સાંજે ૪થી૬ તેમના નિવાસ સ્થાન ઇશ્વરીયા પાર્ક, દ્વારકાધિશ પેટ્રોલ પંપ પાછળ માધાપર રાજકોટ ખાતે રાખેલ છે.

જૈન અગ્રણી મયુરભાઈ શાહના મોટાભાઈ બીપીનભાઈ (યુનીયન બેન્ક)નું દુઃખદ અવસાનઃ શનિવારે ઉઠમણું- પ્રાર્થનાસભા

રાજકોટ,તા.૧૩: બીપીનભાઈ(ઉ.વ.૭૧) (યુનિયન  બેંક) તે સ્વ. ભુપતલાલ વ્રજલાલ શાહના પુત્ર, ઉષાબેનના પતિ તે મીરા તેજશકુમાર મહેતા ના પિતા, તે સ્વ. ઉર્મિલાબેન, મૃદુલાબેન, જયોતિબેન, વર્ષાબેન, મીનાબેન, જૈન તથા ભાજપ અગ્રણી મયુરભાઇ (મોે.૯૪૨૮૨ ૦૦૦૭૫) ના ભાઇ તે ડો. સ્વ. ધીરજલાલ તેજાણીના જમાઈ, ભુપેન્દ્રભાઈ, ભરતભાઈ (નાઇરોબી), પ્રકાશભાઇ, નરેશભાઇ (લંડન) તે રમેશભાઇ મહેતા ના વેવાઇ નુ તા. ૧૩ ગુરૂવાર ના રોજ દુઃખદ અવશાન થયેલ છે. સ્વ. બીપીનભાઇની સ્મશાનયાત્રા આજે ગુરૂવાર સવારે ૯:૩૦કલાકે તેમના નિવાસસ્થાન , ''મયુર'' ૧, દિવાનપરા, દિવાનપરા પોલીસચોકી પાછળ ખાતેથી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં જૈન- જૈનતરો તથા ભાજપ અગ્રણીઓ જોડાયેલ.  સદ્દગત બીપીનભાઈનું ઉઠમણું  તા.૧૫ને શનિવારના રોજ સવારે ૯:૩૦ કલાકે તથા પ્રાર્થનાસભા સવારે ૧૦:૩૦ કલાકે જૈન ભુવન, ૨૧ ન્યુ જાગનાથ પ્લોટ, સર્વેશ્વર ચોક પાસે, યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

જીવરામદાસ નાગરદાસ રામાનુજ દુઃખદ અવસાન : કાલે બેસણું

રાજકોટ : ચાણપર તા. મુળી જિ. સુરેન્દ્રનગરના રામજી મંદિરના જીવરામદાસ નાગરદાસ રામાનુજ (ઉ.વ.૭૬) તે સમાજના દાતા ભામાશા શ્રી નિરંજનભાઇ જીવરામદાસ રામાનુજ (સમાજ સુરક્ષા વિભાગ રાજકોટ) દશરથભાઇ રામાનુજ મુકેશભાઇ રામાનુજ, ગીતાબેન અરૂણકુમારના પિતા શ્રી ડો. મિથિલેશ અને વિશ્વ યોગ સમ્રાટ યોગીભાઇના દાદાનું તા.૧૦-ને સોમવાર રામચરણ પામેલ છે. તેમનું બેસણુ તા.૧૪-૬-ર૦૧૯ને શુક્રવારના તેના વતન (ચાણપર)  ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

પ્રફુલભાઇ બુધ્ધદેવ

જુનાગઢઃ મુળ ગામ મેસવાણ વાળા, પ્રફુલભાઇ હંસરાજભાઇ બુધ્ધદેવ (ઉ.વ.૬૧) તે સ્વ.હંસરાજ પુરષોતમ બુધ્ધદેવના પુત્ર તે સ્વ.વિનોદભાઇ, રાજેશભાઇ, પરેશભાઇ તથા રાકેશભાઇના મોટાભાઇ તે નીલમબેન મુકુન્દ તન્ના તથા પ્રતિભાબેન પંકજ કારીયાના ભાઇ તે રીતેષ તથા નિલય તથા સ્વ.મીલનના મામા, તે અવની, પૂજા, નિકીતા, ચીરાગના કાકા તે સ્મીથ, ડિમ્પલ, રીધ્ધી તથા પાર્થના મોટા પપ્પા તે સ્વ.પ્રાગજી જીવરાજ ઉનડકટના જમાઇનું તા.૧૦ના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું ગુરૂવારે તા.૧૩ના રોજ કોટેશ્વર મહાદેવ, પોલીસ હેડ કવાર્ટર પાસે, જૂનાગઢ ખાતે બપોરે પ થી૬ રાખેલ છે.

