Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018
વડાળીના કનકસિંહ જાડેજાનું અવસાનઃ શુક્રવારે ઉત્તરક્રિયા

રાજકોટઃ ત્રંબાના વડાળી ગામે રહેતાં કનકસિંહ અજુભા જાડેજા તેઓ સુરપાલસિંહ જાડેજા અને અરવિંદસિંહ જાડેજાના પિતાશ્રી તથા જયદ્રથસિંહના દાદાનું તા. ૫/૯ના દુઃખદ અવસાન થયું છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા. ૧૪ના શુક્રવારે તેમના વતન વડાળી ખાતે રાખવામાં આવી છે. (૧૪.૭)

અવસાન નોંધ

જયંતભાઈ ગાદોયા

રાજકોટઃ નિવાસી દશા સોરઠીયા વણીક જયંતભાઈ છગનલાલ ગાદોયા (ઉ.વ.૮૦)  (એલઆઈસી ઓફીસર) તે જયોત્સનાબેન પતિ, દેવાંગ, વિરાંગ, પુજાના પિતાશ્રી, સ્વ.પ્રવિણભાઈ, સ્વ.પ્રકાશભાઈ, અનસુયાબેન, ચંદ્રીકાબેન, ભાવનાબેનના ભાઈ, સ્વ.નંદલાલભાઈ સાંગાણીના જમાઈ, પ્રિંયકાના દાદા તથા આયુશ, વિરાજના નાના તા.૯ રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧૧ મંગળવારના રોજ સવારે ૧૦ થી ૧૨ ભાટીયા બોર્ડીંગ હોલ, જંકશન રેલ્વે સ્ટેશન સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

હંસાબેન મહેતા

રાજકોટઃ મોરબી નિવાસી હાલ રાજકોટ દશા સ્થાનકવાસી જૈન ગં.સ્વ.હંસાબેન રૂતેચંદ મહેતા (ઉ.વ.૬૯) તે સ્વ.રૂતેચંદ લાભચંદ મહેતા (જી.ઈ.બી. વાંકાનેર) ના ધર્મપત્નિ તથા નિતલ નિલેશભાઈ વસાના માતુશ્રી હેતવ તેજસભાઈ મહેતા (પ્રા.શિક્ષક ગોંડલ), જેનિકાના દાદી તથા જગદીશ નરોતમદાસ દેશાઈ (રાજકોટ હાલ અમદાવાદ) પલ્વીબેન નરેન્દ્રભાઈ જસ્માણીના બહેન અને મંથન જગદીશ દેશાઈના ફૈબા  તા.૯ના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૦ના સાંજે ૪:૩૦ થી ૫:૩૦ રામેશ્વર હોલ, સતવારા બોર્ડીંગ પાસે, રૈયારોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રકાશભાઇ તલસાણીયા

રાજકોટઃ ગુર્જર સુતાર - ભાવનગર વાળા ચુનીલાલ મોહનલાલ તલસાણીયાનાં પુત્ર પ્રકાશભાઇ (ઉ.વ.પ૦) તે નીતીનભાઇ, ધર્મેશભાઇ, અનિલાબેન વસંતભાઇ જોશી, સ્વ.ભાવનાબહેન જયંતીભાઇ, આરતીબહેન રસીકભાઇ જમનાપરાના ભાઇ તથા કાજલ બહેન સતિષભાઇ સાકડેચાના પિતા તથા વિભુતી પ્રશાંતકુમાર ગોડેશ્વરનાં કાકા તથા નીતેષભાઇ રતિભઇ બારસોપીયાનાં બનેવીનું તા.૮ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૦ ને સોમવારે સાંજે ૪ થી ૬, પુ.રણછોડદાસબાપુ હોલ (આર.એમ.સી.) આનંદનગર - બોલબાલા રોડ જલજીત હોલની સામે રાખેલ છે.

બળવંતગીરી ગોસ્વામી

કોલકીઃ દલપતગીરી દયાગીરી ગોસ્વામીના મોટાભાઇ તેમજ પંકજગીરી, વિનેશગીરી, દિવ્યેશગીરીના પિતાશ્રી બળવંતગીરી દયાગીરી ગોસ્વામી (કામનાથ મહાદેવ મંદિરના મહંતશ્રી) (ઉ.વ.૮૦)નું તા.૭ને શુક્રવારના રોજ કોલકીમાં કૈલાસવાસ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૦ને સોમવારે સાંજના ૪ થી ૬ વાગ્યા સુધી શ્રી કામનાથ મહાદેવ મંદિરે રાખેલ છે.

