Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019
જોડીયાનાં હિતેષભાઇ રાચ્છનાં માતુશ્રીનું દુઃખદ અવસાન

વાંકાનેરઃ સ્વ. પ્રભુભાઇ કાકુભાઇ રાચ્છના ધર્મપત્ની તથા હિતેશભાઇ-રીટાબેનના માતુશ્રી તથા હિરેન-કિંજલ-સીમાના દાદીમાં પુષ્પાબેન પ્રભુલાલ રાચ્છ (ઉ.વ.૭૦)નું દુઃખદ અવસાન આજ રોજ તારીખ ૧૧ને શુક્રવારે સવારના ૭.૩૦ કલાકે થયેલ છે.

સદગતની અંતિમયાત્રા ધર્મનગર સોસાયટી, મારૂતી કૃપા, પંચાસર રોડ ખાતે આજ રોજ બપોરના ૧ર કલાકે નિકળેલ છે.

અવસાન નોંધ

એડવોકેટ-નોટરી ધીમંત જોષીના માતુશ્રીનુ અવસાનઃ કાલે બેસણું

રાજકોટઃ શ્રી ગુજરાતી શ્રીગૌળ માળવીયા બ્રાહ્મણ (કોઠારીયાવાળા) સ્વ.શ્રી રામશંકરભાઇ કાશીરામભાઇ જોશીના ધર્મપત્નિ ગં.સ્વ. ભાનુમતિબેન ઉ.વ.૮ર, તેે સ્વ.શ્રી હિંમતલાલ દયારામ પંડયાના પુત્રી, તે સ્વ. રશ્મિનભાઇ, ધીમંતભાઇ (પુર્વ સરકારી વકીલ, એડવોકેટ-નોટરી) તથા જયોતીબેન, અલ્કાબેન, જયશ્રીબેનના માતુશ્રી તેમજ શિવાંગ, જયદિપ, અપુર્વ, રાજદિપ, ડો. કોમલ જલદિપકુમાર દવે, પુજા, જીજ્ઞાષાના દાદીમાંનુ તા. ૯/૧૦/ર૦૧૯ ના રોજ અવસાન થયેલ છે તેમનું બેસણું-ઉઠમણું તા.૧ર/૧૦/ર૦૧૯ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ શ્રી અન્નપુર્ણેશ્વર મહાદેવ મંદિર, જુની પપૈયાવાડી, શેરી નં. ૧, ગુરૂપ્રસાદ ચોક પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

કનૈયાલાલ શીંગાળા

રાજકોટઃ મુળ જેતપુરના હાલ રાજકોટ નિવાસી સ્વ.વૃજલાલ ભગવાનજી શીંગાળાના પુત્ર કનૈયાલાલ (ઉ.વ.૭૮) તે હર્ષાબેન  (કાશ્મીરા), અનિલભાઈ, જયોતિબેન, રીટાબેનના પિતાશ્રી સ્વ.જેન્તીભાઈ, સ્વ.મનુભાઈના ભાઈ, મુળજીભાઈ કલ્યાણજી બુધ્ધદેવના જમાઈ તથા કિશોરભાઈ, દિનેશભાઈ, જયશ્રીબેન નથવાણીનું તા.૧૦ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા.૧૨ના રોજ રાધાકૃષ્ણ મંદિર, વેલનાથ ચોક પાસે, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે સાંજે ૫ વાગે રાખેલ છે.

અશોકસિંહ ઝાલા

રાજકોટઃ લજાઇના વતની અશોકસિંહ કાકુભા ઝાલા (ઉ.વ.૪૯) તે સ્વ. કાકુભા અગરસિંહ ઝાલા (બીએસએનએલ)ના પુત્ર તથા પ્રવિણસિંહ ઝાલા (બીએસએનએલ) અને સ્વ. ચંપકસિંહના નાનાભાઇ તથા ધર્મદિપસિંહ ઝાલાના પિતા, જીતેન્દ્રસિંહ, જયેન્દ્રસિંહ અને અર્જુનસિંહના કાકાનું તા.૧૦ને ગુરૂવારે થયું છે. તેમનું બેસણું તા.૧૨ને શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે નિવાસ સ્થાને ભારતીયનગર શેરી નં.૨ ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખ્યું છે.

હર્ષાબેન કાનાબાર

વેરાવળઃ ઘાટવડ નિવાસી ભાવેશભાઈ દિનેશભાઈ કાનાબા૨ના ૫ત્નિ હર્ષાબેન ઉ.૩૮ તે દિનેશભાઈ હ૨ીભાઈ કાનાબા૨ના ૫ુત્ર વધુ તથા સ્વ.મનસુખલાલ શામજીભાઈ સોઢા(ખો૨ાસાગી૨વાળા) ના ૫ુત્રી તેમજ કનાભાઈ,સંજયભાઈના નાનાબહેન તા.૧૦/૧૦/૧૯ ના ૨ોજ અવસાન ૫ામેલ છે. સદગતનું ઉઠમણું તેમજ િ૫ય૨૫ક્ષની

સાદડી તા.૧૧/૧૦/૨૦૧૯ ને શુક્રવા૨ે સંાજે ૪ થી ૬ લોહાણા મહાજન વાડી ઘાટવડ ખાતે ૨ાખેલ છે.

