Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019
પ્રણવભાઇ તન્નાનું સાંજે જસદણમાં ઉઠમણું-સાદડી

આટકોટઃ જસદણના ઠા. પ્રણવ (ભયુ) સુરેશભાઇ તન્ના ઉ.૩૪ તે ઇન્દ્ર કોટન જીનીંગ જસદણ વાળા ઠા. સુરેશભાઇ ગીરધરલાલ તન્ના પુત્ર તથા ઘનશ્યામભાઇ અને રામભાઇના ભત્રીજા, અર્જુન, હાર્દિક અને રવિના મોટાભાઇ તથા તુલસી ઓઇલ મીલ આટકોટ વાળા મહેશભાઇ (મનાભાઇ) લક્ષ્મીદાસ વસંતના જમાઇ ધનવંત (કાનો)ના બનેલી તા. ૮ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું અને પીયર પક્ષની સાદડી આજે તા. ૧૧ ને સોમવારે સાંજે ૪ થી પ, સોની સમાજની વાડી વિંછીયા રોડ જસદણ ખાતે રાખેલ છે.

હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીના પિતાશ્રીનું સાંજે સુરેન્દ્રનગરમાં બેસણુ

વઢવાણ : સુરેન્દ્રનગરના સ્વ. હિંમતલાલ મણીશંકર ત્રિવેદી (ઉ.વ.૮૮) તે હાસ્ય કલાકાર ડો. જગદીશભાઇ ત્રિવેદી, કલ્પેશભાઇ, વિપુલભાઇ ત્રિવેદીના પિતાશ્રી, તથા ગં.ઉવ. સરોજબેન હિંમતલાલ ત્રિવેદીના પત્ની, તેમજ લાભશંકરભાઇ ત્રિવેદીના નાનાભાઇ તેમજ ઉર્મિલાબેન ત્રિવેદીના જેઠ તથા મૌલિક ત્રિવેદીના દાદાનું તા. ૯ ને શનિવારે અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું આજે તા. ૧૧ ને સોમવારે સાંજે ૪ થી ૬, સંસ્કાર સોસાયટી હોલ, જીનતાન રોડ, સુરેન્દ્રનગર ખાતે રાખેલ છે.

ભુજ કોંગ્રેસના પૂર્વ નગરસેવક મહેન્દ્ર ઠક્કર 'બલિયા માસ્તર'નું અવસાન

ભુજ : રાજકીય અને સામાજિક પ્રશ્નો તેમ જ પ્રજાકીય સમસ્યાઓને કારણે હમેંશા ચર્ચામાં રહેતા મહેન્દ્ર ડુંગરશી ઠક્કર નું આજે રવિવારે દુઃખદ નિધન થયું છે. ૫૫ વર્ષીય મહેન્દ્ર ડુંગરશી ઠક્કર 'બલિયા માસ્તર' તરીકે વધુ જાણીતા હતા. ભુજની લંઘા શેરીમાંથી શૈક્ષણિક ક્ષેત્રે પોતાની કારકિર્દી શરૂ કરનાર 'બલિયા માસ્તરે' થોડો સમય ભણાવ્યા બાદ સામાજિક અને રાજકીય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. અખિલ કચ્છ લોહાણા મહાજનના મહામંત્રી તરીકે, ભુજ કોમર્શિયલ બેંકમાં ડાયરેકટર તરીકે, ભુજ નગરપાલિકામાં નગરસેવક તરીકે અને છેલ્લે હમણાં આપના બજારને ફરી શરૂ કરી તેના ચેરમેન તરીકે તેઓ રહી ચૂકયા હતા. પોતાની કુશાગ્ર બુદ્ઘિ અને લડાયક વલણને કારણે તેઓ સામાજિક, રાજકીય અને સહકારી ક્ષેત્રે હમેશા ચર્ચામાં રહેતા. પૂર્વ નાણાં મંત્રી બાબુભાઇ મેઘજી શાહના સાથીદાર તરીકે તેઓ ઘણો સમય રહ્યા. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે પણ તેમની નિકટતા હતી. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જાગુબેન શાહ સાથે પણ તેમણે કામ કર્યું હતું. ભુજના લોહાણા ભવન અને જલારામ ભોજનાલયમાં તેઓ અખિલ કચ્છ લોહાણા મહાજન વતી પોતાની સેવાઓ આપી રહ્યા હતા. હાઈ ડાયાબિટીસના કારણે તેમની તબિયત અવારનવાર નાદુરસ્ત રહેતી હતી. માત્ર ૫૪ વર્ષની વયે તેમના દુઃખદ નિધન થી ભુજ શહેરે જાહેરક્ષેત્રે કાર્યરત એક ઝુઝારૂ આગેવાન ગુમાવ્યો છે. કચ્છના અનેક સામાજિક અને રાજકીય આગેવાનોએ તેમને અંજલી અર્પી છે.

