Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021
પ્રજાપતિ સંતોકબેન (હતીબેન) ચાવડાનું ૧૦૮ વર્ષની વયે અવસાન

રાજકોટ : જામનગરના કાલાવડ તા.ના ખડધોરાજી રહેતા સંતોકબેન (હતીબેન) નરશીભાઇ ચાવડા (ઉ.વ.૧૦૮), તે મનજીભાઇ, ચનાભાઇ, કેશુભાઇ, કુંવરબેન, રતનબેન, જયાબેન, હંસાબેનના માતુશ્રીનું આજરોજ તા.૧૩ને બુધવારે ખડધોરાજી ખાતે અવસાન થયેલ છે. તેમનું બેસણા માટે પ્રવિણભાઇ ચાવડા મો.નં. ૯૯૦૯૮ ૭પપ૦૬, ગોપાલભાઇ ચાવડા મો. નં.૬૩પ૩૪ ૭૭પ૭૧, યોગેશભાઇ ચાવડા મો. ૯૩૭પ૭ ૦પ૦ર૭ સંપર્ક કરવો. 

અવસાન નોંધ

ભવાનજીભાઇ વિઠલાણી

રાજકોટઃ દ્વારકાવાળા હાલ રાજકોટ નિવાસી ભવાનજીભાઇ ખીમજીભાઇ  વિઠલાણી (ઉ.વ.૮૫) તે ઇન્દુમતીબેનના પતિ, સ્વ. ખીમજીભાઇ ગોકલદાસ વિઠલાણીના પુત્ર, સ્વ. ડો. વસંતભાઇ, હરસુખભાઇ, રમેશભાઇ, સ્વ. ગીતાબેન હર્ષદભાઇ, લક્ષ્મીબેન ઇશ્વરલાલ, રંજનબેન ચંદ્રેશભાઇના મોટાભાઇ તેમજ સ્વ. જયંતિલાલ પરમાણંદ ગણાત્રાના બનેવીનું તા.૧૨ રોજ અવસાન થયેલ છે. તેમનુ ટેલીફોનીક ઉઠમણું તેમજ પીયરપક્ષની સાદડી તા.૧૫ના રોજ બપોરના ૩ થી ૫ કલાકે રાખેલ છે.

મુકતાબેન ફટાણીયા

રાજકોટ : સ્વ.પોપટભાઈ મુળજીભાઇ ફટાણીના ધર્મપત્નિ ગં.સ્વ.મુકતાબેન પોપટભાઈ ફટાણીયા તે મનસુખભાઈ તથા દિપકભાઈનામાતુશ્રીનું તા.૧૨ના મંગળવારના રોજ સવારે અવસાન પામેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા.૧૫ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે. ઉત્તરક્રિયા તા.૨૨ના શુક્રવારે સવારે નિવાસસ્થાને રાખેલ છે. દિપકભાઈ પોપટભાઈ ફટાણીયા, વંદન, ૧૫૦ ફૂટ રીંગ રોડ, કોહીનૂર એપાર્ટમેન્ટ વાળી શેરી, ધુલેશીયા ટાવર સામે, રાજકોટ. મનસુખભાઈ, +૯૧૯૯૨૪૪ ૪૪૧૪૪, દિપકભાઈ +૯૧ ૯૮૨૪૩ ૨૯૮૯૮.

નિર્મળાબેન સરવૈયા

રાજકોટ : નિર્મળાબેન લાલજીભાઈ સરવૈયા (ઉ.વ.૭૮) તે સ્વ.લાલજીભાઈ પોલાભાઈ સરવૈયાના ધર્મપત્નિ તથા રંજનબેન કમલેશભાઈ મકવાણાના માતુશ્રી તથા કમલેશભાઈ (કાકુભાઈ) મકવાણાના સાસુ તથા વિશાલભાઈ કમલેશભાઈ મકવાણા અને વર્ષાબેન વિશાલભાઈ મકવાણા (નાની) તા.૧૨ને મંગળવારના રોજ રામચરણ પામેલ છે. ટેલીફોનિક બેસણું તા.૧૫ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મો.૯૩૨૭૭ ૭૭૭૪૭, ૯૩૭૭૫ ૧૨૩૪૧, ૭૬૨૨૦ ૦૧૬૦૪.

