Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019
દોલતસિંહ ખેરના પુત્ર જીતેન્દ્રભાઇનું દુઃખદ અવસાન : ગુરૂવારે બેસણું

રાજકોટ : જીતેન્દ્રભાઇ ખેર (એચ.જે. દોશી હોસ્પિટલવાળા) તે દોલતસિંહ  અમરસિંહ ખેર (બાબુભાઇ) (કેન્સર હોસ્પિટલવાળા)ના પુત્ર તેમજ બળવંતભાઇ ખેર (કેન્સર હોસ્પિટલવાળા)ના ભત્રીજા તથા જીમીભાઇના મોટાભાઇ તેમજ રાહુલભાઇના પિતાનું તા. ૮ ના રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૨ ના ગુરૂવારે સાંજે ૪ થી ૫, ઓમ ગંગેશ્વર મહાદેવ મંદિર, એસ. કે. ચોક, ખોડિયાર પાનની બાજુમાં, ગાંધીગ્રામ મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

સ્નેહલતાબેન કેશવલાલ દેસાઈનું અવસાનઃ કાલે ઉઠમણું- પ્રાર્થનાસભા

રાજકોટઃ સ્વ.કેશવલાલ અંબાવીદાસભાઈ દેસાઈના ધર્મપત્ની લત્તાબેન (સ્નેહલત્તાબેન) દેસાઈ (ઉ.વ.૯૩) તે અરૂણભાઈ દેસાઈ (કે.એ.દેસાઈ એન્ડ કાું.)ના માતુશ્રી તા.૯ના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૨ના ગુરૂવારે સવારે ૧૦ કલાકે તથા પ્રાર્થનાસભા તે જ દિવસે સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ કાઠીયાવાડ જીમખાના, રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

વિપુલભાઇ રાઠોડ

રાજકોટઃ રઘુભાઇ માધુભાઇ રાઠોડના પુત્ર  વિપુલભાઇ રઘુભાઇ રાઠોડ, ધર્મેશભાઇ રઘુભાઇ રાઠોડના ભાઇ હિરેનભાઇ ભરતભાઇ રાઠોડના કાકા નિરવભાઇ ભરતભાઇ રાઠોડના કાકાનું અવસાન તા.૧૦ના થયેલ છે. તેમનું બેસણું તા.૧૩ને શુક્રવારે બપોરે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. આનંદનગર કોલોની  કાળાપથ્થરના કર્વાટર શુભમ સ્કુલની સામે બી-૩૪ ૨૪૨ મો.૮૪૬૦૬૦૪૬૮૪

રણજીતભાઇ રાઠોડ

રાજકોટઃ રણજીતભાઇ જીવણભાઇ રાઠોડનું તા.૯મીએ અવસાન થયું છે. તેમનું બેસણું  તા.૧૨મીએ સાંજે ૪ થી ૬ ૧૭ જાગનાથ ઇમ્પીરીયલ હોટેલની સામેની શેરી, દ્વારમ એપાર્ટમેન્ટ પાસે રાખવામાં આવ્યું છે.

ચનાભાઈ ચાવડા

રાજકોટઃ ચનાભાઈ સોમાભાઈ ચાવડા તે પ્રકાશભાઈ તથા સંજયભાઈ ચનાભાઈ ચાવડાના પિતાનું તા.૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૩ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે મવડી મેઈન રોડ, શ્રીનાથજી સોસાયટી શેરી નં.૫, ઉદેશ્વર મહાદેવ મંદિર, રાજકોટ ખાતે રાખેલ છે.

નર્મદાબેન ઠકરાર

રાજકોટઃ ગ.સ્વ.નર્મદાબેન ભીખાલાલ ઠકરાર (ઉ.વ.૮૬) તે જમનાદાસ કેશવજી ઠકરારના પુત્રવધુ ધનજીભાઈ સ્વ.રતિલાલભાઈ, હીરાલાલભાઈ, મનસુખલાલભાઈના ભાભી તથા મુકેશભાઈ ઠકરાર, પુષ્પાબેન રૂપાણી, પલ્લવીબેન કારીયા, દીપાબેન વસાણી, ભાવનબેન ગઢિયાના માતુશ્રી તેમજ વિરલ, મિતના દાદીમાં તેમજ સ્વ.ખીમજીભાઈ ડાયાભાઈ કાનાબારના પુત્રીનું તા.૯ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧૨ને ગુરૂવારના રોજ ૪ થી ૫ શ્રી ભૂતનાથ મંદિર સંતસંગ હોલ તેમજ પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.(મો.૯૮૭૯૧ ૩૮૬૬૦)

