Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018
સાણથલી માજી સરપંચ બાબુભાઇ કચ્છીનું અવસાન

સાણથલી (જસદણ): સરદાર સહકારી મંડળીના પ્રમુખ અને માજી સરપંચ, બાબુભાઇ નરશીભાઇ કચ્છી (ઉ.વ.૭૦)નું અવસાન થયુ છે. સદ્દગતના માનમા બજારો બંધ રહી હતી.

સ્મશાનયાત્રામાં લોકો-આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને અંજલી અર્પી હતી. લોકચાહના મેળવનાર બાબુભાઇ કચ્છી સ્વામીનારાયણ મંદિરે આર્ધ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપી હતી. સાણથલી પરત આવતા હતા ત્યારે અકસ્માતમાં ઇજા થઇ હતી. મણકાનું અમદાવાદમાં કરાયુ હતુ બે દિવસ બાદ તબીયત લથળતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને અવસાન થતા સમગ્ર પંથકમાં શોધની લાગણી ફેલાઇ ગયેલ હતી.

ચોટીલાના સહકારી આગેવાન ભગવાનભાઇ સામંડનું અવસાન

ચોટીલા તા.૧૩ : તાલુકાના રબારી સમાજના અગ્રણી, સહકારી આગેવાન અને તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ ભગવાનભાઇ હીરાભાઇ સામંડ (ઉ.વ.૬૬)નું અવસાન થયુ છે. તેઓ સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સુરસાગર જીલ્લા ડેરીના પુર્વ પ્રમુખ સ્વ.મોતીભાઇ સામંડના લઘુબંધુ હતા. નાનકડા એવા હરણીયા ગામેથી રાજકીય કારકીર્દી તેઓએ શરૂ કરેલ હતી. લોકોના પ્રશ્ને સદાય જાગૃતતા સાથે લડત લડનાર એવા સામાજીક આગેવાનના અવસાનથી સમાજ અને વિસ્તારને મોટી ખોટ સાલશે.

તેઓ સરપંચ ગોવિંદભાઇ અને અલ્પેશભાઇના પિતા અને ખેતી બેંકના ડાયરેકટર જગદીશભાઇ, ચોટીલા તાલુકા પંચાયત ઉપપ્રમુખ રામભાઇના કાકા અને માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર અને ચોટીલા શહેર કોંગ્રેસ પ્રમુખ અજય સામંડના કાકાબાપુ થાય છે.

અંતિમયાત્રા તેમના વતન હરણીયા ખાતે નીકળેલ હતી. જેમાં મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રના રાજકીય તેમજ સામાજીક આગેવાનો સાથે આસપાસના ગ્રામજનો સાથે નાગરીકો જોડાયેલ હતા.

અવસાન નોંધ

રજનીકાંતભાઇ મકવાણા

રાજકોટઃ રજનીકાંતભાઇ આર. મકવાણા (એસ.બી.આઇ.) તે ભાર્ગવભાઇના પિતા (ફોટોગ્રાફર) એન. આર. મકવાણા (એસ.બી.આઇ.) નાનાભાઇ, દિપકમાઇ મકવાણા (બી.એ.પી.એસ. એકાઉન્ટન્ટ)ના મોટાભાઇ તા.૧રના શ્રીજી ચરણ પામેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તા.૧પના ગુરૂવારે, ઘનશ્યામ, ર/ન્યુ માયાણીનગર, અલ્કા સોસાયટી પાસે, મવડી મેઇન રોડ ખાતે રાખેલ છે.

શારદાબેન પિત્રોડા

રાજકોટઃ લુહાર અક્ષરવાસી શારદાબેન શામજીભાઇ પિત્રોડા તે ધીરૂભાઇ નાથાભાઇ તેમજ પ્રભુદાસભાઇ નાથાભાઇના ભાભીશ્રી અને નિલેશભાઇના માતુશ્રીનું તા.૧રના અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૧પ ને ગુરૂવારે ૪ થી ૬ નિવાસ સ્થાને રાખેલ છે.

