Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021
ભીલ જ્ઞાતિના અગ્રણી, ગાયત્રી પરિવારના ભરતભાઈ મકવાણાનું દુઃખદ અવસાનઃ કાલે સાંજે ૫ થી ૬ બેસણું

રાજકોટઃ ભીલ જ્ઞાતિના અગ્રણી ભરતભાઈ ભીખાલાલ મકવાણા (ગાયત્રી પરિવાર) તે કુસુમબેનના પતિ તથા રમેશચંદ્ર, પનુબેન, દિલીપભાઈ, સ્‍વ.વસંતભાઈના ભાઈ, તેમજ અનિલભાઈ, જીગરભાઈ અને દક્ષાબેન (રા.મ્‍યુ.કોર્પો.)ના પિતાશ્રી તથા અરૂણભાઈ (એ.જી.ઓફિસ), સુનિલ (અકિલા પરિવાર) અને ધવલના કાકા, તેમજ ઉષાબેન રમેશચંદ્ર મકવાણા અને હેમાબેન દિલીપભાઈ મકવાણાના દિયર તથા અવિ, કથન, પ્રણવ અને મૈત્રીના દાદાનું તા.૯ નવેમ્‍બરના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું આવતીકાલે તા.૧૧ના ગુરૂવારે સાંજે ૫ થી ૬ તેમના નિવાસસ્‍થાને શ્રી રેસીડેન્‍સી, ગાંધીગ્રામ, એસ.કે.ચોક, રાજકોટ ખાતે રાખેલ છે. અરૂણભાઈ મો.૯૮૯૮૬ ૧૨૬૭૭, અનિલભાઈ મો.૯૦૯૯૦ ૯૬૯૮૮, સુનિલ મો.૯૭૨૫૦ ૫૫૧૯૯, જીગરભાઈ મો.૮૩૨૦૦ ૬૫૧૦૯, અવિ મો.૯૭૨૬૯ ૬૬૨૦૩


 

અવસાન નોંધ

વલસાડના પત્રકાર અપૂર્વ પારેખના પિતાનું નિધન

વલસાડઃ ગુજરાત સમાચાર અખબારના વલસાડના પત્રકાર અપૂર્વ પારેખના પિતાશ્રી સુરેન્દ્રભાઈ પારેખનું આજે સવારે ૭૬ વર્ષની ઉંમરે ટૂંકી માંદગી બાદ ૭.૫૨ કલાકે નિધન થયું છે.સુરેન્દ્રભાઈ સાહિત્ય પ્રેમી હતા અને તેઓ સતત સાહિત્ય સાથેની પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહેતા હતા. તેમનો વાંચન પ્રેમ પણ છેલ્લે સુધી અતૂટ રહ્રયો હતો. તેમનું સાદું જીવન પ્રેરણાદાયી રહ્યુંં હતું.

 તેમની અંતિમયાત્રા ૧૦ નવેમ્બરને બુધવારે બપોરે ૧ કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી. જેમાં શહેરના અનેક અગ્રણીઓ જોડાયા હતા.

ચુનીભાઈ મુલિયા

રાજકોટઃ ચુનીભાઈ રાઘવજીભાઈ મુલિયા (ઉ.વ.૭૩) ગામ રાજકોટ, તે નિતેશભાઈ (મો.૯૮૨૫૮ ૭૮૮૬૬), ચેતનભાઈ (મો.૯૮૯૮૨ ૭૮૧૦૫), હિતેશભાઈ (મો.૯૯૧૩૪ ૮૧૮૧૯)ના પિતાશ્રી તા.૯ના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૧ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે, 'આર્શિવાદ' રૂરલ હાઉસીંગ બોર્ડ, પ્રેમ મંદીરની પાછળ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ચંદુભાઈ ખખ્ખર