સ્નેહલતાબેન દેસાઈ

રાજકોટઃ સ્નેહલતાબેન (લત્તાબેન) કેશવલાલ દેસાઈ (ઉ.વ.૯૩), તે અરૂણભાઈ દેસાઈ (કે.એ.દેસાઈ એન્ડ કાું.), સ્વ.ઉષાબેન દેસાઈ, ચારૂબેન ધનેન્દ્ર પારેખ, ઈલાબેન કિરીટભાઈ કામદાર, બીનાબેન ગૌત્તમભાઈ કોઠારી (વડોદરા), મીનાબેન ડીટર વેલેન્ડ (જર્મની), તૃપ્તિબેન હિતેષભાઈ મહેતા (લંડન)ના માતુશ્રી તા.૯ના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૨ને ગુરૂવારે સવારે ૧૦ કલાકે તેમજ પ્રાર્થનાસભા તે જ દિવસે સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ દરમ્યાન કાઠીયાવાડ જીમખાના, રાજકુમાર કોલેજ સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

મુળજીભાઈ રાઠોડ

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડીયા મુળ ભીમકટા, હાલ રાજકોટ સ્વ.શિલ્પી મુળજીભાઈ ધરમશીભાઈ રાઠોડ કે જેઓ પિયુષભાઈ રાઠોડના પિતાશ્રીનું તા.૧૦ મંગળવારના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૧૨ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને ચામુંડા કૃપા, રજત સોસાયટી શેરીનં.૪, શ્યામ હોલની સામે નહેરૂનગર મેઈન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

હિતેશભાઇ સોનગરા

રાજકોટઃ શ્રીજી ઇમીટેશન જવેલર્સ બગસરાવાળા (સતવારા) સુરેશભાઇ, નલીનભાઇ, કિશોરભાઇ અને રસીકભાઇના ભાઇ ઉત્સવના પિતાશ્રી સ્વ. ઓધવજીભાઇ રામજીભાઇ સોનગરાના પુત્ર હિતેશભાઇ તા.૧૦ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૨ને ગુરૂવાર સમય   ૩:૩૦ થી ૫:૩૦ માતૃ આશિષ લક્ષ્મીવાડી શેરી નં.૨, મદન મોહન હવેલી પાસે રાજકોટ

શીલાબા વાઘેલા

રાજકોટઃ મુળ ઉપલેટા હાલ રાજકોટ નિવાસી શ્રી પ્રદ્યુમનસિંહ બહાદુરસિંહ વાઘેલાના ધર્મપત્નિ તે અનિલસિંહ તથા પ્રકાશસિંહના માતુશ્રી શીલાબા પ્રદ્યુમનસિંહ વાઘેલાનું તા.૯ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૨ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે અમારા નિવાસ સ્થાને એ-૩૭ ગોલ રેસીડેન્સી, નાનામવા રોડ મોકાજી સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકીક પ્રથા બંધ રાખેલ છે.

માનુભા ચુડાસમા

રાજકોટઃ માનુભા ઉમેદસિંહ ચુડાસમા (ઉ.વ.૯૨) મુળ ગામ ફતેહપુર, હાલ રાજકોટ તા.૮ રવિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૨ ગુરૂવારે સાંજે ૪ થી ૬ સુધી તેમજ ઉત્તરક્રિયા તા.૨૦ શુક્રવારે તેમના નિવાસ સ્થાન સૈનીક સોસાયટી પ્લોટ નં.૧૪, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

અનસુયાબેન સવાણી

રાજકોટઃ અનસુયાબેન (લીલીબેન) રસીકલાલ સવાણી (ઉ.વ.૭૫) જે પ્રગ્નાબેન જયેશકુમાર તન્ના તથા નિતાબેન રસીકભાઇ ચાંદરાણી તથા કિરણબેન શૈલેષકુમાર માનસાતાના માતુશ્રી તેમજ ભોગીભાઇ ત્રિભોવનભાઇ સવાણી તથા ધીરૂભાઇ રમણીકભાઇ સવાણીના ભાભી તેમજ વસંતભાઇ ગાદેશા તથા સુરેશભાઇ તેમજ પ્રકાશભાઇ ગાદેશાના બહેનનું તા.૧૦ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.૧૨ને ગુરૂવાર સાંજે ૪ થી ૫ પંચવટી સોસાયટી કોમ્યુનીટી હોલ, અમીનમાર્ગ, રાજકોટ ખાતે રાખેલ છે.

