Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017
ભાવનગરના નૃત્યકલા ગુરૂ ધરમશીભાઇ શાહનું નિધન

ભાવનગર તા. ૧૧ :.. નૃત્ય કલા માટે પોતાનુ સમગ્ર જીવન સમર્પિત કરનાર કલાગુરૂ શ્રી ધરમશીભાઇ  શાહ ઉ.વ.૯૭ નું ટુંકી બીમારી બાદ અવસાન થયેલ છે. તેમના સમાચારથી ભાવેણાની કલાપ્રિય જનતા શોક મગ્ન બની ગયેલ હતી. સમયે ધરમીશભાઇની સાથે સહયોગ આપનાર તેમના પત્નિ ઝવેરબહેન તથા કુલક્ષેત્ર-ભાવનગરના ટ્રસ્ટીઓ, નૃત્ય, સંગીત કલાના અગ્રણીઓ, શહેરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, વિદ્યાર્થી ભાઇઓ-બહેનો તેમને શ્રધ્ધાંજલી આપવા આવ્યા હતાં. કથ્થક નૃત્ય સમુહમાં કરી તેમને આશ્રુભીની આંખે શ્રધ્ધાંજલી આપી હતાં. અંતિમ યાત્રા નિકળી ત્યારે વિશાળ જનમેદની ઉમટી હતી. સ્મશાને અગ્નિદાહ આપ્યો ત્યાં સુધી ધાર્મિક શ્લોકની બદલે ત્યાં ઉપસ્થિત શિષ્યોએ કથક નૃત્યના તોડા અને તાલ બોલયા હતાં. અગ્નિદાહ કલાક્ષેત્રની દિકરીઓ, ટ્રસ્ટીઓએ આપેલ. આ વિધિમાં તેમના પત્નિ ઝવેરબેને પણ સાથ આપ્યો હતો. સમગ્ર વાતાવરણ ભાવમય બની ગયેલ. પોતાના ગુરૂને વિશિષ્ટ રીતે અંતિમ વિદાય આપી પોતાનો ભાવ પ્રગટ કરેલ હતો.

ચલાલાના વરિષ્ઠ પત્રકાર વલ્લભભાઇ પ્રજાપતીનું અવસાન

ચલાલા : પીઢ પત્રકાર કવિ વલ્લભભાઇ પ્રજાપતીનું તા. ૯ના અવસાન થતા ચલાલા પ્રજાપતી જ્ઞાતિ સહિત ચલાલામાં શોકનું વાતાવરણ ફેલાયેલ છે. સદ્ગત કવિ વલ્લભભાઇ પ્રજાપતી જીંદગીના છેલ્લા શ્વાસ સુધી ખબરપત્ર તરીકે કામ કર્યું હતું. સદ્ગતની સ્મશાન યાત્રામાં દરેક સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો જોડાઇ ભાવભરી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

પીઢ પત્રકાર કવિશ્રી વલ્લભભાઇ ખોડાભાઇ દેવગણીયાનું બેસણું આજે તા. ૧૧ના સોમવાર પોતાના નિવાસ સ્થાને ૩ થી ૬, રાખવામાં આવેલ છે. તેમની ઉતરક્રિયા તા. ૧૯ના પાણીઢોળ તા. ર૦ શ્યામવાડી હવેલી રોડ ચલાલાખાતે રાખેલ છે.

ગોંડલ લુહાર સમાજના અગ્રણી રાજુભાઇ પિત્રોડાના માતુશ્રીનું અવસાનઃ સાંજે બેસણુ

ગોંડલ - ધોરાજી : ગોંડલ નિવાસી લુહાર સ્વ. પ્રભુદાસભાઇ જેરામભાઇ પિત્રોડાના ધર્મપત્ની જયાબેન પ્રભુદાસભાઇ પિત્રોડા (ઉ.વ.૭૦) તે ગોંડલ લુહાર સમાજના ઉપપ્રમુખ રાજેશભાઇ પિત્રોડા, અજયભાઇ, પારૂલબેન, કંચનબેન, નયનાબેનના માતુશ્રી તેમજ સપના, કુલદીપ, રોનક અને ભોલીબાબાના દાદીમાં તથા સુરેશભાઇ, રોહિતભાઇ, વિક્રમભાઇના સાસુનું તા. ૯ને શનિવારના રોજ ગોંડલ ખાતે અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ આજે તા. ૧૧મીએ સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન આશાપુરા રોડ, આશાપુરા પાર્ટી પ્લોટ ગોંડલ ખાતે રાખેલ છે.