રાજકોટઃ ભાડવા (તા. કોટડા સાંગાણી) વાળા સ્વ.બચુલાલ કાનજીભાઈ ખખ્ખરના પુત્ર ચંદુભાઈ બચુભાઈ ખખ્ખર (ઉ.વ.૭૦) તે સ્વ.વિનોદભાઈ, સ્વ.નટવરભાઈ, રસિકભાઈ તથા ભારતીબેન મનહરલાલ કોટક અને રંજનબેન દિનેશકુમાર ગંદાના ભાઈ, તે વિરનગરવાળા સ્વ.અમૃતલાલ ગોવિંદજીભાઈ જોબનપુત્રાના જમાઈ, તે હરેશભાઈ, રાજુભાઈ, ધર્મેશભાઈના કાકા તા.૮ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૧૧ ગુરૂવારના રોજ સાંજના ૪:૩૦ કલાકે ભાડવા મુકામે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

ભરતભાઈ લાખાણી

રાજકોટઃ નિવાસી સ્વ.જયંતિલાલ નાગરદાસ લાખાણી (સાબુવાળા)ના પુત્ર ભરતભાઈ (ઉ.વ.૬૬) તે જીનેશ (ઓશન એડ), મોહિતના પિતાશ્રી તથા હંસાબેન શાહ, સ્વ.ચારૂબેન મહેતા તથા અશ્વીનભાઈ, સ્વ.ભુપેન્દ્રભાઈના ભાઈ તથા સ્વ.બાબુલાલ આણંદજી દોમડીયાના જમાઈ તા.૯ને મંગળવારના રોજ અરિહંત શરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા પ્રાર્થનાસભા તા.૧૧ને ગુરૂવારના રોજ સવારે ૧૦ કલાકે વિરાણી વાડી, યુનીટ નં.૨, કોઠારીયા નાકા, રાજકોટ ખાતે રાખેલ છે.

બીપીનચંદ્ર દોશી

રાજકોટઃ સ્વ.ગોપાલજી ઘેલાભાઈ દોશી મોટા દહીસરા, મોરબીના પુત્ર સ્વ.બીપીનચંદ્ર ગોપાલજી દોશી (ઉ.વ.૭૨), હાલ ભાડુંપ મુંબઈ તે રેખાબેન હસમુખરાય દોશી, રાજેશભાઈ લક્ષ્મીચંદ દોશી, રમીલાબેન પ્રવિણચંદ્ર વોરા, અરવિંદકુમાર, હરેશકુમાર, જગદિપકુમાર મનસુખલાલ દોશીના કાકા તથા કલાબેન ભાનુલાલ બદાણીના નાનાભાઈ તા.૮ સોમવારના રોજ શ્રી અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. મો.૯૪૨૬૨ ૭૯૯૨૯, મો.૯૪૨૭૨ ૧૩૩૭૦

જીતેન્દ્રકુમાર દવે

રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ મૂળ મોટા વાગુદડ (ધ્રોલ) હાલ રાજકોટ નિવાસી સ્વ.જીતેન્દ્રકુમાર ડાયાલાલ દવે (ઉ.વ.૬૬) તે હિંમતભાઈ દવે, નટવરલાલ દવે તથા મનહરલાલ દવેના નાનાભાઈ, બીપીનભાઈ તથા હસમુખભાઈ તથા દિવ્યાબેન હિરેનકુમાર પંડયા (અલ્યાબાળા)ના પિતાશ્રી તેમજ મુળ નેસડા (સુ.) હાલ રાજકોટ નિવાસી સ્વ.ગુણવંતરાય જયંતિલાલ જાનીના જમાઈનું તા.૯ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું ઉઠમણું તથા પિયરપક્ષનું બેસણું તા.૧૨ને શુક્રવારે બપોરે ૩:૩૦ થી ૪:૩૦ સોમનાથ મહાદેવ મંદિર, કોઠારિયા મેઈન રોડ, રણુજા મંદિરની પાછળ રાખેલ છે.