મહેન્દ્રભાઈ ઉદ્દેશી

રાજકોટ : નવાગામ ભાટીયા, મુળ વાંકાનેર, હાલ રાજકોટ, સોલાપુરવાળા મહેન્દ્રભાઇ જમનાદાસ ઉદેશી (ઉ.વ.૮૦) તે ગોંડલ નિવાસી સ્વ.નારણદાસ પાનાચંદ સંપટના જમાઈ તથા શિવની નિવાસી બીનાબેન પ્રકાશભાઈ ગોકળ ગાંધી, પુના નિવાસી વર્ષાબેન દિપકભાઈ નેગાંધી અને જામનગર નિવાસી મીનાબેન નિમેષકુમાર નેગાંધીના પિતાશ્રી તા.૧૨ના રોજ રાજકોટ મુકામે શ્રીજીચરણ પામેલ છે.

નિરૂબેન માંડલીયા

રાજકોટ : ઉપલેટા નિવાસી હાલ રાજકોટના સોની અરૂણકુમાર ચુનીલાલ માંડલીયાના ધર્મપત્નિ નીરૂબેન (ઉ.વ.૫૭) તે દિવ્યાબેન (બાંટવા), જલ્પાબેન (ઉપલેટા), કિંજલબેન (અમરેલી) તથા સુમિતભાઈના માતુશ્રી તથા સાવન, માધવના ભાભુ, ગીરીશભાઈ, સ્વ. રાજુભાઈ, સ્વ.મધુબેન, હિનાબેનના ભાભી, સ્વ.રમણીકલાલ વનમાળીદાસ ગેરીયાના પુત્રી તે નરેન્દ્રભાઈ, સ્વ.અશોકભાઈ વિજયભાઈના બેનનું તા.૧૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષનું ટેલીફોનિક બેસણું તા.૧૪ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. અરૂણભાઈ - ૯૮૭૯૪ ૦૨૧૯૦, નરેન્દ્રભાઈ - ૯૩૨૮૫ ૦૧૧૧૭.

મુકતાબેન ચૌહાણ

રાજકોટ : કારડીયા રાજપૂત મુકતાબેન ભાવસીંગભાઈ ચૌહાણ તે સ્વ.ભાવસીંગભાઈ શામજીભાઇ ચૌહાણ (નિવૃત સેન્ટ્રલ બેંક)ના પત્નિ બહાદુરભાઈ, દિલીપભાઈ તથા કિશોરભાઇના માતુશ્રીનું તા.૧૦ના રવિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા.૧૪ના ગુરૂવારના રોજ રાખેલ છે. સાંજે ૪ થી ૬. બહાદુરભાઈ - ૯૭૨૫૩ ૪૪૯૯૧, દિલીપભાઈ - ૮૦૦૦૩ ૫૯૦૦૯, કિશોરભાઈ - ૭૯૯૦૭ ૭૦૪૨૬.

ભવાનભાઈ પરસાણા

રાજકોટ : ભવાનભાઈ ભગુભાઈ પરસાણા (ઉ.વ.૯૦) તે વલ્લભભાઈ, સ્વ.મનસુખભાઈ, સુરેશભાઈ, સ્વ.કિશોરભાઈના પિતાશ્રી તથા સંજય, રીતેશ, ધર્મેશ, જીગર, તેજસ, હિરેનના દાદા તા.૧૨ના રોજ રામચરણ પામેલ છે. બેસણું તા.૧૫ના રોજ સાંજે ૩:૩૦ થી ૫:૩૦ નિવાસસ્થાન - સુરેશભાઈ ભવાનભાઈ પરસાણા, 'શ્રી હરિ' બ્લોક નં.૨૫, પુનિત સોસાયટી મેઈન રોડ, કોઠારીયા રોડ, રાજકોટ. મો.૯૮૨૫૬ ૧૨૪૭૧.