હિરેનભાઈ વણપરીયાનું દુઃખદ અવસાન : સવારે રાજકોટમાં બેસણું

રાજકોટ : હિરેનભાઈ પ્રાગજીભાઈ વણપરીયા (ઉ.વ.૪૨)નું તા.૮ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું આજે તા.૧૧ને સોમવારના સવારે ૮:૩૦ થી ૧૦ નિલકંઠ મહાદેવ મંદિર, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર મેઈન રોડ, આફ્રિકા કોલોની, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ હતું.

બાબરાના નાની કુંડળ શાળાના આચાર્ય હરિવંશભાઇ ખંભોળીયાનું અવસાન

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મુળ સુલતાનપુર અને હાલ બાબરા ગુણવંતરાય અમૃતલાલ ખંભાળિયાનાં પુત્ર અને હિમાંશુભાઇના મોટાભાઇ હરિવંશભાઇ (ઉ.વ. ૩પ) (નાની કુંડળ-શાળાના આચાર્ય) તે વિસાવદર નિવાસી જીતેન્દ્રભાઇ ત્રંબકલાલ ભટ્ટના જમાઇ તથા નેહલબેન (શિક્ષિક-નાની કુંડળ)ના પતિ તેમજ છેલશંકરભાઇ (અમરેલી) અને નરેન્દ્રભાઇ (રાજકોટ)ના ભત્રીજાનું તા. ૧૦ના અવસાન થયેલ છે. બેસણું તેઓના નિવાસસ્થાને ભગવતીધામ સોસાયટી, દરેડ રોડ, બાબરા ખાતે તા. ૧પને ગુરૂવારે સાંજે ૩ થી પ રાખેલ છે.

અવસાન નોંધ

પોરબંદર મુસ્લિમ સમાજ અગ્રણી સુન્ની અંજુમને ઇસ્લામ સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખ જન્નત નસીન

પોરબંદર, તા. ૧૧ : મુસ્લિમ સમાજના મોભી અને સમાજ સેવક અનવરભાઇ જુમાભાઇ મલેકનું તા. ૭ ગુરૂવારના રોજ જન્નત નસીન થતાં મુસ્લિમ સમાજમાં શોક વ્યાપી ગયેલ હતો.  છેલ્લા પ દિવસથી સારવાર હેઠળ હતાં અને તેઓ જન્નત નશીન થયા છે તેવી જાણ થતાં જ તેમના ઘરે હિન્દુ-મુસ્લિમ દરેક સમાજના આગેવાનો, વડીલો તેમજ મુસ્લિમ સમાજના તમામ ભાઇઓએ પોત પોતાના કામ ધંધા બંધ રાખી તેમના ઘરે આવી પહોંચ્યા હતા. જનાજાને કબ્રસ્તાન લઇ જવા માટે હજારોની સંખ્યામાં લોકો કાંધ દેવા માટે જોડાયા હતાં અને તેમની જનાજાની નમાઝ કબ્રસ્તાનની બહાર એસ.ટી. રોડ ઉપર પઢવામાં આવી હતી. અનવરભાઇ પોરબંદર સુન્ની અંજુમને ઇસ્લામ સુપ્રિમ કાઉન્સીલના સ્થાપક પ્રમુખ હતાં તેમજ અનેક સામાજિક સંસ્થાઓથી જોડાયેલ હતાં અને તેઓ માત્ર મુસ્લિમ સમાજમાં જ નહીં, પરંતુ દરેક સમાજમાં પોતાનું વર્ચસ્વ ધરાવતા હતાં.

