Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019
બગસરા-ધારીના પુર્વ ધારાસભ્ય વજુભાઇ ધાણકનું અવસાન

બગસરાઃ ધારી-બગસરાના પુર્વ ધારાસભ્ય વજુભાઇ ધાણકનું (ઉ.વ.૮૫) નું નિધન થતા સમગ્ર બગસરા-ધારી પંથકમાં ઘેરો શોક વ્યાપી ગયેલ હતો.  ગરીબો મધ્યમવર્ગના લોકોનો અડધી રાતનો હોકારો દરેક જ્ઞાતિના ભેદભાવ વગર કોઇ પણ સ્વાર્થ વગર પોતાના ખર્ચે કામ કરવાની ભાવના હતી. કોઇ દવાખાનાનું કામ હોય કે આર્થીક સહાયની જરૂરીયાત કે પછી કોઇની ડીલેવરી આવવાની હોય ને કોઇને પૈસાની જરૂર હોય સતત લોકોની અને ખાસ કરીને ગરીબોની ચિંતા કરતા વજુબાપા ધાણકનું નિધન થયું છે. તેમના ધારાસભ્ય કાળ દરમ્યાન અતિવૃષ્ટિના સમયે ગીરના જંગલમાં સાંઢીયા ઉપર સવાર થઇને લોકોની મદદ કરનાર પ્રજાવત્સલ આગેવાનને લોકોએ ગુમાવ્યા છે જે તે વખતે પોતાના વિસ્તારમાં લોકો માટે મુખ્યમંત્રી સાથે કામ કરાવનારા લોકપ્રિય  અને સૌના મોભી જેવા શ્રી વજુબાપા ધાણકની વિદાયથી સમગ્ર પંથકમાં શોક છવાયો છે.

અવસાન નોંધ

જામનગર જીલ્લા ભાજપના કોષાધ્યક્ષ મુળજીભાઇ  ધૈપડાના માતુશ્રી કમીબેનનું ૧૧૦ વર્ષની વયે અવસાન

કાલાવડ તા ૧૨ : નાની ભલસાણ નિવાસી કમીબેન ડાયાભાઇ ધૈપડા (ઉ.વ.૧૧૦)ન્ જે મનજીભાઇ જામનગર જીલ્લા જીલ્લા ભાજપના કોષાધ્યક્ષ, જેઠાભાઇ, બાબુભાઇ, પરબતભાઇ અને મુળજીભાઇ ધૈપડાના માતાનું તા.૧૧ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૪ ને શનિવારે સાંજે ૫ થી ૬ વાગ્યે નગરપાલીકા ટાઉન હોલ, કાલાવડ મુકામે રાખેલ છે.

શારદાગ્રામના પૂર્વ આચાર્ય જયચંદભાઇ દેસાઇનું ૧૦૪ વર્ષની વયે નિધન

રાજકોટઃ શારદાગ્રામના ભૂતપુર્વ આચાર્યશ્રી જયચંદભાઇ ભુરાભાઇ દેસાઇ હાલ રાજકોટ (ઉ.વ.૧૦૪) તે રાજકોટ ડેરીના મેનેજર પ્રણવભાઇ દેસાઇ, ચારૂબેન, પ્રવિણાબેન, ઉષાબેન, ભારતીબેનના પિતાશ્રી, ભાવનાબેન, ભરતભાઇ, ભુપેન્દ્રભાઇ, દિલીપભાઇ, જશવંતરાયના સસરા તે રાજ, ક્રાંતિ અને શ્રેયાના દાદાનું અવસાન તા.૧૧ને બુધવારના રોજ  અવસાન થયેલ છેે.  તેમનું ઉઠમણું તા.૧૨ને ગુરૂવારે  બપોરે ૪ કલાકે રોયલ પાર્ક સ્થા. જૈન ઉપાશ્રય, કાલાવડ રોડ ૩/૮ રોયલ પાર્ક ખાતે રાખેલ છે.

નરેન્દ્રભાઇ ખખ્ખર

રાજકોટઃ નરેન્દ્રભાઇ જમનાદાસ  ખખ્ખર (ઉ.વ.૮૧) તે જનકભાઇ અને ઉદયભાઇના પિતાશ્રી તા.૧૧ના શ્રીજીચરણ પામેલ છે. સ્વર્ગસ્વનું બેસણું તા.૧૩ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ સર્વેશ્વર મહાદેવ મંદિર યોગેશ્વર પાર્ક સોસા. મેઇન રોડ સાધુ વાસવાણી રોડ રાજકોટ મુકામે રાખેલ છે.

