Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018
અવસાન નોંધ

કમળાબેન દાવડા

ઉપલેટાઃ પાનેલી મોટી નિવાસી સ્વ.ચુનીલાલ રવજીભાઇ દાવડાના ધર્મપત્ની કમળાબેન દાવડા (ઉ.વ.૭૦) તે રાજેશભાઇ (હકો) જગદીશભાઇ તથા કંચનબેનના માતુશ્રી તેમજ શામજીભાઇ ભોવાનભાઇ પાબારી (માડાંસણ વાળા)ની દિકરી તેમજ ચંદુભાઇ પાબારીના બેન તેમજ સ્વ.લીલાધરભાઇ માધાભાઇ, સ્વ.જેન્તીભાઇ હસુભાઇના ભાભીનું તા.૧૧ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૪ને સોમવારના સાંજે ૪ થી પ, દરમ્યાન શ્રી લોહાણા મહાજનવાડી પાનેલી મોટી ખાતે રાખેલ છે.

દક્ષાબેન શિંગાળા

રાજકોટઃ બકુલભાઇ રમણીકલાલ શિંગાળાના ધર્મપત્ની દક્ષાબેન બકુલભાઇ શિંગાળા (ઉ.વ.પ૮) તે તેજસ્વીનીના માતુશ્રી, મુકેશભાઇ તથા જયેશભાઇ શિંગાળાના ભાભી તથા હરેશભાઇ પુજારા, પરેશભાઇ પુજારાના મોટાબેનનું તા.૧૧ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.૧૪ના સોમવારે સાંજે પ થી ૬ આનંદનગરના બગીચે ગાયત્રી મંદિરમાં રાખેલ છે.

પદમાબેન મહેતા

રાજકોટઃ ધ્રોલ નિવાસી હાલ રાજકોટ સ્વ.શાંતિલાલ ભગવાનજી મહેતાના પુત્રવધુ પદમાબેન તે પ્રવિણભાઇ (એ.જી. ઓફીસ વાળા)ના પત્ની તથા મમતાબેન, દિવ્યેશભાઇ (એબોટ ઇન્ડીયા લી.) તથા જીજ્ઞેશભાઇ (લંડન વાળા)ના માતુશ્રી, મહેન્દ્રભાઇ, હસમુખભાઇ તથા હર્ષદભાઇના ભાભી તથા સ્વ.શાંતિલાલ મણીલાલ મણિઆરના પુત્રી, રાજેશભાઇ, સ્વ.નરેશભાઇ મણીઆરના મોટા બહેનનું તા.૧૧ના અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું શ્રી ઋષભદેવ ઉપાશ્રય, જય નીર્મલ સેન્ટર, ૧-તીરૂપતીનગર, નવી કેન્સર હોસ્પીટલ સામે, નીર્મલા રોડ, રાજકોટ તા.૧૩ના સવારે ૧૧ વાગ્યે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

બિપીનચંદ્ર ત્રિવેદી

ગોંડલઃ બિપીનચંદ્ર દિલીપભાઇ ત્રિવેદી (ઉ.વ.૭૩) વડનગરા નાગર બ્રાહ્મણ મુળ જુનાગઢ હાલ ગોંડલ તે દિવ્યકાંત ભાઇ, હરકાંતભાઇ, પરિમલભાઇ,વિભાબેન પંડયા, પ્રફુલભાઇ, વર્ષાબેન, ત્રિપાઠીના ભાઇનું તા.૧૧ના અવસાન થયેલ છે. બેસણું તા. ૧૨ સાંજે ૫ થી ૭ ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી, કોલેજચોક, જનાના હોસ્પિટલ સામે ગોંડલ ખાતે રાખેલ છે.

નિતાબેન કુબાવત

જુનાગઢ : રવની નિવાસી સ્વ. નિતાબેન કુંબાવત તે ભરતભાઇ (પોસ્ટમેન) ના ધર્મપત્ની અને નિકુલેષભાઇના માતુશ્રીનું તા. ૧ર ના અવસાન થયેલ છે. બેસણું તા. ૧૪ ના સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રવની ગામે રાખેલ છે.

