Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021
રાજકોટ સ્વામીનારાયણ મંદિરના ટ્રસ્ટી જયંતીભાઇ કાચા અક્ષર નિવાસી

જુનાગઢ :.. રાજકોટ સ્વામીનારાયણ મંદિરના ટ્રસ્ટી અને સહજાનંદ મારબલ વાળા પ.ભ. જયંતિભાઇ દેવશીભાઇ કાચા તે દીપકભાઇના પિતાશ્રી વહેલી સવારે ટૂંકી બીમારીથી શ્રી હરિનું અખંડ સ્મરણ કરતા અક્ષર નિવાસી થયેલ છે. તેમના જવાથી વડતાલ દેશના સત્સંગ સમાજને કયારેય ન પુરાય એવી ખોટ પડી છે.  લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ઘનશ્યામ મહારાજ સદ્ગતના આત્માને પોતાના ચરણમાં નિવાસ આપે એવી પ્રભુ પ્રાર્થના કોઠારી સ્વામીશ્રી હરિચરણદાસજી વતી કોઠારી શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજી કોઠારી સ્વા. વિવેકસાગરદાસજી, કોઠારી સ્વા. જગત્પ્રકાશદાસજી, પુજારી સ્વા. મુનિવત્સલદાસજી, પાર્ષદ કાંતિભગતજી તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ તથા સત્સંગ સમાજ, શ્રી સ્વામીનારાયણ મંદિર તથા શ્રી બાલાજી મંદિર, ભુપેન્દ્ર રોડ દ્વારા કરવામાં આવી છે. 

માધવગિરિ ગોસ્વામીના ધર્મપત્ની મુકતાબેનનુ દુઃખદ અવસાનઃ ટેલીફોનીક બેસણું

રાજકોટ :શાપર (વેરવાળ) નિવાસી માધવગિરી ગોસ્વામીના ધર્મપત્ની મુકતાબેનનો તા. ૯/પ/ર૦ર૧ ના રવિવારના  કૈલાસવાસ થયેલ છે પરમ કૃપાળુ પરમાત્મા સદા શિવ મહાદેવ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારશ્રીના આદેશ મુજબ ટેલીફોનીક બેસણું રાખેલ છે તેમનું શકિત પુજન  ત્થા ંતા.૧૩/પ/ર૧ને ગુરૂવાર(ઘરમેળે) રાખેલ છે માવધગિરી ગોવિંદગિરી ગોૈસ્વામી મો.૯૬૦૧૯ ૦રર૮૦, ૯૮૯૮૧ ૧૮૧૮૦, ૯ર૬પ૭ ર૪૯૦૬

કેશોદના જગજીવનભાઇ સોઢાના સુપુત્રી નિરૂબેન ગીરીશકુમાર કોટકનું અવસાન

રાજકોટ :.. કેશોદ નિવાસી ગીરીશકુમાર જીવનલાલ કોટકના ધર્મપત્ની નિરૂબેન (ઉ.વ.પ૭) તે જય તેમજ રાજકોટવાળા ભૂમિકાબેન ગોપાલકુમાર રાયઠઠ્ઠાના માતુશ્રી તેમજ જાણીતા વેપારી જગજીવનભાઇ વશરામભાઇ સોઢાના સુપુત્રી અને સ્વ. હરસુખભાઇ તથા દિપકભાઇના બહેનનું તા. ૭ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ અને પિયર પક્ષની સાદડી તા. ૧૩ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. (મો. જય કોટક ૭રર૭૯ ર૯૮૪૮, જયંતિભાઇ કોટક ૯૪ર૬૪ ૩૭૩૭૪, રાકેશ કોટક ૯૮૯૮૧ ૯૧ર૧૦, દિપકભાઇ સોઢા ૯૩૭૬૬ ૦૬૮૬૭, સાગરભાઇ સોઢા ૯૪ર૭૧ ૦૩૬૮૯) કેશોદ.

જુનાગઢ માધ્યમીક શાળાના શિક્ષક વીરાભાઇના માતુશ્રીનું અવસાન

જુનાગઢ : કોડીનાર તાલુકાના રોણાજ નિવાસી જીવીબેન અરજનભાઇ રાવલીયા ઉ.વ.૯૪ તે ભાણાભાઇ તથા વિરાભાઇ (માધ્યમીક શાળાના શિક્ષક)ના માતુશ્રીનું તા.૧૧ના રોજ અવસાન થયેલ છે અને વર્તમાન કોરોના મહામારીને લઇને રાવલીયા પરિવારને મો.૯૪ર૮૬ ૪૭પપ૧ અને ૯૯૦૯૪ ૬૧૭૧૯ ઉપર સાંત્વના પાઠવી શકશો.

ધોરાજી લેઉવા પટેલ જાગૃતિ મંડળના પ્રમુખ રામજીભાઇ માથુકિયાનું અવસાન

ધોરાજીઃ લેઉવા પટેલ જાગૃતિ મંડળના પ્રમુખ રામજીભાઈ માથુકિયા નું અવસાન થયું છે તેઓ ધોરાજીમાં ૨૭ વર્ષ પહેલા સમૂહ લગ્ન નો પ્રારંભ કરાવતા પ્રથમ પ્રમુખ હતા. અત્યાર સુધીમાં ૯૦૦ દીકરીઓને લગ્ન કરાવી સમાજ વતી કન્યાદાન કરે છે

લેઉવા પટેલ જાગૃતિ મંડળના ટ્રસ્ટી નરસિંહભાઈ પાઘડાર ધીરુભાઈ કોયાણી પોપટભાઈ વૈષ્ણવ વિગેરે એ જણાવેલ કે ધોરાજીમાં લેવા પટેલ સમાજ માટે જો કોઈએ જાગૃતિ લાવી હોય અને ગરીબ પરિવાર  ની દીકરી ના લગ્ન કરવા હોય તમને લેઉવા પટેલ સમાજ માટે કપરા સંજોગો હતા અને ખેતીની જમીન વેચીને દીકરીના લગ્ન કરવા પડતા હતા આવા સમયમાં ધોરાજી લેઉવા પટેલ સમાજ ના અગ્રણી ગણાતા રામજીભાઈ માથુકિયા એ આજથી ૨૭ વર્ષ પહેલા ધોરાજી લેઉવા પટેલ જાગૃતિ મંડળ ની સ્થાપના કરી હતી અને પ્રથમ સમુહ લગ્નોત્સવ ધોરાજી લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે યોજ્યો હતો અને અત્યાર સુધીમાં ૯૦૦ પરિવારની દિકરીને સમાજ વતી કન્યાદાન કરી અને સમાજના સહયોગથી દીકરીને તમામ ઘરવખરીનો સામાન સમાજ દ્વારા અર્પણ કર્યો હતો આ પ્રકારનું ભગીરથ કાર્ય રામજીભાઈ માથુકિયા એ કર્યું હતું ધોરાજી લેઉવા પટેલ સમાજ માટે અનેક સેવાકિય કાર્યો તમને કર્યા છે અને ૧૯૫૮ ની સાલ થી શરૂ કરેલ ભારત ટ્રેડિંગ કંપની મા પણ તેઓએ સફળતા હાંસલ કરી છે અને સમાજ ના કાર્યો ત્યાં કર્યા છે આ સમયે ધોરાજી લેઉવા પટેલ જાગૃતિ મંડળના ટ્રસ્ટીઓ નરસિંહભાઇ પાઘડાર પોપટભાઈ વૈષ્ણવ વિઠ્ઠલભાઈ બાબરીયા ખીમજીભાઇ પાદરીયા પ્રવીણભાઈ સુરાણી ડી.કે અંટાળા મનસુખભાઈ વઘાસીયા રસિકભાઈ વૈષ્ણવ જયંતીલાલ વઘાસીયા અરજણભાઈ જાગાણી રાજેશકુમાર હિરપરા ધીરજલાલ કોયાણી વિગેરે રામજીભાઈ માથુકિયા ના અવસાન બાબતે લેવા પટેલ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પતા જણાવેલ કે  લેઉવા પટેલ સમાજ ને મોટી ખોટ પડી છે.

