Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019
દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ ઢોલરાના ગૃહમાતા પન્નાબેન પરીખનું દુઃખદ અવસાન : સાંજે અંતિમયાત્રા : ગુરૂવારે પ્રાર્થના સભા

રાજકોટ : દીકરાનું ઘર વૃધ્ધાશ્રમને દેશ વિદેશમાં ખ્યાતિ અપાવવામાં મોટુ યોગદાન આપનાર ગૃહમાતા પન્નાબેન પ્રફુલભાઇ પરીખનું આજે તા. ૧૧ ના દુઃખદ અવસાન થયેલ છે. દીકરાનું ઘર વૃધ્ધાશ્રમની સ્થાપનાથી એટલે કે છેલ્લા ૨૩ વર્ષથી ગૃહમાતા તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપી રહેલ પન્નાબેને છ માસ પહેલા સંસ્થા દ્વારા મા-બાપ વગરની ૨૨ દીકરીઓના સમુહલગ્નમાં નાદુરસ્ત તબીયત હોવા છતા ઉત્સાહભેર કામ કર્યુ હતુ. એક દીકરીને કન્યાદાન આપવાનો લ્હાવો પણ લીધો હતો. છેલ્લા ૨૦ દિવસની બિમારી બાદ તેઓએ છેલ્લા શ્વાસ લઇ લેતા દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ પરીવાર દુઃખની લાગણી અનુભવે છે. સદ્દગતની સ્મશાન યાત્રા આજે તા. ૧૧ ના મંગળવારે સાંજે ઢોલરાથી નિકળશે. તેમની પ્રાર્થના સભા તા. ૧૩ ના ગુરૂવારે સાંજે પ થી ૬ શ્રી મોઢ વણિક વિદ્યાર્થી ભવન, પ- રજપુતપરા, રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

લાખાભાઇ ડાંગર

રાજકોટ : લાખાભાઇ રામભાઇ ડાંગર તે ઘનશ્યામભાઇ ડાંગર, ભરતભાઇ ડાંગર, નિર્મળભાઇ ડાંગર, નિલેશભાઇ ડાંગર, રમેશભાઇ ડાંગરના પિતાશ્રી તેમજ મેસુરભાઇ ડાંગર અને આલાભાઇ ડાંગરના ભાઇનું તા. ૧૦ ના સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧૩ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ નિવાસ સ્થાન 'આહિર ભુવન' આર્યનગર સોસાયટી શેરી નં. ૧૫, રાધેશ્યામ ડેરી પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. કારજ અને વેવાર તા. ૧૭ ના સોમવારે રાખેલ છે.

પ્રભાબેન માખેચા

ઉપલેટાઃ મોટી પાનેલી નિવાસી સ્વ.કાંતિલાલતુલસીદાસ માખેચાના ધર્મપત્ની પ્રભાબેન (ઉ.વ.૮પ) તે ભાણજીભાઇ જેરામભાઇ રાયચુરા શખપુર વારાની પુત્રી તે સુરેશભાઇ (લખાભાઇ ઘંટીવાળા) નયનભાઇ (બબાભાઇ)ના માતુશ્રીનું તા.૧૦ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૩ના રોજ ૪ થી પ શ્રી લોહાણા મહાજન વાડી ખાતે રાખેલ છે.

અબ્બાસભાઇ કાલાવડ વાળા

રાજકોટઃ વ્હોરા અબ્બાસભાઇ ગુલામહુસેન કાલાવડ વાળા તે મોઇઝભાઇ ફરીદાબેન તથા અલીફીયાબેન (ભાવનગર)ના બાવાજી તેમજ મોઇઝભાઇ ધનકોટ અલીઅસગરભાઇ ટીનવાલા (ભાવનગર) તથા અલીફીયાબેનના સસરા તા.૧૦ના વફાત થયા છે. સીયુમના જયારતના સીપારા તા.૧રના બુધવારે જોહર અસરની નમાઝ બાદ નવા કબ્રસ્તાન જમાલી હોલમાં રાખેલ છે.

નાનાલાલ અઢિયા

ગોંડલઃ નાનાલાલ દુર્લભજી અઢિયા (ઉ.વ.૭ર) પેટ્રોલ પંપ વાળા તે સ્વ.તનસુખભાઇ, મનસુખભાઇ, નટવરલાલના ભાઇ તેજસભાઇ તથા હાર્દિકના પિતાશ્રી, ભરતભાઇ, રમેશભાઇ, બિપીનભાઇ, વિજયભાઇ, અશ્વિનભાઇના કાકા તથા બાબુભાઇ, દુર્લભભાઇ ભીખાભાઇ, અરૂણભાઇ તથા કિશોરભાઇના બનેવી તા.૧૦ના રોજ અવસાન પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ઉઠમણું તથા સાદડી તા.૧૩ને ગુરૂવારે સાંજે ૪-૩૦ થી ૬ લોહાણા મહાજનવાડી ૬ મહાદેવ વાડી ગોંડલ મુકામે રાખેલ છે.

હિરાબેન ભટ્ટ

મોરબીઃ મુળ બગથળા હાલ મોરબી જયંીતલાલ મણીશંકર ભટ્ટના ધર્મપત્ની હિરાબેન (ઉ.વ.૮પ) તે સુરેશભાઇ, કનકભાઇ, મનોજભાઇ, પુષ્પાબેન ભગવતીપ્રસાદ વ્યાસ (હલેંડા) અને સંગીતાબેન જયેશભાઇજાની (સુરેન્દ્રનગર)ના માતુશ્રી તા.૯ના રોજ કૈલાસવાસ પામેલ છે. ઉઠમણું તા.૧૩ને ગુરૂવારે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન માધાપર શેરીનં. ૧૧ મોરબી રાખેલ છે.