હાજી હબીબશા

કેશોદ : હાજી હબીબશા કાસમશા સર્વદી માસ્તર (અગતરાયવાળા) નિવૃત આચાર્ય મોવાણાકુમાર પ્રા. શાળા તે હારૂનશા તથા આરીફશાનાં વાલીદનું તા. ૦૮ ને રવિવારના રોજ ઇન્તેકાલ થયેલ છે.

હેમલતાબેન પોપટ

કેશોદ : હેમલતાબેન પ્રાગજીભાઇ પોપટ (ઉ.વ.૬પ) તે ધર્મેન્દ્રભાઇ પ્રાગજીભાઇ પોપટના માતૃશ્રી તથા સ્વ.ગોકળદાસ લવજીભાઇ ધનેશા (જુથળવાળા)ના બહેન તા. ૦૭ શનિવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સાદડી પીતૃપક્ષ તરફથી સ્વ. વલ્લભદાસ નથુભાઇ ધનેશા (જુથળવાળા) તા. ૧રના ગુરૂવારે સાંજે ૪ થી પ શ્રી ગીરીરાજ એપાર્ટમેન્ટ, નહેરૂનગર કેશોદ રાખેલ છે.

ગીતા બેન રાજયગુરૂ

જુનાગઢ : બરડાઇ બ્રહ્મસમાજ મોટી જ્ઞાતિ જુનાગઢ નિવાસી ગીતાબેન (ગોમતીબેન) લાલજીભાઇ રાજયગુરૂ (ઉ.૮૦) તે કિશોરભાઇ રાજયગુરૂ તથા નીતાબેન ભોગાયતના માતા તથા ભરતભાઇ ભોગાયતા (જામ-કલ્યાણપુરવાળા) તેમજ ભાવનાબેન રાજયગુરૂ જુનાગઢના સાસુ તા. ૯ના અવસાન થયેલ છે. પ્રાર્થના તા. ૧૩ ને શુક્રવારે સાંજે ૪ થી ૪-૩૦ સુધી ભાઇઓ તથા બહેનો માટે વડલેશ્વર મહાદેવના મંદિરે વણઝારી ચોક જુનાગઢ રાખેલ છે. ઉતરક્રિયા ગુરૂવાર તા. ૧૯ તથા શ્રવણી માગશર વદ ૯ નોમને શુક્રવાર તા. ર૦ ના રાખેલ છે. લૌકિકપ્રથા બંધ છે.

નિર્ભયસિંહ ઝાલા

મોરબીઃ નિર્ભયસિંહ (કિશોરસિંહ) પ્રવિણસિંહ ઝાલા (પંચાસર) તે સ્વ. ઉત્તમસિંહ ઝાલના મોટાભાઇ, મહાવીરસિંહ ઝાલા (કલેકટર ઓફીસ-મોરબી) અને પુષ્પરાજસિંહના પિતાનું અવસાન થયેલ છે. જેમનું બેસણું તા. ૧૩ ને શુક્રવાર સાંજે ૪ થી ૬ જનકલ્યાણેશ્વર મહાદેવ મંદિર મોરબી-ર ખાતે રાખેલ છે.

ડો.અરૂણાબેન ગણાત્રા

રાજકોટઃ ડો.અરૂણાબેન ભરતકુમાર ગણાત્રા (ઉ.વ.૭૩) તે ડો.ભરતકુમાર નાનાલાલ ગણાત્રાના ધર્મપત્ની, મનન અને ડો.યશદનાં માતુશ્રી તથા કાજલબેનનાં સાસુ તેમજ ચંદ્રકાન્તભાઇ, સ્વ.જયંતભાઇ, કાકુભાઇ, પ્રમોદભાઇ (કે.કે.વી. હોલ)નાં ભાભી તથા સ્વ.ભાઇશંકર કેશવલાલ ઉપાધ્યાયની પુત્રી તથા અરવિંદભાઇનાં બહેનનું તા.૯ના અવસાન થયેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.૧રને ગુરૂવારે સાંજે ૪-૩૦ થી પ-૩૦ રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર ચોક, એરપોર્ટ ફાટક પાસે રાખેલ છે.