જયવંતભાઇ વડગામા

રાજકોટઃ ગુર્જર સુથાર, જયવંતભાઇ રમણિકભાઇ વડગામા (નિવૃત રેલ્વે વાળા) (ઉ.વ.૬પ) તે રમણિકભાઇ અમરશીભાઇ વડગામા (રાજકોટ)નાં મોટા પુત્ર, સ્વ.પ્રવિણભાઇ તથા દિનેશભાઇના મોટાભાઇ તે સ્વ.ગોવિંદભાઇ તથા હરસુખભાઇના ભત્રીજાનું તા.૧૧ના અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તા.૧પને ગુરૂવારે સાંજે ૪-૩૦ થી ૬, વિશ્વકર્મા કેળવણી મંડળ, ૭ ભકિતનગર સ્ટેશન પ્લોટ, ખાતે રાખવામાં આવેલ છે.

નટવરલાલ મણીયાર

રાજકોટઃ હાલ રાજકોટ (મુળ પડધરી) નટવરલાલ કપુરચંદ મણીયાર (ઉ.વ.૮૯) તે કનુભાઇ, નવનીતભાઈ, લલીતભાઈના મોટાભાઈ તથા નીતિનભાઇ, હાર્દિકભાઇના દાદા અને કનુભાઈ શાહ, લલીતભાઈ શાહના બનેવી તા.૧૨ સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૫ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ વાગ્યે મોઢ વણિક વિદ્યાર્થી ભુવન, ૫-રજપુતરા, રાજકોટ ખાતે રાખેલ છે.

સજનબેન ચાવડા

રાજકોટઃ સજનબેન રણજીતભાઈ ચાવડા (ઉ.વ.૫૭) તે વડિયા (દેવળી) નિવાસી હાલ રાજકોટ રણજીતભાઈ નારણભાઈ ચાવડાના પત્ની, મિલન મુળજીભાઈ ચાવડાના કાકી તથા ભૂપતભાઈ, પ્રકાશભાઈ પોપટભાઈ વાઘેલાના બહેનનું તા.૧૧ને રવિવારના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તા.૧૫ને ગુરૂવારે વિશ્વેશ્વર મહાદેવ મંદિર, મવડી મેઈન રોડ, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે.

રસીદાબેન ભારમલ

રાજકોટ : રસીદાબેન અબ્બાસભાઇ ભારમલ (વિસાવદરવાળા) તે, મોઇઝભાઇ (અમરેલી), મ. યાકુબભાઇ, ઇલ્યાસભાઇ (વિસાવદર), ખોઝેમાભાઇ, અખીરભાઇ ભારમલ (રાજકોટ)ના ભાભી તથા ફાતેમાબેન શબ્બીરભાઇ (પૂના), તથા અબેઅલીભાઇના માતુશ્રીનું તા. ૧૩-ર ને મંગળવારના રોજ ગુજરી ગયા છે. મરર્હુમની જીયારતના સીપારા તા. ૧પ-ર ને ગુરૂવારે ઝોહરની નમાઝ બાદ ઝકવી મોહલ્લા (ગાંધી સોસાયટી) રાજકોટ ખાતે રાખેલ છે.

વૃજલાલભાઇ જોષી

ખંભાળીયા : જોષી વૃજલાલભાઇ અરજણભાઇ ઉ.વ. ૬૬ જે અતુલભાઇ તથા હિતેષભાઇના પિતાશ્રી તથા શાંતીભાઇ મહેતાના સસરા તા. ૧૧ મીએ અવસાન પામેલ છે. દશાશ્રાધ્ધ ર૧ મીએ બુધવાર તથા ઉત્તરક્રિયા તા. રર મીએ ગુરુવારે તેમના નિવાસ સ્થાને વૃજધામ સોસાયટી, બેઠક રોડ, ગોલીબાર હનુમાન મંદિરની પાસે, જામખંભાળીયા રાખેલ છે.