વાસંતીબેન ગાંધી

રાજકોટઃ દશા સોરઠીયા વણિક રાજકોટ નિવાસી ગં.સ્વ.વાસંતીબેન જયંતિલાલ ગાંધી (ઉ.વ.૮૪) તે સુનિલભાઈ, ઘનશ્યામભાઈ, હિનાબેન નીતિનભાઈ પારેખ, નયના વિજય કાચલીયા, ભાવના દિપક વંકાણીના માતુશ્રી, રમેશભાઈ, દિનેશભાઈ, સ્વ.મધુભાઈ, જયોતિ અતુલ કોઠારી, કુસુમ હર્ષદ શેઠના ભાભી, મિલિન્દ, મિથિલ, શૈલી તથા રિયાના દાદી તા.૭ના રોજ ગૌલોકવાસી થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧૧ના રોજ સાંજના ૪ થી ૫, રાષ્ટ્રિયશાળા મધ્યસ્થ ખંડ, રાજકોટ મુકામે રાખેલ છે.

નિરંજનભાઈ જોષી

રાજકોટઃ પોરબંદર નિવાસી હાલ રાજકોટ ગુજરાતી શ્રીગોળ માળવીય જોષીના પુત્ર નિરંજનભાઈ પ્રભાશંકર જોષી (હીકુભાઈ) (ઉ.વ.૬૫) તે સ્વ.હરબાળાબેન, સ્વ.જયંતીભાઈ, સ્વ.વિપિનભાઈ અને સ્વ.મધુબેનના નાનાભાઈ તથા જર્નાદનભાઈ અને ઉમેશભાઈના મોટાભાઈ તેમજ સ્વ.અનંતરાય લાભશંકર જોષી (ગોંડલ)ના જમાઈ, તે કૃણાલભાઈ, હર્ષભાઈ, શ્રૃતિબેન, કિંજલબેન, જલ્પાબેનના પિતાશ્રીનું તા.૮ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. બંને પક્ષનું બેસણું તા.૧૧ ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૫:૩૦ સદ્દગુરૂ મંદિર મંગલેશ્વર મહાદેવ, સદ્દગુરૂનગર રૂડા-૨ ની સામે, યુનિ.રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિકપ્રથા બંધ છે. ઉમેશભાઈ પ્રભાશંકરભાઈ જોષી મો.૯૪૨૬૭ ૨૫૦૭૨, કૃણાલભાઈ જોષી મો.૯૭૨૨૯ ૩૧૨૮૭

જશવંતીબેન દેવાણી

કેશોદ : જશવંતીબેન હરિદાસ દેવાણી (ઉવ.૮૫) તે સ્વ. હરિદાસ વલ્લભદાસ દેવાણીના ધર્મપત્ની, તથા સ્વ.કરશનદાસ આણંદજી ગણાત્રાના દિકરી (માળિયા હાટીના વાળા), વ્રજલાલ હરિદાસ દેવાણી (મુરલીધર ઇન્ડસ્ટ્રીઝ કેશોદ), સ્વ. નરેન્દ્રભાઇ હરિદાસ દેવાણી, સ્વ.ચંદ્રકાન્ત હરિદાસ દેવાણી (પંકજ ટ્રેડર્સ), નરેશભાઇ હરિદાસ દેવાણી (મેડિકલ સ્ટોરવાળા), ડો.પંકજભાઇ દેવાણી (વિશ્વાસ નિદાન કેન્દ્ર), નયનાબેન જીતેન્દ્રકુમાર કાનાબાર (તાલાલા), નીતાબેન હરીશકુમાર રૂપારેલીયા (માંગરોળ)ના માતૃશ્રી તા. ૮ના સોમવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.૧૧ ને ગુરૂવારે સવારે ૧૦ થી ૧૨ કલાકે તેમના નિવાસ સ્થાને જાગનાથ ટાવર્સ, જાગનાથ પાર્ક ૨, રણછોડનગર પાસે, કેશોદ રાખેલ છે. વ્રજલાલભાઇ મો. ૯૮૨૫૯ ૬૦૮૨૧, નરેશભાઇ મો. ૭૯૯૦૮ ૧૦૯૬૮, પંકજભાઇ મો. ૯૮૨૫૫ ૭૭૬૨૭.