સૌરાષ્ટ્ર જીનર્સ એસો.ના પ્રમુખ ભરતભાઇ વાળાનું દુઃખદ અવસાન

રાજકોટઃ સૌરાષ્ટ્ર જીનર્સ એસોસીએશન પ્રમુખ ભરતભાઇ રાવતભાઇ વાળાનું તા.૭ના રોજ દુઃખદ અવસાન થતા સૌરાષ્ટ્રના કોટન જીનર્સ ઉદ્યોગમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. સૌરાષ્ટ્રના કોટન પરિવારને પુરી ન શકાય તેવી ખોટ પડી છે. ભરતભાઇ દિર્ઘ દ્રષ્ટિ ધરાવતા જન્મજાત લીડર હતા. પોતાના વિશાળ વ્યકિતગત સંબંધથી લોકોને પણ ઉપયોગી થતાં હતા.  આ ઉપરાંત તેમણે સૌરાષ્ટ્રના કોટન જીનર્સ ઉદ્યોગના વિકાસ તેમજ ઉદભવતા પ્રશ્નોના નિવારણ માટે યથા યોગ્ય વર્ષો સુધી પ્રયાસ કર્યા હતા. સૌરાષ્ટ્ર જિનર્સ એસોસીએશન પરિવાર દ્વારા સદગત સ્વ. ભરતભાઇ વાળાને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

અવસાન નોંધ

ધરમશીભાઇ બગથરીયા

રાજકોટઃ મુળ રાજકોટ ગામ કોઠારીયાઃ વાણંદ જ્ઞાતિના ધરમશીભાઇ વેલજીભાઇ બગથરીયા (ઉ.વ.૭૬) તે મહેન્દ્રભાઇ બગથરીયા, અરવિંદભાઇ બગથરીયાના પિતાશ્રીનું તા.૭ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૩ના ગુરૂવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. (મહેન્દ્રભાઇ બગથરીયા) મો.૮૮૬૬૮ ૨૨૯૯૦, અરવિંદભાઇ બગથરીયા મો.૯૭૨૩૧ ૬૧૫૪૮

વસંતબેન જોબનપુત્રા

રાજકોટઃ (કરાંચીવાળા) વસંતભાઇ ડુંગરશીભાઇ જોબનપુત્રા તે મિના (મધુબેન) ના પતિ તેમજ સ્વ. ડુંગરશીભાઇ હીરજીભાઇ જોબનપુત્રાના પુત્ર તેમજ પરેશભાઇ (એડવોકેટ), દિપકભાઇ (વિપુલ), નિલેશ તથા નિશાના પિતાશ્રી તથા રજનીકુમાર જસાણીયા સસરા તેમજ મોરબીના સ્વ. મોહનલાલ મુળજીભાઇ સેજપાલના જમાઇ તથા નવિનભાઇ વિનોદભાઇ દિલીપભાઇના મોટાભાઇનું તા.૧૧ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને ટેલીફોનીક  ઉઠમણું તા.૧૩ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. પરેશભાઇ (એડવોકેટ) મો.૯૮૨૫૬ ૭૩૭૭૩પ દિપકભાઇ (વિપુલ) મો.૯૭૨૩૧ ૦૦૦૦૯, નિલેશભાઇ મો.૯૭૨૩૦ ૯૯૯૦૯

જયોતિબેન રાવલ

રાજકોટઃ જયોતિબેન ભરતકુમાર રાવલ (ઔદિચ્ય ઝાલાવાડ) તે ભરતકુમાર મગનલાલ રાવલ (રીટાયર્ડ બીએસએનએલ)ના પત્નિ, વિવેક પુનમ શુકલા અને માધુરીના માતુશ્રી ક્રિષ્નાના સાસુમાં દેવના વ્હાલા દાદીમાં રસીલાબેન (રીટાયર્ડ રેલ્વે) મિથુન ભારદ્વાજ (રીટાયર્ડ બીએસએનએલ)ના ભાભી તેમજ વંદનભાઇ વ્યાસ અને નરેશભાઇ વ્યાસ (મોરબી)ના બહેનનું તા.૧૦ના દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૩ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. ભરતભાઇ ૯૪૨૭૨ ૦૦૭૬૬૬, વિવેકભાઇ ૯૪૨૮૪ ૬૪૪૭૫, ક્રિષ્ના ૯૪૨૬૨ ૨૭૧૯૫

હરીશભાઇ મહેતા

રાજકોટઃ ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ. દલપતરામ ગોકળદાસ મહેતા તથા સ્વ. જેન્તાબેનના પુત્ર હરીશભાઇ મહેતા (ઉંજીયા મહેતા પરિવાર કુળદેવી મંદિર, વાગુદળના સક્રિય કાર્યકર) (ઉ.વ.૬૧) (હાલ ભરૂચ) તે મીનાબેન (મોક્ષદા) ના પતિનું તા.૧૦ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૩ ગુરૂવાર સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. લતાબેન મનહરલાલ મહેતા ૯૯૨૫૩ ૬૦૧૯૫, મીનાબેન હરીશ મહેતા ૮૫૧૧૫ ૩૧૨૩૭, કૃણાલ કૌશિક મહેતા ૯૭૨૨૨ ૬૮૯૫૧

વિજયાબેન બાબરીયા

રાજકોટ : રાજપરા (ગઢવાળા) નિવાસી હાલ રાજકોટ દશા સો. વણીક સ્વ. દ્વારકાદાસ ભાઇચંદભાઇ બાબરીયાના ધર્મપત્ની ગં. સ્વ. વિજયાબેન દ્વારકાદાસ બાબરીયા તે ભરતભાઇ, દીપકભાઇ, સ્વ. અજયભાઇ, તથા કિશનભાઇ તેમજ ભારતીબેન, અસ્મિતાબેન, બોનીબેનના માતુશ્રી તેમજ સ્વ. ખુશાલભાઇના નાના ભાઇના પત્ની તથા સ્વ. સુરેશભાઇના ભાભી તા. ૧૦ ના રોજ શ્રીજીચરણ પામેલ છે તેમનું ટેલીફોનીક બેસણું તા. ૧૩ સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ભરતભાઇ ૯૭ર૩૪ ૯૧૭૧૬, દીપકભાઇ ૯૭ર૪૬ ૮૧પ૮૪

અશ્વિનભાઇ ફીચડીયા

પડધરી : સોની શીવલાલ ગીરધરલાલ ફીચડીયાના પુત્ર અશ્વિનભાઇ (ઉ.વ.૭૦) તે નગીનભાઇ ના મોટાભાઇ, વિરલનાં પિતા, બ્રિજેશભાઇના ભાઇજી, પ્રીશા, શ્યામલ, ધૈર્યનાં દાદા, વાંકાનેરવાળા હાલ અમદાવાદ હરીલાલ મગનલાલ બારભાયાના જમાઇનું તા. ૧૧ મીએ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૩ ગુરૂવાર સાંજે ૪ થી પ.૩૦ સુધી રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ છે. નગીનભાઇ મો. ૯૯૯૮૮ ૧૧૩૬૦, વિરલભાઇ મો. ૯૭ર૪૧ ૬૧ર૩ર, બ્રીજેશભાઇ મો. ૯૯૯૮૮ ૬ર૧પ૯ પીયર પક્ષ મીલનભાઇ મો. ૯૦૩૩૮ ૮૮૮૭૪, મયુરભાઇ મો. ૯૦૩૩૪ ૪૬૪૪૦, સુધાબેન મો. ૯૪ર૬૮ ૬૬૬૮૭