પુષ્પાબેન અડાલજા

રાજકોટઃ મોઢ વણિકઃ મૂળ જામનગર, હાલ રાજકોટ નિવાસી પુષ્પાબેન પ્રદ્યુમનભાઇ અડાલજા (ઉ.વ.૭૩) તે પ્રદ્યુમનભાઇ અડાલજાના ધર્મપત્ની તેમજ જયેન્દ્રભાઇના ભાભીશ્રી તથા કદમ, પલ્લવી, સંગીતા, જીજ્ઞા, ક્રિષ્નાના માતુશ્રી તથા નટુભાઇ અને બકાભાઇ ગાંધી (મોરબી)ના બેનનું તા.૧રના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું આજે તા.૧૩ના ગુરૂવારે સાંજે પ થી ૬, મોઢ વણિક વિદ્યાર્થી ભવન (ભોજન શાળા), પ-રજપુતપરા, ખાતે રાખેલ છે.

કિંજલબેન જયેન્દ્રભારથી

રાજકોટઃ કુ. કિંજલબેન જયેન્દ્રભારથી, તેઓ જયેન્દ્રભારથી રતિલાલભારથીની દિકરી તથા શૈલેષભારથી રતિલાલભારથીની ભત્રીજી તેમજ વિવેકભારથીની બેનનો કૈલાસવાસ તા.૧રના થયેલ છે. તેનું બેસણું તા.૧૪ને શુક્રવારે સાંજે પ થી ૭, રામદેવ રણુજા મંદિર, પોપટપરા મેઇન રોડ, ખાતે રાખેલ છે. તેમની શંખઢોળ, પૂજનવિધિ તા.૧૮ને મંગળવારે સાંજે ચામુંડા કૃપા, પોપટપરા શેરી નં.૧૪/પનો ખૂણે રાખેલ છે.

જનકરાય વાગડીયા

રાજકોટઃ ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ જનકરાય હરિલાલ વાગડીયા (ઉ.વ.૮૪) તે યજ્ઞેશભાઇ અને તુષારભાઇના પિતાશ્રીનું તા.૧રના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૪ના શુક્રવારે સવારે ૮ થી ૧૦, એ-૧૦૬, આસ્થા એપાર્ટમેન્ટ, હિરાબાગ વિભાગ-રની સામે, ઘાટલોડીયા અમદાવાદ ખાતે રાખેલ છે.

રામજીભાઇ ચુડાસમા

જુનાગઢ : મુળ ચોરવાડ હાલ જુનાગઢ નિવાસી રામજીભાઇ માંડણભાઇ ચુડાસમા (ઉ.૭૧) તે ડો. રવિન્દ્રભાઇ (મેડીકલ ઓફીસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કુકસવાડા)ના પિતા તથા સ્વ. ઉકાભાઇ અને સ્વ. પરબતભાઇના નાનાભાઇ તેમજ સ્વ. પાંચાભાઇ અને કરશનભાઇના મોટાભાઇનું તા. ૧ર ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧પ ના રોજ સવારે  રામબાગ, કુકસવાડા રોડ, ચોરવાડ તથા તા. ૧૬ ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે નિવાસ સ્થાન ગીતાંજલી ર૭ ખોડીયારનગર, જોષીપુરા જૂનાગઢ રાખેલ છે.

રતિલાલભાઇ માંડલીયા

ઉપલેટા : મુળ ઉપલેટા હાલ દોલતપરા જૂનાગઢ સ્વ. દુર્લભજીભાઇ કાળીદાસ માંડલીયાના નાના પુત્ર રતિલાલભાઇ દુર્લભજીભાઇ માંડલીયા (ઉ.૬૬) તે મનુભાઇ મરજાદી, રમેશભાઇના નાનાભાઇ તેમજ પિયુષભાઇ, કુમારભાઇ, તથા ભારતીબેન વિપુલકુમારના પિતાશ્રીનું અવસાન થયું છે. બેસણું તા. ૧૩ મીએ સાંજે ૪ થી ૬ નિવાસ સ્થાન સામે સિધ્ધાર્થ સ્કુલના હોલમાં દોલતપરા જૂનાગઢ રાખેલ છે.