ગુણવંતીબેન શુકલ

રાજકોટઃ સાતોદડ મેડતવાડ શ્રીગૌડ બ્રાહ્મણ સ્વ.શાંતિલાલ હિરાલાલશુકલના પત્ની  ગં. સ્વ. ગુણવંતીબેન શાંતિલાલ શુકલ તે અશોકભાઇ, અમરીષભાઇના માતુશ્રી નેવિલ, કિશનના દાદીમાનો તા.૯ના સ્વર્ગવાસ થયેલ છે. બન્ને પક્ષનું બેસણું તા.૧૩ને ગુરૂવારે સાંજે ૪-૩૦ થી ૬-૦૦ રામેશ્વર હોલ, રામેશ્વર પાર્ક, ચંદન પાર્ક સામે રૈયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

નિર્મલસિંહ જાડેજા

રાજકોટઃ વેજાગામ-વાજડીગઢ વાળા સ્વ.જાડેજા ભાવુભા મોતીભાના નાનાપુત્ર અને પ્રતાપસિંહ ભાવુભા જાડેજા (ચિત્રકાર), મંગળસિંહ ભાવુભા જાડેજાના નાનાભાઇતેમજ નરેન્દ્રસિંહ, ઋષીરાજસિંહના કાકા અને કુલદીપસિંહના પિતાશ્રી તથા ધર્મરાજસિંહ, કર્મરાજસિંહ, દેવરાજસિંહ, દેવયાનીબા, કાવ્યશ્રીબાના દાદા નિર્મલસિંહ ભાવુભા જાડેજા (ઉ.વ.૬૮)નું તા.૯ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૩ને ગુરૂવારે, પારિજાત રેસીડેન્સી, સાધુ વાસવાણી રોડ, રાખેલ છે. ઉતરક્રિયા તા.૧૮ના મંગળવારે રાખેલ છે.

રોહીણીબેન શુકલ

રાજકોટ : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ધ્રોલ નિવાસી સ્વ. પ્રભુલાલભાઇ રાજારામભાઇ શુકલ (સ્વાતંત્ર્ય સેનાની) ના પુત્ર અરૂણભાઇ શુકલ (નિવૃત એસ.ટી. કર્મચારી)ના પત્ની રોહીણીબેન (ઉ.૬૦) તે હિરેનભાઇ તથા જીતેનભાઇના માતુશ્રી અને ધ્રુવ અને મહર્ષના દાદીમાં અને સ્વ. હિંમતલાલભાઇ કે. ભટ્ટના પુત્રીનું તા.૧૦ મીએ અવસાન થયેલ છે તેમનું બેસણું તા.૧૩ને ગુરૂવારે સાંજે પ થી ૬ વાગ્યા સુધી રામેશ્વર મહાદેવ મંદિર, મેહુલનગર કોઠારિયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે

પ્રભાબેન માખેચા

મોટી પાનેલીઃ સ્વ. કાંતિલાલ તુલસીદાસ માખેચાના ધર્મપત્ની પ્રભાબેન (ઉ.૮પ) તે ભાણજીભાઇ જેરામભાઇ રાયચુરા (શખપુર વારા)ના દીકરી તેમજ સુરેશભાઇ શૈલેષભાઇ (લખાભાઇ ઘંટી વાળા) તથા નયનભાઇ (બબાભાઇ)ના માતુશ્રીનું તા.૧૦ને સોમવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૩ ને ગુરૂવારે સમય સાંજે ૪ થી પ કલાક શ્રી લોહાણા મહાજન વાડી મોટી પાનેલી ખાતે રાખેલ છે.

ખુશ્બુબેન વરઘાણી

ગોંડલઃ સ્વ. ખુશ્બુબેન પ્રવિણભાઇ વરધાણી (ઉ.૪૪) તે પ્રવિણભાઇ (ભેભુ) ના ધર્મપત્ની તથા સ્વ.નારાણભાઇ, સુંદરદાસ, મુલચંદ મનોહર ગુલમલ વરઘાણીના નાનાભાઇના પત્નીનું અવસાન થયેલ છે ઉઠમણું તા.૧૧ને મંગળવારે સાંજે પ થી૬ સિંધુભવન મહાદેવવાડી ખાતે રાખવામાં આવેલ છે.

હરદેવસિંહ જાડેજા

રાજકોટ : હરદેવસિંહ રણવીરસિંહ જાડેજા (મધ્યાહન ભોજન સંચાલક, વેજાગામ) તે ભુપેન્દ્રસિંહ, રઘુરાજસિંહ અને ધર્મેન્દ્રસિંહના મોટાભાઇ તેમજ વિરભદ્રસિંહના પિતાશ્રી તેમજ ભવદીપસિંહ, મિતરાજસિંહ, પૃથ્વીસિંહના મોટાબાપુનું તા. ૮ ના અવસાન થયેલ છે.

સાધુ હેમતરામ દેવમુરારી

રાજકોટઃ તાલુકો ધ્રોલ મુળ ગામ સુમરા હાલ ગોલીયા નિવાસી સાધુ હેમતરામ  આણંદરામ દેવમુરારી તે જયસુખભાઈ એસ.ટી. હર્ષદભાઈ, રાજુભાઈ તથા હંસાબેનના પિતાશ્રીનું તા.૧૦ સોમવારના રામચરણ પામેલ છે. તેમનો ભદ્રોત્સ તા.૨૧ને શુક્રવારના ગોલીટા મુકામે રાખેલ છે.