રમણીકભાઇ ત્રેટીયા

રાજકોટઃ ગુર્જર સુથાર ગામ ખાખરેચી હાલ રાજકોટ  ત્રેટીયા રમણીકભાઇ કાનજીભાઇ તે સ્વ. ટપુભાઇ સ્વ. ધનજીભાઇ,  સ્વ. લાલજીભાઇ તથા લક્ષ્મણભાઇ  ત્રેટીયાના ભાઇ તથા સ્વ. ધરમશીભાઇ પોપટભાઇ ખારેચા કેરાળીવાળાના જમાઇનું તા.૧૦ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૨ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કોઠારીયા રોડ રણુંજા મંદિર ખાતે રાખેલ છેે.

રાજેશભાઇ રાઠોડ

રાજકોટઃ મચ્છુકઠીયા સઇ સુથાર રાજેશભાઇ નાગજીભાઇ રાઠોડ (ઉ.વ.૫૬) તે ધ્રાફાવાળા સ્વ. નાગજીભાઇ ગોરધનભાઇ રાઠોડના પુત્ર તથા મહેશભાઇ, અશોકભાઇ, અરવિંદભાઇ અને મધુબેન (માણાવદર) ના મોટાભાઇ તથા હાર્દિકભાઇ અને મૌસમીબેન (જેતપુર)ના પિતાશ્રી તથા ભાયાવદરવાળા હીરાલાલ મીઠાભાઇ ચાવડાના જમાઇનું અવસાન તા.૧૧ને બુધવારના રોજ થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૩ને શુક્રવારના રોજ કમળગંગા વાડી વિજય પ્લોટ ૨૨/૨૪ ખાતે ૪ થી ૫ દરમિયાન રાખેલ છે. સસરાપક્ષનું બેસણું સાથે રાખેલ છે.

ભરતભાઇ દવે

રાજકોટઃ ભરતભાઇ ભાનુશંકર દવે (મુળ જેતપુર હાલ રાજકોટ) ખુશ્બુ યસભાઇ  આહિરના પિતા તેમજ હિનાબેન ભટ્ટ, આરતીબેન વ્યાસ, દક્ષાબેન વ્યાસ, કોકીલાબેન ભટ્ટ, રિટાબેન જોષીના મોટાભાઇ તેમજ પ્રમોદભાઇ જોષી, નિરજંનભાઇ જોષીના બનેવીનું અવસાન સોમવાર તા.૯ના રોજ થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૩ને શુક્રવારના રોજ ૪ થી ૬ કલાકે જીથરીયા હનુમાન મંદિર મવડી મેઇન રોડ આર્શિવાદ હોસ્પિટલની સામે રાજકોટ ખાતે રાખેલ છે.

કાળાભાઇ રવિયા

જુનાગઢ :  માતરવાણીયા નિવાસી કાળાભાઇ કેશવભાઇ રવિયા (ઉ.વ.૮૮) તે શાંતિભાઇ તથા હરિભાઇ અને બિપીનભાઇના પિતા, તેમજ કોૈશિક, કપિલ, અભિષેક અને પ્રણવના દાદા તથા મનસુખલાલ સાકળીયા અને જગદીશભાઇ બોરીસાગરના સસરાનું તા. ૧૧ ના રોજ અવસાન થયેલ છે. તેમની  પાછળની તમામ ક્રિયા માતરવાણીયા ખાતે રાખેલ છે, તેમજ તા.૧૬ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ બેસણું ઓમકારેશ્વર મંદિર, દિપાંજલી-ર, ગરબી ચોક, ટીંબાવાડી જુનાગઢ ખાતે રાખેલ છે.

અશ્વીનભાઇ રાવરાણી

જેતપુર :  હાલારી વાણંદ અશ્વીનભાઇ બાબુભાઇ રાવરાણી (ચાવડા) ઉ.વ.૫૬ તે અમૃતભાઇ કલ્યાણજી ચાવડાના ભત્રીજા તથા રમેશભાઇ, મહેશભાઇ, જગદીશભાઇ ના ભાઇ, કેતનભાઇના પિતાશ્રી તા.૧૦ ના અવસાન પામેલ છે. બેસણું તા. ૧૩ શુક્રવારે સાંજે ૪ થી ૬ બ્રાહ્મણ જ્ઞાતીની વાડી, ફુલવાડી રોડ ખાતે રાખેલ છે

મધુબેન ઝીંઝુવાડીયા

ધોરાજીૅં સોની દિનકરરાય મોહનલાલ રાજપરા ના બહેન અમરેલી નિવાસી  મધુબેન નાગરદાસ ઝીંઝુવાડીયા  (ઉ.વ.૭૯)  તા.૧૦. મંગળવારે શ્રીજી ચરણ પામ્યા છે. સાદડી તા.૧૩  શુક્રવારે સાંજે ૪.૩૦ થી ૬ કલાકે  નિવાસ સ્થાને રાખેલ છે.કૃષ્ણાશ્રયૅ  અમીધારા એપાર્ટમેન્ટ ની પાછળ, સ્ટેશન રોડ ખાતે રાખેલ છે.