વસંતરાય જોબનપુત્રા

રાજકોટ : (કરાંચીવાળા) સ્વ. ડુંગરશીભાઇ હીરજીભાઇ જોબનપુત્રા નાં પુત્ર વસંતરાઇ ડુંગરશીભાઇ જોબનપુત્રા (નિવૃત રેલ્વે કર્મચારી) તે પરેશભાઇ (એડવોકેટ), દિપકભાઇ (સીવીલ હોસ્પીટલ), નિલેશ, નિશાના પિતાશ્રી તથા ધીરજભાઇ, નવીનભાઇ, વિનોદભાઇ, દીલીપભાઇનાં ભાઇશ્રી તા. ૧૧-પ-ર૧ મંગળવારનાં રોજ શ્રીજીચરણ પામેલ છે. તેઓનું ટેલીફોનીક ઉઠમણુ તા. ૧૩-પ-ર૧ ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. દિલસોજી પાઠવવા માટે પરેશભાઇ (એડવોકેટ) મો. ૯૮રપ૬ ૭૩૭૭૩, દીપકભાઇ ૯૭ર૩૧ ૦૦૦૦૯, દીલીપભાઇ ૯૯૦૪ર રપપરપ

વિજયાબેન કડેચા

રાજકોટઃ  ગૌ વા સોની પ્રભુદાસ પીતાંબરદાસ કડેચા (કાલાવાડ-શીતળા) ના ધર્મપત્નિ વિજયાબેન (ઉ.વ.૮૨) તે હસમુખભાઇ, ગીરીશભાઇ, નિતિનભાઇ, નિમેષભાઇ તથા નીલાબેન (જુનાગઢ) ઉષાબેન (જુનાગઢ) ના માતુશ્રી તથા રસેસ, મિતેશ, નિકુંજ, શ્રીકુંજના દાદીમાં તા.૧૦ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેનું ગુરૂવાર તા.૧૩ના સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે. હસમુખભાઇ ૯૫૧૦૧ ૦૧૦૯૯, ગીરીશભાઇ ૦૪૨૭૪ ૩૩૪૦૫, નિતિનભાઇ ૭૦૧૬૩ ૨૫૦૦૪, નિમેષભાઇ ૯૪૨૭૭ ૭૫૪૬૨

ભરતભાઈ જોષી

રાજકોટઃ ઔદિચ્ત્ય ઝાલાવાડી બ્રાહ્મણ મુળ કોટડાબાવીસી હાલ રાજકોટ ભરતભાઈ (ઉ.વ.૬૨) તે કાનજીભાઈ દેવરાજભાઈ જોષીના પુત્ર તથા આનંદ (મો.૮૯૮૦૦ ૦૦૯૨૯)ના પિતા તેમજ અમૃતલાલ અને સુરેશભાઈના ભાઈનું તા.૯ને રવિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

લક્ષ્મીશંકરભાઈ ઠાકર

રાજકોટઃ અમરનગર નિવાસી સ્વ.લક્ષ્મીશંકરભાઈ પરસોતમભાઈ ઠાકર (ઉ.વ.૮૨) હાલ રાજકોટ જે જટાશંકરભાઈ પરસોતમભાઈ ઠાકર (ગોંડલ)ના નાનાભાઈ તથા સ્વ.રોહિતભાઈ જે. ઠાકર (બોટાદ), કિરીટભાઈ જે. ઠાકર (રાજકોટ), જયેશભાઈ જે. ઠાકર (ગોંડલ), નયનાબેન ભરતકુમાર જોષી (મહુવા)ના કાકા  તથા હેરશભાઈ ઠાકરના પિતાશ્રી તથા હંસાબેન મહેન્દ્રકુમાર ભટ્ટ, મધુબેન અનીલકુમાર પંડયા (શિહોર), જયોતીબેન શૈલેષકુમાર જોષી (ભાવનગર), મીતાબેન સંજયકુમાર જોષી (અમદાવાદ)ના પિતાશ્રી તથા સ્વ.કાન્તીલાલ નટભેરામ જાની (હરમડીયા)ના જમાઈ તથા ધ્રુવ હરેશભાઈ ઠાકરના દાદાશ્રી તા.૧૦ના કૈલાસવાસી થયેલ છે. તેમની સરવણી અને ઉત્તરક્રિયા હાલના સંજોગો અને સરકારી ગાઈડલાઈન ધ્યાનમાં રાખીને કુંટુંબ પુરતું મર્યાદિત રાખેલ છે. હરેશભાઈ એલ.ઠાકર મો.૯૭૧૨૩ ૭૮૨૯૦, મો.૯૫૮૬૯ ૭૦૫૭૨, કિરીટભાઈ જે. ઠાકર મો.૯૯૨૫૩ ૯૩૧૭૪, મહેન્દ્રકુમાર આર. ભટ્ટ મો.૭૮૦૧૯ ૬૨૫૯૨

કુસુમબેન રાજપરા

ઉપલેટા : સોની કીરટભાઇ મકનદાસ રાજપરા (શ્રી નાથજી રોલ પ્રેસ)ના પત્ની કુસુમબેન (ઉવ.૫૮) તે મનીષભાઇ (લાલાભાઇ), સોનાલીબેન (અમરેલી)ના માતૃશ્રી તથા આશીષભાઇના કાકી તેમજ કાર્તીકભાઇ, અનિકાના દાદીનું તા.૨૭ના મંગળવારે અવસાન થયેલ છે.

જગદીશભાઇ ચગ

રાજકોટ : મણિલાલ ભાણજી અને અમોલા પાનવાળા, સ્વ. મણીલાલ ભાણજીભાઇ ચગના પુત્ર જગદીશભાઇ મણીલાલ ચગ (ઉવ.૭૭) તે સ્વ. ચંપકલાલ, ભરતભાઇ, જમનાદાસના મોટાભાઇ તથા શ્યામભાઇ, સુનીતાબેન સૂચક, હેમાબેન ભટ્ટ (ઇનકમટેકસ)ના પિતાશ્રી અને પાર્થ કાવ્યાના દાદા તેમજ મુકેશ (બીએસએનએલ), હરેશ ભટ્ટ (વે.રેલ્વે)ના સસરા, તેમજ સ્વ. હરજીવનદાસ મુળજી જોબનપુત્રા (જામનગર)ના જમાઇનું તા.૧૧ના અવસાન થયેલ છે. બંને પક્ષનું ટેલિફોનીક બેસણું તા. ૧૩ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. શ્યામભાઇ ચગ મો. ૮૪૩૩૬ ૪૫૨૦૬, સુનિતા સૂચક મો. ૯૪૨૬૬ ૩૩૦૪૪, હેમા ભટ્ટ મો. ૯૪૨૮૭ ૯૩૪૩૩, યશવંત જોબનપુત્રા મો. ૯૪૨૬૭ ૩૪૫૬૬.