સુરેશભાઈ શુકલ

રાજકોટઃ સુરેશભાઈ પિતાંબરદાસ શુકલ (ઉ.વ.૮૩) તે ઉષાબેનના પતિ, સ્વ.બળવંતરાય પી. શુકલ (એડવોકેટ), સ્વ.કાંતીભાઈ, સ્વ.મહેન્દ્રભાઈના લઘુબંધુ નલિનભાઈ (એડવોકેટ), નરેશભાઈ (સહકાર ભારતી), દિપકભાઈ (નિવૃત ઈન્કમટેક્ષ), ધિરેન્દ્રભાઈ (નિવૃત પાણી પુરવઠા બોર્ડ), જાગૃતિ ધિરેનકુમાર પંચોલી (મુંબઈ), નિતા હેમંતકુમાર ઠાકર (અમેરીકા)ના કાકા, સ્વ.હરગોવિંદભાઈ મહેતાના જમાઈ, સ્વ.ઉપેન્દ્રભાઈ મધુભાઈ કૌશીકભાઈ, સ્વ.સતીષભાઈના બનેવીનું તા.૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું ગુરૂવાર તા.૧૧ના રોજ સાંજે ૪:૩૦ થી ૬ના દરમ્યાન રાખેલ છે. ઉષાબેન મો.૭૪૦૫૦ ૩૫૦૨૮, નલીનભાઈ મો.૯૮૨૪૧ ૨૪૪૫૫, દિપકભાઈ મો.૯૪૦૮૩ ૬૮૫૭૨, નરેશભાઈ મો.૯૪૨૮૨ ૫૨૬૬૬, ધિરેન્દ્રભાઈ મો.૯૪૨૬૩ ૮૧૯૪૪

સરોજબેન જોષી

રાજકોટ : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ.સરોજબેન રમેશભાઈ જોષી (ઉપલેટાવાળા) હાલ રાજકોટ તે રમેશભાઈ પ્રાણલાલભાઈ જોષી, પ્રશાંત પેપર એન્ડ કાર્ડ રાજકોટવાળાના ધર્મપત્નિ તથા હસુભાઈ જોષી - જૂનાગઢ, સૌરાષ્ટ્ર - કચ્છ બ્રહ્મસમાજના ટ્રસ્ટી તે ક્રિષ્ન કાર્ડ - જૂનાગઢવાળાના નાનાભાઈના ધર્મપત્નિ તેમજ સ્વ.રાજેશભાઈ પ્રાણલાલ જોષી - ક્રિષ્ન પ્રિન્ટર્સના મોટાભાઈના ધર્મપત્નિ તા.૮ના સોમવારે કૈલાસવાસ થયેલ છે. તેમનું બેસણું તા.૧૧-૧૧ના ગુરૂવારે બપોરે ૪ થી ૬ રાજપૂત સમાજની વાડી, રજપૂતપરા શેરી નં.૨ રાજકોટ ખાતે રાખેલ છે.

રમાબેન બગથરીયા

રાજકોટ : ગં.સ્વ. રમાબેન બચુભાઈ બગથરીયાનું તા.૯ના મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૧ને ગુરૂવારે સાંજે ૩ થી ૫ ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી શેરી નં.૯ રાજકોટ ખાતે રાખેલ છે. પ્રકાશ બચુભાઈ બગથરીયા - ૯૭૨૭૯ ૬૨૪૪૨, આનંદ બચુભાઈ બગથરીયા - ૯૯૭૮૯ ૭૭૯૯૭, નિલેશ બચુભાઈ બગથરીયા - ૯૯૨૫૨ ૦૬૪૪૭.

