Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018
કાલે જૂનાગઢ અક્ષર મંદિરે નારસિંહભાઇ પઢિયારની પ્રાર્થનાસભા

જુનાગઢઃ જનસઘં, ભા.જ.પાર્ટીના પીઠ આગેવાન, મેરીટાઇમ બોર્ડના પુર્વચેરમેન, ધારાસભ્ય, નગરપાલીકાના પૂર્વ પ્રમુખ શ્રી નારસિંહભાઇ ધનજીભાઇ પઢિયાર ઉ.વ.૮૬તે શ્રી ગ.સ.જીકુબાના પતિ અને મહેન્દ્રસિંહ (મર્મી), યોગેન્દ્રસિંહ (યોગી), નરેન્દ્રસિંહ ત્થા ઇલાબેન રમેશકુમાર ડોડીયા (રાજકોટ) ત્થા ગીતાબેન પ્રવિણસિંહ રાજપૂતના પિતાશ્રી જયસિંહ, દિવ્યા, મિલાપસિંહ, લેખા, ઝરણા, દ્વારાના દાદાશ્રી ત્થા સિધ્ધાર્થસિંહના પરદાદાનું તા.૩-૭-૨૦૧૮ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયુ છે. સદ્ગતની પ્રાર્થના સભા તા.૫ ગુરૂવાર બપોરે ૪ થી ૬ અક્ષરમંદિર (સ્વામીમંદિર) મોતીબાગ પાસે જુનાગઢ ખાતે રાખેલ છે.

ગુરૂશ્રી સૌમ્યધામ શાપુરના હિરેનભાઈ ઉપાધ્યાયની કાલે સાંજે પ્રાર્થનાસભા

જૂનાગઢ :. ગુરૂશ્રી સૌમ્યધામ-શાપુર હિરેનભાઈ ભાસ્કરભાઈ ઉપાધ્યાય (ઉ.વ ૫૨) તે ભાસ્કરભાઈ ઉપાધ્યાય (સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ) અને જ્હાન્વીબેન ઉપાધ્યાય (પૂર્વ નગરસેવક)ના જયેષ્ઠ પુત્ર, અમિષાબેનના પતિ તથા મેહુલભાઈ અને દર્શકભાઈ (અમદાવાદ)ના મોટાભાઈ તેમજ પૌર્વિક અને પલકના કાકા હિરેનભાઈનું તા. ૨ ના રોજ અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૫ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ સૌમ્યધામ, શાપુર સોરઠ, જિલ્લો જૂનાગઢ રાખેલ છે.

અવસાન નોંધ

ત્રિવેણીબેન પોપટ

કોડીનારઃ ગીરદેવળી વાળા હાલ કોડીનાર સ્વ.વલ્લભદાસ જીવનભાઇ પોપટના પત્ની ત્રિવેણીબેન (ઉ.વ.૭૭) તે બાબુભાઇ, મુકેશભાઇ (રાધેશ્યામ ઇલેકટ્રીક), હસમુખભાઇ (બાલકૃષ્ણ ઇલેકટ્રીક) તથા જયેશભાઇના માતુશ્રી તેમજ સ્વ.પરસોતમદાસ ગોવિંદજી સુબાની પુત્રીનું તા.૧૧ના રોજ અવસાન થયુ છે. સદ્દગતનું ઉઠમણું આજે તા.૧રના રોજ સાંજે પ-૦૦ વાગે શ્રી જંગલેશ્વર મહાદેવ મંદિરે રાખેલ છે.

પુરીબેન દુધરેજીયા

રાજકોટ : મુળ કમળાપુર (હાલ જસદણ) સ્વ.પુરીબેન જીવરામભાઈ દુધરેજીયા (ઉ.વ.૮૫) તે વિષ્ણુદાસ, ભોળારામ, ભગવાનદાસ, છબીલદાસ, પ્રવિણભાઈના માતુશ્રી તે પ્રજ્ઞેશ, અલ્પેશ, રમેશ, વિજય, હિરેન, મેહુલ, આદિત્ય, કાર્તિકના દાદીમા તા.૧૧ને બુધવારના રોજ શ્રી રામચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે, તેમના નિવાસસ્થાન : ચિતલીયા રોડ, અક્ષરધામ સોસાયટી, જસદણ મુકામે રાખેલ છે.