ભીમજીભાઇ પીઠવા

રાજકોટ : લુહાર ભીમજીભાઇ ગોરધનભાઇ પીઠવા (ઉ.વ.૭પ) મૂળ ગામ પાટણવાવ હાલ રાજકોટ જે સ્વ. કાન્તીભાઇ ગોરધનભાઇ પીઠવા (હરિશરણ વાળા) તથા કેશુભાઇ પીઠવાના ભાઇ થાય છે તથા દિનેશભાઇ ભીમજીભાઇ પીઠવા, જીતુભાઇ પીઠવા, ભાવનાબેન તથા પ્રફુલાબેન વિનોદકુમાર સોલંકીના પિતાજી થાય છે. જેમનું બેસણુ તા. ૧ર ને શનિવારના રોજ કોટેશ્વર મહાદેવ મંદિર, એ-હુડકો કવાટર્સની પાછળ રાજકોટ ખાતે રાખેલ છે.

બચુલાલ વસાણી

સાણથલીઃ બચુલાલ હરીલાલ વસાણી (સાણથલીવાળા) (ઉ.૮ર) નરેન્દ્રભાઇ બચુભાઇ વસાણી, ભરતભાલ, પ્રવિણભાઇ, પ્રફુલભાઇ, અશ્વિનભાઇ તેમજ દીપકભાઇ રમણીકભાઇ ચાંદ્રરાણી (આંકડીયાવાળા) ના સસરા, અને લાલજીભાઇ તળશીભાઇ સવાણી (કમઠીયાવાળા) ના બનેવીનું તા.૧૦ના અવસાન થયેલ છે. બેસણું ઉઠમણું અને પિયર પક્ષની સાદડી તા.૧રના સાંજે ૪ થી ૬ વાગ્યે ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ રાજકોટ ખાતે રાખેલ છે.

ઇન્દીરાબેન પુરોહીત

જુનાગઢ : સોરઠીયા શ્રી ગૌડ માળવીય બ્રાહ્મણ મુળ : અરણીયાળા, હાલ જુનાગઢ ઇન્દીરાબેન (ઉ.વ.૮૦) તે સ્વ. હરીપ્રસાદ લાભશંકર પુરોહીતના ધર્મ પત્ની તેમજ, પ્રમોદભાઇ, મુકેશભાઇ (સોમનાથ ટ્રસ્ટ) ઉપેન્દ્રભાઇ, કિરણભાઇ (પુર્વ મહામંત્રી ભાજપ) કૌશલ્યાબેન ગીરીશકુમાર, નયનાબેન સુરેશકુમાર, અંજનાબેન વિપુલકુમારના માતુશ્રી તેમજ માનસ (એચડીએફસી), ધવલ (જુનાગઢ કોર્ટ), ઇશાન, હિતાર્થ, મનન તથા આકૃતિના દાદીમાં તેમજ જગદીશભાઇ અને મહેશભાઇના ભાભી અને ઉપલેટા નિવાસી સ્વ.ભાનુશંકર છોટાલાલ પંડયાના પુત્રી તે નવનીતરાય બી. પંડયાના મોટા બહેનનું તા.૯ના રોજ અવસાન થયેલ છે. જેમનું બેસણુ તથા પીયરપક્ષની સાદડી તા.૧રને શનિવારે ભુતનાથ મહાદેવ - સત્સંગ હોલ, જુનાગઢ ખાતે સાંજે પ થી ૬ રાખેલ છે.

અમિતભાઈ વસાણી

રાજકોટઃ શ્રી દશા સોરઠીયા વણીક અમિતભાઈ તુલસીભાઈ વસાણી (ઉ.વ.૪૬) (ભાવનગર) તે જીતેન્દ્રભાઈ ફુલચંદભાઈ ભુપતાણીના જમાઈ જયેશભાઈ તથા નિકુંજભાઈના બનેવીનું તા.૧૦ના દુઃ ખદ અવાસન થયેલ છે. સદ્દગતની સાદડી તા.૧૪ સોમવારે તેમના નિવાસસ્થાન ૧, મીરાનગર ખાતે સાંજે ૪ થી ૫ રાખેલ છે.