કેતનભાઇ સોલંકી

મોરબી : કેતનકુમાર હરેશભાઇ સોલંકી (સરસ્વતી ઇમીટેશન રાજકોટ) તે હરેશભાઇ ભગવાનજીભાઇ સોલંકી (ન્યુ સોલંકી પાન, મોરબી) તથા સ્વ. શોભનાબેનના નાના પુત્ર તથા સંદીપભાઇના નાનાભાઇ અને રૂદ્રેશના પિતાશ્રી તેમજ પ્રતાપભાઇ વાલજીભાઇ ચગના જમાઇનું તા. ૧૦ના સોમવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તથા શ્વસુર પક્ષની સાદડી તા.૧૩ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

દિલીપભાઇ કરગથરા

રાજકોટ : મૂળ ચોકી (સોરઠ) હાલ નડિયાદ ગુર્જર સુથાર દિલીપભાઇ નરસિંહભાઇ કરગથરા (ઉવ.૫૬) તે રાજુભાઇ, અશોકભાઇના મોટાભાઇ તથા ઉદય, તૃષાના પિતાશ્રી તથા શિલ્પાબેનના સસરા તેમજ ઇન્દુબેન પરેશભાઇ ભારદીયા (અમદાવાદ), હર્ષાબેન સંજયભાઇ છત્રાલીયા (પોરબંદર)ના ભાઇ અને આયુષી, દીપ, વ્યોમ, દર્શનના દાદાનું તા.૧૧ના અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણું તા.૧૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ જુનાગઢ રાખેલ છે. રાજુ મિસ્ત્રી -૮૦૦૦૦ ૫૫૮૬૬, આસુ મિસ્ત્રી-૯૫૧૦૮ ૦૮૦૮૦, ઉદય-૭૦૪૧૦ ૮૫૫૫૫

ભરતકુમાર મિરાણી

રાજકોટઃ નિવાસી સ્વ.ભરતકુમાર મગનલાલ મિરાણી (ઉ.વ.૬૪) તે સ્વ.મગનલાલ શામજીભાઈ મિરાણી તથા સ્વ.વસંતબેન મગનલાલ મિરાણી પુત્ર તે પ્રદિપભાઈ, રાજેશભાઈ, કુસુમબેન અજીતકુમાર રાડિયા અને અંજનાબેન નિતીનકુમાર વસાણીના  ભાઈશ્રી તેમજ જમનાદાસ લાલજીભાઈ કકકડના જમાઈશ્રી, સંજયભાઈ, વિજયભાઈ કકકડના બનેવી તે કલ્પેશભાઈ, પુજાબેન વિરલકુમાર છગ, મોનિકાબેન આશિષકુમાર સોમૈયાના પિતાશ્રી તે વંદનાબેન કલ્પેશભાઈ મિરાણીના સસરાનું તા.૯ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.૧૩ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

વસંતબેન વડગામા

રાજકોટઃ ચીભડાવાળા (હાલ રાજકોટ) નિવાસી સ્વ.પ્રાણલાલ પીતાંબરદાસ વડગામાના ધર્મપત્નિ વસંતબેન (ઉ.વ.૭૧) તે મયંકભાઈ, પંકજભાઈ તથા રેખાબેન રાજેશકુમાર દુદકીયાના માતુશ્રી તેમજ સ્વ.માધવજીભાઈ વિરજીભાઈ સાંકડેચાની દિકરી તા.૯ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૩ ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. મયંકભાઈ મો.૯૮૨૪૨ ૯૯૪૨૪, પંકજભાઈ મો.૯૪૨૬૭ ૫૬૫૮૮, રાજેશકુમાર મો.૯૮૨૫૬ ૭૩૪૧૩

જેરામભાઈ દેવળીયા

રાજકોટઃ સ્વ.જેરામભાઈ રામજીભાઈ દેવળીયાનું (કેશોદ) હાલ રાજકોટ મુકામે તા.૧૦ને સોમવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૩ ગુરૂવાર, સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે. તેમની ઉતરક્રિયા તા.૧૪ શુક્રવારના રોજ કોરોના મહામારીના લીધે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ઘરમેળે રાજકોટ મુકામે રાખેલ છે. રમેશભાઈ જેરામભાઈ દેવળીયા મો.૯૧૦૬૧ ૧૬૭૦૫ (રાજકોટ), પરેશભાઈ જેરામભાઈ દેવળીયા મો.૯૮૨૪૫ ૯૫૬૨૬ (અમદાવાદ)

લલીતાબેન મહેતા

રાજકોટઃ જામકંડોરણા નિવાસી લલીતાબેન લાલચંદભાઈ મહેતા (ઉ.વ.૮૩) તે ચંદ્રેશભાઈ, વિમલભાઈ, પારસભાઈ તથા જાગૃતિબેન રાજેશભાઈ વોરાના માતુશ્રી તા.૧૧ને મંગળવારના રોજ અરિહંત શરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું ગુરૂવાર તા.૧૩ના રોજ રાખેલ છે.(

પ્રવીણભાઇ ભટ્ટ

જુનાગઢ : ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ પ્રવીણભાઇ મનસુખલાલ ભટ્ટ (ઉવ.૭૫) તે કલાબેનના પતિ તથા સ્વ. શાંતિલાલ હરિશંકર પંડ્યા (મજેવડી)ના જમાઇનું તા.૧૧ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૩ના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

રામજીભાઇ ગોંડલીયા

ધોરાજી : વાણંદ રામજીભાઇ પોપટભાઇ ગોંડલીયા (ઉવ.૫૪) તે છગનભાઇ, કાળુભાઇ, શાંતીભાઇ, રતીભાઇના નાનાભાઇ તેમજ છગનભાઇ ગોકળભાઇ સોલંકીના જમાઇ તથા હર્ષદભાઇના પિતાશ્રીનું તા.૧૦ના સોમવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૪ના શુક્રવારે ૪ થી ૭ રાખેલ છે. મો. ૬૩૫૨૫ ૭૩૮૧૨.

નિર્મળાબેન લખલાણી

જુનાગઢ : મુળ મેધપુર હાલ જુનાગઢ નિર્મળાબેન રશ્મીનભાઇ લખલાણી (ઉવ.૬૨) તે રશ્મીનભાઇ સનતભાઇના પત્ની તેમજ મધુભાઇ અમિતભાઇ લખલાણીના ભાભી અને રચના હેમાંગ કેલૈયા, દિશા મયુર કેલૈયા (જુનાગઢ) ઝલક બ્રિજેશ ધામી (અમદાવાદ)ના માતુશ્રીનું તા.૧૧ને મંગળવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૩ને ગુરૂવારે રાખેલ છે. રશ્મિનભાઇ મો. ૯૦૯૯૭ ૫૫૭૭૨, અમિતભાઇ મો. ૯૬૬૨૦ ૨૪૯૪૫.

જશવંતીબેન ગણાત્રા

રાજકોટઃ મુળ ધ્રાફા, હાલ રાજકોટ નિવાસી જશવંતીબેન બાબુભાઈ ગણાત્રાનું તા.૧૦ સોમવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૩ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મનોજભાઈ બી. ગણાત્રા (જલારામ ફરસાણ- ગુંદાવાડી) મો.૯૭૨૬૯ ૬૬૧૯૬, ચેતનભાઈ બી. ગણાત્રા (રાધે સ્ટીલ ફર્નિચર) મો.૯૮૭૯૫ ૨૩૪૬૫

 વિજયાબેન બાબરીયા

રાજકોટઃ દશાઓ વણિક સ્વ. દ્વારકાદાસ ભાઇચંદભાઇ બાબરીયા (રાજપરા ગઢવાળા)ના ધર્મપત્નિ ગં.સ્વ. વિજયાબેન દ્વારકાદાસ બાબરીયા તે ભરતભાઇ, દિપકભાઇ, સ્વ. અજયભાઇ તથા કિશનભાઇ તેમજ ભારતીબેન, હસ્મિતાબેન, બોનીબેનના માતુશ્રી તેમજ સ્વ. ખુશાલભાઇના નાનાભાઇના પત્નિ તથા સ્વ. સુરેશચંદ્ર બાબરીયાના ભાભીનું તા.૧૦ને સોમવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૩ના ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. ભરતભાઇ ૯૭૨૩૪ ૯૧૭૧૬, દિપકભાઇ ૯૭૨૪૬ ૮૧૫૮૪