રામજીભાઇ આંબલીયા

મોરબી : રામજીભાઇ કરશનભાઇ આંબલિયા (ઉ.વ.૬૭) તે કાંતાબેનના પતિ, તેમજ રમેશભાઇ આંબલિયા (ટીવી-૯ રિપોર્ટર), સરોજબેન, પ્રદીપભાઇ અને કિરણભાઇના પિતા તથા પાવર્તીબેન, જયોતિબેન, સ્વ. વિનુભાઇ, સ્વ. નટુભાઇ તથા ગોૈતમભાઇના ભાઇનું તા.૧૧ ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.૧૩ ને ગુરૂવારે સવારે ૮ થી ૧૦ કલાકે નિવાસસ્થાન ૧૨, મારૂતિ પ્લોટ, વરિયા મંદિરની વાડી પાછળ, સોઓરડી, મોરબી-ર ખાતે રાખેલ છે.

કંચનબેન રાઠોડ

રાજકોટઃ દલસુખભાઇ પુનાભાઇ રાઠોડના પત્નિ કંચનબેન તે રવિભાઇના માતુશ્રી તા.૧૨ બુધવારના શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૪ શુક્રવારે સાંજે ૫ થી ૭ 'સહજાનંદ', પૂજાપાર્ક-૨, હુડકો શાક માર્કેટ પાછળ, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

લીલાવંતીબેન ગોહીલ

રાજકોટઃ લીલાવંતીબેન ચંદુભાઈ ગોહીલ (ખવાસ) તે જગદીશભાઈ તથા કમલેશભાઈ ચંદુભાઈ ગોહિલના માતુશ્રીનું તા.૧૨ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧૪ના શુક્રવારે સાંજે ૪ થી ૬ નિવાસસ્થાને ૧૫- એ વિજય પ્લોટ, બંધ શેરી, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

એકતાબેન મોટવાણી

રાજકોટઃ ગુરૂમુખદાસ પહુમલ મોટવાણીના પુત્રવધુ અને હિતેશભાઈ (અમિત) ગુરૂમુખદાસ મોટવાણીના ધર્મપત્ની એકતાબેન મોટવાણી (ઉ.વ.૨૪)નું તા.૧૨ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું (પગડીયું) તા.૧૪ના સાંજે ૬ કલાકે (ભાઈઓ તથા બહેનો)નું સાથે રામેશ્વર મંદિર, રામેશ્વર ચોક એરપોર્ટ રાજકોટ ખાતે રાખેલ છે

ચેતનભાઈ પલાણ

રાજકોટઃ ચેતન વનમાળીદાસ પલાણ (ઉ.વ.૪૦) તા.૧૨ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૪ શુક્રવારના તેમના નિવાસસ્થાન વૃંદાવન સોસાયટી આરએમસી કવાર્ટસ કાલાવડ રોડ રાજકોટ (મો.૯૯૯૮૪ ૧૯૯૫૧) ખાતે સાંજે ૫ થી ૭ રાખેલ છે.

અજીતસિંહ પઢીયાર

રાજકોટઃ જામખંભાળીયાના વતની હાલ રાજકોટ અજીતસિંહ ભૂપતસિંહ પઢીયાર (ઉ.વ.૭૦) તે સ્વ.ભૂપતસિંહ (દાજીબાપુ)ના પુત્ર તેમજ નટવરસિંહ રતનસિંહ પઢીયારના નાનાભાઈ, સ્વ.રણજીતસિંહ રતનસિંહ પઢીયારના નાનાભાઈ, સ્વ.શિવુભા ભૂપતસિંહ  પઢીયારના મોટાબાપુનું તા.૧૨ના બુધવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૪ના શુક્રવારે સાંજે ૫ થી ૬ ગાયત્રી મંદિર, ગીતાનગર, ગોંડલરોડ, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિકપ્રથા બંધ રાખેલ છે.

વિનોદરાય રાવલ

ઉપલેટા : નિવાસી ઓૈદિત્ય ગઢીયા  બ્રાહ્મણ વિનોદરાય રામશંકર રાવલ (ભીમોરા) (ઉ.વ.૭૯), તે વિજયભાઇ (જીછ.ઇ.બી.), જયોતિબેન કિશોરચંદ્ર મહેતાના પિતાશ્રી તા.૧૨ ના બુધવારે અવસાન પામ્યા છે.  તેમનું બેસણું તા. ૧૫ શનિવારે  સાંજે ૪ થી ૬ ત્રિલોકનાથ મહાદેવ મંદિર ઉપલેટા રાખેલ છે.