ભાઈશંકરભાઈ જોષી

રાજકોટઃ ચાતુર્વેદી મચ્છુકઠિયા મોઢ બ્રાહ્મણ મુળ ધુનડા (ખાં) અને હાલ રાજકોટ નિવાસી ભાઈશંકરભાઈ નરશીરામ જોષી (ઉ.વ.૮૪) તે સ્વ.ચંદ્રકાંતભાઈ જોષી, અરવિંદભાઈ જોષી (પુર્વ ગૃહ ગૃહપતિ), હરકાંતભાઈ જોષી (મોરબી), ઈન્દુબેન મહેતા (વાંકાનેર) તથા સ્વ.નિમુબેન મહેતાના પિતાશ્રી અને મિહીર જોષી, વેદ જોષીના દાદ તેઓ જામદુધઈ નિવાસી સ્વ.જાદવજી પ્રાણજીવન જાનીના જમાઈ તા.૧૦ને ગુરૂવારના રોજ કૈલાસવાસ પામેલ છે. બેસણું તા.૧૨ને શનિવારના રોજ સાંજે ૪ થી ૫ મિલપરા મેઈન રોડ, મોઢ બ્રાહ્મણ વાડી રાજકોટ ખાતે રાખેલ છે.

નૈમિષભાઈ વ્યાસ

રાજકોટઃ નિવાસી ઔદિચ્ય કાલાવાડી બ્રાહ્મણ નૈમિષભાઈ હરિવદન વ્યાસ (ઉ.વ.૬૧) તે અંજનાબેન કનુભાઈ પાઠક (રીટાયર્ડ આચાર્યશ્રી કન્યા વિદ્યાલય)ના નાનાભાઈ તથા મેહુલભાઈ એચ.વ્યાસ (નાયબ ઈજનેર- સિંચાઈ વિભાગ)ના મોટાભાઈનું તા.૧૦નાં રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૨ શનિવારના રોજ ગીતા મંદિર, જંકશન પ્લોટ મેઈન રોડમાં સાંંજે ૪:૩૦ થી ૫:૩૦ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

લાભુબેન વાઢેર

રાજકોટઃ સ્વ. અરજણભાઈ ગોકળભાઈ વાઢેરના ધર્મપત્ની લાભુબેન અરજણભાઈ વાઢેર તે હેમંતભાઈ, દિનેશભાઈ તથા હસમુખભાઈના માતુશ્રીનું તા. ૧૦ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણુ તા. ૧૨ને શનિવારના રોજ સાંજે ૪ થી ૫ તેમના નિવાસ સ્થાન હુડકો કવાર્ટસ સી-૨૩૧, કોઠારીયા રોડ, ફાયર બ્રિગેડ પાછળ રાખેલ છે.

પ્રકાશભાઇ ત્રિવેદી

પ્રતાપગઢ (લાઠી) : ચાતુર્વેદી મચ્છુ કઠીયા મોઢ બ્રાહ્મણ પ્રતાપગઢ નિવાસી નગીનદાસ મગનલાલ ત્રિવેદીના સુપુત્ર પ્રકાશભાઇ (ઉ.વ.૪૮) તે ભરતભાઇ મગનલાલ ના ભત્રીજા, કમલેશ (બાબુ) ના મોટાભાઇ, પ્રફુલભાઇ પંડયા (પી.પી.પંડયા) ના ભાણેજનું અવસાન તા.૯ ના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૧૨ ને શનિવારે નિવાસસ્થાને બપોરના ૩ થી ૬ રાખેલ છે.

દોલતસિંહ જાડેજા

રાજકોટઃ મુ. નવાગામ (માળિયા મીં.) હાલ રાજકોટ દોલતસિંહ જીવુભા જાડેજા (ઉ.વ.૭૦) તે હરપાલસિંહ તથા રાજદિપસિંહના પિતાશ્રીનું તા.૭ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૧ના શુક્રવારે તથા ઉતરક્રિયા તા.૧૭ના ગુરૂવારે નિવાસસ્થાને રાખેલ છે.

પંકજભાઇ મકવાણા

મોટી મારડઃ ધોરાજી તાલુકાના મોટી મારડ ગામના દલિત હિરાભાઇ નાથાભાઇ મકવાણા (નિવૃત શિક્ષક - શાસ્ત્રી વિદ્યા મંદિર વાડોદર)ના પુત્ર પંકજભાઇ (ઉ.વ.૩૭) (આચાર્ય - પે સેન્ટર શાળા ટીનમસ) તે સંજયભાઇ (શિક્ષક - તાલુકા શાળા - તલંગણા)ના નાનાભાઇનું તા.૯મીએ અવસાન થયેલ છે.

નાનુભાઇ દેવળીયા

રાજકોટઃ ગોંડલ નિવાસી ગુર્જર સુતાર નાનુભાઇ હરીભાઇ દેવળીયા (ઉ.વ.૯ર) તે કિશોરભાઇ, ભુપતભાઇ તથા જીતુભાઇના પિતાનું તા.૧૦ના સ્વર્ગવાસી થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧રને શનીવારે સાંજે ૪ થી ૬, ગુર્જર સુતાર જ્ઞાતીની વાડી, ગોંડલ ખાતે રાખેલ છે.