અવસાન નોંધ

જયંતભાઈ રાવલના ધર્મપત્ની કામીનીબેનનું દુઃખદ અવસાનઃ સાંજે બેસણું : રાજકોટ નાગરીક બેન્કના ઓફિસર

રાજકોટઃ બંધનાથ નિવાસી હાલ રાજકોટ જયંતભાઈ મનસુખભાઈ રાવલ (ઓફીસર- રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.)ના ધર્મપત્ની કામીનીબેન (ઉ.વ.૫૮) તે રોશનીબેન અને રૂષિભાઈના માતુશ્રી કાંતિભાઈ, દિનેશભાઈ, ગણપતભાઈના નાનાભાઈના પત્ની, સ્વ.મૃદુલાબેન અરવિંદભાઈ જોષીના ભાભી, કિશોરભાઈ, પંકજભાઈ, સંજયભાઈ, દક્ષાબેન તથા રશ્મીબેનના બહેન, સ્વ.વસંતભાઈ જે.મહેતાની પુત્રીનું તા.૯ને શનિવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું  તા.૧૧ને સોમવારે સાંજે ૪ થી ૫:૩૦ કલાકે, શ્રી મોઢ બ્રાહ્મણની વાડી, કર્મચારી સોસાયટી મેઈન રોડ, ચંદન પાર્કની સામે, રૈયા ચોકડી પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

ભાવનાબેન ભટ્ટ

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ ગં.સ્વ. ભાવનાબેન ભગવતી પ્રસાદ ભટ્ટ (ઉ.વ.૬૭) મૂળ જૂનાગઢ હાલ મુંબઇ તે ભાવિનભાઇ તથા જીજ્ઞેશભાઇના માતુશ્રી તેમજ સ્વ.શ્રી પદ્મનાભભાઇ કરૂણાશંકરભાઇ ભટ્ટ (વડોદરા) તથા જયેશભાઇ કરૂણાશંકરભાઇ ભટ્ટ (ભરૂચ)ના ભાભી તેમજ સ્વ. ધીરજલાલ છગનલાલ દવે (ધોરાજી)ના પુત્રીનું તા. ૧૦ને રવિવારે અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા. ૧૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન ભાવિનભાઇ બી.ભટ્ટ એચ-૭૦૧ મોહન પાલ્મસ, શીરગાવ બદલાપુર (ઇસ્ટ) મુંબઇ ખાતે રાખેલ છે.ઉત્તરક્રિયા તા. ૨૧ને ગુરૂવારે તેમના નિવાસ સ્થાને બદલાપુર (ઇસ્ટ)-મુંબઇ મુકામે રાખેલ છે.

અનિલભાઇ હિંગુ

રાજકોટઃ સોરઠીયા દરજી જ્ઞાતિના સ્વ.અનીલભાઇ લાલજીભાઇ હિંગુ તે કિરીટભાઇના મોટાભાઇ તથા શૈલેષભાઇ, કોશિકભાઇના પિતાનું તા.૧૦ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૧ સોમવારે બપોરે ૪ થી ૬ ગુંદાવાડી દરજી મંદિર ખાતે રાખેલ છે.