પ્રફુલભાઇ મહેતા

મોરબી : પિપળીયા નિવાસી મહેતા બાબુભાઇ વલમજીભાઇના પુત્ર પ્રફુલભાઇ (ઉવ.૭૨) તે મૃદુલાબેનના પતિ તથા પરેશભાઇ, પિયુષભાઇના પિતાશ્રી તે કાજલબેન તથા જીજ્ઞાબેનના સસરા તથા ભાનુબેન, કુંદનબેન અને સ્વ. નીરૂબેનના ભાઇ, વત્સલ તથા કુશલના દાદા તે વર્ધમાન મોનજી ટોળીયાના જમાઇ તા. ૮ મંગળવારના રોજ અરિહંતશરણ પામેલ છે. ઉઠમણું તા. ૧૧ સવારે ૧૦ કલાકે તથા પ્રાર્થનાસભા સવારે ૧૧ કલાકે શ્રી દશાશ્રીમાળી જ્ઞાતીની વાડી, સરદાર રોડ, મોરબી રાખેલ છે.

પ્રફુલ્લાબેન પોમલ

રાજકોટ : કંસારા, પરસોતમદાસ વલ્લભજી પોમલ (વલ્લભજીમમુ)ના પુત્રવધુ ગં.સ્વ. પ્રફુલાબેન ધીરજલાલ પોમલ (ઉવ.૬૮) તા. ૯ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. જેમની સ્મશાન યાત્રા તા. ૧૦/૧૧/૨૧ને બુધવારે સવારે ૮ કલાકે તેમના નિવાસ સ્થાને થી નિકળેલ. સદગતનું ઉઠમણું તા. ૧૧ને ગુરૂવારે સવારે રામેશ્વર મંદિર, રામેશ્વર ચોક, શ્રીજીનગર ખાતે સવારે ૧૦ કલાકે રાખેલ છે.

હિંમતભાઇ પંડિત

મોરબીઃહિંમતભાઈ પંડિત (સી.એ.) તેઓ કેશવજીભાઇ નાનજીભાઈ પંડિતના પુત્ર તથા ઉમેશભાઈ અને ભરતભાઈ પંડિતના મોટાભાઈ તેમજ સમીરભાઈ, શિલ્પાબેન અને શીતલબેનના પિતા તથા જાનવી સમીરભાઈ પંડિત, શરદકુમાર તુલસીદાસ અનડા (સી.એ.) અને વિવેકકુમાર નવીનચંદ્ર લાખાણીના સસરા તેમજ આયુષી અને રેયાંશના દાદા તથા અમિત ભરતભાઈ પંડિત, કિંજલબેન ઉમેશભાઈ પંડિત અને મનોજભાઈ દિનેશચંદ્ર પંડિતના ભાઈજી તથા કાંતિલાલ મોતીલાલ કોટક (પડધરીવાળા) ના જમાઈ તેમજ જયંતભાઈ, પ્રફુલભાઈ અને હર્ષદભાઈના બનેવીનું તા ૦૮ ના રોજ અવસાન થયું છે બંને પક્ષનું બેસણું તા. ૧૨ ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે શ્રી દશાશ્રીમાળી વણિક જ્ઞાતિ વાડી, બેંક ઓફ બરોડા સામે, મોરબી ખાતે રાખેલ છે.

ધીરજલાલ મારૂ

રાજકોટ : સ્વ. કાનજીભાઇ કરશનભાઇ મારૂ (જીરાગઢ) ના મોટા પુત્ર તે શશીકાંતભાઇ (મો.૯૪૨૮૮ ૯૪૭૯૪), વિઠ્ઠલ્લભાઇ (મો.૯૯૭૪૭ ૧૫૨૧૯), ભરતભાઇ અને ભદ્રકાંતભાઇ (મો.૯૭૨૬૭ ૨૦૮૧૬)ના મોટાભાઇ અને આશુતોષભાઇ વી. મારૂના ભાઇજી  ધીરજલાલભાઇ કાનજીભાઇ મારૂ (ઉ.વ.૭૮) નું તા.પ ના અવસાન થયેલ છે. તેમનુ ટેલીફોનીક બેસણું તા.૧૧ ના  સાંજે ૪ થી પ રાખેલ છે. તેમજ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.