શિવલાલ વ્યાસ

રાજકોટ : નથુતુલસી ઔદિચ્ય ગોહિલવાડી જ્ઞાતિ મુળ ધારી નિવાસી હાલ રાજકોટ, શિવલાલ કરૂણાશંકર વ્યાસ (ઉ.વ.૯૮), તે ભરતભાઈ, મહેશભાઈ, કિર્તીભાઈ, જયેશભાઈના પિતાશ્રી તથા મગનલાલ પ્રાણલાલ જોષીના બનેવીનું તા.૯ને શનિવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું તા.૧૧ને સોમવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ વિશ્વેશ્વર મહાદેવ મંદિર, મવડી મેઈન રોડ, માલવીયા પોલીસ ચોકી પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

હરદેવભાઈ મકવાણા

રાજકોટ : હરદેવભાઈ ખુશાલભાઈ મકવાણા તે સ્વ. ખુશાલદાસ તથા તથા જીવુબેન કે. મકવાણાના પુત્ર તથા હરપાલભાઈ તથા દિપલબેનના ભાઈનું તા.૯ના દુઃખદ અવસાન થયેલ છે.

અનસુયાબેન વાઘેલા

રાજકોટ : ગં. સ્વ. અનસુયાબેન અમૃતલાલ વાઘેલા (ઉ.વ.૯૨), તે એ. પી. વાઘેલા (આરએમસી)ના ધર્મપત્નિ તથા વિનોદભાઈ (આરએમસી) કે. બકુલભાઈ (આર.એચ.એમ.સી.), રાજેશભાઈ, યોગેશભાઈ, શૈલેષભાઈ, પંકજભાઈ, જાગૃતિબેન લતાબેન જે. કાચાના માતુશ્રી તેમજ ઘનશ્યામભાઈ, વિનયભાઈ, અમિતભાઈ, હર્ષિલભાઈ, હેમાંગભાઈ તથા કો. રાધિકાબેન રિદ્ધિબેન, હેમાલીબેનના દાદીમા તા.૧૦ને રવિવારના અક્ષરનિવાસી થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૫ને શુક્રવારે સાંજે ૪ થી ૫:૩૦ તેમના નિવાસસ્થાને ''અમૃત'' ૨૬, ડો. રાધાકૃષ્ણનન સોસાયટી, કિશાનપરા પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

ધનજીભાઇ રાઠોડ

જસદણ : લુહાર ધનજીભાઇ દેવરાજભાઇ રાઠોડ (ઉ.વ.૭૭), તે  હરેશભાઇ, ચંદ્રેશભાઇ, ગીતાબેન, પુજાબેનના પિતાશ્રી તથા શબરીમાના મોટા દિકરાનું અવસાન તા. ૭ ના રોજ થયું છે. બેસણું-ઉઠમણુ આજે તા. ૧૧ સોમવારે સાંજે ૪ થી ૬ લુહાર જ્ઞાતિની વાડી આદમજી રોડ, શાક માર્કેટ પાસે જસદણ ખાતે રાખેલ છે.

વિજયકુમાર પ્રભુદાસભાઇ

ધોરાજી : સ્વ. ડો. રજનીભાઇ ગેરીયાના જમાઇ તથા સિદ્ધાર્થભાઇના બનેવી સોની વિજયકુમાર પ્રભુદાસભાઇ (કોચીન) તા. ૯ના રોજ રાજકોટ મુકામે અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૧૪ ગુરૂવારના રોજ સાંજે ૪ થી પ-૩૦ ધોરાજી બ્રાહ્મણવાડી વધાસીયાના ચોરા પાસે રાખેલ છે.