સંજયભાઇ દતાણી

રાજકોટઃ સ્વ.રમણીકલાલ લક્ષ્મીદાસ દતાણી (પી. ડબલ્યુ. ડી.)ના પુત્ર સંજયભાઇ તે અંકિતના પિતા તે અતુલભાઇ શ્રીજી ટ્રેડર્સ, ગીતાબેન ભૂપેન્દ્રભાઇ રવેશિયા (રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન), દિપ્તીબેન રમેશભાઇ પલાણના ભાઇ તે પ્રભુદાસભાઇ મોહનલાલ કોટક (જુનાગઢ)ના જમાઇનું તા.૧૦ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું અને સસરા પક્ષની સાદડી તા.૧રના ગુરૂવારે સાંજે પ-૦૦ કલાકે શ્રી નીલકંઠ મહાદેવ મંદિર જલારામ-ર મેઇન રોડ યુનિ. રોડ ખાતે રાખેલ છે.

સોનલબેન તેજુરા

રાજકોટઃ કનૈયાલાલ મગનલાલ તેજુરાના પુત્રવધુ અને સંજય કનૈયાલાલ તેજુરાના ધર્ર્મપત્ની અને વિશ્વમ તેજુરાના માતુશ્રી શ્રીમતી સોનલબેન તે સ્વ.નટવરલાલ મજીઠીયા અને કૈલાશબેન મજીઠીયાના પુત્રી તા.૯ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.૧રને ગુરૂવારે સાંજે ૪ થી ૬, કોઝી કોર્ટયાર્ડ બેન્કવેન્ટ હોલ, પેન્ટાગોન ફલેટ પાછળ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે, મોટામવા, ખાતે રાખેલ છે.

મહેશભાઇ સોલંકી

રાજકોટઃ મચ્છુ કઠિયા સઇ સુતાર મહેશભાઇ બાબુભાઇ સોલંકી (પપ્પુભાઇ) તા.૧૦ના શ્રીજી ચરણ પામેલ છ. તે રાજુભાઇ બાબુભાઇ સોલંકી તથા રમેશભાઇ બાબુભાઇના નાનાભાઇ તેમજ મોરબીવાળા કિરીટભાઇ ગોપાલભાઇ પરમારના જમાઇનું બેસણું તા.૧રને ગુરૂવારે સાંજે ૪ થી પ, બીલેશ્વર મહાદેવ મંદિર શ્યામનગર મેઇન રોડ ગાંધીગ્રામ ખાતે રાખેલ છે. સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે.

મંજુલાબેન ભટ્ટ

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી જ્ઞાતિ સમવાયના સ્વ.રાજેન્દ્રભાઇ જયાશંકર ભટ્ટના ધર્ર્મપત્ની ગ. સ્વ. મંજુલાબેન રાજેન્દ્રભાઇ ભટ્ટ  (ઉ.વ.૭૩) (નિવૃત આર.એમ.સી. કર્મચારી) તે કમલેશભાઇ આર. ભટ્ટ (અપના બજાર), જયેશ આર. ભટ્ટ (બ્રહ્મસમાજ અને પરશુરામ મંદિરના કાર્યકર્તા), રક્ષાબેન આર. ભટ્ટના માતુશ્રી, સોનલબેન કમલેશભાઇ ભટ્ટના સાસુશ્રી તથા મિતેશભાઇ કમલેશભાઇ ભટ્ટના દાદીનું તા.૧૦ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧રને ગુરૂવારે સાંજે ૪ થી પ-૩૦ ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ પાસે રાખેલ છે.

રામપ્રસાદ નિમાવત

ગોંડલઃ મૂળ મોટા દડવા હાલ ગોંડલ નિવાસી રામાનંદી સાધુ રામપ્રસાદ તુલસીદાસ નિમાવત (ઉ.વ.૮૦) તે જીતુભાઇ ઉદય પાન, હિંમતભાઇ ગાયત્રીપાન, રાજુભાઇ, ભાવેશભાઇ, કાર્તિકભાઇ નિમાવતના પિતાશ્રીનું તા.૯ ના અવસાન થયેલ છે. બેસણું તા.૧રને ગુરૂવારે સાંજે ૪ થી ૬ ગ્રીન સીટી નેશનલ હાઇવે તાલુકા પોલીસ સ્ટેશન સામે ગોંડલ રાખેલ છે.