મનહરલાલ વોરા

રાજકોટ : અમરાપુર નિવાસી (હાલ રાજકોટ) ઝવેરી મનહરલાલ અમૃતલાલ વોરા (ઉ.વ.૮૮) તે હંસાબેનના પતિ, ડો.ગૌરવના પિતાશ્રી, ડો.દર્શિતાના સસરા, સ્વ.રજનીકાંતભાઈ, અરૂણભાઈ, શીરીષભાઈ, સ્વ.કમળાબેન, સ્વ.પદમાબેન, ઈન્દીરાબેન, સ્વ.મીનાબેન તથા સ્વ.શોભનાબેનના ભાઈ, તે સ્વ.કાંતીલાલ પારેખના જમાઈ તા.૧૨ના મંગળવારના રોજ અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ચુનીલાલ રાચ્છ

રાજકોટઃ નાની બરારવાળા હાલ રાજકોટ ચુનીલાલ દેવચંદ રાચ્છ (ઉ.વ.૯૦) તે મનહરભાઈ (બટુક), પ્રફુલભાઈ અને હિતેષભાઈના પિતાશ્રી તથા મીત અને અભિના દાદાશ્રી તેમજ રમેશભાઈ પ્રેમજીભાઈ કારીયા અને છોટાલાલ પ્રેમજીભાઈ કારીયાના બનેવીનું તા.૧૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે. તેમનુ઼ ટેલીફોનીક બેસણું તા.૧૪ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. સસરાપક્ષની સાદડી સાથે રાખેલ છે. મનહરભાઈ (બટુક) મો.૯૮૨૫૭ ૧૦૯૦૯, પ્રફુલભાઈ મો.૯૯૨૪૦ ૩૫૧૬૦, હિતેષભાઈ મો.૯૯૨૪૦ ૩૫૧૮૦, મીતભાઈ મો.૭૭૭૭ ૮૮૮૨૮૦

કાંતાબેન વેગડા

રાજકોટઃ મૂળ વતન વાવડી રોડ હાલ રાજકોટ નિવાસી ભાનુશંકર ગોવિંદજી વેગડાના ધર્મપત્નિ સ્વ.કાંતાબેન ભાનુશંકર વેગડા (ઉ.વ.૭૮) જેઓ પ્રદીપભાઈ, રંજનબેન, નરેશભાઈ, સ્વ.કિશોરભાઈ, જીતેન્દ્રભાઈના માતુશ્રી તેમજ ચેતનાબેન, ઉદયભાઈ, તરૂણભાઈ, કશ્યપભાઈ, જલ્પાબેન, ઉર્વી, આશિષ, ખુશી, માનસ, ધ્રુવીના દાદીમાનું તા.૧૨ના દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું ગુરૂવારે તા.૧૪ના રોજ સમય સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. કોરોના મહામારીને કારણે તમામ વિધિ કુંટુંબ પુરતી મર્યાદિત રાખેલ છે. પારિવારિક સંપર્ક પ્રદિપભાઈ મો.૯૯૨૪૬ ૪૯૪૯૯, નરેશભાઈ મો.૯૮૭૯૫ ૨૨૦૮૨, જીતેન્દ્રભાઈ મો.૯૮૨૫૧ ૮૩૦૨૨, ઉદયભાઈ મો.૯૮૭૯૪ ૪૪૮૩૧

વિનયકાન્તભાઈ શાહ

રાજકોટઃ દશા સોરઠિયા વણિક સ્વ.શાંતિલાલ ભગવાનજીભાઈ શાહ (મલકાણ)ના પુત્ર વિનયકાન્તભાઈ (ઉ.વ.૭૧) તે મંજુલાબેનના પતિ તેમજ નવીનભાઈ રજનીકાન્તભાઈ, સ્વ.અશોકભાઈ વખારીયાના ભાઈ તેમજ સ્વ.જયાબેન નરભેરામ માવાણીના જમાઈ તથા જયભાઈ, જીજ્ઞાબેન અને નિશાબેનના પિતાશ્રી તથા એકતાબેન, ભરતકુમાર અને વિપુલભાઈના સસરાનું તા.૧૦ના રવિવારે અવસાન થયું છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૫ને શુક્રવારના રોજ સાંજના ૪ થી ૬ વાગ્યે રાખેલ છે. જયભાઈ મો.૮૪૬૦૦ ૦૦૦૬૩, કેતનભાઈ મો.૮૪૦૧૯ ૨૪૭૪૯, રમેશભાઈ મો.૯૯૭૯૭ ૦૩૨૦૪