લલીતભાઇ મહેતા

રાજકોટઃ મુળ ધ્રાફા નિવાસી હાલ રાજકોટ સ્વ. દલીચંદભાઇ કચરાભાઇ મહેતાના પુત્ર સ્વ. લલીતભાઇ દલીચંદભાઇ મહેતા (ઉ.વ.૭૯) તે બિંદેશ અને જાગૃતિના પિતાશ્રી, શિલ્પા અને બિરેનભાઇના સસરા તથા સ્વ. હેંમતલાલ સવજીભાઇ પટેલના જમાઇ તા.૧૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. બિંદેશભાઇ ૯૯૯૮૨ ૬૩૬૨૦, શિલ્પાબેન ૭૦૬૯૮ ૧૧૨૬૦, બિરેનભાઇ ૯૯૦૯૦ ૪૬૭૬૭, વિમલભાઇ ૯૪૨૮૬ ૬૮૧૧૧

ચંદ્રીકાબેન રાઠોડ

રાજકોટઃ સ્વ. ચંદ્રીકાબેન ભુપતભાઇ રાઠોડ તે સ્વ. ભુપતભાઇ જેમલભાઇ રાઠોડના ધર્મપત્નિ તેમજ હિતેષ ભુપતભાઇ રાઠોડ, મિનાક્ષી મુકેશભાઇ સોલંકી તથા મીના જીતેન્દ્રભાઇ સોઢાના માતુશ્રી તેમજ ભીખુભાઇ જેમલભાઇ રાઠોડના નાનાભાઇના ધર્મપત્નિ તથા રાજુભાઇ સોલંકીના બહેનનું તા.૯ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ નિવાસ સ્થાને રાખેલ છે. હિતેષ રાઠોડ ૯૬૦૧૭  ૭૮૮૬૨, મિનાક્ષીબેન ૮૮૪૯૦ ૭૫૯૫૯, રાજેશ રાઠોડ ૯૭૩૭૭ ૯૩૮૧૪, રાજુભાઇ સોલંકી ૯૯૨૫૯ ૨૭૭૬૯

અશોકભાઇ સોલંકી

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડીયા મુળગામ મેઘપર, હાલ રાજકોટ નિવાસી અશોકભાઇ કેશવજીભાઇ સોલંકી (ઉ.વ.૫૫)નું તા.૧૧ને મંગળવારે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૩ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મિલનભાઇ ૮૭૩૪૮ ૮૮૬૫૬, કિરણબેન ૯૯૯૮૮ ૬૦૫૭૨

પ્રવિણભાઈ છનીયારા

રાજકોટઃ સ્વ.પ્રવીણભાઈ નરશીભાઈ છનીયારા (ગામ- મોરબી) તે નિશાબેન રાજાભાઈ ગજજરના પિતાશ્રી તથા મહેશભાઈ નીતિનભાઈ કનકભાઈના મોટાભાઈ તે લલિતભાઈ, કિશોરભાઈ, હિતેશભાઈ વડગામાના બનેવીનું તા.૧૨ના દુઃખદ અવસાન થયેલ છે. બેસણું વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એસએમએસ બેસણું તા.૧૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. નિશાબેન રાજાભાઈ ગજ્જર મો.૯૬૬૨૭ ૪૫૭૦૦, મહેશભાઈ છનિયારા મો.૯૫૮૬૯ ૮૩૧૧૨, કનકભાઈ છનિયરા મો.૯૬૨૪૮ ૯૬૮૩૫, નીતિનભાઈ છાનીયારા મો.૬૩૫૩૬ ૧૨૯૦૭, પિયર પક્ષ કિશોરભાઈ વડગામા મો.૯૯૨૫૩ ૫૧૩૯૨, હિતેશભાઈ વડગામા મો.૭૫૬૭૫ ૩૨૩૫૫

મિતેષભાઇ રાવલ

રાજકોટઃ શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજના મિતેશભાઇ ધીરજલાલ રાવલ (ઉ.વ.૪૧) તે ધીરજલાલ પ્રેમશંકર રાવલના પુત્ર તે પલ્લવીબેન મનીષભાઇ ભટ્ટ (ધોરાજી), સ્વ. ભાવિનીબેન (ભાદુભાઇ) ના ભાઇ, તે ધ્રુવ, ધ્રુવીના પિતા, તે હનીના મામા તે સ્વ. હસમુખભાઇ જોષી (ગોંડલ)ના જમાઇનું તા.૧૦ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૪ શુક્રવાર સવારે ૧૦ થી ૫ રાખેલ છે. ધીરજલાલ રાવલ ૯૪૦૯૧ ૬૪૨૧૪, ૯૧૦૬૪ ૨૦૨૫૦, મનીષકુમાર ભટ્ટ ૯૪૨૯૯ ૧૮૮૮૦

નટવરલાલ પાડલીયા

રાજકોટઃ મુ. મોટા દડવા હાલ રાજકોટ વાણંદ સ્વ. નટવરલાલ રવજીભાઇ પાડલીયા (ઉ.વ.૬૩) તે વિશાલભાઇના પિતાશ્રી તેમજ સ્વ. વિઠલભાઇ, જેન્તીભાઇ, કાંતિભાઇના નાનાભાઇ, ભરતભાઇ, બટુકભાઇ, હિતેષભાઇ, કમલેશભાઇના નાનાભાઇ તેમજ રાકેશભાઇ પાડલીયા (સૌરાષ્ટ્ર યુનિ.) ના કાકા તેમજ ધર્મેશકુમાર, મિતેષકુમાર અને સંદીપકુમારના સસરાનું તા.૧૧ના દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૫ને શનિવારના રોજ રાખેલ છે. જેન્તીભાઇ પાડલીયા મો. ૯૭૨૫૪ ૭૪૨૯૯, કાંતિભાઇ પાડલીયા મો. ૯૯૭૪૯ ૬૦૦૦૩, ભરતભાઇ પાડલીયા મો.૮૦૦૦૦ ૦૪૨૦૯, રાકેશભાઇ પાડલીયા મો.૮૦૦૦૦ ૦૪૨૦૯, વિશાલભાઇ પાડલીયા મો. ૯૦૬૭૮ ૦૮૮૮૪

હેમેનભાઇ ભટ્ટ

રાજકોટઃ શ્રી શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ સ્વ. હેમેનભાઇ નંદલાલભાઇ ભટ્ટ (ઉ.વ.૬૨, રીટાયર્ડ એજીઓફીસ) સોનલબેન હેમેનભાઇ ભટ્ટના પતિ, ધારાબેન સાગરકુમાર ભટ્ટના પિતાનું તા.૧૧ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ  છે. તેમનું ટેલીફોનીક બેસણું ગુરૂવાર તા.૧૩ના રોજ ૪ થી ૬ રાખેલ છે. સોનલબેન હેમેનભાઇ ભટ્ટ મો.૭૬૨૪૦ ૫૨૨૬૦, ધારાબેન સાગરકુમાર ભટ્ટ મો. ૯૪૦૮૦ ૦૪૩૩૪,  સાગરકુમાર એચ. ભટ્ટ મો. ૯૮૭૯૯ ૮૫૦૯૫

સુશીલાબેન દવે

રાજકોટઃ ઔદીચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ શુશીલાબેન બળવંતરાય દવે, (ઉ. વર્ષ ૮૫) રહેવાસી રાજકોટ તે, મેહુલભાઇ બળવંતરાય દવે, રાજુભાઇ બળવંતરાય દવે, શોભાબેન તથા દીપા બેનના માતુશ્રી, જય મેહુલભાઇ દવેના દાદીમાં, છાયાબેન મેહુલભાઇ દવેના સાસુ તથા નવનીત ભાઇ શાંતિલાલ જોશી અને વીનોદ ભાઇ શાંતિલાલના બહેનનું તા.૧૧  મંગળવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું ટેલિફોનિક બેસણું તા.૧૩ને ગુરુવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. વર્તમાન પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને તમામ લૌકિક ક્રિયાઓ બંધ રાખેલ છે.   મેહુલભાઇ દવે ૯૯૨૫૧ ૨૮૪૮૯, છાયાબેન મેહુલભાઇ દવે  ૯૫૮૬૪ ૯૦૭૭૭, રાજુભાઇ દવે  ૯૭૧૨૯ ૪૮૪૪૪, જય મેહુલભાઇ દવે  ૮૧૬૦૧ ૩૮૫૨૯