ભરતભાઇ મકવાણા

રાજકોટઃ રાજપૂત મરણ ભરતભાઇ બટુકભાઇ મકવાણા (ઉ.વ.૪૦) તે બટુકભાઇ જેશીંગભાઇ મકવાણાના પુત્ર તથા વિજયભાઇના નાનાભાઇ તથા અંશના કાકા તથા ઓમ અને જયના પિતાશ્રીનું તા.૭ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૦ના સોમવારે સાંજે ૪ થી ૬, ગાંધીગ્રામ ગંગેશ્વર મહાદેવ મંદિરે રાખેલ છે.

મણીબેન સેંજરીયા

ગોંડલ : મણીબેન સવજીભાઇ સેંજરીયા (ઉ.વ.૯૮)તે  ભીખુભાઇ, ગોરધનભાઇ, હસમુખભાઇ, સ્વ. રમણીકભાઇના માતાનું તા. ૮ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૦ને સોમવારે સાંજે ૪ થી૬, પટેલ વાડી, જેલ ચોક, ગોંડલ મુકામે રાખેલ છે.

રજનીકાંતભાઇ લવા

મોરબી : રાજય પુરોહિત બ્રાહ્મણ રજનીકાંત શાંતિલાલ લવા (ઉ.વ.૬૩) તે રસિકભાઇ, રમેશચંદ્ર, ધીરજલાલ અને કંચનબેન કિશોરચંદ્ર પુંજાણીના નાનાભાઇ તેમજ કોૈશિક, વર્ષા, પ્રશાંતકુમાર પુંજાણી અને પુજા કૃણાલકુમાર નાકરના પિતા તથા કેતન રમેશચંદ્ર લવા અને સંજય ધીરજલાલ લવાના કાકાનું તા. ૭ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૦ને સોમવારે સાંજે ૪ થી પ કલાકે કોમ્યુનીટી હોલ, ગુજરાત હાઉસીંગ બોર્ડ, શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.

ચંદ્રાબેન વાળા

 વડિયા : ચંદ્રાબેન જીલુભાઇ વાળા તે જીલુભાઇ દેશાવાળાના પત્ની તથા વિજયભાઇના માતુશ્રીનું તા. ૭ના રોજ અવસાન થયેલ છે. તેમની ઉત્તર ક્રિયા તા. ૧૭ને સોમવારે સુરગપરા તેમના નિવાસ સ્થાને વડિયા મુકામે રાખેલ છે.

જગદીશભાઇ પંડયા

દ્વારકા : શ્રીગૌડ મેડત્વાડ બ્રાહ્મણ, દ્વારકા નિવાસી જગદીશભાઇ વૃજલાલ પંડયા (ઉ.વ.૬૮) તે ભરતભાઇ (નિવૃત તલાટી), અશોકભાઇ (સિંચાઇ વિ.)ના વડીલ બંધુ તે ધૃતિબેન અપૂર્વભાઇ ઠાકરના પિતાશ્રી તેમજ રાજકોટ નિવાસી સ્વ. ગીરજાશંકર દુર્ગાશંકર ભટ્ટ (આશાપુરા મંદિર) ના જમાઇનું તા. ૯-૯- ના રોજ અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણુ તા. ૧૦-૯ ના રોજ સાંજે પ કલાકે નિવાસ સ્થાને ટીવી સ્ટેશન રોડ, દ્વારકા ખાતે રાખ્યું છે.

મિલનભાઇ ભટ્ટ

રાજકોટઃ ઔ.ગુ.સા.ચા. ગિુ.કુ. મંદિરના સ્થાપક સ્વર્ગસ્થ કાંતિલાલ ભાઇશંકર ભટ્ટના પૌત્ર તથા વિજયભાઇ ભટ્ટના પૂત્ર મિલનભાઇ ભટ્ટ ઉ.૪૭નું તા. ૯ને રવિવારે અવસાન થયેલું છે તમામ પ્રકારની લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

કમળાબેન પરમાર

રાજકોટઃ મચ્છુકઠીયા લુહાર સ્વ. કમળાબેન લાલજીભાઇ પરમાર (ઉ.વ.૬૨) તે લાલભાઇના પત્નિ તથા ભારતીબેન, ચેતનભાઇ અને અનિલભાઇના  માતુશ્રીનું તા.૮ના અવસાન થયેલ છે સદ્ગતનું બેસણું તથા પ્રાર્થનાસભા તા.૧૦ના સોમવારે સાંજે ૪ થી ૬, મોઢવણિક વિદ્યાર્થીભવન, રાજપુતપરા શેરી નં.૫, માલવીયા પંપ સામે, રાજકોટ ખાતે રાખેલ છે.