ચંદ્રકાંતભાઇ ત્રિવેદી

રાજકોટઃ સ્વ.મોહનલાલ ડોસાભાઇ ત્રિવેદી (ધ્રોલ)ના સુપુત્ર તથા ભાસ્કરભાઇ ત્રિવેદી (રાજકોટ)ના મોટાભાઇ, ચંદ્રકાંતભાઇ મોહનલાલ ત્રિવેદી (ઉ.વ.૭૦)નું તા.૯ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૧ના સોમવારે સાંજે ૪ થી ૬, ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર ચોક, સ્ટરલીંગ હોસ્પિટલ પાછળ, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજબેંક વાળીશેરી ખાતે રાખેલ છે.

ધનજીભાઇ પીઠડીયા

રાજકોટઃ મચ્છુ કઠીયા સઇ સુથાર જ્ઞાતીના મિસ્ત્રી ધનજીભાઇ કાનજીભાઇ પીઠડીયા (ઉ.વ.૮પ) તે સ્વ.પ્રભુદાસભાઇ, સ્વ.ગોવિંદભાઇના નાનાભાઇ તથા નરેન્દ્રભાઇ, જેન્તીભાઇ, અશ્વિનભાઇના પિતાશ્રી તથા હસમુખભાઇ, મનુભાઇ, ભુપતભાઇના કાકાનું તા.૯ના અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું આજે તા.ક્ષ્ક્ષ્ને સોમવારે સાંજે ૪ થી પ, વિજય પ્લોટ રર/ર૪ કમળગંગા ખાતે રાખેલ છે. (છગનભાઇ ભુરાભાઇ ટંકારીયાના જમાઇની સાદડી સાથે રાખેલ છે.)

કિરીટસિંહ ઝાલા

રાજકોટઃ મુળ ઘીયાવડ હાલ રાજકોટ કિરીટસિંહ ખુમાનસિંહ ઝાલાનું તા.ઠના અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું આજે સોમવાર તા.૧૧ના સાંજે ૪ થી ૬, તથા ઉતરક્રિયા તા.૧૯ના મંગળવારે ૯ થી ૧ર રાખેલ છે. નિવાસસ્થાન ભારતીનગર શેરી નં.૩, પિતૃકૃપા, ગાંધીગ્રામ, રાજકોટ.

જસવંતસિંહ રાઠોડ

રાજકોટઃ સ્વ.રામસિંહભાઇ (બાબુભાઇ ભગત) રાઠોડના સુપુત્ર જસવંતસિંહ રામસિંહભાઇ રાઠોડ (ઉ.વ.૬ર) તે નટવરસિંહ રાઠોડ (નિવૃત આરએમસી), અજીતસિંહ રાઠોડ સ્ટોર ડીપા. વે. રેલ્વે, મહેન્દ્રસિંહ રાઠોડ (રૂડા ઓફીસ)ના ભાઇ તે વિવેકભાઇ (માં જનરલ સ્ટોર્સ)ના પિતાશ્રી તથા યોગેન્દ્રસિંહ, સંદિપસિંહ (રાજકોટ પોલીસ આર.આર. સેલ), આશિષ પ્રવીણસિંહ રાઠોડ (ભવાની ઇન્ડસ્ટ્રીઝ)ના મોટાબાપુજીનું તા.૯ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૧ને સોમવારે સાંજે પ થી ૬, શ્રી શ્રમજીવી સોસાયટીની વાડી, ઢેબર રોડ, ગુરૂકુળ પાણીના ટાંકા સામે રાખેલ છે.

રશ્મિબેન એરવાડીયા

મોરબીઃ રશ્મિબેન સંજયભાઇ એરવાડિયા (ઉ.વ.૨૪) તે દુર્લભજીભાઇ જીવરાજભાઇ વિડજાની પોૈત્રી તેમજ સ્વ. લલીતભાઇ વિડજાની પુત્રી તથા દીપકભાઇ અને કમલેશભાઇની ભત્રીજી તેમજ રાહુલભાઇની બહેનનું તા. ૯-૦૨ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૧૧ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે સરસ્વતી સોસાયટી, ઉમા ટાઉનશીપ રોડ, સામાકાંઠે મોરબી  ર ખાતે રાખેલ છે