સુશિલાબેન લીયા

ખંભાળીયા : મે. ટોપણ દેવજી વાળા સ્વ. છોટાલાલ ટોપણભાઇ લીયાનાં ધર્મપત્ની સુશિલાબેન છોટાલાલ લીયા (ઉ.૮૦) તે મનોજ, નીશેન્દુ, તથા શૈલેષનાં માતુશ્રી તથા સ્વ. જગજીવન ટોપલભાઇ લીયાનાં ભાભી શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા. ૧પ ને ગુરૂવારે બપોરે ૪ થી ૪.૩૦ બ્રહ્મક્ષત્રીય જ્ઞાતિની વાડીમાં દ્વારકા ગેઇટ ખાતે રાખેલ છે. ભાઇઓ તથા બહેનોની સાથે રાખેલ છે.

ભરતકુમાર સિંધવડ

રાજકોટ : બ્રહ્મક્ષત્રિય ભરતકુમાર નારણદાસ સિંધવડ (મુંબઈ) તે સ્વ. માધવજી દેવચંદ મેરના જમાઈ, તે ઈશ્વરભાઈ, સ્વ. ઉમેદભાઈ, સ્વ. હસમુખભાઈના બનેવી તા.૭ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની સાદડી તા.૧૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ ૪૬/બી પ્રકાશ સોસાયટી શેરી નં. ૩ ''હસમુખ'' નિર્મલા કોન્વેન્ટની સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.(મો.૯૯૨૪૧ ૦૦૦૭૦)

પરસોતમદાસ પીતલીયા

રાજકોટ : કંસારા પરસોતમદાસ જમનાદાસ પીતલીયા (ઉ.વ.૬૫) (વઢવાણ વાળા) તે સચિનભાઈ, કિર્તીભાઈના પિતા, તેમજ કંસારા પોપટલાલ ખેતશીભાઈ ડેલાવાળાના જમાઈનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું તા.૧૫ને ગુરૂવારે ૪:૩૦ થી ૬ કંસારા મહાજન વાડી લોહાણાપરામાં રાખેલ છે.

શારદાબેન રૂપડા

જેતપુર : સ્વ. સુરેશભાઇ ગાંડાલાલ રૂપડાના ધર્મપત્ની શારદાબેન (ઉ.૬૩) તા. ૧ર સોમવારના રોજ અરિહંત શરણ પામેલ છે. ઉઠમણુ તા. ૧પ ગુરૂવારના સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન ગોપાવાડી રોડ શેરી નં. જી-૧૩ ખોડીયાર સ્વીટની બાજુમાં જેતપુર ખાતે રાખેલ છે.

પ્રભુદાસભાઇ અનોવાડીયા

જુનાગઢ : (ચુડવા વાળા) ગુર્જર સુતાર સ્વ., પ્રભુદાસ લક્ષ્મણભાઇ અનોવાડીયા, (ઉ.૭૬) જે કાંતિભાઇના નાનાભાઇ, જેન્તીભાઇ, હસુભાઇ, ગોવિંદભાઇ તથા ધીરૂભાઇના તેમજ વિનુભાઇ (નવસારી), રાજુભાઇ (બરોડા)ના કાકાનું તા. ૧ર ને સોમવારે અવસાન થયેલ છે. બેસણું તા. ૧પ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ સિધ્ધનાથ મહાદેવના મંદિરે ઝાંઝરડા રોડ મુકામે રાખેલ છે.

કિશોરભાઈ પરમાર

રાજકોટઃ લુહાર રાવલા પરમાર કિશોરભાઈ ડાયભાઈ (ઉ.વ.૭૦) તે ચંદુભાઈ, પ્રફુલભાઈ, બટુકભાઈ, લાલજીભાઈ, રમેશભાઇના મોટાભાઈ,  તે અલ્પેશકુમાર ગણપતભાઈ પિત્રોડાના સસરાનું તા.૧૨ને સોમવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૫ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬, સંતકબીર રોડ, ભગીરથ સોસાયટી શેરનં-૫, સતનામ પાનની બાજુમાં  તેમના નિવાસસ્થાને રાખેલ છે.