સવીતાબેન જોટંગીયા

રાજકોટઃ કોલીથડવાળા હાલ રાજકોટ  વાણંદ સ્વ.સવીતાબેન વીઠલભાઇ જોટંગીયા (ઉ.વ.૯પ) તે અરવિંદભાઇ વીઠલભાઇ તથા નાથાભાઇના માતુશ્રી તથા જયસુખ તથા જયદીપના દાદી તથા સાંગણવાવાળા સ્વ.નરશીભાઇ મોહનભાઇ ગોહેલના નાનાબેન તથા રાજકોટ-ગોંડલનાના ઉકાભાઇ હંસરાજભાઇના કાકી તથા સ્વ.ધીરૂભાઇ પ્રાગજીભાઇ જોટંગીયાના ભાભુનું તા.૮ને રવીવારે અવસાન થયેલ છે. બેસણું તા.૧રને ગુરૂવારે મવડી રોડ શ્રીનાથજી સોસાયટી શેરી નં. પ ઉદેશ્વર મહાદેવના મંદિર હિરેન હોલની સામે ૪ થી ૬ સાંજે રાખેલ છે.

નારણભાઇ ઠેસીયા

ધોરાજીઃ નારણભાઇ નાનજીભાઇ ઠેસીયા (ઉ.વ.પ૩)નું તા. ૧૦ને મંગળવારે અવસાન થયેલ છે. બેસણું તા.૧ર ને ગુરૂવારે સાંજે ૩ થી પ પટેલ રંગમંડપ (લીબર્ટી) જીન મીલ રોડ ખાતે રાખેલ છે. તેમજ બેસણું રવની તા.૧૩મીએ શુક્રવારે સાંજે ૩ થી ૬ ેતેમના નિવાસસ્થાને રાખેલ છે

રામપ્રસાદ નિમાવત

ગોંડલઃ મુળ મોટાદડવા વતની હાલ ગોંડલ નીવાસી રામાનંદી સાધુ રામપ્રસાદ તુલસીદાસ નિમાવત (ઉ.૮૦) તે જીતુભાઇ, હિંમતભાઇ, રાજુભાઇ, ભાવેશભાઇ, કાર્તિકભાઇ નિમાવતના પિતાશ્રી તા.૯/૧ર/૧૯ ના રોજ અવસાન પામ્યા છે તેમનું બેસણું તા.૧રના રોજ સાંજે ૪ થી ૬ તાલુકા પોલીસ સ્ટેશન સામે, ખીમોરી તળાવ સામે ગ્રીનસીટી ગોંડલ ખાતે રાખેલ છે.

રણછોડભાઇ સટોડીયા

ગોંડલઃ રણછોડભાઇ નાનજીભાઇ સટોડિયા (ઉ.૯૪) ધીરૂભાઇ, દિનેશભાઇ, ભુપતભાઇના પિતાશ્રી નારાયણ, પંકજ, નલિનચંદ્રના દાદાનું તા.૯ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧રને ગુરૂવારે ભગવતપરા પટેલ સોસાયટી બપોરે ર થી ૪ ગોંડલ મુકામે રાખેલ છે.

મનસુખભાઇ બોરડ

રાજકોટઃ મનસુખભાઇ ભીમજીભાઇ બોરડ (ઉ.૬પ) તે દિપભાઇ, જિજ્ઞાબેન, મીનાબેન, આશાબેન, પુજાબેન, અક્ષીતાબેનના પિતાનુ તા.૮ ના રોજ અવસાન થયેલ છે બેસણું તા.૧રને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રણુજા મંદિર, કોઠારીયા રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.

  • ગાંધીધામમાંથી જુગાર રમતા સાત શકુનિઓ ઝડપાયા :સુંદરપુરી વિસ્તારમાં પોલીસે પાડ્યો દરોડો:પોલીસે ૧.૨૭ લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે: જાહેરમાં તીનપત્તીનો રમાતો હતો જુગાર access_time 1:29 am IST

  • સુરત લાંચ કેસમાં સંડોવાતા કોંગ્રેસનાં ૨ હોદેદારો બરતરફ access_time 3:24 pm IST

  • જીએસટી કાઉન્સીલે નિયુકત કરેલા રેવન્યુ બાબતના ઓફીસરોની એક મહત્વની બેઠક અત્યારે સાંજે પૂરી થઇ જેમાં આ અધિકારીઓએ ૫% જીએસટીનો સ્લેબ વધારીને ૮ % કરવાનો અને ૧૨ % જીએસટીનો સ્લેબ વધારીને ૧૫ ટકા કરવાની ભલામણ કરી છે (ન્યુઝ ફર્સ્ટ દ્વારા) access_time 5:27 pm IST