રંજનબેન કારીયા

મોરબી : રંજનબેન પ્રવિણચંદ્ર કારીયા (ઉ.વ.૭૮) તે જોશનાબેન અને પરેશભાઇના માતા તથા ધીરજલાલ હીરાલાલ માણેકના બેનનું તા. ૧૦ના રોજ અવસાન થયું છે. ઉઠમણું અને સાદડી આજે તા. ૧૧ને સોમવારના રોજ સાંજે ૪ થી પ કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

હિરાબેન જોશી

રાજકોટઃ સ્વ.હસમુખરાય ભગવાનજી જોશીના પત્નિ હિરાબેન (ઉ.વ.૮૦) તે સ્વ.મુળશંકર મંગળજી આચાર્ય (નિકાવા)ના પુત્રી તથા વિનોદભાઇ જોશીના ભાભી તેમજ અનીત, પંકજ, પરેશ, પ્રિતિ (પુષ્પા)ના માતુશ્રીનુ તા.૯ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તથા પિયરપક્ષની સાદડી તા.૧૧ના સાંજે ૪ થી ૫ પંકજભાઇ જોશીના ઘેર ગુજરાત હાઉસીંગ બોર્ડ પુનિતનગર કવાર્ટર નં.૨૭૧ ખાતે રાખેલ છે.

મગનભાઈ ચૌહાણ

રાજકોટ : નિવસી મગનભાઈ પોપટભાઈ ચૌહાણ(મોચી) ચોટીલાવાળા તે ધીરૂભાઈ તથા મહેન્દ્રભાઈના મોટાભાઈ તથા મયુરભાઈ (રેલ્વે કેન્ટીન)ના કાકા તથા જીતેન્દ્રભાઈ (એસબીઆઈ) તથા સ્વ. રાજેશભાઈ (વેલ્ડીંગવાળા) તથા મુકેશભાઈ ( આરએમસી) તથા રેખાબેન (શિક્ષક-કુવાડવા)ના પિતાશ્રી તથા રેખાબેન, નિતાબેન તથા ચંદ્રીકાબેન તથા બકુલભાઈ ચાવડા (પંજાબ સિંધ બેન્ક)ના સસરાનું તા.૯ને શનિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૧ને સોમવાર સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને બજરંગવાડી શેરીનં.૫, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

પંકજ પરમાર

રાજકોટ : પંકજ મનસુખલાલ પરમાર (મીરા હારમોર્નીકા)ના નાનાભાઈ સ્વ.નિકેશ મનસુખલાલ પરમાર (ઉ.વ.૩૪)નું તા.૧૦ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૧ ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે.

પિયુષભાઈ દોશી

રાજકોટ : મોઢ વણિક સ્વ.મહેશભાઈ શાંતિલાલ દોશીના મોટા પુત્ર પિયુષભાઈ મહેશભાઈ દોશી (ઉ.વ.૪૨)તે સ્વ. મનુભાઈ, કિશોરભાઈ, દોલતભાઈ, નવિનભાઈ, રાજુભાઈ, મુકેશભાઈના ભત્રીજા, બ્રીજેશભાઈનાભાઈ, જીતના પિતાશ્રી તથા સ્વ. ઘનશ્યામભાઈ મોદી (જુનાગઢ)ના જમાઈ તા.૧૦ રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પીયર પક્ષની સાદડી તા.૧૧ સોમવારના રોજ તેમના નિવાસસ્થાને સાંજે ૫ કલાકે ''ઈશાન ફલેટ'', અંબાજી માતાજીના મંદિર સામે, જીવરાજ પાર્ક, મોદી સ્કૂલ વાળી શેરી, અંબિકા ટાઉનશીપ, રાજકોટ ખાતે રાખેલ છે.

વિમળાબેન વ્યાસ

રાજકોટ : ભુજના સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ વિમળાબેન આર. વ્યાસ (ઉ.વ. ૮પ) તે સ્વ. રમણીકભાઇ એમ. વ્યાસના પત્ની, જશુભાઇ, નિરંજનભાઇના ભાભી, રોહિતભાઇ (કસ્ટમ), નલીનભાઇ (જીઇબી), નીતાબેન (શિક્ષિકા)ના માતા, ઇલાબેન (એસ.ટી. કર્મચારી), ચેતનાબેનના સાસુ, તારકભાઇ (ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ), પાર્થભાઇ , તન્વી, નૈઋતીના દાદીમાનું તા. ૯ના અવસાન થયું છે. પ્રાર્થના સભા  આજે તા. ૧૧ના સાંજે ૪ થી પ, બિલેશ્વર મહાદેવ મંદિર, સત્સંગ હોલ, વી.ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ-કચ્છ ખાતે રાખેલ છે.