શાંતાબેન ત્રિવેદી

ભાવનગરઃ ગં.સ્વ. શાંતાબેન હર્ષદરાય ત્રિવેદી (ઉ.વ.૮૯) તે સ્વ. હર્ષદરાય શંકરપ્રસાદ ત્રિવેદીના ધર્મપત્ની, સ્વ. વજેશંકર કાશીરામ ચાતુર્વેદીના દિકરી, રાજેશ હર્ષદરાય ત્રિવેદી, સ્વ. રંજનબેન હર્ષદરાય ત્રિવેદી તથા સ્વ. નયનાબેન હર્ષદરાય ત્રિવેદીના માતુશ્રી તથા ડો. અધિશ ત્રિવેદી (સર. ટી. હોસ્પિટલ), એષા હર્ષભાઇ ઉપાધ્યાય (પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ), માનસના દાદીમાં તથા ગીતાબેન શંભુપ્રસાદ રાજ્યગુરૂ (ન્યુ.પ્રા.શાળા-૩૧)ના સાસુ તથા હિવો ઉપેન્દ્રભાઇ રાજ્યગુરૂના સાસુમા સ્વ. રમાબેન, સ્વ. દુર્ગાબેન, સ્વ. તારાબેન તથા કલાબેનના ભાભી સ્વ. પરશોતમભાઇ, સ્વ. પ્રફુલભાઇ, સ્વ. દિલીપભાઇ, ચરણભાઇના કાકી તેમજ પિયર પક્ષે સ્વ. ઇન્દુભાઇ ચતુર્વેદી, ધીરૂભાઇ, વિનુભાઇ, સ્વ. બિંદુભાઇ, સ્વ. બિપીનભાઇ, મુકુંદભાઇ, છગનલાલ દવેના બેન અને સ્વ. રતીલાલ કાનજી દવેના ભાણેજનું તા. ૧૦મીએ અવસાન થયું છે. સંયુકત પ્રાર્થના સભા -બેસણું તા. ં૧૧ સોમવારે ૪ થી ૬ મોઢ ચતુર્વેદીય રાજ્યગોર સમવાય જ્ઞાતિની વાડી( હલુરીયા ચોક) રાખેલ છે.

વિજયાબેન કુતલરીયા

મોરબી : વિજયાબેન કુલતરીયા તે શાંતિલાલ નાગજીભાઇ કુલતરીયાના પત્ની  તેમજ જતીન કુલતરીયાની માતાનું ૧૦ ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૪ ને ગુરૂવારના રોજ સવારે ૮થી ૧૦ કલાક નિવાસસ્થાન આલાપ પાર્ક સોસાયટી મોરબી મુકાબે રાખેલ છે.

હિરાબેન દોશી

ધોરાજી : સ્વ. મનસુખલાલ કેશવજીભાઇ દોશીના ધર્મપત્ની હીરાબેન મનસુખભાઇ દોશી (ઉ.વ.૮૮) તે અનિલભાઇ રમેશભાઇ દોશી સીબીઆઇ તથા પંકજભાઇ દોશીના માતુશ્રી તેમજ હેમતભાઇ તથા ઇશ્વરભાઇ દોશીના ભાભીનું તા. ૧૦ ને રવિવારના રોજ અવસાન થયેલ છે.

પ્રવિણસિંહ જાડેજા

જામનગર : મુળ ધ્રાફા અને હાલ જામનગર નિવાસી પ્રવિણસિંહ સામતસિંહ જાડેજા (ઉ.વ.૮પ), જે રિટાયર્ડ એએસઆઇ કિરીટસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા એસીબી ખંભાળીયા, વિરેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા જીઇબીવાળાના પિતાશ્રીનું અવસાન થયું છે. ઉઠમણુ તા. ૧૧ સાંજે પ થી ૬, હરસિદ્ધિ માતાજીના મંદિર, રણજીતનગર ખાતે રાખેલ છે.

પુરીબેન ધારૈયા

જેતપુર ધારૈયા પુરીબેન મથુરભાઇ (ઉ.૮પ) તે પ્રવિણભાઇના માતુશ્રી મીલનના દાદીમાં, જગદિશભાઇ, સુમનભાઇના કાકી નટુભાઇ (વિશ્વકર્મા મંદિરનાસાસુ) તા.૮ના અવસાન થયેલ છે. બેસણું તા.૧૧ના સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન નકલંક આશ્રમ પાસે, જેતપુરમાં રાખેલ છે.