બાબુલાલ કાપડી

રાજકોટઃ જૂનાગઢ ખામધ્રોળ નિવાસી સાધુશ્રી બાબુલાલ વાલદાસ કાપડી (ઉ.વ.૮૨) તે મયારામભાઈ તેમજ મનોજભાઈ કાપડી (ગોંડલ એસ.આર.પી.) ના પિતાશ્રી તા.૧૧ને શુક્રવારના રોજ શ્રીરામશરણ પામેલ છે. તેઓની પ્રાર્થનાસભા તા.૧૪ સોમવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬:૩૦ ખામધ્રોળ મુકામે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

નટવરલાલ ખખ્ખરના પોત્ર પરાગનું નિધનઃ સોમવારે ઉઠમણું

રાજકોટ : સ્વ. પુષ્પાબેન, નટવરલાલ લવજીભાઇ ખખ્ખરના પોૈત્ર પરાગ ખખ્ખર (ઉ.વ.૨૭) તે શ્રીમતી, સ્મીતાબેન દિલીપભાઇ નટવરલાલ ખખ્ખરના પુત્ર તેમજ નીશીત ખખ્ખરના મોટાભાઇ તેમજ ચંદ્રકાંતભાઇ નારણદાસ કારિયા (મોરબી) ના જમાઇનું તા. ૧૧ના અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું પીયર પક્ષની સાદડી તા. ૧૪ને સોમવારે સાંજે ૫:૩૦ વાગ્યે ચંદ્રમોૈલેશ્વર મહાદેવ મંદિર, જનકપુરી સોસાયટી, ગંગોત્રી ડેરી વાળી શેરી, સાધુવાસવાણી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ગોદાવરીબેન પુરોહિત

જુનાગઢ : શ્રી સોરઠીય શ્રી ગોડ માળવીય બ્રાહ્મણ મૂળ અરણિયાના હાલ અમદાવાદ નિવાસી સ્વ. અનંતરાય પોપટલાલ પુરોહિતના ધર્મપત્ની ગં.સ્વ. ગોદાવરીબેન તે સ્વ. પોપટલાલ વાલજી પુરોહિતના પુત્રવધુ અને સ્વ. રમેશભાઇ, સ્વ. રજનીભાઇ, ગીરીશભાઇ તથા મહેશભાઇના ભાભી અને હેમેન્દ્રભાઇ અને જયેશભાઇના માતુશ્રીનું તા. ૯ ને બુધવારના રોજ અવસાન પામેલ છે. સાદડી તા. ૧૪ ને સોમવારે સાંજે પ થી ૬ શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જૂનાગઢ રાખેલ છે.

નવિનભાઇ લવા

મોરબીઃ રાજય પુરોહિત બ્રાહ્મણ મોરબી નિવાસી સ્વ. જયંતિલાલ કિશનલાલ લવાના પુત્ર નવિનભાઇ લવા (ઉ.વ.૭૩) તે રતિલાલભાઇ, શશીંકાંતભાઇ, ભુપેન્દ્રભાઇ, મુકેશભાઇ તથા જયેશભાઇના મોટાભાઇ તેમજ સતીષ, કલ્પનાબેન મુકેશકુમાર (સાંતલપુર), પ્રીતિબેન યોગેશકુમાર ભટ્ટ ( જામનગર) અને રેખાબેન રૂપેશકુમાર રાવલ(જામનગર) ના પિતા તથા સ્વ. અમૃતલાલ રાવલ (સલાયાવાળા) ના જમાઇનું તા. ૧૧ ના રોજ અવસાન થયું છે. બેસણું તા. ૧૨ને શનિવારના રોજ સાંજે ૪:૩૦ થી ૫ કાલિકા પ્લોટ શેરી નં ૬ કોર્નર, રવાપર રોડ મોરબી મુકામે રાખેલ છે.

સવિતાબેન મહેતા

વેરાવળઃ મુળ.ભેડા પીપળીયા હાલ વેરાવળ નિવાસી રાજગોર બ્રાહમણ  સવિતાબેન નારણભાઈ મહેતા ઉ.૮૦ તે કનકભાઈ એન મહેતા  (સી.કલાર્ક ગુજરાત મેરીટાઈમ બોર્ડ),લતાબેન હીમંતકુમાર રવિયા (અમરેલી) ના માતૃશ્રીનું તા.૧૧ અવસાન થયેલ છે. બેસણું તા.૧ર ને શનિવાર  સંાજે પ થી ૬ પાર્ટ કોલોની નં.૧ રાજેન્દ્ર ભુવન રોડ વેરાવળ ખાતે રાખેલ છે.

રામજીભાઈ સીસોદીયા

રાજકોટ : હર્ષદભાઈ રામજીભાઈ સીસોદીયાના પિતા અને નાનજીભાઈ (ગીનારીબાપુ)ના ભાઈ, રામજીભાઈ મુળજીભાઈ સીસોદીયાનું અવસાન તા.૧૧ના થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ને સોમવારે સી.એલ.એફ. બંગલા નં. ૦૫ રામકૃષ્ણ આશ્રમની બાજુમાં રાખેલ છે.(૩૭.૧૦)