જાનકીદાસ કુબાવત

રાજકોટઃ જસદણ તા. નવા જસાપરના સાધુ જાનકીદાસ તુલસીદાસ કુબાવત (ઉ.વ.૯પ) તે ભરતભાઇના મોટાભાઇ તથા સીતારામભાઇ અને સ્વ.વૈકુઠભાઇના પિતા તથા દર્શન, ભગીરથ, યાજ્ઞિક, રાજુભાઇ, પરેશભાઇના મોટાબાપુનું તા.૧૧ના અવસાન થયેલ છે.

વિનોદરાય બોસમીયા

રાજકોટઃ બ્રહ્મક્ષત્રીય મોટા દડવા વાળા સ્વ.પ્રેમજી રામજી જોગી તથા સ્વ.મથુરાદાસ રામજી જોગી, સ્વ.દલસુખરામજી જોગીના ભાણેજ જુનાગઢ નિવાસી વિનોદરાય ગોકળદાસ બોસમીયા તા.૮ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧૩ના શુક્રવારે બ્રહ્મક્ષત્રીય જ્ઞાતીની વાડી પેડક રોડ પ થી ૬ રાખેલ છે.

પ્રવિણભાઇ તુરખિયા

રાજકોટઃ સ્વ.ગોવિંદજીભાઇ તુરખિયાના પુત્ર સ્વ.પ્રવિણાભાઇ તે રોહિત તથા ધાર્મીકના પિતાશ્રી તથા ચમનલાલ, સ્વ.વિનોદભાઇ, પ્રકાશભાઇ, અનિલભાઇના ભાઇનું તા.૧૧ના અવસાન થયેલ છે. તેનું ઉઠમણું તા.૧૩ના સવારે ૧૦-૩૦ કલાકે શુક્રવારે જૈન વિરાણી પોષધશાળામાં કોઠારીયા નાકા પાસે રાખેલ છે.

મહેન્દ્રભાઇ વોરા

બાબરાઃ સ્વ. વકીલ સુંદરજીભાઇ કાનજીભાઇ વોરાના પુત્ર મહેન્દ્રભાઇ (ઉ.વ.૭ર) તેઓ સ્વ.રમેશભાઇ, દિલીપભાઇ લલીતભાઇના ભાઇનું તા.૧૧ મુંબઇ ખાતે અવસાન થયુ છે. સાદડી તા.૧ર સાંજે ૪ થી ૬ જૈન ઉપાશ્રય દરબારગઢ શેરી બાબરા ખાતે રાખેલ છે.

વજીબેન રાઠોડ

ઉપલેટાઃ ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતીના સ્વ.ગોરધનભાઇ કેશવભાઇ રાઠોડના ધર્મપત્ની વજીબેન (ઉ.વ.૯૪) તે જેન્તીભાઇ, નરેન્દ્રભાઇના માતુશ્રી તથા પ્રકાશ, ચેતન, જયના દાદીમાંનું તા.૧૦ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૩ને શુક્રવારના રોજ શ્રી દરજી ગુજરાતી મચ્છુ કઠીયા જ્ઞાતીની વાડી, દેવરામ શેરી ઉપલેટા ખાતે સાંજના ૪ થી ૬ વાગ્યા દરમ્યાન રાખેલ છે.

અનિલભાઇ રાઠોડ

ઉપલેટાઃ ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતીના અનિલભાઇ મનજીભાઇ રાઠોડ તે સ્વ.મનજીભાઇ લક્ષ્મણભાઇ રાઠોડના પુત્ર તેમજ કિશોરભાઇ તથા તારાબેન તેમજ પુષ્પાબેનના ભાઇ તેમજ હિરેનભાઇ અનીલભાઇ રાઠોડના પિતાશ્રીનું તા.૯ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧રને ગુરૂવારના રોજ શ્રી દરજી ગુજરાતી મચ્છુ કઠીયા જ્ઞાતીની વાડી, દેવરામ શેરી ઉપલેટા ખાતે સાંજના ૪ થી ૬ વાગ્યા દરમ્યાન રાખેલ છે.