નિર્મળાબેન ખીમભારથી

મોરબીઃ મુળ નાની બરાર નિવાસી હાલ મોરબી ગોસ્વામી નિર્મળાબેન ખીમભારથી (ઉ.વ.૭પ) તે ખીમભારથી લાલભારથીના પત્ની તથા દિપકગીરી, પ્રકાશગીરી, ગીતાબેન, કિરણબેન, છાયાબેનના માતુશ્રીનું તા.૧૧ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૩ને શુક્રવારે સાંજે ૪ થી ૬, શ્રી શનીદેવ મંદિર, અક્ષરધામ પાર્ક, કુબેરનગરની બાજુમાં નવલખી રોડ મોરબી ખાતે રાખેલ છે.

રાજેન્દ્રભાઇ ઠાકર

મોરબીઃ રાજેન્દ્રભાઈ એમ ઠાકર (ઉ.વ.૫૯) તે સ્વ. મહેશભાઈ હરગોવિંદભાઈ ઠાકરના પુત્ર તેમજ ઋષિ અને સુમનના પિતા તેમજ ભાનુબેનના પતિ તથા પૂર્ણાબેન, સંધ્યાબેન, જીજ્ઞાબેનના ભાઈ તેમજ કિશોરભાઈ મગનભાઈ પંડ્યાના જમાઈ અને પ્રીતમભાઈ હસુભાઈ વ્યાસના દોહિત્રનું તા. ૧૧ ના રોજ કૈલાશવાસ થયેલ છે . બેસણું તા. ૧૩ ને શુકવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાન ચંદ્રેશનગર કોમ્યુનીટી હોલ ખાતે રાખેલ છે.

પંકજબેન સુરેલીયા

મોરબી : ગુર્જર સુથાર (જેતપરવાળા) હાલ મોરબી પંકજબેન મહીપતભાઈ સુરેલીયા (ઉ.વ.૬૮) તે સ્વ. મહિપતભાઈ કરમશીભાઈ સુરેલીયાના પત્ની તથા ઘંટેશ્વર નિવાસી સ્વ. દામજી લાલજી ભાડેશીયાના દીકરી તેમજ જમનાદાસભાઈ, ઘનશ્યામભાઈના ભાભી, તથા પ્રીતેશ,  હિરેન અને સુનીલના માતા તેમજ રાહુલ અને અંજલિના દાદી તા.. ૧૧ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે બેસણું તા. ૧૩ ને શુક્રવારના રોજ બપોરે ૪ થી ૬ કલાકે રામેશ્વર મંદિર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, સામાકાંઠે મોરબી-૨ ખાતે રાખેલ છે.

નાથાલાલ રાણીંગા

મોટી પાનેલી : સોની નાથાલાલ સુંદરજી ભાઈ રાણીંગા (ઢાંક વારા)ઉ.વ.૯૮ હાલ મોટીપાનેલી  તે વજુભાઈ, વનમાળી ભાઈ, ડોકટર કાંતિભાઈ, સ્વ. લલીતભાઈ, સ્વ. ભરતભાઈ, પ્રકાશભાઈ, સ્વ. ભાનુબેન છોટાલાલ ખેરા(જામનગર) જશવંતી બેન રતિલાલ નાંઢા (માણાવદર) ધીરજબેન ચંદુલાલ નાંઢા(ઉપલેટા) ના પિતાશ્રીનું અવસાન તારીખ ૧૧ ના રોજ થયેલ છે.સદગતનું બેસણું તારીખ-૧૩ને શુક્રવારેના સાંજે ૪ થી ૫   શ્રી લોહાણા મહાજન વાડી મોટી પાનેલી ખાતે રાખેલ છે.

રતિભાઇ નળિયાપરા

જુનાગઢ : મુળ જેતપુર નિવાસી હાલ જુનાગઢ રતિલાલભાઇ હરીલાલભાઇ નળીયાપરા (એલઆઇસી) તેમજ પુનિતના પિતાશ્રીનું તા. ૧૧ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૩ ને શુક્રવારના રોજ સાંજે ૪.૦૦ થી ૬.૦૦ મુકતેશ્વર મહાદેવ મંદિર, કૈલાશનગર, જોશીપરા જુનાગઢ ખાતે રાખેલ છે.

ભાનુબેન પોપટ

રાજકોટઃ તે સ્વ. રાજેન્દ્રભાઇ સ્વ. પોપટના ધર્મપત્નિ ગં.સ્વ. ભાનુબેન આર પોપટ (એલ.ડી.બી. બેંક) (ઉ.વ.૭૯) જે તુષારભાઇ, મનીષભાઇના માતુશ્રી તથા સ્વ. હરસુખરાય તથા દિપકભાઇ મધુભાઇ, જયસુખભાઇ અને કનુભાઇ ચતવાણીના બહેનનું તા.૧૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું અને પીયરપક્ષની સાદડી તા.૧૩ને શુક્રવારના રોજ પંચનાથ મંદિર રાજકોટ ખાતે સાંજે૫ થી ૬ રાખેલ છે.