રસીકભાઇ સોલંકી

રાજકોટઃ વાણંદ મુળ મોરબી હાલ રાજકોટ નિવાસી રશિકભાઇ વશરામભાઇ સોલંકી (ઉ.વ.૬૪) તે પ્રવિણભાઇ વી. સોલંકી, જયસુખભાઇ વી. સોલંકીના નાનાભાઇ તથા પ્રશાંતભાઇ જે. સોલંકી, પ્રકાશભાઇ જે. સોલંકીના કાકાનું તા.૧૧ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૩ને ગુરુવારે સાંજે ૪ થી ૫:૩૦ રાખેલ છે. સિંચાઇનગર એરપોર્ટ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો. ૯૮૯૮૬ ૯૦૯૦૯ પ્રશાંતભાઇ, ૯૦૩૩૩ ૮૧૯૦૯ પ્રકાશભાઇ

ભાર્ગવ જોષી

રાજકોટઃ મુળ ડેડાણ હાલ રાજકોટ નિવાસી શ્રી મનુભાઇ ઇશ્વરલાલ જોશી (નિવૃત દેનાબેંક મેનેજર) ના પુત્ર ભાર્ગવ જોષી (ઉ.વ.૫૧) તે રાજકોટના ઓરકેસ્ટ્રા જગતના જાણીતા રિધમીસ્ટ અને પાઠક સ્કુલના શિક્ષક દિપકભાઇ જોશીના નાનાભાઇનું તા.૧૧ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૩ ગુરુવારના રોજ સાંજે ૫ થી ૭ રાખેલ છે. મનુભાઇ જોષી ૯૯૦૯૫ ૧૧૫૫૭, ઘર -૦૨૮૧-૨૫૭૬૮૬૩, દિપકભાઇ જોશી ૯૮૨૪૮ ૦૧૦૦૮

લીલાવંતીબેન ફીચડીયા

રાજકોટઃ માંગરોળ નિવાસી ગં.સ્વ. લીલાવંતીબેન છબીલદાસ ફિચડીયા (ઉ.વ.૯૨) તે ગૌ.વા. જયંતિભાઇ, રાજુભાઇ, રમેશભાઇ, ભરતભાઇ, કાશ્મીરાબેન તથા ભાષાબેનના માતુશ્રી કશ્યપ, ક્રિષ્ના, નિરવના દાદી તથા વનમાળીદાસ શામજીભાઇ માંડલીયા ઉપલેટાના દિકરી તા.૧૧ ને  મંગળવારના  રોજ શ્રીજી  ચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૩ ગુરૂવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે. રાજુભાઇ ૯૯૭૯૧ ૩૬૪૧૩, રમેશભાઇ ૯૪૨૬૯ ૬૯૧૩૧, ભરતભાઇ ૯૩૨૮૨ ૫૫૫૯૪

કેતનભાઇ ત્રિવેદી

રાજકોટઃ શ્રીગોળ બ્રાહ્મણ સ્વ. કેતનભાઇ મુકુંદભાઇ ત્રિવેદી (ઉ.વ.૪૬) તે વિશાલભાઇના તથા જાનકીબેનના પિતાશ્રી શ્રી જલારામ ઝુપડી સેવા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી શ્રી નિહલભાઇના ભાઇ તથા સ્વ.શ્રી ધીરજલાલ જેઠાલાલ ઠાકરના જમાઇ તેમજ જયંતભાઇ શેઠ, અનંતભાઇ શેઠ તથા હરેશભાઇ શેઠના ભાણેજ તા.૧૧ને મંગળવારે બ્રહ્મલીન થયા છે. હાલના સંજોગમાં ટેલીફોનીક બેસણું તા.૧૩ને ગુરુવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.

સોનલબેન કરગઠીયા

રાજકોટઃ શાપુર તા. માંગરોળ, જી- જુનાગઢ નિવાસી દાનાભાઈ બાબુભાઈ કરગઠીયાના પુત્રી સોનલબેનનું (ઉ.વ.૪૫) તા.૯ના અવસાન થયેલ છે. તે હાલ રાજકોટ નિવાસી પરબતભાઈ લક્ષ્મણભાઈ કરગઠીયાની ભત્રીજીનું ટેલીફોનીક બેસણું તા.૧૩ ગુરૂવારેના રોજ સવારના ૯ થી ૬ રાખેલ છે.

કાનજીભાઈ ફીચડીયા

રાજકોટઃ ફીચડીયા કાનજીભાઈ (ઉ.વ.૩૨) તે સ્વ.રમણીકલાલ ફુલચંદભાઈ (કાગદડીવાળા)ના પુત્ર તે રાજેશભાઈના નાનાભાઈ તથા સ્વ.શાંતિલાલ પરસોતમ રાણપરા (ટંકારાવાળા)ના ભાણેજનું તા.૧૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. બંને પક્ષ ટેલીફોનીક બેસણું તા.૧૩ને ગુરૂવાર સવારે ૧૦:૩૦ થી ૧૨ કલાકે રાખેલ છે. લૌકિકવ્યહાર બંધ રાખેલ છે. ગોપાલભાઈ મો.૯૯૨૪૫ ૩૦૬૫૯, રાજુભાઈ મો.૯૬૦૧૦ ૫૧૭૬૦

મુકતાબેન સિધ્ધપુરા

રાજકોટઃ સોરઠીયા લુહાર સ્વ.મુકતાબેન બાબુલાલ સિધ્ધપુરા (ઉ.વ.૮૧) સ્વ.ધીરજલાલ, સ્વ.મનસુખભાઈ, બટુકભાઈ તથા કિશોરભાઈના માતુશ્રીનું તા.૧૧ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે. બટુકભાઈ સિધ્ધપુરા મો.૮૧૬૦૨ ૩૯૫૪૯, રાજુભાઈ મો.૯૮૨૪૨ ૮૮૪૯૭, રવિભાઈ મો.૭૩૮૩૬ ૫૪૭૦૯

રૂક્ષ્મણીબેન ભટ્ટી

રાજકોટઃ સ્વ.રૂક્ષ્મણીબેન નારસીંગભાઈ ભટ્ટી તે સ્વ.નારસીંગભાઈ ભીમજીભાઈ ભટ્ટીનાં ધર્મપત્નિ શૈલેષભાઈ નારસીંગભાઈ ભટ્ટીનાં તેમજ હેતાક્ષીનાં માતુશ્રી તથા અમિત નરેન્દ્રભાઈ હેરમાના સાસુ, રમેશભાઈ રવજીભાઈ કડવાતરના બહેન, અશોકસિંહ ભીમજીભાઈ ભટ્ટીના ભાભી, રાજેન્દ્રસિંહ રૂપસિંગભાઈ ભટ્ટી (ભાભી), પ્રદ્યુમનસિંહ રૂપસિંગભાઈ ભટ્ટી (ભાભુ), બ્રિજેશ અશોકસિંહ ભટ્ટી (ભાભુ), ધર્મરાજ અશોકસિંહ ભટ્ટી (ભાભુ), સુર્યદિપ, ક્રિપાલ (દાદીમા), કાવ્યા તથા હેન્સીનાં (નાનીમા)નું અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૩ને ગુરૂવારનાં રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૮૨૪૬ ૦૦૭૦૮, મો.૯૭૨૩૬ ૦૦૦૫૮, મો.૯૬૬૪૬ ૧૬૬૧૪, મો.૯૮૭૯૭ ૩૭૨૩૩