કેશુભાઈ લઘરાભાઈ કુમારખાણીયા

રાજકોટઃ મૂળ અમરાપુર (હાલ રાજકોટ) નિવાસી કેશુભાઈ લઘરાભાઈ કુમારખાણીયા, શ્રી ખોડિયાર ક્રોમવાળા તેમજ બચુભાઈ, સોમાભાઈ (પોસ્ટ માસ્તર), મેઘજીભાઈ, બેચરભાઈના નાના ભાઈ તા. ૧૧ને બુધવારના રોજ શ્રીરામચરણ પામેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૧૩ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને હુડકો કવાર્ટર નં. ડી-૮૪, શિવમ્ પ્રોવિઝનવાળી શેરી, કોઠારીયા મેઈન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

રમેશભાઈ અડતીયા

ગોંડલઃ રમેશભાઈ હરજીવનભાઈ અડતીયા (ઉ.વ.૬૨) તે ધીરજલાલ, સ્વ. વિનુભાઈ, નટવરલાલ તથા ચંદુભાઈના ભાઈ તથા ભરતભાઈ, સંજયભાઈના પિતા સુરેશકુમાર બાબુભાઈ કોટક (રાજકોટ)ના બનેવીનું તા. ૧૧ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણુ તા. ૧૨ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ લોહાણા મહાજનવાડી, મહાદેવ વાડી ગોંડલ ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

છોટાલાલ ઝીંઝુવાડીયા

રાજકોટ : સોની છોટાલાલ ભાણજીભાઈ ઝીંઝુવાડીયા જોડીયાવાળા (ઉ.વ.૮૫) તે કિશોરભાઈ, નવીનભાઈ, અનિલભાઈ, બાલકૃષ્ણના પિતાશ્રી તેમજ પ્રેમજીભાઈ ખીમજીભાઈ પાટડીયા (લુણાસરવાળા)ના જમાઈનું તા.૧૧ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું તા.૧૨ને ગુરૂવારના રોજ બપોરે ૩:૩૦ થી ૫ વાઘેશ્વરી વાડી, યુનિટ નં.૩, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

અમુબા ગઢવી

રાજકોટ : અમુબા હરીસંગભાઈ ગઢવી તા.૧ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. જેઓની ઉત્તરક્રિયા તા.૧૩ને શુક્રવારે ચાડધ્રા મુકામે રાખેલ છે.

રૂક્ષ્મણીબેન ભાડજા

રાજકોટ : રૂક્ષ્મણીબેન ઉકાભાઈ ભાડજા (ઉ.વ.૯૭) તે અમૃતલાલ, સ્વ.અશોકભાઈ તથા વિનોદભાઈના માતુશ્રીનું તા.૧૧ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૩ને શુક્રવારના સવારે ૮ થી ૧૦ દરમિયાન શ્રી સરદાર પટેલ સેવા સમાજ (પટેલ વાડી), દયાનંદનગર ૧/૧૦, વાણીયાવાડી, રાજકોટ ખાતે રાખેલ છે.

ભારતબેન કોઠારી

રાજકોટઃ સ્વ. જયંતિલાલ મણિલાલ કોઠારીના શ્રીમતિ ભારતબેન જયંતિલાલ કોઠારી જે સ્વ. સમીરભાઇ, ધર્મેશભાઇ તથા અમિષાબેનના માતુશ્રી તેમજ ધર્મેન્દ્રકુમારના સાસુનુ તા.૧૨ના રોજ અરિહંત શરણ પામ્યા છે.સદ્ગતનું ઉઠમણું તા.૧૨ ગુરૂવારે બપોરે ૪ કલાકે નાલંદા ઉપાશ્રય, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

  • પ્લાસ્ટિક પર પ્રતિબંધ બાદ યુપીની યોગી સરકારનો મોટો નિર્ણય :સ્વચ્છ ભારત મિશન માટે પ્લાસ્ટિક,પોલીથીન સહિતના ઉપયોગ પર પ્રતિબંધ બાદ આગામી 15મી ઓગસ્ટથી થર્મોકોલ અને બે ઓક્ટોબરથી તમામ ડિસ્પોઝેબલ પોલીબેગ્સના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકાશે access_time 1:18 am IST

  • દ્વારકાના સમુદ્રમાં શંકાસ્પદ જહાજ નજરે પડ્યુ : ભડકેશ્વર મંદિરથી ૪ માઈલ દૂર સમુદ્રમાં શંકાસ્પદ જહાજ દેખાયાની સ્થાનિકોમાં ચર્ચા : તંત્ર અને સુરક્ષા એજન્સીઓ અજાણ : ટીવી અહેવાલ access_time 6:35 pm IST

  • રાજકોટના શાપર વેરાવળમાં વધુ વરસાદને કારણે પાળ ગામની નદીમાં ઘોડાપુર:PGVCL ના અનેક થાંભલાઓ ધ્વસ્ત : મવડી ગામના લોકો નદીના ઘોડાપુરને જોવા ઉમટ્યા access_time 11:23 pm IST