Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021
અવસાન નોંધ

દામજીભાઈ સાદરીયા

રાજકોટઃ મૂળ વતન ઝાંઝમેર હાલ રાજકોટ નિવાસી સ્વ.દામજીભાઈ મોહનભાઈ સાદરીયા (ઉ.વ.૭૯) તે ગં.સ્વ.શારદાબેન દામજીભાઈના પતિ, અમૃતભાઈ, સ્વ.ધનરાજભાઈના મોટાભાઈ, તે સંજયભાઈ, સુધીરભાઈ તથા પરેશભાઈના અદા, તે રમેશભાઈ પાંચાણી તથા ચંદુભાઈ વિકાણીના સસરા તા.૧૧ના રોજ ગોલોકવાસ થયેલ છે. બેસણું તા.૧૪ના  રોજ સવારે ૮ થી ૧૦ દરમ્યાન, અનુપમ સોસાયટી કોમ્યુનીટી હોલ, રાજનગર પાસે, નાનામવા મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

જી.પી.મહેતા

રાજકોટઃ મૂળ જામનગર હાલ રાજકોટ નિવાસી, ગોભવા મોઢ વણિક જાણીતા સિનિયર વકીલ જી.પી.મહેતા (શ્રી ગોપાલકૃષ્ણ પ્રભુલાલ મહેતા) (ઉ.વ.૮૨) તે રેખાબેન (રંજનબેન)નાં પતિ, તે સ્વ.મહેન્દ્રભાઈ મહેતા અને સ્વ.કિરીટભાઈ મહેતાનાં મોટાભાઈ, કુતિયાણાવાળા સ્વ.વેણીલાલ કરમચંદ ભગતનાં જમાઈ, તે જાણિતા બિલ્ડર આશિષભાઈ (કસ્તુરી એન્ટરપ્રાઈઝ) અને જાણીતા વકીલ હિતેષભાઈનાં પિતાશ્રીનું તા.૧૦ રવિવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૪ ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

કિશોરભાઇ કાસુન્દ્રા

મોરબીઃ મુળ બેલા (આમરણ) હાલ મોરબી નિવાસી કિશોરભાઇ વાલજીભાઇ કાસુન્દ્રાના માતુશ્રી કસ્તુરબેન (ઉ.વ.૭પ) તે હિરેનભાઇ અને આવૃતીબેનના દાદી તા.૧૦ના રોજ અવસાન પામેલ છે. સદગતનું બેસણું તા.૧૪ ને ગુરૂવારે સવારે ૮ થી ૧૦ તેઓના નિવાસસ્થાન ૪૦૩, લોટસ એ-૩, લોટસ-૧પ૮ રવાપર-ધુનડા રોડ મુ.રવાપર તા.જી.મોરબી ખાતે (મો.૮૭પ૮ર ૬૪૧૬૧) રાખેલ છે.

નરભેરામભાઇ કકાસણીયા

રાજકોટઃ મુળ ગામ અડબાલકા હાલ રાજકોટ નિવાસી નરભેરામભાઇ અવચરભાઇ કકાસણીયા તે મહેશભાઇ નરભેરામભાઇ કકાસણીયાના પિતાશ્રી તથા શાંતીલાલ ગોરધનભાઇ કકાસણીયાના કાકાનું તા.૧૦ના અવસાન થયું છે. બેસણું તા.૧૪ ના સવારે ૮ થી ૧૦ અડબાલકા અને સાંજે ૪ થી ૬ રાજકોટ નિવાસસ્થાને રાખેલ છે.

જયોત્સનાબેન કક્કડ

વેરાવળઃ જયોત્સનાબેન હરસુખલાલ કકકડ ઉ.૭૪ તે અ.નિ.હરસુખલાલ હરીદાસ કકકડ(કકકડ મીઠાઈવાળા)ના પત્ની તથા મનોજભાઈ, અ.નિ. ચેતનભાઈ (ભગાભાઈ), રીનાબેન (ચકુબેન) કલ્પેશનકુમાર જસાણી (વીરપુર), પલ્લવીબેન વિમલકુમાર રાજાણી (જુનાગઢ), નીતાબેન હરસુખલાલ કકકડ (વેરાવળ)ના માતૃશ્રી તેમજ અશોકભાઈ મથુરાદાસ કકકડ, અ.નિ ચંદ્રેશભાઈ (ચનુભાઈ) મથુરાદાસ કકકડના કાકી તથા ચિરાગ, વંશ, ધર્મીન, માનવના દાદી તેમજ નરસિંહદાસ નાથાલાલ કારીયા (ધસારીવાળા)ના દીકરીનું તા.૧૧ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તથા પીયર પક્ષની સાદડી તા.૧૪ને ગુરૂવારે સવારે ૧૦ વાગ્યે નવા રામ મંદિર ખડખડ વેરાવળ ખાતે રાખેલ છે.