સુશીલાબેન રાયઠઠ્ઠા

રાજકોટઃ તરસાઈ નિવાસી સુશીલાબેન (ઉ.વ.૮૧) તે સ્વ.નાથાલાલ ઓધવજી રાયઠ્ઠાનાં પત્ની, નટુભાઈ, જીતુભાઈ, હંસાબેન ખંધેડીયા, મૃદુલાબેન કાનાણીના માતુશ્રી તથા સ્વ.ડાયાલાલ વિઠલભાઈ દતા (ધ્રાફાવાળા)ની પુત્રીનું તા.૧૨ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૫ને શુક્રવારનાં રોજ બપોરે ૪ થી ૬ તેમનાં તરસાઈ ખાતેનાં નિવાસસ્થાને રાખેલ છે. નટુભાઈ મો.૯૪૨૬૩ ૭૫૭૫૯, જીતુભાઈ મો.૯૭૨૭૮ ૫૯૨૦૦, દિનેશકુમાર મો.૯૪૦૯૦ ૧૮૨૪૯, દિલીપકુમાર મો.૯૪૨૭૪ ૫૨૧૬૪

શિવપ્રસાદભાઇ ભટ્ટ

જુનાગઢ :.. શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ શિવપ્રસાદભાઇ કરૂણાશંકર ભટ્ટ (ઉ.૮ર) નિવૃત મેનેજીંગ ડીરેકટર સી.ઇ.ઓ., જે. ડી. સ. સી. બેન્ક લી., તે સ્વ. કરૂણાશંકર હરજીવનભાઇ ભટ્ટ (ચરખડી)ના પુત્ર તેમજ સ્વ. હરગોવિંદભાઇ, સ્વ. હરેન્દ્રભાઇ, ઇશ્વરલાલભાઇ, જયાબેન ત્રિવેદી (ગાંધીનગર), જશુમતીબેન જાની (ગોંડલ) ના ભાઇ તથા સ્વ. નિલેષભાઇ, સચિનભાઇ (અમદાવાદ), સ્વ. મનિષાબેન મુકેશકુમાર રાજયગુરૂ (રાજકોટ) નાં પિતાશ્રી તથા જયકિશન, સ્વ. ગૌરાંગ, યશનાં દાદા અને પુજાબેન એન. ભટ્ટનાં સસરા તથા કિશોરભાઇ ભટ્ટ (સી.ઇ.ઓ.-ધી જુનાગઢ જીલ્લા સહકારી બેન્ક લી.,), જનકભાઇ, દિલીપભાઇ, પિનાકીનભાઇ, દિવ્યકાંતભાઇ, સંદિપભાઇના કાકાનું તા. ૧ર, મંગળવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ (હાલના સંજોગોને આધીન) તા. ૧પ શુક્રવાર સવારે ૯ થી બપોરના ૧ર કલાક સચિનભાઇ એસ. ભટ્ટ મો. ૯૯ર૪૪ ૪૩૮૧ર, કિશોરભાઇ ભટ્ટ મો. ૯૮રપર રર૪૮ર.