મયુરધ્વજસિંહ જાડેજા

રાજકોટઃ મોરબીના કુંતાશી ગામના વતની હાલ રાજકોટ નિવાસી જયરાજસિંહ ગંભીરસિંહ જાડેજાના નાનાભાઇ સ્વ. ધર્મેન્દ્રસિંહના મોટા પુત્ર મયુરધ્વજસિંહ જાડેજા (ઉ.૩૪) તે હેમેન્દ્રસિંહ (ચીકુભાઇ) તથા કરણસિંહના ભાઇનું તા. ૧૨ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૧૭ના સોમવારે સાંજે ૪ થી ૬, રામદેવપીર મંદિર, કર્મચારી સોસાયટી પુનિતનગર પાણીના ટાંકા પાછળ રાજકોટ ખાતે તથા ઉત્તરક્રિયા તા. ૧૮ના તેમના નિવાસસ્થાન પુનિતનગર ખાતે રાખેલ છે.

મયુરધ્વજસિંહ જાડેજા

રાજકોટઃ મોરબીના કુંતાશી ગામના વતની હાલ રાજકોટ નિવાસી જયરાજસિંહ ગંભીરસિંહ જાડેજાના નાનાભાઇ સ્વ. ધર્મેન્દ્રસિંહના મોટા પુત્ર મયુરધ્વજસિંહ જાડેજા (ઉ.૩૪) તે હેમેન્દ્રસિંહ (ચીકુભાઇ) તથા કરણસિંહના ભાઇનું તા. ૧૨ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૧૭ના સોમવારે સાંજે ૪ થી ૬, રામદેવપીર મંદિર, કર્મચારી સોસાયટી પુનિતનગર પાણીના ટાંકા પાછળ રાજકોટ ખાતે તથા ઉત્તરક્રિયા તા. ૧૮ના તેમના નિવાસસ્થાન પુનિતનગર ખાતે રાખેલ છે.

રમણીકભાઇ વાઘેલા

રાજકોટ  : વાંકાનેર નિવાસી રમણીકભાઇ ચતુરભાઇ વાઘેલા (ઉ.વ.૬૭) તે મનુભાઇ અને વસંતભાઇના મોટાભાઇ તેમજ કિરીટભાઇ,મનિષભાઇ, જીજ્ઞેશભાઇના પિતાશ્રી તેમજ હર્ષદકુમાર લાલજીભાઇ રાઠોડના સસરાનું તા.૧૨ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૪ ના શુક્રવારે તેમના નિવાસ સ્થાન પ્રજાપતિની વાડી, સિધ્ધાર્થનગર, સ્ટેશન રોડ, વાંકાનેર ખાતે રાખેલ છે.

કંચનબેન ભાડલીયા

રાજકોટ : કારડીયા રાજપુત સ્વ. બટુકભાઇ માનસિંગભાઇ ભાડલીયાના પત્ની કંચનબેન (ઉ.વ.૭૦) તે સ્વ. રસીકભાઇ, સ્વ. દિલીપભાઇ, ચંદ્રેશભાઇ, રાજુભાઇ અને સ્વ. શરદભાઇ ના ભાભી અને પ્રફુલભાઇ, મુન્નાભાઇ, કમલેશભાઇના માતુશ્રીનું તા. ૯ ના અવસાન થયું છે. તેમનું  ઉઠમણું તા. ૧૪ ને શુક્રવારે રાષ્ટ્રીયશાળા પ્રાર્થના હોલ ખાતે સાંજે ૫ થી ૭ રાખેલ છે.

કિશોરભાઇ શુકલ

રાજકોટઃ ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો જ્ઞાતીનાં છગનભાઇ જીવાભાઇ શુકલના સુપુત્ર સ્વ. કિશોરભાઇ સી. શુકલનું તા. ૧રને બુધવાર અવસાન થયેલ છે. બેસણું તા. ૧૪ને શુક્રવારે સવારે ૯ થી ૧૧ તેમના નિવાસસ્થાને રાખેલ છે. બી૧/૩ ન્યુ અલકનંદા ફલેટસ બિમલ ફલેટસની સામે આઝાદ સોસાયટી અમદાવાદ-૧પ ખાતે રાખેલ છે.