હસુમતીબેન કવા

રાજકોટઃ લુહાર જ્ઞાતીના જયેન્દ્રભાઈ ભીખુભાઈ કવાના ધર્મપત્નિ હસુમતીબેન જયેન્દ્રભાઈ કવા (ઉ.વ.૬૧) તે ચેતનાબેન તેજશભાઈ ચુડાસમા, પાયલબેન સંદીપભાઈ પરમાર, દેવાંગીબેન ધરમભાઈ ડોડીયાના માતુશ્રીનું તા.૧૧ મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા પીયરપક્ષની સાદડી તા.૧૩ ગુરૂવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

શ્વેતાબેન કોઠારી

રાજકોટઃ જગદીશભાઈ ચંદુલાલ કોઠારીના પુત્ર રૂષભભાઈ કોઠારીના ધર્મપત્નિ શ્વેતાબેન તે દર્શનભાઈ કોઠારી, જયોતિબેન સંઘરાજણના ભાભી, માહીબેન, કાવ્યાબેનના માતુશ્રી ડો.કિશોરભાઈ વેકરીયાના દિકરી તા.૧૧ના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૩ને ગુરૂવારના રોજ રાખેલ છે. સમય સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. ચંદુભાઈ કોઠારી, જગદીશભાઈ કોઠારી મો.૮૮૬૬૬ ૪૪૪૪૦, નયનાબેન કોઠારી મો.૮૧૫૪૮ ૪૪૦૪૪, રૂષભભાઈ કોઠારી મો.૯૯૭૯૯ ૫૪૪૪૪, દર્શનભાઈ કોઠારી મો.૮૭૫૮૭ ૪૯૯૯૯

ભદ્રાવતીબેન ટાંક

રાજકોટઃ ગોંડલ નિવાસી ગુ.ક્ષ. કડિયા  ભદ્રાવતીબેન શાંતિલાલ ટાંક જે શાંતિલાલ દેવજીભાઈ ટાંકના પત્ની પ્રશાંતભાઈ, ચેતનાબેન, હિનાબેન તથા નિતાબેનના માતૃશ્રી તથા દિપકભાઈ નાનજીભાઈ ટાંકના કાકીનું તથા મહેશભાઈ, પ્રકાશભાઈ વિજયભાઈના સાસુ તા.૧૧ મગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલિફોનિક બેસણું તા.૧૩ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ નિવાસસ્થાને અને મો. ૯૬૨૪૫ ૬૭૬૮૦, ૮૫૧૧૧૦૩૯૬૩ પર રાખેલ છે. (લૌકિક ક્રિયા બંધ રાખેલ છે)

અશોકભાઈ ઘઘડા

રાજકોટઃ દ્વારકાવાળા પરજીયા પટ્ટણી સોની સ્વ.વિઠ્ઠલભાઈ ઓધવજીભાઈ ઘઘડાનાં પુત્ર હાલ રાજકોટ સોની અશોકભાઈ વિઠ્ઠલભાઈ ઘઘડા (અશોક જવેલર્સ) (ઉ.વ.૬૦) જેઓ જગદિશભાઈ, ચંન્દ્રકાન્તભાઈનાં નાનાભાઈ તથા દિલીપભાઈનાં મોટાભાઈ તેમજ હિરેનભાઈ, આનંદભાઈ (દુબઈ), દર્શનભાઈ (રાજકોટ), સોનિયાબેન કલ્પેશભાઈ ધાણકનાં કાકા, તેમજ ડોલીબેન ચૈતન્યકુમાર કરચલીયાનાં મોટાબાપુ ,  જેઓ અલ્કાબેનના પતિ તેમજ વેરાવળવાળા સ્વ.લાલજીભાઈ રણછોડભાઈ ધાણકનાં જમાઈ તા.૧૧ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૩ને ગુરૂવારનાં રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. જગદીશભાઈ મો.૮૮૪૯૪ ૮૮૬૭૪, ચંન્દ્રકાન્તભાઈ મો.૯૮૨૫૫ ૧૬૯૮૩, દિલીપભાઈ મો.૭૯૯૦૨ ૨૭૭૩૮

લતાબેન સાંગાણી

વેરાવળ : લતાબેન હીમતલાલ સાંગાણી ઉ.પર તે ભાવેશભાઇ, કમલેશભાઇ, મયુરભાઇના માતુશ્રીનું તા. ૧૦ ના રોજ અવસાન પામેલ છે.

લક્ષ્મીદાસ ગઢીયા

વેરાવળ : સ્વ. મથુરાદાસ ધનજીભાઇ ગઢીયાના પુત્ર લક્ષ્મીદાસ (ઉ.૮ર) તે જેન્તીલાલ (જેતપુર), ચીમનભાઇ, મધુભાઇ, પ્રભુદાસભાઇના મોટાભાઇ તથા વિજયભાઇ, જીતુભાઇ (જલારામ ગાઠીયાવાળ), ચેતનાબેનના પિતાશ્રી તથા કોમલ દવે, યશ, અર્પીતાના દાદા તથા બાલકૃષ્ણ અમરશીભાઇ રૂપારેલના સસરાનું તા. ૧૦ ના રોજ અવસાન પામેલ છે. સદ્ગતનું ટેલીફોનીક ઉઠમણુ તા. ૧૩ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

મોહનભાઇ ઝાલાવડીયા

જેતપુર : મોહનભાઇ નારણભાઇ ઝાલાવડીયા (કડવા પાટીદાર સમાજ સ્થાપક પ્રમુખ) (ઉ.૮૧) તે સતીષભાઇ, બીપીનભાઇ, (ભાદર સ્ટોન ક્રસર) ના પિતાશ્રી તા. ૧૧ ના રોજ અવસાન પામેલ છે. તેનું ટેલીફોનીક બેસણુ તા. ૧૩ ગુરૂવારના રોજ રાખેલ છે.

અનંતભાઇ જાદવ

રાજકોટઃ સજનપર (મોરબી) નિવાસી અનંતભાઇ ખાનાભાઇ જાદવ (ઉ.વ.૭પ)  તે હિરૂબેનના પતિ તથા જમનાબેન, જયોત્સનાબેન, ગૌરીબેન, દક્ષાબેન, દિવ્યાબેન, મંજુબેન, પદ્માબેન, પૂનમબેન તથા ભગવતીબેનના પિતાનું તા.૧૧ને મંગળવારે અવસાન થયું છે. સદગતનું બેસણું આવતીકાલે તા. ૧૩ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કિસ્મતનગર શેરી નં. ૪, નવી નાગરીક બેંક પાછળ, ૧પ૦ ફુટ રીંગ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

ધરમશીભાઇ બગથરીયા

રાજકોટઃ કોઠારીયા નિવાસી વાણંદ જ્ઞાતીના ધરમશીભાઇ વેલજીભાઇ બગથરીયા (ઉ.વ.૭૬) તે મહેન્દ્રભાઇ બગથરીયા, અરવીંદભાઇ બગથરીયાના પિતાશ્રીનું તા.૭ ના અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું આવતીકાલે તા.૧૩ ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. (મહેન્દ્રભાઇ બગથરીયા-૮૮૬૬૮ રર૯૯૦, અરવિંદભાઇ બગથરીયા-૯૭ર૩૧ ૬૧પ૪૮)

શબ્બીરભાઇ ભારમલ

રાજકોટ : દાઉદી વ્હોરા શબ્બીરભાઇ ઇસમાઇલભાઇ ભારમલ ચિતલવાળા (ઉ.૭૦) તે સકીનાબેન હથિયારી ચિતલ, નુરૂદીનભાઇ સુરત, ફિરોઝભાઇ, મોહંમદભાઇ રાજકોટ, નિસરીનબેન મુંબઇના ભાઇ તા. ૧૧ મંગળવારના રોજ રાજકોટ મુકામે વફાત પામેલ છે. શોક સંદેશો મો. ૭૩૮૩પ ૪૯૮૩૬, મો. ૯૦૩૩૩ ૪૧૩પર ઉપર પાઠવવો.