પુષ્પાબેન માખેચા

કેશોદ :.. સ્વ. ગોકળદાસ મકનજીભાઇ માખેચા (બાલાગામ વાળા)ના પુત્રવધુ અને સ્વ. પ્રભુદાસ ગોકળદાસના ધર્મપત્ની પુષ્પાબેન (ઉ.વ.૭૦) તે દિનેશભાઇ, ભરતભાઇ, પ્રફુલભાઇના ભાભી તેમજ જયેશ, હરેશ, ધર્મિષ્ઠા, વિશાલના માતુશ્રી તથા સ્વ. ગોકળદાસ મકનજીભાઇ ઓસાવાળાની પુત્રી  તા. ૧૩ ને બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૧૪ ને ગુરૂવારના રોજ ૪ થી પ રાખેલ છે. પ્રફુલભાઇ મો. ૯૯રપર ૬૧૯૦૩, જયેશભાઇ મો. ૯૪ર૭૪ ર૪૭ર૬, નગીન મામા મો. ૯૯રપ૩ ૦૪રપ૭

જીગ્નેશકુમાર જોટંગીયા

રાજકોટ : જીગ્નેશકુમાર ધીરૂભાઇ જોટંગીયા (ઉ.વ. ૩૯) તે ધીરૂભાઇ જોટંગીયા (નિવૃત ઇન્કમટેકસ ઓફીસર)ના પુત્રનું તા. ૧૧ના અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનિક બેસણું તા.૧પ ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. 'અમરનાથ' આરાધના સોસાયટી શેરી નંબર ૬ એરપોર્ટ રોડ સામે, ટેલીફોન નંબર : ધીરૂભાઇ મો. નં. ૯૪ર૬પ ૮૦૬૧૩ અને મગનભાઇ મો.નં. ૯પ૭૪પ પ૧પ૬૪ તથા કિશોરભાઇ  મો.નં. ૯૯રપ૩ ૩૭૭૦૭ તેમજ જયસુખભાઇ મો.નં. ૯૯૭૯૩ ૮૧૧૪૭

દિલીપકુમાર રાંચ

રાજકોટ : દિલીપકુમાર નંદલાલ રાંચ-મૂળ ગામ શેઠ વડાળા (ઉ.વ.પર) હાલ-આફ્રિકા તે પ્રભુદાસ સુંદરજીભાઇ રૂપારેલીયા (વડવાળા વાળા)ના જમાઇ, કુસુમબેનના પતિ, દૃષ્ટિના પપ્પા, દિલીપભાઇ તથા શિલ્પાબેનના બનેવી તા.૧૧ના શ્રીજીચરણ પામેલ છે. તેઓની સાદડી તા.૧૬ના શનિવારે ૪ થી પ, રંગીલેશ્વર મહાદેવ મંદિર, ર/૩, હસનવાડી ખાતે રાખેલ છે.

ગિરધરલાલ ધ્રાંગધરિયા

મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી ગિરધરલાલ જેરામભાઇ ધ્રાંગરીયા (ઉ.વ.૭૧) તે વિજયબેનના પતિ તથા નીલેશ, જૈમીષા, રસ્મીતાબેન ભાવેશભાઇ આમરણીયા અને જાગૃતિ અમિતભાઇ વડગામાના પિતા તેમજ પલાશ, કિયાન્સ અને નિધિના દાદાનું તા.૧૧ના રોજ અવસાન થયું છે. બેસણું તા. ૧૩ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે

મંજુલાબેન ધામેચા

રાજકોટ : મંજુલાબેન લક્ષ્મીદાસ ધામેચા (ઉ.વ.૮૩) તે સ્વ.લક્ષ્મીદાસ હરીદાસ ધામેચાના ધર્મપત્નિ તથા હસમુખભાઈ કારીયા, જયેશભાઈ મીરાણી, અશોકભાઈ પોપટ, સંજયભાઈ જીવરાજાની, મનીષભાઈ રાયચુેરાના સાસુ તથા જીવણલાલ ધરમશીભાઈ નથવાણીની દિકરી તા.૧૨ના મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા.૧૪ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ હસુભાઈ (૯૮૨૫૯ ૧૨૬૧૨), જયેશભાઈ (૮૮૬૬૧ ૯૭૨૮૧), અશોકભાઈ (૯૮૨૪૦ ૩૫૦૯૨) સંજયભાઈ (૯૯૦૯૩ ૫૦૫૯૫) મનીષભાઈ (૯૭૨૩૦ ૩૫૮૨૯) પર રાખેલ છે.