દિનેશભાઇ જોશી

રાજકોટ : હડીયાણા નિવાસી (હાલ રાજકોટ) સ્વ. પ્રિતમલાલ મુળશંકર જોશીના પુત્ર દિનેશભાઇ પ્રિતમલાલ જોશીનું તા. ૯ ના અવસાન થયેલ છે. તે નિકુંજભાઇ તથા આનંદીબેનના પિતા, વિમલકુમાર જાનીના સસરા, સ્વ. નવીનભાઇ, સ્વ. ચંદ્રકાંતભાઇ તથા સ્વ. ભાનુભાઇના નાનાભાઇ તથા રાજનભાઇ અને અરૂણભાઇના મોટા ભાઇ તથા સુરેશભાઇ ત્ર્યંબકલાલ યાજ્ઞિકના બનેવીનું ટેલીફોનીક બેસણુ તા. ૧૩ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. નિકુંજભાઇ મો. ૮ર૦૦૪ ૧૪૪૮૮, વિમલકુમાર ૯૯૭૯૦ ૮૪પ૧૩, અરૂણભાઇ ૯૯રપ૧ ર૯૦પ૬, શૈલેષભાઇ મો. ૯૪ર૭૧ પર૩૬૧

મનોજભાઇ ત્રિવેદી

રાજકોટ : શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ સ્વ. બળવંતરાય નારણજી ત્રિવેદી તેમજ ગં. સ્વ. અનસૂયાબેન બળવંતરાય ત્રિવેદીના જયેષ્ઠ પુત્ર મનોજભાઇ બળવંતરાય ત્રિવેદી, જે અમૃતાબેનના પતિ તથા સ્વ. મનીષભાઇ, ભાવેશભાઇ, કેતનભાઇ તથા કમલભાઇના મોટા ભાઇ તેમજ ચી. પ્રણવ તથા કુ. પૂર્વીના પિતાશ્રીનું તા. ૧૧ ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૩ ના ગુરૂવારે સાંજે પ થી ૬ રાખેલ મો. ૯૮ર૪૮ ર૯૪૬૬, મો. ૯૪ર૭ર ૧૩૮૮પ તથા ૭૪૧૦પ ૭૪૧૦પ, તેમજ ૮પ૧૧૧ ૩પ૦૪૦ છે.

વીણાબેન સંપત

ગોંડલ : નવગામ ભાટીયા સ્વ. નારાયણદાસ પાનાચંદ સંપતના પુત્રવધુ વિણાબેન પ્રતાપસિંહ સંપત (ગોવિંદ પ્રેસવાળા) (ઉ.વ.૭૬) સ્વ. જમનાદાસ તથા ગોવિંદભાઇના ભાભી પ્રકાશ, જયોતી અતુલકુમાર ઉદેશી, ઉર્મીલા કૌશીકકુમાર આશર, ભાવના વિમલકુમાર ઉદેશી, રશ્મી ચેતનકુમાર આશરના માતુશ્રી પ્રયાગ તથા દેવના દાદી મુંબઇ નિવાસી સ્વ. છગનલાલ કાનજીભાઇ આશરના પુત્રી તા. ૧૦ ના ગોંડલ મુકામે શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું ગુરૂવાર તા. ૧૩ ના સાંજે ૪ થી પ  પ્રકાશ મો. ૯૪ર૮૦ ૩૯૧૬૩, નીશા ૯૯૭૪૪ ૩૬ર૩૬, રાજેશ મો. ૯૮ર૪ર ૮૧૮૩૭

મમતાબેન ભટ્ટ ખુશીબેન ભટ્ટ

રાજકોટ : મૂળ ધંધુકા હાલ જામનગર વાલમ બ્રાહ્મણ ભાવીનભાઇ જનાર્દનભાઇ ભટ્ટના પત્ની મમતાબેન (ઉ.વ.૪૭) તે ઇન્દ્રવંદનભાઇ મોહનલાલ ઉપાધ્યાય (સતી માતાજી)ના પુત્રી, રાજેશભાઇ (નાયબ મામલતદાર રાજકોટ), કવિતાબેન હેમાંગભાઇ જોશી, દર્શનાબેન દિલીપભાઇ ત્રિવેદી, માધવજભાઇ (એડવોકેટ રાજકોટ)ના બેનનું તા. ૧૦ ના તેમજ ભાવીનભાઇ જનાર્દનભાઇ ભટ્ટના પુત્રી ખુશીબેન (ઉ.વ.૧૯), તા. ૧૧ ના  અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૧૩ ને ગુરૂવારે સાંજે ૪ થી પ રાખેલ છે. ભાવીનભાઇ મો. ૯૮રપર ર૧૦૯૩, રાજેશભાઇ મો. ૯૯૦૯૯ રપ૦૧૮, કવિતાબેન મો. ૯૬૮૭૬ પ૮૪૧૦, દર્શનાબેન મો. ૯૮૭૯પ ૪૪૧૦૦, માધવભાઇ મો. ૯૦૩૩૩ ૧૯૬ર૭

દ્રવિણાબેન સોની

રાજકોટઃ સોની દ્રવિણાબેન (ઉ.વ.૬૨) તે નવીનચંદ્ર ચંપકલલાલ રાધનપરાના પત્નિ તે પિયુષ તથા તેજસના માતુશ્રી તે હંસાબેન તથા મનોજભાઈના ભાભી તે ધનજીભાઈ છગનલાલ પાટડીયાના દિકરી તે ભોગીભાઈ, વિઠલભાઈ, અરવિંદભાઈ, નવનીતભાઈ, જયેશભાઈ તથા ચંપાબેનના બહેન તે ઉર્વશીના સાસુ તે જેનીષા તથા પ્રાચીના દાદી તા.૧૦ના રોજ અ.નિ.થયેલ છે. તેમનું બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૧૩ના ગુરૂવારે સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે. પિયુષ મો.૭૬૯૮૦ ૦૦૭૩૦, તેજસ મો.૯૮૨૫૦ ૯૫૭૫૯

કાંતિલાલ મહેતા

રાજકોટઃ સ્વ.કાંતિલાલ શાંતિલાલ મહેતા (એસ.બી.આઈ. નિવૃત બ્રાંચ મેનેજર) (ઉ.વ.૬૭) તે વિભાબેનના પતિ, નિકેતા જતીનકુમાર લુણાવીયા, જીજ્ઞાશા મહાવીરકુમાર ટીંબડીયાના પિતાશ્રી તે સ્વ.જયવંતલાલ ચત્રભુજ મેઘાણીના જમાઈ તા.૧૦ને સોમવારે અરિહંતશરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. વિભાબેન કે. મહેતા મો.૮૮૬૬૦ ૮૫૭૭૯, જતીનકુમાર લુણાવીયા મો.૮૧૦૮૭ ૭૭૫૫૮, જીજ્ઞાશા મહાવીરકુમાર ટીંબડીયા મો.૯૯૭૮૯ ૯૫૧૧૮

કિશોરભાઈ ગોહેલ

રાજકોટઃ મુળ લોધિકા હાલ રાજકોટ નિવાસી સ્વ.કિશોરભાઈ ચુનિભાઈ ગોહેલ (ઉ.વ.૬૨) તે વિકીના પિતાશ્રી, શૈલેષભાઈના મોટાભાઈનું તા.૧૦ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૪ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.